________________
૨૧
ભદ્રામાતાને અભયકુમારનું સાંત્વન:
બન્ને મહાત્માઓની દેવોત્પત્તિ
આ રીતે શ્રી વીરભગવંતના મુખેથી સાંભળીને ભદ્રા, શાલિભદ્રની પત્નીઓ, શ્રેણિક મહારાજા અને અભયકુમાર વગેરે વજ્રઘાતની જેમ અવાચ્ય દુઃખથી સંતપ્ત થયાં, અને વિદારાતા હૃદયપૂર્વક આક્રંદ કરતાં તેઓ વૈભારપર્વત ઉપર ગયાં.
ત્યાં સૂર્યના તાપથી તપેલા શીલાતળ ઉપર તે બંનેને સૂતેલા જોઇને મોહથી ભદ્રા ભૂમિપીઠ ઉપર પડી ગયાં અને મૂછ પામ્યાં.
શીતવાતાદિના ઉપચારથી સજ્જ થયાં ત્યારે વહુઓ સાથે ભદ્રા દુઃખથી આર્ત થઈને અન્યને પણ રોવરાવે તેવા મોટા સ્વરથી રોવા લાગ્યાં. અને ઘણા દિવસથી કરેલ મનોરથો અપૂર્ણ રહેવાથી તે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યાં;
“હા ! મેં પાપિણીએ પુન્યબળ ચાલ્યું જવાથી સામાન્ય ભિક્ષુકની ગણનામાં પણ આ બંનેને ન ગણ્યા; કારણ કે મારા ઘરેથી પ્રાયે કોઇ પણ ભિક્ષુક ભિક્ષા લીધા વગર ખાલી હાથે પાછો જતો નથી; પરંતુ મૂઢ બુદ્ધિવંત એવી મેં જંગમ કલ્પદ્રુમની જેવા ઘેર આવેલા પુત્ર તથા જમાઈ મુનિઓને પણ ઓળખ્યા નહિ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org