________________
૧૧૪
ધન્યકુમાર ચરિત્ર મહારાજ પ્રાણ જાય તો પણ ધર્મની નીતિને ઉલ્લંઘે તેવા નથી. સુવર્ણમાં શ્યામતા કોઈ દિવસ આવતી જ નથી અથવા તો ધનાઢ્ય માણસોની મનોવૃત્તિ બહુ વિષમ હોય છે અને કામદેવની આજ્ઞા ઉલ્લંઘવી મુશ્કેલ છે. નિપુણ પુરુષ પણ તે વખતે ગાંડો થઈ જાય છે. સજ્જન પણ દુર્જન થઈ જાય છે. કહ્યું છે કે, કામચંડાળ બહુ નિર્દય છે. તે પંડિતોને પણ અતિશય પીડા કરે છે. વળી કદાપિ ધન્યરાજાની મતિ ભ્રષ્ટ થઈ હોય, તો પણ સુભદ્રા મહાસતી છે, તે કોઈ દિવસ શિયળવ્રત છોડે તેવી નથી, પણ આપણને શું ખબર પડે ? કદાચ બળાત્કારથી રોકી હોય અથવા તો બંનેની વૃત્તિ ખરાબ થઈ હોય, ખરેખર આ બાબતમાં વાયુએ ચળાવેલ ધ્વજાના છેડાની માફક કાંઈક પણ વિપરીત તો બન્યું લાગે છે !'
આમ શંકારૂપી શંકુથી વીંધાયેલા અંતઃકરણવાળા તે શ્રેષ્ઠીએ પોતાના ડિલ પુત્ર ધનદેવની સ્ત્રીને કહ્યું, ‘વત્સે ! તું ધન્યરાજના ઘેર જઈને જોઈ આવ કે સુભદ્રાને કેમ અહીં આવતાં વિલંબ થયો છે ? કોણે તેને વચ્ચે રોકી રાખી છે ?' પોતાના શ્વસુર ધનદેવના આદેશથી ધનદેવની પત્ની છાશ લેવાનું ભાજન હાથમાં લઈને ધન્યકુમારને ગૃહાંગણે ગઈ અને ત્યાં રહેલા મનુષ્યોને તેણે પૂછ્યું, ‘અમારી દેરાણીને છાશ લેવા માટે અહીં મોકલી હતી, તે અહીં આવી છે કે નહિ ?'
આ પ્રમાણે તેણે પૂછ્યું પણ ગુહ્ય વાત સંપૂર્ણ નહિ જાણનારા ધન્યના માણસોએ જવાબ આપ્યો કે, ‘અહો ! તેના તો મહાન ભાગ્યનો ઉદય થયો. તે તો ગૃહસ્વામિની થઈને અંતઃપુરમાં રહેલી છે.' આવું અશ્રાવ્ય કર્ણકટુ વચન સાંભળીને ચિંતા, દુઃખ, ભય, વિસ્મય વગેરેના મિશ્રણથી દુઃખિત અંતઃકરણવાળી તે પ્રથમ જવાની ટેવ હોવાથી મહેલની અંદર ગઈ. ત્યાં દૂરથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org