________________
૧૯)
ધન્યકુમાર ચરિત્ર પછી બંને રાજાઓ હાથમાં હાથ મિલાવીને રાજસભામાં આવ્યા. પરસ્પર અતિ આગ્રહથી શિષ્ટાચાર સાચવતાં બંને જણા સમાન આસન ઉપર બેઠા.
આ અવસરે રાજ્યના માન્ય અધિકારીઓ, તથા ધન્યકુમાર ઇત્યાદિ પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓ માલવેશ્વર ચંડપ્રદ્યોતનને લુંછણું કરી, ભેટ ધરી, તેમ જ પ્રણામ કરીને યથાયોગ્ય સ્થાને બેઠા.
તે સમયે પ્રદ્યોતનરાજાએ ધન્યકુમારને ઓળખ્યા, એટલે કહ્યું: “ધન્યકુમાર ! તમે અમારાથી દૂર કેમ રહ્યા કરો છો ? અમે કાંઈ તમારો અનાદર કર્યો નથી, તેમ તમારું વચન પણ ઉલ્લંધ્યું નથી, કે જેથી સિદ્ધપુરૂષની જેમ અલક્ષ્યપણે-સ્પષ્ટ ન દેખાઓ તેવી રીતે તમે રહો છો ! અમે તો તમારા ગયા પછી તમને બહુ પ્રકારે શોધ્યા, પણ કોઈ સ્થળે તમને દેખ્યા નહિ. તમારા વિરહથી અમને તો મોટું દુઃખ થયું હતું, તે બધું કેટલું વર્ણવું ? તમે તો ત્યાંથી અહીં આવીને મગધેશ્વરનું નગર શોભાવ્યું જણાય છે. તમે અમારે ત્યાંથી નીકળ્યા પછી કોઈની સાથે એક કાગળ પણ મોકલ્યો નહિ, કે સંદેશો પણ કહેવરાવ્યો નહિ. આપણો લોકોમાં કહેવાતો સ્વામિ-સેવકભાવ માત્ર કથનમાં જ રહ્યો, મારા મનમાં તો તમે આપત્તિના સમયમાં અદ્વિતીય સહાયક થનાર હતા, મારા બંધુ તુલ્ય હતા. અને પ્રગટ કહેવા યોગ્ય અને નહિ કહેવા યોગ્ય વાતો કહેવાનું સ્થળ હતા. આવા સ્નેહસંબંધમાં તમારી આટલી ઉદાસીનતા દોષપાત્ર કેમ ન કહેવાય? આ ઉત્તમ જનોની રીત નથી.”
આવા સ્નેહગર્ભિત પ્રદ્યોતનરાજાનાં વચનોને સાંભળીને ધન્યકુમારે ઉભા થઇ તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું: મહારાજ ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હું આપનો અપરાધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org