________________
८
ધન્યકુમારનું બુદ્ધિચાતુર્ય
સમસ્ત બુદ્ધિના એક સ્થાનરૂપ અભયકુમાર વેશ્યાના કપટથી ઉજ્જયિનીમાં ચંડપ્રદ્યોતની નજરકેદમાં રહ્યો છે, એટલે રાજગૃહી નગરીમાં અભયકુમારની ગેરહાજરીથી લુચ્ચા, ધૂર્ત, ફૂટબુદ્ધિવાળા, દાંભિક વગેરે હલકા લોકો નગરના લોકોને છેતરવા માટે તૈયાર થઈ ગયા. એક દિવસ એક આંખે કાણો ધૂર્ત અવસર જાણીને ઉત્તમ વ્યવહારીના કપડાં પહેરી જાણે કે મૂર્તિમાન દંભ હોય તેવો તે ગોભદ્ર શ્રેષ્ઠીના ઘેર આવ્યો અને તેમને નમસ્કાર કરીને ધન વડે ધનદ તુલ્ય તેમની પાસે જઈને બોલ્યો, ‘ગોભદ્ર ! શ્રેષ્ઠી ! આપ મને પિછાણો છો ? આપની સ્મૃતિમાં હું આવું છું ?’ શ્રેષ્ઠીએ કહ્યું, ‘તમે કોણ છો ?'
Jain Education International
ધૂર્તે કહ્યું, ‘પહેલાં આપણે ચંપાનગરીમાં સાથે ગયા હતા, ત્યાં બીજા પણ ઘણા વ્યાપારીઓ આવ્યા હતા, હું પણ વ્યાપાર કરવામાં પ્રવૃત્ત થયો હતો, પણ ઇચ્છિત દ્રવ્ય વગર મારાથી બરોબર વ્યાપાર થતો નહિ, તેથી હું ચિંતાતુર રહેતો હતો, પછી તમને પરોપકાર કરવામાં તત્પર એક ઉત્તમ સગૃહસ્થ જાણીને
For Private & Personal Use Only
www.jainelibrary.org