Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Catalog link: https://jainqq.org/explore/032447/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજ્વાળા લેખન-સંપાદન : ગુણવંત બરવાળિયા ૭ પ્રવિણાબેન આર. ગાંધી Page #2 -------------------------------------------------------------------------- ________________ કોઈ હિ8888888888888888888888 (અણગારનાં અજવાળી લેખન–સંપાદન :• ગુણવંત બરવાળિયા ૦ પ્રવિણાબેન આર. ગાંધી હી-છ8888888888888888888888888888888888888888888888888888 BB8888888888888B8BBBBBBBBBBBBBBBBBBBBB 88888AS. -: પ્રકાશક :સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જન ફિલોસોફિકલ એન્ડ વીટરથી રીસર્ચ સેન્ટર, અહંમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર એચ. નં. ૨૩૧, શાસ્ત્રી નગર, ૯૦ ફીટ રોડ, બુમંદિર સામે, લામ્બા ઓટો પાસે પંતનગર ઘાટકોપર (ઈ) મુંબઈ-૪૦૦૦૭પ ફોન નં. ૨૫૧૨૫૬૫૮ L SABRERURBACAURUBURBABES Page #3 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] Angarna Ajwala by G.M. Barvaliya & P. R. Gandhi Feb-2008 આણગારતાં જાજવાળા ગ્રંથવિમોચન પાવન નિશ્રા : આચાર્ય શ્રી કિરવામી. ૨૪-૨-૨૦૦૮ સ્થા. જૈન સંઘ ઃ ઝાલાવાડ નગર, અંધેરી. કિંમત રૂા. ૧૨૦/ : પ્રકાશક :સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોશ્કિલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર, ઘાટકોપર (ઈ) મુંબઈ-૪૦૦૦૭૫ Email I. D. gunvant.barvalia@ Gmail.com. : પ્રાપ્તિસ્થાન : પ્રવિણાબેન આર. ગાંધી શ્રી કિરણભાઈ બી. સંઘવી “શૈલી' ૮ સાકેત વષ' બિલ્ડિંગ, પ્લોટ નં. ૧, તક્ષશિલા એપા. પાસે બ્લોક નં. ૧, પમો જુહુ રોડ, વસ્ત્રાપુર અમદાવાદ-૧૫ ન્યૂ જુહુ સ્કીમ, ટે. નં. ૨૬૭૪૫૨૧૮ વીલે-પાર્લે- મુંબઈ ટે. નં. ૨૬૧૪૧૦૦૧ મુદ્રકઃ સ્મૃતિ ઓફ્લેટ જૈન વિદ્યાર્થી ગૃહ મ્પાઉન્ડ સોનગઢ (સૌરાષ્ટ્ર) ફોન : (૦૨૮૩૬) ૨૪૪૦૮૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ ગુરુ માંગલ્ય જૈન સ્થાનકવાસી દરિયાપુરી સંપ્રદાયના ગચ્છાધિપતિ શીતલજલના પઘસરોવર સમા...... છેઆચાર્ય બા.બ્ર.પૂ.શ્રી વિરેન્દ્રજી સ્વામીના ચરણકમલમાં છે અનન્ય શ્રદ્ધાભાવે સમર્પણ 'पंचविहिम् आचारं आयरमाणा तहा पयासंता आचारं दंसणं'। સફળતાપૂર્વક આચાર્યપદને જાળવી તેનો સદુપયોગ કરનારા અને છે તદર્થે તપ્તજનો તરફથી કષ્ટ પડે તો પણ તે વેઠીને સુખ માનનારા આચાર્યો જગતને ક્યારેક જ ઉપલબ્ધ થાય છે. હે પૂજ્યશ્રી આપશ્રી પુરૂષોત્તમ છો! પૂજ્યશ્રીને અમારી ભાવપૂર્વક અભિવંદના અણગારનાં અજવાળા Page #5 -------------------------------------------------------------------------- ________________ [૪] * આશિર્વચન ધર્માનુરાગી વાત્સલ્યમૂર્તિ સુશ્રાવિકા પ્રવિણાબહેન ગાંધી તથા જૈન સાહિત્યની અનેક ધાર્મિક કૃતિઓના સર્જન દ્વારા અપૂર્વ સેવા કરી રહેલા ધર્મપ્રેમી શ્રુતાનુરાગી સુશ્રાવક ગુણવંતભાઈ બરવાળિયાને ધર્મધ્યાનનો શુભ સંદેશ પાઠવું છું. અણગારનાં અજવાળા' નામક પુસ્તક આપ બંને શ્રુત સાહિત્ય પ્રેમી ભાવિક આત્માઓના સંયુક્ત પ્રયાસથી પ્રકાશિત થઈ રહેલ છે તે જાણીને આનંદ થયો છે. સત્સંગ એવં શ્રુતજ્ઞાનરૂપ સત્સાહિત્ય દ્વારા આપનું જીવન સગુણ સુમનોથી મહેકતું, ઉચ્ચ સંસ્કારોથી શોભતું, ધાર્મિક આવોથી ભરપુર, આધ્યાત્મિકતાના ઉત્તુંગ શિખરોને સર કરતું બની રહો તેમજ આપની સ્થાનકવાસી જૈન સંપ્રદાયોના સદ્ગત સંતો-સતીરત્નો તેમજ વર્તમાનમાં ભારતની ધરતીને રત્નાચારની આરાધનાથી પાવન કરી રહેલા સંતોસતીરત્નની પ્રાપ્ત થયેલ માહિતીને આધારે થયેલ અમુલ્ય ગ્રંથ “અણગારને અજવાળે” આપ બંનેના જીવનમાં અનેક પ્રકારના પ્રગતિને પંથે પ્રયાણ કરવામાં સહાયક પ્રકાશ પાથરશે જ. પરંતુ આ પુસ્તક સર્વે વાચકના હૃદયમાં ભારત એવં ગુર્જરભૂમિના મહા સંતો તથા મહાસતીજીઓના જીવન પ્રસંગો ઉપકારક એવું જીવન પદ્ધતિનું મુખ્ય કેન્દ્ર બની રહો તેવા અંતરના શુભાશિષો તથા અનેક ભવ્યાત્માઓ આ પુસ્તકના વાચન, મનન, નિદિધ્યાસનથી કલ્યાણ માર્ગની કેડી પર કદમ ભરવા માટે સક્ષમ બની રહો. અનેકોનો રાહ અને ચાહને બદલાવી અહિંસા, સંયમ, તપમાં પ્રગતિ કરાવનાર સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય તપની આરાધના કરાવવામાં ચાલક પ્રેરક બળ બની રહો તેવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ પુસ્તક લોકપ્રિય એવં સર્વજનોને હિતકારી બને તેવી સદ્ભાવના પણ વ્યક્ત કરું છું. આ અને આવી અનેક ધાર્મિક, આધ્યાત્મિક લોકભોગ્ય કૃતિઓના સર્જક આપ બની રહો તે કહેવાની લાલચને રોકી શકતો નથી. વાલકેશ્વર, મુંબઈ –આ. શ્રી વીરેન્દ્રમુનિ. તા. ૧૨-૧-૨૦૦૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ [4] અજવાળાના આશિર્વાદ અણગારના અજવાળા યુગો યુગોથી જગતના અનંત જીવોના અંતરે પડેલા અંધારાને ઉલેચવાનું મહાભગીરથ કાર્ય કરતા સંતો-અણગારો ખરેખર દિવાકર સમા આત્મતેજના અજવાળા પાથરનારા છે. મધદરિયે ફસાયેલા વહાણને દિવાદાંડીના અજવાળા જેમ માર્ગદર્શક બને છે એમ સંસાર સાગરે ફસાયેલા આત્માઓ માટે સંતોનું જીવન દિવાદાંડીરૂપ બની સંસારમાં અટવાતા અટકાવે છે. શ્રી ગુણવંતભાઈ બરવાળિયા અને શ્રી પ્રવિણાબેન ગાંધીએ “અણગારના અજવાળા” દ્વારા નવી પેઢીના યુવાનોને, આપણા ઉપર ઉપકારી આચાર્યો-ગુરુભગવંતોના જીવન અજવાળાથી સુમાહિતગાર કરવાનો પરમ પુરુષાર્થ કરેલ છે. જીવનપંથમાં અનેક પથિકો ચાલે છે પરંતુ જેના ચીલે ચાલવાનું મન થાય એવા મહાપુરુષોના જીવનચરિત્ર અને પૂર્વાચાર્યના ઇતિહાસથી વર્તમાન યુવાપેઢીમાં આદર્શ પ્રેરણા સર્જવાનું શ્રેષ્ઠ કાર્ય કરી તેમણે આવતી પેઢી પર મહા ઉપકાર કર્યો છે. શ્રેષ્ઠ સાહિત્યના સર્જનથી સમાજમાં જ્ઞાન-પ્રેરણા અને સદ્ભાવના પ્રગટે એજ અમારા મંગલ આશિર્વાદ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પારસધામ-ઘાટકોપર ૧૦-૨-૨૦૦૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મને ઉજાગર કરતાં અણગાર પ્રકાશકનું નિવેદન શ્રમણ સંસ્કૃતિમાં દીક્ષા ગ્રહણ કરી સંન્યાસીનું જીવન જીવવાની પરંપરાનું અનેરું મહત્ત્વ છે સમજણપૂર્વક સ્વૈચ્છિક રીતે સંસાર ત્યાગ કરી સંયમજીવનમાં સાધના કરનાર ત્યાગી સંતોએ જ સંસ્કૃતિના મૂલ્યોનું જતન કર્યું છે. ધર્મની રક્ષા કરી અધ્યાત્મને ઉજાગર કરેલ છે. ભોગ-ઉપભોગના ઢગલાબંધ સાધનો સગવડો, મોજશોખ, ટી.વી. વિડિયો મોબાઈલ ઈન્ટરનેટ જેવા સમૂહ માધ્યમોનો વિકાસ ઝાકમઝોળ જીવનશાલી વચ્ચે પણ દીક્ષા અને સંયમમાર્ગનું આકર્ષણ ટકી રહ્યું છે. તે દરેક સંપ્રદાયમાં સંસાર ત્યાગ કરી દીક્ષા લઈ સાધુ-સાધ્વી બનનાર વ્યક્તિની પાવન જીવનચર્યા દ્વારા જોઈ શકાય છે. દીક્ષા એટલે માન્ય સત્વપૂંજને ગ્રહણ કરવા સ્વીકૃત અભિમત માટે સમર્પિત થવું. આદરણીય ગુરુજી પાસેથી જીવનભર તપત્યાગના વ્રત નિયમો પાળવાનો સંકલ્પ ધરવા કે સન્યાસ ગ્રહણ કરવો એટલે દીક્ષા પ્રાપ્તિ. રાત્રિભોજન ત્યાગ, કેશલુંચન, પાદવિહાર અને મહાવ્રતના પાલન દ્વારા ઉત્તમ પ્રકારની સાધના આરાધનાને લીધે જ જૈન દીક્ષા લેનારનું વિશ્વમાં અજોડ સ્થાન છે. જૈન સંત-સતીઓ ભગવાન મહાવીરે દર્શાવેલ માર્ગે શાતાપૂર્વક વિચારી રહ્યા છે અને વિશ્વકલ્યાણ યાને વિશ્વ માંગલ્યનો સંદેશ આપી રહેલ છે. દીક્ષા જીવનમાં સ્વપરકલ્યાણનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ પવિત્ર પરંપરાના મૂળ પરમતત્ત્વના અનુસંધાન સાથે જોડાયેલ છે. શ્રી નંદલાલભાઈ દેવલુક કે જેમણે શ્રી ચતુર્વિધ સંઘ, જેને પ્રતિભાઓ, પથપ્રદર્શક પ્રતિભાઓ જેવી ઉત્કૃષ્ટ ગ્રંથશ્રેણીનું સંપાદનપ્રકાશનનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. આ ગ્રંથ માટે મને સ્થાનકવાસી સંતો માટે અને પ્રવિણાબહેનને સતીઓ માટે લખાણો લખવાની પ્રેરણા મળી અને આ Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] ગ્રંથમાંથી પ્રસ્તુત લખાણો “અણગારનાં અજવાળા' નામે ગ્રંથસ્થ કરી પ્રકાશન કરી રહ્યા છીએ. આ ગ્રંથના વિમોચન માટે અંધેરી શ્રી સંઘ-મુંબઈનો તેમજ સહકાર આપવા બદલ માટુંગા સંઘનો આભાર માનીએ છીએ. આ ગ્રંથ પ્રકાશન માટે શ્રી નંદલાલભાઈ દેવલુક, જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, માનનીય અરવિંદભાઈ સંઘવીનો આભાર. આચાર્યશ્રી વિરેન્દ્રમુનિ તથા પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિના આશિર્વાદ પ્રાપ્ત થયા છે તે અમારા માટે ગૌરવની ઘટના છે. ગ્રંથમાં પ્રગટ થયેલા અધ્યાત્મને ઉજાગર કરતાં અણગારના જીવનમાંથી આપણને દિવ્ય પ્રેરણા મળશે એજ અભીપ્સા. ગુણવંત બરવાળિયા માનદ્ સંયોજક સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ઘાટકોપર-મુંબઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] બે બોલ સ્થાનકવાસી જૈન ફીરકાના સંતો સતીઓના જીવન, કવન અને આધ્યાત્મિક યાત્રાને ઉજાગર કરતું “અણગાર જૈન સમાજને અર્પણ કરી રહ્યા છે તે સમાજ માટે એક મંગલમય ઘટના છે. નંદલાલ દેવલુક સંપાદિત પથદર્શક પ્રતિભાઓ” જેવા દળદાર ગ્રંથના એક વિભાગ “પાનખરમાં ખીલ્યાં ગુલાબ'ના તેઓ લેખિકા છે. બીજા લેખક ગુણવંતભાઈ બરવાળીયા છે. તેઓએ પણ પથદર્શક પ્રતિભાઓ' ગ્રંથમાં એક વિભાગ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના જ્યોતિર્ધરોનું લેખન કર્યું છે. આ બન્નેના સ્તુત્ય પ્રયાસથી સમાજને એક અણમોલ ગ્રંથરત્ન પ્રાપ્ય થાય છે તે અત્યંત આનંદની વાત છે. સ્વભાવે પ્રસન્નચિત્ત પ્રવિણાબહેન આનંદી અને મિલનસાર છે. તેઓ અનેક સામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. વ્યવસાયે અધ્યાપિકા તરીકે સફળ રહ્યા. અનેકવિધ પ્રવૃત્તિમાં જીવંત રસ, વાંચન અને અભ્યાસ પરત્વે ઉંડી રૂચિ, વાતચીત, ચર્ચા અને રજુઆતની આગવી અસરકારક શૈલી વગેરે લાક્ષણિકતાઓ ધરાવતું બહુમુખી પ્રતિભા સંપન્ન એક સભર વ્યક્તિત્વ એટલે પ્રવિણાબહેન. જીવનની ઉત્તરાવસ્થામાં આધ્યાત્મિકતા પ્રતિ વળવું, ધર્મમાં અભિરૂચિ થવી, તેમાં પ્રવૃત્ત થવું અને માત્ર ક્રિયાકાંડ પુરતું નહીં, પરંતુ જૈન ધર્મના મર્મનો અભ્યાસ કરવા પ્રયાસ કરવો–આ સઘળી બાબત જીવનને એક કલ્યાણકારી વળાંક આપે છે. જીવનની આ વિરલ, પવિત્ર અને પુણ્યશાળી ઘટના ગણાય. પ્રવિણાબહેનના જીવનમાં આ ઘટના સહજતાથી ઘટી છે. સહલેખક ગુણવંતભાઈ બરવાળિયા વ્યવસાયે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હિસાબકિતાબના નિષ્ણાત. આર્થિક ઘટનાઓને આંકડાકીય સ્વરૂપ આપવાની શુષ્ક કામગીરી. છતાં ધર્મ પ્રત્યે અભિરૂચિ થવી, અભ્યાસ કરવાની ઇચ્છા થવી અને ધર્મના તત્ત્વને પામવું વગેરે Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ] કલ્યાણકારી જીવન યાત્રાના યાત્રી થવાનું સદ્ભાગ્ય તેમને સાંપડ્યું છે. તેઓ પણ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા, ધર્મના મર્મના જ્ઞાતા અને ઉંડા અભ્યાસી છે. કહેવાય છે કે, ‘જેવું વિચારો એવા બનો છો.” ઉદાત્ત વિચારો ઉદાત્ત જીવનનું ઘડતર કરે છે. બન્ને સહલેખકોએ આધ્યાત્મિક જીવનના રાહબરોના જીવન–કથન કરતાં કરતાં ઉદાત્ત વિચારોનું વલોણુ વલોવ્યું છે. તે તેમના લેખન કાર્ય પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. ૪૧ જેટલા મહાસતીજીઓના અણગારની કલ્યાણમય યાત્રાને ઉજાગર કરવા બન્ને લેખકોએ ઘણી બધી વિગતો એકત્રિત કરી હશે, ઘણી બધી વ્યક્તિઓ-સાધુ સંતો-સાધ્વીજીઓ સાથે સંવાદ કર્યો હશે, ઘણા બધા પત્રો કે સંદર્ભગ્રંથોનો અભ્યાસ કર્યો હશે. આ સમગ્ર પ્રવૃત્તિ એક તીર્થયાત્રા બની રહી ગણાય. આ બન્ને લેખકો આ અભ્યાસ પ્રવાસના સદ્ભાગી યાત્રીઓ બન્યા છે. અને તેથી જ આપણા અભિનંદનના તેઓ અધિકારી બને છે. બન્ને લેખકોએ આ લેખનકાર્ય ઉંડી એકાગ્રતા અને શ્રદ્ધાથી કર્યું હોવાની પ્રતીતિ થાય છે. જૈનધર્મ અનેક ભવ્ય લાક્ષણિકતાઓ અને વિશિષ્ટતાઓ ધરાવે છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જીવનના તમામ પાસાઓ અંગે ઉંડું, સૂક્ષ્મ અને તાર્કિક ચિંતન થયું છે. સમગ્ર વિચારધારાના પાયામાં તાર્કિક અને વૈજ્ઞાનિક અભિગમ છે. તેમાં મંત્ર, તંત્ર, અંધશ્રદ્ધા, પાખંડ, ચમત્કારો વગેરેને સ્થાન નથી. અનેક વિશિષ્ટતાઓ પૈકીની એક વિશિષ્ટતા એ છે કે જૈનધર્મ સિવાય જગતના કોઈ ધર્મમાં સ્ત્રીને પુરૂષ સમાન દરજ્જો આપવામાં આવ્યો નથી. સ્ત્રી અને પુરૂષ બન્નેને મોક્ષના અધિકારી ગણવામાં આવે છે. આ વાતનો સ્વીકાર આજથી ૨૬૦૦ વર્ષ પહેલાં જૈન ધર્મમાં થયો છે. આ એક મહાન સામાજીક ક્રાંતિ ગણાય. આજે પણ સ્ત્રીનો દરજ્જો ઘણા સમાજમાં પુરૂષ સમાન નથી. જૈન સમાજમાં સ્ત્રીને સમાન દરજ્જો હોવાથી જૈન સમાજ વર્ષોથી શિક્ષણક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, દાન–સખાવતના ક્ષેત્રે પ્રગતિશીલ અને સંસ્કૃત સમાજનો દરજ્જો ભોગવે છે. તેના પાયામાં સ્ત્રીના સમાન અધિકારનો સ્વીકાર છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] જૈન ધર્મમાં સાધ્વી સમાજનું જે સ્થાન-સમાનતા છે, તેવું સ્થાનસમાનતા અન્ય ધર્મોમાં સાધ્વીસમાજનું નથી જોવા મળતું અને તેથી જ ધર્મના ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે અનેક વિદ્વાન–મર્મજ્ઞ અને વિદુષી સાધ્વી રત્નો સમાજને પ્રાપ્ત થયા છે. જૈન સાધ્વીઓ પોતાના કઠોર જીવનક્રમ, અપરિગ્રહ, સાદગી, નિઃસ્પૃહા વગેરે ચારિત્રબળથી માત્ર જૈન સમાજમાં નહીં પણ અન્ય સામાજીક વર્ગોમાં પણ આદરપાત્ર બન્યા છે. આ પુસ્તક જૈન ધર્મના–જૈન સમાજના આ ક્રાંતિકારી પાસાને અન્ય સમાજ સમક્ષ રજૂ કરે છે. વિશેષમાં આ પુસ્તક એક અભ્યાસ તરીકે ઉપયોગી તો છે જ. પણ ભવિષ્યમાં ઇતિહાસનો મહામુલો ગ્રંથ બનશે તેવી ધારણા અસ્થાને નથી. આવું સુંદર પુસ્તક સમાજને અર્પણ કરીને તેઓએ ઉત્તમ સમાજ સેવા કરી છે. આશા રાખીએ કે તેમનું આ સર્જન સમાજમાં આદરયુક્ત આવકાર પામે અને આવા ઉદાત્ત કાર્યમાં તેઓ વિશેષ આગળ વધે તેવી મંગલ મનોકામનાઓ પાઠવું છું. તા. ૧-૧-૨૦૦૮ અમદાવાદ અરવિંદ સંઘવી (ભૂતપૂર્વ નાણા અને શિક્ષણમંત્રી, ગુજરાત રાજ્ય) Page #12 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] આત્મવિકાસની દીવાદાંડી ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. “અણગારનાં અજવાળાં' પુસ્તકમાં એવાં ચારિત્રો મળે છે કે જેને વ્યક્તિના ચારિત્ર્ય ઘડતરની દીવાદાંડી બનાવી શકાય. આત્મકલ્યાણના કપરા માર્ગે પ્રયાણ કરતા અને સર્વમંગલ ભાવ સેવતા આ સંતો, મુનિવર્યો અને મહાસતીજીઓનાં ચરિત્રો એ કોઈ યશગાથા નથી, પરંતુ ત્યાગમાર્ગના કાંટાળા પંથ પર સમર્પિત થનારા પુષ્પોની સુવાસ છે. આ ચરિત્રો એ કોઈ વ્યક્તિ કે વિભૂતિનું વર્ણન નથી, પરંતુ મહાયોગી આનંદઘનજીએ કહ્યું છે તેમ “આત્મજ્ઞાની શ્રમણ કહાવે” તેવા શ્રમણોની આંતરકથા છે. આ ચરિત્રો વાચક પાસે વિશેષ સજ્જતા માગે છે, કારણ કે કોઈ વૈરાગી વિશેષની ઓળખાણે બદલે એના આંતરવિકાસની ગાથા છુપાયેલી હોય છે. સ્થૂળ વિગતો કે બાહ્ય ઘટનાઓને બદલે આ મુનિવર્યો કે મહાસતીજીઓએ આકરી તપશ્ચર્યા, ઉત્કટ વૈરાગ્ય, પ્રબળ ધર્મધ્યાન, ગહન જ્ઞાનસાધના, દેઢ સમભાવ અને અનુપમ ઉપશમ દ્વારા કરેલો અપ્રતિમ આત્મવિકાસ દૃષ્ટિગોચર કરવાનો છે. આથી શબ્દ–અર્થની બાહ્ય સપાટીને બદલે આંતરમંથનની ગહેરાઈમાં લીન થવાનું છે. જૈન સાધુતા એ જગતનું પરમ આશ્ચર્ય છે. માનવ આત્મશક્તિનું ગૌરી શિખર (એવરેસ્ટ) છે. આ સાધુ સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર વડે મોક્ષની સાધના કરતા હોય છે. તેમ જ તમામ પ્રાણીઓ પ્રત્યે સમાન ભાવ રાખતા હોય છે. આ સાધુતા કઠોર આત્મ સાધનાનું પ્રતીક છે. તપસ્યા અને તિતિક્ષાનું જીવંત રૂપ છે. સમતા અને સમભાવનો વહેતો પ્રવાહ છે. આવા મુનિવર્યો અને મહાસતીજીઓ સંસારનાં તમામ શારીરિક ભોગસાધનોથી દૂર રહેનારાં છે અને તેથી તેઓ નિર્લેપ અને કશીય અપેક્ષા વિનાના છે, માત્ર શરીરને જાળવવા માટે જરૂરી હોય તેટલાં જ વસ્ત્ર, પાત્ર લે છે અને એટલો જ આહાર ગ્રહણ કરે છે. જોકે આહાર, વસ્ત્ર કે પાત્ર પણ નિર્મમતાભાવે લેતા હોય છે. આથી જ તેઓ સાચા વૈરાગી અને આત્મસાધક બની રહે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] લોભ-વૃક્ષોને જડમૂળથી ઉખેડીને ફેંકી દેનાર, નદીના ધસમસતા પૂર સમાન લોકમાં (જેટલા ભાગમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલું છે તેટલા ભાગને જૈન શાસ્ત્રકારો “લોક કહે છે) ઉત્તમ ચારિત્ર્યવાન અને લોકમાં સર્વોત્તમ એવા સાધુઓ અમારા પાપનો પરિહાર કરો તેવી ભાવના આપણા ધર્મગ્રંથોમાં વ્યક્ત કરવામાં આવી છે. મારા સંશોધન દરમ્યાન મને સતત એમ લાગ્યું છે કે સ્થાનકવાસી સમાજના અતીત અને વર્તમાન મુનિરાજો તથા મહાસતીજીઓ વિશે બહુ ઓછી વિગતો સાંપડે છે. પ્રસિદ્ધિથી પર એવા નિઃસ્પૃહી મહાત્માઓ આવી વિગતો આપવા વિશે ઉદાસીન હોય, તે પણ સ્વભાવિક છે. પરંતુ આપણા માટે એની જરૂર છે. એમાંથી આપણી વિવેક અને વૈરાગ્યના માર્ગ તરફ જવાની રુચિ કેળવાય છે. આથી તો તીર્થકરોના, મહાન સાધુ-સાધ્વીના, ઉમદા શ્રાવક-શ્રાવિકાના ચરિત્રો જૈન સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં મળે છે. આ સઘળી માહિતી મેળવવા માટે શ્રીમતી પ્રવિણાબહેન ગાંધી અને શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ ઘણી મહેનત કરી છે. શ્રી પ્રવિણાબહેન ગાંધીએ અનેક સામાજિક ક્ષેત્રોમાં કરેલી સેવા સાથે એમણે આવાં ચરિત્રો લખીને એમનાં સેવાકાર્યો પર યશકલગી ચડાવી છે તો જાણીતા લેખક, વિચારક, સમાજને દિશાદર્શક મારા મિત્ર શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ પણ આ ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. “પથદર્શક પ્રતિભાઓ” ગ્રંથમાં પ્રકાશિત આ ચરિત્રો એક જુદા ગ્રંથ તરીકે પ્રકાશિત થાય છે ત્યારે એનો વધુ વ્યાપક ઉપયોગ થશે, તેવી આશા જાગે છે. આ બંને સર્જકો પાસેથી આવાં વધુને વધુ ચરિત્રો મળશે, એવી આશા રાખું છું. તા. ૧૫-૧-૦૮ પદ્મશ્રી કુમારપાળ દેસાઈ (પાશ્રી અને પ્રસિદ્ધ સાહિત્યકાર) Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ] પ્રસ્તુતિ શ્રદ્ધા અને જ્ઞાનનું સામંજસ્ય કરી જે વ્યક્તિત્વ ઊભરે તે સંન્યાસ અર્થાત્ તે સંયમ છે.' તેવા સ્થાનકવાસી જૈન સમાજના પૂ. શ્રી શ્રમણીઓની ગૌરવભરી આ ગાથા છે. મને અજવાળાં બોલાવે......ભીતરમાંથી સાદ ઊઠ્યો. તેનો પ્રતિસાદ મળ્યો. તે પ્રતિસાદે હું અજવાળાં શોધવા નીકળી. મારી શક્તિની મર્યાદામાં રહી જ્યાં જ્યાં મને જે જે મળ્યું, જેટલું જેટલું મળ્યું તે તે દીવડીઓના પ્રકાશને ભેગો કરી ઇતિહાસનાં પાનાંઓને તેમની ગૌરવગાથાથી પ્રકાશિત કરવા તે અજવાળું ભેગું કરવા મથી. ૨૦૦ વર્ષ પહેલાંની ભૂતકાળની યાત્રા પણ ખેડી. કામ થોડું કિઠન હતું. કારણ કે જેમને માત્ર પ્રકાશવું હતું પણ પ્રકાશમાન થવું ન હતું. તેમને પ્રસિદ્ધિથી અને મુદ્રણદોષથી દૂર રહેવું હોય છે. તેમને મારે શોધવાનાં હતાં. મેં ભૂતકાળ ઉલેચવા કોશિષ કરી. વર્તમાનને પકડવાની કોશિષ કરી. તેમાં જે કાંઈ પણ સફલતા મળી, મને જે કાંઈ ઓછી વધતી માહિતી પ્રાપ્ત થઈ તે ઉજાસને સંક્ષિપ્તમાં, મારી શક્તિ અને સમયની મર્યાદામાં રહીને જે હું જાણું તે સર્વ જાણે તેથી આપ પાઠક સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. કોઈક જૂના સાહિત્યમાંથી, કોઈકને શ્રીમુખેથી સાંભળીને, કોઈકના સ્વજનો પાસેથી સાંભળી આમ જે જે સંપ્રદાયોમાંથી ઓછી વધતી જે જે માહિતી મળી તેનો ઉજાસ આ બિન સાંપ્રદાયિક પુસ્તક દ્વારા આપની સુધી પહોંચાડવાનો મારો નમ્ર પ્રયાસ છે. તેનું ચિંતનમનન; વાચન અને પાચન થશે તો મહેનત સફળ છે તેવી મારી શ્રદ્ધા છે. મને આલેખન કરવામાં સદ્ભાગી બનાવનાર શ્રી નંદલાલભાઈ દેવલુકનો હાર્દિક આભાર માની, ગમે ત્યાંથી પણ પૂ. સતીજીઓ વિષેની માહિતી મોકલી આપવાની જેમણે પ્રેમથી તકલીફ ઉઠાવી છે તે દરેક વ્યક્તિની હું આભારી છું. પૂ. શ્રી મહાસતીજીઓનાં જીવન વિષે વાંચતાં, વિચારતાં, લખતાં Page #15 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] જે વેદના, સંવેદનાઓ સાથે મારા મનમાં જે સ્પંદનો જાગ્યાં તેના ભાવોના આવિર્ભાવોને વ્યક્ત કર્યા વગર હું નહીં રહી શકું. વણખીલ્યું ફૂલવું ? વર્ષો પૂર્વેની વાત છે. જ્યારે આજના જેટલું શૈક્ષણિક જ્ઞાનનું મહત્ત્વ ન હતું. તેમ જ તે માટેની સુવિધાઓ વગેરે તો ક્યાંથી વિસ્તરેલી હોય! તેમાં દીકરીના જીવનને ગૌણ ગણી તેના માટે શૈક્ષણિક જ્ઞાનને તો કોઈ જ મહત્ત્વ આપવામાં આવતું ન હતું. વળી તે સમયમાં ઘોડિયાં લગ્નો અને બાળલગ્નો થતાં. અગિયાર-બાર વર્ષની ઢીંગલીથી રમતી ઢીંગલી જેવી દીકરીને લગ્ન કરી સાસરે વળાવવામાં આવતી. ત્યાં તો ઘણી વખત એવું બનતું કે છ-બાર મહિનામાં તો દીકરી બાળ-વિધવા બનતી. એ નાનકડી નવવધૂ, એ નાનકડી અણસમજુ બાળવિધવાના, પ્રકૃતિના વરદાનનાં જીવનવિકાસના ક્રમે ક્રમે સજાતાં સોણલાંઓ, ઊગતાં પહેલાં તેનાં અરમાનો, આથમી જતા. નાનીશી વિધવાને પુનર્લગ્નથી પૂર્વજીવન બક્ષી તેનું જીવન પુનઃસ્થાપિત કરવામાં ન આવતું. તેના જીવનની આ અવદશા તેના જીવનની દિશાને બદલાવી નાખતી. જીવનમાં તોફાન આવ્યું તોફાનોને કહી દો કે સાહિલ મળી ગયો સાહિલને કહી દો કે મંઝિલ મળી ગઈ છે. ઘરનું સુસંસ્કારિત ધર્મમય વાતાવરણ, પૂર્વ જન્મના પવિત્ર સંસ્કારોનું ભાતું લઈને જન્મેલી દીકરીના શિલ્પને કંડારતી વખતે વિધાતાએ જાણે તેનામાં સમજ અને સહનશીલતા, મીઠાશ અને મધુરપોના રંગો ન પૂર્યા હોય! પૂ. સંતો અને સતીજીઓ સાથેનો તેનો સમાગમ જાણે શીલ અને સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ સમાગમમાં આવનારને પણ સુવાસિત કરી દેતા ન હોય તેમ તેના મનના વિચારાલયમાં નિર્મલતા પ્રતિષ્ઠિત થતી અને તે પણ પૂ. શ્રી સતીજીઓના સત્સંગે સંયમ માર્ગે જઈ પોતાના જીવનને ઉર્ધ્વ માર્ગે લઈ જતી. Page #16 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] સ્વયં સિદ્ધા સિદ્ધ પગલે : કેટલાંક પૂ. આર્યાજીઓ પૂર્વભવોથી જ જ્ઞાનની જ્યોતિને સાથે લઈને અવતરનારા છે. મોક્ષની મંઝિલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકનારા નથી. બાલ્યાવસ્થામાં તેઓને શાળા અને જૈનશાળામાં મૂકવામાં આવતા ત્યારે સ્વયંમેવ શાળાનો રસ્તો છોડી જૈનશાળાનો રસ્તો અપનાવી લેતા. તો કોઈક સખી કે કોઈકને સત્સંગે તેઓને સંયમ માર્ગે વળી જતાં. આ બાળાઓને જ્ઞાનની કસોટીની સરાણે ચડાવવામાં આવતી. તેઓના અંતરમાંથી જાણે જ્ઞાનનો ધોધ વહેતો હોય તેમ તેઓ શુદ્ધ કંચનની જેમ પાર ઉતરતી. તેથી તેઓને શાળાકીય જ્ઞાન ઓછું રહેતું પણ તેમની તીવ્ર બુદ્ધિ, સ્મરણશક્તિ અને જ્ઞાનના ક્ષયોપશમની તીવ્રતાને કારણે આગમ જ્ઞાન ઝડપથી મેળવી શકતા. તેઓ વ્યાખ્યાનમાં વિખ્યાત બનતા. શ્રોતાઓની માંગને કારણે પુસ્તકો લખતાં. અરે! એમાંનો ગ્રંથ વાંચી પ્રેરિત થઈ એક બહેને દીક્ષા અંગીકાર કરી. કેટલા શક્તિશાળી! પૂજ્ય શ્રી લીલાવતીબાઈ મ.સ.એ સિંહની પેઠે દીક્ષા લીધી અને સિંહની પેઠે દીક્ષા પાળી જાણે “સિંહબાળ'. પૂ.શ્રી વસુબાઈ મ.સ. વ્યાખ્યાનમાં વિખ્યાત બન્યા. પૂ.શ્રી ઘાસીલાલજી મ.સા.ના શબ્દોમાં છ “તેમની તલસ્પર્શી શૈલીમાં સાત્ત્વિક જ્ઞાન, સિદ્ધાંત દર્શન સાથે વ..વ... સાથે તેમના વ્યાખ્યાનો મિથ્યાત્વના તિમિરનાશક છે” તેમના વ્યાખ્યાન સાંભળવા રાજવીઓ, અધિકારીઓ બ્લેમજ ભણેલો વર્ગ સાંભળવા આવતો. પૂ.શ્રી તારાબાઈ મ.સ. : સિદ્ધાંતોને જીવી જીવન અને મૃત્યુને મહોત્સવ બનાવ્યા. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. પ્રથમ પ્રવચનથી પ્રખ્યાત બન્યા. છ વર્ષ સુધી સંપ્રદાયનું સુકાન સંભાળ્યું. પૂ. શ્રી કાન્તિઋષિજીને સ્વમુખે દીક્ષાનો પાછ ભણાવ્યો. શ્રાવકો અને શ્રીસંઘના આગ્રહે ૧૪ પુસ્તકો છપાવ્યા. પૂ.શ્રી કુસુમબાઈ મ.સ. : કેન્સરની ભયંકર વંદનાને વહાલ કરતા તેમનો અદ્દભુત સમતાભાવને નિહાળી ચંદ્રશેખરવિજયજી મ.સાહેબે કહ્યું : Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી સમાધિ મને મળે તો મને કેન્સર દેજે જેથી નિર્યામણા (આલોચના) કરવાનો મને સુંદર અવસર મળે.” પૂ.શ્રી ધનકુંવરબાઈ મ.સ. ઃ સિદ્ધવચની ક્ષત્રિયાણીનું તેમનામાં ક્ષાત્ર તેજ અને ખમીર મોટા પદાધિકારીઓ અને મોટી વિભૂતિઓ તેમના વ્યાખ્યાન સાંભળવાનું ચૂકતી નહીં. પૂ.શ્રી તરુલતાબાઈ મ.સ. : બાળપણથી ‘હું'ની શોધમાં તેમજ ડૉક્ટરેટની ડીગ્રી મેળવી. પૂ.શ્રી ઇન્દુમતીબાઈ મ.સ. ઃ મૌનને જીવી જાણ્યું. ન પ્રસિદ્ધિ ન પ્રચાર ત્યારે ગુરુ ભગવંતોની શી વાત કરવી! આજે પણ સ્થા. જૈન સમાજમાં મહાજ્ઞાની, મહાધ્યાની, ઉત્તમ ચારિત્રનું ચુસ્તપણે પાલન કરતાં શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન પૂ. મહાસતીજીઓ વર્તમાનમાં વિચરી રહ્યાં છે. છેલ્લે અજવાળા શોધવા નીકળેલી હું મારામાં તેનું એક કિરણ પ્રવેશશે! आ ना मुद्राः कतवा यन्तुः विश्वतः ॥ भद्राः स्तवः विश्वतः नः आयन्तु ॥ શુભ અને સુંદર વિચારો અમને દરેક દિશાઓથી પ્રાપ્ત થાઓ. શ્રી ગુણવંતભાઈ કોના અનુયાયી ? પ્રાણ પરિવારના પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ અને ડૉ. તરુલતાજી સ્વામી, તેમના ગુરુઓ પણ કેવા ધુરંધર છે? શ્રી ગુણવંતભાઈ બરવાળિયા જેઓ સી.એ.ની ડીગ્રી ધરાવે છે. જેમણે ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય ઉપર ૩૫ જેટલા પુસ્તકોનું સર્જન કર્યું છે. ઘણા મુખપત્રોનાં તેઓ તંત્રી છે. જૈન કોન્ફરન્સમાં તેઓ મંત્રીપદે છે. ‘મુંબઈ સમાચાર'માં પ્રગટ થયેલા તેમના લેખને મુંબઈ જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડનું તેમને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તેઓ લખે છે કે “સમયના ફરતાં કાળચક્રમાં હંમેશા બનતું આવ્યું છે તેમ જૈન ધર્મમાં પણ ચઢ-ઉતર આવતા એક સમયે સાધ્વાચાર લુપ્ત થવા લાગ્યો Page #18 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] હતો. ત્યારે અજ્ઞાનના તિમિરને હઠાવવા ધર્મવીર લોંકાશાહ જેવા તેજસ્વી વ્યક્તિત્વનો ઉદય થતાં સ્થાનકવાસી જૈન સમાજ વિવિધ સંપ્રદાયો સાથે વિશિષ્ટ રીતે પ્રકાશમાં આવ્યો. યક્ષ જિતાયો : પૂ.આ. શ્રી ધર્મસિંહજી મુનિ પૂ. શ્રી શિવજીગુરુના આજ્ઞાપાલન અર્થે અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં આત્મસાધનામાં લીન બન્યા. તેમની શાતાકારી વાણીથી ડરામણો અને બિહામણો યક્ષ મુનિને મારવા આવ્યો પણ ખરે જ તે તેમની મધુર વાણીને કારણે તેમની સામે સૌમ્ય સ્વરૂપે હાજર થયો. દરિયાપુરને ઓટલે બેસી પૂશ્રીના અપાતા ઉપદેશને કારણે દરિયાપુરી આઠ કોટિ જૈન સંપ્રદાય તરીકે અસ્તિત્વમાં આવ્યો પૂ.આ. શ્રી ડુંગરસિંહજી મ.સાહેબે (ગોંડલ સંપ્રદાય) સ્વાદેન્દ્રિય ઉપર જય અને સાડાપાંચ વર્ષ સુધી નિંદ્રા ઉપર વિજય મેળવ્યો. પૂ.શ્રી અજરામરજી સ્વામીને સંઘે ૧૮૪૫માં લીંબડીની ગાદીએ બેસાડ્યા. પૂ.શ્રી માણેકચંદ્રજી મ.સા.ને બાળપણથી જ વૈરાગ્યનો રંગ લાગેલો. મહાવીર શાસનને ટકાવવા જ્ઞાનશાળાઓ ઊભી કરવી, જ્ઞાન વૃદ્ધિ માટે પુસ્તક ભંડાર, જ્ઞાનશાળાઓ સ્થાપવી, સમસ્ત સંઘ સંસ્કૃત, પ્રાકૃતમાં વાંચે, લખે, વિચારે એમ તેઓ જ્ઞાનદાનને શ્રેષ્ઠ માનતા. તેઓની અસાંપ્રદાયિકતા પ્રેરક હતી. તેથી તેઓ માત્ર જૈનોના નહીં પણ સહુ કોઈના લાડીલા હતાં. પૂ. સૌરાષ્ટ્ર કેસરી શ્રી પ્રાણલાલજી મ.સા.ની વ્યાખ્યાનની લોકભોગ્ય શૈલી જૈન-જૈનેત્તરો માટે એવી આકર્ષણનું કેન્દ્ર બનતી કે લોભીમાં લોભી શ્રાવક પણ મોટું દાન આપવા તૈયાર થઈ જતો. શ્રાવકોના દિલ દરિયાવ થઈને વહેવા માંડતા. પૂ.શ્રી સંતબાલજીએ દ.સં.માં પૂ.શ્રી નાનચંદ્રજી મ.સા. પાસે દીક્ષા લઈ મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી બન્યા. પછી સંતબાલનું નામ ધારણ કર્યું. તેમણે ચિંતનાત્મક ધાર્મિક સાહિત્યનું સર્જન કર્યું. ૬૦ જેટલા પુસ્તકોમાં તેમનું ચિંતન ગ્રંથસ્થ થયું. જાહેરજીવનના સામાજિક કાર્યો જેવા કે ખેડૂતો માટે પ્રાયોગિક સંઘની સ્થાપના કરી. લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર કરાવી, વ્યસનમુક્તિ કરાવી, શિકાર બંધ કરાવ્યો, શોષણ સામે જેહાદ જગાવી. ગુજરાતની ભાગોળે આવેલ ચચણીમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્રમહાવીરનગરની સ્થાપના કરી. સાંપ્રદાયિક વાડાબંધીથી મુક્ત જૈનધર્મને વિશ્વધર્મ બનાવવા કોશિષ કરી. જાહેરજીવનને કારણે સંપ્રદાયથી છુટા Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] પડ્યા પણ તેમણે સાધુવેશ ન છોડ્યો. ગુરુજી પૂ.શ્રી નાનચંદ્રજી મ.સા. સાથે અંતિમ સમય સુધી સંબંધ સાચવ્યો. પૂ.શ્રીએ કહ્યું કે સંતબાલ જૈન સાધુ નહીં પણ જગતસાધુ” છે. ઋષિ સંપ્રદાય આચાર્યશ્રી આનંદઋષિને પાંચ સંપ્રદાયના આચાર્ય બનાવવામાં આવ્યા. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી વસંતરાવ નાઈકની ઉપસ્થિતિમાં પૂ.શ્રી આનંદઋષિને “રાષ્ટ્રસંત' નામથી વિભૂષિત કરવામાં આવ્યા. ઉપાધ્યાય પૂ.શ્રી અમરમુનિજીએ ધર્મ અને અધ્યાત્મ સાથે જનહીંતના ક્ષેત્રને કાર્યકારી વળાંક આપ્યો. આગમજ્ઞાતા ઘાસીલાલજી મ.સા. પૂ. જયમલજી મ. પૂ. જવાહરલાલજી, પૂ. જ્ઞાનચંદ્રજી, સંવેગી સંતો ખૂટેરાયજી મ.સા. તથા પૂ. આત્મારામજી મહારાજે ઘણી જ શાસન પ્રભાવના કરી છે. આવા સાક્ષાત્ પવિત્ર તીર્થસ્વરૂપા અનેક સંત-સતીજીઓ સ્થાનકવાસી જૈન સમાજને આંગણે થઈ ગયા અને વર્તમાનમાં પણ વિચરણ કરી રહ્યા છે. તે સર્વેને અંતરના વંદન-નમસ્કાર હો. પ્રવીણા ગાંધી Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ ] અનુક્રમણિકા સ્થાનકવાસી સંપ્રદાયની ઐતિહાસિક રૂપરેખા ગોંડલ સંપ્રદાય અને સૌરાષ્ટ્રના અન્ય સંપ્રદાયો ૧ ૧૧ ૧૨ ૧૪ ૧૭ ૨૩ ૨૭ ૩૦ ૩૭ ૪૬ ૫૧ ૫૩ ૫૭ ૬૦ ૬૩ ૬૬ ૬૮ ૭૫ શતાવધાની શ્રી રત્નચંદ્રજી મહારાજ સમર્થ શિષ્ય પૂ. ચંપાલાલજી મ.સા. તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા. જીવદયાના જ્યોતિર્ધર પૂ. શ્રી નવીનચંદ્રજી મ.