________________
૨૦૬
ધન્યકુમાર ચરિત્ર પોતાની ભુજાના બળથી ઉપાર્જન કરેલ ક્રોડોની સંપત્તિને પોતાના અપકારી તથા ઈષ્યભાવમાં બળતા ભાઈઓને હૃદયના સભાવથી આપી દે છે, તેવા બહુ દુર્લભ હોય છે. ખરેખર ધન્યકુમાર ધન્ય છે. મહાપુણ્યશાલી છે.”
ધન્યની આજ્ઞાથી ભંડારીએ ત્રણે બંધુઓને પ્રત્યેકને ચૌદ ચૌદ ક્રોડ સોનામહોરો આપી. તે લઈને તેઓ બહાર નીકળતા હતા, તેવામાં હાથમાં મુગર ધારણ કરનારા તે ધનના અધિષ્ઠાયક દેવોએ વિર સુભટો ચોરોને રોકે તેવી રીતે કારમાં જ તરત જ તેમને રોક્યા, અને પ્રત્યક્ષ થઇને બોલ્યા :
“અરે નિર્ભાગ્ય શેખરો ! અરે દુર્જનો ! અરે મૂર્ખાઓ ! પુણ્યવંત એવા ધન્યકુમારનું આ ધન તમે ભોગવવાને લાયક નથી. આ લક્ષ્મીનો ધન્ય અને ઉદારદિલ ધન્યકુમાર જ ઇચ્છાનુસાર ભોક્તા છે, જેવી રીતે સર્વ જલતરંગોનો ભોક્તા સમુદ્ર જ હોય તેવી રીતે આનો તે ભોક્તા છે, બીજો કોઈ નથી.”
“શાસ્ત્રમાં પણ કહ્યું છે કે : “પ્રબળ પુન્યવંત હોય તેનાથી જ લક્ષ્મી ભોગવાય છે, જો તમે તેની સેવામાં તત્પર થઈ તેના પુણ્યની છાયા નીચે રહેશો, તો ઇચ્છિત સુખ મેળવશો પણ “ધન લઈને જુદા ઘરમાં રહી સ્વેચ્છાએ ધન ભોગવીએ.” એવી તમારી ઈચ્છા થશે તો તે સંપૂર્ણ થાય એવો દિવસ તો આવ્યો નથી, ને આવવાનો પણ નથી.” - “અરે જડ બુદ્ધિ મૂર્ખાઓ ! ચાર ચાર વખત અપાર ધન ત્યજી તમને આપી દઈને ધન્યકુમાર ચાલ્યા ગયા, પછી તે ધન કોણે ભોગવ્યું ? હજુ પણ તમને શિખામણ મળી નથી.”
આ સંતપુરૂષોમાં શિખર સમાન ધન્યકુમારનો તમે અપરાધ કર્યો છે છતાં પણ તેનું સૌજન્ય મૂકતા નથી, છતાં તમે કતનીઓમાં અગ્રેસર અને નિર્લજ્જ છો કે ધન્યકુમારે કરેલા સેંકડો ઉપકારોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org