________________
૧૫ વન્યકુમાર બાંધવોને સન્માને છે
જ્યારે ધન્યકુમાર કૌશાંબી નગરીમાંથી કુટુંબલેશના કારણે છેલ્લી વખતે નીકળ્યા હતા, ત્યાં તે સમયે તેઓએ પોતાના પિતા ધનસાર અને ત્રણ મોટાભાઈઓ ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્રને સઘળી સંપત્તિ, વૈભવ અને ૫૦૦ ગામો ઇત્યાદિ બધું ભળાવ્યું હતું.
ત્યાંથી આવીને અહીં રાજગૃહીમાં તેઓ, પોતાના ધર્મબંધુ અભયકુમાર મંત્રીશ્વર સાથે રહી, આનંદપૂર્વક દિવસો વ્યતીત કરતા હતા.
કૌશાંબીમાં ધન્યકુમારના ત્રણ ભાઈઓ ધન્યકુમારે મેળવેલ તથા આપેલ પાંચસો ગામમાં પોતાનાં અભાગ્યના કારણે કોઈ રીતે તેમનાથી કોઈને શાંતિ રહેતી નહિ.
તે વખતે શનિના ગ્રહની દૃષ્ટિની જેમ તેઓની આજ્ઞામાં રહેલા ગામોમાં ભાગ્યહીનપણાથી બીજાં ગામોમાં વરસાદ થાય તો પણ થતો નહિ. ‘ભાગ્યયોગ સીધો હોય ત્યારેજ ઈચ્છિત મેઘવૃષ્ટિ થાય છે.” તેવી સ્થિતિ થવાથી તે ગામમાં રહેવાવાળા કેટલાક લોકો વરસાદના અભાવને લીધે પોતાની આજીવિકા ચલાવવા માટે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org