સા. ઉપાધ્યાય પૂ. અમરમુનિજી (ક્રાંતિકારી તત્ત્વચિંતક) ૭૬ ८० ૮૨ વિશ્વવાત્સલ્યના આરાધક ક્રાંતર્દષ્ટા મુનિ સંતબાલ (ક્રાંતિકારી તત્ત્વચિંતક) --- ૮૩ શ્રી બૂટેરાયજી મહારાજ (સંવેગી સંત) ૮૬ શ્રી આત્મારામજી મહારાજ (સંવેગી સંત) પૂ. શ્રી જયમલજી મહારાજ (સર્જક) શ્રમણ સંઘ, સ્વતંત્ર અને બૃહદ્ ગુજરાત સમ્પ્રદાયો : જૈન ધર્મક્રાંતિના જ્યોતિર્ધર ઃ લોકાશાહ : શાસનસમ્રાટ પૂ. ધર્મસિંહજીસ્વામી -- નિદ્રા વિજેતા આચાર્ય પૂ. શ્રી ડુંગરસિંહજી મહારાજસાહેબ - અધ્યાત્મ પુરુષ પૂજ્ય શ્રી અજરામર સ્વામી - તપસ્વી પૂ. માણેકચંદજી મહારાજ પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ જૈનધર્મ દીપક આચાર્યશ્રી રત્નચંદ્રજી મહારાજ કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ આચાર્યશ્રી ચંપકમુનિ- સૌરાષ્ટ્રકેશરી પૂ. પ્રાણગુરુ : પ્રભાવક ધર્મ પુરુષ જિનશાસનની શકિતપીઠ : પૂ. આનંદઋષિ અધ્યાત્મયોગી કેશવલાલજી મહારાજ 62 ૧૦૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ------------- ---- ૧૩૩ --- ૧૩૭ ---- ૧૪૨ ------------- ------- ૧૫૪ [ ૨૦ ] વંદના ------ ૧૧૫ બા.બ્ર. પૂ.શ્રી માનકુંવરબાઈ મહાસતીજી (ગોંડલ સંપ્રદાય)---------------- ૧૧૮ પૂ. શ્રી હીરબાઈ મહાસતીજી (ગોંડલ સંપ્રદાય) -- ----- ૧૨૧ બા. બ્ર. શ્રી સંતોકબાઈ મ.સ. (ગોંડલ સંપ્રદાય) -------------- ------------- પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ. (ગોંડલ સંપ્રદાય) --- ૨૭ બા.બ્ર. પૂ.શ્રી તરુલતાબાઈ મ.સ. (ગોંડલ સંપ્રદાય) -- પૂ.શ્રી કંકુબાઈ મહાસતીજી (ગોંડલ સંપ્રદાય)------- -------- પૂ.શ્રી વેલબાઈ મહાસતીજી (ગોંડલ સંપ્રદાય) -- પૂ. શ્રી ઝવેરબાઈ સ્વામી (ગોંડલ સંપ્રદાય)-- ---- ૧૪૫ બા. બ્ર. પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ. (ગોંડલ સંપ્રદાય) ------- ----- ૧૪૮ પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. (દરિયાપુરી સંપ્રદાય)----------------- --- ૧૫૦ પૂ. શ્રી નાથીબાઈ મહાસતીજી (દરિયાપુરી સંપ્રદાય) ------- પૂ. શ્રી કેસરબાઈ મહાસતીજી (દરિયાપુરી સંપ્રદાય) ---------------------- ૧૫૮ પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી (દરિયાપુરી સંપ્રદાય) ------- ૧૬૩ પૂ.શ્રી તારાબાઈ મહાસતીજી (દરિયાપુરી સંપ્રદાય)-- ------------- ૧૬૫ પૂ. શ્રી વાસંતીબાઈ (વસંતબાઈ મહાસતીજી(દરિયાપુરી સંપ્રદાય)-------- ૧૭૦ પૂ. શ્રી પ્રભાવતીબાઈ મહાસતીજી (દરિયાપુરી સંપ્રદાય) ------------------ ૧૭૩ પૂ.શ્રી વસુમતીબાઈ મહાસતીજી (દરિયાપુરી સંપ્રદાય) --------------- ૧૭૭ પૂ. શ્રી હીરાબાઈ મહાસતીજી (ખત્રી) (દરિયાપુરી સંપ્રદાય) -------------- ૧૮૧ બા. બ્ર. પૂ. શ્રી જસવંતીબાઈ મહાસતીજી (દરિયાપુરી સંપ્રદાય) ---------- પૂ. શ્રી ધીરજબાઈ મહાસતીજી (દરિયાપુરી સંપ્રદાય) --- ---------------- બા. બ્ર. પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. (દરિયાપુરી સંપ્રદાય) -------------- બા. બ્ર. પૂ. શ્રી ઈન્દુબાઈ મ.સ. (દરિયાપુરી સંપ્રદાય)--------------- બા.બ્ર.પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ મ.સા. (દરિયાપુરી સંપ્રદાય) ------------------- પૂ.શ્રી મોંઘીબાઈ મહાસતીજી (બરવાળા સંપ્રદાય)------ ------------- ૨૦૪ પૂ.શ્રી કંચનબાઈ મહાસતીજી (બરવાળા સંપ્રદાય)------------------------- બા.બ.પૂશ્રી લીલાવતીબાઈ મહાસતીજી (લીંબડી સંપ્રદાય)--------------- ૨૧૦ -- ૧૮૮ --- ૧૯O --- ૧૯૪ ---- ૧૯૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ [ ૨૧ ] બા.બ્ર. પૂ. શ્રી તારાબાઈ મ.સ. (લીંબડી સંપ્રદાય) ----------------------- ૨૧૫ બા.બ્ર. પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ સ્વામી (ગોપાલ સંપ્રદાય) ---------------------- ૨૧૮ બા.બ્ર. પૂ.શ્રી કુસુમબાઈ મહાસતીજી (ગોપાલ સંપ્રદાય) ------------------ ૨૨૨ પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. (ખંભાત સંપ્રદાય) ------------------------------ બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મહાસતીજી (ખંભાત સંપ્રદાય) ----------------- ૨૨૯ બા.બ્ર.પૂ. શ્રી કાન્તાબાઈ મહાસતીજી (ખંભાત સંપ્રદાય) ------------------ ૨૩૫ પૂ. તારાબાઈ મહાસતીજી (ખંભાત સંપ્રદાય) ------------------------------ ૨૩૮ પૂજ્ય જલુબાઈ મહાસતીજી (ખંભાત સંપ્રદાય) ---------------------------- ૨૪૧ પૂ. શ્રી શ્વેતાબાઈ મ.સ. (ખંભાત સંપ્રદાય) ----------------- પૂ.શ્રી ચંપાબાઈ મહાસતીજી (બોટાદ સંપ્રદાય)---- --- ૨૪૮ બા. બ્ર. પૂ.શ્રી મંજલાબાઈ મહાસતીજી. (બોટાદ સંપ્રદાય) --------------- ઉપર --------------- ૨૪૩ • « નડાબા નસ. (બાટાક સંપ્રદાય) --------------------- ૨૫૪ બા. બ્ર. પૂ. શ્રી નીતાબાઈ મ.સ. (આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય) -------- ૨૫૯ બા. બ્ર. પૂ.શ્રી નિધિબાઈ મહાસતીજી (આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય) --- ૨૬૨ અમે તો જૈનના જોગી-------- --------------- ગુણવંતભાઈ બરવાળિયાનો પરિચય -------------- --------------- -- ૨૬૬ પ્રવીણાબહેન આર. ગાંધીનો પરિચય ------------- -- ૨૬૮ સેન્ટરની કાયમી યોજનાના દાતાઓ ----------- ૨૭૧ સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફીકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર --- ૨૭૨ સંદર્ભ ગ્રંથોની સૂચિ-- ---- ૨૭૩ --------- Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] આ છે અણગાર અમારા (જહાં ડાલ ડાલ પર સોને કી) જેના રોમરોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા... દુનિયામાં જેની જોડ જડે ના, એવું જીવન જીવનારા, આ છે અણગાર અમારા... સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ એણે ત્યાગી, સંગાથ સ્વજનોનો છોડીને, સંયમની ભિક્ષા માગી, દીક્ષાની સાથે પાંચ મહાવ્રત, અંતરમાં ધરનારા. આ છે અણગાર અમારા... ના પંખો વીઝે ગરમીમાં, ના ઠંડીમાં કદી તાપે, ના કાચા જળનો સ્પર્શ કરે, ના લીલોતરી ચાંપે, નાનામાં નાના જીવતણું, પણ સંરક્ષણ કરનારા, આ છે અણગાર અમારા... જૂઠું બોલીને પ્રિય થવાનો, વિચાર પણ ના લાવે, યા મૌન રહે યા સત્ય કહે, પરિણામ ગમે તે આવે, જાતે ના લે કોઈ ચીજ કદી, જો આપો તો લેનારા, આ છે અણગાર અમારા... ના સંગ કરે કદી નારીનો, ના અંગોપાંગ નિહાળે, જો જરૂર પડે તો વાત કરે, પણ નયનો નીચાં ઢાળે, મનથી, વાણીથી, કાયાથી, વ્રતનું પાલન કરનારા, આ છે અણગાર અમારા... ના સંગ્રહ એને કપડાનો, ના બીજા દિવસનું ખાણું, ના પૈસા એની ઝોળીમાં, ના એના નામે નાણુ, ઓછામાં ઓછા સાધનમાં સંતોષ ધરી રહનારા, આ છે અણગાર અમારા... ના છત્ર ધરે કદી તડકામાં, ના ફરે કદી વાહનમાં, મારગ હો ચાહે કાંટાળો, પહેરે ના કંઈ પગમાં, હાથેથી સઘળા વાળ ચૂંટી, માથે મુંડન કરનારા, આ છે અણગાર અમારા... કલ્યાણ જીવોનું કરવા કાજે, વિચરે દેશવિદેશે, ના રાયરંક, ના ઉંચનીચ, સરખા સૌને ઉપદેશે, અપમાન કરો, યા સન્માનો, સમતા ભાવે રહેનારા, આ છે અણગાર અમારા... ના દેહ તણી દરકાર કરે, અઘરા તપને આચરતા, અભ્યાસ, ક્રિયા ને ભક્તિથી, આતમને ઉન્નત કરતા, આરાધનામાં આયુષ્ય વીતાવી, ઉચ્ચગતિ વરનારા. આ છે અણગાર અમારા... Page #24 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧ સ્થાનકવાસી જા સંપ્રદાયના જયોતિર્ધશ – ગુણવંત બરવાળિયા સ્થાનકવાસી સંપ્રદાયની ઐતિહાસિક રૂપરેખા ભારતીય ધર્મ પરંપરાઓમાં જૈન ધર્મ પ્રાચીનતમ છે. ભારતવર્ષમાં જૈનધર્મના બીજ રોપનાર, પાયો નાખનાર આદિનાથ ભગવાન ઋષભદેવ હતા. માનવ જાતને, સાચા અર્થમાં જીવન જીવવાની કળા શિખવનાર પ્રથમ તીર્થકર ઋષભદેવ હતા. જૈન ધર્મના મૂળ પ્રવર્તકો ક્ષત્રિય હતા. ભગવાન ઋષભદેવે જૈનધર્મનો ઝંડો અયોધ્યાથી ફરકાવ્યો. મોટાભાગે તીર્થકરો ઉત્તર પ્રદેશ અને બિહારમાં થયા. તીર્થકરોની ભૂમિ ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ રહી છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર બિહારમાં થયા. ત્રેવીસ તીર્થકર સુધીની શ્રમણ સંસ્કૃતિ અને સાહિત્ય લગભગ લુપ્ત થવા પામેલ છે. પારસનાથ પરંપરાના જે કોઈ સાધુઓ વિદ્યમાન હતા તેઓ શ્રી મહાવીર પરંપરામાં સમ્મિલિત થઈ ગયા. આ રીતે બિહાર અને તેમાં વૈશાલી, રાજગૃહી, ચંપાપુરી ઈત્યાદિ નગરીઓથી જૈનધર્મનો પ્રચાર સમગ્ર ભારતમાં થયો. સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ પરમાત્માના યાદવકુળના તીર્થંકર નેમિનાથ ભગવાન થયા. ભગવાન મહાવીર પછી ૨૦૦-૩૦૦ વર્ષમાં જૈનધર્મ બિહારમાંથી ઉત્તરોતર મધ્યપ્રદેશ, રાજસ્થાન સુધી ફેલાયો, જેમાં એક ધારા દક્ષિણ ભારત તરફ વહી અને એક ગુજરાત તરફ ત્યારે એ જૈન સંતોએ ગુજરાતને ખૂબ પ્રભાવિત કરેલું. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ ] . [ અણગારનાં અજવાળા સાધુઓ ગામ બહાર વન-ઉપવનમાં રોકાઈને જનસમૂહને ઉપદેશ આપતા ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મ-શાસનની પરંપરા આમ ખૂબ સુંદર રીતે ચાલી રહી હતી. કાળક્રમે પરિવર્તન આવ્યું વારંવાર પડતા દુષ્કાળને કારણે સલામતી અને ભરણ-પોષણમાં સાધુઓને મુશ્કેલી પડવા લાગી, આ મુશ્કેલીઓમાં માર્ગ કાઢવાના ભાગરૂપે મંદિર માર્ગનો ઉદય થયો. સંતો મૂર્તિપૂજાના અવલંબનથી અને મંદિરોના નિર્માણથી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. ગુજરાતના રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને રાજ્યમંત્રીઓ અને જનતા પર જૈન સંતો અને જૈન ધર્મના સિદ્ધાંતોની ખૂબ જ પ્રભાવિત અસર થઈ. જૈન ધર્મના ઊંડા મૂળ રોપાયા. જૈનાચાર્યોએ જૂનાગઢનો ઇતિહાસ તાજો કરી નેમનાથ ભગવાનના જીવનની ઐતિહાસિક ઘટનાઅનુસાર ગિરનાર પર તીર્થ સ્થાપ્યાં અને જેનોનું મોટું તીર્થ પાલીતાણા પણ અસ્તિત્વમાં આવ્યું. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી ગુજરાત નરેશ કુમારપાળે જૈનધર્મનો વાવટો ફરકાવ્યો, વસ્તુપાળ તેજપાળે આબુમાં વિશ્વવિખ્યાત જૈન દેરાસરો બંધાવ્યાં. ભારતના ધનાઢ્ય જૈનોએ મધુવન (સમેતશિખર), રાજગીર, પાવાપુરીનાં તીર્થોને ઉજાગર કર્યા. આ ઉપરથી જાણી શકાય છે કે સ્થાપત્ય અને સાહિત્યના વિકાસમાં જૈનાચાર્યોએ ખૂબ જ પ્રયાસ કર્યો છે. જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘે પોતાના ભગીરથ પ્રયાસથી ખૂબ જ સારાં કાર્યો કર્યા છે. પરંતુ એક સમયે શ્રમણધર્મમાં શિથિલતા આવતી ગઈ. જિનભક્તિ અને જિનપૂજામાં મોટા આરંભ-સમારંભ અને આડંબરો પેસી ગયા, પરિગ્રહ સંવાદ પેસી ગયો. સ્વાધ્યાય અને ધ્યાનમાં તલ્લીન રહેવાવાળો શ્રમણવર્ગ વધુ પડતો લોકસંપર્કમાં આવવાથી લોકસંજ્ઞાના પ્રવાહમાં તણાવા લાગ્યો. જેનયતિઓનો એક વિશિષ્ટ વર્ગ જાણે શિથિલાચારી પ્રવૃત્તિઓને પોષતો રહ્યો. શ્રેષ્ઠીઓ, રાજાઓ, બાદશાહો, ઠાકુરો અને ધનપતિઓને યંત્ર-મંત્ર Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૩ અણગારનાં અજવાળા ] તંત્ર અને ચમત્કારો બતાવી રાજકીય સન્માન અને અધિકારો પ્રાપ્ત કરવાનો પિપાસુ બની ગયો. જાણે પાવન ધર્મગંગા ઉપર વિકૃતિનો શેવાળ જામવા લાગ્યો. આવું ફક્ત જૈન પરંપરામાં જ બને તેવું નથી, વિશ્વમાં કાળક્રમે દોષપૂર્વક અવસ્થાઓ પ્રગટ થતી રહે છે. જ્યારે ધર્મ સંસ્થાઓમાં દોષો પ્રવેશે ત્યારે તે દૂષિત બની જાય છે. અણગાર અને અનિકેતનધારી ગૃહત્યાગી કહેવાવાળો શ્રમણ ચૈત્ય, મંદિર, ઉપાશ્રય કે મઠધારી બની ગયો. ધર્મની ધારા શુષ્ક અને ક્ષીણ થવા લાગી. આજ રીતે ગુજરાત અને કાઠિયાવાડમાં જૈન ઇતિહાસમાં ક્રમિક દોષોને કારણે મૂર્તિપૂજક સમાજમાં પણ નાની મોટી ક્રાંતિઓ થતી રહી. મૂર્તિપૂજકમાં પાયચંદગચ્છ, અચલગચ્છ, તપાગચ્છ, ખરતરગચ્છ (ખત્તરગચ્છ) ઇત્યાદિ કેટલાય ગચ્છોના નિર્માણ થયા. પરંતુ આ બધા ગચ્છો અને અનેક ઉપગચ્છો મૂર્તિપૂજક હતા; અને મૂર્તિનિર્માણથી ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં સમગ્ર ભારતવર્ષમાં જે આઘાત-પ્રત્યાઘાતો થતા હતા તેમાંથી મૂર્તિપૂજા વિરોધની એક ક્રાંતિની શરૂઆત થઈ. સનાતન સંપ્રદાયોમાં તો સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસનાના સિદ્ધાંતો ઉપર મંથન થતું રહેતું હતું, જેના પરિણામે નાના મોટા મૂર્તિવિરોધી સમાજ ઉદ્ભવ પામ્યા હતા. | વીર નિર્વાણ સંવત ૨૦00 પછીનો સમય હતો; આ સમય એટલે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર બેઠેલ ભસ્મ મહાગ્રહના સમાપનનો કાળ હતો; સેંકડો વર્ષોથી ધર્મમાં અંધશ્રદ્ધા, દુરાચાર, તપ અને ચારિત્ર્યમાં શિથિલાચાર ઘર કરી ગયો હતો તેના અંતનો સમય હતો. આ અરસામાં ધર્મક્રાંતિના પ્રણેતા ધર્મવીર લોકાશાહના તેજસ્વી વ્યક્તિત્વનો ઉદય થયો. લોકાશાહ કોઈ ધર્મપરંપરાના સ્થાપક ન હતા પરંતુ ધર્મમાં આવેલી અશુદ્ધિઓ, વિકૃતિઓને દૂર કરવાવાળા ક્રાંતદષ્ટા મહામનીષી હતા. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪ ] [ અણગારનાં અજવાળા તેમણે જૈન શાસ્ત્ર પ્રમાણેના શુદ્ધ ધર્મનો પ્રચાર કર્યો કે પુનઃ પ્રતિષ્ઠા કરી તે સ્થાનકવાસી કે ઢૂંઢિયાના નામથી પ્રચલિત છે. અમદાવાદના લોકાશાહના મોતી જેવા સુંદર અક્ષર હોવાથી યતિશ્રીએ તેમને શાસ્ત્રની પ્રતિનો ઉતારો કરવા આપ્યો. તેણે લેખન કરતાં કરતાં શાસ્ત્રોનું અધ્યયન અને પરિશીલન કર્યું. તેમના નિરીક્ષણમાં આવ્યું કે સાંપ્રત સમયમાં જૈનધર્મમાં જે પૂજા–ક્રિયાઓ ચાલે છે તે તદ્દન વિપરીત છે. આગમોના અધ્યયનના આધારે તેમને લાગ્યું કે મૂર્તિ છોડીને પણ ધાર્મિક ઉપાસના સંભવ છે. ધર્મને ક્રિયાકાંડોમાં બાંધી રાખવા વિરૂદ્ધ તેમણે આંદોલન ચલાવ્યું. સં. ૧૫૩૬માં લોંકાશાહે દીક્ષા લીધી. લોંકાશાહના ક્રાંતિ અભિયાનથી લોકાગચ્છ જેવા નાના-મોટા સંપ્રદાયો ઉદ્ભવ પામ્યા. લોંકાશાહની પ્રેરણાથી દીક્ષા લેવાવાળી ૪૫ વ્યક્તિઓમાં શ્રી ભાણજી સર્વપ્રમુખ હતા. શ્રી ભીદાજી, નૂનાજી, ભીમાજી, જગમાલજી, સખાજી, રૂપાજી, જીવાજી આદિ અનેક મહાપુરુષોએ ઉન્નતિ કરી અને સાધુઓની સંખ્યા ૧૧૦૦ સુધી પહોંચી હતી. લોંકાશાહની પરંપરા પૂરી એક સદી સુધી ચાલતી રહી. કાળક્રમે પરસ્પરના મતભેદને કારણે આ આંદોલન મંદ પડતું ગયું તેથી આ અમૂર્તિપૂજક સંપ્રદાયની સ્થાપનાના મૂળ નાંખી શકાયા નહિ; પરંતુ તેજ ક્રમમાં તેની અસર નીચે લવજી ૠષિ અને ધર્મસિંહજી જેવા ધર્મસંતોનો ઉદય થયો. ક્રિયા ઉદ્ધારનો સંદેશ લઈને આવેલા છ મહાપુરુષો (૧) શ્રી જીવરાજજી મહારાજ, વિ.સં. ૧૫૬૬-૧૬૯૮. : (૨) શ્રી લવજી ૠષિજી મહારાજ, વિ.સં. ૧૬૯૪-૧૭૧૦. (૩) શ્રી ધર્મસિંહજી મહારાજ, વિ.સં. ૧૬૯૪-૧૭૨૮. (૪) શ્રી ધર્મદાસજી મહારાજ, વિ.સં. ૧૭૧૬-૧૭૭૨. (૫) શ્રી હરજી ઋષિજી મહારાજ, વિ.સં. ૧૭૮૫. (૬) શ્રી હરિદાસજી મહારાજ (લાહોરી લોકાગચ્છ). પૂ. શ્રી જીવરાજ મહારાજના શિષ્ય પરિવારમાં પૂ. અમરસિંહજી મ.સા., પૂ. નાનકરામજી મ.સા., પૂ. સ્વામીદાસજી મ.સા., પૂ. શિતલદાસજી Page #28 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] મ.સા. તથા પૂ. નાથુરામજી મ.સા.નો સમાવેશ થાય છે. તેમ મહાસતી પૂ. ભાંગાજી, પૂ. વીરાજી, પૂ. સદાજી આદિ સાધ્વીવૃંદનો સમાવેશ થાય છે. પૂ. લવજી ઋષિ સં. ૧૬૯૨માં બજરંગ ઋષિના શિષ્ય બન્યા, તેમના શિષ્ય પૂ. સોમજી ઋષિ સહિત ૧૫ શિષ્યો મુખ્ય હતા. સોમજી ઋષિના શિષ્ય પૂ. કહાન ઋષિજીની માળવી અને ખંભાત શાખા છે. પૂ. હરદાસજીનો પંજાબ સંપ્રદાય, પૂ. ગોધાજી અને પરસરામજીનો કોટા સંપ્રદાય અને પૂ. જીવાજી નાગોરીગચ્છના મૂળ જનક હતા. પૂ. કહાનજી ઋષિના શિષ્ય પૂ. તારાચંદજી મહારાજ થયાં તેમના બે શિષ્યમાં પૂ. કાલાઋષિ અને પૂ. મંગલઋષિ. તેમના શિષ્ય પૂ. બક્ષઋષિ થયા. તેમના બે શિષ્યો પૂ. ધનજીઋષિ અને પૃથ્વી ઋષિ. તેમના બે શિષ્યો પૂ. અયવંતાઋષિ અને પૂ. અબાઋષિ. પૂ. અયવંતાઋષિના બે શિષ્યો પૂ. તિલોકઋષિ અને પૂ. લાલજીઋષિ. પૂ. તિલોકષિજીના શિષ્ય પૂ. રત્નઋષિજી અને રત્નઋષિજીના શિષ્ય શ્રમણ સંઘના દ્વિતીય પટ્ટધર રાષ્ટ્રસંત પૂજ્યપાદ આનંદઋષિજી મહારાજ. અને તેમના શિષ્યો પૂ. કુંદનઋષિ, પૂ. પ્રવીણઋષિ મ.સા. છે. | ઋષિ સંપ્રદાયની મુખ્ય સાધ્વીઓ પૂ. રાધાજી, પૂ. કિસનાજી, પૂ. જેનાની, પૂ. મેતાજી, પૂ. ગુમનાજી, પૂ. ચંપાજી, પૂ. સાંપકવટજી, પૂ. રામકુંવરજી, પૂ. ચાંદકુંવરજી, પૂ. ઉજ્વલ-કુમારીજી, પૂ. શાંતિકુંવરજી, પૂ. ભુરાજી, પૂ. રાજકુંવરજી, પૂ. પ્રમોદ સુધાજી, પૂ. પ્રીતિ સુધાજી, ડૉ. ધર્મશીલાજી, પૂ. પ્રભાકુંવરજી, પૂ. દિવ્યપ્રભા, પૂ. દર્શનપ્રભાજી પૂ. મહાભાગા લછમાજી, પૂ. શ્રી બડેહમીરાજી, શ્રી આનંદકુંવરજી, પૂ. સોનાજી, પૂ. કાસાજી, પૂ. હત્રામકુંવરજી, પૂ. કસ્તુરાજી, પૂ. બટજુજી. આ ઉપરાંત પૂ. અમૃતકુંવર, પૂ. હરાજી, પૂ. નંદુજી, પૂ. રાજકુંવર, પૂ. રંભાજી, પૂ. ઇન્દ્રકુંવરજી, ઉમરાવકુંવર, પૂ. છોટે હમીરજી તથા પૂ. કેશરદેવીજીનો સમાવેશ થાય છે. ક્રિયોદ્ધારક લવજી ઋષિની પાટ પર પૂ. સોમજી ઋષિ તથા પૂ. Page #29 -------------------------------------------------------------------------- ________________ [ અણગારનાં અજવાળા કહાનઋષિ બિરાજ્યા. પૂ. તારાઋષિજી માળવાથી ગુજરાત પધાર્યા. તેમના શિષ્ય પૂ. મંગળઋષિ ખંભાતી પાંચમી પાટે બિરાજ્યા. તેમની પરમ્પરાના આચાર્ય કાંતિઋષિ, પૂ. નવીનઋષિ, પૂ. અરવિંદમુનિ, પૂ. કમલેશમુનિ, પૂ. દર્શનમુનિ તથા પૂ. મહેન્દ્રઋષિ આદિ સંતો છે. આ સંપ્રદાયનાં સાધ્વીઓમાં મહાન વિદ્વાન પૂ. શારદાબાઈ મહાસતીજીની શિષ્યાઓ પૂ. વસુબાઈ સ્વામી, પૂ. સુભદ્રાબાઈ સ્વામી, પૂ. કમલાબાઈ સ્વામી, પૂ. ચંદનબાઈ સ્વામી, પૂ. રંજનબાઈ સ્વામી, પૂ. સંગીતાબાઈ સ્વામી આદિ વિશાળ સતીવૃંદ છે. લોકાશાહના અવસાન બાદ લોકાગચ્છમાં આવેલી શિથિલતા દૂર કરવાવાળા સંતોમાં ક્રિયોદ્ધારક પૂ. ધર્મસિંહજી મહારાજ હતા. ૧૫ વર્ષની ઉંમરે દેવજી સ્વામીના સઉપદેશથી વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. તેમણે ગુરુ આજ્ઞાથી તે સમયના મુખ્ય શ્રેષ્ઠી કામદાર દલપતરાય વગેરેને અમદાવાદના દરિયાપુર દરવાજા પર ઉપદેશ આપવાથી તે સંપ્રદાયનું નામ દરિયાપુરી પડ્યું. તેમણે વિ.સં. ૧૯૯૪માં ક્રિયોદ્ધાર કર્યો. ૨૧મી પાટે પૂ. રઘુનાથજી મહારાજ બિરાજમાન થયા. દરિયાપુર આઠ કોટિ સંપ્રદાયના પ્રવર્તમાન આચાર્ય પૂ. શાંતિલાલજી મહારાજ, પૂ. વિરેન્દ્ર મુનિજી મહારાજ તથા પૂ. રાજેન્દ્રમુનિજી મહારાજ છે. પૂ. વાસંતીબાઈ, પૂ. ઝવેરીબાઈ, પૂ. સુશીલાબાઈ, પૂ. નારંગીબાઈ, પૂ. પ્રવીણબાઈ, પૂ. મૃદીલાબાઈ આદિ સતીવૃંદ છે. ક્રિયોદ્ધારક પૂ. ધર્મદાસજી મહારાજ ૧૮મી સદીમાં થયા. સંવત ૧૭૭૨માં મહાવીર જયંતિને દિવસે અલગ રીતે ૨૨ શિષ્યોએ ધર્મ પ્રવર્તનનું કામ શરૂ કર્યું, ત્યારથી બાવીશ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. આમાં પૂ. ધર્મદાસજી સાથે ધનરાજજી, પૂ. લાલચંદજી, પૂ. હરિદાસજી, પૂ. જીવાજી આદિ સંતો હતા. તેરાપંથ પ્રવર્તક શ્રીમદ્ આચાર્ય ભિક્ષુ સ્થાનકવાસી પરંપરાના મહાન આચાર્ય રઘુનાથજીના શિષ્ય હતા. વિ.સં. ૧૮૧૭માં કેળવા (મેવાડ)માં તેઓ કુલ્લે મળીને તેર સાધુઓએ તેરાપંથ સંપ્રદાયની રચના કરી. તેમના છેલ્લા Page #30 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] આચાર્ય તુલસી હતા. પ્રવર્તમાન આચાર્ય પૂ. મહાપ્રજ્ઞજી છે. પ્રમુખ સાધ્વી કનકપ્રભાજી છે. સંગઠન અને મર્યાદા મહોત્સવ આ સંપ્રદાયની વિશિષ્ટતા પૂ. ધર્મદાસજીની ત્રીજી પાટે જયમલ્લજી મહારાજ થઈ ગયા. યુવાચાર્ય મિશ્રીમલજી મહારાજ (મધુકર)ના સંપ્રદાયમાં પ્રમુખ સાધ્વી પૂ. ઉમરાવકુંવરજી છે. પૂ. ધર્મદાસજીની મેવાડ-પરંપરાના વર્તમાન શ્રમણસંઘના મહામંત્રી શ્રી સૌભાગ્યમુનિ કુમુદ છે. પૂ. ધર્મદાસજી મહારાજના બાવીશ શિષ્યોમાં પૂ. પંચાણજી મહારાજ સારેવતી પરંપરામાં પૂ. ડુંગરશીસ્વામી થયા, જેનો સંપ્રદાય ગોંડલ સંપ્રદાયના નામે પ્રસિદ્ધ થયો. પૂ. ધર્મદાસજી મહારાજના બીજા પ્રમુખ શિષ્ય ગુલાબચંદજી મહારાજની શિષ્યપરંપરામાં પૂ. બાલજી, પૂ. નાગજી, પૂ. મૂલજી, પૂ. દેવચંદ્રજી, પૂ. મેઘરાજ, પૂ. સંઘજી આદિ સંતોનો સાયણ સંપ્રદાય થયો; જેમાં પૂ. બલભદ્રમુનિ અને પૂ. રેખચંદજી મ.સા.નો સમાવેશ થાય છે. પૂ. મૂળચંદજી મહારાજની પરંપરામાં ચૂડા સંપ્રદાય થયો. પૂ. મૂળચંદજી મ.સા.ના પાંચમાં શિષ્ય પૂ. વિઠ્ઠલજી સ્વામીથી ધ્રાંગધ્રા સંપ્રદાય ઉદયમાં આવ્યો. પૂ. વિઠ્ઠલજી સ્વામીના શિષ્ય પૂ. ભૂખણજી અને પૂ. વશરામજી સ્વામી થયા. તેમના શિષ્ય પૂ. જસાજી બોટાદ પધાર્યા. આ સંપ્રદાયમાં પૂ. અમરચંદજી અને પૂ. માણેકચંદજી થયા. આ પાટપર પૂ. નવીનમુનિ આચાર્ય થયા. પૂ. અમીચંદજી, પૂ. શૈલેશમુનિ, પૂ. હિતેષમુનિ આદિ સંતો . પૂ. ચંપાબાઈ મહાસતીજી પૂ. સવિતાબાઈ મ., પૂ. મધુબાઈ મ., પૂ. અરૂણાબાઈ મ. આદિ સાધ્વીવૃંદ છે. પૂ. મૂળચંદજી મ.સા. ના છઠ્ઠા શિષ્ય પૂ. બનાજી મહારાજથી બરવાળા સંપ્રદાયની સ્થાપના થઈ. વર્તમાનમાં પૂ. ચંપકમુનિજીના શિષ્ય પૂ. સરદારમુનિ, પૂ. પારસમુનિ, તરુણમુનિ આદિ સંતો છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૮ ] [ અણગારનાં અજવાળા મહાસતીજીઓ પૂ. ઝવેરબાઈ, પૂ. મોંઘીબાઈ, પૂ. અંગુરબાલાજી આદિ છે. આઠ કોટિ મોટો પક્ષ ઃ પૂ. મૂળચંદજીના સાતમા શિષ્ય પૂ. ઇન્દ્રજીની પરંપરામાં પૂ. ભગવાનજી, પૂ. સોમજી, પૂ. કરસનજી, પૂ. દેવકરણજી, પૂ. સોમજી ડુભાજી આદિ સંતો છે. . દેવજીનો સંપ્રદાય આઠ કોટી મોટા પક્ષના નામે પ્રસિદ્ધ થયો. તેમાં પૂ. કેશવજીથી લઈ ૧૦ પાટો થઈ, પૂ. વૃજકુંવરબાઈ, પૂ. રૂક્ષ્મણીબાઈ, પૂ. દમયંતીબાઈ, પૂ. સુભદ્રાબાઈ આદિ સતીઓ થઈ. કચ્છ આઠ કોટી મોટા પક્ષ છોટાલાલજી મ.સા.ના શિષ્ય પૂ. પ્રાણલાલજી, પૂ. પૂનમચંદજી, પૂ. ધીરજલાલજી, પૂ. સુભાષમુનિ, પૂ. ભાઈચંદજી આદિ સંતો છે. આઠ કોટિ નાનો પક્ષ : પૂ. ડાહ્યાજીના બીજા શિષ્ય પૂ. જસરાજજી મ.સા.થી આઠ કોટી નાના પક્ષની સ્થાપના થઈ. તેમાં પૂ. નથુજી, પૂ. હંસરાજજી, પૂ. વૃજપાલજી, પૂ. ડુંગરશી, પૂ. નાનજી મ.સા.નો સમાવેશ થાય છે. * આચાર્યપ્રવર પૂ. રામજી સ્વામી, શ્રી રાઘવજી સ્વામી, પૂ. ભાણજી, પૂ. ગોવિંદજી, પૂ. ભીમજી, પૂ. શીવજી, પૂ. સૂરજીની મ.સા.ની નિશ્રામાં પૂ. લક્ષ્મીબાઈ મહાસતીજી, પૂ. તીમીબાઈ, પૂ. સાકરબાઈ, પૂ. મંગબાઈ, પૂ. કમલાબાઈ આદિ સતીવૃંદ છે. હાલારી સંપ્રદાય ? હાલારી સંપ્રદાયમાં ૫.૨.પૂ. કેશવજી મ.સા., પૂ. નાનજી મહારાજ અને તેઓની આજ્ઞાના પૂ. કમલાવતી આદિ સાધ્વીનો સમાવેશ થાય છે. વર્ધમાન સંપ્રદાયમાં પૂ. પૂનમચંદજી મ.સા.ના શિષ્ય પૂ. નિર્મલમૂનિ તથા મહાસતીમાં પૂ. રૂક્ષ્મણીબાઈ આદિ સતીવૃંદનો સમાવેશ થાય છે. લીમડી અજરામર સંપ્રદાય : ક્રિયોદ્ધારક શ્રી ધર્મદાસજીની પરંપરામાં સં. ૧૮૦૯માં પૂ. અજરામરજી મ.સા. થયા. આ પાટ પર પૂ. દેવરાજ મ.સા.થી પૂ. શતાવધાની રત્નચંદ્ર સુધીના મહાન સંતો થયા. આચાર્ય રૂપચંદ્રજી મહારાજના શિષ્યરત્ન પૂ. નૃસિંહજી મ.સા. Page #32 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૯ ગાદીપતિ બન્યા. તેમાં પૂ. રામમુનિ, પૂ. લાભમુનિ તથા પૂ. ભાવમુનિ, પૂ. ભાસ્કરમુનિ મ.સા.નો સમાવેશ થાય છે. પૂ. રતનબાઈ, પૂ. વેલબાઈ, પૂ. રૂક્ષ્મણીબાઈ, પૂ. સૂરજબાઈ તથા પૂ. ઉજ્જ્વળકુમારીજી મહાસતીજી આદિનો સતીવૃંદમાં સમાવેશ થાય છે. લીમડી ગોપાલ સંપ્રદાય : પૂ. તપસ્વીરત્ન રામજીમુનિજી, પૂ. કેવળમુનિ, પૂ. ઉત્તમમુનિ, પૂ. ધન્યમુનિનો સમાવેશ થાય છે. પૂ. મંજુલાબાઈ, પૂ. જસવંતબાઈ, પૂ. કંચનબાઈ તથા પૂ. પ્રજ્ઞાબાઈ આદિ સતીવૃંદ. આજે લગભગ ૫૦૦ વર્ષથી સ્થાનકવાસી સમાજ વ્યવસ્થિત રીતે શાસન ચલાવી રહ્યો છે અને ઉત્તરોતર, સારા જ્ઞાની તત્ત્વચિંતક, ક્રિયાપાત્ર આચાર્યો અસ્તિત્વમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, વિ.માં અનેક નાના-મોટા સ્થાનકવાસીના ગચ્છો અને સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યાં, કેટલાંક સંતોના નામથી પણ સંઘાડા સ્થપાયા. (૧) હુકમીચંદ મહારાજનો સંઘાડો. (૨) સમર્થમુનિ મહારાજનો સંઘાડો. (૩) ચોથમલ મુનિ મહારાજનો સંઘાડો. આ નામ સાથે સંપ્રદાયો અસ્તિત્વ ધરાવતા હતા. તમામ સંપ્રદાયોને એક સૂત્રમાં બાંધવા માટે ક્રમશઃ અજમેર સંમેલન અને સાદડી સંમેલન વિશાળ પાયા પર યોજાયા હતા. આ પ્રયાસથી શ્રમણસંઘ અસ્તિત્વમાં આવ્યો. ગુજરાત-કાઠિયાવાડના સંપ્રદાયો આમાં ભળ્યા નથી, તેના સંપ્રદાયોએ પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું. શ્રમણસંઘની સ્થાપનાંને સફળતા મળી, ભારતમાં એક આચાર્યની પરંપરા આરંભ થઈ. જેમાં આત્માનંદજી પ્રથમ આચાર્ય થયા, ત્યારબાદ પૂ. આનંદઋષિજી, પૂ. દેવેન્દ્રૠષિજી આચાર્ય થયા. દક્ષિણ ભારતમાં જૈનધર્મ હતો નહિ પરંતુ વ્યાપારિક દૃષ્ટિએ હજારો જૈન ગુજરાત, રાજસ્થાન અને પંજાબથી દક્ષિણ તરફ ગયા. એટલે સાધુ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] [ અણગારનાં અજવાળા સંતો પણ વિહાર કરતા ગયા. વિશાળ મંદિરો-ઉપાશ્રયોનાં નિર્માણ થયાં. દિગંબર સમાજ ત્યાં અસ્તિત્વ ધરાવતો હતો જ. શ્રવણ બેલગોડા જેવા મહાન તીર્થોની સ્થાપના થવાથી દક્ષિણમાં પણ જૈનધર્મનો સારો ઉદ્ઘોષ થયો. આ બધી પૃષ્ઠભૂમિમાં દરેક સંપ્રદાયો, ગચ્છો, ઉપગચ્છો, આચાર્યો અને સાધુસંતો એક-બીજાની સ્પર્ધાથી કામ કરતાં હતા, તેને કારણે નાના નાના ગચ્છો થયા પરંતુ તેને કારણે સમાજને કાંઈ નુકશાન થયું નથી. ભારતવર્ષના અન્ય ક્ષેત્રોમાં જૈનધર્મનો પ્રાદુર્ભાવ થયો. જૈન શ્રાવકો વ્યાપાર નિમિત્તે બહાર નીકળતાં મુંબઈ, મદ્રાસ, દિલ્હી, બેંગ્લોર, હૈદ્રાબાદ, કાનપુર, ઈન્દોર, કલકત્તા વિ. સ્થળોએ જૈનધર્મનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે. ભારત બહાર પણ આફ્રિકા, એશિયામાયનોર, સિંગાપુર, ઈગ્લેંડ, અમેરિકા, અખાતના દેશોમાં પણ જૈનધર્મીઓ વસ્યા છે. ભારત બહારમાં કેટલાક ક્રાંતિકારી સાધુઓ સંપ્રદાયના બંધનથી મુક્ત થઈ આકાશમાર્ગે વિદેશ જઈ આવ્યા પરંતુ હજુ સુધી સમાજમાં તેની પૂર્ણ પ્રતિષ્ઠા થઈ શકી નથી. જ્ઞાનગચ્છઃ પૂ. સમર્થમુનિ મહારાજના સંઘાડાને જ્ઞાનગચ્છ કહે છે. પૂ. ચંપાલાલજી મ.સા., પૂ. પ્રકાશમુનિ મ.સા., પૂ. ઘેવરચંદજી મ.સા., પૂ. મહાત્માજી (જયંતમુનિ) મ.સા. તથા જ્ઞાનગચ્છાધિપતિ પૂ. ચંપાલાલજી મ.સા., પૂ. ત્રિલોકમુનિ. પૂ. મગનકુંવરજી, પૂ. ભીખમકુંવરજી, પૂ. આનંદકુંવરજી, પૂ. ભંવરકુંવરજી આદિનો સતીવૃંદમાં સમાવેશ થાય છે. - સાધુમાર્ગીય સંપ્રદાય : પૂ. હુકમીચંદજી મહારાજસાહેબના સંઘાડાને સાધુમાર્ગીય સંપ્રદાય કહે છે. પૂ. નાનાલાલજી મહારાજ સાહેબ, પૂ. સંપતમુનિજી, પૂ. જ્ઞાનમુનિજી, આચાર્ય રામલાલજી મ.સા., હુકમગચ્છીય ક્રાંતિ સિંઘના આચાર્ય વિજયરામજી મ.સા, અને સાધ્વીઓમાં પૂ. પાનકુંવરજી, પૂ. ગુલાબકુંવરજી, પૂ. સરદાર કુંવરજી, પૂ. નાનુંકુંવરજી આદિ સતીવૃંદનો સમાવેશ થાય છે. શ્રમણસંઘ-વર્તમાન આચાર્ય દેવેન્દ્રમુનિજીની નિશ્રાના આ સંપ્રદાયમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ]. [ ૧૧ નાના-મોટા ૨૨ સંપ્રદાયો વિલીન થયા છે. ઉપપ્રવર્તક પૂ. રાજેન્દ્રમુનિજી, ઉપાધ્યાય કનૈયાલાલજી કમલ', વરિષ્ઠ પ્રવર્તક રૂપચંદજી મ.સા., ઉપપ્રવર્તક પૂ. શુકન મુનિજી, સલાહકાર પૂ. રતનમુનિજી, તપસમ્રાટ પૂ. સહજમુનિજી યુવાચાર્ય ડૉ. શીવમુનિજી મ.સા.નો સમાવેશ થાય છે. ગોંડલ સંપ્રદાય આચાર્ય ડુંગરસિંહજી મહારાજથી ગોંડલ સંપ્રદાયની શરૂઆત થઈ. તેઓ સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામના વતની હતા. સં. ૧૮૧૫માં પૂ. રત્નસિંહજી મહારાજ સાહેબની પાસે દીક્ષા ગ્રહણ કરી. નિદ્રાવિજેતા, પૂ. ડુંગરસિંહમુનિએ સૌરાષ્ટ્રમાં જૈન ધર્મની ખૂબ જ પ્રચાર કર્યો. તેમના શિષ્યો દ્વિતીય પટ્ટધર પૂ. ભીમજીસ્વામી, તૃતીય પટ્ટધર પૂ. નેણશી સ્વામી, ચતુર્થ પટ્ટધર પૂ. જેસીંગજી મહારાજ, પંચમ પટ્ટધર શ્રી દેવજી મહારાજ. તેમના શિષ્યો પૂજ્ય જયચંદ્રજી મહારાજ, પૂ. તપસ્વી માણેકચંદજી મહારાજ, તથા સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ તથા તપસમ્રાટ પૂ. રતિલાલજી મહારાજ થયા. વર્તમાને હાલ ગોંડલ સંપ્રદાયના પૂ. જયંતિલાલજી મહારાજ, પૂ. ગિરિશચંદ્રજી મહારાજ, પૂ. જશરાજજી મહારાજ, પૂ. જનકમુનિજી મહારાજ, પૂ. જગદીશમુન, પૂ. ધીરજમુનિજી, પૂ. નમ્રમુનિજી મ.સા. સંતો તથા સાધ્વીઓમાં પૂ. સરમરતબાઈ, પૂ. જયાબાઈ, પૂ. સૂર્યવિજયબાઈ, પૂ. ગુલાબબાઈ, પૂ. પ્રાણકુંવરબાઈ, પૂ. લલિતબાઈ, પૂ. મુક્તાબાઈ, પૂ. લીલમબાઈ, પૂ. હીરાબાઈ, પૂ. નર્મદાબાઈ, પૂ. ભાનુબાઈ આદિ સતીવૃંદ વિચરણ કરી રહેલ છે. ગોંડલ સંઘાણી સંપ્રદાયમાં પૂ. નરેન્દ્ર મુનિજી મ.સા., આદિ સંતો અને પૂ. શ્રી વનિતાબાઈ, પૂ. રાજેશ્વરીબાઈ આદિ સતીવૃંદ વિચરણ કરી રહેલ અ. ભા. શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સમ્પ્રદાયોના પ્રમુખ સંઘ નાયકોની નામાવલી : Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ અણગારનાં અજવાળા શ્રમણ સંઘ, સ્વતંત્ર અને બૃહદ્ ગુજરાત સમ્પ્રદાયો : ક. સમુદાય સંઘના પ્રમુખ નાયક . (અ) શ્રમણ સંઘ સમ્પ્રદાયના સંઘનાયકોઃ ૧. શ્રમણ સંઘ સમુદાય આચાર્ય ડૉ. શિવમુનિજી મ.સા. ૨. શ્રમણ સંઘ સમુદાય આચાર્ય શ્રી ઉમેશમુનિજી મ.સા. (બ) સ્વતંત્ર સમ્પ્રદાયના સંઘનાયકો : ૩. રત્નવંશ સમ્પ્રદાય આચાર્ય શ્રી હીરાચન્દ્રજી મ.સા. ૪. જ્ઞાનગચ્છ સમ્પ્રદાય (ગચ્છાધિપતિ શ્રી ચંપાલાલજી મ.સા.) પૂજ્ય પ્રકાશચંદ્રજી મ.સા. ૫. જયમલ સમ્પ્રદાય આચાર્ય શ્રી શુભચન્દ્રજી મ.સા. ૬. સાધુમાર્ગી સમ્પ્રદાય આચાર્ય શ્રી રામલાલજી મ.સા. ૭. શ્રી હુકમશાંત ક્રાંતિ સંઘ આચાર્ય શ્રી વિજયરાજજી મ.સા. ૮. શ્રી નાનક સમ્પ્રદાય આચાર્ય શ્રી સુદર્શનલાલજી મ.સા. ૯. શ્રી મદનલાલજી સમ્પ્રદાય (પં. રત્ન શ્રી પદ્મચંદ્રજી મ.સા. શાસ્ત્રી) પૂજ્ય પ્રકાશચંદ્રજી મ.સા. ૧૦. શ્રી હગામીલાલજી સમ્પ્રદાય આચાર્ય શ્રી અભયકુમારજી મ.સા. ૧૧. શ્રી મયારામજી સમ્ર. આચાર્ય કલ્પ શ્રી સુભદ્રમુનિજી | (સ) બૃહદ્ ગુજરાત સમ્પ્રદાયના સંઘ નાયકોઃ ૧૨. લીંબડી અજરામર (છ કોટિ ગાદિપતિ શ્રી નરસિંહ મુનિજી મ.સા.) શ્રી લાભચંદ્રજી મ.સા. ૧૩. ગોંડલ સમ્પ્રદાય ગચ્છશિરોમણિ શ્રી જયંતીલાલજી મ.