________________
ધન્યકુમારનો પૂર્વભવ
૨૧૯ દૂધ, તાંદુલ, ખાંડ ને ઘી વગેરે આપ્યાં હતાં, તેઓ તે બાળકને સાધુને દાન આપતો દેખીને મનમાં આનંદ પામેલા હતા. અને “અહો આ બાળકની કેવી દાનરૂચિ છે ? કારણ કે અતિ મુશ્કેલીથી મળેલી ખીર પણ અખંડ ધારાએ તે મુનિમહારાજને વહોરાવી દે છે, તેથી આ બાળકને ધન્ય છે.”
આ પ્રમાણે અનુમોદના કરી હતી પણ બાળકની માતા પાસે તેઓએ તે વાત કરી નહોતી, તેથી તેઓ ધન્યકુમારની લક્ષ્મીની ભોગવનારી પત્નીઓ થઈ છે. વળી આગલા ભવમાં વૈભવના ગર્વમાં સુભદ્રાએ પોતાની પ્રિય સખીને રોષથી કહ્યું હતું : “અરે ! દાસી ! તારા માથે તો માટી જ ઉપાડવાની છે, તેથી તું માટી ઉપાડ.” આ પ્રમાણે આક્રોશ કર્યો હતો, તે કર્મના વિપાકથી તે શાલિભદ્રની બહેન થઈ છતાં માટી વહન કરવાનું દુઃખ તેને ભોગવવું પડ્યું. કહ્યું છે કે, “ભોગવ્યા વગર કરેલાં કર્મ છૂટી શકતાં નથી.” અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, “આ ભવથી એકાણુંમા ભવમાં મેં મારી શક્તિથી એક પુરૂષને હણ્યો હતો, તે કર્મના ઉદયથી હે ભિક્ષુઓ ! મારો પગ વધાણો છે !” એટલે કોઈ પણ ભવમાં કરેલું કર્મ જો નિકાચિત થયું હોય તો તે ભોગવવું પડે છે.'
આ પ્રમાણે ગુરૂમહારાજનાં વચનો સાંભળીને વૈરાગ્ય થવાથી ત્યાં કેટલાએક ભવ્ય જીવોએ સંવેગથી ચારિત્ર અંગીકાર કર્યું; કેટલાએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો, કેટલાએ સમ્યકત્વ અંગીકાર કર્યું. કેટલાકે રાત્રિભોજન, અભણ્યવર્જન, બ્રહ્મચર્યાદિક સ્વીકાર્યા. આમ ધર્મઘોષ આચાર્ય ભગવંતની દેશના સફળ થઇ.
જ્યારે દૃઢ મિથ્યાત્વવાસિત મનુષ્યો પાસે ધર્મદેશનાં વનમાં વિલાપતુલ્ય ખાલી જાય છે. કહ્યું છે કે : “જેનો અર્થ સર્યો હોય તેને કહેવું, જે સાંભળીને ધારણ ન કરે અથવા સાંભળે જ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org