________________
ધન્યકુમારે કરેલું પારખું.
૧૫૯
અને સદાચાર સેવે છે. ધનુષ્યને જો ખેંચીને ધારણ કરીએ તો જ સીધું થાય છે. નહિ તો સીધું થતું નથી. કૃપણ પુરુષોમાં અગ્રેસર એવો આ શ્રેષ્ઠી દેવતાની સહાય વિના સ્વાધીનતામાં લઈ શકાશે નહિ. તેથી ‘વાંકે લાકડે વાંકો વર' એવી જે લોકમાં કહેવત છે તે હવે સાચી કરવી. મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે કોઈ પણ ઉપાય વડે આ કૃપણની લક્ષ્મીને પ્રાપ્ત કરીને તેનો દાન અને ભોગમાં વ્યય કરાવી મારે કૃતકૃત્ય થવું છે, માટે હવે તો હું પ્રતારિણી વિદ્યા સાધીને મારૂં ઇચ્છિત કાર્ય કરીશ.
આમ ધનકર્મા શ્રેષ્ઠીના ધનના વ્યયની વાંચ્છા રાખતો તે ઈશ્વરદત્ત ચંડિકા દેવીના મંદિરે ગયો. ત્યાં શક્તિદેવીને નમસ્કાર કરીને ‘તમારા પ્રસાદથી મારા કાર્યની સિદ્ધિ થાઓ' તેવી રીતે બોલીને સાવધાન મનવાળો થઈ તે ચારણ, વિદ્યાનું આરાધન કરવા ‘અર્થ મેળવું અથવા તો દેહ પાડું' એવો મનમાં નિશ્ચય કરીને વિનયપૂર્વક તે દેવી સન્મુખ બેઠો અને વિધિપૂર્વક એકવીશ ઉપવાસ તેણે કર્યા.
તે ચારણે મૌનવ્રત તથા તપ, મંત્ર, જાપ, હોમાદિ અનેક પ્રકારે મંત્રની અને દેવીની આરાધના કરતાં છેવટે તે ચંડિકા તેના ઉપર પ્રસન્ન થઈ અને પ્રત્યક્ષ થઈને તે ચારણને કહેવા લાગી, ‘હે ભદ્ર ! તારી ભક્તિ વડે હું પ્રસન્ન થઈ છું, જે તારી ઇચ્છા હોય તે વર માંગ.' દેવીની વાણી સાંભળીને તે ચારણ દેવીને નમસ્કાર કરીને માંગવા લાગ્યો, હે માતા ! જો તમે મારા ઉપર સંતુષ્ટ થયા હો, તો મને રૂપપરાવર્તિની વિદ્યા અને ભૂતકાળનું સ્મરણ થાય તેવું જ્ઞાન આપો.' ત્યારે દેવી પણ તેના આશય પ્રમાણે ઇચ્છિત વર તેને આપીને અંતર્ધાન થઈ ગઈ. પ્રસન્ન થયેલા દેવતાઓ શું શું આપતા નથી ? ત્યાર પછી તે ચારણ અતિશય આનંદ પામતો હર્ષિત ચિત્તવાળો થઈને ત્યાંથી ઉઠી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org