સા. ૧૪. લીંબડી ગોપાલ (તપસ્વી શ્રી રામજી મુનિજી મ.સા.) પૂ. કેવલમુનિજી મ.સા. Page #36 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૩ ૧૫. દરિયાપુરી સમ્પ્રદાય (ગાદિપતિ શ્રી શાંતિલાલજી મ.સા.) પૂ.શ્રી આચાર્ય વિરેન્દ્રસ્વામી મ.સા. ૧૬. કચ્છ મોટો પક્ષ ગાદિપતિ શ્રી પ્રાણલાલજી મ.સા. ૧૭. કચ્છ નાનો પક્ષ ગાદિપતિ શ્રી રાઘવજી મ.સા. ૧૮. બોટાદ સમ્પ્રદાય (ગાદિપતિ શ્રી નવીન મુનિજી મ.સા.) પૂ.શ્રી અમીચંદ્રજી મ.સા. ૧૯. ખંભાત સમ્પ્રદાય ગાદિપતિ શ્રી અરવિન્દ મુનિજી મ.સા. ૨૦. ગોંડલ સંઘાણી પંડિતરત્ન શ્રી નરેન્દ્ર મુનિજી મ.સા. ૨૧. બરવાળા સમ્પ્રદાય ગચ્છાધિપતિ શ્રી સરદારમુનિ મ.સા. ૨૨. સાયલા સમ્પ્રદાય પં.રત્ન શ્રી બલભદ્રમુનિજી મ.સા. ૨૩. હાલારી સમ્પ્રદાય પં.રત્ન શ્રી કેશવ મુનિજી મ.સા. ૨૪. લીમડી અજરામર ગાદિપતિ શ્રી ધૈર્યમુનિજી મ.સા. સ્થાનકવાસી સમુદાયમાં કુલ આચાર્ય ગચ્છાધિપતિ-ગાદિપતિઃ આચાર્ય ગચ્છાધિપતિ આચાર્યકલ્પ ગચ્છશિરોમણિ ગાદિપતિ કુલ ૧૧ ૨ ૧ ૧ ૨ ૧૭ શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સંપ્રદાયોના પૂજ્ય આચાર્યો, યુવાચાર્યો, ઉપાધ્યાયોની નામાવલી-૨૦૦૩ (૧) સમુદાય ૧. શ્રમણ સંઘ ૨. શ્રમણ સંઘ ૩. રત્નવંશ ૪. જયમલ સમ્પ્રદાય ૫. સાપુમાર્ગી ૬. હુકમ સાધુમાર્ગી પૂજ્ય આચાર્ય પ્રવર આચાર્ય ડૉ. શિવમુનિજી મ.સા. આચાર્ય શ્રી ઉમેશમુનિજી મ.સા. આચાર્ય શ્રી હીરાચન્દ્રજી મ.સા. આચાર્ય શ્રી શુભચન્દ્રજી મ.સા. આચાર્ય શ્રી રામલાલજી મ.સા. આચાર્ય શ્રી વિજયરામજી મ.સા.૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] [ અણગારનાં અજવાળા ૭. નાનક સમ્પ્રદાય આચાર્ય શ્રી સુદર્શનલાલજી મ.સા. ૮. શ્રી હગામીલાલજી આચાર્ય શ્રી અભયકુમારજી મ.સા. ૯. દરિયાપુરી આચાર્ય શ્રી શાંતિલાલજી મ.સા. ૧૦. કચ્છ નાનો પક્ષ આચાર્ય શ્રી રાઘવજી મ.સા. (૨) પૂજ્ય યુવાચાર્ય પ્રવર ૧. શ્રમણ સંઘ શ્રી મૂલમુનિજી મ.સા. ૨. શ્રમણ સંઘ શ્રી ગણેશમુનિજી મ.સા. ૩. શ્રમણ સંઘ શ્રી રમેશમુનિજી મ.સા. ૪. શ્રમણ સંઘ શ્રી હેમચન્દ્રજી મ.સા. ૫. શ્રમણ સંઘ શ્રી રમેશમુનિજી મ.સા. ૬. કચ્છ મોટી પક્ષ શ્રી વિનોદમુનિજી મ.સા. જૈન ધર્મક્રાંતિના જ્યોતિર્ધર ઃ લોંકાશાહ પ્રાચીન યુગથી માંડીને આજ સુધીના ભારતની સંસ્કૃતિ, દર્શન અને ધર્મ પરંપરાનો ઇતિહાસ તપાસવા જેવો છે. જ્યારે જ્યારે ધર્મમાં શિથિલતા અને વિકૃતિઓ પેસી છે, ત્યારે ત્યારે શિથિલાચારીઓને ચારિત્ર્યમાં સ્થિર કરવા માટે તથા ધર્મમાં પડેલી વિકૃતિઓ દૂર કરવા માટે સમ્યક પુરુષાર્થી મહામાનવનો ઉદય થયો છે અને તેના પ્રચંડ પુરુષાર્થે સતુધર્મની પુનઃસ્થાપના થઈ છે. આ સંદર્ભે શ્રીકૃષ્ણ અને ભગવાન મહાવીર જેવા મહાપુરુષોની ભૂમિકા ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. - જ્યારે વૈદિકધર્મમાં યજ્ઞ-યાગ આદિ દ્વારા હિંસા વધી ત્યારે ભગવાન મહાવીરે અહિંસા ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી. | વિક્રમના પંદરમાં સૈકામાં લોકાશાહ નામના એક શ્રાવકને લાગ્યું કે નિવૃત્તિપ્રધાન જૈનધર્મ અહિંસા, સંયમ અને તપને પ્રધાનતા આપે છે. અનેકાંતવાદ, સાપેક્ષવાદ કે સ્વાદ વાદ તેનો સિદ્ધાંત છે. મૂર્તિપૂજામાં પ્રતિષ્ઠા મહોત્સવો ઠાઠમાઠથી થતા જોઈ તેમાં આત્મ Page #38 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૫ આરાધનાની પ્રધાનતા ઓછી દેખાણી, આરંભ-સમારંભ અને આડંબરમાં તેને ચૈત્યવાદનો વિકાર લાગ્યો. જૈનોના આગમનો કબજો સાધુ પાસે હતો. તે કહેતા, “શ્રાવકોથી શાસ્ત્ર વંચાય નહિ.” અને તેમાં એટલી બધી ધાક બેસાડેલી કે જે વાંચે સૂત્ર તેના મરે પુત્ર. આવી બીકથી લોકો સૂત્રો વાંચતા ડરતા હતા, અને લોકોને એમ ઠસાવતા કે સૂત્રો વાંચવાનો અધિકાર ફક્ત સાધુઓનો છે અને આવી કેટલીક વાતો અધિકારવાદની શંખલા જેવી લાગી ઉપરાંત શ્રમણવર્ગની શિથિલતા જોઈ. સુંદર અક્ષરને કારણે લોકાશાહને જ્ઞાનજી નામના યતિશ્રીએ આગમોના પુનર્લેખનનું કાર્ય સોંપ્યું. આગમોનું પુનર્લેખન કરતાં, તેનું ચિંતનમનન કરતાં લોંકાશાહને લાગ્યું કે ધર્મમાં વિકૃતિ પેસી છે. તેથી તેણે ક્રાંતિની મશાલ જગાવી અને માર્ગ ભૂલેલા લોકોને સત્યધર્મની સમજણ આપવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો. લોકાશાહની પ્રેરણાથી ૪૫ વ્યક્તિઓએ દીક્ષા લઈ ધર્મપ્રચારનું કાર્ય શરૂ કરી દીધેલું. પછી પાટણમાં ૧૫ર દીક્ષા થઈ અને શિરોહી અહંતવાડા વિ. અનેક નગરોમાં દીક્ષા થઈ. માગશર સુદ ૫ સંવત ૧૫૩૬માં સોહનમુનિ પાસે લોંકાશાહ પણ દીક્ષિત થયા. સતત દસ વર્ષ સુધી ગામેગામ ફરી ધર્મપ્રભાવના કરી દિલ્હી ચોમાસુ પૂર્ણ કરી અલવરમાં અટ્ટમના પારણામાં કોઈ વિરોધી પરિબળે ખોરાકમાં વિષ વહોરાવતાં સમાધિભાવે સંવત ૧૫૪૬ના ચૈત્ર સુદી ૧૧ના દિને મૃત્યુંજય બન્યા. લોકાશાહની વિદાય પછી મુનિ ભાણજી, મુનિ નન્નાજી, મુનિ જગમલજી અને રૂપઋષિજીએ ધર્મનું કાર્ય આગળ ધપાવ્યું. જે લોકાગચ્છ' કે “દયાગચ્છ' રૂપે ઓળખાવા લાગ્યા. ત્યારપછી અઢી સૈકા બાદ શ્રી લવજીઋષિ, શ્રી ધર્મસિંહજી મુનિ અને શ્રી ધર્મદાસજીએ ધર્મમાં પુનઃ પેઠેલી શિથિલતાને ખંખેરી પુરુષાર્થ કર્યો તેથી તે ‘ક્રિયોદ્ધારક તરીકે ઓળખાયા. લોકાશાહને આગમો લખવાની તક મળી ત્યારે તે લખતાં લખતાં તેણે આગમોમાં રહેલા જૈન તત્ત્વનું ચિંતન પરિશીલન કર્યું. પરિણામે તેને પ્રતીતિ Page #39 -------------------------------------------------------------------------- ________________ [ અણગારનાં અજવાળા વઈ કે ભગવાન મહાવીરે જે અહિંસા ધર્મની પ્રરૂપણા કરી છે તેનાથી આપણે વિપરિત દિશા તરફ જઈ રહ્યા છીએ. સૂક્ષ્મ ચિંતનના પરિણામે તેમણે તેમનું આખુંય જીવન ધર્મક્રાંતિના મંથન અને વિકાસમાં ખરચ્યું. શ્રમણોમાં શિથિલતા, ચૈત્યવાદનો વિકાર અને અધિકારવાદની શંખલા લોકાશાહના ક્રાંતિબીજ હતાં. સત્યની ભૂમિમાં ધરબાયેલા આ બીજને નિષ્ઠા અને પુરુષાર્થનું જળ મળતાં તે વિશાળ વૃક્ષ બની ગયું. સમકિતના આ પવિત્ર વૃક્ષની છાયામાં જિનકથિત મૂળ માર્ગની પુનઃ પ્રતિષ્ઠા થઈ. • મુનિશ્રી સંતબાલજી લોકાશાહને ધર્મપ્રાણ કે કાંતિનો યુગસૃષ્ટા કહે છે. તેમના મતે લોંકાશાહને કોઈ નવો પંથ સ્થાપવો ન હતો. તેને કારણે જ તેની પ્રતિભા એક નિર્ભય સમાજ સુધારક તરીકે ઊપસી. સાધુ સંસ્થાનું શૈથિલ્ય દૂર કરી, સંઘની છિન્ન-ભિન્નતા દૂર કરી, તેમાં એકવાક્યતા લાવવાની પ્રવૃત્તિ આચરે તે જ ભગવાન મહાવીરનો સાઓ અનુયાયી અને આ જ વાત તે સર્વને ગળે ઉતારવા માગતા હતા. તેમની સુધારણામાં શ્રમણોની શિથિલતા, ચૈત્યવાદના વિકાર કે અધિકાર શૃંખલા સામે વિરોધનું પ્રબળ આંદોલન જરૂર હતું. પરંતુ સામેની વ્યક્તિઓ પ્રત્યે તેમનો નકારાત્મક અભિગમ લગીરે ન હોતો. શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના સાતમા અધિવેશનમાં ગુજરાતના મહાકવિ નાનાલાલે અપ્રતિમ ગર્જના સાથે લોંકાશાહના કાર્યની સમીક્ષા કરતાં અનુમોદક વિધાનો કર્યા છે. મોક્ષમાર્ગનો મૂળ પાયો સમકિત છે. ત્યાંથી શરૂ કરી જીવદયાથી મોક્ષ એમ લોંકાશાહના અઠ્ઠાવન બોલનો અભ્યાસ કરતા ધર્મના શુદ્ધિકરણ માટેની પ્રક્રિયામાં તેમનું સૂક્ષ્મ ચિંતન કેટલું સમયોચિત અને ઊંડાણપૂર્વકનું હતું તેનાં દર્શન થાય છે. એક દિવસ શિરોહી, અહંતવાડા, પાટણ અને સૂરતથી ચાર સંઘો આવ્યા. તે તે સંઘોના ચાર સંઘવીઓ સાથેની પ્રશ્નોત્તરી તથા એ સમયના અણહિલપૂર પાટણના લખમશીભાઈ નામના પ્રતિષ્ઠિત શ્રાવક સાથે જે વાર્તાલાપ થયો તેમાં લોંકાશાહે સ્પષ્ટ જણાવ્યું કે અહિંસા માત્ર સ્થળ આચાર Page #40 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૭ નથી. બીજાના દુઃખમાં ભાગીદાર થવું, પોતાની સુખસગવડનો લાભ બીજાને આપવો તેવી ભાવાત્મક અહિંસાને દયા કહે છે, બાહ્યતા આંતરિક તપની પુષ્ટિ અર્થે છે. અનેકાંત બધી બાજુથી ખુલ્લું માનસ ચક્ષુ છે, અલ્પમતિ આચાર્યો જ ગચ્છ-વાડાઓ ઊભા કરે છે, ચાર નિક્ષેપમાં ભાવ નિક્ષેપની જ પ્રધાનતા છે. આવા પારદર્શક વિચારોએ ઢુંઢિયા કે સત્યશોધક રૂપે લોંકાશાહની પ્રતિભા ઉપસાવી. ધર્મમાં શિથિલતા કે વિકાર પેસતો અટકાવવા સમ્યક પુરુષાર્થ કરીશું તે જ ધર્મપ્રાણ લોકાશાહની શહાદતને સાચી શ્રદ્ધાંજલિ છે. શાસનસમ્રાટ પૂ. ધર્મસિંહજીસ્વામી | [ દરિયાપુરી સંપ્રદાય ]. સૌરાષ્ટ્રની ધીંગી ધરાએ ભારતવર્ષને અનેક મહાપુરુષોની ભેટ ધરી છે. એટલે જ હાલાર વસુંધરાને સંતોની ધરતી કહી છે. કાળક્રમે લોકાગચ્છના ધર્મપ્રેમીશ્રાવક જિનદાસચંદ્રનાં ધર્મપત્ની શિવબાની કૂખે સં. ૧૯૫૬ના વૈશાખ સુદ બારસના ગુરુવારે ધર્મસિંહસ્વામીનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ ધરમચંદ હતું. આ તેજસ્વી બાળકને સૌ કોઈ ધર્મના લાડલા નામે સંબોધતા. શૈશવકાળની તોફાન, મસ્તી, નબળાઓનો ન્યાયી પક્ષ કરનાર, કોઈવાર રંગમતી નદીમાં જલમસ્તી માણી આવે, તો કયારેક બાલસમૂહનો નાયક બનનાર આ બાળક, મા સામાયિક વ્રતમાં બેસે તો પોતે પણ મુહપત્તી બાંધી ગુચ્છો આમ તેમ ફેરવે. પાખીને દિવસે પિતા સાથે સ્થાનકમાં ધર્મક્રિયાનું અનુસરણ કરતો. કાળની કોને ખબર? આ બાલસહજ નિર્દોષ ચેષ્ટાનું નાનકડું ઝરણું ભાવિમાં શાસનસમ્રાટ રૂપે ઘૂઘવતો સાગર બનશે. લોંકાગચ્છના અધિપતિ પૂ. રત્નસિંહજીસ્વામી શિષ્ય-પરિવાર સાથે જામનગર શહેરમાં પધાર્યા. ૧૪ વર્ષનો કિશોર ધરમચંદ પૂજ્યશ્રીની નિશ્રામાં Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] [ અણગારનાં અજવાળા ધર્મને રંગે રંગાયો. માતાપિતાની આજ્ઞા મળતાં સંવત ૧૬૭૨ના મહા સુદ તેરસે લોકાગચ્છ સંપ્રદાયમાં જામનગર શહેરે દીક્ષા થઈ અને ધરમચંદ ધર્મસિંહમુનિ બન્યા. કાળક્રમે પૂ. રત્નસિંહસ્વામી, પૂ. દેવજીસ્વામી અને ત્યારબાદ જિનદાસમુનિ કાળધર્મ પામતાં શ્રી શિવજીમુનિને માથે લોકાગચ્છના યોગક્ષેમની જવાબદારીનો મુગટ પહેરાવવામાં આવ્યો. શ્રી શિવજીસ્વામી ધર્મસિંહમુનિનો વિવેક વિનયભક્ત જોઈ તેમના પર પ્રસન્ન ભાવ રાખતા. લોંકાશાહના ક્રાંતિકારક વિચારો અને વિધાનો પ્રમાણે આચરણ કરવામાં લોકાગચ્છના શ્રમણો પણ કાળસંજોગ મુજબ માનપાન-પૂજા, સત્કાર, મંત્રતંત્ર, દોરા-ધાગા આદિના પ્રયોગો કરવામાં ઉત્સાહના લીધે મૂળ આગમાનુસારે વર્તન, વાણી, વ્યવહારમાં શિથિલ થવા લાગ્યા હતા. શ્રી ધર્મસિંહમુનિનો આત્મા, શ્રમણસંસ્કૃતિમાં પેસેલી આવી વિકૃતિઓ જોઈ વિક્ષુબ્ધ થતો. તેમણે ગચ્છાધિપતિ શિવજીૠષિ પાસે સવિનય વંદન કરી કહ્યું :—“કૃપાળુ ગુરુદેવ, શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પુરુષાર્થ આદરવાનો સમય હવે પાકી ગયો છે. યતિવર્ગમાં શિથિલતા ઊંડી પ્રવેશી છે. સાધુચર્યાનો વિપર્યાસ થયો છે. જ્યાં મુનિત્વ ડચકા લેતું હોય ત્યાં શ્રાવકત્વની શી વલે થાય?” ધર્મસિંહજીએ વ્યથાને વાચા આપી. “હે વ્હાલા શિષ્ય, લોકાગચ્છને આચાર્ય વિહોણો કરી હું કોઈ સુધારાનો પ્રયોગ કરવા જાઉં તો શિથિલાચારને વધુ ઉત્તેજન મળે. નાની નાની ટોળાશાહી સંઘાડામાં ફસાઈને બરબાદ થઈ જાય, માટે ધીરજ ધરો. અવસરે ગચ્છના સ્વરૂપમાં રહી શુદ્ધ માર્ગે વિહરીશું. પૂ. ધર્મસિંહજી મુનિએ દોઢ દાયકાના સંયમજીવનમાં સ્વાધ્યાય દ્વારા ઉત્કૃષ્ટ જ્ઞાનની ઉપાસના કરી. સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, વ્યાકરણ, ન્યાયદર્શન, આગમના સૂત્ર સિદ્ધાંતોનો અભ્યાસ કરતાં તેમનું ચિંતન સપાટી પર આવ્યું અને ધર્માચારમાં પ્રવેશેલ શિથિલતાથી વધુ અકળાવા લાગ્યા. તેમણે સત્તાવીશ આગમોના મૂળભાવ તે સમયની લોકબોલીમાં લખી. આ ટીકા ટબા મસ્તક-સ્તવક નામે પ્રસિદ્ધ છે. જિનાગમોની ભાવનાને જ દીવાદાંડીરૂપ લક્ષ રાખી બાલાવબોધ રૂપે પ્રરૂપ્યા. ઉપરાંત, સમવાયાંગની હુંડી, પ્રજ્ઞાપનાનો યંત્ર, સ્થાનાંગનો યંત્ર, રાજપ્રશ્નીયનો યંત્ર તથા Page #42 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ અણગારનાં અજવાળા ] જીવાભિગમ, જંબૂદ્વીપ તથા સૂર્ય-ચંદ્ર પ્રજ્ઞપ્તિઓ પુસ્તક સારરૂપે તેમજ સૂત્રસમાધિ, સાધુસમાચારી, દ્રૌપદીચર્યા, સામાયિકચર્યા વગેરે સુંદર પદો રચી મુનિશ્રીએ સાહિત્યસંપાદન અને સર્જનનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. શ્રી ધર્મસિંહ ગુરુજીને વિનયપૂર્વક કહ્યું : “ગુરુભગવંત! મારામાં ઉદ્દભવેલા આગમાનુસારના જીવન જીવવાના ઉત્સાહને હવે વધુ વખત રોકી શકવાની સહિષ્ણુતા રહી નથી. જૈન ધર્માચાર સુધારવાની ક્રાંતિનો ઝંડો લહેરાવવા આગળ આવો અને તે પૂજ્ય અમારા નેતા બનો.” ધર્મસિંહે સિંહગર્જના કરી. “વત્સ, તારી ટકોર અને જાગૃતિ સાચાં છે. પરંતુ મોગલસમ્રાટ જહાંગીરનું તાજેતરમાં અવસાન થતાં, મોગલવંશ શાહજહાં તરફથી આપણા ગચ્છને ગૌરવયુક્ત પદવી, પાલખી, પટ્ટો, ચામર, ધ્વજ અને શાહી ફરમાન એનાયત કરવામાં આવેલ છે. સમયના સાંપ્રત વહેણે શહેનશાહી બક્ષિસનો અસ્વીકાર કરવો ઉચિત નથી. વળી વૃદ્ધાવસ્થાને કારણે હું પરાશ્રયી જીવન જીવી રહ્યો છું.” ગુરુજીએ પોતાના હૃદયભાવ કહ્યા. “ગુરુજી, મને ક્ષમા કરો, આપશ્રી મને મુક્ત કરો આપના ઉપકારને હું નહિ ભૂલું.” ધર્મસિંહે કહ્યું “તારો માર્ગ વિકટ છે. ધર્મઝનૂની લોકો તારી અવદશા કરશે તેનો મને ભય છે.” ગુરુજીએ વ્યથા વ્યક્ત કરી. “ગુરુદેવ, મારા પ્રત્યેનો આપનો અતિવાત્સલ્ય ભાવ આવી શંકા કરવા પ્રેરે છે. આપનું હૃદય આશ્વસ્ત પામે તેવી કોઈ પણ કસોટી મારા માટે ફરમાવો હું તેમાંથી પસાર થવા તૈયાર છું.” તો હે વત્સ! આ અમદાવાદ શહેરના દરિયાપુર દરવાજેથી નીકળતાં ઉત્તર દિશામાં દરિયાખાન પીરના આલીશાન ઘુમ્મટમાં એક રાત્રિ વાસ કરી આવો અને તમારું સાત્ત્વિક ખમીર દેખાડવાની તક ઝડપી લો.” ગુરુજીએ કહ્યું. ગુરુજીના આશીર્વાદ લઈ અમદાવાદની ઉત્તર દિશા ભણી ધર્મસિંહજીએ દઢ મનોબળ સાથે પ્રસ્થાન કર્યું. સાબરમતી નદી કલકલ નિનાદે અખંડસ્ત્રોત ધરીને નગરજનોને મીઠા નિર્મળ જળની લ્હાણી કરી રહી છે. તેના પૂર્વીય કિનારે એક કોતરની સમથલ ટોચે એક ઊંચી વિશાળ કમળ આકૃતિવાળી ખુલી ભવ્ય ઇમારત ઊભી છે. આ ઇમારતનો માલિક છે શ્રીમંત તેલી દરિયાખાન, પૂર્વકર્મના Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [ અણગારનાં અજવાળા અંતરાય, સંતાન વિહોણો દરિયાખાન આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો. એક સમયની આ રમણીય મહેલાત ભયંકર ભૂતાવળવાસિત ઈમારત મનાવા લાગી અને દરિયાખાન પીર તરીકે મનાવા લાગ્યો. કોઈ અજાણ્યા પ્રવાસી રાતવાસો કરવા આવે તો સવારે તેના મૃતદેહો જ મળતા. જોગીની જટા જેવા ઝાંખરા અને ઝાડવાં, નિર્જન અને વેરાનસ્થાનને વધુ બિહામણું બનાવતાં. પંચમહાવ્રતથી શોભતા તેજસ્વી ધર્મસિંહ, ત્યાં ઊભેલા બે ત્રણ મુસ્લિમ ભાઈઓ પાસે આ ઇમારતમાં રાતવાસો કરવાની આજ્ઞા માગે છે. “સાંઈબાબા, ઈધર રાત ઠહરનેકા ઠીક નહીં હૈ.” ક્યાં છે?” યહ જગા મધરાતકો ભયંકર બન જાતી હૈ, બડે ભડવીર ભી સુબહ મુડદા હી હો જાતા હૈ. ઇસ ઇમારતકા માલિક દરિયાખાન રાતકો માર ડાલતા હૈ.” ઠીક હૈ, કોઈ હર્જ નહીં. મેરે ઉસ્તાદ કી આજ્ઞા સે (મારા ગુરુજીની આજ્ઞાથી) મેં યહાં રાતકો ઠહરનેકો આયા હું. મેરી જિમેવારી મેરે શિર પર. મેં જૈન સાધુ છું. સૂરજ ડૂબજાને પર મેં દૂસરી જગહ નહીં જા સકતા હૂં. મુઝે ઠહરને કી પરવાનગી દો!” “ઠીક હૈ સાંઈ! જૈસી તુમ્હારી મરજી! આમિન!” આજ્ઞા મળતા મુનિરાજે ઇમારતના ઇશાન ખૂણામાં જગા પૂંજી આસન બિછાવી આરાધના શરૂ કરી. મધ્યરાત્રિએ પવન ને કડાકા ભડાકા વધ્યા. ભયંકર બિહામણી આકૃતિએ ઘુમ્મટવાળી ઇમારત પાસે દેખા દીધી. દેવોને વરેલી વૈક્રિય-શક્તિના બળે દરિયાખાન પીરે ભયંકર પિશાચનું રૂપ ધારણ કર્યું. “કોણ છે, મૃત્યુને ભેટવાની ઇચ્છાવાળો બેવકૂફ. અહીં મારા ધામમાં સૂરની શક્તિ સામે કોનો કપૂત આવ્યો છે?” પીરે પ્રચંડ ગર્જના કરી. અરે મુંડિયા, મરવા શું કામ આવ્યો, આ ઇમારત મેં બંધાવી છે. અહીં મારી મરજી વિરૂદ્ધ કોઈ ન રહી શકે.” શાંત સમાધિવંત સૌમ્ય સૂરે મુનિ બોલ્યા, “શા માટે આવા બિહામણા સ્વરૂપે ઉપસ્થિત થયા છો.? આવી ઘોર વિડંબનાનો શો હેતુ?” Page #44 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૧ “ઓ મગતરા જેવા માનવી! આ ભવ્ય ઇમારત મારું સ્મારક છે. મારી ઇચ્છા વિરુદ્ધ લોકોએ તેને પ્રમોદનું વિહારધામ બનાવ્યું છે. મારી અવજ્ઞા કરનારનું સવારે શબ જોતાં મને આનંદ ઉપજે છે.” પીરે અટ્ટહાસ્ય કર્યું. “તો દિવ્ય આત્મા, આપ હવે શું ઈચ્છો છો?” “હે બોડિયા માથાના માનવી, તું જલ્દી ચાલ્યો જા” “કોઈની પરવાનગી વિના અમે જૈન સાધુ વાસ કરતા નથી. ત્રણ મુસ્લિમ બિરાદરોની મેં પરવાનગી લીધી છે. આપને દુઃખ પહોંચતું હોય તો હું અહીં રહેવા ન ઇચ્છું, પરંતુ રાત્રિ દરમ્યાન અપકાય (સૂક્ષ્મ જીવો) વર્ષા થતી હોવાથી અને અન્ય નાના મોટા જીવોની વિરાધનાના સંભવને કારણે ભગવાન મહાવીરના ફરમાન મુજબ વિહાર ન કરી શકાય, તેથી હું બહાર એક વૃક્ષ નીચે રાત્રિ પસાર કરી લઈશ. પરંતુ તે દિવ્યાત્મા, આપની નેકી અને પરગજુપણાને કારણે આપ દેવગતિ પામ્યા છો. છતાં તમારી વાસના આવા ઈટ માટી ચૂનાના તુચ્છ વિનાશી મકાનમાં કેમ ભટકે છે? શું આ મકાન કરતાં આપના દેવભવ ઓછા સારા છે? જેથી આપ આવી ક્ષુલ્લક તૃષ્ણામાં રાચો છો.? આ ક્રૂરતા–હિંસા આપની ભવ પરંપરા વધારી હીન ગતિ-દશાનું નિર્માણ કરશે.” પ્રશમરસમાં વહેતો મુનિવરની શાંત મધુરવાણીનો પ્રવાહ આગળ વધ્યો. “હે પવિત્રઆત્મા, રોષ છોડી શાંત બનો, ભાવિ જીવનને સુધારી લો, શાંતિ, સમાધિ, સમતા ધરી લો.” મુનિવરની મીઠી, ધાર્મિક, મધુર છતાં નિર્ભીક અને ભાષાસંમિતિયુક્ત પ્રેરકવાણી સાંભળી યક્ષ પ્રસન્ન થયો. તામસ યક્ષાતનમાં પ્રકાશ ફેલાયો. દરિયાખાન પીરનો દિવ્યાત્મા નિજત્વરૂપી વૈક્રિય દેહે સૌમ્ય સ્વરૂપે હાજર થયો. મુનિએ કેટલોક સમયે ઉપદેશ આપતું પ્રેરક સંબોધન કર્યું. યક્ષનું હૃદયપરિવર્તન થતાં બોલ્યો, “હે ધીર મુનિવર, મારી વાસનાનો ત્યાગ કરું છું. જ્યારે તક આપશો ત્યારે આપની સેવામાં ઉપસ્થિત રહીશ. સર્વથા આપનો જય હો, વિજય હો .” Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ અણગારનાં અજવાળા અહીં ઉપાશ્રયમાં, શિવજીગુરુ ચિંતાતુર હતા. કર્મઠ મુનિને પીરના યક્ષાયતમાં રાતવાસાની આકરી કસોટી કરવા મોકલ્યા બદલ પોતાની મતિને અવિચારી ગણી અરિહંત પ્રભુને પ્રાર્થના કરતા હતા. જનસમૂહને ખબર પડતાં માનવમેદની યક્ષાતનમાં એકઠી થઈ. મુનિ ધર્મસિંહે રાત્રિની ઘટનાનું વૃત્તાંત કહી આ સ્થળ વસાહત માટે સુરક્ષિત અને યોગ્ય બનેલ છે તેની વાત કહી. લોકો ધર્મસિંહજીના જયકાર, પૂ. શિવગુરુના જયકારના નાદ સાથે મુનિ સાથે ઉપાશ્રયમાં આવ્યા. ગુરુજીએ સફળતા બદલ આશીર્વાદ આપ્યા. મુનિ સુંદરજી, મોહનજી, ભીખાજી વગેરે સોળ સાધુએ ધર્મસિંહજી સાથે જવાની આજ્ઞા માગી. દરિયાપુરના તોતિંગ દરવાજાની કેટલીક ઓરડીઓમાં મુનિઓએ વાસ કર્યો, અહીંથી જ જનસમૂહને ઉપદેશ આપવાનો શરૂ કર્યો. સુલતાનના કારભારી દલપતરાય શાહે મુનિ ધર્મસિંહજીને રહેવા માટે અનુજ્ઞા આપી. ચોકીદારે તેનું ડહેલું આપ્યું. આ જોડિયા મકાનોમાં છીપાપોળનો ઉપાશ્રય બન્યો. આ ગચ્છ દરિયાપુર આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય તરીકે લોકજીભે પ્રસિદ્ધિ પામ્યો. દરિયાપુર શબ્દ દરિયાપુર દરવાજાના ધર્મપ્રચારનો આરંભ સૂચવે છે. તે બે પદોનો બનેલો છે, દરિયા અને પુરી. દિરયા શબ્દથી દરિયાખાન પીરની ઘુમ્મટવાળી ઇમારતમાં બનેલ પ્રસંગની સ્મૃતિ અભિપ્રેત છે. ક્રાંતિવીર લોંકાશાહની ધર્મજ્યોતને પૂ. ધર્મસિંહજી સ્વામીએ વધુ પ્રજ્વલિત બનાવી. અમદાવાદની પશ્ચિમે સરખેજમાં ધર્મસિંહજીના ઉપદેશથી ત્યાંના શ્રાવક ધર્મદાસજી સ્વયં દીક્ષિત બન્યા અને તેની પરંપરા ધર્મદાસજી સંપ્રદાયથી પ્રસિદ્ધ થઈ. ધર્મસિંહજી મુનિની ધર્મપ્રભાવના સમગ્ર વિસ્તારમાં ખૂબ જ પ્રસરી. સં. ૧૭૨૩માં પૂ. શ્રી ભરૂચ પધાર્યા. શ્રી સુંદરમુનિ નર્મદા નદીના પટમાં યોગ્ય સ્થંડીલભૂમિનો ઉપયોગ કરી ઉપાશ્રયમાં ઇરિયાવહીના કાઉસ્સગમાં બેસી ગયા. ધ્યાનમાં ચેતનાના પ્રકંપનો વિસ્તાર થયો. “ગુરુદેવ, Page #46 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ અણગારનાં અજવાળા | સંથારાના ભાવ જાગે છે. મને સંથારો આદરાવો.” સુંદરમુનિએ વિનયસહ કહ્યું. પૂ. ધર્મસિંહજીએ ગુરુશિષ્યના સંબંધનો વિચ્છેદકાળ જાણી સંથારો કરાવ્યો. સં. ૧૭૨૩ મહાસુદ બીજના સંથારો સીઝયો. સં. ૧૭૨૮ ના શિયાળો પૂર્ણ થતા સૂરત માટે વિહાર આદર્યો. સૂરતમાં ધર્મપ્રભાવનાની પ્રવૃત્તિ સોળે કળાએ ખીલી. વિક્રમ સં. ૧૭૨૮ના આસો માસની સુદ ચોથ ઓક્ટોબર ૧૯૭૨નો દિવસ હતો. અંતેવાસી મુનિને પૂ.શ્રીએ ગોચરીથી પરવારી પાસે આવવા સૂચન કર્યું. આ સંકેતથી સૂરત સંગ્રામપુર ઉપાશ્રય આબાલવૃદ્ધોથી ઊભરાવા લાગ્યો પૂજ્યશ્રીએ સર્વ જીવોને ખમાવ્યા. સર્વને ધીમા અવાજે અંતિમ પદો સંભળાવ્યા. પવિત્ર વાયુમંડળમાં ગુંજારવ થયો. કેવલી પત્નત્તો ધમ્મ શરણં પવન્જામિ......! જિનશાસનને મોટી ખોટ પડી. ચારિત્રથી ચમકતો ચાંદ અસ્ત થયો, ધર્મપ્રભાવક પૂ. ધર્મસિંહજી સ્વામીને ભાવાંજલિ....! નિદ્રા વિજેતા આચાર્ય પૂ. શ્રી ડુંગરસિંહજી મહારાજસાહેબ સૌરાષ્ટ્રની સુરમ્ય ભૂમિમાં થોડા થોડા અંતરે મહાપુરૂષો જન્મતા રહ્યા છે. આવું એક નરરત્ન અઢારમા સૈકામાં સદ્ભાગ્ય સાંપડ્યું છે. સપુરૂષનું નામ સાંભળતાંની સાથે જ તેમના માતાપિતા અને જન્મભૂમિનું સહજભાવે સ્મરણ થઈ આવે. જુનાગઢ પાસે મેંદરડા મહેન્દ્રપુર નામે ગામમાં જૈનોનાં ઘરો સારી સંખ્યામાં હતાં. બદાણીની અટકથી ઓળખાતા કમળસિંહ નામના જૈન ગૃહસ્થ સાધારણ વ્યાપાર વાણિજ્યથી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. નીતિ સત્ય પ્રામાણિકતા આદિ કેટલાક નૈસર્ગિક ગુણો તેમના જીવનમાં તાણાવાણાની માફક વણાઈ ગયા હતા. તેમનાં ધર્મપત્ની હીરબાઈ સાદા, સગુણી અને સુશીલ હતાં. કમળસિંહભાઈ ભાગ્યના વિકાસ માટે મેંદરડાથી માંગરોળ ગયા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ અણગારનાં અજવાળા એક વખત હીરાબાઈએ સ્વપ્નમાં લીલોછમ પર્વત જોયો ને પર્વતમાળામાં શુભ પગલાં ભરતો હાથીને હંફાવનાર મહાકાય વનકેસરીને આનંદપૂર્વક ડોલતો ડોલતો પોતાના તરફ આવતો જોયો. હીરાબાઈએ ગર્ભાવસ્થાનું યથાર્થ પાલન કર્યું. યથા સમયે પુત્રનો જન્મ થયો. ખૂબ આનંદ ઉત્સવ ઉજવાયો. તેમનો જન્મ વિ.સ. ૧૭૯૨ માં થયો. કમળસિંહભાઈને ચાર પુત્રીઓ અને બે પુત્રો થયા. મોટાં વેલબાઈ પછી ડુંગરસિંહજીભાઈ, સ્વપ્નામાં ડુંગર પર સિંહ જોયો તેથી ડુંગરસિંહજી નામ પાડ્યું. ડુંગરસિંહજીભાઈમાં નાનપણથી જ સહૃદયતા, કોમળતા સર્વ જીવો પ્રત્યે પ્રેમભાવ સમભાવ વગેરે ગુણો બધાને આકર્ષિત કરતા હતા. તેમનાં સર્તન તથા સદ્ગુણોની છાપ પડ્યા વગર રહેતી નહિ. સમય જતાં વેલબાઈને ખાનદાન કુટુંબના રતનશી શેઠ સાથે દીવ બંદરે પરણાવ્યાં. તેમને હીરાચંદ નામે પુત્ર ને માનકુંવરબાઈ નામે પુત્રી એમ બે સંતાન થયાં. આ સુખી કુંટુંબ પર અચાનક વજ્રપાત થયો ને રતનશી શેઠ ભરયૌવનમાં અવસાન પામ્યા. વૈધવ્યના દુઃખનું તો પૂછવું જ શું? આ કરૂણ બનાવથી ડુંગરસિંહજીભાઈને સંસારની અનિત્યતા સમજાણી ને તેના હૃદયમાં વૈરાગ્યનાં બીજ રોપાયાં. વેલબાઈની સંભાળ રાખવા શ્રી કમળશી શેઠ સપરિવાર દીવબંદરે રહેવા ગયા. દિવસો પસાર થતા રહ્યા. એક દિવસે દીવનગરીમાં પૂ. મુનિરત્ન શ્રી રત્નસિંહજી મહારાજ સાહેબની પધરામણી થઈ. આત્માની દિવ્યતા ધર્મદેશનાના ગળે ઊતરી જાય તેવી પૂ. મુનિની વાણીથી શ્રાવક-શ્રાવિકાઓ પ્રભાવિત થયાં. ડુંગરસિંહજી ભાઈએ પણ ધર્મદેશના સાંભળી. યુવાન ડુંગરસિંહજી ભાઈનું હૃદય વૈરાગ્યથી રંગાયેલું હતું. તેમાં વધુ દૃઢતા આવી. માતા પિતા પાસે દીક્ષા માટે રજા માગી. ખૂબ પરીક્ષા કરી. તેમનાં બેન વેલબાઈ અને તેનાં બંને સંતાનોને માતા હીરબાઈ એમ પાંચે વ્યક્તિઓએ વિ.સ. ૧૮૧૫ કારતક વદ ૧૦ (દસમ) ના દિવસે દીવનગરીમાં દીક્ષા અંગીકાર કરી. પૂ. ડુંગરસિંહજી મહારાજ તથા માનકુંવરબાઈ મહાસતીજીનાં તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી ખૂબ અભ્યાસ કર્યો. આહાર અને નિંદ્રા સાધક દશામાં Page #48 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૫ બાધક રૂપ છે, તેથી સ્વાદેન્દ્રિય પર વિજય મેળવી સાડા પાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો. આગમજ્ઞાન સાથે ષટ્કર્શનનો અભ્યાસ કર્યો. જ્યાં જ્યાં તેઓ વિચરતા હતા ત્યાં ત્યાં શાંતિ સમાધિની પ્રસરતી અનેકોને વ્યસનમુક્ત કરાવતા. અમુક સમય પછી તેઓશ્રીના પૂ.ગુરૂદેવ કાળધર્મ પામ્યા. જવાબદારી વધી. વિહાર કરતા ગામ બહાર જંગલની ગુફામાં ઊતરતા. હિંસક પશુઓનો ભય લાગતો નહિ. રાત આખી સાધનામાં રત રહેતા. અનેક અન્યધર્મીઓને પણ જૈન ધર્મી બનાવ્યા. અનેક ઉપસર્ગ પરિષહને સહન કરતા વિચરણ કરતા કરતા પૂ. ગુરૂદેવ શિષ્ય સમુદાય સાથે ગોંડલમાં પ્રવેશ કર્યો તે સમયે ગોંડલની રાજધાની પર શ્રી કુંભાજી મહારાજ રાજતંત્ર ચલાવતા હતા. ગોંડલમાં જૈનોનાં ૧૨૦૦ ઘર હતાં, તે રાજદરબારમાં જૈનોનું વર્ચસ્વ ઘણું હતું. સમાજમાં શિથિલતા દૂર કરવા ગોંડલ ગામને કેન્દ્રમાં રાખી પ્રબળ શક્તિથી ઝુંબેશ ઉઠાવીએ કે જેથી સમાજમાં નવ જાગૃતિનું પ્રભાત ઊગે, પ્રમાદ દૂર થાય. આ વાત વિચારી પૂ. ગુરૂદેવે વિ.સ. ૧૮૪૫માં ધર્મ સમાજનાં કાર્યનાં કેન્દ્રસ્થાન તરીકે ગોંડલ ગામની પસંદગી કરી. પૂ. ડુંગરસિંહજી મહારાજ સાહેબને વિ.સ. ૧૮૪૫ મહાસુદ પના આચાર્યપદથી વિભુષિત કર્યા. વિ.સ. ૧૮૬૦ માં ભીમજીભાઈને પૂ.શ્રી એ દીક્ષા આપી ત્યાર પછી જામનગરમાં પણ પિતા-પુત્ર સહિત ચાર વ્યક્તિને દીક્ષા આપી પૂ.શ્રીના ઘણા શિષ્ય અને શિષ્યાઓ થયાં. પૂ.શ્રીના માતુશ્રી હીરબાઈએ દીક્ષા લીધી હતી. તેને શિયાળનો ઉપસર્ગ આવ્યો ને છેવટે અનસન પૂ.શ્રીએ તેઓને કરાવ્યું. ૫૮ દિવસ અનશન વ્રતધારીની સેવા કરી. અનેક રાજાઓને તથા પ્રજાજનોને ધર્મના માર્ગે ચડાવ્યા. સંખ્યાબંધ લોકોને દારૂ, માંસ, શિકાર આદિ વ્યસનોનો ત્યાગ કરાવ્યો હતો. ખેડૂતોને ધર્મબોધ આપી જીવન પરિવર્તન કરાવ્યું. શ્રી ડુંગરસિંહજી સ્વામી તીક્ષ્ણ બુદ્ધિના હોવાથી શાસ્ત્રોના અધ્યાયોનું ટુંક સમયમાં સાચું જ્ઞાન સંપાદન કર્યું તેમની સ્મરણશક્તિ દિન પ્રતિદિન સતેજ બનતી જતી હતી. આહાર અને નિદ્રા એ બન્ને સાધક દશામાં Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ અણગારનાં અજવાળા બાધક રૂપ છે. તેમ પોતાને લાગતાં રાત્રિની નિદ્રાનો ત્યાગ કરવાનો તેમણે દૃઢ સંકલ્પ કર્યો અને નિદ્રા ઉપર કાબુ મેળવવા માટે સ્વાદેન્દ્રિય ઉપર જય મેળવવો, ખોરાક ઉપર સંયમ કેળવવો આદિ બાબતોમાં તેઓશ્રી ખૂબજ સતર્ક અને સાવધાન રહેવા લાગ્યા. રાત્રીના ભાગમાં એક સામાન્ય પાથરણું અથવા તો સુખે બેસી શકાય તેવા અઢી હાથ લાંબા પાટલા ઉપર બેસી સ્વાધ્યાયમાં તેઓ શ્રી તન્મયતલ્લીન બની જતા. જરા પ્રમાદવૃત્તિ પેદા થતાં એકદમ ઊભા થઈ જતા, ક્યારેક એક પગે ઊભા રહેતા, ક્યારેક ટટ્ટાર સ્થિર રહે, આવી રીતે સાડાપાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો. પૂ. મેઘરાજજી મહારાજને ૭૮ દિવસનો સંથારો કરાવ્યો. પૂ.શ્રી એ ગોંડલ ગચ્છની સ્થાપના કરી હાલ ગોંડલ સંપ્રદાયમાં ૨૦ સાધુઓ અને ૨૯૦ જેટલી સાધ્વીજીઓ છે. હર્યો ભર્યો સંઘ છે. સાધુ-સાધ્વીજીઓ વિદ્વાન અને સરળ છે. આ બધો પૂ. ડુંગરસિંહજી મહારાજનો ઉપકાર છે. છેવટે વિ.સ. ૧૮૭૭ ને વૈશાખ સુદ પુનમના દિવસે દેહનો ત્યાગ કર્યો. ક્રિયા પાલનમાં તેઓ ખૂબ જ કડક હતા. સ્વભાવે સાત્ત્વિક ને સરલ હતા. માનવ કલ્યાણના અનેક કાર્યો તેમણે કર્યાં છે. બહેનોને જ્ઞાન માર્ગે આગળ વધારવા પૂ.શ્રીએ અનેક પ્રયત્નો કર્યા હતા. તેઓએ જન–જનના અંતરમાં માનવતાની અપૂર્વ જ્યોત જલાવી છે. સમાજના હિત માટે જ જેમણે પોતાનું સંપૂર્ણ જીવન શાસન સમર્પિત કર્યું છે. સંઘ સમાજના ઉત્થાન માટે તેઓશ્રીએ ખૂબ જ પુરૂષાર્થ કર્યો હતો. આવા અનંત ઉપકારી પૂ.ડુંગરગુરુ ને ભાવ પૂર્ણ વંદના........! * Page #50 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૭ અધ્યાત્મ પુરુષ પૂજ્ય શ્રી અજરામર સ્વામી સૌરાષ્ટ્રના હાલાર પ્રાંતમાં જામનગર ઉર્ફે નવાનગર પાસે પડાણા ગામમાં ઓશવાળ જ્ઞાતિના માણેકચંદ શાહ, તેમનાં ધર્મ-નિષ્ઠ પત્ની કંકુબાઈ સાથે આદર્શ ગૃહસ્થજીવન વિતાવતા હતા. સં. ૧૮૦૯ના તેમને ઘેર પુત્રરત્નનો જન્મ થયો. અજરામરજી માત્ર પાંચ વર્ષના થયા ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી. માતુશ્રી ધૈર્યથી પુત્રને સંસ્કાર આપતાં. માતા તરફથી સંસાર અસારતાનો પાઠ શીખવા મળતાં અજરામરજીમાં નાનપણથી જ સંસાર ઉદાસીનતા અને વૈરાગ્યનાં બીજ રોપાયાં. માતા અને પુત્ર બન્ને ગોંડલ ગયાં. જ્યાં હીરાજી સ્વામી તથા કાનજીસ્વામી થાણા બે ચાતુર્માસ બીરાજતા હતા. માતાએ પુત્રના સંયમના ભાવ અને વૈરાગ્ય પ્રતિ જીવનનાં વલણની વાત કરી. પોતાને પણ એવો જ ભાવ છે તેની વાત જણાવી. ગુરુજીએ માતા પુત્રને રાહ જોવા કહ્યું. સગા-વહાલાની સંમતિ અને સંઘના અનુમોદના પત્ર મેળવવાની વાત કરી. પૂજ્ય હીરાજી સ્વામી ફરી ગોંડલ પધાર્યા ત્યારે ૧૮૧૯ના મહા સુદ૫ના રોજ હીરાજી સ્વામીએ દીક્ષા આપી. પૂ. અજરામરજી સ્વામીને કાનજી સ્વામીના શિષ્ય અને કંકુબાઈ મહાસતીજીને જેઠીબાઈ આર્યાજીનાં શિષ્યા જાહેર કર્યાં. દીક્ષા પછી સ્વામીજીએ આગમનું અધ્યયન કરવાનું નક્કી કર્યું. સં. ૧૮૨૬ ની સાલમાં લીંમડીથી પૂજ્ય હીસ્જી સ્વામી, પૂ. કાનજી સ્વામી અને શ્રી અજરામરજીએ સૂરત તરફ પ્રયાણ કર્યું. ભરૂચ પહોંચ્યા ત્યા રસ્તામાં સૂરત નિવાસી ખરતરગચ્છના પંડિત શ્રી ગુલાબચંદજી મિયાનામાં બેસી ભરૂચ થી પાછા ફરતા સૂરત જતા હતા તેણે માર્ગમાં ચાલનાર ના શુભ લક્ષ્મણથી અંકિત પગલાં જોયાં. રસ્તે મળતા મુનિઓને વંદન કરી પરિચય થતા સૂરત દર્શન કરવા આવશે તેવી પંડિતજીએ વાત કરી અને સૂરતમાં તેમણે પૂજ્યશ્રીને અભ્યાસ પણ કરાવેલ. