________________
કલા અને બુદ્ધિનો વિલાસ
૧૪૭ ‘પણ આ લક્ષ્મી, પુણ્યાનુબંધી પુણ્યની હોય તો સર્વને તથા પોતાને સન્માર્ગગામી બનાવે છે. નહિતર તેનામાં હજારો દોષો પણ રહેલા છે. જ્યાં પૂર્વના પુણ્યાનુબંધી પુણ્ય વિનાની લક્ષ્મી હોય ત્યાં આટલા દોષો રહેલા હોય છે.” નિર્દયપણું, અહંકાર, તૃષ્ણા, કટુભાષણ, અયોગ્ય માણસોની સાથે સંગતિ, આ પાંચે પાપાનુબંધી પુણ્યની લક્ષ્મીની સાથે રહેનારાં દૂષણો છે.
જેવી રીતે તાવ આવ્યો હોય ત્યારે ભોજન ઉપર દ્વેષ થાય છે, તેવી રીતે પાપાનુબંધી પુણ્યવાળા શ્રીમાનને સેવક ઉપર દ્વેષ થાય છે, તાવ આવ્યો હોય ત્યારે જેવી રીતે જળ-પાણી ઉપર પ્રીતિ થાય છે, તેવી જ રીતે અશુભાનુબંધી પુણ્યની લક્ષ્મીવાળાને જડમૂર્ખ એટલે હામાં હા કહેનારા સ્વાર્થી માણસો ઉપર પ્રેમ હોય છે. તાવમાં જેમ રોગીને મોટું લાંઘણ (લંઘન) કરાવવામાં આવે છે, તેવી જ રીતે આવા ધનવાનને પોતાના હિતૈષી વડિલોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં રસ રહે છે તથા જેવી રીતે તાવવાળાનું મુખ કડવું થઈ જાય છે, તેવી જ રીતે આ પ્રકારના શ્રીમંતના મુખમાં મધુર ભાષાને બદલે કટુતા-કડવાં વચનો રહે છે. આમ ઉગ્રજ્વર તાવવાળાની અને પાપાનુબંધી પુણ્ય ભોગવનાર ધનવાનોની સરખી દશા પ્રવર્તે છે. આ રીતે ઘણા અનર્થકારી દોષો અર્થમાં રહેલા છે, તો પણ જીવોને જેવી રીતે અજીર્ણનો દોષ થયો હોય છતાં પણ આહાર લેવાની તીવ્ર ઇચ્છા થાય છે, તેવી જ રીતે જીવો ધનને અત્યંત વાંછે છે, વળી જેવી રીતે આ જગતમાં આગથી ઘર બળી જાય છે, તો પણ માણસો આગ-અગ્નિની ઇચ્છા રાખે જ છે, તેવી જ રીતે શરીર ઉપર સંકટ આવે, શરીરને ક્લેશ થાય, તો પણ માણસો-મનુષ્યો સંસારી જીવો લક્ષ્મીને ઇચ્છે છે-વાંછે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org