________________
૧૬૦
ધન્યકુમાર ચરિત્ર પોતાના ઘેર ગયો અને પારણું કરીને તે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો.
એક વખતે ધનકર્મા શેઠ પોતાના કામકાજને માટે બીજે ગામ ગયો છે, ત્યારે અવસર મળ્યો માની ઈશ્વરદત્ત ચારણે દેવીએ આપેલા વરદાનના પ્રભાવથી ધનકર્માનું રૂપ વિકુવીને તેના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને તેના પુત્રાદિ ઘરના પરિવારને તે કહેવા લાગ્યો, “હું આજે શુકન સારા નહિ થવાથી ગામ ગયો નથી. અહીં પાછા ફરતાં રસ્તામાં અરિહંત ભગવંતનો ધર્મ સંભળાવતા એક મુનિને મેં જોયા, તે સ્થળે હું મુનિને નમીને બેઠો.'
તે વખતે કરૂણાપ્રધાન તે મુનીશ્વરે મને આ પ્રમાણે ધર્મોપદેશ ફરમાવ્યો છે, “સર્વે સંસારી જીવોને ધનની ઇચ્છા બહુ જ હોય છે. તેને માટે સર્વે ન વર્ણવી શકાય તેવાં ઘણાં કષ્ટો સહન કરે છે, ધનની બુદ્ધિથી મોહાંધ માણસો મહાગહન અટવી પસાર કરે છે, દેશાંતરમાં રખડે છે, બહુ ઉંડા એવા સમુદ્રમંથનનો ક્લેશ પણ વહોરે છે. કૃપણ એવા શેઠની સેવા કરે છે અને સાથીઓના સમૂહથી રસ્તો સાંકડો થઈ ગયો હોય તેવાં યુદ્ધોમાં પણ જાય છે. આ સર્વે લોભના વિલાસો છે.” આ પ્રમાણે ધન માટે ઘણા લેશો અનુભવાય છે, પણ આ લક્ષ્મી તો પુણ્યના બળથી જ મેળવાય છે. આ વાત નહિ જાણનારાઓ તે લક્ષ્મીને મેળવવા અઢાર પાપસ્થાનકો સેવે છે. આ પ્રમાણે પાપાચરણ કરતાં પણ પુણ્યબળ વગર લક્ષ્મી તો મળતી જ નથી. આજ, કાલ, પરમ દિવસ, પછીનો દિવસ તેવી વિચારણા પ્રત્યેક મનુષ્ય લક્ષ્મીને માટે કર્યા કરે છે, પણ હાથમાં રહેલા પાણીની જેમ ગળતાં જતાં આયુષ્યનો તે વિચાર કરતો નથી. તૃષ્ણા ડાકિણીથી ગ્રસ્ત સર્વે લોકો તેને મેળવવા નકામા દોડાદોડી-ધમાધમી કરે છે. કદાપિ પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યના ઉદયથી લક્ષ્મી મળે છે, તો પણ તે અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org