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] [ અણગારનાં અજવાળા છ વર્ષમાં વ્યાકરણ, કાવ્ય, અલંકાર, સાહિત્ય, નાટક, સંગીત, છંદ, જ્યોતિષનો અભ્યાસ કર્યો. તે વખતે લીંબડીની ગાદીએ પૂ. મૂલચંદજી મહારાજના શિષ્ય પંચાસજી સ્વામી આચાર્ય હતા. લીમડીના ખેતશી શેઠ અજરામરજી સ્વામીને પ્રશ્નો પૂછતા અને શંકાનું સમાધાન મેળવતા. શેઠના પ્રયત્નથી સૂત્ર શાસ્ત્રવેત્તા પૂ. દોલતરામજી મ. સાહેબને લીમડી સંઘે વિનંતી પત્ર લખ્યો અને પ્રાર્થના કરી કે પૂ. અજરામરજી સ્વામીની જ્ઞાન પિપાસા સંતોષવા આપ પધારો પૂ. દોલતરામજી મહારાજે વિનંતી સ્વીકારી અને શાસ્ત્રાભ્યાસ કરાવ્યો. સં. ૧૮૩૬માં સ્વામીજીએ કચ્છ તરફ વિહાર કર્યો. કચ્છમાં તે વખતે ધર્મદાસજી મ.ના સંપ્રદાયના શિષ્યો વિચરતા. ધર્મદાસજી મ.ના સં.મા દરેક સ્થળે છ કોટિનું પ્રવર્તન હોવા છતાં અહીં આઠ કોટીની પ્રવર્તનની શરૂઆત કેમ થઈ હશે? તેનું મૂળ તપાસતાં બે અભિપ્રાય ઉપસ્થિત થાય છે. મહાત્મા શ્રી વ્રજપાળજીના અભિપ્રાય પ્રમાણે પરદેશથી પહેલ વહેલા આ દેશમાં સાધુઓ જ્યારે આવ્યા ત્યારે તેમના પહેલા એકલપાત્રીય શ્રાવકે કચ્છમાં આઠ કોટીએ સામાયિક વિ. કરાવતા જેથી નવા આંગતુક સાધુઓએ ગમે તે કારણથી તેનું અનુકરણ કર્યું. શ્રાવકોએ એજ ચલાવ્યું. દરિયાપુરી ધર્મસિંહ મુનિના સંતો આવશ્યક સૂત્રની પ્રત ઉપરથી કચ્છમાં વિચરતા સાધુઓએ આઠ કોટિની પ્રવૃત્તિઓ કરાવી. ધોળકાના રહીશ તલકશીભાઈ અને કુતીયાણાના રવજીભાઈએ ૧૮૩૭માં ભૂજમાં અને બીજાએ સંવત ૧૮૩૮માં દીક્ષા લીધી. ૧૮૪૧માં ગોંડલમાં ઓસવાલ નાગજીભાઈ શાહ અને તેમના પુત્ર દેવરાજભાઈએ દીક્ષા લીધી. આ વખતે લીંબડી સં.મા સાધુઓની સંખ્યા ત્રણસોની હતી પણ જોઈએ તેટલી વ્યવસ્થા સુંદર ન હતી. પૂ. અજરામરજી સ્વામીએ સુવ્યવસ્થાનો પુરૂષાર્થ ચાલુ રાખ્યો. Page #52 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૯ ૧૮૪૫માં સાધુસમુદાયનું સંમેલન થયું, સ્વામીજીએ સુધારાની ૩૨ કલમનો એક ખરડો તૈયાર કર્યો હતો, તે સાધુ સમુદાય સમક્ષ મૂકવામાં આવ્યો. ચતુર્વિધ સંઘની અધઃસ્થિતિ અટકાવવા આ કલમો અગત્યની હતી. મોટા સાધુઓના મનમાં કાંઈક પૂર્વગ્રહ હતો. તેને થતું કે આજકલની દીક્ષાવાળા ધારા બાંધે એ કેવું? અમારી શું કિંમત? આવા ખ્યાલથી સાધુ સમાજમાં મોટો વિક્ષેપ પડી ગયો અને કેટલાક સાધુઓ બરવાળા તરફ તો કેટલાક સાધુઓ ગોંડલ તરફ વિહાર કરી ગયા. અને કેટલાક ચૂડા, ધાંગધ્રા તરફ વિહાર કરી ગયા. અને આ રીતે એક સંપ્રદાયમાંથી લીંબડી, ગોંડલ, બરવાળા, ચૂડા, ધાંગ્રધા અને સાયલા એમ છ સંપ્રદાયો થયા. સંઘે ૧૮૪૫માં શ્રી અજરામરજી સ્વામીને લીંબડીની ગાદીએ બેસાડ્યા. નવી વ્યવસ્થા બંધાયા પછી લગભગ એક વરસ સુધી ઝાલાવાડ કાઠીયાવાડમાં મુનિ મંડળે વિહાર કર્યો. ભૂજમાં દેરાવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી વાઘજીભાઈ પારેખ પૂ. સ્વામીથી બહુ જ પ્રભાવિત થયા. તેમણે પૂજ્યશ્રીને ભૂજમાં પધારવા વિનંતી કરી. પરંતુ આ ક્ષેત્ર સ્થાનકવાસી માટે બંધ હતું પરંતુ કૂનેહથી પારેખે પૂ. સ્વામીજીને તેડાવી ચાતુર્માસ માટે આ ક્ષેત્ર ખુલ્લું કર્યું. ત્યાર પછી, ઝાલાવાડ, કાઠિયાવાડ અને ગુજરાતના તમામ પ્રદેશમાં પૂ.શ્રી એ અભ્યાસ મુનિમંડળ સાથે વિહાર કર્યો. એટલું જ નહિ પરંતુ માલવા, મેવાડ અને મારવાડ સુધી પોતાની વિજયી મુસાફરી લંબાવી પોતાના વિદ્યાગુરુ પરોપકારી પૂ.દોલતરામજી મ.સા. નાં જયપુર દર્શન કરી ત્યાં ચાતુર્માસ રહ્યા. ૧૮૬૦માં સ્વામીજીની પચાસ વર્ષની ઉંમરે સંપૂર્ણ આધ્યાત્મિક જીવન ભોગવવાની શરૂઆત કરી અને આમ જીવનના અંત સુધી સંપૂર્ણ આધ્યાત્મિક જીવન જીવી અને જિન-શાસનના ગગનના, દેદિપ્યમાન સિતારા બની ગયા. પૂજ્યશ્રીને ભાવપૂર્ણ અંજલિ......! આજે લીમડી સંઘના અનેક વિદ્વાન સંત-સતીઓ અજરામર સંપ્રદાયના નામ નીચે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ભારતના અન્ય સ્થળે વિચરી રહ્યાં છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] [ અણગારનાં અજવાળા તપસ્વી પૂ. માણેકચંદજી મહારાજ ભારતવર્ષનું સ્થાન વિશ્વમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ અજોડ છે. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો એક વિશિષ્ટ વારસો આ દેશમાં જળવાઈ રહ્યો છે. વિશ્વના ઇતિહાસમાં આધ્યાત્મિક ઉત્ક્રાંતિ સર્જનાર ભારતવર્ષ છે. દર્શન સાહિત્યમાં વિશિષ્ટ આત્મચિંતનની દેણ ભારતના મનીષીઓ, ઋષિઓ અને સત્પુરુષોની છે. એવા પવિત્ર ભારતભૂમિના પશ્ચિમ દિગ્વિભાગમાં આવેલ સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે. આ ધન્ય સૌરાષ્ટ્રની ધરણીએ તેજસ્વી રણવીરો, યશસ્વી ધર્મ પ્રવર્તકો અને ઓજસ્વી યુગપુરુષોને જન્મ આપી સૌરાષ્ટ્રને સમગ્ર ભારતનું આકર્ષણનું કેન્દ્ર બનાવેલ છે. પ્રાતઃ સ્મરણીય, પરમ વંદનીય પૂ. માણેકચંદ્રજી મહારાજ, જૈન અને જૈનેતરોમાં ઘણું ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. પૂજ્યશ્રીના જીવન વિશે, સંક્ષેપમાં મહત્ત્વની જીવન વિગતો દર્શાવવાનો મુખ્ય આશય છે. તેઓશ્રીના મહાન પ્રેરણાદાયક જીવનમાંથી આજની પેઢી એકાદ અંશ પણ સ્વીકારે તો પણ તેનું જીવન ધન્ય બની રહે તેવી ઉત્તમ ગુણસમૃદ્ધ સભર પૂજ્યશ્રીનાં ચરણોમાં વંદન. સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ–જેતપુરની ભૂમિ તેની જન્મભૂમિ છે. સાંસારિક પિતા શ્રી પ્રેમજીભાઈ ખેતસી ગાંધી, સરળ સ્વભાવી, ધર્મના રંગે રંગાયેલ, ઈશ્વરનિષ્ઠ સદ્ગૃહસ્થ હતા. તેઓ પ્રામાણિકતાથી વ્યાપારથી આજીવિકા મેળવતા હતા. નીતિથી સંતોષમય જીવન જીવતા હતા. સાધુજનોની સેવાભક્તિ, ધર્માચરણ, આત્મસંતોષ તેમના વ્યક્તિત્વના મુખ્ય આલોક અંગો હતા. વ્રતધારી શ્રાવકમાં સંભવિત કષાયમંદતા અને નિર્મળતા તેમના જીવનમાં જોઈ શકાતી હતી. સંત સાન્નિધ્ય અને શાસ્રશ્રવણ તેમની પ્રિય પ્રવૃત્તિ હતી. આ ધર્મનિષ્ઠ શ્રાવકનું, કુટુંબ અને સમાજમાં ઘટતું મહત્ત્વનું સ્થાન હતું. સાદું-સાત્ત્વિક અને અનુકરણીય જીવન તેઓ વ્યતીત કરતા હતા. શ્રી પ્રેમજીભાઈના પાપભીરુ ગૃહિણી, વ્યવહાર કુશળ શ્રી કુંવરબાઈ નામનાં ધર્મપરાયણ પત્ની હતાં. તેઓનું દાંપત્યજીવન ધર્મપરાયણ અને Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧ અણગારનાં અજવાળા ] સંતોષી હતું. ધર્મના સંસ્કારો પૂર્વનાં પુણ્યથી સહજ પ્રાપ્ત હતા. ત્યાગ, તપ અને સંવેગ, નિર્વેદ વગેરે ગુણની વૃદ્ધિ થતી હતી. ધર્મની સમજણને કારણે પૈસાની તૃષ્ણા કે ઝંખના એમને સતાવતા ન હતાં. સાધુ પુરુષોના સમાગમથી આ દંપતિના અધ્યાત્મનેત્રો ઊઘડ્યાં હતાં. આ સગુણશીલ દંપતી, પોતાના શાંત અને આનંદપૂર્ણ જીવનને સંતોષ સાથે કલાત્મક રીતે જીવી રહ્યા હતા. આ દંપતીને ઘેર અનુક્રમે ત્રણ પુત્રો શ્રી જયચંદભાઈ, શ્રી માણેકભાઈ, શ્રી માવજીભાઈ તથા એક પુત્રી ઉજમબાઈનો જન્મ થયો. સૌથી મોટા જયચંદભાઈ તે પછી ઉજમબાઈનો જન્મ થયો હતો. માણેકચંદભાઈ ત્રીજું સંતાન અને સૌથી નાના માવજીભાઈ. માતાપિતાના લાડકોડ અને સ્નેહ પૂરેપૂરો માણે તે પહેલાં પિતા પ્રેમજીભાઈનું અને બે વર્ષ પછી માતા કુંવરબાઈનું અવસાન થયું. માતાના આ ઉમદા વિચારોને સમજી શકે તેવી પંદર વર્ષની ઉંમર, શ્રી જયચંદભાઈની હતી અન્ય ત્રણ બાળકો વયમાં ખૂબ નાના હતા. પરંતુ માતાનો ઉત્તમ સંસ્કાર વારસો પૂ. માણેકચંદ્રજી મહારાજ સાહેબે દીપાવ્યો છે. ભવિષ્યમાં ઉત્તમ ગુણસંપત્તિના સ્વામી થવાના છે તેનું મંગલ બીજારોપણ માતાએ કર્યું છે. માતાના મૃત્યુથી બાળકો સાવ નોધારા બની ગયા. માની વસમી વિદાય ડગલે ને પગલે સાલવા લાગી. માના વિયોગનું હૃદયવિદારક આઝંદ મોસાળ પક્ષને વધારે પડવા લાગ્યું અને બાળકોને મોસાળ લઈ જવાનો નિર્ણય થયો. મોટા જયચંદભાઈ બિલખા નોકરી કરવા ગયા અને અન્ય ત્રણેય બાળકો મોસાળ ગયા. પૂ. દેવજીસ્વામીનાં દર્શન અને ચિંતનસભર પ્રવચનનો લાભ જયચંદભાઈને મળે છે. વીતરાગ વાણીનું શ્રવણ તેમના આત્માને જાગૃત કરે છે. તેમનામાં વૈરાગ્યભાવ તીવ્રરૂપ ધારણ કરે છે. “ગુરુચરણનું શરણ એક માત્ર જીવન ધ્યેય બને છે. દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કરે છે. પરંતુ વડીલોમાંથી કોઈની આજ્ઞા મળતી નથી. છતાં હૃદયથી ઇચ્છે છે કે ત્રણેય ભાઈઓ જો વૈરાગી બની જાય તો કામ સરળ બની જાય. પરંતુ વિધિની વિચિત્રતા કોણ પામી શક્યું છે? શીતળાના રોગમાં બહેન કુંવરબાઈ અને ભયંકર તાવની બીમારીમાં નાનાભાઈ માવજીભાઈનું અવસાન થયું છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] [ અણગારનાં અજવાળા બંને ભાઈઓ જયચંદભાઈ તથા માણેકચંદભાઈ બધા વડીલોને દીક્ષા આપવા માટે વિનવે છે પણ કોઈની આજ્ઞા મળતી નથી. શ્રી માણેકચંદભાઈનો દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય દઢ હતો. માણેકચંદભાઈએ સરળ ઉપાય શોધી કાઢ્યો, “મોટાભાઈ! તમારી દીક્ષાનો કાળ હજી પાક્યો હોય એમ લાગતું નથી. મારે તો હવે સંસાર અવસ્થામાં નકામો સમય ગાળવો નથી. બહેન ગુજરી ગયાં. આપણો નાનો ભાઈ માવજી દીક્ષા દીક્ષા કરતો કરાળ કાળનો કોળિયો થઈ ગયો અને આપણે પણ કેટલા દિવસના મહેમાન છીએ તે જ્ઞાની સિવાય કોણ જાણી શકે? તો કપા કરી મને મહારાજશ્રીના ચરણોમાં સોંપી દો અને દીક્ષાની આજ્ઞા આપી કતાર્થ કરો.” ભાઈની આ વિનંતીએ જયચંદભાઈને વિચારતા કરી મૂક્યા. શ્રી માણેકચંદભાઈને દીક્ષાની આજ્ઞા આપવાનો પોતાનો નૈતિક અધિકાર છે તેમ સમજતાં, વિલંબ કર્યા વગર પૂ. શ્રી દેવજીસ્વામીની સેવામાં તેઓ બંને પહોંચી ગયા. પૂ. શ્રી એ સમયે માંગરોળ મુકામે બીરાજતા હતા. તેઓની સમક્ષ વિનંતી કરી કહ્યું. “ગુરૂદેવ આપ એને આપના ચરણનો સેવક બનાવો.” શ્રી દેવજીસ્વામીએ માણેકચંદ્રની વૈરાગ્યવૃત્તિની આકરી કસોટી કરી. શ્રી માંગરોળ સંઘે પણ દીક્ષાનો નિર્ણય કર્યો અને શુભ મુહૂર્ત સં. ૧૯૨૮ના પોષ સુદ ૮ રવિવારનું કરાવ્યું. દીક્ષાની ભવ્ય તૈયારીઓ આરંભાઈ. અને ખૂબ ઠાઠમાઠથી દીક્ષા મહોત્સવ ઉજવાયો. સાધુના શ્વેત વેશમાં તેર વર્ષના માણેકચંદભાઈ ખૂબ શોભી ઊઠ્યા. જૈન શાસનને એક મહાન સંત મળ્યા. પરમશ્રદ્ધેય, તપસ્વી શ્રી માણેકચંદજી મહારાજ સાહેબ તો બાલ્યવયથી સાંસારિક વિષયોમાંથી નિર્વેદ પામ્યા હતા. તેથી તેઓ ભાગવતી માર્ગ ઉપર ખૂબ મક્કમ પગલે પ્રગતિ કરવા લાગ્યા. વિનોથી ડરવાને બદલે શૈર્ય અને સ્થિરતાનો સહારો લઈ, જીવનના આદર્શ અને સાધનાના ઉન્નત માર્ગમાં અડગ રહ્યા. શારીરિક પ્રતિભામાં જ્ઞાન અને ચારિત્રનું તેજ ભળતાં તેમનું સંયમી જીવન સોળે કળાએ દીપી ઊઠ્યું. દીપક જેમ સ્વ અને પરનો પ્રકાશક છે તેમ જ્ઞાન પણ સ્વ અને પરનું પ્રકાશક છે. જ્ઞાનનું સાક્ષાત્ ફળ કષાય ઉપશાન્તિ છે, માત્ર અજ્ઞાન નિવૃત્તિ નહીં. જે જ્ઞાનમાં સ્વ અને પરના વિવેકની બુદ્ધિ જાગૃત ન થાય તે જ્ઞાન, Page #56 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩ અણગારનાં અજવાળા ] જ્ઞાનની કોટિમાં આવી ન શકે. જ્ઞાનનું અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ છે. એવી દઢ માન્યતા ધરાવનાર પૂ. શ્રીની જ્ઞાનપિપાસા અજોડ હતી. તેઓની તીવ્ર ઈચ્છા મારવાડના જ્ઞાની સંતો પાસેથી જ્ઞાન મેળવવાની હતી. પૂ. દેવજીસ્વામી તથા સંઘની આજ્ઞા મુજબ તેઓએ મારવાડ વિહાર કર્યો અને પૂ. શેખરાખજી મ. સાહેબ તથા પૂ. ફકીરચંદજી મ. સાહેબ પાસેથી જ્ઞાનોપાર્જન કર્યું. પૂજ્યપાદ ફકીરચંદ મ. સાહેબ ઉપર તેમણે તેમની પ્રતિભા, જ્ઞાન, ચારિત્રનિષ્ઠા, કર્તવ્યપરાયણતા, સરળતા અને મતિ સૂક્ષ્મતાની અજોડ છાપ પાડી હતી. પૂ. ફકીરચંદજી મ. સાહેબ કહેતા, “માણેકચંદ, તારા જેવા સુપાત્ર જ્ઞાનપિપાસુ શિષ્યને પામી હું કૃતકૃત્ય થયો છું. તારી વૈયાવચ્ચ સેવા અને પ્રતિભા આશ્ચર્ય પમાડે તેવાં છે. તારા જેવા શિષ્યને પામી તારા ગુરુ તો સદ્ભાગ્યશીલ બન્યા જ પણ હું પણ મારા ભાગ્યનો પ્રશંસુ છું. વીતરાગ વાણીનાં રહસ્યો સ્યાદવાદ શૈલીથી તું બરાબર સમજી પચાવજે અને વિસ્તારજે. મારા નાના શિષ્યોને તું ભણાવજે અને મારી હયાતી સુધી મારી પાસે જ રહી મારા હૃદયને સંપૂર્ણ સંતોષ આપજે.” જ્ઞાનદાતા ગુરુની આ મંગલભાવના અપૂર્ણ રહી જાય છે, સૌરાષ્ટ્રમાં પૂ. દેવજીસ્વામીનું આરોગ્ય સારું ન હોવાથી પૂ. માણેકચંદ મ. સાહેબને સૌરાષ્ટ્ર તરફ વિહાર કરવો પડે છે. જ્ઞાનદાતા ગુરુએ ઉત્તમ આશીર્વાદ આપ્યા. જ્ઞાનના સાધનરૂપ હસ્તલિખિત ગ્રંથો અને આગમોની અમૂલ્ય ભેટ આપી. ઉગ્રવિહાર કરીને પૂ. માણેકચંદજી મ.સા. સૌરાષ્ટ્રમાં પૂ. દેવજીસ્વામીનાં ચરણોમાં સાતાપૂર્વક આવી પહોંચ્યા અને તેઓની ઉત્તમ પ્રકારની સેવાનો પ્રારંભ થયો. વૈયાવચ્ચ સેવાની તેમની ભાવના અત્યંત ઉચ્ચ પ્રકારની હતી. સં. ૧૯૪૭નું ચાતુર્માસ ઉત્તમ રીતે ગુરુની નિશ્રામાં પૂર્ણ થયું પરંતુ સં. ૧૯૫૩નું ચાતુર્માસ ચિંતાજનક બની ગયું. ગુરુદેવની તબિયત ઉત્તરોત્તર વધુ ખરાબ થવા લાગી. પૂજ્ય તપસ્વીજીએ સેવાની આ અંતિમ તક છે તેમ સમજી સેવા અને શાસ્ત્રના સ્વાધ્યાયનો ભાર પૂરા ઉમંગથી ઉપાડી રહ્યા હતા. ગુરુદેવની પાસે ચોવીસે કલાક તેઓ ખડા પગે રહેતા હતા અને ઊભા ઊભા જ શાસ્ત્રનો સતત સ્વાધ્યાય કરી, અધ્યાત્મભાવ ઉદીપી કરતા હતા. એક પળનો આરામ પણ હરામ હતો. ગુરુદેવે આજસુધી વરસાવેલી કૃપા સુધાનો બદલોવાળી દેવા પૂરી શક્તિથી મચી પડ્યા હતા. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] [ અણગારનાં અજવાળા બે માસ સુધી સતત માંદગી ભોગવી છતાં છેક સુધી શાંતિ, સ્થિરતા અને ચિત્તસમાધિ જળવાઈ રહી હતી. આખરે પૂ. ગુરુદેવે સંથારો સ્વીકાર્યો અને સં. ૧૯૫૪ માગસર સુદ ૧૩ના સમાધિમરણે સ્વર્ગે સીધાવ્યા. ગુરુદેવની ચિરવિદાય પૂ. તપસ્વીજન જીવનમાં સદા અંકિત રહી. ગુરુનો ઉપકાર કદી ભૂલ્યા નહીં. તેઓની સેવાભાવનાએ અનોખો ઇતિહાસ સાધ્યો છે. સેવાની ઉત્તમ ભાવના સાથે પૂ. તપસ્વીજીએ, પંચ-મહાવ્રતોને સફળ બનાવવા તપસાધનાને જીવનનો, સાધક જીવનનો સહજ કાર્યક્રમ બનાવી દીધો હતો. ત્યાગની એમની ઉત્કટ ભાવનાએ સમગ્ર જૈન મુનિઓમાં તેઓને અજોડ, ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે અને સમસ્ત જૈન સમાજ આજે પણ અપાર પૂજ્યભાવ અને વંદન સાથે સ્મરણ કરી, આશીર્વાદ યાચે છે. અપૂર્વ આત્મપુરુષાર્થ અને વૈરાગ્યમાંથી જન્મ પામતી તેમની અલૌકિક આત્મશક્તિને વંદન. તેઓના તપની મુખ્ય આકર્ષક વિગતો આ પ્રમાણે છે. તપસ્વીજી એક ક્રાંતિકારી યુગપુરુષ હતા. યુગપુરુષ પૂ. તપસ્વીજીના હૃદયમાં, વીરવાણીની સાચી સમજણ લોકોમાં વિકસે તે માટેનો અદમ્ય ઉત્સાહ હતો. ધર્મની શ્રદ્ધાવાળા એ યુગમાં લોકો બાહ્યક્રિયાકાંડોમાં રાચતા હતા. ક્રિયાઓ કરનાર ધાર્મિક વ્યક્તિ ગણાતી હતી. બાહ્ય ક્રિયાઓના બાહ્ય દેખાવો વધી પડ્યા હતા. જ્ઞાન સાથેનો સંબંધ ઘટવા લાગ્યો હતો. તેઓએ દર્શાવ્યું કે ભગવાન મહાવીરનો અનુયાયી વર્ગ જેમ શ્રી સંપન્ન છે. તેમ જ્ઞાન સંપન્ન થશે તો જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સચવાશે. અન્યથા આત્મકલ્યાણ માટેનો પરમપાવન વીતરાગ ધર્મ કાળે કરી અર્થપ્રધાન થઈ જશે. તેથી જ્ઞાનનો બહોળો પ્રચાર સમાજને ટકાવવા, નભાવવા અને જગાવવા માટે અનિવાર્ય છે. તેથી તેઓએ જ્ઞાન અને જ્ઞાનનાં સાધનોનો જોરશોરથી પ્રચાર આરંભ્યો. “જો મહાવીરના શાસનને ટકાવવું હોય તો શાન અને જ્ઞાનનાં સાધનો અને જ્ઞાનશાળાઓ ઊભી કર્યે જ છૂટકો છે.'' તપસ્વીજીનાં જ્ઞાનોતેજક વ્યાખ્યાનો અને જ્ઞાનસાધનો એકત્ર કરી સાર્વજનિક હિતમાં તેનો ઉપયોગ કરવાની ભાવનાએ જેમ એક બાજુ અનુકૂળતા અને સ્વસ્થતા પાથરી તો બીજી બાજુ એક જાતનો ઉલ્કાપાત મચી ગયો. સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો. ઠેકઠેકાણે સાધુસંસ્થા, શ્રાવક સમુદાય અને ક્ષેત્રોમાં તડાં પડી ગયા. અમુક એમનાં કાર્યોનું સમર્થન કરવા લાગ્યાં તો બીજા એનો વિરોધ; Page #58 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૩૫ પરંતુ તપસ્વીજીઓ પોતાનું ઉત્તમ કાર્ય ખૂબ સ્વસ્થતા અને ધીરજથી આગળ ધપાવ્યું. પુસ્તક ભંડાર સ્થાપવા, પુસ્તકો છપાવવાં, આગમ વાચનાને ગતિ આપવી, પુસ્તક વિના ધર્મ ચાલે તેમ નથી તેમ સમજીને તેઓએ નિરાશ્રિત જૈન પુસ્તક ભંડાર સ્થાપ્યો પણ પુસ્તક પરનો પોતાનો હક્ક મારાપણું છોડી દીધું. જૈનશાળા શ્રાવિકાશાળાઓ સ્થાપવાં, આ પાઠશાળાઓનું સંચાલન સુયોગ્ય વિદ્વાનો કરે એવી એમની આકાંક્ષા હતી. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા–પ્રાકૃત અને સંસ્કૃતમાં બોલતા, વાંચતા લખતા અને વિચારતા થાય એ જરૂરી છે એવું દઢપણે માનતા હતા. જેથી આગમો અને આચાર્યોના બનાવેલા ગ્રંથો, ટીકાઓ, ભાષ્યો, ન્યાય અને દર્શનશાસ્ત્રની મીમાંસાના તેઓ નિષ્ણાત બને એવી ઇચ્છા હતી. જેન ગુરુકુળ, જૈન બોર્ડિંગ વગેરેની પણ ખૂબ જરૂર છે. “જ્ઞાનદાન જેવું જગતમાં બીજું કોઈ દાન નથી. જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે.” એવી ભાવના તેઓ વ્યક્ત કરતા હતાં. તપસ્વીજીની અસાંપ્રદાયિકતા પ્રેરક હતી. પૂ. તપસ્વીજી સાંપ્રદાયિક જડતાના સખ્ત વિરોધી હતા. ગચ્છ, વાડા અને સંવાડાનાં દૂષણો તેમણે ખુલ્લા પાડ્યા હતા. તેઓને સમજાયું કે વિચારો અને આચારોની વિભિન્નતા જ વિસંવાદનું મૂળ છે. એમાંથી ઊંચ-નીચના ખ્યાલ જન્મે છે અને વેરવૃત્તિ વિકસે છે. ગુણરાગને બદલે વ્યક્તિરાગ અને બાહ્યક્રિયાઓનો આડંબર ગૌરવપૂર્ણ સ્થાન લે છે. આચારે અહિંસા અને વિચારે અનેકાંત માત્ર બોલવા માટે નહીં આચારણમાં મૂકવા માટેનું અમર સૂત્ર છે. સાધુસમાજના દોષો અને શિથિલતા તરફ કટાક્ષ કરવામાં પણ કચાશ નહોતા રાખતા. તેઓ દર્શાવે છે. પૂ. તપસ્વીજી માત્ર સ્થાનકવાસી સમાજની એકતાના જ હિમાયતી ન હોતા. તેઓ તો આખા જૈન સમાજને આચારે અહિંસા અને વિચારે અનેકાંતનો ક્રિયાત્મક પાઠ ભણાવવા માગતા હતા. સમાજમાં એકતા સ્થાપવા અને સાંપ્રદાયિક વિસંવાદને દૂર કરવા તેમણે અજોડ પુરુષાર્થ કર્યો છે. સમાજોપયોગી ધર્મપોષક એમના કાર્યનું વાસ્તવિક મૂલ્યાંકન આજે કરી શકાય તેમ છે. પૂ. તપસ્વીજી માત્ર જૈનોના નહીં, સહુ કોઈના લાડીલા હતા. તેમના સત્સંગ અને સાનિધ્યનો લાભ લેનાર બધાને એમના પ્રત્યે અપાર મમત્વ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] [ અણગારનાં અજવાળા અને પૂજ્યભાવ થતો હતો. એમના તપ અને ત્યાગ, જ્ઞાન નિષ્ઠા અને આત્મકલ્યાણની સર્વ કલ્યાણની ક્રાંતિકારક ભાવના, ઉપદેશશક્તિ અને સહિષ્ણુતા અજોડ હતી. એમના જ્ઞાનયજ્ઞનો, સેવાયજ્ઞનો, સાંપ્રદાયિક ઉદારતાનો, સહુ કોઈ લાભ લેતા હતા. એમની આવી વિરલ પ્રતિભાને લીધે જ બધા તેમના પ્રત્યે આકર્ષાતાં કાઠી દરબારો તથા નરેશોને પ્રતિબોધ આપી તેમને પોતાના તરફ આકર્ષ્યા હતા. જેતપુર દરબાર સ્વ. લક્ષ્મણવાળા સાહેબે જેતપુરમાં આવેલ પોતાના દરબાર-ગઢનાં મકાનને પૂ. શ્રીનાં ચરણોમાં જ્ઞાનયજ્ઞને પુષ્ટિ આપવા અર્પણ કરી દીધો હતો. પીઠડિયા દરબાર શ્રી મુળુવાળા પૂ. તપસ્વીજીને પોતાને ત્યાં ચાતુર્માસ કરાવે, શ્રાવકો ધર્મકરણી કરવા સદાને માટે મકાન કાઢી આપે, ઉપાશ્રય બંધાવી આપે, ડિયાનરેશ બાવાવાળા અને હડાળાનરેશ શ્રી વાજસુરવાળા તથા બિલખાના દરબારો પણ તેમની ત્યાગ અને લોકકલ્યાણની માંગલ્યકારક પ્રવૃત્તિમાં ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા. આ રીતે જૈન અને જૈનેતરો તથા એ સમયના રાજવીઓનો એકસરખો પૂજ્યભાવ પ્રાપ્ત કરી શકનાર પૂ. માણેકચંદજી મહારાજ જૈન સમાજનું અમૂલ્ય રત્ન છે. પૂ. તપસ્વીજીનો સંથારો-સમાધિમરણનો પ્રસંગ અદ્ભૂત હતો. જૈન શાસ્ત્રમાં સંલેખનાપૂર્વકના મૃત્યુને પંડિતમરણ કહ્યું છે. પૂ. શ્રીએ ૧૯૭૭નું ચોમાસું ગોંડલ પૂર્ણ કરી, વિહાર કર્યો, નાદુરસ્ત તબિયત હતી તેથી તોરી, વડિયા, થાણાગાલોલ થઈ થાણા ગાલોલથી ડોળીમાં જેતપુર પહોંચી ગયા. સં. ૧૯૭૮નું ચાતુર્માસ જેતપુર કર્યું. તબિયત વધારે બગડવા લાગી તેથી સં. ૧૯૭૯ કારતક વદ ૧૧।। ના રોજ સંથારાના પચ્ચખાણ કર્યા. પૂ. શ્રીના સંથારાના સમાચાર વાયુવેગે આખા દેશમાં પહોંચી ગયા અને વિશાળ માનવમહેરામણ એમનાં દર્શન માટે ઊમટ્યો. સાધુ-સાધ્વી સમુદાય જ નહીં, રાજા રજવાડાઓ, અમલદાર વર્ગ, હિંદુ-મુસ્લિમ, ભાઈ–બહેનો, જૈન શ્રાવક-શ્રાવિકાઓ તપસ્વીશ્રીનાં દર્શન કરવા વખતોવખત આવવા લાગ્યાં. ૧૯ દિવસનો આ સંથારો જેતપુર માટે નહીં સમસ્ત જૈન સમાજ માટે જ નહીં, સહુ કોઈ માટે ધન્ય ધર્મ અવસર બની ગયો. સંવત ૧૯૭૯ માગસર સુદ ૧૫ને રવિવારે સંથારો સીજી ગયો. Page #60 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૩૭ વડિયાના દરબાર શ્રી બાવાવાળા સાહેબની, જેતપુરમાં આવેલી મોઢવાડી નામની જગ્યામાં આ પુણ્યાત્માના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જે સ્થાને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ છે તે સ્થાન આજે તો સહુ કોઈનું પરમ આરાધ્ય સ્થાન બની ગયેલ છે. જેતપુરમાં તે ભૂમિપર એક દિવ્ય અને સૌ કોઈને પ્રેરણા આપે તેવું ભવ્ય સ્મારક બની રહેલ છે. પૂ. તપસ્વીજીનો પુણ્યાત્મા અજર અને અમર છે અને એમની અમીવર્ષા આપણા સહુનું કલ્યાણ કરે છે અને કરશે એવી પરમ શ્રદ્ધા સાથે વંદન! પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ સામાન્ય રીતે જૈન સાધુઓ વિષે લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે તેઓ પોતાના સંપ્રદાયની ક્રિયાઓ કરે છે, પોતાના મતનાં શાસ્ત્રો વાંચે છે અને પોતાના સંકુચિત ક્ષેત્રમાં ઉપદેશ આપી પોતાનું જીવન પૂરું કરે છે. આ માન્યતાને તદ્દન ખોટી પાડનાર “પાત્મિવત્ સર્વભૂતેષુ'ના સિદ્ધાંતને અપનાવી જગત સમસ્તનાં પ્રાણીઓ અને મનુષ્યોને આત્મીય માનનાર અને સ્વીકારનાર ઉદાર દૃષ્ટિ–સંપન્ન એક મહાન સાધુના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય આ લખાણમાંથી મળશે. જન્મ અને બાલ્યાવસ્થા : માળવા ભારતીય ઉપખંડના હૃદયસમો એક મહાન પ્રદેશ છે. જ્યાં વિક્રમાદિત્ય અને ભોજ જેવા મહાન રાજાઓ તેમજ મહાકવિ કાલિદાસ અને ભાવવિભૂતિ જેવા સરસ્વતી ઉપાસકો થઈ ગયા. ઝાબુઆડીલાના ચાંદલા નામના ગામમાં ઓશવાળ વણિક જ્ઞાતિના જીવરાજજી નામના ધર્મસંસ્કારીના ઘેર વિ.સં. ૧૯૩૨ના કાર્તિક સુદ ચોથને દિવસે જન્મ થયો. તેથી તેમનું નામ “જવાહર' રાખવામાં આવ્યું ચાંદલા ગામની આજુબાજુ ભીલ અને આદિવાસીઓની ઘણી વસ્તી Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ]. [ અણગારનાં અજવાળા હતી. તેથી ખ્રિસ્તી મિશનરીઓની એક શાળામાં જવાહરને મૂકવામાં આવ્યો. શાળા છૂટી ગઈ અને મામા સાથે દુકાનમાં બેસવાનું શરૂ થઈ ગયું. સાહસ, એકાગ્રતા અને સતત ઉદ્યમથી થોડા જ વર્ષોમાં બાળકની પોતાના વિષયની તજજ્ઞતા આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ, પરંતુ ભાવિનાં એંધાણ કંઈક જુદાં જ હતાં. જીવનના રંગો કોઈ નવી જ દિશા ધારણ કરવાના હતા, એટલે એક અણધાર્યો બનાવ બન્યો. વૈરાગ્ય અને અંતરમંથન : બાળક જવાહર ૧૩ વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં તો ૩૩ વર્ષની ઉંમરના તેના મામા-પાલક પિતા–એકાએક સ્વર્ગવાસી થઈ ગયા. “આ શિરચ્છત્રરૂપ બનીને જીવનભર મારા માર્ગદર્શક અને રક્ષક બની રહેશે” એવી જેના માટે આશા સેવી હતી તે એકાએક ચાલ્યા જવાથી તેર વર્ષની ઉંમરના જવાહરના કોમળ હૃદય ઉપર વજપાત જેવી અસર થઈ. વળી વિધવા મામી અને તેના પાંચ વર્ષના બાળક ઘાસીલાલની જવાબદારી પણ જવાહર ઉપર આવી પડી. કોઈ કોઈ વાર જવાહરના માનસપટલ પરથી તેના નાનકડા જીવનનું ચલચિત્ર પસાર થઈ જતું. માતા ગઈ, પિતા ગયા, મામા ગયા. હવે દુકાનદારીમાં લાભ મેળવીને મારે શું પ્રયોજન સિદ્ધ કરવાનું છે? મામી અને તેના બાળક માટે સામાન્ય વ્યવસ્થા થઈ શકે તેમ છે, તો હવે ગમે તેમ કરીને ગુરુની પ્રાપ્તિ કરી પ્રભુએ ચીંધેલા માર્ગે જવું જ મારે માટે હિતકારી છે. જોકે મામાએ કરેલો ઉપકાર વારંવાર સાંભરી આવતો હતો અને તેથી કોઈ વાર તે ગદગદ્ થઈ જતો હતો. છતાં સતત ચિંતન, દેઢ અને સ્થાયી નિશ્ચયબળ અને સાહસ કરવાની ટેવવાળો એ બાળક આગળ વધી રહ્યો હતો. ધનરાજજી દ્વારા રુકાવટ : “જવાહર આજકાલ દુકાનના કામમાં બરાબર રસ લેતો નથી. એવી ખબર જવાહરના બાપુજી (પિતાના મોટાભાઈ)ને પડતાં તેમણે તેને બોલાવીને સમજાવ્યો ત્યારે જવાહરે તેમને પોતાના આંતરિક વૈરાગ્યની વાત જણાવી. આ વાત સાંભળી ધનરાજજી ઘણા ગુસ્સે થઈ ગયા અને ગામમાં કોઈ સંત, સતી આવે તો તેનો સમાગમ જવાહર ન કરી શકે તે માટે પોતાના બે પુત્રોને તેના ઉપર સતત ચોકી ભરવા Page #62 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૩૯ માટે કહ્યું. આમ થોડો વખત ચાલ્યું પણ જવાહરની વૃત્તિમાં કોઈ ફેર પડ્યો નહીં, તેથી તેમણે ગામના અગ્રણીઓ અને વડીલોને સૂચના આપી કે જ્યારે તક મળે ત્યારે આ બાળકને સાધુઓની નિંદા સંભળાવવી, તેના મનમાં સાધુઓ પ્રત્યે ભયની લાગણી ઉત્પન કરવી અને ધાર્મિક બાબતો પ્રત્યે અરુચિ થાય તેવું આયોજન કરવું. આમ વિવિધ ઉપાયો દ્વારા જવાહરના વિરક્ત જીવન પ્રત્યેના વલણને નિષ્ફળ બનાવવા તેમણે યથાશક્ય પ્રયત્ન કર્યો, પરંતુ હોનહારને કોણ ટાળી શકે છે? છેલ્લાં લગભગ ચાર વર્ષથી જવાહરલાલજી દુકાનમાં અને ઘરમાં જળકમળવત્ રહેતા અને વાચન, ચિંતન અને સંત-સમાગમના વિરહમાં દિવસો વિતાવતા પણ તેમના મનનું સમાધાન થતું નહીં. સંત-સમાગમ અને દીક્ષાઃ જસવંતલાલજીના પુત્ર ઉદયચંદની સાથે એકવાર તેમને દાહોદની નજીક આવેલા લીંબડી ગામે જવાનું થયું. ત્યાં હુકમીચંદજીની પરંપરાના પરાના ઘાસીલાલજી મહારાજનો સમાગમ થયો. તેથી તે લીંબડી ગામે રોકાઈ ગયા અને પોતાના અંતરની વાત પૂ. મહારાજશ્રીને જણાવી, પરંતુ મહારાજશ્રીએ સ્વજનોની અનુમતિ માટે આગ્રહ કર્યો. જશરાજજીએ છળકપટ કરીને જવાહરલાલજીને બોલાવી લીધા, પરંતુ આ વાત હવે આગળ વધી ગઈ હતી, તેથી થોડા દિવસોમાં ભૈરા નામના ધોબીના ઘોડા ઉપર બેસીને તેઓ પુનઃ લીંબડી પહોંચી ગયા. હવે કોઈ ઉપાય ન રહેવાથી ધનરાજજીને પણ પોતાના પુત્ર ઉદયચંદજી સાથે દીક્ષા લેવાનું સંમતિપત્ર મોકલી આપવું પડ્યું. આમ વિ.સં. ૧૯૪૮ના માગશર સુદ બીજના શુભમુહૂર્ત જવાહરલાલજીની દીક્ષાનો નિર્ણય લેવાયો. શ્રી ઘાસીલાલજી મહારાજે કેશલોચ કર્યો અને જવાહરલાલજીએ શ્રી મગનલાલના શિષ્ય તરીકે મહાવ્રતનું ઉચ્ચારણ કરી દીક્ષા લેવાની પોતાની ભાવના પૂરી કરી. ભૂખ્યાને ઘેબર મળે કે નિર્ધનને રત્નચિંતામણિ મળે તેમ જવાહરલાલજીના હર્ષનો આજે પાર નહોતો, કારણ કે પોતાની ચિર પ્રતિક્ષિત વૈરાગ્યભાવના જીવનમાં આજે સાકાર બની હતી. અધ્યયન અને વિહાર : પોતાનું જીવન ઉન્નત બનાવવાની તમન્ના પૂર્વસંસ્કારના બળથી જવાહરલાલજીને નાનપણથી જ પ્રાપ્ત થઈ હતી. આ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] [ અણગારનાં અજવાળા જન્મજાત પ્રતિભામાં તીવ્ર સ્મરણશક્તિ, તીક્ષ્ણબુદ્ધિ અને ગ્રાહકતા, એકનિષ્ઠા, સેવામાં તત્પરતા અને આત્યંતિક વિનયશીલતા ભળતાં સરસ્વતીદેવીને પ્રસન્ન થયા સિવાય છૂટકો નહોતો. થોડા સમયમાં પ્રતિક્રમણ, સામાયિક, સૂત્રો, પ્રાર્થના-પદો, ગાથાઓ વગેરે સેંકડોની સંખ્યામાં તેમને કંઠસ્થ થઈ ગયા. દીક્ષા પછી દોઢ માસની અંદર જ મહારાજશ્રીને પોતાના ગુરુ શ્રી મગનલાલજી મહારાજનો પટલાવાદ મુકામે વિયોગ થયો. તપસ્વીશ્રી મોતીલાલજી મહારાજે તેમને ધીરજ બંધાવી અને દરેક રીતે સંભાળી લીધા. આ યુવામુનિના જીવનમાં સેવા, તપ, ત્યાગ, સહનશીલતા વગેરે અનેક ઉત્તમ ગુણોનો સંચાર કરવાનું મુખ્ય કાર્ય શ્રી મોતીલાલજી મહારાજે આ સમય દરમિયાન કર્યું. પહેલા ચાતુર્માસમાં ધાર ખાતે તેઓશ્રીએ કાવ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું અને બીજા ચાતુર્માસ વખતે રામપુરામાં શાસ્ત્રજ્ઞ શ્રી કેસરમલજી પાસેથી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, પ્રશ્નવ્યાકરણ વગેરે આગમસૂત્રોનો ખૂબ ખંતપૂર્વક અભ્યાસ કર્યો. પોતાના વિશિષ્ટ બુદ્ધિબળને લીધે તેઓશ્રી અભ્યાસમાં સૌ મુનિઓમાં આગળ જ રહેતા. ત્યાર પછીનાં ત્રણ ચાતુર્માસ જાવરા, પાંદલા-શિવગંજ અને સૈલાનામાં થયાં. આ સ્થળોમાં અધ્યયનની વૃદ્ધિ સાથે સાથે લોકોમાં નિર્વ્યસનનો સારો પ્રચાર થયો. વિ.સં. ૧૯૫૪ના ચાતુર્માસમાં તેઓશ્રીને યુવાચાર્યશ્રી ચોથમલજી મહારાજ અને તેમના મુનિઓના સમાગમનો લાભ પ્રાપ્ત થયો. બે ચાતુર્માસ પછી જાવરા મુકામે આચાર્યશ્રી ચોથમલજી મહારાજના વિશાળ સંઘના સંત-સતીઓના સમાગમનો લાભ પણ તેમને મળ્યો. વિ.