SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ધન્યકુમારનો પૂર્વભવ મહાનુભાવો ! કર્મની ગતિ વિચિત્ર અને અનિર્વચનીય છે ! કર્મથી શું શું નથી થતું? જીવોની ગતિ, કર્મની પરિણતિ, પુદ્ગલ પર્યાયોનો આવિર્ભાવ તથા તિરોભાવ વગેરે જિનેશ્વરના આગમ વગર કોણ જાણવાને સમર્થ છે? હું ધન્યકુમારના પૂર્વભવને કહું છું. તે તમે ધ્યાન દઈને સાંભળોઃ “આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં વિશ્વના દારિદ્રયથી જ ઘડાયેલી હોય તેવી એક અતિ દુઃખી દુર્ગતા વૃદ્ધા રહેતી હતી. પારકા ઘરમાં ખાંડવું, દળવું, લીંપવું, પાણી ભરવું વગેરે કાર્યો કરી અતિદુઃખથી તે પોતાનો નિર્વાહ ચલાવતી હતી. આ ડોશીને નિર્મળ આશયવાળો, વિનયી, ન્યાયતંત, દાન દેવાની રૂચિવાળો સુરૂચિ નામનો એક પુત્ર હતો. તે લોકોનાં વાછરડાંઓને ચારીને આજીવિકા ચલાવતો હતો.” આ પ્રમાણે અતિકષ્ટથી તેઓ બંને નિર્વાહ કરતાં હતાં. એકદા કોઈ પર્વના દિવસે વાછરડાને ચારીને તે બાળક ઘેર પાછો આવતો હતો, તે વખતે કેટલાક ઘરમાં ખીરનું ભોજન બનાવેલું ને તેને નાના બાળકો ખાતા હતા અને સ્પર્ધા કરતા હતા. એવું તેણે દીઠું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002063
Book TitleDhanya kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy