________________
૩૯
પુણ્યનો પ્રભાવ રાજાની કૃપાને પાત્ર બનેલ તથા પ્રધાન-અમાત્યને પૂજવાને યોગ્ય બનેલ ધન્યકુમારની રાજસભામાં અને નગરમાં જાણે બીજો રાજા જ હોય તેવી પ્રશંસા થવા લાગી.
કેટલોક સમય વીત્યા બાદ એક દિવસ રાજાને પ્રણામ કરી, સભામાંથી ઉઠી દિવ્ય વસ્ત્રો તથા અલંકારોથી સર્જિત ધન્યકુમાર પાંચ પ્રકારના વાજીંત્રોના નાદ સાથે રાજમાર્ગ ઓળંગી પોતાના ઘર તરફ આવતો હતો. તે સમયે ભાતભાતના મણિ મોતીના ઝુમખા વગેરેથી સુશોભિત આસનવાળા વાહનમાં તે બેઠો હતો. જુદા જુદા દેશથી આવેલ ભાટો આગળ ચાલી તેનો યશ ફેલાવી રહ્યા હતા. ચારે બાજુથી હજારો સામંત તથા શેઠીઆઓ તેને વિનયપૂર્વક પ્રણામ કરી રહ્યા હતા. આસપાસ આવતા ગરીબ તથા અપંગ માણસોને તે દાન દેતા હતો. હાથી, ઘોડા તથા સુભટોથી પરવરેલો હતો. જુદા જુદા દેશોમાં ઉત્પન્ન થયેલા અને રત્ન અલંકારોથી સુશોભિત તેજસ્વી ઘોડાઓ તેની આગળ નાચ કરી રહ્યા હતા. આવી રીતે ઠાઠમાઠ સાથે આવતા ધન્યકુમારને તેના ત્રણે ભાઈઓએ પોતપોતાનાં મકાન ઉપર ઉભા ઉભા આશ્ચર્યપૂર્વક જોયા.
આ સમયે લોકો બોલવા લાગ્યા, “ભાઈઓ ! પૂર્વજન્મમાં કરેલા પુણ્યનું ફળ તો જુઓ ! સૌથી નાનો છતાં આ બાળ ધન્યકુમાર વૃદ્ધોને પણ માન આપવાને યોગ્ય બન્યો છે, માટે મોટાઈનું કારણ વય નહિ, પરંતુ પુણ્યનું તેજ છે.' કહ્યું છે કે, તેજસ્વી માણસોની વય જોવાની જરૂર જ રહેતી નથી. નાનો છતાં તેજસ્વી હોય તો તે પ્રશંસાને પાત્ર બને છે. કારણ કે, હસ્તી મોટા શરીરવાળો છતાં અંકુશને વશ થાય છે. તેથી શું અંકુશ હસ્તી જેવડો હોય છે? નાનો સરખો દીવો મહાઅંધકારનો નાશ કરે છે, તે અંધકાર તથા દીવો સરખા હોય છે ? વજ જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org