સં. ૧૯૫૬માં શ્રી ચોથલજી મહારાજે પોતાના શરીર અવસ્થાને વધતી જોઈને વિશાળ સંઘની જવાબદારી ચાર વિશિષ્ટ મુનિઓને સોંપી દીધી, જેમાં માત્ર આઠ વર્ષથી દીક્ષિત, ચોવીસ વર્ષની ઉંમરના શ્રી જવાહરલાલજી પણ એક હતા. ૧૯૫૭નો ચાતુર્માસ ઉજ્જૈન પાસે મહિદપુરમાં થયો. જવાહરની કિંમત ઝવેરીએ કરી ઃ ૫. શ્રી લાલજી મહારાજને આચાર્યપદની પ્રાપ્તિ થઈ ત્યાર પછી તેઓ ઈન્દોર આવ્યા અને ત્યાંથી મેવાડ Page #64 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૪૧ તરફ વિહાર કર્યો અને ઉદેપુર આવ્યા. અહીંના શ્રી સંઘે તેમને ચાતુર્માસ માટે વિનંતી કરી ત્યારે તેઓશ્રીએ કહ્યું, હું તમને જવાહરની એક પેટી' આ ચોમાસામાં આપી જઈશ જેથી તમારી ભાવના પૂર્ણ થશે, અર્થાત્ ૧૫૮નું ચાતુર્માસ ઉદેપુરમાં થયું, જેમાં જ્ઞાન અને તપશ્ચર્યા દ્વારા ખૂબ ધર્મપ્રભાવના થઈ. ત્યાંથી વિહાર કરી જોધપુર તરફ પ્રસ્થાન કર્યું ત્યારે રસ્તામાં તરાવલીગઢ ગામ પાસે જંગલમાં લૂંટારાઓએ સાધુઓનાં વસ્ત્ર, પાત્ર લૂંટી લીધાં, પણ સાધુઓએ સમતા રાખી. ૧૯૫૯નો ચાતુર્માસ જોધપુરમાં જ થયો, જ્યાં શ્રી પ્રતાપમલજી નામના ઉચ્ચ શ્રાવકને બોધ આપી, તેની કેટલીક ખોટી માન્યતાઓનું નિરસન કરી, તેને સન્માર્ગ-આરાધનામાં જોડ્યો અને ભીમાસરમાં ચાતુર્માસ પૂર્ણ કર્યો. ૧૯૬૨નો ચાતુર્માસ તેઓએ ઉદેપુરમાં કર્યું. ઉદેપુરમાં ગણેશલાલજીને દીક્ષા : આ ચાતુર્માસ ખૂબ પ્રભાવશાળી રહ્યું, કારણ કે અહીં (૧) ૮થી માંડીને ૬૧ દિવસની ઉપવાસની તપસ્યા થઈ, (૨) અનેક રાજ્યાધિકારીઓ સહિત સમસ્ત ઉદેપુરની જનતાએ મહારાજનાં પ્રવચનોનો લાભ લીધો અને (૩) શ્રી ગણેશલાલજી મારુ નામના વિરક્ત અને અભ્યાસીએ ૧૬ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ કરી ચાતુર્માસને અંતે દીક્ષા ગ્રહણ કરી. આ ધર્માત્માએ જેનશાસ્ત્રો, સંસ્કૃત, ફારસી વગેરેનો ખૂબ સારો અભ્યાસ કર્યો અને આગળ આર્યપદ શોભાવ્યું. અહીંથી નાથદ્વારા, કાંકરોલી, ગંગાપુર, ભીલવાડા, ચિત્તોડ થઈ તેઓ અજમેર પાસે મસૂદા ગામમાં આવ્યા. અહીં સુગનચંદજી કોઠારીને બોધ આપી ફરીથી શ્રાવક-ધર્મમાં સ્થિર કર્યા અને રાયપુર થઈ ૧૯૬૩નું ચાતુર્માસ ગંગાપુરમાં અને ૧૯૬૪નો ચાતુર્માસ રતલામમાં કર્યું. અહીં સ્થાનકવાસી કોન્ફરન્સના ભાઈઓએ યોગ્ય માર્ગદર્શન આપી તેઓશ્રી ચાંદલા પધાર્યા. થાંદલાથી વિહાર કર્યો ત્યારે પૂ. મહારાજશ્રીની તબિયત બગડી ગઈ હતી, પણ સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેઓ જાવરા આવ્યા અને ત્યાંથી કોઇ નામના ગામમાં જઈ શ્રી લાલચંદજી નામના પરોપકારી શ્રીમંતને દીક્ષા આપી. અહીંથી દેવાસ થઈ તેઓશ્રી ઈન્દોર પહોંચ્યા અને ૧૯૬૭નું ચાતુર્માસ ઈન્દોરમાં કર્યું. અહીં શ્રી ચંદનમલજી ફિરોદિયા વગેરે શ્રાવકોએ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] [ અણગારનાં અજવાળા મહારાજશ્રીને દક્ષિણ તરફ આવવા વિનંતી કરી અને તેનો સ્વીકાર થયો; તેથી મહારાજશ્રીને ઇન્દોરથી બડવાહા, સનાવદ, બુરહાનપુર, ફૈજપુર તથા ભૂસાવળ થઈ અહમદનગરમાં ૧૯૬૮માં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. દક્ષિણનાં સુપ્રસિદ્ધ ચાતુર્માસ : અહગદનગર, જુન્નેર, ધોડનદી અને જામગાંવમાં ચાતુર્માસ થયાં. જામગાંવના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીને ‘ગણિ’ પદવી અર્પણ કરવામાં આવી. અહીંથી ફરી અહમદનગર, ધોડનદી, મીટી, હિવડા, સોનઈ વગેરે નગરોમાં વિહાર કર્યો. હિવડામાં ઉદેપુરથી આવેલા પૂ. શ્રી લાલજી મહારાજે સંઘની આજ્ઞાથી તેઓશ્રીને યુવાચાર્યની પદવી અર્પણ કરી. ૧૯૭૫ના સીલામના ચાતુર્માસ વખતે ચૈત્ર વદ ૯ ને બુધવારના રોજ વિધિપૂર્વક યુવાચાર્યની ઉજવણી કરવામાં આવી. બીજે જ વર્ષે પૂ. શ્રી લાલજી મહારાજના સ્વર્ગવાસના સમાચાર મહારાજશ્રીને ભીનાસરમાં મળ્યા, જેના અનુસંધાનમાં તેઓએ આઠ દિવસના ઉપવાસ કર્યા. આચાર્ય પદવી : હવે સમસ્ત સંઘ અને સમાજના કાર્યકલાપ, માર્ગદર્શન અને રક્ષણની જવાબદારી મહારાજશ્રીને શિરે આવી પડી હતી. તેમણે પોતાનો અનુભવ સમાજ સમક્ષ રજૂ કરી દીધો. તેઓએ કહ્યું કે શિક્ષણનું કાર્ય ત્વરાથી હાથ ખરી નિરક્ષરતા, અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરવાના કાર્યને અગ્રિમતા આપવી જોઈએ, પરંતુ સમાજમાં હજુ એવા કાર્યકરો તૈયાર થયા નહોતા તેથી સાધુમાર્ગી જૈન હિતકારિણી સંસ્થા' એ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. બીકાનેર અને રતલામમાં ચાતુર્માસ પૂરાં કરી મહારાજશ્રી દક્ષિણમાં સતારા, પૂના, જલગાંવ અને અહમદનગરમાં ફર્યા. વિ.સં. ૧૯૮૧ના જલગાંવના ચાતુર્માસમાં તેઓના હાથમાં એક નાનું ગૂમડું થયું. તેમાં પાક થઈ ગયો અને પરુ ભરાઈ ગયું. આખરે પ્રખ્યાત સર્જન ગુલગાંવકરે મધુપ્રમેહનું નિદાન કર્યું અને ઓપરેશન કર્યું ત્યારે બેભાન કર્યા વગર ચીરો મૂકીને પરુ કાઢી નાખતાં ધીમે ધીમે સારું થઈ ગયું. મહારાજશ્રીની સહનશીલતા, નિર્ભયતા અને દેહ પ્રત્યેના નિર્મમત્વનો આ અદ્ભુત પ્રસંગ હતો. સતારામાં શ્રી ભીમરાજજી અને સિરેમલજી તથા પૂનામાં શ્રી જીવણલાલજીની દીક્ષાઓ સારી રીતે સંપન્ન થઈ. ૧૯૮૦નું ઘાટકોપરનું Page #66 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૪૩ ચાતુર્માસ જીવદયાના કાર્યોને લીધે, શ્રાવકોની એકતાને લીધે, મુનિશ્રી સુંદરલાલજીના' ૮૧ દિવસના ઉપવાસને લીધે અને વિવિધ વિષયો ઉપરનાં જાહેર પ્રવચનોના સામૂહિક આયોજનને લીધે ખૂબ સફળ રહ્યું. જેન તેમજ જૈનપ્રેમી સમસ્ત જનતા માટે આ કાર્યક્રમ અત્યંત પ્રેરક અને પ્રભાવશાળી રહ્યો. અહીંથી ભૂસાવળ, જલગાંવ, રતલામ, મંદસૌર, નિમ્બાહેડા, ઉદેપુર અને બાવર થઈ વિ.સં. ૧૯૮૪માં મહારાજશ્રી બીકાનેર પધાર્યા. અહીં સાધુમાર્ગી જૈન હિતકારિણી સંસ્થાની સ્થાપના થઈ, જે હજુ સુધી સુચારુ રીતે કામ કરી સાધુઓનાં શિક્ષણ, વિહાર અને આચારસંહિતાને ઉપકારી થવામાં પોતાનું યોગદાન આપે છે. આગળના વિહારમાં મહારાજશ્રી સરદાર શહેર થઈ ચુરુ પધાર્યા. અહીં શ્રી શેખચંદજીની દીક્ષા ભવ્ય રીતે સંપન્ન થઈ. અહીં ચાતુર્માસ કરી મહારાજશ્રીએ બીકાનેર, રોહતક, દિલ્લી તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં સમાજ તરફથી મહારાજશ્રી માટે ખાસ પદવીદાન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું. અહીંથી આગ્રા થઈ જોધપુર તરફ વિહાર કર્યો અને જયતારણમાં શ્રી મોતીલાલજી કોટેચાની દીક્ષા થઈ. ત્યાંથી ક્રમે ક્રમે અજમેર થઈ ઉદેપુરમાં આવ્યા. અજમેરમાં મુનિશ્રી ગણેશલાલજીનો યુવાચાર્ય સમારોહ સંપન્ન થયો. તેઓની ૨૮ વર્ષની દીર્ધ જ્ઞાન–સાધના અને સંયમ–સાધના સમસ્ત સંઘને અને ખાસ કરીને ત્યાં હાજર રહેલા કુલ ૬૫ સંત-સતીઓને માટે પ્રેરક, માર્ગદર્શક અને અનુકરણીય બની રહી. સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ ? આવા સમર્થ વિદ્વાન અને સુધારાવાદી મહાપુરુષનો લાભ હજી સૌરાષ્ટ્ર-ગુજરાતને મળ્યો નહોતો, તે સમાજના આગેવાનોને ખટકતું હતું. અગ્રગણ્ય ગુજારીત શ્રાવકનું એક ડેપ્યુટેશન બેત્રણ વાર મહારાજશ્રીને વિનંતિ કરી આવ્યું. તેઓશ્રીએ સંમતિ આપી અને પાલનપુર, વીરગામ, વઢવાણ થઈ તેઓ રાજકોટ પધાર્યા. વિ.સં. ૧૯૯૩થી ચાર ચાતુર્માસ અનુક્રમે રાજકોટ, જામનગર, મોરબી અને અમદાવાદમાં થયાં. અહીં સર્વત્ર જૈનોનો, જૈન પ્રેમીઓનો, રાષ્ટ્રીય નેતાઓનો અને સૌરાષ્ટ્રના રાજવીઓનો તેમના પ્રત્યેનો સદ્ભાવ અને ભક્તિ ખૂબ પ્રશંસનીય રહ્યાં. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] [ અણગારનાં અજવાળા પરંતુ અહીંથી તેઓશ્રીનું શારીરિક સ્વાસ્થ નરમ-ગરમ રહેવા લાગ્યું. અશક્તિ વધારે જણાવવા લાગી, છતાં તેઓશ્રીએ મારવાડ તરફ વિહાર કર્યો અને છેલ્લાં ચાતુર્માસો તેમણે ક્રમશઃ બાવર, બગડી, બીકાનેર અને ભાનાસરમાં કર્યા. અંતિમ અવસ્થા : સૌરાષ્ટ્રથી જે અશક્તિ અને ઘૂંટણ તથા શરદીનું દર્દ ચાલું થયેલું તે ઓછું થાય તે પહેલાં જ વિ.સં. ૧૯૯૯ના જેઠ સુદ પૂનમને દિવસે, મહારાજશ્રીની દીક્ષા સુવર્ણજયંતીની ઉજવણી પછી માત્ર છ મહિનામાં જ તેઓશ્રીને જમણી બાજુના અર્ધા અંગમાં પક્ષઘાતનો હુમલો થયો. પીઠના નીચેના ભાગમાં મોટું ગૂમડું પણ થયું હતું. છતાં તેઓએ શાંતિથી સૌને ખમાવીને સમતાપૂર્વક દેહત્યાગ કર્યો. સ્મશાનયાત્રા અને ઉત્તરક્રિયા પણ તેમના પદને અને વ્યક્તિત્વને અનુરૂપ થયા. સમસ્ત રાજ્યમાં શોક પાળવામાં આવ્યો અને તેમના જીવનકાર્યને અનુરૂપ “શ્રી જવાહર વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. પૂ. મહારાજશ્રીની વિશેષતાઓ : (૧) તેમના જીવનમાં બાળપણથી જ વૈરાગ્યના દઢ સંસ્કાર ઉદય પામ્યા હતા. (૨) માત્ર રૂઢિગત ક્રિયાઓમાં જ રોકાઈ ન રહેતાં જ્ઞાનની આરાધના તરફ તેઓ વિશેષ લક્ષ આપતા. (૩) તેઓ પ્રગતિશીલ, સુધારાવિદ અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા. પોતાની મર્યાદામાં રહી સમસ્ત સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપવાની નીતિમાં તેઓ અંત સુધી દેઢ હતા. (૪) ધાર્મિક પુરુષો ઉપરાંત રાષ્ટ્રની અનેક પ્રતિભાસંપન વ્યક્તિઓ પણ તેમનાં દર્શન, સત્સંગ અને પ્રવચન અર્થે આવતી, જેમાં મુખ્ય નામો નીચે પ્રમાણે ગણાવી શકાય ? (૧) રાષ્ટ્રપિતા મહાત્માગાંધી વિ.સં. ૧૯૯૩, રાજકોટ (૨) સરદાર વલ્લભભાઈ પટેલ વિ.સં. ૧૯૯૩, રાજકોટ Page #68 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] વિ.સં. ૧૯૭૨, અહમદનગર (૩) શ્રી બાળગંગાધર તિલક (૪) શ્રી પટ્ટાભી સીતારામૈયા વિ.સં. ૧૯૯૩, પોરબંદર (૫) શ્રી મદનમોહન માલવિયાજી વિ.સં. ૧૯૮૪, બીકાનેર (૬) સેન્ડો પ્રોફેસર રામમૂર્તિ વિ.સં. ૧૯૭૨, અહમદનગર (૭) સેનાપતિ બાપટ વિ.સં. ૧૯૭૧, પારનેર (૮) સંત વિનોબા ભાવે (૯) શ્રી રામનરેશ ત્રિપાઠી (૧૦) કાકા કાલેલકર (૧૧) શ્રી ઠક્કરબાપા (૧૨) સૌરાષ્ટ્ર રાજસ્થાનના રાજવીઓ (૧૩) સર મનુભાઈ મહેતા વિ.સં. ૧૯૮૪, ભીનાસર (૫) નિર્વ્યસનીપણું, સમાજસુધારણા અને વ્યાપક દૃષ્ટિ : તે જમાનામાં સમસ્ત ભારતીય સમાજમાં અને જૈન સમાજમાં પણ જ્ઞાનપ્રચારનો અભાવ હતો. બાળલગ્નો અને વૃદ્ધલગ્નો થતાં. દહેજની પ્રથા વ્યાપક હતી. બહેનોની અને ખાસ કરીને વિધવાઓની દશા દયનીય હતી. દારૂ, ગાંજો, ચરસ, તમાકુ, માંસાહાર, જુગાર, વિષયલંપટતા આદિનો ખૂબ ફેલાવો હતો. અસ્પૃશ્યતાની અધમ માન્યતા હિંદુ ધર્મનું મહાન કલંક હતું. આર્ય ધર્મોના અનુયાયીઓમાં એકબીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા હતી. આવા અનેક સાંપ્રત, નૈતિક, શૈક્ષણિક અને રાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણમાં તેઓએ પોતાનું યોગ્ય અને પ્રશંસનીય યોગદાન કર્યું. (માહિતી મળતી નથી). વિ.સં. ૧૯૮૭, બીકાનેર (માહિતી મળતી નથી). (માહિતી મળતી નથી). વિવિધ સ્થળોએ [ ૪૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] [ અણગારનાં અજવાળા આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ જૈનાચાર્ય સાહિત્ય-મહારથી શ્રી ઘાસીલાલજી મહારાજ સ્થાનકવાસી જૈન સમાજના એક પ્રસિદ્ધ ત્યાગી વિદ્વાન હતા. તેમના આચાર અને વિચાર અત્યંત ઉચ્ચ કોટિના હતા. તેમના જીવનનો મહદ્અંશ આગમોની ટીકા અને વિવિધ સાહિત્યની રચના કરવામાં વ્યતીત થયો હતો. સ્થાનકવાસી સમાજના નિકટવર્તી ઇતિહાસમાં આટલા વિશાળ અને ઉપયોગી સાહિત્યનિર્માણનો ભગીરથ પ્રયત્ન અન્ય કોઈ ત્યાગી દ્વારા થયો હોય એમ લાગતું નથી. મહાન આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજના સુયોગ્ય શિષ્ય શ્રી ઘાસીલાલજી મહારાજે જૈન સાહિત્ય અને જૈન ધર્મનાં તત્ત્વોની ખૂબ જ પ્રભાવના કરી પોતાના પ્રતિભાશાળી વ્યક્તિત્વનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સાહિત્યરચના તેમાં શુદ્ધ, પવિત્ર અને દીર્ધ સંયમી જીવનના અંતર્નાદને સહજ વાચા આપે છે. આમ, આપણને તેમનામાં વિચાર અને આચારના સુભગ સમન્વયથી વ્યુત્પન થતાં એક વિશિષ્ટ વ્યક્તિત્વની ઝાંખી થાય છે. કુળ અને જન્મઃ તેમના દાદાનું નામ શ્રી પરસરામજી અને દાદીનું નામ શ્રીમતી ચતુરાબાઈ હતું. તેમને જન્મ આપનાર પિતા કનીરામજી અને માતા વિમલબાઈ હતાં. પિતાની પાસે ખેતીવાડી, જમીન અને મિલકત સારા પ્રમાણમાં હતી. આમ, તેઓ બધી રીતે સુખી હતા. ગામમાં સર્વત્ર તેમની નામના હતી. હૃદયના તેઓ અત્યંત સરળ હતા. બીજાનું ભલું કરવામાં તેઓ હંમેશા તત્પર રહેતા અને અર્થોપાર્જન પણ ન્યાયનીતિપૂર્વક કરતા. નીતિપૂર્ણ વ્યવહારને કારણે તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેમનાં માતા વિમલાબાઈ નામ પ્રમાણે વિમલ હૃદયનાં હતાં. પવિત્ર આચાર-વિચાર, પતિપરાયણતા તથા ધર્મપરાયણતાનાં તેઓ મંગલમૂર્તિ સમાં હતાં. પં. ઘાસીલાલજીનો જન્મ રજપૂતાનાની વીરોની ભૂમિ મેવાડમાં થયો હતો. જશવંતગઢ પાસે બોલ ગામમાં વિ.સં. ૧૯૪૧માં તેમનો જન્મ થયો હતો. તેઓનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. વાન ઊજળો અને મુખાકૃતિ તેજસ્વી હતી. જોનારને લાગતું કે બાળક અસાધારણ પ્રતિભાશાળી થશે. એ સાંભળીને માતા-પિતાએ રાશિ પ્રમાણે તેઓનું નામ ઘાસીલાલ રાખ્યું. Page #70 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૪૭ શિક્ષણ અને સંસ્કાર ? તેઓ શિક્ષણ માટે કોઈ પાઠશાળામાં ગયા નહોતા પરંતુ પ્રકૃતિની ગોદમાં જ તેમણે શિક્ષણ લીધું હતું. દરેક સ્થાન એમના માટે પાઠશાળા હતું અને દરેક ક્ષણ તેમના માટે અધ્યયનકાળ હતી. મહાપુરુષને માટે સંસાર એક ખુલ્લું પુસ્તક છે. દરેક ઘટના, દરેક પરિવર્તન, દરેક સ્પંદન એમના માટે નવું શિક્ષણ લઈને જ આવે છે. તેમ બાળક ધાસીલાલે પણ પ્રકૃતિની પાઠશાળામાં જ અણમોલ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સહિષ્ણુતા, ઉત્સાહ, અનાસક્તિ, સંતોષ, ગુણગ્રાહકતા, નિર્ભયતા, નિષ્કપટતા, સમદૃષ્ટિ અને સ્વાવલંબન આ બધા જ ગુણો તેમને જાણે કે પ્રકૃતિના સાંનિધ્યમાંથી જ લાવ્યા હતા! પ્રકૃતિ-દેવીએ પણ આ વ્યક્તિને પોતાની પાઠશાળાનો સહુથી યોગ્ય વિદ્યાર્થી માન્યો, તેથી વખતોવખત આ મહાન સંતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપ્યું. તેમનામાં રૂપ અને બુદ્ધિનો સમન્વય હોવાથી ગામલોકો તેમની પ્રશંસા કરતાં, પણ બાળક ઘાસીલાલ તો વિનય, સેવા અને મધુરવાણી દ્વારા નાનાં-મોટાં સૌ કોઈનાં દિલ જીતી લેતો. મહાપુરુષો વિપત્તિને પણ ઉલ્લાસપૂર્વક અનુભવે છે કેમ કે વિપત્તિમાં જ પ્રગતિનો માર્ગ ખૂલે છે. બાળક ઘાસીલાલજીમાં પણ એક મહાપુરુષને શોભે તેવી ધીરજ અને સહનશીલતાનાં દર્શન બાલ્યાકાળથી જ થાય છે. ઘાસીલાલજી જસવંતગઢમાં એક સંબંધીને ત્યાં રહેતા હતા. તે અરસામાં આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ સંઘસહિત ઉદેપુરથી ચાતુર્માસ પૂર્ણ કરી નજીકના ગામ તરપાલમાં આવ્યા, ત્યાં આગળ ઘાસીલાલજીનો પરિચય આચાર્યશ્રી સાથે થયો. બાળક ઘાસીલાલજી પર તેમના વ્યાખ્યાનનો અદ્ભુત પ્રભાવ પડ્યો. ત્યાગી, વૈરાગી જૈનમુનિનાં પ્રવચન સાંભળવાનો તેમને આ પ્રથમ અવસર મળ્યો હતો. જૈનમુનિના ત્યાગભાવને નીરખી ઘાસીલાલજીનું મન પણ ત્યાગી જીવન ગ્રહણ કરવા તરફ દોડવા લાગ્યું. આચાર્યશ્રી સાથે બાળક ઘાસીલાલે દીક્ષા અંગીકાર કરવાના ભાવ દર્શાવ્યા. મહારાજે તેમની દૃઢતાની ચકાસણી કરવા મુનિવ્રતોની કઠોરતાનું દિગ્દર્શન સ્પષ્ટ શબ્દોમાં તેમની સમક્ષ કરતાં કહ્યું, “વ્રતનું આચરણ ઘણું જ કઠિન અને કષ્ટદાયી હોય છે, છતાં તે કર્મરહિત થવાનો એકમાત્ર ઉપાય છે.” ઘાસીલાલજીએ તત્કાળ ઉત્તર આપ્યો Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] [ અણગારનાં અજવાળા .: સંયમનું પાલન કરવા માટે ગમે તેટલાં કષ્ટો ઉઠાવવાં પડશે છતાં હું અડગ રહી શકીશ. સંયમ તો આલોક અને પરલોક બંનેમાં કેવળ સુખદાયક જ છે.” ઘાસીલાલની દઢતા જોઈ આચાર્યશ્રીએ પોતાની પાસે થોડા દિવસ રહેવાની તેમને સંમતિ આપી. વિ.સં. ૧૯૫૮ માગશર સુદ તેરસ ને ગુરુવારના રોજ જશવંતગઢ મુકામે આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજે ઘાસીલાલજીને દીક્ષા અંગીકાર કરાવી. દીક્ષા ગ્રહણ કર્યાને થોડાક જ દિવસો થયા હશે તે અરસામાં સાંજના વિહાર દરમિયાન થોડાક લૂંટારાઓ તેમનાં નવીન વસ્ત્રો ચોરી ગયા. આ પ્રસંગે પણ આ નવદીક્ષિત મુનિએ અપૂર્વ હિંમત અને ધીરજ બતાવ્યાં. સંયમી જીવનની આ તેમની પહેલી પરીક્ષા હતી, જેમાં તેઓ સફળપણે પાર ઊતર્યા. તેમના ઊજળા ત્યાગી જીવનની તે ઉત્તમ નિશાની હતી. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, પરથમ પહેલું મસ્તક મૂકી, વળતાં લેવું નામ જોને.” અધ્યયન અને ઉગ્ર સાધના : મારવાડનાં વિવિધ ક્ષેત્રમાં તેઓશ્રી પોતાના ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. પ્રથમ ચાતુર્માસ વિ.સં. ૧૯૫૯માં જોધપુર મુકામે કર્યું. બાળમુનિ ઘાસીલાલજી પોતાના સાધુજીવનમાં કઠોર તપશ્ચર્યા અને નિરંતર જ્ઞાન-અભ્યાસને વણી લેવા માટે તીવ્ર પુરુષાર્થ કરવા લાગ્યા. શરૂ શરૂમાં તેમનો જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો મંદ હતો. એક મંત્ર, શ્લોક કે પાઠ યાદ કરતાં પણ તેમને ઘણા દિવસો લાગતા પણ ગુરુકૃપા, પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનયભાવ અને સતત પરિશ્રમના બળ વડે તેમનો ક્ષયોપશમ દિવસે દિવસે વધવા લાગ્યો. જ્ઞાનાવરણીય કર્મ મંદ પડવા માંડયું. આના ફળસ્વરૂપે, તેમણે પ્રથમ ચાતુર્માસમાં જ દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરી લીધું અને ઉત્તરાધ્યયન સૂત્રનો પ્રારંભ કરી દીધો. મુનિશ્રીનું બીજું ચાતુર્માસ બાવરમાં, ત્રીજું બીકાનેરમાં, ચોથું ઉદેપુરમાં, પાંચમું ગંગાપટમાં, છઠ્ઠ રતલામમાં, સાતમો ચાંદલામાં, આઠમું જાવરામાં અને નવમું ઈન્દોરમાં થયો. વિવિધ ચાતુર્માસમાં તેઓ વિવિધ સૂત્રોને કંઠસ્થ કરતા ગયા. ઇન્દોરના ચાતુર્માસમાં તેમણે “સંસ્કૃત Page #72 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૪૯ માર્ગોપદેશિકા', “હિતોપદેશ', સિદ્ધાંતકૌમુદી', ઉ, ફારસી, અરબી તથા પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કર્યું. દિવસ-રાત આળસનો ત્યાગ કરીને તેઓ આગમનો અભ્યાસ કરતા રહેતા. આમ તેમણે આગમ સિદ્ધાંત, દર્શન, જ્યોતિષ, આદિનું સારું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેમની કાવ્યશક્તિ પણ મુગ્ધ કરાવે તેવી હતી. તેમની કેટલીય કાવ્ય-રચનાઓ શ્રાવકવૃંદમાં ગવાતી હતી. ઈન્દોરના ચાતુર્માસ પછી તેમના ગુરુશ્રી જવાહરલાલજી મહારાજે પોતાના શિષ્ય મુનિશ્રી ઘાસીલાલજીને વિશિષ્ટ વિદ્વાન બનાવવા માટે મહારાષ્ટ્ર-દક્ષિણ તરફ વિહાર કરવાનો સંકલ્પ કર્યો અને તે અનુસાર દસમું ચાતુર્માસ અહમદનગરમાં કર્યું. દક્ષિણ પ્રાંતમાં વિહાર કરતી વખતે મુનિશ્રીએ મરાઠી ભાષા શીખી લીધી, તેમજ સંત જ્ઞાનેશ્વર, તુકારામ, નામદેવ વગેરે દક્ષિણના પ્રસિદ્ધ સંતોના સાહિત્યનો અભ્યાસ કર્યો. તેમની અનેક રચનાઓ પણ કંઠસ્થ કરી લીધી. આ બધું તેમની તીવ્ર બુદ્ધિમત્તા, અદ્ભુત સ્મરણશક્તિ અને વિશાળ હૃદયનું દ્યોતક છે. ત્યારબાદ અગિયારમું ચાતુર્માસ જુન્નરમાં, બારમું ધોડનદીમાં, તેરમું જામગામ, ચૌદમું અહમદનગરમાં, પંદરમું ધોડનદીમાં, સોળમું મિરીમાં તથા સત્તરમું ચાતુર્માસ કર્યું. વિ.સં. ૨૦૦૦ પછી થોડા ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં પણ કર્યા. વિરમગામનો પંચાવનમું ચાતુર્માસ પૂરું કરીને વિ.સં. ૨૦૧૪ની સાલથી તેઓ અમદાવાદમાં ચાતુર્માસ માટે પધાર્યા, ત્યાર પછી સતત ૧૯ ચાતુર્માસ સુધી અમદાવાદમાં જ સ્થિર થઈને આગલેખનના ભગીરથ કાર્ય માટે રહ્યા. ગુરુકૃપા, સતત જ્ઞાનાભ્યાસ તથા સંયમની અદ્ભુત નિષ્ઠા દ્વારા મુનિશ્રી ઘાસીલાલજીએ વ્યાકરણ, ન્યાય, દર્શન અને સાહિત્ય ઉપરાંત કુલ ૧૬ જુદી જુદી ભાષાઓનું પ્રખર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તેઓશ્રીએ ભારતના ઘણા પ્રાંતોમાં ચાતુર્માસો કર્યા. એ દરમિયાન તેમના અગાધ જ્ઞાનનો અપૂર્વ લાભ જૈન-જૈનેતરોએ મેળવ્યો. ભારતભરમાંથી અનેક મુમુક્ષુઓની વિનંતીઓને માન આપી તેઓશ્રીએ ૩૨ આગમોના અનુવાદનું કાર્ય આરંભ્ય. આ કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એ માટે તેઓએ જીવનના અંત સુધી અમદાવાદમાં જ સ્થિરવાસ કર્યો. આગમોના અનુવાદનું ભગીરથ કાર્ય તેઓશ્રીએ ૧૬ વર્ષના Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] [ અણગારનાં અજવાળા સતત પરિશ્રમ પછી પૂર્ણ કર્યું. તેઓશ્રીના જીવનકાળ દરમિયાન ૨૭ આગમો શાસ્ત્ર સ્વરૂપે ચાર ભાષામાં છપાઈ સમાજ સમક્ષ મુકાઈ ગયા છે અને તેનો લાભ સારા પ્રમાણમાં લેવાઈ રહ્યો છે. એમના આગમોના અનુવાદો ત્રિવિધ હતા. એવો પ્રયાસ જૈન સાહિત્યના ઇતિહાસમાં સર્વપ્રથમ જ ગણી શકાય. સૂત્રનો મૂળ પાઠ ગદ્ય-પદ્ય રૂપે પ્રથમ આવે, પછી તેની છાયા અને ટીકા સંસ્કૃતમાં આવે, પછી હિંદી-ગુજરાતી ભાષાંતરો આવે–આ પ્રકારની આગમ-સંકલનાની તેમની શૈલીને વિશાળ દૃષ્ટિવાળી, વિશિષ્ટ અને અપૂર્વ ગણી શકાય. પૂજ્ય ઘાસીલાલજી મહારાજે કરેલા ઉપકારનું ઋણ જૈન સમાજ કદીએ વાળી શકે તેમ નથી, કેમ કે તેમણે કરેલા પ્રયત્નના ફળરૂપે જ આજે દરેક જૈનબંધુ ગુજરાતી-હિંદી ભાષા દ્વારા પણ આગમોને વાંચી શકે છે. એક આગમોદ્ધારક તરીકે એમનો અપાર ઉપકાર સ્થાનકવાસી જૈન સમાજ ઉપર વિશેષ છે. સમ્માનની ઉચ્ચ પદવીઓ : ઘાસીલાલજી મહારાજની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને કોલ્હાપુરના મહારાજાએ તેઓશ્રીને કોલ્હાપુર રાજપુરુષ તથા શાસનાચાર્યની પદવીથી વિભૂષિત કર્યા હતા. તેઓશ્રીની ત્યાગ, તપસ્યા અને સંયમની ઉત્કૃષ્ટતા જોઈને કરાંચી સંઘે “જેન દિવાકર' અને જૈન આચાર્ય પદવી દ્વારા તેમને ગૌરવાન્વિત કર્યા હતા. પૂ.શ્રી ઘાસીલાલજી મહારાજે ઉપરનાં બત્રીસ સૂત્રો પર સંસ્કૃતમાં વિસ્તૃત ટીકાઓ રચીને તેનો હિન્દી તથા ગુજરાતી ભાષાઓમાં અનુવાદ પણ કરેલો છે. આગમ સાહિત્ય ઉપરાંત ન્યાય, વ્યાકરણના અનેક ગ્રંથો, શબ્દકોષ તથા કાવ્યગ્રંથોની રચના પણ તેઓશ્રીએ કરી છે. આ વિપુલ ગ્રંથસૂચિ તેમની બહુશ્રુતતા, વિદ્વતા અને સર્વતોમુખી પ્રતિભાની દ્યોતક છે. આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજે તેમના પ્રકાંડ પાંડિત્ય દ્વારા સ્થાનકવાસી સાહિત્યને ઊંચુ શિખર પ્રદાન કરવાનો અવિરત પ્રયત્ન કર્યો. સરળતા, નમ્રતા, મધુરતા, હૃદયની ગંભીરતા, મનની મૃદુતા, આત્માની દિવ્યતા આદિ અનેક ગુણોથી પોતાનું જીવન તેઓશ્રીએ સુવાસિત બનાવ્યું હતું. તેથી જ જૈન-જૈનેતર સમાજમાં મહારાજશ્રીના ચારિત્રનો ખૂબ જ પ્રભાવ Page #74 -------------------------------------------------------------------------- ________________ [ પ૧ અણગારનાં અજવાળા ] પડતો. મહારાજશ્રીની પ્રતિભાથી ઝઘડાનું નિરાકરણ થયું હોય એવા કેટલાય પ્રસંગો નોંધાયા છે. તેઓ હંમેશાં પરસ્પર મૈત્રી, પ્રેમ અને ધાર્મિક સહિષ્ણુતાનો માર્ગ ચીંધતા. અંતિમ દિવસો અને મહાપ્રયાણ ? આખરે વિદાયનો સમય નજીક આવી ગયો. ઈ.સ. ૧૯૭૨ના ડિસેમ્બરના અંતથી તેમની તબિયત અસ્વસ્થ રહેવા લાગી. તેઓએ છેલ્લા આઠ દિવસ અન્નનો ત્યાગ કરી દીધો હતો અને માત્ર પ્રવાહી જ લેતા હતા, પરંતુ તા. ૨-૧-૭૩ને ગુરુવારના રોજ અમદાવાદના સરસપુર સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાત્રે ૯.૨૯ મિનિટે મહાપ્રયાણ કરી ગયા. પોતાના દીર્ધ સંયમી જીવનને અનેક આકરી તપશ્ચર્યાઓ અને પ્રકાંડ વિદ્વત્તા દ્વારા ઉજાળનાર આ મહાપુરુષ સમસ્ત જૈન સમાજને અમૂલ્ય સાહિત્યવારસો પ્રદાન કરી ગયા છે. આપણે સૌ એનું તન, મન, ધનથી જતન કરીએ અને મહાવીરે ચીંધેલા આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ. તેમાં જ સૌ કોઈનું પરમ કલ્યાણ સમાયેલું છે. જૈનધર્મ દીપક પૂ. રત્નચંદ્રજી મ.સા. (ખેતાભ સંપ્રદાય) ખંભાત રિયાસતનું ગલિયાણા' નામે નાનું ગામ તેમાં જેતાભાઈ નામે રજપુત ગરાસીયાના કુળમાં સંવત ૧૯૪૨ના કાર્તિક સુદ ૧૧ દિને એક પુત્રરત્ન પાક્યું જેનું નામ “રવાભાઈ પાડવામાં આવેલ. “રવાં એટલે જ પ્રકાશ. - રવાભાઈ બાળપણથી નમ્ર વિવેકી પૌતૃક વ્યવસાય ખેતીમાં જોડાયા પરંતુ આ તરુણને સંસારના સુખો ન ગમતાં સ્વામીનારાયણ ધર્મના બ્રહ્મચારી સાધુ બની જવાનો વિચાર કર્યો. ગઢડા જઈ આવ્યા ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનું નિરિક્ષણ કર્યું મન ના ખૂટ્યું. તેમને મન માત્ર આત્મકલ્યાણ મહત્ત્વનું હતું. ૧૩ વર્ષના આ બાળકનું મનોમંથન ચરમ સીમાએ પહોંચ્યું. Page #75 -------------------------------------------------------------------------- ________________ પર ] [ અણગારનાં અજવાળા પોતાના ગામની બાજુનું ગામ વટામણ ખંભાત સંપ્રદાયના ક્ષેત્રના આ ગામમાં રવાભાઈને ઉપાશ્રયમાં પૂ. મોંઘીબાઈ મહાસતીજીના દર્શન થયા. પૂ. મહાસતીજીની વૈરાગ્ય વાણીથી આ તરુણનું હૈયું વીતરાગ ભાવો પ્રતિ વધુ આકર્ષાયું પૂ. મહાસતીજી પાસે પોતાના હદયના ભાવો પ્રગટ કર્યા મહાસતીજીએ ખંભાત બિરાજતા પૂ. શ્રી છગનલાલજી મ.સા. પાસે મોકલ્યા. ગુરુદેવને આ તરુણમાં તેજ દેખાતા સં. ૧૯૫૬ના મહા સુદ ૫ વસંત પંચમીના શુભ દિને ખંભાત નગરીએ સંયમના દાન દીધા. રવાભાઈને ગુરુદેવ તરફથી બાળયોગી મુનિશ્રી રત્નચંદ્રજી નામ મળ્યું. ગુરુદેવ છગનલાલજી રાજપુત અને શિષ્ય રત્ન પણ રાજપુત બનેનું ક્ષાત્ર તેજ કંઈક અલૌકિક હતું. ખંભાત સંપ્રદાયની પૂજ્ય પદવી પર પૂરણ પ્રતાપી શ્રી હર્ષચંદ્રજી મહારાજ તે પછી શ્રી ભાણજી મહારાજ, ગિરધરલાલજી મહારાજ પછી શ્રી છગનલાલ મહારાજને પૂજ્ય પદવી અપાઈ. સં. ૧૯૮૯માં અજમેર બુદત સ્થા. સાધુ સંમેલનમાં ખંભાત સંના પ્રતિનિધિ રૂપે પૂ. છગનલાલજી મ. પોતાના શિષ્યરત્નચંદ્રજી, શ્રી ગુલાબચંદ્રજી, શ્રી બેચરલાલજી તથા શ્રી ખોડાજી મ.ને સાથે લઈ ગયાં હતાં. સં. ૧૯૯૫માં ૭૩ વર્ષની વયે પૂ. છગનલાલજી મહારાજ કાળધર્મ પામ્યા. સંપ્રદાયની ગાદીનો ભાર પૂ. રત્નચંદ્રજી મ.સા.ના શીરે આવ્યો. પૂજ્ય ફૂલચંદ મુનિ સાથે સાણંદ સં. ૧૯૯૬માં પધારેલ ત્યાં પૂ. જશુબાઈ સ્વામી અને પૂ. શારદાબાઈ સ્વામીની દીક્ષા થઈ સં. ૨૦૦૦માં હર્ષચંદ્રસ્વામીની દીક્ષા થઈ. ખંભાતનું સં. ૨૦૦૪નું તેમનું છેલ્લું ચોમાસું નિવડ્યું. ભાદરવા સુદ ૧૦ને રવિવારે કારમાં દર્દે આક્રમણ કર્યું. રાત્રે દર્દ વધતાં ચાર આંગળા બતાવી ઇશારો કર્યો. સવારના ચાર વાગે એ મહામૂલા રનને કાળે આપણી પાસેથી ઝૂંટવી લીધું. Page #76 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩ અણગારનાં અજવાળા ] એ તો આત્મભાવમાં સમાધિમરણને પામી ગયા હતા. તેમના અનુગામીઓ પૂ. બેચરલાલજી મહારાજ, પૂ. કાંતિલાલજી મ, પૂ. સૂર્યમુનિજી, પૂ. અરવિંદમુનિજી, પૂ. નવીનત્રષિ, બા.બ્ર. પૂ. શારદાબાઈ મ, પૂ. સુભદ્રાબાઈ મ., પૂ. ઇન્દુબાઈ મ., પૂ. વસુબાઈ મ., પૂ. કાંતાબાઈ મ, પૂ. સદ્ગણાબાઈ મ., પૂ. ઇન્દિરાબાઈ મ., પૂ. શાંતાબાઈ મ., પૂ. કમળાબાઈ મ., પૂ. તારાબાઈ મ., પૂ. ચંદનાબાઈ મ. આદિ સંત સતીજીઓએ સુપેરે ધર્મ પ્રભાવના કરી. કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ સર્વ જીવો સાથે મૈત્રીભાવ, જન્મજાત કવિત્વ, મધુર રાગમાં ભક્તિગીતોનું ગાન, સહજ-પરોપકારવૃત્તિ અને સર્વધર્મસમભાવ આદિ વિશિષ્ટ ગુણોની સૌરભથી પશ્ચિમ ભારતમાં પાંચ દાયકાઓ કરતાં પણ અધિક સમય સુધી ધર્મજાગૃતિનો સંદેશ આપનાર શ્રી નાનચંદ્રજી મહારાજ વર્તમાન શતાબ્દીના એક મહાન ભક્ત-સંત હતા. પશ્ચિમ ભારતનો સૌરાષ્ટ્ર પ્રદેશ સંતો, શૂરવીરો અને દાતારોની જન્મભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. તેના ઝાલાવાડ (વર્તમાન સુરેન્દ્રનગર) નામના જિલ્લામાં સાયલા નામનું ગામ છે. આ ગામમાં લાલા ભગત નામના સંત થઈ ગયા. તેથી આ ગામ “ભગતના ગામ' તરીકે પણ ઓળખાય છે. આ ગામમાં વિ.સં. ૧૯૩૩ના માગશર સુદ એકમ ને ગુરુવારે શ્રી નાનચદ્રજીનો જન્મ થયો હતો. તેમનું જન્મ વખતનું નામ નાગરભાઈ હતું, તેમનાં માતાનું નામ રળિયાતબાઈ અને પિતાનું નામ પાનાચંદબાઈ હતું. આ ધર્મનિષ્ઠ સદાચારી કુટુંબ દશાશ્રીમાળી વણિક ગણાતું અને તેમાં સ્થાનકવાસી સંપ્રદાયના સંસ્કાર હતા. બાળકની પાંચ વર્ષની ઉંમરે માતાએ અને અગિયાર વર્ષની ઉંમરે પિતાએ વિદાય લીધી. તેથી તેમનાં ભાભી મોંઘીબાએ જ પાલક માતા તરીકેની ફરજ બજાવી. આટલું ઓછું હોય તેમ થોડા વખતમાં મોટાભાઈ જેસંગભાઈનું અવસાન થયું અને મોંઘીબા વિધવા થયાં. ત્યારબાદ નાગરભાઈની સાથે જે કન્યાનો વિવાહ થયો હતો, તેમાં કાંઈ અદલા-બદલી Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] [ અણગારનાં અજવાળા કરી નાખવામાં આવી છે તેવા સમાચાર મળ્યા. એક પછી એક આવી પડેલા આવા અનેક પ્રસંગોથી નાગરભાઈ તથા મોંઘીબાનું ચિત્ત વધારે વિરક્ત થઈ ગયું. ઘણાં લોકોની સમજાવટ છતાં નાગરભાઈનો વૈરાગ્ય વધતો ગયો. તેઓ સદ્વાચન અને સત્સમાગમમાં રહેવા લાગ્યા અને યોગ્ય ગુરુ મળે તો દીક્ષા લેવી એવા નિર્ણય પર આવી ગયા. આ સમયે તેમને લીંબડીના શ્રી પોપટભાઈ હંસરાજભાઈનો ભેટો થયો. તેમણે પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે જવાની સૂચના કરી. બંને જણા વાગડ થઈ કચ્છ પહોંચી ગયા. અહીં પૂ. મહારાજશ્રી દેવચંદ્રજીનાં દર્શનબોધથી પ્રભાવિત થઈ જેસલ-તોરલના સમાધિ-સ્થાનથી પ્રસિદ્ધ અંજાર ગામે વિ.સં. ૧૫૭ના ફાગણ સુદ ત્રીજ ને ગુરુવારે દિક્ષા ગ્રહણ કરી. ગુરુજીએ તેમનું નામ મુનિ નાનચંદ્ર રાખ્યું. તેમનાં કેટલાંક ચાતુર્માસ માંડવી, જામનગર અને મોરબીમાં થયાં. આ દરમિયાન તેઓએ રાષ્ટ્રીયતાના પક્ષમાં અને પ્રભુ મહાવીરનાં ગુણગાન સાધુ મહારાજ પણ મોટેથી ગાય તો વાંધો નહીં તેના સમર્થનમાં પોતાનું સુધારાવાદી વલણ સમાજ સમક્ષ વ્યક્ત કર્યું. આ કારણથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મુનિશ્રી ક્રાંતિકારી વિચારોવાળા તરીકે જાણીતા થયા. ગુરુસેવા અને વિશેષ શાસ્ત્રાભ્યાસઃ ગુરુદેવ શ્રી દેવચંદ્રજી મહારાજને લકવાની અસર થઈ અને આ યુવાન મુનિએ ગુરુજીની સેવામાં રહેવાનું નક્કી કર્યું. આથી વિ.સં. ૧૯૬૮થી વિ.સં. ૧૯૭૬ સુધી (નવ વર્ષ સુધી) લીંબડીમાં લાંબો સ્થિરવાસ કરવો પડ્યો. આ સમય દરમિયાન તેમણે પોતાની આગવી બુદ્ધિપ્રતિભા દ્વારા સાધકજીવન માટે આવશ્યક સંસ્કૃત, પ્રાકૃત, દર્શન અને કાવ્યશાસ્ત્રોનો ઠીક ઠીક અભ્યાસ કરી લીધો, ઉપરાંત સમાજસેવા અને સાહિત્ય-નિર્માણમાં પોતાના સમયનો સદુપયોગ કરી સંઘની ખૂબ ખૂબ ચાહના મેળવી. સમસ્ત સંઘ અને મુનિશ્રીએ ગુરુજીની સેવાશુશ્રુષા કરવામાં કોઈ ઊણપ રાખી ન હતી. છતાં, તેમની તબિયતે પલટો ખાધો અને વિ.સં. ૧૯૭૭માં તેઓએ સ્વર્ગારોહણ કર્યું. મુંબઈગરાઓનું આકર્ષણ : મુનિશ્રીનું ભવ્ય વ્યક્તિત્વ, તેમની પદ્યમય શૈલી, વિશાળ દૃષ્ટિ, બુલંદ છતાં મીઠો સ્વર, સુધારાવાદી વિચારધારા, સમાજવિકાસની ધગશ વગેરે અનેક ગુણોને લીધે મુંબઈના સંઘની ચાતુર્માસ Page #78 -------------------------------------------------------------------------- ________________ [ ૫૫ અણગારનાં અજવાળા ] માટે સતત માંગણી રહેતી. અંતે મુનિશ્રીને વિ.સં. ૧૯૮૨નું ચાતુર્માસ ઘાટકોપરમાં કરવાની સ્વીકૃતિ આપવી પડી. તેમનાં પ્રવચનોમાં જે મોટી હાજરી થતી તે પરથી ખ્યાલ આવતો કે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કેટલી મોટી સંખ્યામાં જૈનો અહીં આવીને વસ્યા હતા. આ ચાતુર્માસમાં સ્થાનકવાસી ઉપાશ્રયની ભવ્ય ઇમારતનો પાયો નખાયો. સમસ્ત જૈન સમાજમાં ધર્મજાગૃતિની સરસ લહેર વ્યાપી ગઈ. અહીં તેઓએ અ.ભા.સ્થા. જૈન કોન્ફરન્સને પણ સંબોધી હતી. વિ.સં. ૧૯૮૩નું ચાતુર્માસ લીંબડીમાં થયું. ત્યાં શ્રી ચૂનીલાલજી મુનિની દીક્ષા થઈ. ત્યાર પછી વિ.સં. ૧૯૮૪માં વાંકાનેરનું ચાતુર્માસ કરી, ૧૯૮૫માં મોરબીમાં શ્રી શિવલાલજી (સંતબાલજી)ની દીક્ષા થઈ. ૧૯૮૯નું ચાતુર્માસ આગ્રામાં હતું. દરમિયાન અજમેર સંમેલનમાં તેઓએ લીંબડી સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું. વિ.