________________
૧૮૪
ધન્યકુમાર ચરિત્ર સમૂહથી રંજિત થઈને મેં મારી પુત્રી તેને આ પેલી છે, તે જમાઈ હોવાને લીધે આપણે તેમને આપવાનું હોય તેમનું લેવાનું ન હોય.”
તેનામાં ક્યા ક્યા ગુણો છે ?'
વત્સ, સપુરૂષોમાં માનનીય ધન્યકુમાર ઔત્પાતિકી બુદ્ધિ વડે તારી તુલ્ય કક્ષા ઉપર મૂકી શકાય તેવા સૌજન્યાદિ ગુણો વડે જગતમાં અદ્વિતીય છે, કારણ કે આ મહાપુરૂષે જેવી રીતે કિરણો વડે ચંદ્રમા બધા પર્વતો ઉપર પ્રકાશ કરે છે, તેવી જ રીતે આખા વિશ્વમાં અનેક રાજાઓ ઉપર બુદ્ધિના ગુણો વડે ઉપકાર કર્યો છે. ભાગ્યરૂપી લક્ષ્મીના મિત્રતુલ્ય આ સજ્જને સર્વ અવસરમાં સાવધાનતાથી બધાં રાજ્યોને શરીર જેમ મુખથી શોભે તેમ શોભાવ્યાં છે. વળી તે ધન્યકુમારે પોતાનાં ઘેરથી નીકળીને બહાર વિદેશમાં ફરતાં પણ સ્વદેશની માફક જ કોઈ મહાપુન્યના ઉદયથી અદ્ભુત ભોગસુખ ને લક્ષ્મી મેળવી છે.”
વળી આ સજ્જન પુરૂષે સ્વભાગ્યથી મેળવેલ અપરિમિત ધન અકૃતજ્ઞ અને ધનરહિત એવા પોતાના બંધુઓને અનેક વખત હર્ષપૂર્વક આપી દીધું છે. આ ધન્યકુમાર જ્યારે અહિં આવેલ ત્યારે જે શ્રેષ્ઠીની વાડીમાં તેમણે નિવાસ કર્યો હતો તે વાડી તદન સુકાઈ ગયેલી હતી છતાં તેમના દૃષ્ટિમાત્રના પ્રસારથી જ નવા પલ્લવ, પુષ્પ, ફળાદિકની ઉત્પત્તિથી તે શોભાયમાન બની હતી. તેમજ ધન્યકુમારે તું અવંતી ગયો ત્યારે સૂર્ય પ્રકાશમાન થતાં આકાશને શોભાવે તેમ મારી રાજધાની અને રાજ્યસ્થિતિને દીપાવી છે.”
‘તથા તેમણે સમસ્ત વ્યવહારીઓમાં શિરોમણી ગોભદ્રા શ્રેષ્ઠીને એક ધૂર્ત ધૂર્તકળાવડે કપટયુક્તિ કરીને છેતરતો હતો, તેને પોતાનાં ઉત્તમ બુદ્ધિકૌશલ્ય વડે બચાવી લીધો હતો. વળી આલાનખંભ તોડી નાંખીને દોડતા આપણા શેચક હાથીને કે જે મદના ઉત્કટપણાથી નગરને ભાંગતો હતો તેને વશ કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org