________________
૧ ૧૮
ધન્યકુમાર ચરિત્ર અધિકારીઓ પાસે જઈને કહીએ તો તેઓ પણ માને નહિ,” તેઓ સામો ઉપાલંભ આપે કે, “શું તમારી બુદ્ધિ નાશ પામી ગઈ છે કે આવું બોલો છો?' તેથી આ તો મહાન આપત્તિ આવી પડેલી છે. અમે તમારું દુ:ખ સાંભળવાને પણ શક્તિમાન નથી, તેથી અમે તો એમ વિચારીએ છીએ કે જે થવાનું હોય તે ભલે થાઓ. પણ ધન્યરાજા ખોટી નીતિ આચરે તેવા નથી, પરંતુ અમને વિચાર થાય છે કે, આજે તેણે એક રંકની સ્ત્રીને રોકી રાખી. કાલે વળી બીજાની રોકી રાખે તો શું થાય? જો કોઈ દુષ્ટ રાજા હોય તો તે પ્રજાની ધનાદિક વસ્તુઓ લઈ જાય છે, પણ કોઈની સ્ત્રીને લઈ જતા નથી. આવી મહા અનીતિ જો તે કરે તો પછી ગામમાં કોણ રહેશે ?'
ધનસારની સાથે આવી વાત કરીને તે સર્વે એકઠા થઈ નિર્ણય કરીને ધન્યકુમારના રાજભવનમાં ગયા અને ધન્યકુમારને પ્રણામાદિ કરીને યથાસ્થાને તે સર્વે બેઠા. તે બધા ભયથી કંપતા હતા. છેવટે ઘણા વખત સુધી વિચાર કર્યા પછી તેઓ બોલ્યા, “સ્વામિન્ ! જેવી રીતે સૂર્યોદય થયો હોય ત્યારે અંધકારનો પ્રભાવ રહેતો નથી અને કદી રહેશે પણ નહિ, મોટા સમુદ્રમાંથી કોઈ ધૂળ ઉડતી દેખાતી નથી અને દેખાશે પણ નહિ, ચંદ્રમાં કોઈ દિવસ ઉષ્ણતા આપનાર થયો નથી અને કોઈ વખત થશે પણ નહિ, તેવી જ રીતે આપના જીવનમાં કોઈ દિવસ પણ અમે અનીતિ જોઈ નથી અને જોવાશે પણ નહિ, એવી અમને આબાલ-વૃદ્ધ સર્વને પ્રતીતિ છે. આમ છતાં પણ ધનસાર આજ સવારે આ પ્રમાણે અમારી પાસે પોકાર કરતો આવ્યો કે, “મારી પુત્રવધૂને રાજાએ રોકી લીધી છે. આ તેની વાણી સાંભળીને અમે કોઈએ પણ તે વાત માની નથી, પરંતુ દુઃખાર્ત એવા આ વૃદ્ધ પુરુષનું દુઃખ જોઈને અમને સર્વને ક્ષોભ થયો કે અમારા સ્વામી કલ્પાંતે પણ આવું કરે જ નહિ, પણ આપના કોઈ સેવક પુરુષે આપના જાણતાં અગર તો અજાણતાં જ આ ધનસારની પુત્રવધૂને રોકી રાખી હશે? તેથી હે સ્વામિન્! ધનસારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org