________________
ધન્યકુમારનો પૂર્વભવ
૨૧૧
પોતાના જ આંગણા પાસે રહેનાર એક બાળકને ખીર ખાતો દેખીને આ બાળકની દાઢ ગળવા લાગી, મોઢામાંથી પાણી છૂટવા લાગ્યું. પોતપોતાનાં ઘેરથી બહાર નીકળેલા બાળકો પરસ્પર વાતો કરવા લાગ્યા : ‘અરે ! તેં શું ખાધું ? એકે કહ્યું : “મેં ખીર ખાધી.' બીજો બોલ્યા : ‘આજે અમુક પર્વનો દિવસ છે, તેથી ખીર જ ખાવી જોઇએ.' ત્યાર પછી વળી એક જણાએ તે ડોશીના પુત્ર સુરૂચિને પૂછ્યું : તેં શું ખાધું ?'
તેણે કહ્યું : ઘેંશ વગેરે મને મારી માએ જે આપ્યું તે ખાધું.’ ત્યારે તે બધા બાળકો હસતાં હસતાં કહેવા લાગ્યા; ‘આજે ખીર વિના કેમ ચાલે ?’
સુરૂચિએ કહ્યું : ‘મને મારી માએ જે ખાવા આપ્યું તે ખાધું.’ તે ત્યારે એકે કહ્યું : ‘તારી મા પાસે જા, અને તેને કહે કે આજે પર્વનો દિવસ છે, તેથી ખીરનું ભોજન આપે.'
આ પ્રમાણે તે બાળકોની વાતો સાંભળીને સૂરૂચિને ખીર ખાવાની ઈચ્છા થવાથી તે ઘેર ગયો અને પોતાની માને તેણે કહ્યું: મા,! ઘી તથા ખાંડ વગેરે સહિત ખીરનું ભોજન આજે મને તુ આપ.’ માતાએ કહ્યું : ‘અરે નિર્ધનને ઘેર ખીર ક્યાંથી મળે ?’ તેણે કહ્યું : ‘ગમે તેમ કરીને પણ આજે તો જરૂર દે.' બાળકનું વચન સાંભળીને તે દુર્ગતા વૃદ્ધા વિચારવા લાગી : બાળકને સાચા ખોટાનું જ્ઞાન હોતું નથી.' કહ્યું છે કે ઃ
‘વત્સ ! આપણા ઘરમાં તો પેટ પૂરૂં ભરાય તેટલું ભોજન મળે તો તે ખીર જ છે. નિર્ધનોનું વાંછિત ક્યાંથી સફળ થાય ?' સુરૂચિ કહે છે : ‘આજે પર્વના દિવસે ખીર વિના બીજું કાંઇ ખાવાનું હોય જ નહિ, તેથી ગમે તેમ કરીને ખીર દે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org