________________
શતાનિકના રાજદ્વારે
૧૦૫ સૂર્યાસ્ત સુધી મજૂરી કરીને પેટ ભરે છે અને રાત્રે પતિના વિયોગથી થયેલા દુઃખથી પીડાતી પીડાતી ભૂમિ ઉપર સૂઈ રહે છે. અહો ! તેનું આ મહાભાગ્યશાળીપણું ! આવું ભાગ્યશાળીપણું તો શત્રુને પણ હશો નહિ !”
આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતી અને સુભદ્રાની ઇર્ષ્યા કરતી તે ત્રણે જેઠાણીઓ હૃદયમાં મત્સરભાવને ધરવા લાગી. એક દિવસે સવારે છાશ લાવવા માટે ધનસાર શ્રેષ્ઠીએ મોટી વહુને કહ્યું કે, “રાજમંદિરે જઈને છાશ લઈ આવો !” ત્યારે તેણે જવાબ આપ્યો, “હું કાંઈ છાશ લેવા જવાની નથી. ગઈ કાલે તમે અમને ત્રણેને નિભંગી કહીને સ્થાપેલી છે. તેથી હવે તમારી ડાહી અને ભાગ્યશાળી વહુને જ છાશ લેવા મોકલો ! તે છાશ લેવા જશે તો દહીં, દૂધ વગેરે પણ લાવશે.” આવાં સાંભળતાં સર્વને ખેદ ઉપજે તેવાં વચનો તે બોલવા લાગી.
આ સાંભળી ધનસારે કહ્યું, “સુભદ્રા ! તમે જ છાશ લેવા જાઓ. આ બધી વહુઓ સાચું કહેતાં પણ ઈર્ષ્યાથી બળે છે, પરંતુ તમે તો તમારા મનમાં શાંતિ રાખીને સુખેથી જાઓ અને છાશ લઈ આવો. જો સૌ સરખા થાય તો ઘરનો નિર્વાહ ચાલે નહિ.” સસરાજીના આ આદેશને બહુમાનપૂર્વક માથે ચઢાવીને સુભદ્રા છાશ લેવા ગઈ. તેને આવતી જોઈને સૌભાગ્યમંજરીએ પહેલેથી જ બોલાવી અને કહ્યું, “બહેન ! આવ, આવ, તું ભલે આવી !' આ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક પરસ્પર કુશળ સમાચાર પૂછીને દહીં, ખાંડ વગેરે વસ્તુઓ તથા છાશ આપીને તેને વિદાય કરી. સુભદ્રા પણ તે સર્વ વસ્તુઓ લઈને પોતાના આવાસે ગઈ. તે આવી એટલે ફરીથી પણ વૃદ્ધે તેના વખાણ કર્યા, તે સાંભળીને ત્રણે જેઠાણીઓ ઈર્ષ્યાગ્નિથી વિશેષ બળવા લાગી. આમ હમેશાં સુભદ્રા જ છાશ લેવા જવા લાગી. બીજી કોઈ જતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org