સં. ૧૯૯૧માં ઘાટકોપર અને ૧૯૯૨માં કાંદાવાડીમાં તેઓનાં ચાતુર્માસ થયાં. બોરીવલીમાં ૨૦૧૪ અને ૨૦૧૫ના જે ચાતુર્માસ થયાં તેમાં ધાર્મિક જાગૃતિ સાથે અનેક સામાજિક અને લોકોપયોગી કાર્યો પણ થયાં. બોરીવલીમાં તે સમયે મધ્યમ અને ગરીબ વર્ગના જૈન વસતા, પણ તેઓની ધર્મ પ્રત્યેની લગન અને શ્રદ્ધા તથા સંપ રાખીને કાર્ય કરવાની ભાવના અદમ્ય હતી. આ કારણથી જ આ ચાતુર્માસમાં ધર્મજાગૃતિ, યુવા પ્રવૃત્તિ, મહિલામંડળની પ્રવૃત્તિઓ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ સુંદર થઈ. સાયલામાં સ્થિરવાસ અને અંતિમ દિવસો : છેલ્લાં ચાર ચાતુર્માસ પૂ. મહારાજશ્રીએ સાયલામાં જ કર્યા. ૮૭મી જન્મજયંતી પૂ. સંતબાલજી, પૂ. ચૂનીલાલજી મુનિ તથા અન્ય મહાસતીઓ અને શ્રાવકોની હાજરીમાં પ્રાર્થના, પ્રવચન, ભક્તિ આદિથી ઊજવવામાં આવી. ત્યારપછી પૂ. સંતબાલજી તો દિલ્હી અને કલકત્તા (ભવાનીપુરા)નાં ચાતુર્માસ અર્થે જતા રહ્યા પણ પૂ. ચિંતમુનિને તો “ગુરુદેવ' જ સર્વસ્વ હોવાથી તેઓ તેમની સાથે જ રહ્યાં. અહીંના તેઓશ્રીના સ્થિરવાસ દરમિયાન વિવિધ સ્થળોએથી સેવા, દર્શન અને સત્સંગ અર્થે મહાસતીજીઓ તથા શ્રાવકોનો પ્રવાહ ચાલુ જ રહ્યો. આખરે વસમી વિદાયનો અને મહાપ્રયાણનો દિવસ આવી પહોંચ્યો. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૬ ] [ અણગારનાં અજવાળા “કર લે સિંગાર! ચતુર અલબેલી | સાજનકે ઘર જાના હોગા.” વિ.સં. ૨૦૧૧ના માગશર વદ ૯ ને રવિવારે સવારના તેઓએ પ્રાર્થના અને પ્રવચન કરી, નિત્યક્રમથી પરવારી, પ્રતિક્રમણ કરી લીધું, પરંતુ સાંજની પ્રાર્થનામાં ન બેસી શક્યા. તેમણે છાતીમાં દુઃખાવાની વાત કરી. એટલામાં તો શ્વાસ પણ જોરશોરથી ચાલવા લાગ્યો. સુરેન્દ્રનગરથી ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી, પણ તે પહેલાં તો પૂ. મહારાજશ્રીએ ચાર શરણાંને–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળ પ્રણિત ધર્મને-સ્વીકારવાનો સંકેત કરી દીધો અને રાત્રે ૧૦-૨૫ મિનિટે મહાપ્રયાણ કર્યું. - આના સમાચાર વીજળીની માફક ચારે બાજુ પહોંચી ગયા. સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, હૈદ્રાબાદ વગેરે અનેક સ્થળોએથી લોકો અંતિમ દર્શનાર્થે ઊમટી પડ્યાં અને આવા નાના ગામમાં દશ હજારથી ઉપરની સંખ્યા એકત્રિત થઈ ગઈ. જય જય નંદા, જય જય ભદ્રા'ના જયનાદો વચ્ચે આ જ્યોતિર્મય આત્માના દેહના અવશેષો પંચમહાભૂતમાં મળી ગયા. આમ એકંદરે ૬૪ વર્ષનું દીર્ધ સંયમી જીવન વિતાવી, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ વગેરે પ્રદેશોમાં જૈન-જૈનેતર સમસ્ત જનતામાં સદાચાર, નિર્બસનતા, માનવધર્મ અને પ્રાર્થનાની મહત્તાના સંસ્કારો રેડીને મહારાજે ચિરવિદાય લીધી. મુખ્ય મુનિ શિષ્યો : પૂ. મહારાજશ્રીએ મુનિશ્રી ચુનીલાલજીને વિ.સં. ૧૯૮૩માં અને મુનિશ્રી સંતબાલજીને વિ.સં. ૧૯૮૫માં દીક્ષા આપી હતી. બંને શિષ્યોની ગુરુભક્તિ અદ્ભુત હતી. પૂ. ચુનીલાલજી મુનિમાં પરંપરાગત સંસ્કારોની સાથે સાથે ગુરુદેવ પ્રત્યેના ભક્તિભાવનું વધારે પ્રતિબિંબ પડે છે. આજે ૬૦ વર્ષના દીર્ધ દીક્ષાજીવન પછી પણ તેઓ મહારાજશ્રીના શિષ્યો અને સંઘનું વિધિવત્ પાલન અને અનુશાસન પોતાની અપાર ધીરજ અને કરુણાથી સુંદર રીતે કરી રહ્યા છે. સ્વ. મુનિશ્રી સંતબાલજીનું વ્યક્તિત્વ ક્રિાંતિકારી હતું. તેથી પોતાની ચર્યાના નિયમોનું પાલન કરતાં કરતાં તેઓ વિશ્વ વાત્સલ્યના ભાવથી પ્રેરાઈને સમગ્ર ભારતીય સંસ્કારો, રાષ્ટ્રીયતા, ગાંધીવિચારધારા અને સમાજોદ્ધારનાં સત્કાર્યો પ્રત્યે અભિમુખ થયા હતા. Page #80 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૫૭ તેમના સમગ્ર જીવનમાં આ વિચારધારા સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. ચીંચણના આશ્રમમાં તેમણે શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધીજી, પૂ.શ્રી નાનચંદ્રજી અને શ્રી જવાહરલાલ નહેરુના નામે ચાર મુખ્ય વિભાગોનું આયોજન કર્યું. આમ આ શિષ્ય યુગલે પૂ. મહારાજશ્રીની વિચારધારા અને સત્કાર્યોની ભાવનાની જ્યોતને જલતી રાખીને પોતાના ગુરુનું ઋણ અદા કર્યું. તેમના શિષ્ય મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી, ભાલના કાંઠા પ્રાયોગિક સંઘ, ગુંદી વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચીંચણી અને માતૃસમાજ મુંબઈ-અમદાવાદ સંસ્થાઓ ધર્મ-અધ્યાત્મ અને સમાજગત સેવાકીય કાર્યોમાં પ્રવૃત્ત છે. શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન : સુંદર કાવ્યો રચવાની જન્જાત શક્તિ અને પ્રાર્થનાના વિશિષ્ટ અભ્યાસને લીધે તેઓએ ધર્મ-આરાધનાને લગતાં લગભગ ૪૦૦ સુંદર ગેય પદોની વિવિધ છંદોમાં રચના કરી છે, જે પ્રાર્થના મંદિર” અને “સુબોધ સંગીતમાળા' (ભાગ ૧૨–૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલા–સંપાદિત કરેલા સંસ્કૃત કાવ્યાનંદ' (ભાગ ૧-૨-૩) તથા “માનવતાનું મીઠું જગત’ નામના ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. બરવાળા સંપ્રદાયના આચાર્ય શ્રી ચંપકમુનિજી મ.સા. પંચમહાવ્રતો અને રત્નત્રયીથી વિભૂષિત આચાર્યશ્રી ચંપકમુનિનું વતન ગુજરાત સૌરાષ્ટ્રના ભાલ પંથકનું ભાડિયાદ ગામ. શ્રેષ્ઠીવર્ય પૂ. શ્રી અમરચંદભાઈ પિતા અને તેમાં સહધર્મચારિણી માતા સંતોકબા ધર્મલક્ષ્મી હતાં. મોસાળના લાખેણી ગ્રામમાં સંવત ૧૯૬૧ના ફાગણ માસના પૂર્ણિમાને દિવસે જન્મ થયો. કુટુંબીજનો આ બાળકને લાડપ્યારથી બાબુના નામે બોલાવે. તેજસ્વી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [ અણગારનાં અજવાળા બાળકની ચાપલ્ય સભરતાને જોઈ વિદ્યાગુરુએ ચંપક નામ આપ્યું. માતાપિતાના સંસ્કાર અને પોતાના ખંતને કારણે અભ્યાસમાં નિરંતર પ્રગતિ થતી રહી અભ્યાસ પૂરો થયો ત્યાં ટૂંક સમયમાં માતા-પિતાનું છત્ર ગયું. વાણિજ્ય અર્થે કલકત્તા અને મલાયા જઈ આવ્યા. પૂ. વિનયચચંદ્રજી મહારાજ લિખિત વૈરાગ્ય શતકરૂપ ગ્રંથરત્નના અધ્યનથી વૈરાગ્ય વિણાના તાર ઝંકૃત થયા. સત્યમાર્ગની ખોજ શરૂ થઈ. શારીરિક બિમારી આવતી-જતી. એકવાર સખત તાવ આવ્યો ત્યારે સંકલ્પ કર્યો કે આ તાવ ઉતરી જાય પછી ઝડપથી દીક્ષા ગ્રહણ કરવી. સ્વસ્થ છતાં જ પૂ. વિનયચંદ્રજી મહારાજ પાસે ઉપલેટા ઉપાશ્રયમાં પહોંચી ગયા અને ગુરુના ચરણોમાં નમ્રતાપૂર્વક દીક્ષા અંગીકાર કરવાના ભાવો જણાવી સંયમ માર્ગ પ્રદાન કરવા વિનંતી કરી. * સંવત ૧૯૯૭ના માગશર સુદ પને બુધવારે હાટકોલાની પુણ્યભૂમિમાં દીક્ષાના પાઠ ભણાવાયા. દીક્ષા ખૂબ જ સાદાઈથી થઈ. વડી દીક્ષા ભાવનગર મુકામે થઈ. પૂ. શ્રી ચંપકમુનિએ વડી દીક્ષાના માંગલ્ય દિવસથી જ દેહદમનના પગરણ આદર્યા. તપ વિના મુક્તિ નથી, તપશ્ચર્યા એ જ જીવનના અમૃત છે. તેથી છઠને પારણે છઠ આદર્યો પારણામાં વિગઈ સિવાયના માત્ર ત્રણ દ્રવ્ય જ એ પણ પાંચ ઘરે જ જવાનું તેમાંથી મળે તો જ નહીં તો અઠ્ઠમ તપ. ભાવેણાના ચાતુર્માસમાં શ્રી બેચરભાઈ વિ. શ્રાવકોએ મળીને આવી ઉગ્ર તપશ્ચર્યા બંધ કરાવી પરંતુ તપ આરાધના પર કદી પૂર્ણવિરામ આવ્યું જ નથી. ઘેલાશાહની પુણ્યભૂમિ બરવાળા, સંપ્રદાયનું ગાદીનું ગામ જ્યાં વિનયચંદ્રજી મહારાજ સાહેબને આચાર્યપદ અર્પણ થયું. વ્યાવરમાં ધીરજલાલ તુરખીયાના સહકારથી પૂ. ચંપકમુનિ વિદ્યાઅભ્યાસ માટે ગુરુકુળનિવાસની વ્યવસ્થા થઈ, પંડિત શોભાચંદ્ર Page #82 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૫૯ ભારિલ્લ, દુગ્ધનારાયણ શાસ્ત્રી તથા નરોત્તમદેવજી શાસ્ત્રી પાસે સંસ્કૃત તથા શાસ્ત્રોનું જ્ઞાન ભણ્યા. શ્રી અંબુલકરજી પાસે અંગ્રેજી શિખ્યા. ભાવનગર, કંથારિયા, બ્યાવર, બદનાવર, કુશલગઢ, સાદડી સંમેલન અને બરવાળાને લાભ મળ્યા. ૨૦૧૩ના વૈશાખવદ બીજના પાછીપુરમાં સરદારમુનિજીની દીક્ષા થઈ સીસ્વાના ચાતુર્માસ પછી સાતપૂડા પર્વતની ખીણમાં વિચરણ કર્યું. સં. ૨૦૧૪ના ખંભાતના ચાતુર્માસ પછી ૨૦૧૫ના ચાતુર્માસ માટે મુંબઈમાં પદાર્પણ થયું. સાંગલી, કોલ્હાપુર, કર્ણાટક, ધારવાડ વિ. ક્ષેત્રોને લાભ આપી ગુજરાતમાં પદાર્પણ થયું. સં. ૨૦૨૦ના મહાસુદ ૩ના ધન્યદિને બરવાળા શ્રી સંઘમાં પૂ.શ્રી ચંપકમુનિનો આચાર્યપદ મહોત્સવ શાનદાર રીતે ઉજવાયો. ગુજરાતમાં સૌરાષ્ટ્ર ચરોતર, ઝાલાવાડ, ભાલ વિ. ક્ષેત્રોની અને મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોમાં પૂ. શ્રી ચંપકમુનિએ શાસન પ્રભાવના કરી. સમતા વિભૂતિ બા. બ્ર. પૂ. આચાર્ય નાનાલાલજી મહારાજ સાહેબ (સાધુમાર્ગીય સંપ્રદાય) અને પૂ. આચાર્ય ચંપકમુનિજી (બરવાળા સંપ્રદાય) એમ બન્નેનું સંયુક્ત ચાતુર્માસ વી.સં. ૨૫૦૯ (૧૯૮૩)ના વર્ષે ભાવનગરની પુણ્યધરા પર થયેલું એ પ્રસંગે બન્ને આચાર્યોએ સંયમ જીવનને નિર્મળ રાખવા અને શાસનના હિત માટે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. ૧૮-૧૦-૮૮ના પૂ. કાંતિઋષિજી (ખંભાત)ના માસખમણ તપનું પારણું પૂર્ણ થયું.તેજ દિને આસો સુદ ૬ ૧૮-૧૦-૮૮ના પૂજ્ય ગુરુદેવ આચાર્ય ચંપકમુનિની તબિયત લથડી. પૂ. સરદારમુનિજી નવકારમંત્રનું સ્મરણ કરતા હતા. ગુરુદેવનો શ્વાસ મંદ થતો જતો હતો અને ધીમે ધીમે પૂજ્યશ્રીનો આત્મા ચિર શાંતિમાં પોઢી ગયો. હજારો ભક્તોએ ભાવપૂર્વક પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ]. [ અણગારનાં અજવાળા વિવિધક્ષેત્રોમાં પૂજ્ય ગુરુદેવ શ્રી ચંપકમુનિજીએ પૂજ્ય ગુરુદેવ શ્રી વિનયચંદ્રજી મ.સ. સાથે, શ્રી અમરમુનિજી, શ્રી સોમચંદજી, શ્રી સુમનમુનિજી, શ્રી સરદારમુનિજી, શ્રી હર્ષદમુનિજી, શ્રી પારસમુનિજી, શ્રી તરુણમુનિજી, પૂ. સવાઈમુનિ તથા શ્રી મુકેશમુનિજી તથા ભાવનગર મુકામે આચાર્યશ્રી નાનાલાલજી મ.સા. સાથે યશસ્વી ચાતુર્માસ કર્યું. વર્તમાને પૂ. સરદારમુનિ, પૂતરુણમુનિ, પૂ. પારસમુનિ, પૂ. શાંતિમુનિ, પૂધિર્મેન્દ્રમુનિ, પૂ. પ્રમીલાબાઈ, પૂ. હંસાબાઈ મ.સ., પૂ. સુદિશાબાઈ આદિ સંત-સતીઓ ધર્મપ્રભાવના કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર કેશરી પૂ. પ્રાણગુરઃ પ્રભાવક ધર્મ પુરુષ (ગોંડલ સંપ્રદાય) સૌરાષ્ટ્ર કેસરી પુજ્ય પ્રાણલાલજી મહારાજ એક ઓજસ્વી તેજસ્વી પ્રભાવક ધર્મપુરુષ હતા. સોરઠના લાડીલા સંતની ધર્મ પ્રભાવના ઉત્કૃષ્ટ કોટીની હતી. ગુરુદેવ જય-માણેકની પાવન નિશ્રામાં સાધનાનું અનુપમ અમૃત પીને ખીલી ઉઠેલા એ યુગપુરુષની સૌરભ સારાયે કાઠિયાવાડમાં મહેંકી રહી હતી. વ્યાખ્યાનની લોકભોગ્ય શૈલી જૈન-જૈનેતરો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુનિના વાણી પ્રભાવ સાથે તેમના સ્વચ્છ અને નિખાલસ વ્યવહારનો પ્રભાવ એટલો જ પ્રભાવક હતો. સમયાનુસાર ગ્રામીણ ક્ષેત્રોમાં વિચરણ કરતા ત્યારે ગ્રામ્ય પ્રજાને અનુરૂપ જે ભાવવર્ષા કરતા તે પણ અલૌકિક અને જનગ્રાહી હતી તેથી ગુરુદેવ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં પછી તે ગામડું હોય કે શહેર પણ બધે જ શ્રાવકને આરારવા યોગ્ય દાન, શીલ, તપ અને ભાવની અદ્ભુત અપાર વૃદ્ધિ થઈ. તેમની ભાવવાહી વાણીનો પ્રભાવ ચારેબાજુ પ્રસરી જતો. મેઘની ગર્જનાથી જેમ મયુર નાચી Page #84 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૬૧ ઊઠે તેમ તેમના ગંભીર નંદીઘોષથી સહુનાં મન મયુર નાચી ઊઠતા હતા. કુદરતે ગુરુદેવને એક વિચરણ વ્યક્તિત્વ સાથે આ પૃથ્વી પટ પર મોકલ્યા હતા. તેઓને પામી આ ધરા ધન્ય બની ગઈ. તેમના વ્યક્તિત્વના પ્રભાવે તેઓ ધાર્યું કાર્ય કરાવી શકતા હતા. આ બાબતનું એક જ ઉદાહરણ– કોઈ એક ગામમાં જૈનસંઘમાં ઉપાશ્રય માટે ફાળો થઈ રહ્યો હતો. ગુરુદેવની પ્રેરણાત્મક ઘોષણાથી ફાળો આગળ વધી રહ્યો હતો. આ સભામાં એક અતિ લોભી શ્રાવક બેઠા હતા. જેમને પાંચ રૂપિયા પણ દાનમાં આપતાં પરસેવો વળતો હતો. ભલભલા એમની પાસેથી એક દમડી પણ કઢાવી શકે નહિ. ગુરૂદેવની ધારણા હતી કે આ ભાઈ પાસેથી પૂરા પાંચ હજાર ફાળામાં લખાવવા. જે વાત અગાઉ ગુરુદેવે અન્ય શ્રાવકને કહી હતી. શ્રાવકો આ સાંભળી હસી પડ્યા. “ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી આ વાત સૌને લાગતી હતી. ગુરુદેવ પાટે બિરાજ્યા તેઓનો ગિરિ ગર્જનાતુ ઉદ્યોષ મંગલવાણી સાથે પ્રવાહિત થયો. પેલા શ્રાવક રત્ન ત્રીજી કે ચોથી પંક્તિમાં બેઠેલા હતા. ગુરુદેવનો પડકાર તેમના વ્યક્તિત્વને અનુરૂપ હતો. આવા ઉત્કૃષ્ટ પ્રેરણા ભરેલા ભાવોનો પ્રભાવ સહુને પ્રમુદિત કરી રહ્યો હતો. પેલા શ્રાવકનું મન દ્રવી ઉઠ્યું. કદાચ એમના માટે જિંદગીની આ પહેલી જ તક હશે. તેઓ વ્યાખ્યાન પૂરું થતાં પહેલાં જ વચ્ચે જ બોલી ઉઠ્યા, “લખો મારા પાંચ હજારને એક ૫૦૦૧, આ સાંભળીને સકળ સંઘ આશ્ચર્ય સાથે ખુશ-ખુશ થઈ ગયો, જે શ્રાવક “ન ભૂતો ન ભવિષ્યતિ” બોલ્યા હતા તે પણ સ્તબ્ધ થઈ ગયા. આમ જ્યારે જ્યારે જે જે ક્ષેત્રે કોઈ પણ શાસન સેવાનાં કાર્યો, માનવ સેવાનાં કાર્યો કે જીવદયાનાં કાર્યો માટે જરૂર ઊભી થઈ હોય અને ગુરુદેવની પડકાર ભરી હાકલ સાંભળતા, જેમ અષાઢી મેહુલો ગાજે અને વર્ષા વરસી પડે તેમ શ્રાવકોનાં દીલ દરિયાવ થઈ, દાનનો વરસાદ વરસાવી દેતાં અને શાસન પ્રભાવનાનાં અનેક કાર્યો સહજ રીતે પાર પડતાં. ગુરુદેવની વાણીમાં શીલ અને સદાચારને પોષતો ભાવ મર્યાદા સહિત વારંવાર આવતો. ગૃહસ્થ વેષે જીવતો માનવી કઈ રીતે મર્યાદામાં રહી શકે. કેટલો સંયમ હોવો જોઈએ. અને એ સંયમ અને મર્યાદાનો Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] [ અણગારનાં અજવાળા પ્રભાવ ભાવી પેઢી પર પડતાં તેઓનું જીવન કેવું સંસ્કારી અને સદાચારી બને છે. આ વિષય અભૂત શૈલીમાં રજૂ કરી સુદર્શન શેઠ અભયા રાણીનાં દૃષ્ટાંતે શ્રોતાજનોના ગળે ઉતારી દેતા ને સંખ્યાબંધ દંપતી બ્રહ્મચર્ય વ્રત આદરવા તૈયાર થઈ જતાં. ગુરુદેવે તેમનાં મુનિ જીવનનાં ૩૭ ચોમાસા કર્યા. તેમાં એક પણ ચોમાસું એવું નહીં કે જેમાં બ્રહ્મચર્ય વ્રત ન આદરાયા હોય. ચોમાસામાં તો ખરાં જ પણ શેષકાળમાં પણ, શું ગામડામાં કે શું શહેરોમાં, જ્યાં થોડા દિવસ માટે પધાર્યા હોય ત્યાં શીલવ્રત લેનારા તો હોય હોય ને હોય જ. આમ ગુરુદેવે અનેક દંપતીઓને શીલવ્રતધારી બનાવ્યાં. તો કેટલાય વ્યસની જીવોનાં વ્યસનો છોડાવ્યાં. એ વ્યસન બીડી હોય, ચાનું હોય, જુગારનું હોય, કે દારૂનું હોય, પણ ગુરુદેવના સાનિધ્યમાં આવ્યો અને જો એક વાર પણ એ વાણીનું પાન કર્યું તો એ અમૃતવાણી અંતરના વિષને ધોયા વગર રહે નહીં. જેમ વ્યસનીને વ્યસનની તલપ લાગે તેમ એ જ વ્યસનીને વ્યસન ત્યાગની તલપ લાગતી. અવળી તલપને સવળી તલપમાં બદલવાનું પ્રેરક બળ હતું. પૂ. ગુરુદેવ આચારધર્મ પરત્વે અત્યંત જાગૃત રહેતા. પોતાના સાધુસાધ્વીજીને હંમેશા શુદ્ધાચારની પ્રેરણા કરતા રહેતા. એ જ રીતે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાને પણ તેમને યોગ્ય આચારનો પ્રેમાળ ઉપદેશ આપી, શ્રાવકાચાર શીખવતા. પંદર કર્માદાન સમજાવી શ્રાવકોને ન્યાયસંપન વૈભવ-આજીવિકાની પ્રેરણા કરતા. આમ ગુરુદેવ સાચા અર્થમાં પ્રભાવક ધર્મપુરુષ હતા. જન્મશતાબ્દીના પાવન પ્રસંગે કાઠિયાવાડના પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાના હૃદયસમ્રાટ સમા સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજને ભાવપૂર્વક સ્મરણાંજલિ. Page #86 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] જિનશાસનની શકિતપીઠ : પૂ. આનંદૠષિ [ ૬૩ (શ્રમણસંઘ) ભારત રાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ભૂમિ પર સંત શ્રેષ્ઠ તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત એકનાથ, સમર્થ રામદાસ સ્વામી, ગાડગે મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ, શિરડીના સાંઈબાબા જેવા મહાપુરુષોનો જન્મ થયો. આ મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના ચિંચોડી (શિરાલ) જેવા નાના ગામમાં એક યુગપુરુષનો જન્મ ૨૭ જુલાઈ ૧૯૦૦માં થયો. જેનું બાળપણનું મૂળનામ નેમિકુમાર હતું. પછીથી એ મહાન આત્મા આચાર્ય આનંદઋષિજી નામે જિનશાસનની શક્તિ-પીઠ સમા આપણા સૌના શ્રદ્ધેય પુરુષ બની ગયા. જાણે એનો જન્મ સર્વ જગાએ પરમ આનંદની વહેંચણી માટે થયો. એ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં દિવ્ય સુગંધ પ્રસરી જતી. માતા હુલાસાદેવી અને પિતા દેવીચંદ આ બાળકને સૌ પ્યારથી ગોટીરામ કહેતા. દેવીચંદજીને બે પુત્રો હતા. મોટા પુત્રનું નામ ઉત્તમકુમાર અને નાનાનું નામ નેમીકુમાર હતું. મોટા પુત્રનાં નાની ઉંમરમાં જ લગ્ન કરેલાં. આમ દેવીચંદજીનો સુખી સંસાર ચાલતો હતો. તેવામાં એક દીવસ અચાનક તેમનું સ્વાસ્થ્ય બગડ્યું. પેટમાં ભયંકર દર્દ ઉપડ્યું. તેમની પત્નીએ તુર્ત વૈદ્યને બોલાવ્યા ગામના મુખ્ય માણસો આવ્યા. જોતજોતામાં શેઠનું પ્રાણ પંખેરૂં ઊડી ગયું. એક દિવસ હિવડા ગામમાં માસીને ઘરે નેમીકુમાર પોતાની માતા સાથે ગયા. ત્યાં વિદુષી સાધ્વી પૂ. રામકુંવરજીનાં દર્શનનો લાભ મળ્યો. પોતાના ગામ પાછા જતાં પહેલાં નેમિકુમારે પૂ. સતીજીના મુખેથી માંગલિક શ્રવણ કર્યું અને માતા સાથે ટાંગામાં બેઠા, ટાંગો પૂરપાટ દોડતો હતો, અચાનક નેમીકુમાર ટાંગા નીચે પડી ગયા. માતાને ધ્રાસ્કો પડ્યો. નીચે ઊતરી નેમીને પૂછ્યું ક્યાંય વાગ્યું તો નથીને? નેમી કહે મને કશું થયું નથી. માતા કહે મહાસતીના મુખેથી માંગલિક શ્રવણ કરી નીકળ્યા તે ધર્મના પ્રતાપે બચી ગયા. પિતાનું મૃત્યુ અને આવી નાની નાની ઘટનાઓને નેમીકુમારના જીવનની દિશા બદલી નાખી. ચિંચોડી ગામમાં તિલોકઋષિના શિષ્ય રત્નઋષિ પધાર્યા. ગુરુજીના Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] [ અણગારનાં અજવાળા સાનિધ્યમાં વૈરાગ્યના ભાવો પ્રબળ બન્યા. માગશર સુદ ૯ વિ.સ. ૧૯૭૦ અને ઈ.સ. ૧૯૧૩ ના શુભ દિને ભિરી ગામમાં પૂ. શ્રી રત્નઋષિ પાસે દીક્ષા અંગીકાર કરી નેમિકુમાર આનંદઋષિ બન્યા. કૃષ્ણાજી નામના સંસ્કૃતના વિદ્વાન વ્યંકટેશ લેલે શાસ્ત્રી, સિદ્ધેશ્વર શાસ્ત્રી મહાસા, ઘોડનદી પૂના વિ. ક્ષેત્રોના પંડિતો પાસે પૂ. આનંદઋષિએ વ્યાકરણ, દર્શન, સાહિત્ય અને જિનાગમોનો અભ્યાસ કર્યો અને ગુરુદેવની આજ્ઞાથી વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું. વિદર્ભ પ્રાંતના હિંગનઘાટન નજીક અલીપુર ગામમાં પૂ. રત્નઋષિજી પોતાના શિષ્યો સાથે વિચારી રહ્યા હતા. વિહારમાં જ તેમનું સ્વાથ્ય કથળ્યું. આનંદઋષિએ રોકાઈને વિશ્રામ કરવાની વિનંતી કરી. ઈ.સ. ૧૯૨૭ સોમવાર બપોરના પૂ. રત્નઋષિએ અંતિમ આત્મસમાધિ લીધી. ગુરુવિયોગના આઘાતમાંથી ધીરે ધીરે બહાર આવી આનંદઋષિજીએ સ્વાધ્યાયમાં ચિત્ત કેન્દ્રીત કર્યું. તેમણે સાંખ્ય, વૈદિક બૌદ્ધ, ન્યાય વૈશેષિક યોગદર્શન, શાંકરભાષ્ય, ગીતા ઉપનિષદ, મહાભારત, રામાયણ જેવા ગ્રંથોનું અધ્યયન કર્યું. પછી જ્ઞાનયોગથી ભક્તિ યોગ તરફ જતાં તેમણે કબીર, તુલસીદાસ, રૈદાસ, રહીમ, જ્ઞાનેશ્વર, એકનાથ, તુકારામ, આનંદઘનજી, ચિદાનંદ આદિ સંતોનું સાહિત્ય વાંચ્યું. ગુરુદેવ રત્નઋષિએ સ્થાપેલ શ્રી તિલોક જૈન પ્રસાર જ્ઞાનમંડળને વિશાળ રૂપ દેવા આનંદઋષિજીએ સમ્યક પુરુષાર્થ કર્યો. પાથર્ડીની નજીક શાળાની સ્થાપના કરી. ધાર્મિક પરીક્ષા બોર્ડના માધ્યમથી બાળકોને ધર્મનું જ્ઞાન આપવાની યોજના કરી. સમાજ એકતા અને સાધુ એકતાના વ્યાપક ચિંતનના પરિપાક રૂપે ૧૯૪૯માં રાજસ્થાનના બાવર શહેરમાં ઐતિહાસિક સંમેલન ભરાયું. અહીં ઋષિ સંપ્રદાયના આચાર્યપદના ત્યાગનો નિર્ણય લીધો. પરંતુ સંમેલને પૂ. આનંદઋષિને પાંચે સંપ્રદાયના આચાર્ય બનાવ્યા. ૧૯૫૨ માં એમના નેતૃત્વમાં સાદડી (રાજસ્થાન) બૃહદ્ સાધુ સંમેલનમાં ભગવાન મહાવીરની શ્રમણ પરંપરાને સંગઠિત કરવાનું સફળ કાર્ય Page #88 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] થયું. આ સંમેલનમાં સર્વાનુમતે પૂ. આચાર્યશ્રી આત્મારામજી મહારાજ સાહેબનું નેતૃત્વ સ્વીકારવામાં આવ્યું. ૩૦ જાન્યુઆરી ૧૯૬૨ ના પૂ. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા. એ સમયે પૂ. આનંદઋષિજી મુંબઈ–ઘાટકોપરમાં બિરાજીત હતાં. કોન્ફરન્સની મિટીંગ થઈ અને અજમેર સંમેલન ૧૯૬૪માં આનંદઋષિજીને કાર્યભાર સોપાયો અને આચાર્ય પદની ચાદર ઓઢાડી. આચાર્ય બન્યા બાદ પહેલું ચાતુર્માસ રાજસ્થાન, દિલ્હી અને પંજાબના ક્ષેત્રોની સ્પર્શના કરી જૈન સંગઠનનું ખૂબજ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. જેનપાઠશાળા, સ્કુલો અને હોસ્પિટલો માટે પ્રેરણા કરી દિલ્હી, લુધિયાણા, જમ્મુ, મેરઠ, બડૌત શહેરમાં ચાતુર્માસ કર્યો. ૧૯૭૪માં મુંબઈના ગુજરાતી સમાજે પૂ. આનંદ ઋષિજીની ઉપસ્થિતિમાં રપમી ભગવાન મહાવીર નિર્વાણ શતાબ્દિનું સફળ આયોજન કર્યું. ૧૯૭૫નું વર્ષ આચાર્યશ્રીજીના જીવનનું ૭૫ મું વર્ષ હતું. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી વસંતરાય નાઈકની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવણીમાં પૂ. આનંદઋષિજીને “રાષ્ટ્રસંત' નામથી વિભૂષિત કર્યા. જાલના ચાતુર્માસ વખતે આચાર્યશ્રી એક ઉર્દૂ ફારસી ગ્રંથનું અધ્યયન કરી રહ્યા હતા. કાંઈ તાત્ત્વિક સમાધાન મેળવવા મૌલવીને બોલાવવામાં આવ્યા. મૌલવી આવતાં વયોવૃદ્ધ આચાર્ય નીચે આસન ગ્રહણ કરવા ઊભા થયા. મૌલવીએ કહ્યું, “આપ અમારા બુઝુર્ગ છો, ફકીર છો. આપ ઊંચું આસન ગ્રહણ કરો. આચાર્યશ્રીએ કહ્યું. જ્ઞાનના ક્ષેત્રમાં કોઈ ઉંચ નીચ નથી માટે વિદ્યા પ્રાપ્ત કરવી છે જેથી જેની પાસેથી વિદ્યા મેળવવી છે તેને જ ઊંચે આસને બેસાડવા તે વિવેકવિનય છે. આચાર્યની વિનમ્રતાથી મોલવી દંગ થઈ ગયા. ૧૯૮૩ માં નાસીક ચાતુર્માસમાં યુવાચાર્ય શ્રી મધુકર મિશ્રીમલજી મ.સા.નું મિલન થયું. ચાતુર્માસ બાદ પૂ. મધુકરજી કાળધર્મ પામ્યા. પછી પૂના સંમેલનમાં ઉપઆચાર્ય પૂ. દેવેન્દ્રમુનિજી અને યુવાચાર્ય પૂ. શિવમુનિજી પદારૂઢ થયા. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] [ અણગારનાં અજવાળા આચાર્ય ભગવંતની વૃદ્ધાવસ્થાને કારણે શરીર સાથ દેતું ન હતું. અહમદનગર ધાર્મિક પરીક્ષા બોર્ડના પરિસરમાં આચાર્યશ્રીએ સ્થિરવાસ કર્યો અને સાધનામાં રત રહ્યા. ૨૮ માર્ચ ૧૯૯૨ માં સમાધિભાવે કાળધર્મ પામ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ભારતના અનેક પ્રાંતમાંથી આચાર્યના અંતિમ દર્શને હજારો ભાવિકો આવ્યા. શ્રાવકોએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી. અધ્યાત્મયોગી પૂ. શ્રી કેશવલાલજી મ.સા. (લીંબડી ગોપાલ સંપ્રદાય) કચ્છ દેશલપુર ગામે પિતા જેતસીભાઈ અને માતા સંતોકબાઈ ધર્મ પરાયણ પ્રસન્ન દામ્પત્યને વરેલા સંસ્કારી પટેલ કુટુંબમાં વિ.સં. ૧૯૬૪ કારતક સુદ ૧ નૂતન વર્ષના પવિત્ર પર્વના દિવસે કેશવલાલનો જન્મ થયો. જેતશીભાઈને વ્યાપાર અર્થે મુંબઈ જવાનું થયું. તરુણ કેશવલાલ મુંબઈની શાળામાં શિક્ષણ મેળવવા લાગ્યો, નાની ઉંમરે પિતાનું છત્ર ગયું. શિક્ષણ છોડ્યું મોટાભાઈને ધંધામાં સહાયક બન્યા મોટાભાઈનો પણ વિયોગ થયો. - સંતોની વ્યાખ્યાનવાણી સાંભળતાં વૈરાગ્યભાવ ઉત્પન થયો. સંયમમાર્ગે જવાના ભાવ થયાં. માતાની આજ્ઞા મળતાં મુંબઈની દુકાન સદાને માટે વધાવી લીધી અને કચ્છ પક્ષના આચાર્યશ્રી શામજી મહારાજને ચરણે દીક્ષાનાં દાન દેવા વિનંતી કરી. ગુરુપાસે વિદ્યાભ્યાસ કર્યા પછી દેશલપુરમાં સંવત ૧૯૮૧ના જેઠ વદ અને દિવસે સંયમ અંગીકાર કર્યો. માત્ર ક્રિયાકાંડ પ્રત્યે અરુચિ થતા સં. ૧૯૮૪ની સાલમાં માળીયા પાસે કીડી-રણની ટીકરે આગમ ગીતાર્થ મોહનલાલજી સ્વામી પાસે દીક્ષા થઈ. Page #90 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૬૭ ગુરુજી પાસે દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્ર વિ. આગમોનું અધ્યયન કર્યું આ કાર્યમાં પૂજ્ય શ્રી વાલજી મહારાજ તથા શ્રી મણીલાલજી મહારાજ તેમને ખૂબ જ સહયોગ આપતા. પૂ. વાલજી મહારાજ સં. ૨૦૦૦ ચૈત્ર માસમાં અને મણીલાલજી "મહારાજ અષાડ માસમાં જોરાવરનગર મુકામે કાળધર્મ પામ્યા. સંતોના સમાધિ મરણના દેશ્ય જોતા કેશવલાલજી મહારાજની વૈરાગ્યધારા ઉલસી રહી હતી. સૌરાષ્ટ્રના રાજકોટ ઉપરાંત ઝાલાવાડના વિવિધ ક્ષેત્રોમાં ધર્મ પ્રભાવના કરી. પૂજ્યશ્રીનો મોટોભાગ સ્વાધ્યાયમાં જતાં સંસ્કૃતના અભ્યાસમાં સિદ્ધાંત કૌમુદી, ન્યાયશાસ્ત્ર, કાવ્ય વ્યાકરણના અભ્યાસ, જ્ઞાનસાગર અને આત્મસિદ્ધિ જેવા ગ્રંથોનું વારંવાર અધ્યયન કરતાં. સ્મૃતિબળ વિશેષ અને તત્ત્વમાં ઋચિને કારણે પૂ.શ્રી કેશવલાલજી મહારાજે તત્ત્વજ્ઞાનનું વિશાળ અને ઉંડું અધ્યયન કર્યું. થોડા સમયથી તબીયત બગડી હતી. લો બ્લડપ્રેશર અને હૃદયની બીમારી વધી. વઢવાણમાં સં. ૨૦૧૫ના વૈશાખ સુદિ ૧૩ને બુધવારે તા. ૨૦-૫-૫૯ના રોજ સમ્યક જ્ઞાન સહિત પંડિત મરણે નિર્લેપ અવસ્થામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી નિગ્રંથ વિતરાગ માર્ગના પરમ શ્રદ્ધાવાન સાતિશય બુદ્ધિના ધારક, મહાન તત્ત્વજ્ઞાની, તત્ત્વચિંતક, પરમશાસ્ત્રટી પ્રખર વિચાર, બા.બ્ર. અધ્યાત્મયોગી હતા. મોહન ગુરુના સાનિધ્યમાં ચારિત્રમાર્ગ સ્વીકારનાર ગોપાલ ગુરુના શાસનના કોહીનૂર હીરા સમાન જિનશાસનના આ અંતર્મુખ મહાન ચિંતકને ભાવાંજલિ ! પૂ. કેવળ ગુરુદેવ (ચિવિલાસ) કવિવર્ય પૂ. ધન્ય ગુરુદેવ (વિદ્યાનંદજી) વિગેરે પૂ. દેવેન્દ્ર મુનિ, પૂ. ઉત્તમ મુનિ, પૂ. અભય મુનિ, પૂ. મુક્તાબાઈસ્વામી, પૂ. કંચનબાઈ મ., શાસ્ત્ર વિશારદ મણિલાલજી સ્વામી અને અધ્યાત્મયોગી પંડિતરત્ન પૂ. કેશવ ગુરુદેવની પરંપરા દ્વારા શાસન જ્યોતને ઉજાગર કરી રહ્યાં છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] [ અણગારનાં અજવાળા શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ | (લીબડી સંપ્રદાય) ભારતની પશ્ચિમે આવેલો કચ્છ પ્રદેશ ત્યાંનાં લોકોની સાહસિકતા, શૂરવીરતા અને સરળતા માટે જગતમાં પ્રસિદ્ધ છે. રણ પ્રદેશની આ કઠોરભૂમિમાં રહેતાં મનુષ્યોનાં હૃદય કોમળ હોય છે, પણ તેમની જીવનચર્યા કડક છે. આ કચ્છના ભોરારા ગામે વિશા ઓસવાળનું એક પ્રતિષ્ઠિત કુટુંબ વસતું હતું. તેમાં ગૃહસ્વામી શ્રી વિરપાળ શેઠ અને ગૃહલક્ષ્મી લક્ષ્મીબાઈનું સાત્ત્વિક અને પ્રસન્ન દાંપત્યજીવન બે દીકરાઓના જન્મથી ધન્ય બન્યું. મોટાનું નામ નથુભાઈ અને નાનાનું નામ રાયશીભાઈ. આ નાના દીકરા રાયશીભાઈ જ પાછળથી શ્રી રત્નચંદ્રજી મહારાજ તરીકે જાણીતા બન્યા. તેમનો જન્મ વિ.સં. ૧૯૬૩ના વૈશાખ સુદ ૧૦ને દિવસે ભોરારા ગામમાં થયો હતો. બાલ્યકાળ-વેપારનો પ્રારંભ : એ જમાનામાં કેળવણીનો પ્રચાર ઘણો ઓછો હતો અને તેમાં વળી કચ્છનો પછાત વિસ્તાર! તેથી રાયશીને ગામઠી શાળામાં જ કેળવણી માટે મૂકવામાં આવ્યો. ભણવામાં રાયશી તેજસ્વી હતો. તેની સ્મરણશક્તિ ઘણી સારી હતી. દસ વર્ષની વયે સાતમી પરીક્ષા પાસ કર્યા પછી ઉચ્ચ કેળવણીની વ્યવસ્થા ન હોવાથી કુટુંબીઓએ બને પુત્રોને વેપારધંધાની તાલીમ અર્થે મુંબઈ મોકલી દીધા. આમ દસ વર્ષની નાની ઉંમરે પોતાના મોટાભાઈ નથુભાઈ સાથે રાયશીભાઈ અનાજના વેપારમાં જોડાયા. ગંભીર સ્વભાવના રાયશીભાઈ રમતગમત કે ખેલકૂદને બદલે વેપારમાં ઠીક ઠીક સ્થિર થયા. વેપાર અંગે કોઈ કોઈ વાર તેમને ઇન્દોર નજીક આવેલા સનાવદ ગામે જવું પડતું અને રહેવું પડતું. આ દરમિયાન તેમણે તારટપાલ ઉકેલવા જોણું અંગ્રેજીનું જ્ઞાન મેળવી લીધું. અહીં તેઓએ એક વર્ષ અનાજના વેપારનો અનુભવ લઈને મુંબઈમાં એક કચ્છી વેપારી શ્રી કેશવજી દેવજી સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કર્યો. આમ ૧૨ વર્ષની વયે પહોંચતા સુધીમાં તો તેમણે ધનોપાર્જનમાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા મેળવી લીધી. Page #92 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૬૯ મુંબઈના ધમાલિયા જીવનથી જ્યારે કંટાળો આવે ત્યારે પ્રસંગોપાત તેઓ ચોપાટીની રમત રમતા. તે જમાનામાં ચોપાટ મનોરંજન માટેનું સમાજવ્યાપી સાધન ગણાતું. ચોમાસાનો નિવૃત્તિકાળ અને ધર્મોપાસના : તે જમાનામાં સામાન્ય કચ્છીઓ પણ ૮ મહિના વેપારધંધા અર્થે ગામ-પરગામ વસતા અને ચોમાસું બેસે એટલે ધંધામાંથી નિવૃત્તિ લઈ વતનમાં આવતા. અહીં તેઓ સત્સમાગમ, પ્રભુસ્મરણ અને ધાર્મિક તહેવારોમાં ભાગ લઈને પોતાના જીવનને ઉજમાળતા. તે જમાનાના રીતરિવાજો મુજબ ૧૩ વર્ષની ઉંમરે હાંસબાઈ નામની કન્યા સાથે તેમનાં લગ્ન થયેલાં. લગ્ન પછી ત્રણેક વર્ષ મુંબઈ, સમાવદ અને બેલાપુરમાં વેપારધંધા અર્થે જવાનું થતું અને વચ્ચે ચોમાસામાં વતનમાં આવવાનું બનતું ત્યારે ભોરારા, મુંદ્રા અને અંજાર વગેરે ગામોમાં લીંબડી સંપ્રદાયના શ્રી ગુલાબચંદ્રજી મહારાજ અને તેમના સંપ્રદાયના સાધુઓનો સમાગમ થતો. આ રીતે ધાર્મિક જીવન જીવવાની અને વૈરાગ્ય વધારવાની પ્રેરણા મળતી રહેતી. વૈરાગ્ય અને દીક્ષા : વિ.સં. ૧૯૫૧માં તેમના વૈરાગ્યને દૃઢ બનાવનારો એક પ્રસંગ બની ગયો. આ વખતે તેઓ બેલાપુરમાં હતા ત્યારે ઘરેથી પત્ર આવ્યો “તેમનાં પત્ની હાંસબાઈએ પુત્રીને જન્મ આપ્યો છે અને તે સાથે તેમનું અવસાન થયું છે.” તરત રાયશીભાઈએ મોટાભાઈને મુંબઈ પત્ર લખી નાખ્યો : ભરોરા તારથી ખબર આપો કે ફરીથી વેવિશાળ ન કરે. આ બાજુ બેલાપુરમાં પત્નીના વિયોગના સમાચારથી રાયશીભાઈને સ્વાભાવિક દુઃખ તો જરૂર થયું હશે, પણ ધાર્મિક વૃત્તિના સંસ્કારને પોષવાવાળા બે-ત્રણ કચ્છી ભાઈઓનો સમાગમ તેમને મળી ગયો, જેથી વેપાર સિવાયના સમયમાં વાચન અને જ્ઞાનચર્ચા સારી રીતે થવા લાગ્યાં. બે-ત્રણ માસ પછી તેઓ મુંબઈ રહેવા આવ્યા, જ્યાં ખંભાત સંપ્રદાયના સાધુઓનો સમાગમ રહેતો. મોટાભાઈની રજા લઈને તેઓ વતન તરફ પાછા ફર્યા. અહીં સંવત ૧૯૫૨નું ગુલાબચંદ્રજી મહારાજનું ચોમાસું ચાલતું હતું. રાયશીભાઈની ફરી વેવિશાળ ન કરવાની વાત ગામમાં ઠીક ઠીક પ્રસરી ગઈ હતી. એટલામાં મોટાભાઈ શ્રી નથુભાઈનો પણ વાતને સમર્થન આપતો પત્ર આવી ગયો. માતા લક્ષ્મીબાઈએ મમત્વને લીધે ઘણા કાલાવાલા કર્યા, કારણ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] [ અણગારનાં અજવાળા કે ૧૬ વર્ષના દીકરાને દીક્ષાની આજ્ઞા આપવા કઈ માતા તૈયાર થાય? પિતાજી આ બાબત મૌન રહેતા. તેથી પુત્રને સમજાવવાનો બધો બોજો માત્ર માતા ઉપર જ આવી પડ્યો હતો. રાયશીભાઈના વધતા અને દૃઢ થયેલા વૈરાગ્ય સામે માતાને આખરે ઝૂકવું પડ્યું. સંયમ લેવાની લીલી ઝંડી મળી ગઈ. તે અનુસાર ૧૭ વર્ષના રાયશીભાઈની પ્રવ્રજ્યા વિ.