________________
ધન્યકુમાર ચરિત્ર યોગ્ય ધન્યકુમાર જ છે. તેથી હું પણ આજ્ઞા કરું છું કે ધન્યકુમાર સુખેથી તે ભોગવે ! આ રીતે સભા સમક્ષ ધન્યકુમારના ભાગ્યની પ્રશંસા કરીને રાજાએ તેના ઉપર કૃપા બતાવી.
તે અવસરે ધન્યકુમારે ઉઠીને પ્રણામપૂર્વક કહ્યું, “આપ મહારાજાની આ સેવક ઉપર મોટી કૃપા થઈ.' ત્યારબાદ વસ્ત્ર, અલંકાર, માન-સન્માન વગેરેથી ધન્યકુમારનું બહુમાન કરીને રાજા જિતશત્રુએ તેને કહ્યું, “હે ધન્ય ! તારે આજથી હંમેશા મારી રાજસભામાં આવવું. તારા જેવાથી જ મારી સભાની શોભા છે.' ' પછી રાજાએ મંત્રી, સામંત વગેરેને આદેશ કરી દીધો, “મારી સભામાં તમારે સર્વેએ સાચા ખોટાનો ન્યાય કરવામાં કુશળ, બુદ્ધિના ભંડાર ધન્યકુમારનો મત પૂછી તેની ઇચ્છાને અનુકૂળ કાર્ય કરવું.” આ પ્રમાણે કહ્યા પછી રાજાએ ધન્યકુમારને વિદાય કર્યો.
રાજાએ આપેલ વસ્ત્ર તથા અલંકાર સજીને, ધન્યકુમાર રાજાને પ્રણામ કરી, તેણે આપેલ વાહનમાં બેસી ઘર તરફ જવા નીકળ્યો. ઢોલ વગાડનારા, ધજાવાળા તથા ભાટચારણ વગેરેને રાજાએ આજ્ઞા કરી દીધી કે, “તમારે હંમેશાં ધન્યકુમારને આડંબરપૂર્વક સભામાંથી લઈ જવા તથા લાવવામાં સાવધાન રહેવુ.” ત્યારબાદ રાજાની આજ્ઞા પ્રમાણે ઠાઠમાઠ સહિત બજારમાં થઈ, ઘેર આવીને ધન્યકુમારે પિતાને નમસ્કાર કર્યા. પિતા પણ તેને મળેલ રાજ્યમાનની વાતો સાંભળીને રાજી થયા.
ધનદત્ત આદિ ધન્યકુમારના ભાગ્યહીન વડિલ ભાઈઓ તો ઈર્ષ્યાથી તે સમયે ગાંડા જેવા બની ગયા. આખા ગામમાં મોટા મોટા ડાહ્યા તથા વિદ્વાનો તરફથી મળતા માનને લીધે, પુણ્યના તેજથી, યશ તથા કીર્તિના પ્રભાવે તથા મિત્રો ઉપરના અસાધારણ પ્રેમના યોગે ધન્યકુમારના શત્રુઓ લગભગ કોઈ જ રહ્યા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org