________________
૯૬
ધન્યકુમાર ચરિત્ર - આવો વિચાર કરીને પોતાના પિતાને બોલાવી ધન્યકુમારે તેમને કહ્યું, ‘તમે નવા આવ્યા જણાઓ છો ? ક્યાંથી આવ્યા છો? તમારી કઈ જાતિ છે? આ સર્વ સ્ત્રીપુરુષોને તમારી સાથે શું સંબંધ છે?” આમ જ્યારે ધન્યકુમારે પૂછ્યું, ત્યારે પ્રબળ પુણ્ય ઉદયથી તથા વિવિધ પ્રકારના રત્નના અને સુવર્ણના અલંકારોની કાંતિથી જેના શરીરનું સ્વરૂપ ફરી ગયું છે, તેવા ધન્યકુમારને પોતાનો પુત્ર હોવા છતાં ધનસારે ઓળખ્યા નહિ. તેથી પોતાની જાતિ, કુળ, વંશ વગેરે ગોપવીને અવસરે ઉચિત એવો જેમ તેમ ઉત્તર આપતાં તેણે કહ્યું, હે સ્વામીન્ ! અમે પરદેશથી આવેલ છીએ, તદન નિધન છીએ, અમે આજીવિકાનો માર્ગ શોધતા હતા, તેવામાં આ તમારા ગામમાં આવતાં આ પરોપકારી વ્યવસાય સાંભળીને ઘણા દિવસથી અમે અહી રહ્યા છીએ અને તમારા પ્રતાપથી સુખપૂર્વક આજીવિકા ચલાવીએ છીએ.” હંમેશાં પ્રભાતમાં ઉઠીને આપને આશીર્વાદ આપીએ છીએ કે, “ઘણું જીવો, ઘણો આનંદ પામો અને લાંબા વખત સુધી પૃથ્વીનું રક્ષણ કરો.' કારણ કે અમારા જેવાને તો તમે જ જંગમ કલ્પવૃક્ષ છો. આ રીતે મીઠાં વચનો બોલી નમસ્કાર કરીને ધનસાર શ્રેષ્ઠી એક બાજુ ઉભો રહ્યો.
પિતાનાં આવાં મીઠાં વચનો સાંભળી ધન્યકુમાર વિચારવા લાગ્યો, “અહો જુઓ ધનનો ક્ષય થતાં મતિનો વિભ્રમ પણ કેવો થઈ જાય છે ? બાળપણથી ઉછેરીને મોટા કરેલા પોતાના પુત્રને પણ તેઓ ઓળખતા નથી. કહ્યું છે કે, ધનનો ક્ષય થતાં તેજ, લજ્જા, મતિ, માન તે સર્વનો પણ નાશ થાય છે, જેવી રીતે મતિમૂઢ થયેલા પશુઓ સાથે ધુંસરીમાં જોડાયા છતાં પોતાના પુત્રને પણ ઓળખતા નથી. તેવી જ રીતે આ મારા પિતાજી પણ સમૃદ્ધિવાન થયેલા મને પિછાણી શકતા નથી. વળી હમણાં દારિદ્રયના પ્રભાવથી લજ્જા પામેલા આ સર્વે પોતાના વંશાદિકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org