________________
કલા અને બુદ્ધિનો વિલાસ
૧૪૫
‘આ સંસાર કેવલ સ્વાર્થનો સગો છે. માટે જ પિતા બાળપણમાં પુત્રને લાલન પાલન કરી, પાળી પોષીને મોટો કરે છે, તે પુત્ર જો યુવાવસ્થામાં ધન ઉપાર્જન કરનાર અને ગૃહનો નિર્વાહ કરનાર થતો નથી, તો તે પુત્રને કાષ્ઠ જેવો જ ગણે છે તથા ‘આ અમારા કુટુંબને-ઘરને વગોવનારો છે.’ એમ બોલે છે અને જો તે જ પુત્ર અપરિમિત ધન ઉપાર્જન કરનાર થાય છે, તો અતિ હર્ષના ભારથી ઉભરાઈ જઈને કહે છે કે અહો ! આ અમારો દીકરો અમારા કુળનો દીવો છે, અમારા કુળનો શણગાર છે, શોભા છે.'
માતા-પિતા પણ ‘ઘણા ઘણા મનોરથો વડે જે પ્રાપ્ત થયો હોય અને ઘણા ઘણા મનોરથો વડે લાલિત પાલિત કર્યો હોય અને જેનું મુખ જોઈ જોઈને હૃદયમાં ઉલ્લાસ પામતા હોય તે પુત્ર યૌવન પ્રાપ્ત કરે છે, ત્યારે જો ધન કમાતો નથી, તો તે જ માતા કહેવા લાગે છે કે, ‘આ પુત્ર તો મારી કૂખને લજાવનાર નીવડ્યો.’ વળી તેની પત્ની પણ જ્યાં સુધી પોતાના પતિ પાસેથી ઇચ્છિત ભૂષણ, વસ્ત્રાદિક મળે છે, ત્યાં સુધી જ હર્ષપૂર્વક મધુર વચનાદિક બોલે છે અને આનંદ દેખાડે છે તથા પ્રશંસા કરતી કહે છે કે, અહો ! મારા સ્વામી તો સાક્ષાત્ કામદેવરૂપ જ છે' અને જો તે પોતાનો પતિ ધન ન ઉપાર્જતો હોય તો કહે છે કે, ‘અહો ! આ તો કાંઈ કમાતા નથી ને આખો દિવસ મફતનું ખાઈને પડ્યા રહે છે.' આવું બોલી તે સ્ત્રી નિંદા કરે છે. લોકો પણ જ્યાં સુધી ધન પાસે હોય ત્યાં સુધી જ આદર-સત્કાર તથા સન્માન આપે છે. જ્યાં સુધી લક્ષ્મી ઘરમાં સ્થિર થઈને રહેલી હોય ત્યાં સુધી જ કળા, વિદ્યાવંતની વિદ્યા, બુદ્ધિવંતની બુદ્ધિ અને ગુણવાનના ગુણની પ્રશંસા થાય છે. ધનવાનના હજારો દોષો પણ લોકો ગુણ કરીને માને છે. જો પૈસાપાત્ર મનુષ્ય બહુ બોલબોલ કરનારો હોય તો તે તેની વાણીની કુશળતારૂપ ગુણ ગણાય છે, જો ઓછું બોલતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org