________________
ધન્યકુમાર : બાલ્યકાળ
(સવારે ને સાંજે) પ્રતિક્રમણ તથા ત્રણે કાળ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા વિધિપૂર્વક તેઓ કરતા હતા.
દિવસ તથા રાત્રી મળીને સાતવાર ચૈત્યવંદનો તેઓ કરતા હતા અને દર વર્ષે તીર્થયાત્રા તથા રથયાત્રા ભારે આડંબર સહિત કરતા હતા. યથાયોગ્ય અવસરે સુપાત્રદાન તથા અનુકંપાદાન આપી દાન ધર્મનું તે ધનસાર શેઠ શક્તિ મુજબ પોષણ કરતા હતા. આ પ્રમાણે ધર્મમાં એકતાન થઈને ગૃહસ્થ ધર્મનો તેઓ નિર્વાહ કરતા હતા.
વધતી જતી લક્ષ્મીવાળા તથા ઇચ્છાનુસાર સાંસારિક સુખ ભોગવતા તે દંપતિને ચોથો પુત્ર થયો. તે બાળકનું નાળ દાટવા જમીન ખોદી ત્યારે દ્રવ્યથી ભરેલો ચરૂ નીકળી આવ્યો. ધનસાર શેઠ તે નિધાનને જોઈને વિચારવા લાગ્યા કે, ‘આ બાળક કોઈ અસાધારણ પુણ્યશાળી જણાય છે, કારણ કે જન્મ થવાની સાથે જ તે અસાધારણ લાભનું કારણ થયો છે, માટે આ બાળકનું નામ ગુણનિષ્પન્ન ધન્યકુમાર રાખવું.’
પાંચ ધાત્રીઓથી પોષાતો તે ધન્યકુમાર બીજના ચંદ્રમાની જેમ સૌભાગ્યમાં તથા શરીરમાં અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. પિતાનું હૃદય તે પુત્રને જોતાં નવા નવા મનોરથો બાંધવા લાગ્યું.
ક્રમશઃ તે બાળક આઠ વર્ષનો થયો એટલે માતાપિતાએ શુભ દિવસે, શુભ શુકને મોટા મહોત્સવપૂર્વક તેને કળા શીખવાને માટે વિદ્યાગુરુ પાસે પાઠશાળામાં મૂક્યો. પૂર્વ પુણ્યના પ્રભાવથી ધન્યકુમારે બહુજ સહેલાઈથી બધી કળાઓ ગ્રહણ કરી. શિક્ષક તો તેના માટે ફક્ત સાક્ષીરૂપ જ થયા. શાસ્ત્રરૂપી પર્વત પર ચડવામાં નિસરણી જેવું શબ્દશાસ્ત્ર તો ધન્યકુમારે મોઢે જ કરી નાંખ્યુ. પ્રમાણાદિ ન્યાય વિષયમાં તે સર્વથી કુશળ થઈ ગયો. શૃંગારરસના શાસ્ત્રોમાં રહસ્ય તથા અર્થનો તે જાણનારો થયો.
Jain Education International
For Private & Personal Use Only
ゆ
www.jainelibrary.org