________________
૪)
ધન્યકુમાર ચરિત્ર ચીજથી મોટા પર્વતો પડી જાય છે, તે વજ શું પર્વત જેવડું હોય છે ? માટે જેનામાં તેજ હોય તે લઘુ છતાં બળવાન છે, એમાં સ્થૂલ કે નાનું ક્લેવર કારણ નથી. માટે જ ધન્યકુમાર નાનો છતાં કુળને ઉજાળનારો થયો, ત્યારે તેના ત્રણ ભાઈઓ શરીર તથા વયમાં સ્થૂળ હોવા છતાં કાંઈ કરી શકે તેવા નથી. ફક્ત ધન્યકુમારની કૃપાથી જ તેઓ પેટનું પૂરું કરે છે.'
નગરજનોનાં આવાં વચનોને સાંભળીને હિમથી જેમ નવા અંકુરો બળી જાય તેમ અદેખાઈથી સળગી જતા ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર હૃદયના કૂરભાવે આ પ્રમાણે વિચારવા લાગ્યા. ધન્યકુમાર જીવતો રહેશે ત્યાં સુધી આપણો ભાવ કોઈ પૂછે તેમ લાગતું નથી. સૂર્ય પૂર્ણ તેજસ્વી બનીને ઝળહળતો હોય ત્યારે અથવા સૂર્યનો ઉદય થતો હોય ત્યારે તારાઓનું તેજ ટકી શકે ખરૂં ? આ બાબતમાં આપણો નાનો ભાઈ છે, એમ ધારીને તેની ઉપેક્ષા કરવી તે ઠીક લાગતું નથી. શરીરમાં ઉત્પન્ન થયેલા વ્યાધિને ઉવેખી મૂકવાથી તે દુઃખી કર્યા વિના રહે ખરો ? માટે હવે તો દયાને એક બાજુએ મૂકીને જો આનો નાશ કરીશું તો જ આપણા તેજની કિંમત થશે. દીવો પણ વાટ સંકોરવાથી જ દીપી નીકળે છે.' આ મુજબ તે ત્રણે ભાઈઓએ પરસ્પર વિચાર કરીને ધન્યકુમારનું અહિત કરવાનો નિશ્ચય કર્યો.
તેઓએ ગુપ્ત રાખવા માગેલ આ વિચાર કાંઈક બુદ્ધિની પ્રગભતાથી તથા કાંઈક તેમના શરીરની ચેષ્ટાઓથી ધન્યકુમારના જાણવામાં આવી ગયો. બુદ્ધિશાળી માણસો પાતાળમાં રહેલા પાણીને પણ શું નથી જાણતા ? કહ્યું છે કે,
આકાર, નિશાની, ચેષ્ટા, ભાષણ, ભવાં, આંખ અને મુખના વિકારથી અંદરનું મન વિદ્વાન મનુષ્યોથી જાણી શકાય છે. કારણ કે, કહેલા અર્થને તો પશુઓ પણ સમજી શકે છે, હાથી ઘોડા પણ
::
ના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org