________________
૧૪૨
ધન્યકુમાર ચરિત્ર દાનશીલતામાં તેની અડગતાનો નિશ્ચય દેખીને પરીક્ષા કરવા આવેલ દેવ પ્રસન્ન થથો, તેથી દાનેશ્વરીમાં અગ્રેસર બલિરાજા છે. વળી અર્થ-ધન ગ્રહણ કરવામાં કુશળ વેશ્યા છે અને મરૂસ્થળમાં કાંબળા પહેરનારા લોકો રહે છે, કારણ કે “મરૂસ્થળમાં ઉત્પન્ન થયેલા લોકો ઘણું કરીને કાંબળા પહેરીને જ નિર્વાહ કરે છે.”
મંત્રીપુત્રી સરસ્વતીની બંને સમસ્યાઓનો ઉત્તર પોતાની પ્રતિભાથી ભૂજપત્ર ઉપર લખીને ધન્યકુમારે આ રીતે સરસ્વતીને મોકલાવ્યો અને સાથે જણાવ્યું કે, “આ નીચે મારા લખેલા શ્લોકનો અર્થ તમે આપજો !” તે શ્લોક આ પ્રમાણે છે, ન નન્નાનારં, નિમ્બતું પુનર્નોત્ | लगेत्युक्ते लगेन्नैव, मेत्युक्तेच भृशं लगेत् ।।'
નાગ અને નારંગ ઉપર લાગતું નથી, લીમડા અને તુંબ ઉપર લાગે છે.” “લાગ’ એમ કહીએ તો લાગતું નથી અને “મા” એમ કહેતાં વારંવાર લાગે છે. ધન્યકુમારે તે કાગળ દાસીને આપ્યો.
મંત્રીપુત્રી આ સમસ્યાનો લખેલ અર્થ વાંચીને ચિત્તમાં ચમત્કાર પામી. “અહો ! આનું બુદ્ધિકૌશલ્ય કેવું છે !' આમ મસ્તક ધુણાવતી તે ફરી ફરી વાંચવા લાગી. ધન્યકુમારે લખી મોકલેલ શ્લોક વાંચ્યો, પણ તેના રહસ્યની તેને સમજણ પડી નહિ. તે શ્લોક ઉપર તેણે ઘણો ઘણો ઊહાપોહ કર્યો, પણ તેનો અર્થ તે મેળવી શકી નહિ. ત્યારે તે સરસ્વતી અતિ ઉદ્વેગને ધારણ કરતી રાજ્યસભામાં ધન્યકુમાર પાસે જઈ માન ત્યજી દઈને તેમણે લખેલ શ્લોકનો અર્થ પૂછવા લાગી.
ધન્યકુમાર પણ જરા હસીને તેનો અર્થ કહેવા લાગ્યા, “હે ભદ્ર! આ શ્લોકનો અર્થ મુખના ઉપર નીચેના બે ઓઠ છે, કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org