________________
ધન્યકુમારનો પૂર્વભવ
૨૨૧ રાખેલા હોય તેમ અઢળક ભોગવિલાસો તેમને પ્રાપ્ત થયા. વળી નહિ બોલાવેલ છતાં પણ દેવતાઓએ ધન્યકુમારના મોટાભાઇઓ પાસેથી ધન લઈ લીધું, ધન લઈને જતાં તેમને રોક્યા, શિખામણ આપી, અનુકૂળ કર્યા, અને ન્યાયમાર્ગે પ્રવર્તાવ્યા. તેથી આ લોક અને પરલોકમાં સુખ ઇચ્છતા મનુષ્યોએ જિનેશ્વરોના કહેલા દાનધર્મનાં આરાધનમાં ઉદ્યમ કરવો, કે જેથી સફળ અર્થની સિદ્ધિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org