________________
૯૨
ધન્યકુમાર ચરિત્ર કહેવું યોગ્ય છે. પરંતુ હું તો શિયળરૂપ શસ્ત્રની સહાય લઈને આપની સાથે જ આવવા ઇચ્છું છું, કારણ કે વિપત્તિ સમયે પણ સતીને તો પતિના ઘેર રહેવું તે જ યોગ્ય છે.' વળી જ્યારે સંપૂર્ણ લક્ષ્મી અને અક્ષય સુખ હોય ત્યારે પણ સ્ત્રીઓને મહોત્સવાદિકના કારણને ઉદ્દેશીને જ પિતાના ઘેર જવું યોગ્ય છે. કારણ વગર નકામા પિતાના ઘેર જવામાં દૂષણ રહેલું છે. આમ હોવાથી વિપત્તિના સમયમાં તો શ્વસુરગૃહે રહેવું તે જ શ્રેષ્ઠ છે. તેથી તે વડિલ ! એક સ્થળે અગર મુસાફરીમાં, સંપત્તિમાં અગર આપત્તિમાં, સુખમાં અથવા તો દુઃખમાં કાયાની સાથે છાયાની જેમ ઉત્તમ રીતે શીલ પાળવાપૂર્વક શ્વસુરગૃહને હું તો કદી પણ છોડીશ નહિ. જ્યાં આપ વડીલો રહેશો ત્યાં હું પણ આપની સાથે જ આપની છાયાની જેમ રહીશ, એવો મેં નિશ્ચય કર્યો છે.
પોતાની શાણી સુશીલ પુત્રવધૂ સુભદ્રાનાં આવા સુંદર વચનોને સાંભળીને ધનસાર શ્રેષ્ઠી આનંદિત થઈને બોલ્યા, ‘પતિવ્રતા ! તેં ખરેખર સત્ય કહ્યું છે. તું તે પુરુષોત્તમ ધન્યની ખરેખરી સાચી પત્ની છો. તારા આવા પાતિવ્રત્યના ધર્મમય વિચારથી સાચે જ સારૂં જ થશે. એવો મને નિર્ણય થયો છે.’ ત્યાર પછી ધનસાર શેઠ તેની શીલવતી પત્ની, સુભદ્રા, ત્રણ પુત્રો અને ત્રણે પુત્રની પત્નીઓ, કુલ આઠ જણ સહિત જેમ જીવ આઠ કર્મ સહિત શરીરમાંથી નીકળે તેમ રાજગૃહીથી નીકળ્યો. માર્ગમાં સર્વ સ્થળે મજૂરી વગેરે કરીને આજીવિકા કરતા તથા ઘણા દેશ અને નગરોમાં ફરતાં અનુક્રમે તેઓ કૌશાંબીમાં આવ્યા, કહ્યું છે કે, ‘યતિઓ, યાચકો અને નિર્ધનો વાયુની જેમ એક સ્થળે રહેતા નથી, રહી શકતા નથી.’
મોટી નગરી કૌશાંબીને જોઈને અહીં તહીં સર્વત્ર તેઓ ભમવા લાગ્યા. ફરતાં ફરતાં કોઈ સજ્જન પુરુષને જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org