________________
કલા અને બુદ્ધિનો વિલાસ
૧૪૯ અને તે અવસરે કદાચ કલહ શાંત કરવા તમે શક્તિમાન ન થાઓ તો જુદા જુદા રહેજો, પણ પરસ્પરનો ક્લેશભાવ તો છોડી જ દેજો. તેવા સમયે તમારા લાભ માટે તમારા નામથી અંકિત કરેલા સરખા ભાગવાળા ચાર કળશો ઘરના ચારે ખૂણાની ભૂમિમાં મેં દાટેલા છે. જ્યારે તમારે જુદા થવાનો પ્રસંગ આવે ત્યારે તમારા નામવાળા ચારે કળશાઓને લઈ લેજો, પરંતુ પરસ્પર
ક્લેશ કરશો નહિ, કારણ કે તે ચારે કળશાઓમાં સરખો ભાગ કરીને સ્ટેજ પણ ઓછુંવતું નહિ તે રીતે ધન મેં તમારા ચાર માટે રાખ્યું છે, સ્ટેજ ન્યૂનાધિક નથી, મને તો તમો ચારે ઉપર એક શરીરના વિભાગની જેમ સરખી પ્રીતિ છે, કોઈની ઉપર ઓછી વધતી નથી, પંક્તિભેદ નથી. તેથી મેં બુદ્ધિપૂર્વક સૌ સૌની પરિસ્થિતિ સમજી સરખા બાગ રાખ્યા છે.”
ચતુર પત્રમલ્લ શ્રેષ્ઠીએ પોતાના પુત્રોને આ રીતે વિચારપૂર્વક શિખામણ આપી, બાદ ધર્માત્મા તે શ્રેષ્ઠી સમસ્ત જીવયોનિને ત્રિવિધ ત્રિવિધ ખમાવી, અરિહંતાદિક ચતુષ્ટયનું શરણ કરી, ભવચરિમ પચ્ચખ્ખાણ લઈને આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસ પામ્યા. પોતાના પિતાની ઉત્તરક્રિયા કરીને તેમના મૃત્યુ પાછળ ઉચિત કર્યા બાદ તેઓની હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરીને તે ચાર ભાઈઓ, સ્નેહસંબંધ સાચવતાં કેટલાક સમય સુધી એકઠા રહ્યા. તે પ્રમાણે રહેતાં કેટલોક કાળ ગયો, ત્યાર પછી પુત્રપૌત્રાદિક સંતાનનો પરિવાર વૃદ્ધિ પામ્યો, ત્યારે અંદર અંદર કલહ-કુસંપ વધતો જતો દેખીને ચારે ભાઈઓ જુદા થયા. જુદા જુદા ઘરમાં રહેવા લાગ્યા. ત્યાર પછી આનંદિત ચિત્તવાળા તેઓ એકઠા થઈને પિતાએ દેખાડેલા ખૂણાઓમાંથી પોતપોતાના નામાંકિત કળશાઓ બહાર કાઢવા લાગ્યા. બાળકને પણ ધન પ્રાપ્ત કરવામાં આળસ હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org