________________
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં
૯૫ ઉત્તમ દેદીપ્યમાન સુવર્ણ સરખી કાંતિવાળા, જુદી જુદી જાતના રત્નાલંકારોથી મનોહર લાગતા, દેદીપ્યમાન દિવ્ય ઔષધિની માફક જેનું શરીર બહુ તેજવંત હોવાથી મેરૂપર્વત જેવા લાગતા, ઘણું જીવો, આનંદ પામો, જયવંત રહો.' એવી બિરૂદાવલી બોલતા બંદિવાનોના સમૂહને તેમના જીવનપર્યત ચાલી શકે તેટલું દ્રવ્ય દાનમાં આપતા તેમજ જે મોટું તળાવ પોતાના તરફથી ખોદાતું હતું, તેને જોવાને માટે કૌતુકથી ઉલ્લસિત થયેલા ચક્ષુવાળા ધન્યકુમાર તે તળાવ પાસે આવ્યા.
તે અવસરે તળાવનું કામ કરનારા મજૂરો તેમને જોઈને હર્ષપૂર્વક નમન કરવા લાગ્યા. ત્યાં સર્વનાં પ્રણામ સ્વીકારીને એકાંત સ્થળમાં અશોક તરૂની છાયામાં રાજાને યોગ્ય સિંહાસન સેવકોએ પ્રથમથી જ મૂકેલ હતું, તે સ્થળે ધન્યકુમાર બેઠા. થોડીવાર ત્યાં બેસી વિસામો લઈને સર્વે મજૂરોની ખોદવાની પ્રવૃત્તિને તેઓ જાતે ચોક્સાઈપૂર્વક જોવા લાગ્યા. જોતાં જોતાં એક સ્થળે મજૂરી કરવાથી ક્લેશ પામેલા પોતાના આખા કુટુંબને જોઈને ધન્યકુમાર મનમાં બહુ આશ્ચર્ય પામ્યા.
તેમને વિચાર થયો કે, “અહો ! કર્મની રેખા દેવતાઓથી પણ ઉલ્લંઘી શકાતી નથી. જો સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે, મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ ગુણવાળો થઈ જાય, કમળ પુષ્પો પર્વતના અગ્રભાગે શીલા ઉપર ઉગે તો પણ ભાવિ જે કમરેખા હોય તે કોઈ પણ રીતે ફરતી નથી. અહો ! આ મારાં માબાપ, આ ભાઈઓ, આ ભાભીઓ આ મારી પત્ની, આ મારું આખું કુટુંબ અહીં આવેલ છે. ખરેખર કેવી અસંભાવ્ય, ન કલ્પી શકાય તેવી દુર્દશા ભાગ્યયોગે પ્રાપ્ત થઈ છે. આ શાલિભદ્રની બહેન મારી પત્ની સુભદ્રા પણ માટી વહન કરે છે અથવા તો કર્મની ગતિ વિચિત્ર ) છે, સર્વજ્ઞનું આ વચન કોઈ દિવસ મિથ્યા થતું નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org