________________
૭૬
ધન્યકુમાર ચરિત્ર હું તમારી પાસે આવ્યો હતો અને તમને મેં કહ્યું હતું કે, “શ્રેષ્ઠી! મારે એક લાખ દ્રવ્યની જરૂર છે, તેથી મને એક લાખ દ્રવ્ય આપો. તમે જો લાખ દ્રવ્ય મને આપશો તો તે દ્રવ્ય વડે હું વ્યાપાર કરીશ, લાભ મેળવીશ અને વૃદ્ધિ પામેલું તમારું દ્રવ્ય વ્યાજ સહિત તમને પ્રણામ કરીને હું પાછું આપી જઈશ, કેમ કે જે કાંઈ કરજ હોય છે, તે દાસ થઈને પણ દેવું જ પડે છે, દીધા વિના છૂટકો થતો નથી. જો તમને મારો વિશ્વાસ ન આવતો હોય તો હું મારા શરીરના સારભૂત એક મારી ચક્ષુ તેને બદલે તમારે ત્યાં ઘરેણે મૂકું, સમય આવે તે દ્રવ્ય આપીને હું મારી આંખ પાછી લઈ જઈશ.’ આમ કહીને મારી એક આંખ તમારે ત્યાં તે અવસરે ઘરેણે મૂકીને હું એક લાખ દ્રવ્ય તમારી પાસેથી લઈ ગયો હતો. તમારા તે દ્રવ્ય વડે મેં મોટો વ્યાપાર કર્યો. મોટો વ્યાપાર કરવાથી તથા ઉદ્યમ કરવાથી ઘણું દ્રવ્ય મને મળ્યું. આ બધું તમારા ઉપકાર વડે જ બન્યું છે, તેમ હું માનું છું. માટે હવે શેઠ ! તે તમારું મને આપેલ લાખ દ્રવ્ય વ્યાજ સહિત ગ્રહણ કરો અને સૂર્યજ્યોતિની પ્રભાતુલ્ય મારૂં નેત્ર મને પાછું આપો. તે ધૂતારાનાં મીઠા પણ કપટયુક્ત આવાં વચનો સાંભળી પ્રત્યુત્તર આપવામાં ચતુર એવા ગોભદ્ર શ્રેષ્ઠીએ ઘણી ઘણી નમ્ર યુક્તિઓ વડે તેને સમજાવ્યો, પણ તે કોઈ રીતે માન્યો નહિ, પરંતુ ઊલટું , બહુ વાચાળપણાથી અનેક યુક્તિપૂર્વક વચન રચના કરીને તેણે તો કજીઓ કરવા માંડ્યો.
તેણે શ્રેષ્ઠીને કહ્યું, “કરોડો દ્રવ્ય આપવા વડે પણ ન મળી શકે તેવું મારું લોચન તમને મળવાથી તમે લોભ સમુદ્રમાં ડૂબો નહિ, આવી રીતે જૂઠું બોલવું તે તમારા જેવા વ્યાપારીને બિલકુલ છાજતું નથી, જેવી આખા નગરમાં તમારી ભલમનસાઈ કહેવાય છે, તે સાચવી રાખવી અને તેનું મહત્ત્વ ઓછું થવા ન દેવું, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org