________________
૧૯૩
માલવેશ્વરનું રાજગૃહિમાં આતિથ્ય સત્કર..... વિસર્જન કર્યા અને બંને મહારાજાઓ ધન્યકુમારને સાથે લઈને રાજ્યમંદિરમાં ગયા.
રાજ્યમંદિરના મધ્ય ભાગમાં રાજસેવકોએ વિવિધ પ્રકારની સ્નાન, મજ્જન તથા ભોજનાદિ સામગ્રી તૈયાર કરી રાખી હતી. તેનો ઉપભોગ કરવાની તેઓએ વિનંતી કરી; એટલે તે બંનેએ ધન્યકુમાર તથા અભયકુમારની સાથે સ્નાન અને મજ્જન માટે સહસ્ત્રપાક અને લક્ષપાક તૈલાદિકથી મર્દન કરાવીને પુષ્પાદિકથી સુગંધિત કરેલા શુદ્ધ પાણીવડે સ્નાન કર્યું.
દૂર દેશથી આવેલા અતિ અદ્દભુત તથા ભવ્ય એવાં રેશમી વસ્ત્રો ધારણ કર્યા. સર્વપ્રકારના અલંકારો પહેર્યા. અને રાજ્યના અનેક સામંતોથી પરવરેલા તેઓ ભોજનમંડપમાં આવ્યા. અને યથાયોગ્ય ઉત્તમ આસનો ઉપર તેઓ બેઠા.
અનેક પ્રકારની સુખડીઓ તથા મીઠાઇઓ ત્યારબાદ તેઓનાં ભોજનથાળમાં પીરસવામાં આવી. તે રસવતીનો આસ્વાદ લઈને શુદ્ધ પાણીથી મુખ શુદ્ધિ કરીને તેઓ રાજમહેલના અંદરના ભાગમાં આવી સુખાસન પર બેઠા. ત્યાં પાંચ પ્રકારના સુગંધીવાળા તાંબુલના બીડાં, લવીંગ, એલચી સહિત આરોગીને મુખશુદ્ધિ કરી રાજસભામાં આવીને સિંહાસન ઉપર બેઠા, અને ગીત ગાનકળામાં કુશળ અનેક પુરૂષોએ કરેલા ગાયનાદિ તેઓએ સાંભળ્યા.
યોગ્ય અવસરે મોટા આડંબરપૂર્વક તેઓ નગરની બહાર આનંદ કરવા ગયા. તે સ્થળે અનેક પ્રકારના વિલાસો કરવાપૂર્વક પુષ્પના સમૂહની શોભા જોઇને, ઘોડાઓને ખેલાવીને આનંદ કરી મોટા આડંબરપૂર્વક મગધેશ્વર માલવપતિ મહેલ તરફ પાછા આવ્યા.
સાંજે પણ યથારૂચિ ખાનપાનાદિક લઇને રાત્રે ગંધર્વોએ ગાયેલા ગાયનો સાંભળી સુખશધ્યામાં નિદ્રા લેવા માટે સુઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org