________________
૧૬
હાર્યા ન માન્યા, તે વાર્યા માન્યા
ધન્યકુમારના પૂછવાથી ધનદત્તે પોતાના ગામો, ધન, ઋદ્ધિ, ઘર ઇત્યાદિનો જે વિનાશ થયો તે સર્વ હકીકત યથાસ્થિત કહી બતાવી, તે સાંભળીને ધન્યકુમારે તેઓને કહ્યું :
પ્રિયબંધુઓ ! હવે પૂર્વે અનુભવેલું દુઃખ સંભારશો નહિ, ચિત્તની પ્રસન્નતાથી અહીં સુખપૂર્વક રહો. આ લક્ષ્મી, આ ઘર, આ અશ્વો, આ બળદો, આ રથો, આ વૈભવ બધું તમારું જ છે, હું પણ તમારો લઘુબંધુ છું, તેથી જે ઈચ્છા આવે તે ગ્રહણ કરો; કારણ કે જે લક્ષ્મી બંધુઓના ઉપભોગમાં ન આવે તે લક્ષ્મી વખણાતી નથી. ભરતી વેળાએ ઘણું જળ સમુદ્રમાં આવે છે, પણ કાંઠા ઉપર રહેલાને કશા ઉપયોગમાં આવતું નથી, તેવી રીતે ભાઈઓથી જે લક્ષ્મીનો ઉપભોગ લેવાતો નથી તે લક્ષમી નિરર્થક છે.”
બંધુઓ ! તમે અહીં રહો, અને આ લક્ષ્મી દાન તથા ભોગ વડે ઇચ્છાનુસાર વાપરીને સદુપયોગ કરો. મારા હૃદયની આ ભાવનાને સમજીને તમે નિઃશંકપણે અહીં રહો.”
વિનય તથા ભક્તિગર્ભિત ધન્યની વાણી સાંભળીને માનદોષથી દોષિત થયેલા તથા ઈષ્યથી જવલિત અંત:કરણવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org