________________
૨૧૪
ધન્યકુમાર ચરિત્ર
ભિક્ષા માટે નીકળ્યા. સુરૂચિ બાળકે તે મુનિ મહાત્માને ઘર પાસે થઇને જતા જોયા.
તપસ્વી મુનિનાં દર્શન થતાં જ તે બાળકને દાન આપવાની રૂચિ પૂર્વની કોઇ તેવી આરાધનાના જાગ્રત સંસ્કારથી ઉત્પન્ન થઈ, તેથી તે વિચારવા લાગ્યો : અહો ! આજે સમસ્ત પાપ તથા સંતાપનો નાશ કરવામાં સમર્થ એવા આ મહામુનિ મારા ઘરના આંગણાની નજીક થઇને નીકળ્યા છે. જો મારા ભાગ્ય જાગ્યાં હોય તો મારા આમંત્રણ વડે તેઓ અહીં પધારે. સેંકડો વાર વિનંતી કર્યા છતાં અને ભિક્ષા માટે અનેક શ્રેષ્ઠીઓ આમંત્રે છે, તે છતાં સાધુઓ તેમને ઘેર જતા નથી; જેના ભાગ્યનો ઉદય થયો હોય તેમને ઘેર જ તેઓ જાય છે. મારા આમંત્રણથી જો મારું ઘર પવિત્ર કરે તો તો બહુ ઉત્તમ થાય. જો મારા ભાગ્યવડે કોઇ રીતે તેઓ અત્રે પધારે તો ધન્ય પુરૂષોમાં પણ હું વિશેષ ધન્ય થાઉં.'
આમ બાળકપણામાં વર્તતા એવા તે સુરૂચિના આત્મામાં સ્વભાવિક રીતે જ સુપાત્રભક્તિનો તેમજ બહુમાનપૂર્વક દાન દેવાનો ભાવ પ્રગટ થયો.
પછી હર્ષપૂર્વક તે મુનિની સન્મુખ જઇને અતિ ભક્તિથી તેમને અંજલિ જોડીને તે વિનંતી કરવા લાગ્યો : હે મહાત્મા ! મારા ઘરમાં શુદ્ધ અને નિર્દોષ આહાર છે, તેથી કૃપા કરીને આપનાં ચરણ વડે મારૂં ગૃહાંગણ પવિત્ર કરો.'
આ પ્રમાણે તે બાળકની અતિશય દાનભક્તિ જોઇને મુનિમહારાજે તેની વિનંતિ સ્વીકારી.
પછી તે બાળક મુનિમહારાજને પોતાના ઘેર લઇ ગયો, અને બહુ આનંદ તથા ભક્તિ વડે તેણે ખીરની ભરેલી થાળી ઉપાડીને મુનિએ ધરેલા પાત્રમાં એક ધારાથી બધી ખીર વહોરાવી દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org