________________
પુણ્યનો પ્રભાવ
૪૧ પ્રેરણા કરવાથી ચાલે છે, પરંતુ પંડિત માણસો તો કહેવામાં ન આવેલ વાત પણ સમજી શકે છે, કેમ કે બીજાની ચેષ્ટા વગેરે જોઈને તેનું મન સમજી શકવાની શક્તિ તેનું નામ જ બુદ્ધિનો ચમત્કાર છે.”
ધન્યકુમારના ગુણોથી આકર્ષાયેલી તેની ભોજાઈઓએ પોતાના પતિ પાસેથી સાંભળેલી આવી દુષ્ટ વૃત્તિના વડિલ ભાઈઓના મનમાં રહેલી વાત ધન્યકુમારને એકાંતમાં કહી અને વિશેષમાં તે ભાભીઓએ પુણ્યવાન ધન્યકુમારને સ્નેહપૂર્વક જણાવ્યું, “હે દિયરજી તમારે સાવધાનીથી રહેવું. તમારા તે વડિલબંધુઓ પોતાના ખરાબ સ્વભાવથી તથા અદેખાઈને દોષથી મૂઢ બની ગયા છે.” કહ્યું છે કે, “સર્પ ક્રૂર છે, તેમજ ખલ માણસ પણ ક્રૂર છે. પરંતુ તે બેમાં ખલ તથા ઈષ્ય વધારે ક્રૂર છે. કારણ કે સર્પ તો મંત્રથી પણ શાંત થાય છે, પરંતુ ખલ તથા ઈર્ષ્યાળુ માણસને શાંત કરવાનો તો કોઈ ઉપાય જ નથી. માટે તમારે તેમનો વિશ્વાસ કરવો નહિ.'
ભાભીઓનું કહેવું સાંભળીને ધન્યકુમારે વિચાર્યું કે, “ધિક્કાર હો તેવા પુરુષોને ! કે જેઓ વિવેકરૂપી સરોવરમાં સાચું ખોટું સમજવાના ગુણમાં હંસ જેવા છતાં કલહથી દૂર રહેવાને બદલે પોતાના સગા-વહાલામાં જ ઉલટો કલહ પ્રદીપ્ત કરે છે. ગુણવાન હોવા છતાં મારા ત્રણે મોટા ભાઈઓ હું અહીં રહીશ ત્યાં સુધી મારા પુણ્યની ઇર્ષ્યાથી સુખમાં રહી શકે તેમ લાગતું નથી, કારણ ન હોય તો કાર્ય પણ ઉપસ્થિત ન થાય, માટે બધી રીતે જોતાં હવે અહીં રહેવું યુક્ત નથી. માટે હું કોઈ બીજા દેશમાં ચાલ્યો જાઉં. એજ મારા માટે યોગ્ય છે. દેશાટનથી ચતુરાઈ પણ જરૂર વધશે.” કહ્યું છે કે, “દેશ-વિદેશમાં પ્રવાસ, પંડિતો સાથે મિત્રતા, વેશ્યાનો પ્રસંગ, રાજ્યસભામાં પ્રવેશ તથા અનેક શાસ્ત્રોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org