________________
૨૧ર
ધન્યકુમાર ચરિત્ર વૃદ્ધાએ વિચાર્યું : “અહો ! આજે મારા મોટા પાપનો ઉદય થયો છે, આ બાળક કોઈ દિવસ કોઈ પણ ચીજ હઠથી માગતો નથી, તેને જે હું આવું છું તે જ ખાઇને જાય છે. આજે કોઈ સ્થળે દેખીને અથવા સાંભળીને તેને તેવી ઈચ્છા ઉત્પન્ન થઈ છે, તેથી મારી પાસે આવીને માગણી કરે છે, પરંતુ હું કેવી નિભંગીમાં પણ શેખરતુલ્ય છું કે આંધળીની એક લાકડીની જેવા આ બાળકની ખીર માત્રના ભોજનની ઈચ્છા પૂર્ણ કરવાને પણ સમર્થ નથી; ધિક્કાર છે મારા અવતારને !”
આમ વિચાર કરીને રાંકની જેમ પુત્રની સામે જોઈને તે રોવા લાગી, કારણ કે અબળા અને બાળકોને ઇચ્છા પૂર્ણ ન થાય ત્યારે રૂદન કરવું તે જ તેનું બળ છે. માતાને રોતી જોઈને બાળક પણ રોવા લાગ્યો.
તે બંનેને રોતાં સાંભળીને પાડોશીઓ ત્યાં આવ્યા. તેઓએ પૂછ્યું: ‘તમે બંને કેમ રૂવો છો ? તમારે દુઃખ શું છે તે કહો, જો તે દૂર થાય તેવું હશે તો અમે તમારું દુઃખ જરૂર ફેડી નાખશું.'
ત્યારે તે દુર્ગતાએ બાળકનો સમગ્ર વૃત્તાંત કહ્યો. અને કહ્યું કે “મારા જેવી નિભંગીની ઇચ્છા અપૂર્ણ રહે ત્યારે રોવું તે જ તેનું બળ છે.” - દુર્ગતાની આ દશા જાણીને તેના દુઃખથી દુઃખી થતાં તેઓએ કહ્યું: ‘તમારા પુત્રને ખીર માત્ર જોઈતી હોય તો તેની અપ્રાપ્તિનાં દુઃખથી તમે રોશો નહિ, તે તો અમારાથી સાધી શકાય તેવું કાર્ય છે.” પછી તેમાંથી એક બોલી : “દૂધ મારે ઘેર છે, તારે જોઈએ તેટલું લઈ જા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org