સં. ૧૯૫૩ના જેઠ સુદ ૩ને ગુરુવારે તેમના જ વતનમાં અનેક સાધુસાધ્વીઓ આદિ ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં, ઉલ્લાસભાવથી સંપન્ન થઈ. આમ શ્રી ગુલાબચંદ્રજી મહારાજને ગુરુપદે સ્થાપી રાયશીભાઈ શ્રી રત્નચંદ્રજી મહારાજ બન્યા અને સાત દિવસ બાદ મુંદ્રામાં તેમની વડી દીક્ષા થઈ. સરસ્વતીની અખંડ અને ઉગ્ર સાધના : નાનપણના વૈરાગ્યના સંસ્કાર દીક્ષા લેતાં પલ્લવિત થયા અને અખંડ જ્ઞાનઉપાસનામાં રચ્યાપચ્યા રહેવાની ઉત્કટ વૃત્તિ જાગી. વડી દીક્ષા પછી માંડવી તરફ સંઘનો વિહાર થયો. વચ્ચે આવતા દેશલપુર ગામમાં અષાઢ સુદ ૧ને દિવસે સંસ્કૃત ભાષાના વ્યાકરણના અભ્યાસનો પ્રારંભ કર્યો અને જામનગરથી આવેલા શાસ્ત્રીજીની સાથે રહી ‘સિદ્ધાંતચંદ્રિકા’નો પહેલો ભાગ પૂરો કર્યો. સંવત ૧૯૫૫ના અંજારના ચાતુર્માસમાં ‘સિદ્ધાંતચંદ્રિકા’નો બીજો ભાગ, ‘રઘુવંશ’, ‘શ્રુતબોધ’ અને ‘વૃત્તરત્નાકર' વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેઓશ્રીની સ્મરણશક્તિ અને બુદ્ધિની તેજસ્વિતા અદ્ભુત હોવાથી આગળના ૧૯૫૬ અને ૧૯૫૭ના જામનગર અને જૂનાગઢના ચાતુર્માસમાં તેઓએ વિવિધ શાસ્ત્રીઓ પાસે સિદ્ધાંતકૌમુદી’, ‘શિશુપાલવધ’, ‘કુવલયાનંદ કારિકા’ આદિ ગ્રંથો પૂરા કરીને પછીના છ માસમાં ‘તર્કસંગ્રહ', ‘ન્યાયબોધિની’, ‘ન્યાયદીપિકા’, ‘ન્યાયસિદ્ધાંત-મુક્તાવલિ’, ‘સાધનિકા' અને દિનકરી' એમ અતિ કઠિન ગણાતા ન્યાયશાસ્ત્રના છ ગ્રંથો અને અનુયોગદ્વાર’, ‘ચંદ્રપ્રજ્ઞપ્તિ’, ‘સૂર્યપ્રજ્ઞપ્તિ’, ‘દશવૈકાલિક' અને વિવિધ થોકડાઓનો સારો અભ્યાસ કરી લીધો. ૧૯૩૦ના અંજાર ચાતુર્માસમાં અંગ્રેજી, ગણિત અને જ્યોતિષવિદ્યાનો જરૂર પૂરતો અભ્યાસ પૂરો કરી લીધો. ૧૯૬૧ના ખેડોઈના ચાતુર્માસ પહેલાં મિથિલાના સુપ્રસિદ્ધ શાસ્ત્રી શશિનાથ ઝા પાસે તેમણે ‘પંચલક્ષણી', ‘સિદ્ધાંતલક્ષણી’, ‘રસગંગાધર’, ‘સાંખ્યતત્ત્વકૌમુદી’ ઇત્યાદિ ન્યાય, સાહિત્ય અને દર્શનશાસ્ત્રના વિવિધ ગ્રંથોનું અધ્યયન પૂરું કર્યું. ખેડોઈના ૧૯૬૧ના Page #94 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૭૧ ચાતુર્માસ પછી કચ્છના કાંઠાના ગામોમાં વિહાર કરતાં તેઓને શીતળાની બિમારી થયેલી, પણ તેમાંથી ધીમે ધીમે સારું થઈ ગયું. ન્યાયશાસ્ત્રના અધ્યયનના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ ચોટીલા મુકામે શાસ્ત્રી બાલકૃષ્ણ મિશ્ર પાસેથી વ્યુત્પત્તિવાદ', “શક્તિવાદ', સાધારણ, હેત્વાભાસ ઈત્યાદિ ગ્રંથોના અભ્યાસથી વિ.સં. ૧૯૬૪માં થઈ. અવધાનશક્તિ કેળવવાનો અને સાહિત્યરચનાનો પ્રારંભઃ વિ.સં. ૧૯૬૩થી તેમણે અવધાનશક્તિ કેળવવાનો પ્રારંભ કર્યો હતો. સંવત ૧૯૬૪ના ચાતુર્માસ દરમ્યાન “ભાવનાશતક અને કર્તવ્યકૌમુદી નામના સંસ્કૃત ગ્રતો લખવાની તેમણે શરૂઆત કરી. મહારાજશ્રીની બુદ્ધિ, તેજસ્વિતા, ગ્રહણશક્તિ અને ધારણાશક્તિ અભુત હોવાથી આ વિષયમાં પ્રારંભથી જ તેઓને સારી સફળતા પ્રાપ્ત થવા લાગી, જેથી અનુક્રમે આઠ અવધાન, સત્તર અવધાન અને પચાસ અવધાન કરવાની શક્તિ તો તેઓએ પહેલા જ વર્ષમાં પ્રાપ્ત કરી લીધી! એકીસાથે અનેક વસ્તુઓને ચિત્તમાં ધારણ કરી રાખવાની આ અવધાનની કળા મનની એક વિરલ શક્તિ છે અને વિશિષ્ટ સ્મરણશક્તિવાળી વ્યક્તિ જ તેને સિદ્ધ કરી શકે છે. અજમેરના સાધુસંમેલનમાં ઃ સ્થાનકવાસી સાધુસમાજમાં તેમજ શ્રાવકોમાં તે જમાનામાં ઠીકઠીક પ્રમાણમાં શિથિલતા, કુસંપ, ઈર્ષ્યા અને વાદવિવાદ આદિ દુર્ગુણો વ્યાપકપણે દૃષ્ટિગોચર થતા હતા. આ કારણથી સમાજના પ્રબુદ્ધ વર્ગમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે આ દૂષણોને દૂર કરવા માટે સાધુઓ અને શ્રાવકો માટે નિશ્ચિત આચારસંહિતા ઘડાય તો સંપ વધે અને શિથિલાચારનો યોગ્ય પ્રતિકાર થઈ શકે. ઉપર્યુક્ત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે અનેક પ્રયત્નો થયા તેના અનુસંધાનમાં અને પરિપાકરૂપે અજમેરમાં બૃહદ્ સાધુસંમેલન ભરવાનું નક્કી થયું. આ આ કાર્યમાં પંજાબ, રાજસ્થાન, માળવા અને ગુજરાત-સૌરાષ્ટ્રના સમસ્ત સાધુસમાજે તથા દુર્લભજીભાઈ ઝવેરી, શ્રી ધીરજલાલ તુરખા, શ્રી હેમચંદભાઈ મહેતા આદિ પ્રખર સમાજ હિતેચ્છુઓએ તેમજ મહાકવિ શ્રી ન્હાનાલાલ, પ્રજ્ઞાચક્ષુ શ્રી સુખલાલજી, પ. બેચરદાસજી, શ્રી જિનવિજયજી અને લીંબડીના ઠાકોર શ્રી દોલતસિંહજીએ યોગ્ય સહકાર આપ્યો હતો. આ સંમેલનમાં ૨૩૮ સંતો, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ]. [ અણગારનાં અજવાળા ૪૦ સાધ્વીઓ અને હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય એકત્ર થયો હતો. ઉત્સાહભર્યા વાતાવરણમાં વિ.સં. ૧૯૮૯ના ચૈત્ર સુદ ૧૦ને બુધવારના દિવસથી આ ચિરપ્રતિક્ષિત સંમેલનનો મંગલ પ્રારંભ થયો. સંમેલનમાં ગુજરાતના સાધુઓની સંખ્યા ૩૨ જેટલી હતી. મંગલાચરણ કરવાનું સૌભાગ્ય મુનિ શ્રી રત્નચંદ્રજીને પ્રાપ્ત થયું હતું. શાંતિરક્ષકો તરીકે ગુજરાતના શ્રી રત્નચંદ્રજી અને પંજાબના શ્રી ઉદયચંદજી નિમાયા હતા. કાર્યવાહીના લેખકો તરીકે શ્રી આત્મારામજી અને શ્રી સંતબાલજી નિમાયા હતા. યુવાચાર્યપદ અને ઉપાધ્યાયપદની નિમણૂક, ચોમાસાં નીમવાની અને દોષશુદ્ધિ આપવાની સત્તા આ બાબતો વિશે સારું સમાધાન થયું. જુદા જુદા પ્રાંતમાં વિચરતા એક જ સંપ્રદાયના અને પૂર્વે પરસ્પર નહીં મળેલા સાધુઓને એકબીજાનો પરિચય કરી વાત્સલ્ય વધારવાની આ સંમેલનમાં તક મળી. ઉત્તર ભારતનો વિહાર : “સાધુ તો ચલતા ભલા' એ ઉક્તિ અનુસાર અજમેરનું સાધુસંમેલન પૂરું થતાં મહારાજશ્રીએ જયપુર તરફ પ્રયાણ કર્યું. જૈન સાધુના જીવનમાં લોકસંપર્ક માટે, અનાસક્તિ જાળવવા માટે, વિવિધ પ્રકારના અનુભવો દ્વારા સંયમી જીવનનું ઘડતર કરવા માટે અને શરીર નીરોગી રાખવા માટે ચાતુર્માસ સિવાયના સમયમાં સતત પાદવિહારની આજ્ઞા આપેલી છે. સંમેલન પછી શ્રી નાનચંદજી મહારાજે આગ્રા તરફ વિહાર કર્યો અને શ્રી રત્નચંદ્રજી મહારાજે વિવિધ સંઘોની વિનંતીથી જયપુરમાં ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનનું પરબ માંડ્યું. મોટી સંખ્યામાં મુનિઓ તેમની પાસે રહી સંસ્કૃત, પ્રાકૃત અને જૈન આગમોનો વિશેષ અભ્યાસ કરશે, એવી તેમની ભાવના હતી. મહારાજશ્રીની આ ભાવનાનો પ્રતિભાવ મધ્યમકક્ષાનો રહ્યો અને ચાર પંજાબી તથા આઠ રાજસ્થાની મુનિઓ એમ કુલ ૧૨ મુનિઓએ પૂ. મહારાજશ્રીના જ્ઞાનપરબનો ઠીક ઠીક લાભ લીધો. દિલ્હી થઈને પંજાબમાં ઃ અલ્વરના ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં દિલ્હી તરફ વિહાર થયો. મહારાજશ્રીનું વિવિધ ભાષાઓ ઉપરનું પ્રભુત્વ, વિશાળ સાહિત્યજ્ઞાન અને અદ્ભુત સ્મરણશક્તિને દર્શાવનારાં અવધાનોની Page #96 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૭૩ વાત સાંભળીને બધી કોમનાં અને ધર્મનાં લોકો તેમના પ્રવચનનો લાભ લેતાં. અહીં જ તેમને ‘ભારતરત્ન’ની માનવંતી પદવી અર્પણ કરવામાં આવી હતી. અહીં દિલ્હીથી આગળ વિહાર કરીને યુવાચાર્ય શ્રી કાશીરામજી મહારાજ સાથે સંઘે રોહતક થઈને અમૃતસર ભણી પ્રયાણ કર્યું. વિહાર દરમ્યાન શ્રી અમોલખ ઋષિજીનો તથા આર્યાજી પાર્વતીબાઈના સમાગમનો પણ તેઓને લાભ મળ્યો. જલંધર, કપુરથલા અને વ્યાસ થઈ મહારાજશ્રીએ અમૃતસરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના જૈન સંઘે ખૂબ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું. અહીના સમાજે મહારાજશ્રીને ‘વિદ્યાભૂષણ'ની ઉપાધિથી અલંકૃત કર્યા. પંજાબમાં વિહાર આગળ ચાલુ રાખી બલાચોર, નાલાગઢ, અંબાલા, પંચકુલા અને સીમલા થઈ પાછા ફરતી વખતે પ્રાકૃતિક સૌંદર્યવાળા બલાચોરમાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યાં. પંજાબના આ ઠંડા પ્રદેશમાં વિચરતાં મહારાજશ્રીની તથા શિષ્યોની તબિયત વારંવાર બગડતી. બલાચોરથી વિહાર કરીને મહારાજશ્રી ધીમે ધીમે દિલ્હી આવી પહોંચ્યા. કાશી-બનારસ માટેની ઝંખના : પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી સુખલાલજીની પ્રેરણાથી અને સમસ્ત સંઘને જૈન ધર્મનો તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળે તે હેતુથી બનારસ જવાની તેમની ભાવના હતી. આ ભાવનાને મૂર્તસ્વરૂપ આપવાના ઇરાદાથી દિલ્હીથી વિહાર કરી આગ્રા, વૃંદાવન, મથુરા ઇત્યાદિ તીર્થસ્થાનોનું અવલોકન કર્યું. આગ્રામાં કાનનો દુઃખાવો, લોહીનું દબાણ વગેરે અનેક બિમારીઓ આવી પડતાં આગળ વિહાર થઈ શક્યો નહીં અને ૧૯૯૪ના ચાતુર્માસ ત્યાં જ કરવાની ફરજ પડી. શરીરના અસહકારના કારણથી મહારાજશ્રીની બનારસ જવાની ભાવના ફળી શકી નહીં અને ચાતુર્માસ પૂરાં થતાં રાજસ્થાન તરફ વિહાર કરવો પડ્યો. ૧૯૯૫નાં ચાતુર્માસ અજમેર નક્કી થયાં. દિલ્હી અને આગ્રાના અગ્રગણ્ય શ્રાવકો અને સાધુસમિતિના સલાહકારો સાથે અનેક મસલતો કર્યા છતાં સંવત્સરીની એકતાનો કે સાધુઓની સમાચારીની સંહિતાનો કોઈ સર્વમાન્ય ઉકેલ શોધી શકાયો નહીં. અંતિમ ચાતુર્માસ : ગરમી અને ઠંડીના અતિરેકો, આહારવિહારની અગવડો અને સમાજની એકતા માટેના સતત પ્રયત્નો તેમજ અનેકવિધ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] [ અણગારનાં અજવાળા ચિંતાથી મહારાજશ્રીનું સ્વાસ્થ્ય જલદીથી કથળી રહ્યું હતું. પ્રોસ્ટેટ ગ્લેન્ડની વ્યાધિને લીધે પેશાબની તકલીફ રહેતી. ઉપચારની સારી સગવડ મુંબઈમાં થઈ શકશે એમ લાગવાથી તે તરફ પ્રયાણ ચાલુ થઈ ગયું હતું. અંતે ડૉ. ટી. ઓ. શાહની હોસ્પિટલમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઓપરેશન કરાવવું પડ્યું. જો કે ઓપરેશન સફળ થયું પણ ગેસ અને ન્યુમોનિયા ઇત્યાદિને લીધે લાંબો સમય નબળાઈ રહી અને ચાર-પાંચ મહિને શરીરનું કંઈક ઠેકાણું પડ્યું. સુર્દઢ સમાજની રચના અને ધર્મપ્રચારનું કાર્ય નિરંતર થતું રહે તેવી ભાવના મહારાજશ્રીના હૃદયમાં અંતિમ સમય સુધી રહ્યા કરી. આ માટે જૈનપ્રકાશના તંત્રી શ્રી હર્ષચંદ્ર દોશી, મુંબઈ સકળ સંઘના મંત્રી શ્રી ગિરધરલાલ દફ્તરી, પ્રસિદ્ધ લેખક શ્રી ચૂનીલાલ વર્ધમાન શાહ તથા મુંબઈના અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, કેળવણીકારો અને સામાજિક કાર્યકરો સાથે સમાજના ત્રણ વિભાગો વીરશ્રમણ સંઘ, વીર બ્રહ્મચારી સંઘ અને વીર શ્રાવક સંઘ વિશે તેમણે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. વિદાયની વસમી વેળા : મહારાજશ્રીને લોહીના ઊંચા દબાણની બિમારી હતી. કાર્યની અધિકતાને લીધે તે રોગ ઉપર વિપરીત અસર થઈ. .શ્રી જમનાદાસ ઉદાણીની નોંધ પ્રમાણે સંવત ૧૯૯૭ના વૈશાખ વદ ૪ ને બુધવાર તદ્દનુસાર તા. ૧૪-૫-૧૯૪૧ના રોજ મહારાજશ્રીએ તેમની સાથે વીર સંઘની કાર્યવાહી અંગે લગભગ એક કલાક ચર્ચા કરી હતી. ડૉક્ટરે દેવલાલી જવા સૂચના કરી ત્યારે તેમણે સરળ અને શાંત સ્વભાવે જવાબ આપ્યો “થોડા દિવસ માટે કાંઈ નથી કરવું, મને શાતા છે.” બીજે જ દિવસે એટલે તા. ૧૫-૫-૧૯૪૧ ને ગુરુવારે. દિવસ દરમ્યાન તો તેમને ઠીક રહ્યું, પરંતુ રાત્રે ૨-૩૦ વાગે એકાએક શ્વાસ વધતો જણાયો. પક્ષઘાતની અસર જણાવા લાગી. અને બ્લડપ્રેશર ૨૩૦ સુધી વધી ગયું. મુંબઈથી મોટા ડૉક્ટર આવી પહોંચે તે પહેલાં જ એટલે શુક્રવારે સવારે ૪-૫૦ મિનિટે મહારાજશ્રીએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમના દેહવિલયના સમાચાર પ્રસરતાં પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતનાં અનેક નગરોમાંથી તથા કલકત્તા, રંગૂન, મદ્રાસ ઇત્યાદિ નગરોમાંથી લોકો તેઓશ્રીનાં અંતિમ દર્શનાર્થે આવવા લાગ્યા. જે પ્રત્યક્ષ ન પહોંચી શક્યા Page #98 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૭૫ તેઓએ તાર–ટપાલ દ્વારા પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. ઘાટકોપર મુકામે હજારો ભક્તોની હાજરીમાં તેઓશ્રીના દેહના અગ્નિસંસ્કાર થયા. જીવંત સ્મારકો ઃ મહારાજશ્રીની બહુમુખી પ્રતિભાની પ્રેરણાથી થયેલા સર્વોપયોગી સ્મારકોની સંક્ષિપ્ત યાદી નીચે પ્રમાણે છે : (૧) પં. શ્રી રત્નચંદ્રજી જૈન કન્યાશાળા-ઘાટકોપર. (૨) શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય (શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, બનારસ સાથે સંલગ્ન) (૩) શ્રી રત્નચંદ્રજી સ્થાનકવાસી જૈન પુસ્તકાલય–કઠોર (૪) શતાવધાની પં. રત્નચંદ્રજી જૈન જ્ઞાનમંદિર-સુરેન્દ્રનગર (૫) શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ-બ્યાવર * સમર્થ શિષ્ય પૂ. ચંપાલાલજી મ.સા. (જ્ઞાનગચ્છ) રાજ્ગ્યાન અજમેરના મસુદા ગામે કિશનલાલજી છાજેડના ધર્મપત્ની પાનીબાઈની કૂખે સં. ૧૯૭૦ના ફાગણ સુદ ૧ના ચંપાલાલનો જન્મ થયો. પૂર્વ સંસ્કારો જાગ્રત થતા વૈરાગ્યના ભાવો તીવ્ર બન્યા. સં. ૧૯૯૧માં ફાગણ વદ બીજના જોધપુર જિલ્લાના ખીચન ગામે જ્ઞાનગચ્છમાં દીક્ષા થઈ. બહુશ્રુત ગીતાર્થ ગુરુ સમર્થમલજી મહારાજ પાસે આગમોનું ગહન અધ્યયન કર્યું. પૂ. ચંપાલાલજી મહારાજનું હિન્દી ગુજરાતી, રાજસ્થાની સંસ્કૃત, પ્રાકૃત વિ. ભાષા પર સુંદર પ્રભુત્વ હતું. પૂજ્યશ્રીએ એકાંતર વર્ષીતપ, છઠ્ઠ અને અઠ્ઠમ તપની આરાધના અસંખ્યવાર કરી છે. જીવનમાં તપસ્યાની શૃંખલા રચતા જૈન સમાજમાં તપસ્વીરાજરૂપે જાણીતા થયા. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] [ અણગારનાં અજવાળા શ્રાવક અને શ્રાવિકા સમુદાયમાં એટલાં પ્રિય હતા કે માંગલિક સાંભળવા અને દર્શન કરવા લોકોની સતત ભીડ રહેતી. સન્માન પદ અને પ્રતિષ્ઠાથી સદા દૂર રહી આત્મમસ્તીમાં લીન રહેતા. યુવાનોને ધર્મ પ્રતિ આકર્ષણ જગાવવા પરમ પુરુષાર્થ કર્યો. કઠોર સંયમ પાલન કરતાં કરતાં ૯૧ વર્ષની વયે સં. ૨૦૬૧ તા. ૨૦૧-૨૦૦પના પોષ સુદિ ૧૧ના રાજસ્થાનમાં જોદપુર મુકામે મહાપ્રયાણ કર્યું. પૂજ્યશ્રીના અનુગામી શ્રતધર ૫. પ્રકાશચંદ્રજી મ.સા.ની આજ્ઞામાં પૂ. નવરતન મુનિજી, પૂ. ઉત્તમમુનિજી, પૂ. મથુરામુનિજી, પૂ. રોશનમુનિજી, પૂ. જુગરાજમુનિજી, પૂ. સુંદરકુંવરજી મહાસતી પૂ. ભંવરકુંવરજી મ., પૂ. મનોહરકુંવરજી મહાસતી આદિ અનેક સંત સતીઓ ધર્મ પ્રભાવના કરી રહેલ તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા. (ગોંડલ સંપ્રદાય) સૌરાષ્ટ્રનું પરબ' ગામ એટલે સંત દેવીદાસની અને અમરબાઈની સેવા સાધનાની પાવન ભૂમિ તે પરમ સમીપનું વાવડી ગામ. વાવડી ગામનું ઝળહળતું રત્ન એટલે તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મહારાજ. સં. ૧૯૬૯ના દીવાળીના શુભ દિવસે શ્રેષ્ઠિવર્ય માધવજીભાઈ રૈયાણીના સહધર્મચારિણી માતા જમકુબાની કૂખે જન્મ ધારણ કર્યો. સાત ભાઈ બહેનોના પરિવારમાં બાળક રતિલાલનો ઉછેર થવા લાગ્યો. ભેંસાણની શાળામાં ભણવા જતાં ભણીને સાંજે પાછા ફરતાં ત્યાંથી ચીજવસ્તુઓ લાવી વાવડીમાં વેચતા આમ અભ્યાસ કરતાં કરતાં પણ નાનકડા વેપાર દ્વારા કમાણી કરી લેતાં. ૧૭ વર્ષની ઉંમરે પૂ. જયચંદ્રજી મ.સા., પૂ. પ્રાણલાલજી મ.સા. સાથે ભેંસાણ ઉપાશ્રયમાં સંપર્કમાં આવ્યા. પૂ. પ્રાણગુરુજી દેવની પ્રવચન ધારાએ Page #100 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૭૭ પૂર્વના ધર્મના સંસ્કારો જાગૃત થયા. પૂ. પ્રાણગુરુની પ્રવચન ધારાએ વૈરાગ્યભાવ પ્લાવિત થયો. પૂ. ગુરુ મહારાજને વંદન કરી પોતાની અંતરદશાને પ્રગટ કરતાં બોલ્યા કે મને દીક્ષા આપો. ગુરુજીએ કહ્યું કે માતા પિતાની આજ્ઞા વિના દીક્ષા ન આપી શકાય. કુટુંબના વડીલો પાસે આજ્ઞા મેળવવાની ગડમથલ ચાલતી હતી તેવામાં જેતપુર મુકામે પૂ. જયચંદ્રજી મ.સા. કાળધર્મ પામ્યા. ૧૯૮૭ ચાતુર્માસમાં પૂ. અંબાબાઈ અને પૂ. મણીબાઈને ખબર પડી કે રતિલાલને તાવ આવ્યો છે પણ ઉતરતો જ નથી. પૂ. મણીબાઈએ માંગલિક સંભળાવ્યું અને તાવ ઉતરી ગયો ત્યારથી મણીબાઈનું સ્થાન હૃદયમાં ગુણીરૂપે કોતરાઈ ગયું. સં. ૧૯૮૮ના પૂ. પ્રાણગુરુજીના ચાતુર્માસ વખતે પિતાએ સંમતિ આપી માતાએ કહ્યું કે મારા અંતિમ સમયે ધર્મ પમાડવા આવ તો તને રજા છે. અને ગીરી તળેટી અને કુંડ દામોદરથી શોભાયમાન પ્રભુને નેમનાથની પાવનભૂમિમાં સં. ૧૯૮૯ ફાગણ વદ-૫ને ગુરુવારે જૂનાગઢમાં એક મહાત્માના મહાભિનિષ્ક્રમણને નિહાળવા સૂર્ય ઉદિત થયો. પૂ. પ્રાણગુરુના મુખેથી દીક્ષાના પાઠ ભણાયા અને રતિલાલમાંથી પૂ. શ્રી રતિલાલજી મહારાજ બની ગયા. મીન અને તપ જાણે રતિલાલજી મહારાજના જીવનમાં પર્યાય બની ગયા. ઓગણીશ સિદ્ધાંતો કંઠસ્થ કર્યા દિગંબર શ્વેતાંબર સર્વ સાહિત્યનું અવલોકન કર્યું. ન્યાય, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, કર્મગ્રંથિક અભ્યાસ કર્યો. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, નિર્મૂળા ઉપવાસ પછી પારણામાં છાશની પરાશ વાપરતાં ૨૩ વર્ષ પાણીનો ત્યાગ, ત્રણ વર્ષ સુધી છઠ્ઠનો વર્ષીતપ, ત્રણ વર્ષ અટ્ટમનો વર્ષીતપ, સળંગ ૯૯૯ આયંબિલ તપ, નવ વર્ષ મકાઈ સિવાય સર્વ અનાજનો ત્યાગ કરી લોકહૃદયમાં “તપસમ્રાટ' તરીકે સ્થાન મેળવ્યું. ૧૯૯૧માં મુંબઈમાં ૭૦૦ આરાધકોને વર્ષીતપની પ્રેરણા કરી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] [ અણગારનાં અજવાળા તપસ્વી માણેકચંદ્રજી મહારાજે ભાખ્યું હતું મારા પછી વીસ વર્ષે બીજો તપસ્વી થશે. તપસમ્રાટની આ તપસ્યા દ્વારા માણેકચંદ્રજી મહારાજના આ વચનો સિદ્ધ થયા. અગ્લાનભાવે સેવા વૈયાવચ્ચ એ પૂ. રતિલાલજી મહારાજનો જીવનમંત્ર હતો. પૂ. પ્રેમચંદ્રજી મ.સા., પૂ. ગોવિંદજી મ.સા., પૂ. વિરજી મ.સા., પૂ. દેવચંદ્રજી મ.સા., પૂ. પ્રાણગુરુદેવ વિ. નવ સંતોની અગ્લાનભાવે સેવાઈ કરી. સં. ૨૦૧૩માં બગસરા મુકામે પૂજ્ય ગુરુદેવ પ્રાણલાલજી મ.સા. કાળધર્મ પામ્યા. ગુરુવિયોગમાં રતિગુરુનું મનોમંથન ચાલતું હતું. ત્રીજે ઉપવાસે વિચાર તીવ્ર બન્યો “હું મૃત્યુ પામું તો સારું” મરી જવાના વિચારે નિદ્રા વેરણ થઈ જાણે રાતના બાર વાગે ગુરુજી પધાર્યા અને કહ્યું કે “તારે મરી જવું છે? રતિગુરુ કહે હા, ગુરુદેવે કહ્યું પહેલા તારા સ્વભાવને માર પછી મરી જજે. પૂજ્ય રતિલાલજી મ.સા. કહે છે કે ત્યારથી મારા “સ્વભાવમાં જબ્બર પરિવર્તન આવ્યું. કવિ અખાએ એક ચાબખામાં સુંદર વાત કહી છે. મરતા પહેલા જાને મરી, બાકી રહેતે શ્રી હરિ'. તારા મૃત્યુ પહેલા તારામાં રહેલો અહંકાર અને ક્રોધ જો મૃત્યુ પામે તો શેષ તારામાં માત્ર ઇશ્વરરૂપ તત્ત્વો હશે. સં. ૨૦૧૪થી દીક્ષાનો સીલસીલો શરૂ થયો પૂ. જનકમુનિથી શરૂ કરી ૧૪૫ આત્માઓને સંયમને રંગે રંગ્યા. માતાને અંતિમવેળાએ ધર્મ પમાડી આપેલા વચનનું પાલન કર્યું નવદીક્ષિત મહાસતીજી અને વૈરાગી બહેનોના અભ્યાસ માટે રહેવાની સગવડ સાથે ઘાટકોપરમાં શ્રમણી વિદ્યાપીઠની સ્થાપનામાં ઐતિહાસિક યોગદાન આપ્યું. ઈ.સ. ૧૯૯૨માં રાજકોટના સામૂહિક ચાતુર્માસમાં આગમની વાંચના આપી ઈ.સ. ૧૯૯૩ના વડિયાના ચાતુર્માસ વખતે સાધ્વીજીઓ પાસે પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મ.સા. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની વાંચના આપી આ સામૂહિક Page #102 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] ચાતુર્માસમાં સાધ્વીજીઓ વાંચણી કેમ અપાય તેનું શિક્ષણ આપ્યું. કરાવ્યા. [ ૭૯ ૧૯૯૨માં ભાગ્યવંતાબાઈ મ.સ.ને સંથારા અનશનના પચ્ચખાણ પૂજ્ય ગુરુદેવ વડીયામાં રહીને ગૌશાળાની સુંદર પ્રેરણા કરી પૂજ્યશ્રીના હૃદયમાં જીવદયાની જ્યોત સદાયજળહળતી રહી. ૧૨-૧-૯૮માં તબિયત બગડતા રાજકોટ હૉસ્પિટલમાં દાખલ કર્યા. પૂજ્યશ્રી નમ્રમુનિજીએ ૨૭-૨૭ દિવસ સુધી પોતાના ગુરુની અગ્લાનભાવે ઉત્કૃષ્ટ સેવા કરી. પૂજ્ય ગિરિશમુનિ તથા પૂ. સુશાંતમુનિ પણ વેરાવળથી ઉગ્ર વિહાર કરી પધારી ગયા. પૂજ્ય ગુલાલબાઈ, પૂ. પ્રાણકુંવરબાઈ, પૂ.શ્રી મુક્તાબાઈ, પૂ. લીલમબાઈ, પૂ. જશુબાઈ, પૂ. સમજુબાઈ આદિ દર્શનનો લાભ લેવા પધારી ગયા. સં. ૨૦૫૪ મહાસુદ સાડીઅગિયારસ ૮-૨-૧૯૯૮ રવિવારે વિજય મુહૂર્ત પૂત્રીના આત્માએ આ દેહના બંધન છોડી મહાપ્રયાણ કર્યું. પૂજ્યશ્રીનીપાવન પ્રેરણાથી પ્રાણપરિવારના દાર્શનિકમુનિ, જયંતિલાલજી મ., વાણીભૂષણ પૂ. ગિરિશમુનિજી, પૂ. આગમદિવાકર પૂ. જનકમુનિજી, નિડરવક્તા પૂ. જગદીશમુનિજી, શ્રી ગજેન્દ્રમુનિજી, શાસનપ્રભાવક પૂજ્ય શ્રી નમ્રમુનિજી, શાસન પ્રભાવનાનું રૂડું કાર્ય કરી રહેલ છે. પૂજ્ય ગુરુદેવના શિષ્ય શાસન અરુણોદય પૂજ્ય નમ્રમુનિજી ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ,-પારસધામ, લુક એન્ડ લર્ન–જૈન જ્ઞાનધામ, અર્હમ યુવાગ્રુપ દ્વારા યુવા ઉત્કર્ષ, જૈન શિક્ષણ અને જૈન સાહિત્ય જ્ઞાનસત્રો દ્વારા શાસનસેવાના ઉત્તમ કાર્યો કરી રહેલ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] [ અણગારનાં અજવાળા જીવદયાના જ્યોતિધર અધ્યાત્મમૂર્તિ પૂ. શ્રી નવીનચંદ્રજી મ.સા. [ બોટાદ સંપ્રદાય ] પૂજ્યશ્રી નવીનચંદ્રજી મ.સા. એટલે સહુના લાડીલા નૂતનગુરુ. સૌરાષ્ટ્રના નાનકડા તુંગિયા નગરી સમા પાળિયાદ ગામમાં પ્રેમાળ પિતા પિતાંબરભાઈને ત્યાં સંસ્કારી રત્નકુક્ષિણી સુરજબાની કુક્ષિએ જનમજનમનો જોગી જાણે યોગભ્રષ્ટ આત્માનું સં. ૧૯૮૪માં અવતરણ થયું શાંત સ્વભાવી બાળકને શાંતિલાલ નામ મળ્યું. સાત ધોરણ સુધીનો અભ્યાસ કરી વ્યવસાયમાં જોડાઈ ગયા. પાળિયાદની પુણ્યભૂમિમાં અવારનવાર દાદાગુરુ પૂ. માણેકગુરુ પધારતા પૂર્વના ધર્મસંસ્કાર અને ઋણાનુબંધ શાંતિભાઈ માણેકગુરુ પ્રતિ આકર્ષાયા. માણેકગુરુને પણ એમના પ્રતિ અદકો વાત્સલ્યભાવ સં. ૨૦૦૦ની સાલના રાજકોટ ચાતુર્માસમાં ગુરુદેવ પાસે રહી શાસ્ત્રાભ્યાસ કર્યો. પંડિતજી પાસે પણ ભણ્યા. ૧૬ વર્ષની તરુણવયે પૂ.શ્રી પાસે લાવતજીવન બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું. દીક્ષાની આજ્ઞા મળી, શામજી વેલજી વિરાણી પરિવારની વિનંતીથી રાજકોટમાં દીક્ષા નક્કી થઈ. ૨૦૧૧ મહાસુદ બીજને સોમવારે શાંતિકુમારની દીક્ષાનો ઉત્સવ રાજકોટમાં ઉમંગથી ઉજવાયો મધુર પ્રવચનકાર પૂ. શિવલાલજી મ.સા. પ્રથમ શિષ્ય તરીકે ઘોષિત થયા. આ પાવન દિવસે રાજકોટ નરેશે કતલખાના બંધ રખાવ્યા. પૂ. દાદાગુરુ નૂતન સાધકમાં અપૂર્વતા નિહાળતા એને કહે છે “જો નવીન ચંદ્ર ઉગ્યો, સહૂ બીજનો ચંદ્ર જુએ, પૂજે તું પણ નવીનચંદ્ર છે. આજથી તારું નામ નવીનચંદ્રનૂતન અણગાર નવીનચંદ્ર મ.સા. બન્યા. સં. ૨૦૦૧ના વેરાવળ ચાતુર્માસ વખતે જીવદયાના જ્યોર્તિધર પૂ. નવીનચંદ્ર મ.સા.ની પ્રેરણાથી મચ્છીમારોની ઝાળો તથા અન્ય જીવહિંસા બંધ રહી. Page #104 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૮૧ સં. ૨૦૦૮માં બોટાદ ચાતુર્માસ પૂ. નવીનચંદ્ર મ.સા.ના ઉપદેશથી ૧૧ વ્યક્તિઓએ સજોડે બ્રહ્મચર્યવ્રત લીધું અને પુષ્કળ તપશ્ચર્યા થઈ. ગુરુદેવ પૂ. કહાનગુરુ પૂ. અમુલખગુરુ બધાને પૂ. નવીનચંદ્ર મ.સા.ને ભણાવવાની ખૂબ હોંશ. સં. ૨૦૧૪-૧પમાં વડિયામાં તપસ્વી માણેકચંદ્રજી સ્વામી જૈન વિદ્યાલયમાં અભ્યાસ અર્થે ચાતુર્માસ રહ્યા. પંડિત રોશનલાલજી, પંડિત નારાયણજી પાસે અભ્યાસ કર્યા એટલો અભ્યાસ કર્યો કે તે “પંડિતરત્ન' સાહિત્યરત્ન'નું બિરુદ પામ્યા. ગોંડલ સંપ્રદાયના પૂ. રંભાબાઈ મ.સ.ના સંપૂર્ણ સહયોગથી પૂ. ગુરુદેવની નૂતન પ્રેરણાના અમૃતથી વૈશાખ વદ. ૭ સં. ૨૦૧૭ના પૂ. ચંપાબાઈ મ.સ.ને બનાવ્યા છે વડીલ ગુરુમાતા, પૂ. સવિતાબાઈ મ.સ.ને મોટી બહેનરૂપે, પૂ. મંજુલાબાઈ મ.સ. અને નાનકડાં પૂ. સરોજબાઈ મ.સ.ની દીક્ષા સંપન્ન થઈ. બોટાદ સંપ્રદાયમાં સાધ્વીતીર્થની સ્થાપના થઈ.સંઘ પૂરો થયો. આ કાર્ય માટે પૂ. રંભાબાઈ મહાસતીજી તથા પૂ. નૂતન અમીગુરુનું યોગદાન ઐતિહાસિક લેખાયું. પૂ. શ્રી નવીનચંદ્રજી મ. (પૂ. નૂતનગુરુ)ની પ્રેરણાથી બોટાદ, ગઢડા, ઢસા, પાળિયાદ, ભાડલા વિ પાંજરાપોળો તરતી કરી. મહાવીર કલ્યાણકેન્દ્ર, પાર્શ્વનાથ સેવા કેન્દ્ર વિ.માં પ્રેરણા કરી કેટલાંય પશુઓને કતલખાને જતાં અટકાવ્યા. ગરીબોને અનાજ તબીબી સહાય, શૈક્ષણિક સહાયની પ્રેરણા કરી. પૂ. ગુરુદેવની તબિયતમાં ચડાવ-ઉતાર તો આવતો જ હતો. ૨૦૦૬માં હવે વધુ તબિયત કથળી તેથી પૂ. અમીગુરુએ (પૂજ્ય અમીચંદ્રજીએ) પૂ.શ્રીને પ્રાયશ્ચિત્ત દીક્ષાનો છેદ, આલોચના, સહુ સાથે ખામણા વિ. એમનો સંપૂર્ણ જાગૃતિને સહર્ષ સંમતિથી કરાવ્યું. સમયે સમયે સાગરી સંથારો પણ કરાવી દેતા ફાગણ સુદ ૧૩ને રવિવાર ૧૨મી માર્ચના બપોરના ૩.૩ર મિનિટે જીવદયાના જ્યોર્તિધરની જીવનલીલા સંકેલાઈ ગઈ. નૂતન ગુરુની વિદાય એટલે વર્તમાનનો વિષાદ, અધ્યાત્મમાર્ગનો વિલાપ, શાસન આકાશમાંથી એક તેજસ્વી તારલાનો અસ્ત. હજારો શ્રાવકોએ અશ્રુભીના નયને આ મહાનસંતને ભાવાંજલિ અર્પી. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] [ અણગારનાં અજવાળા પૂજ્યશ્રીના અનુગામી પૂ. અમીચંદ્રજી મ.સા., પૂજ્યશ્રી શૈલેષમુનિજી, પૂ. સવિતાબાઈ મ.સ., પૂ. સરોજબાઈ મ.સ., પૂ. અરૂણાબાઈ મહાસતીજી પૂ. અનિલાબાઈ મહાસતીજી, પૂજ્ય પ્રફૂલાબાઈ મ.સ., પૂ. ઇલાબાઈ, નીલાબાઈ મહાસતીજી આદિ સંત-સતીજીઓ શાસન-ધર્મપ્રભાવના કરી રહેલ છે. ક્રાંતિકારી તત્ત્વચિંતકો ઉપાધ્યાય પૂ. અમરમુનિજી પૂજ્ય અમરમુનિનો જન્મ ૧૯૦૨માં ગોધાગ્રામ હરિયાણામાં થયો હતો. પિતા લાલસિંહ અને માતા ચમેલીદેવીના પુત્રરત્ન અમરમુનિએ ૧૯૧૭માં જૈનદીક્ષા અંગીકાર કરી હતી. શ્રમણસંઘને સંગઠિત કરવામાં એમની નોંધનીય કામગીરી હતી. એમના પ્રવચન-લેખન, નિબંધ, વિવેચન વિ. વિવિધ વિષયની સૌથી અધિક કૃતિઓ ઉપલબ્ધ છે. પૂ.શ્રીની જ્ઞાનગરિમાને કારણે સમાજે એમને ઉપાધ્યાયપદથી અલંકૃત કરેલા. એમની પ્રેરણાથી શરૂ થયેલ બિહારના રાજગીરી ક્ષેત્રમાં આવેલ વિરાયતન સંસ્થા ધર્મ-અધ્યાત્મ અને સેવાક્ષેત્રમાં સુંદર કામગીરી કરી રહેલ છે. વૈભારગીરી રાજગૃહીમાં ૧૯૨૨માં તેમનો સ્વર્ગવાસ થયો હતો. વિરાયતનની પ્રવૃત્તિનો દેશ-વિદેશ, મુંબઈ, પૂના અને કચ્છમાં વિસ્તાર થયો છે. આચાર્યાચંદનાજી આદિ તેનું સંચાલન કરે છે. યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી, પૂજ્ય કાનજીસ્વામી, પૂજ્ય દાદાભગવાન વિ.એ અધ્યાત્મક્ષેત્રે એક નવી કેડી કંડારી હતી. તેમ પૂજ્યશ્રી વિજયવલ્લભસૂરિ, મુનિ સંતબાલજી અને ઉપાધ્યાય અમરમુનિએ ધર્મ અને અધ્યાત્મ સાથે જનહિતના ક્ષેત્રને ક્રાંતિકારી વળાંક આપ્યો છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] _[ ૮૩ વિશ્વ વાત્સલ્યના આરાધક ક્રાંતદંષ્ટા મુનિ સંતબાલ સરોવર, તરૂવર (વૃક્ષો) અને સંતોનું જીવન પરોપકાર અર્થે જ હોય છે એમ મુનિ સંતબાલ પીડિતો પ્રતિ કરુણાથી પ્રેરાઈ દુઃખિયાના હમદર્દ અને માર્ગ ભૂલેલાના હમરાહ બન્યા હતા. એમણે નિજી જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો સમન્વય કર્યો હતો. મુનિ સંતબાલજીનો જન્મ સૌરાષ્ટ્રમાં ટંકારાથી ચાર માઈલ દૂર ટોળ ગામમાં નાગજીભાઈ દેવજીભાઈ દોશીનાં ધર્મપત્ની મોટી બહેનની કૂખે વિ.સ. ૧૯૬૦ના શ્રાવણ સુદ પૂનમ ૨૬-૮-૧૯૦૪ના દિવસે થયો. સૌરાષ્ટ્રના આ વિસ્તારે જગતને ત્રણ મહાપુરુષો આપ્યા. ટોળના મુનિશ્રી સંતબાલ ઉપરાંત મોરબી પાસેના વાણીયા ગામના શ્રીમદ્ રાજચંદ્ર અને ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતી છે. સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું. માતુશ્રી મોતીબહેન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન હતાં તો પિતાશ્રી નાગજીભાઈ દોશી સ્થાનવાસી જૈન હતા. નાનપણમાં શિવલાલે પિતાનું છત્ર ગુમાવ્યું. ૧૮ વર્ષની વયે માતા મોતીબાએ શિવલાલનાં વેવિશાળ માટે વચન આપી દીધેલ. થોડા સમય પછી માતાનું અવસાન થતાં વૈરાગ્યના રંગો વધુ ચૂંટાયા. શિવલાલે કન્યાના ઘરે જઈ વાત કરી કે, મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું છે, તમારે સંયમ માર્ગે આવવું હોય તો મારી અનુમોદના છે અને સંસારમાં રહેવું હોય તો તમારા ભાઈ તરીકે મારા તમને આશીર્વાદ છે. આમ કહી શિવલાલે વાગ્દત્તા દીવાળીને વીરપસલીની સાડી ઓઢાડી, દીવાળીએ પણ ભાઈનું મોં મીઠું કરાવ્યું. દીક્ષા માટે અનુમતિ મળતાં શિવલાલે વિ.સ. ૧૯૮૫ના પોષ સુદ આઠમ ૧૮-૧-૧૯૨૯ના દીને મોરબીમાં સ્થાનકવાસી સંપ્રદાયના કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ સાહેબ પાસે ભગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી બન્યા. દીક્ષા લીધા પછી જીવનની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન આવ્યું. સર્વમાં માતાના વાત્સલ્યનું દર્શન કરતાં ૐ મૈયાને પોતાના જીવનનું સૂત્ર બનાવ્યું. જગતના તમામ સૌંદર્યને બાલભાવે નિહાળતા બાળક જેવા નિખાલસ અને નિર્દોષ સંતે સંતબાલનું નામ ધારણ કર્યું. