________________
શતાનિકના રાજકારે
૧૧ ૧ શિવના માથા ઉપર તે ચઢે છે અથવા તો ભોંય ઉપર પડીને તેનો વિનાશ થાય છે. આ જ પ્રમાણે વિમળ એવા ઉત્તમ કુળમાં થયેલ સુંદરીઓનાં શરીરની પણ બે જ ગતિ થાય છે. કાં તો તેને પતિના શરીરનો સ્પર્શ થાય છે અથવા તો અગ્નિ તેનો નાશ કરે છે. તેથી તે કામરૂપી રાહુ ગ્રહથી પ્રસાયેલ ! તમે નામથી તો ધન્ય એમ કહેવાઓ છો. પણ ગુણથી તો અધન્ય હો તેમ જ લાગે છે. ઘણા ઘણા માણસોના નાયક થઈને તમે લોકવિરૂદ્ધ આવાં વાક્યો કેમ બોલો છો ? મંગળ ગ્રહ પણ નામથી મંગળ છે, પણ વક્રગતિમાં આવ્યો હોય તો મનુષ્યને અમંગળનો કરનાર થાય છે, તેથી નામથી રાજી થવું તે નકામું છે, પણ ગુણથી રાજી થવું તે જ સાર્થક છે.
“મહારાજ ! ખરેખર તમે પરસ્ત્રીસંગમના આવા અભિલાષથી વૈભવ અને યશકીર્તિથી જરૂર ભ્રષ્ટ થશો. કારણ કે સર્પના મસ્તક ઉપરનો મણિ ગ્રહણ કરવાનો અભિલાષ કરનાર કોણ સુખી થયો છે? મારા શિયળનો લોપ કરવા તો ઇન્દ્ર પણ શક્તિમાન નથી, તો તમે કોણ માત્ર છો? વડવાનલ અગ્નિને બુઝવવા જ્યારે સમુદ્ર પણ શક્તિમાન થયો નહિ, તો પછી મોટો પર્વત શું કરી શકનાર હતો? તેથી નકામા કુવિચારો પડતા મૂકીને સુશીલપણાને-સજ્જનપણાને જ આચરો.” જેવી રીતે પાપાંકનો નાશ થવાથી ચેતનાની અતિ વિશુદ્ધ દશા પ્રાપ્ત થતાં કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે તે સુભદ્રાનું અતિ વિશુદ્ધ ચારિત્ર જોઈને ધન્યકુમાર અંતઃકરણમાં અતિશય આનંદ પામ્યા.
ત્યાર પછી અતિશય હર્ષિત થયેલા ધન્યકુમાર શાંત અને મધુર વાણી વડે સુભદ્રાને કહેવા લાગ્યા કે, “હે ભદ્ર ! પરસ્ત્રીનો લોલુપી નથી, તેથી તારે મારી બિલકુલ ભીતિ રાખવી નહિ.” આવો વાર્તાલાપ માત્ર વચન દ્વારા તારા સત્ત્વની પરીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org