________________
૯૪
ધન્યકુમાર ચરિત્ર ભોજન અપાય છે. આમ હોવાથી જેઓ નિર્ધન છે અને મજૂરી કરનારા છે, તેઓ આ તળાવ ખોદવાના કાર્યથી સુખે આજીવિકા ચલાવે છે.”
નગરના નિવાસી પાસેથી આ હકીકત સાંભળીને ધનસાર શ્રેષ્ઠી બહુ હર્ષિત થયો. પછી પોતાના સર્વ પરિવાર સહિત ધનસાર શ્રેષ્ઠીએ ત્યાં જઈને તળાવ ખોદનારા ઉપરી અધિકારીને વિનયપૂર્વક નમસ્કાર કરી પોતાને તથા પોતાના પરિવારને આજીવિકા ચલાવવા માટે ત્યાં કામ કરવા સારૂ રાખવા વિનંતી કરી.
તે મોટો અધિકારી બોલ્યો, “હે વૃદ્ધ ! અમારા સ્વામીના પુણ્યપ્રભાવથી આ સર્વ કામ કરનારા મજૂરો સરોવર ખોદવાનું કાર્ય કરવા વડે સુખે આજીવિકા ચલાવે છે. તું તારા કુટુંબ સહિત તળાવ ખોદવાનો ઉદ્યમ કર અને તે દ્વારા પૈસા મેળવીને સુખેથી કાળ વ્યતીત કરી કુટુંબનો નિર્વાહ કર.” તેની અનુજ્ઞા મળવાથી આખા કુટુંબ સહિત ધનસાર શેઠ તળાવ ખોદવાના ઉદ્યમમાં પ્રવર્યા, તેઓ બધા હિંમેશાં મજૂરી લઈને નજીકમાં કરેલા ઝુંપડાઓમાં રહી સુખેથી ઉદરપૂર્તિ કરવા લાગ્યા.
પોતાના પૂર્વકૃત કર્મના ઉદયને વશવર્તી થયેલા જીવો આ ન પૂરી શકાય તેવો પેટનો ખાડો પૂરવા માટે શું શું કાર્યો કરતા નથી? તેથી જ વિવેકી જીવોએ આ સંસારમાં પ્રતિક્ષણે કર્મબંધની ચિંતા કરવાની છે. એક ક્ષણ તે ભૂલવું નહિ.
આ રીતે કેટલોક કાળ વ્યતીત થયો.
એક દિવસ બપોરના સમયે સંપદાથી પરિપૂર્ણ હોવાને લીધે હર્ષિત એવા લોકોથી પરિવરેલા, મંત્રી તથા સામેતાદિકથી ઘેરાયેલા, પાયદળ, હસ્તી અને ઘોડાઓના સમૂહ સહિત, ઉત્સાહપૂર્વક જેનું ભાટચારણો ગુણવર્ણન કરી રહ્યા છે, તાપ નિવારવા જેની પાછળ સુવર્ણ દંડવાળું છત્ર ધારણ કરાયેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org