________________
ધન્યકુમાર ચરિત્ર શત્રુઓ શૌર્યાદિ ગુણોથી તેનામાં સાક્ષાત્ યમનાં દર્શન કરતા, પ્રજાજનો ન્યાયનિષ્ઠાદિ ગુણોના કારણે તેને રામ જેવો માનતા અને યુવાન સ્ત્રીઓ તેના અસાધારણ રૂપથી તેને કામદેવનો અવતાર જ સમજતી.’
યશથી ઉજ્જ્વળ એવા નગરવાસી જનોમાં પોતાના નામ સમાન ગુણવાળો ધનસાર નામે શ્રેષ્ઠી તે નગરમાં વસતો હતો. તેની કીર્તિ વ્યાપારીની જેમ સ્પર્ધાથી જાણે દિશાઓમાં છવાઈ રહી હતી. લજ્જા, દયા ઇત્યાદિ ગુણયુક્ત તેના ચિત્તની સુંદરતાનું વર્ણન કરવું પણ અશક્ય છે. તેના હૃદયને વિશે જગતના નાથ શ્રી જિનેશ્વર ભગવાન સદા સર્વદા વસેલા હતા. આવો તે શ્રેષ્ઠી હમેશાં પ્રભુનાં ધ્યાનમાં લીન રહેતો હતો.
તે શેઠને દાન, શીલ ઇત્યાદિ ગુણોથી યુક્ત શીલવતી નામની સ્ત્રી હતી. તે પોતાના કુળની મર્યાદા જાળવી રાખી ઘરનો ભાર વહન કરતી હતી. અસ્થિ મજ્જાની જેમ તેનું હૃદય શ્રી જૈનધર્મ પ્રત્યે અનુરાગવાળું હતું. રૂપ, સૌંદર્ય તથા નિર્મળ સ્વભાવમાં સ્વર્ગની સુંદરીઓ પણ તેની પાસે કશી જ ગણનામાં નહોતી.
આ રીતે સુખપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવતાં તેમને ત્રણ પુત્રો થયા. તે ત્રણેયના અનુક્રમે ધનદત્ત, ધનદેવ તથા ધનચન્દ્ર નામ પાડ્યાં. આ ત્રણે દાન, માન તથા ભોગ વગેરે ગુણોથી યુક્ત હતા. તે ત્રણેને અનુક્રમે ધનશ્રી, ધનદેવી તથા ધનચન્દ્રા નામની સ્ત્રીઓ સાથે પરણાવ્યા. તેઓ સુખમાં કાળ વ્યતીત કરવા લાગ્યા.
ધનસાર શેઠ પોતાના પુત્રોને સમર્થ જોઈને ઘરનો ભાર તેમના ઉપર મૂકી ધર્મકરણીમાં વિશેષ જોડાયા હતા. ચાર ઘડી રાત્રી હોય ત્યારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠી સમસ્ત શ્રુતના સારરૂપ શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનો જાપ જપતા હતા. બંને વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org