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪] [ અણગારનાં અજવાળા પૂજ્ય સંતબાલે તેના જીવનકાળ દરમ્યાન ચિંતનાત્મક ધાર્મિક સાહિત્યનું સર્જન કર્યું હતું, તેમાં મહાવીરવાણી રજૂ કરતાં સૂત્રો, દશવૈકાલિક સૂત્ર, આચારાંગ સૂત્ર, સર્વધર્મ પ્રાર્થનાપીયૂષ, તત્ત્વાર્થ સૂત્ર, સિદ્ધિના સોપાન વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના અને ધર્માનુબંધી વિશ્વદર્શનનાં ૧૦ પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે. વૈદિક સાહિત્યમાં, ફુરણાવલી, મૃત્યકાળ નોઅમૃતખોળો, રામાયણ, મહાભારત અને જૈનદષ્ટિએ ગીતાનો સમાવેશ થાય છે. અનંતની આરાધના અને સંતબાલ પત્રસુધા ભા-૧ અને ૨ માં પત્રસાહિત્ય સચવાયું છે. આમ બધાં મળીને સાઠેક જેટલાં પુસ્તકોમાં તેમનું ચિંતન ગ્રંથસ્થ થયું છે. પત્રકારત્વક્ષેત્રે, વિશ્વ વાત્સલ્યપ્રયોગદર્શન, નવાં માનવી પાક્ષિકોનું પ્રકાશન મુનિશ્રીની પ્રેરણાથી શરૂ થયેલું. જાહેરજીવનને કારણે સંપ્રદાયથી જુદા થયા પરંતુ સાધુવેષ ન છોડ્યો અને પોતાના ગુરુદેવ સાથે અંતિમસમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. ગુરુનાનચંદ્રજી મહારાજ કહેતા કે સંતબાલ જૈન સાધુ નહિ, જગતસાધુ છે. જૈનપરંપરા આધુનિક યુગના વિચારના અનુસંધાન દ્વારા આગળ ધપાવવી એ જ તેમનું કાર્ય રહ્યું. તેઓશ્રીને લાગતું કે, સામાન્ય જનમાનસ એવી એક છાપ છે કે જૈનધર્મ માત્ર કર્મત્યાગ તરફ ઝોક આપતો ધર્મ છે. પરંતુ સદ્ભાગ્યે શ્રીમદ્રાજચંદ્ર પોતાના ગાંધીજી જેવા સાથી દ્વારા સમાજગત સાધનોને ઝોક આપ્યો. આ વાત શ્રીમદ્જીના અનુરાગીજનો માનવા લાગશે ત્યારે શ્રીમદ્જીના નામે જેમ ભક્તિ અને જ્ઞાનધારાઓ વિકસી તેમ કર્મધારા પણ વિકસશે જ. વિરમગામ, સાણંદ, ધોળકા અને ધંધુકાનો પ્રદેશ જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સીમાડા પર આવેલ છે તેને ભાલનળ કાંઠાનો પ્રદેશ કહેવાય છે ગ્રામ્ય પ્રદેશના લોકો અને ખેડૂતોના આંતર અને બાહ્ય જીવનના સુચારુ પરિવર્તન અર્થે ભાલનળકાંઠા પ્રાયોગિકસંઘની મુનિશ્રીએ સ્થાપના કરી. લોકસેવક રવિશંકર મહારાજને તેના પ્રથમ પ્રમુખ બનાવ્યા. જૈનધર્મના માર્ગાનુસારીના પાંત્રીશગુણ જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી લોકોને અંધશ્રદ્ધામાંથી સમ્યક શ્રદ્ધા તરફ વાળ્યા. વ્યસનમુક્તિ કરાવી. શિકાર બંધ કરાવ્યો. શોષણ અને ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવી. ગામડાઓ સ્વાવલંબી Page #108 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ]. [ ૮૫ બને તેવા કાર્યક્રમો આપ્યા ધર્મ આધારિત સમાજ રચનાનો આદર્શ આપી રાજકારણમાં શુદ્ધિની પ્રેરણા આપી. આજે પણ ગાંધી-વિનોબા વિચારધારા પ્રમાણે ગુજરાતમાં ગુંદીઆશ્રમ, મુંબઈમાં માતૃસમાજ અને વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, માનવતા અને ધર્મની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરી રહેલ છે. મુંબઈ અને ગુજરાતની ભાગોળે આવેલ, દહાણુ અને વાનગાંવ પાસેનું ગામ ચીંચણીમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્ર-મહાવીરનગરની સ્થાપના કરી. સાંપ્રદાયિક વાડાબંધીથી મુક્ત જૈનધર્મને વિશ્વધર્મ બનાવવા માટે ત્યાં ચાર વિભાગની સુંદર કલ્પના આપી. સમાજના હિતને અર્થે, સમાજસેવકો અને સંતોના સમન્વયની એક ઝંખના મુનિશ્રી સંતબાલના હૃદયમાં હતી. તેથી દારૂબંધી કરાવવા દારૂના વ્યવસાયમાંથી લોકોને મુક્ત કરવા, ધર્મના નામે પશુબલિ-પશુવધ અટકાવવા, ગૌવધ અટકાવી શાકાહાર તરફ લોકોને વાળવા, સર્વધર્મ સમભાવનો પ્રચાર કરવા અને અસ્પૃશ્યતા નિવારણ માટે મુનિ સંતબાલજીની પ્રેરણાથી ૧૯૭૨માં સંતસેવક સમુદ્યમ પરિષદની સ્થાપના થઈ હતી જેમાં આચાર્ય તુલસી, પૂજ્ય અમરમુનિ, સ્વામી સત્યમિત્રાનંદગિરી, સ્વામી ઓમકારનંદ સરસ્વતી, પૂજ્ય આનંદઋષિ મહારાજ જેવા ભારતવર્ષના દરેક સંપ્રદાય અને ધર્મના આગેવાન વિશ સંતો જોડાયા હતા અને દેશના અનેક આશ્રમોના આગેવાનો, વડાઓ પણ આ પરિષદના કાર્યમાં જોડાયા હતા. જેનું સંયોજન માનવમુનિએ કરેલું. વક્તવ્ય અને કર્તવ્યને જીવનની એક રેખા પર રાખનાર, આ આત્મસ્થ સંતે ૨૬-૩-૮૨ના ગુડી પડવાના દિને મુંબઈની ધરતી પર અંતિમ શ્વાસ લીધો. મુનિશ્રીના અંતિમદર્શન ઘાટકોપરના સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાખવામાં આવેલ અને ત્યાં જ મોરારજીભાઈ દેસાઈને પ્રમુખસ્થાને શ્રદ્ધાંજલિ-ગુણાનુવાદ સભા યોજાઈ. અંતિમ સંસ્કાર ચીંચણીમાં દરિયાકિનારે થયા અને ત્યાં જ સમાધિ બનાવવામાં આવી લોકમાંગલ્યનાં કાર્યો કરતાં કરતાં આત્મમસ્તીમાં જીવનાર શતાવધાની ક્રાંતાને, જન્મશતાબ્દીના પાવન પ્રસંગે વંદના............! Page #109 -------------------------------------------------------------------------- ________________ [ અણગારનાં અજવાળા સવગી સંતો શ્રી બૂટેરાયજી મહારાજ શ્રી બૂટેરાયજી મહારાજનો જન્મ પંજાબમાં લુધિયાણા પાસે દુલુઆ નામના ગામમાં વિ.સં. ૧૮૬૩માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ટેકસિંહ હતું. તેઓ જાટ જાતિના હતા. તેઓ જમીનદાર હતા અને ગામના મુખી હતા. તેમનું ગોત્ર ગિલ હતું. ટેકસિંહનાં પત્નીનું નામ કર્યો હતું. તેઓ પંજાબમાં પતિયાલા રાજ્યના જોધપુર નામના ગામના વતની હતાં. ટેકસિંહ અને કર્મોનું દામ્પત્યજીવન સુખી હતું પરંતુ તેમને એક વાતનું મોટું દુઃખ હતું. તેમને સંતાન થતાં, પણ જીવતા રહેતાં નહીં. જન્મ પછી બાળક પંદરવીસ દિવસે ગુજરી જતું. આથી તેઓ ઘણા નિરાશ થઈ ગયાં હતાં. એક દિવસ કોઈ સંન્યાસી મહારાજ પધાર્યા હતા. તેઓ સિદ્ધવચની તરીકે ઓળખાતા હતા. ટેકસિંહ અને કર્મો તેમની પાસે ગયાં અને પોતાનાં દુઃખની વાત કરી. તે વખતે એ સંન્યાસી મહારાજે તેમને આશીર્વાદ આપીને આગાહી કરતાં કહ્યું કે, “તમારે હવે એક સંતાન થશે. તે પુત્ર હશે. તમારો એ પુત્ર જીવશે, પરંતુ તે સાધુ-સંન્યાસી થઈ જશે. એને સાધુ-સંન્યાસી થતાં તમે અટકાવતાં નહીં.” સાધુ મહારાજના આશીર્વાદથી ટેકસિંહ અને કર્મોને આનંદ થયો. તેમણે કહ્યું, “ગુરુમહારાજ! અમારો દીકરો જો જીવતો રહે તો પછી ભલેને એ સાધુ-સંન્યાસી થાય. એથી મને તો આનંદ જ થશે. એને જોઈને અમારું જીવ્યુ લેખે લાગશે. અમે વચન આપીએ છીએ કે એને સંન્યાસી થતાં અમે અટકાવીશું નહીં.” ત્યાર પછી સં. ૧૮૬૩માં તેમના ઘેર બાળકનો જન્મ થયો. બાલક અત્યંત તેજસ્વી હતું. પતિપત્ની બાળકને લાડકોડથી ઉછેરવા લાગ્યાં. પંદરપચીસ દિવસ થવા છતાં બાળકને કશું થયું નહીં. એથી તેમનો ડર નીકળી ગયો. તેમનો ઉત્સાહ વધી ગયો. સાધુ મહાત્માનું વચન જાણે સાચું પડતું Page #110 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] હોય તેવું લાગ્યું. એમ કરતાં બાળક મોટું થવા લાગ્યું. બાળકનું નામ ‘ટલસિંહ’ રાખવું એવી ભલામણ સાધુ મહાત્માએ કરી હતી. પંજાબી ભાષામાં ટલ એટલે વાજિંત્ર. સાધુ મહાત્માએ કહ્યું હતું કે, આ બાળક જ્યારે મોટા સાધુ–સન્યાસી થશે ત્યારે તેઓ જ્યાં જશે ત્યાં એમની આગળ બેન્ડવાજાં વાગતાં હશે માટે બાળકનું નામ ટલસિંહ રાખશો, એટલે માતા–પિતાએ બાળકનું નામ ટલસિંહ રાખ્યું, પરંતુ લોકો માટે આવું નામ તદ્દન નવીન અને અપરિચિત હતું. પંજાબનાં લોકોમાંથી લશ્કરમાં– દળમાં જોડાનારા ઘણા હોય છે એટલે બાળકનું નામ ટલસિંહને બદલે દલસિંહ પ્રચલિત બની ગયું. જોકે આ નામ પણ વધુ સમય ચાલુ રહ્યું નહીં, કારણ કે માતાપિતા એક ગામ છોડીને બીજે ગામ રહેવા ગયાં. ત્યાં શેરીનાં છોકરાંઓએ ટલસિંહનું નામ બૂટાસિંહ કરી નાખ્યું. [ ૮૭ બૂટાસિંહને પોતાના બાળપણથી જ ખાવાપીવા વગેરેમાં કે બીજી આનંદપ્રમોદની વાતોમાં બહુ રસ પડતો નહોતો. એમને સાધુ–સન્યાસીઓની સોબતમાં અને ત્યાગ-વૈરાગ્યની વાતોમાં વધુ રસ પડતો હતો. દુલુઆ નાનું સરખું ગામ હતું. ત્યાં પ્રાથમિક શાળા પણ નહોતી એટલે બૂટાસિંહને શાળમાં અભ્યાસ કરવાની કોઈ તક મળી નહોતી. ગામમાં શીખ ધર્મનું મંદિર ગુરુદ્વારા હતું. બૂટાસિંહનાં માતા-પિતા શીખ ધર્મ પાળતાં હતાં અને ગુરુદ્વારામાં જતાં. બૂટાસિંહ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. હવે કુટુંબમાં મા અને પુત્ર બે જ રહ્યાં હતાં. માતા પોતે જ્યારે ગુરુદ્વારામાં જતી ત્યારે તે સાથે નાના બાળક બૂટાસિંહને લઈ જતી. ગુરુદ્વારામાં નિયમિત જવાને કારણે માતાની સાથે બૂટાસિંહ પણ ધર્મપ્રવચન કરનાર ગ્રંથસાહેબ જે ધર્મોપદેશ આપતા તે સાંભળતા હતા. વળી બપોરે બૂટાસિંહ ગુરુદ્વારામાં જતાં. ત્યાં છોકરાઓને શીખોની ગુરુમુખી ભાષાલિપિ શીખવવામાં આવતી. આમ કરતાં કરતાં બૂટાસિંહને ગુરુમુખી ભાષા લખતાંવાંચતાં આવડી ગઈ. શીખ ધર્મના ગ્રંથો જેવા કે, ‘ગ્રંથસાહેબ’, ‘મુખમણિ’, ‘જપુજી’ વગેરે વાંચવાની તક પણ તેમને સાંપડી. વળી ગુરુદ્વારામાં પધારનાર સંતોનો પરિચય પણ થવા લાગ્યો. આમ રોજ નિયમિત ગુરુવાણીના શ્રવણ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] [ અણગારનાં અજવાળા દ્વારા વધતા જતા ધર્માભ્યાસી બૂટાસિંહને ધર્મ પ્રત્યે રુચિ વધવા લાગી. સોળેક વર્ષની ઉંમર થઈ હશે ત્યારે એક દિવસ બૂટાસિંહે પોતાની માતાને કહ્યું, “મા! મારે લગ્ન કરીને ઘરસંસાર માંડવો નથી. મારે સાધુ થવુ છે.” એ સાંભળતાં જ માતાને સિદ્ધવચની બાબાએ કરેલી આગાહી સાચી પડતી લાગી. “બેટા, મારા જીવનનો તું જ એક માત્ર આધાર છે. તારા પિતાનો સ્વર્ગવાસ થયો છે. તારે બીજા કોઈ ભાઈબહેન નથી, એટલે તું ઘરની અંદર પણ સંન્યાસી તરીકે રહી શકે છે. તારો સ્વભાવ જોતાં હું તને લગ્ન કરવાનું ક્યારેય કહીશ નહીં. તારા માટે સિદ્ધવચની મહાત્માએ કરેલી આગાહી હું જાણું છું. તું સાધુ થશે એ વાત સાચી છે, પરંતુ ઘરમાં રહીને સાધુપણું પાળી શકે છે. એમ કરશે તો મને પણ સહારો રહેશે. તારે જો સાધુ થવું હોય તો મારા ગયા બાદ તું થજે.” બૂટાસિંહે કહ્યું, “માતાજી! ઘરમાં મારું જરા પણ મન લાગતું નથી. જીવનનો ભરોસો નથી. વળી પંજાબના ઇતિહાસમાં તો કેટલીય માતાઓએ ધર્મને ખાતર પોતાનાં સંતાનને અર્પણ કરી દીધાં હોય એવા દાખલા છે. માટે મને ઘર છોડીને જવાની આજ્ઞા આપો. એ વખતે માતાજીએ કહ્યું, “બેટા, તું જો ઘર છોડીને જવા માટે મક્કમ હોય તો મારી તને આજ્ઞા છે. માતાની આજ્ઞા મળતાં બૂટાસિંહે સદ્દગુરુની શોધ શરૂ કરી. જ્યાં ક્યાંયથી માહિતી મળતી તો તે સાધુ મહાત્માને મળવા માટે તેઓ દોડી જતા. એક દિવસ કોઈકની પાસે બૂટાસિંહે સાંભળ્યું કે મોઢે વસ્ત્રની પટ્ટી બાંધનારા જૈન સાધુઓમાં નાગરમલજી નામના એક સાધુ મહાત્મા ઘણી ઊંચી કોટિના છે. બૂટાસિંહે એમનો સંપર્ક સાધ્યો. સ્થાનકમાર્ગી એ જૈન સાધુ બાવીસ ટોળાંવાળા' તરીકે ઓળખાતા હતા. ત્યારે સાધુઓના સમુદાય માટે ટોળાં' કે “ટોળી' શબ્દ વપરાતો અને સાધુ માટે ઋષિ નાગરમલજીના પરિચયમાં આવતાંની સાથે એમના સરળ, નિર્દભ, ત્યાગી, સંયમી જીવનથી બૂટાસિંહ પ્રભાવિત થયા. વળી તેમનું પ્રવચન સાંભળતાં પણ બૂટાસિંહને ખાતરી થઈ કે આ સાધુ મહાત્મા વિદ્વાન છે, ત્યાગી છે, સંયમી છે અને સિદ્ધાંતોના જાણકાર છે. યુવાન, તેજસ્વી બૂટાસિંહની સંયમી રુચિ અને Page #112 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] . [ ૮૯ શાસ્ત્રજ્ઞાનની સાચી જિજ્ઞાસાનો ઋષિ નાગરમલજીને પણ પરિચય થયો. ઘરે આવીને પોતાની માતાને પણ નાગરમલજીની વાત કરી. એ સાંભળીને માતાજીએ એમને નાગરમલજી પાસે દીક્ષા લેવાની અનુમતિ આપી. ઋષિ નાગરમલજી તે સમયે પંજાબમાં વિચરતા અને મોટો સમુદાય ધરાવતા સ્થાનકમાર્ગી મહાત્મા ઋષિ મુલકચંદજી મહારાજની ટોળીના સાધુ હતા. વિહાર કરતાં કરતાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. એમની પાસે દીક્ષા લેવા બૂટાસિંહ દિલ્હી ગયા. દિલ્હીમાં ગુરુમહારાજ નાગરમલજીએ એમને વિ.સં. ૧૮૮૮માં ૨૫ વર્ષની ઉંમરે દીક્ષા આપી. એમનું નામ ઋષિ બૂટારાયજી મહારાજ રાખવામાં આવ્યું. બૂટેરાયજી મહારાજે પોતાના ગુરુમહારાજ નાગરમલજી સાથે દિલ્હીમાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન નાગરમલજી આચારાંગ સૂત્ર અને સૂયગડાંગ સૂત્ર ઉપર વ્યાખ્યાનો આપતા હતા. એ વ્યાખ્યાનો બૂટેરાયજી ધ્યાનપૂર્વક સાંભળતા હતા. વળી એ સૂત્રોની પોથીઓ લઈને ગુરુમહારાજ પાસે બેસીને તેઓ વ્યવસ્થિત અધ્યયન કરવા લાગ્યા હતા. બીજા ચાતુર્માસ દરમિયાન સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા પણ એમણે શીખી લીધી હતી. વળી, પોતાની મેળે આગમગ્રંથો વાંચવાની સજ્જતા તેઓ પ્રાપ્ત કરતા જતા હતા. એમની તીવ્ર સમજશક્તિ, વધુ અધ્યયન માટેની લગની, અઘરા વિષયોની ગ્રહણશક્તિ, અસાધારણ સ્મરણશક્તિ વગેરે જોઈને ગુરુ મહારાજને પણ બહુ હર્ષ થતો. કેટલાક સમય પછી ગુરુમહારાજ વધુ બિમાર પડ્યા. બૂટેરાયજીએ દિવસ-રાત જોયા વગર અથાગ પરિશ્રમપૂર્વક એમની સેવા-ચાકરી કરી. તેમનાં હલ્લો–માત્રુ પણ તેઓ જરા પણ કચવાટ વગર, બલકે હોંશથી સાફ કરતા અને આસપાસ ક્યાંય જવું હોય તો બૂટેરાયજી તેમને ઊંચકીને પોતાના ખભા પર બેસાડીને લઈ જતા. રોજ ઉજાગરા થતા તો પણ તેઓ ગુરુમહારાજની પાસે ખંતથી, ઉત્સાહથી અને ગુરુસેવાના ભાવથી બેસી રહેતા અને તેમની સતત સંભાળ રાખતા અને રાત્રે જ્યારે જ્યારે સમય મળે ત્યારે પોતે ગોખેલાં સૂત્રો, થોકડા, બોલ વગેરે બોલીને યાદ કરી લેતા. બૂટેરાયજીની વૈયાવચ્ચ નાગરમલજી મહારાજના હૃદયને સ્પર્શી ગઈ. તેમના Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] [ અણગારનાં અજવાળા હૃદયનું પરિવર્તન થયું. અંતિમ સમયે એમણે કહ્યું, “બૂટા, તેં મારી બહુ સેવાચાકરી કરી છે, મેં તને જોઈએ તેટલો અભ્યાસ કરાવ્યો નથી. તારી જિજ્ઞાસા અને જ્ઞાનની ભૂખ ઘણી મોટી છે, માટે તું આ મારી પાંચ મૂલ્યવાન હસ્તલિખિત પ્રતો તારી પાસે જ રાખજે. તું સદા સુખી રહેજે અને ધર્મનો પ્રચાર કરજે. તું કોઈ પણ કદાગ્રહી સાધુનો સંગ કરતો નહીં. જ્યાં તને શુદ્ધ ધર્મની પુષ્ટિ થતી લાગે ત્યાં તું રહે છે અને તે પ્રમાણે કરજે.” આમ આશિષ આપી ઋષિ નાગરમલજી મહારાજ કાળધર્મ પામ્યા. પોતાના ગુરુમહારાજના કાળધર્મ પછી બૂટેરાયજી મહારાજ વિહાર કરીને પતિયાલા પધાર્યા. તેઓ ત્યાર પછી માલેસ્કોટલામાં ચાતુર્માસ હતા ત્યારે લગભગ છે મહિના સુધી રોજેરોજ અભિગ્રહપૂર્વક ગોચરી વહોરી લાવતા. આમ બૂટેરાયજી મહારાજ યુવાન વયથી જ ઉગ્ર તપસ્વી બન્યા હતા. બૂટેરાયજી મહારાજ તપશ્ચર્યાની સાથે સાથે સ્વાધ્યાય પણ કરતા અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન પણ આપતા. આથી એમનો ચાહકવર્ગ વધતો ગયો હતો. દરમિયાન ખાનદાન કુટુંબના બે યુવાનોએ એમની પાસે દીક્ષા લીધી હતી. તેઓ પંજાબથી વિહાર કરી દિલ્હી પધાર્યા. ત્યાં સ્થાનકમાર્ગી સમુદાયના ઋષિ રામલાલજીનું ચાતુર્માસ હતું. તેઓ કવિ પણ હતા. તેમની પાસે અમૃતસરના એક ઓસવાલે દીક્ષા લીધી હતી. એમનું નામ ઋષિ અમરસિંહજી રાખવામાં આવ્યું હતું. અમરસિંહે ગુરુમહારાજ પાસે સારો સ્વાધ્યાય કર્યો. એક દિવસ અમરસિંહજીએ બૂટેરાયજીને “વિપાકસૂત્ર'ની પોથી બતાવી પુછ્યું. “આ તમે વાંચ્યું છે?” પોથી જોઈ બૂટેરાયજીએ કહ્યું, “વિપાકસૂત્ર' મેં વાંચ્યું તો નથી, પણ એનું નામ પણ આજે પહેલી વાર તમારી પાસેથી સાંભળું છું. અમરસિંહજીએ “વિપાકસૂત્ર' વાંચતાં તેમાં આવતો મગાલોઢિયાનો પ્રસંગ પણ તેમણે વાંચ્યો. તેમાં વર્ણવ્યા પ્રમાણે ગૌતમસ્વામી, માંસના લોચા જેવા, સતત લોહી અને પરુ નીકળતા, તીવ્ર દુર્ગધ મારતા પુત્રને જોવા જાય છે, તે વખતે દુર્ગધને કારણે મૃગાવતી ગૌતમસ્વામીને મોઢે વસ્ત્ર ઢાંકવા કહે છે. એનો અર્થ એ થયો કે ત્યારે ગૌતમસ્વામીએ મોઢે Page #114 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૯૧ મુહપત્તી બાંધી નહોતી. મોઢે મુહપત્તી બાંધવાનું ફરમાન આગમસૂત્રોમાં આવતું નથી. એટલે એમણે પોતાની શંકા અમરસિંહજી પાસે દર્શાવી. અમરસિંહજી પાસે એનો જવાબ નહોતો. એમણે એટલું જ કહ્યું કે, “આપણે મોઢે મુહપત્તી ન બાંધીએ તો લોકો આપણને યતિ કહે. માટે મોઢે મુહપત્તી બાંધવી જરૂરી છે.” પરંતુ આ ખુલાસાથી બૂટેરાયજીને સંતોષ થયો નહીં. વળી જિનપ્રતિમાનાં દર્શન-વંદનનો નિષેધ આગમસૂત્રમાં ક્યાંય આવતો નથી. એ વિશે પણ એમણે અમરસિંહજી પાસે પોતાની શંકા વ્યક્ત કરી, પરંતુ તેનો પણ કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો નહીં. દિલ્હીના ચાતુર્માસ પછી બૂટેરાયજી પોતાના શિષ્યો સાથે પતિયાલા, સિયાલકોટ, રાવલપિંડી વગેરે સ્થળોએ વિચરી પાછા પતિયાલા પધાર્યા. ત્યાં રસ્તામાં અમરસિંહજી મળી ગયા. તેમણે બૂટેરાયજીને કહ્યું કે, “બૂટેરાયજી, તમે સારો શાસ્ત્રોભ્યાસ કર્યો છે. મારા કરતાં તમે મોટા છો. આપણે એક જ ગુરુઋષિ મલકચંદજીના ટોળાના છીએ તો આપણે સાથે વિચારીએ તો કેમ?” અમરસિંહજીની દરખાસ્ત બૂટેરાયજીએ સ્વીકારી લીધી. તેઓ સાથે વિહાર કરવા લાગ્યા. એમ કરતાં અમૃતસર તેઓ બંને પધાર્યા, પરંતુ અમૃતસરમાં બૂટેરાયજી મુહપત્તી અને જિનપ્રતિમા વિશેના પોતાના વિચારો બીજા સાધુઓ પાસે વ્યક્ત કરતા તે અમરસિંહજીને ગમતું નહીં. અમરસિંહજીએ બૂટેરાયજીનો જાહેરમાં વિરોધ ચાલુ કરી દીધો. આથી શ્રાવકોમાં પણ બે પક્ષ પડી ગયા. પંજાબમાં બધે આ બાબત જાહેર ચર્ચાનો વિષય બની ગઈ. અમરસિંહજીએ પોતાના ક્ષેત્રના શ્રાવકોને તૈયાર કર્યા હતા અને ધમકી આપી કે બૂટેરાયજી જો પોતાના ક્ષેત્રમાં આવશે તો એમનો વેશ ખેંચી લેવામાં આવશે. આ સમય દરમ્યાન બૂટેરાયજી પાસે ખાસ કોઈ શિષ્યો રહ્યા ન હતા. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ ટોળામાં તેમણે ચાર શિષ્યો બનાવ્યા હતા, પરંતુ એમાંથી માલેરકોટલાવાળા બે શિષ્યો એમને છોડીને ચાલ્યા ગયા હતા. એક શિષ્ય કાળધર્મ પામ્યા હતા. એક જાટ જાતિના શિષ્ય હતા, તેમણે દીક્ષા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] [ અણગારનાં અજવાળા છોડી દઈને ગૃહસ્થ વેશ અંગીકાર કર્યો હતો. આથી બૂટેરાયજી એકલા પડી ગયા હતા. પરંતુ આવી ધાકધમકીઓથી તેઓ ડરતા નહોતા, કારણ કે તેઓ આત્માર્થી હતા અને જિનતત્ત્વમાં અડગ શ્રદ્ધા ધરાવનાર હતા. સં. ૧૯૦૨નું ચાતુર્માસ બૂરાયજી મહારાજે પર્સરમાં કર્યું. તે વખતે એક નવયુવાન એમના સંપર્કમાં આવ્યો. એમનું નામ મૂળચંદ હતું. એમની ઉંમર નાની હતી, પણ એમની બુદ્ધિની પરિપક્વતા ઘણી હતી. વળી એમણે જુદા જુદા સાધુઓ પાસે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો. બૂટેરાયજીના મુહપત્તી અને પ્રતિમાપૂજનના વિચારો એમણે જાણી લીધા હતા, અને તે પોતાને સાચા જણાતાં તેમણે પણ ચર્ચા ઉપાડી હતી. ત્યારપછી સોળ વર્ષની વયે એમણે બૂટેરાયજી પાસે દીક્ષા લીધી. એમનું નામ મૂળચંદ હતું એટલે સાધુ તરીકે એમનું નામ મૂળચંદજી રાખવામાં આવ્યું. તેમણે ગુરુમહારાજ બૂટેરાયજી સાથે રામનગરમાં ચાતુર્માસ કર્યું. મૂળચંદજી મહારાજ જેવા તેજસ્વી અને નીડર શિષ્ય મળતાં બૂટેરાયજીની નૈતિક હિંમત હતી તે કરતાં પણ વધી ગઈ. વિ.સં. ૧૯૦૩નું ચાતુર્માસ તેઓ બંનેએ લાહોર પાસે ચંદ્રભાગા નદીના કિનારે આવેલા રામનગરમાં કર્યું. તે વખતે ગુરુ-શિષ્ય વચ્ચે મુહપત્તી વિશે ઘણી વિચારણા થઈ, અને ચાતુર્માસ પછી માગશર મહિનામાં તેઓ બંનેએ રામનગરમાં મુહપત્તીનો દોરો છોડી નાખ્યો. તેઓએ મુહપત્તિી હવેથી હાથમાં રાખશે એમ જાહેર કર્યું. પંજાબમાં આ ક્રાંતિકારી ઘટનાથી ઘણો ખળભળાટ મચી ગયો. હવે સ્થાનકમાર્ગી ઉપાશ્રયમાં જવું તેમને માટે મુશ્કેલ બની ગયું. અલબત્ત આટલા સમય દરમિયાન તેમની સાથે સંમત થનાર શ્રાવકોનો સમુદાય હતો, પરંતુ પરિસ્થિતિ હવે વિકટ થવાની હતી. આ સમય દરમિયાન દીક્ષા છોડી જનાર પ્રેમચંદજીને ગૃહસ્થ જીવનના કડવા અનુભવો થતાં અને વૈરાગ્યનો ઉદય થતાં તેઓ ફરી દીક્ષા લેવા તૈયાર થયાં. પરંતુ તે વખતે બૂટેરાયજીએ શિયાલકોટ જવાનું અનિવાર્ય હતું. એટલે એમણે પોતાના શિષ્ય મૂળચંદજી મહારાજને પિંડદાદનખા નામના ગામે પ્રેમચંદજીને ફરી દીક્ષા આપવા મોકલ્યા પરંતુ પ્રેમચંદજી હવે દીક્ષા લેવા માટે એટલા અધીરા થઈ ગયા હતા કે વિહાર કરીને મૂળચંદજી Page #116 -------------------------------------------------------------------------- ________________ [ ૯૩ અણગારનાં અજવાળા ] મહારાજ ત્યાં પહોંચે તે પહેલાં તો તેમણે બૂટેરાયજી મહારાજને પોતાના ગુરુ તરીકે ધારણ કરીને, સંઘ સમક્ષ તથા જિનપ્રતિમાની સાક્ષીએ સાધુનાં વસ્ત્ર પહેરી લીધાં હતાં. ત્યારપછી તેઓ મૂળચંદજી મહારાજ સાથે વિહાર કરીને બૂટેરાયજી મહારાજ સાથે જોડાઈ ગયા હતાં. બૂટેરાયજી મહારાજે મુહપત્તીનો દોરો કાઢી નાખ્યો તે પછી પંજાબમાં વિચરવાનું આરંભમાં એમને માટે બહુ કઠિન બની ગયું. તેમ છતાં એવા વિરોધના વંટોળ વચ્ચે પણ તેઓ સ્વસ્થતાથી અને નિડરતાથી વિચરતા રહ્યા હતાં. બૂટેરાયજી જાત્રા કરવા જતા સંઘ સાથે કેસરિયાજી પધાર્યા. તીર્થ યાત્રાનો આ એમનો પ્રથમ અનુભવ હતો. કેસરિયાજીના આદિનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમાનાં હર્ષોલ્લાસપૂર્વક દર્શન કરીને તેઓએ અત્યંત ધન્યતા અનુભવી. કેસરિયાજીના મુકામ દરમ્યાન વળી બીજો એક અનુકૂળ યોગ સાંપડ્યો. ગુજરાતમાંથી તે વખતે કેસરિયાજીની યાત્રા કરવા માટે એક સંઘ આવ્યો હતો. સંઘપતિ પ્રાંતિજ પાસે આવેલ ઇલોલ નગરના શેઠ બેચરદાસ માનચંદ હતાં. તેઓ બીજા આગેવાનો સાથે બૂટેરાયજી મહારાજને મળવા આવ્યા. તેમણે કહ્યું, “મહારાજશ્રી! અમને થોડીક જિજ્ઞાસા થઈ છે. આપને દેરાસરમાં દર્શન કરતા જોયા હતાં. આપના વેશ પરથી આપ સ્થાનકમાર્ગી સાધુ લાગો છો. પરંતુ સ્થાનકવાસી સાધુ મુહપત્તી મોઢે બાંધે, જ્યારે આપ મુહપત્તી હાથમાં રાખો છો તેથી અમને પ્રશ્ન થાય છે. અમને જણાવશો કે આપ કોણ છો તો આનંદ થશે.” બૂટેરાયજી મહારાજે કહ્યું, “ભાઈ, હું જન્મથી અર્જન છું. અમારો પરિવાર શીખ ધર્મને પાળે છે. મેં યુવાનવયે સ્થાનકમાર્ગી બાવીસ ટોળામાં દીક્ષા લીધી હતી. પરંતુ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યા પછી હું જિનપ્રતિમાનો વિરોધ કરી શકતો નથી. વળી મોઢે મુહપત્તી બાંધવાનું આગમસૂત્રમાં ક્યાંય ફરમાન નથી. એટલે મુહપત્તી હાથમાં રાખું છું. અમારી ભાવના ગુજરાત તરફ વિહાર કરી શત્રુંજયતીર્થની યાત્રા કરવાની છે. સંઘવીએ કહ્યું, “તો પછી ગુરુમહારાજ! આપ બંને અમારા સંઘ સાથે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] [ અણગારનાં અજવાળા જોડાઈને અમને લાભ આપો. વળી આપને પણ અનુકૂળતા રહેશે, કારણ કે રસ્તામાં ઘણે ઠેકાણે જૈનોનાં ઘર નથી.” બૂટેરાયજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજે સંઘપતિની વિનંતીનો સ્વીકાર કર્યો અને તેઓ સંઘ સાથે જોડાઈ ગયા. પ્રાંતિજ સુધી સંઘ સાથે પહોંચી ત્યાંથી તેઓ વિહાર કરી અમદાવાદ પહોંચ્યા. નગર બહાર શેઠ હઠીસિંહની વાડીએ ઊતર્યા. એમના આગમનના સમાચાર અમદાવાદના સંઘમાં પહોંચી ગયા. સૌભાગ્યવિજયજી મહારાજે માણસ મોકલી એમને ઉપાશ્રયે તેડાવ્યા. દાદા મણિવિજયજી, સૌભાગ્યવિજયજી વગેરે સંવેગી સાધુઓનાં દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી. થોડા દિવસ રોકાઈને તેઓ શત્રુંજયની યાત્રાએ સંઘ જતો હતો તેની સાથે જોડાઈ ગયા. શત્રુંજયની તીર્થયાત્રા પહેલીવાર કરીને તેઓએ અનન્ય ધન્યતા અને પ્રસન્નતા અનુભવી. થોડા દિવસ તેઓ ત્યાં રોકાયા. ત્યાં યતિઓનું જોર ઘણું હતું, એટલે ચાતુર્માસ આસપાસ કરવાનો એમણે વિચાર કર્યો. નજીકમાં વિહાર કરીને વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદ્રજી મહારાજ ભાવનગરમાં સ્થળની અનુકૂળતા જોઈ આવ્યા. ભાવનગરના સંઘે પાલિતાણા આવીને તેમને વિનંતી કરતાં બૂટેરાયજી મહારાજે ગુજરાતમાં પ્રથમ ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ભાવનગરના ચાતુર્માસ પછી ફરી તેઓ ભાવનગરના સંઘ સાથે સિદ્ધાચલની યાત્રાએ ગયા. પાલિતાણામાં થોડો સમય રોકાઈ તેમણે અમદાવાદ તરફ વિહાર કર્યો. વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદ્રજી મહારાજે ગિરનારની યાત્રા માટે જૂનાગઢ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ વિહાર કરતા બૂટેરાયજી મહારાજ અને મૂલચંદજી મહારાજ લીંબડી પધાર્યા. ત્યાં થોડા દિવસ રોકાયા તે દરમિયાન મૂલચંદજી મહારાજને તાવ આવ્યો. એ વખતે બૂટેરાયજી મહારાજે મૂલચંદજી મહારાજની ઘણી સેવા ચાકરી કરી હતી. એવામાં વૃદ્ધિચંદજી મહારાજ ગિરનારની જાત્રા કરી ત્યાં આવી પહોંચ્યા હતાં. પ્રેમચંદજી છૂટા પડી એકલવિહારી થઈ ગયા હતાં. મૂલચંદજી મહારાજને તદ્દન સારું થઈ ગયું. ત્યારપછી વિહાર કરીને તેઓ ત્રણે અમદાવાદ આવી પહોંચ્યા અને ઊજમફઈની ધર્મશાળામાં ઊતર્યા, Page #118 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] _[ ૯૫ ત્યાં પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણિ સૌભાગ્યવિજયજીના ગાઢ સમાગમમાં તેઓ આવ્યા અને તેઓ ત્રણેએ મણિવિજયજી દાદા પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એ માટે સૌભાગ્યવિજયજી મહારાજ પાસે યોગવહન પણ કર્યા. ત્યારપછી સં. ૧૯૧૨માં ચતુર્વિધ સંઘ સમક્ષ મણિવિજયજી દાદાએ તેઓ ત્રણેને સંવેગી દીક્ષા આપી. મુનિ બૂટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મુનિ મૂલચંદજીનું નામ મુનિ મુક્તિવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. સંવેગી દીક્ષા ધારણ કરીને તેઓ ત્રણેએ હર્ષોલ્લાસ સાથે કૃતાર્થતા અને ધન્યતા અનુભવી જૈન શાસનના ઇતિહાસમાં આ એક જબરજસ્ત ક્રાંતિકારી ઘટના બની. બૂટેરાયજી મહારાજ ખરેખર એક ઊંચી કોટિના સાધુ હતા. તેઓ બ્રહ્મચર્યના પાલનમાં તથા સ્વાદેન્દ્રિય ઉપર વિજય મેળવવામાં ઘણા મક્કમ હતા. તપશ્ચર્યા, વિહાર વગેરે કરવા માટે તેમની પાસે સારું શરીરબળ અને મનોબળ હતું. ભાવનગરમાં ચાતુર્માસ કર્યા પછી બૂટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે પાલિતાણા પધાર્યા હતા. તે સમયના બેએક પ્રસંગો નોંધાયેલા છે. પાલિતાણામાં મૂલચંદજી ગોચરી વહોરવા જતા. તેઓ પણ પોતાના ગુરુમહારાજની જેમ એક જ પાત્રમાં બધી ગોચરી વહોરી લાવતા. એવી રીતે મિશ્ર થઈ ગયેલી ગોચરી તેઓ વાપરતા જેથી સ્વાદ ઉપર વિજય મેળવાય. - પંજાબનાં લોકો દાળશાકમાં ગોળ ન નાખે. એક દિવસ મૂલચંદજી મહારાજ ગોચરી વહોરી લાવ્યા હતા. ગોચરી વાપરતાં બૂટેરાયજી મહારાજે મૂલચંદજીને કહ્યું, “મૂલા, આ કઢી બહુ ગળી લાગે છે.” તે વખતે મૂળચંદજી મહારાજે કહ્યું, “ગુરુદેવ, એ કઢી નથી પણ કેસરિયા દૂધ છે. એ તો ગળ્યું જ હોય.” આમ બૂટેરાયજી મહારાજે ખાવાની વાનગીઓમાં રસ લીધો નહોતો. પાત્રમાં જે આવે તે તેઓ વાપરી લેતા. શ્રીખંડ, દૂધપાક કે કઢી વચ્ચે તેમને બહુ ફેર જણાતો નહીં. બૂટેરાયજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે જ ચાતુર્માસ કર્યા. તે સમય દરમિયાન તેમણે શાસ્ત્રીય Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] [ અણગારનાં અજવાળા અધ્યયન સારી રીતે કર્યું. ભાવનગરમાં હતા ત્યારે ૪૫ આગમોના પંચાગી સહિત અભ્યાસ કરી લીધો હતો. અમદાવાદના અને ભાવનગરના સંઘોએ એમને માટે પંડિતોની વ્યવસ્થા કરી આપી હતી. તે વખતના જાણીતા પંડિત હરિનારાયણ પાસે એમણે હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, લક્ષ્મીસૂરિ, વનવિજયજી ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલા ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. એમાં યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોએ એમને બહુ પ્રભાવિત કર્યા. તર્ક અને ન્યાયમુક્ત એ ગ્રંથોના અભ્યાસથી એમની દૃષ્ટિ ખુલી ગઈ. આમ બૂટેરાયજી મહારાજ સાથે શાસ્ત્રચર્યા નિવારી અમરસિંહજીએ ક્ષમાપના કરી લીધી. એથી વિવાદનો વંટોળ શમી ગયો અને જેને શ્રદ્ધા હોય તે પ્રમાણે આચરણ કરવા લાગ્યા. અલબત્ત બૂટેરાયજી મહારાજના આગમનને કારણે પંજાબમાં આત્મારામજી મહારાજ વગેરે બીજા ઘણા સાધુ-મહાત્માઓએ પણ પોતાના સંપ્રદાયમાંથી નીકળી ગુજરાતમાં જઈ સંવેગી દીક્ષા લીધી. વિ.સં. ૧૯૩૮માં બૂટેરાયજી મહારાજે અમદાવાદમાં પંચોતેર વર્ષની ઉંમરે પંદર દિવસની બિમારી પછી ફાગણ વદ અમાસ (પંજાબી ચૈત્ર અમાસ)ના રોજ રાત્રે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં ઝડપથી પ્રસરી જતાં ત્યાં ત્યાં એમના ભક્તવર્ગમાં શોક છવાઈ ગયો. ચૈત્ર સુદ એકમના રોજ સાબરમતી નદીના કિનારે ચંદનની ચિતામાં એમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હજારો નગરજનોની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં. બૂટેરાયજી મહારાજને અંજલિ આપતાં શ્રી ન્યાયવિજયજી મહારાજે લખ્યું છે કે, “બૂટેરાયજીની દેહમુદ્રામાં પ્રતાપ હતો, આત્મમુદ્રામાં ગુણગૌરવ હતાં અને વિશાલ લલાટપટમાં બ્રહ્મચર્યનું અલૌકિક ઓજસ હતું. એમના પંજાબી ખડતલ દેહમાં સુંદરતા, સુકુમારતા અને સજ્જનતા તરવરતી. બૂટેરાયજી મહારાજ એટલે પરમ ત્યાગમૂર્તિ, મહાયોગીરાજ, સત્ય અને સંયમની પ્રતિમા.” Page #120 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૯૭ શ્રી આત્મારામજી મહારાજ સર્વદર્શનનિષ્ણાત, નૈષ્ઠિક બાલબ્રહ્મચારી, મહાન ક્રાન્તિકારી અને દીર્ધદ્રષ્ટા, શાસન-પ્રભાવક યુગપ્રવર્તક, કવિ અને સંગીતજ્ઞ, તપસ્વી અને સંયમી, તેજસ્વી જ્યોતિર્ધર, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી મહારાજ)નું જીવન અનેક પ્રેરક અને રોમાંચક ઘટનાઓથી અને બોધવચનોથી સભર છે. ગત શતકમાં પંજાબની શીખ પરંપરાનુસારી કોમ તરફથી જૈન ધર્મને મળેલી બે મહાન વિભૂતિઓની ભેટનો ઋણસ્વીકાર અવશ્ય કરવો જોઈએ. જો પોતાની ધર્મપરંપરામાં તેઓ રહ્યા હોત તો તેઓ કદાચ મહાન શીખ ધર્મગુરુ બન્યા હોત તે બે આત્માઓ સંજોગોનુસાર મહાન જૈન સાધુ મહારાજ બન્યા. તેમનું પ્રેરક ક્રાંતિકારી જીવન નિહાળવા જેવું છે. વિક્રમની વીસમી સદીના આરંભના એ બે મહાત્માઓ તે સ્વ. પૂજ્ય શ્રી બૂટેરાયજી મહારાજ અને તેમના શિષ્ય સ્વ. પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ. આત્મારામજી મહારાજ જન્મે કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. એમનો જન્મ વિ.સં. ૧૮૯૨ના શૈત્ર સુદ ૧ ને મંગળવારના રોજ પંજાબના જીરાનગર નજદીક લહેરા નામના ગામમાં થયો હતો. એમનું નામ દિતારામ રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ હતું ગણેશચંદ્ર અને માતાનું નામ હતું રૂપાદેવી. એમનો પરંપરાથી પ્રાપ્ત થયેલો કુલધર્મ તે શીખધર્મ હતો. નાનાંમોટાં રાજ્યોની સત્તા માટેની ઊથલપાથલનો એ જમાનો હતો. અંગ્રેજી સલ્તનત પણ દેશી રાજ્યોને લડાવવામાં જાતજાતના કાવાદાવા કરતી હતી. નાનપણમાં માતા-પિતા ગુમાવનાર અશક્ત ગણેશચંદ્ર થાણેદાર તરીકે નોકરી કરી ત્યારપછી મહારાજા રણજિતસિંહના સૈનિક તરીકે કામ કર્યું. લહેરાના જાગીરદાર અત્તરસિંઘ શીખ ધર્મગુરુ હતા ગણેશચંદ્રના. જોતાં જ મનમાં વસી જાય એવા પુત્ર દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવા તેઓ ઇચ્છતા હતા. પરંતુ પોતાના પુત્રને ધર્મગુરુ બનાવવાની ઇચ્છા ગણેશચંદ્રની ન હતી. અત્તરસિંઘને એ વાતની ગંધ આવતાં ગણેશચંદ્રને કેદમાં પૂર્યો, તો પણ ગણેશચંદ્ર દિત્તાને સોંપવાનું કબૂલ કર્યું નહીં. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ]. [ અણગારનાં અજવાળા એક દિવસ જેલમાંથી ભાગી જઈને ગણેશચંદ્ર અત્તરસિંઘ સામે બહારવટે ચડ્યા. એમ કરવામાં અંગ્રેજ કંપની સરકાર સાથે પણ તેઓ સંઘર્ષમાં આવ્યા, પકડાયા, દસ વર્ષની જેલ થઈ. આગ્રાની જેલમાં તેમને રાખવામાં આવ્યા. એક વખત ઉપરીઓ સાથેની બંદૂકની ઝપાઝપીમાં ગોળી વાગવાથી તેઓ મૃત્યુ પામ્યા. એક બહાદુર સરદાર ગણેશચંદ્રજીના જીવનનો આમ કરુણ અંત આવ્યો. ગણેશચંદ્રનો પુત્ર બાળક દિત્તારામ તેમની જેમ બહાદુર અને નીડર હતો. જ્યારે તે અગિયાર વર્ષનો હતો ત્યારે એક વખત તેમના લહેરા ગામ ઉપર બહારવટિયાઓની એક ટોળકીએ હુમલો કર્યો. ગણેશચંદ્રની આગેવાની હેઠળ ગામના લોકોએ બહારવટિયાઓને માર્યા અને ભગાડ્યા. પછી તેઓ જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ગણેશચંદ્ર જોયું કે ઘરના બારણામાં નાનો દિતારામ તલવાર લઈને ઊભો હતો, પિતાએ પુત્રને પૂછ્યું, “આ તું શું કરે છે?” દિત્તારામે કહ્યું, “તલવાર લઈને ઘરનું રક્ષણ કરવા ઊભો છું.” એ જવાબ સાંભળી પિતાએ બાળક દિત્તારામને શાબાશી આપી. એક બ્રહ્મક્ષત્રિય બંડખોર યોદ્ધાનો પુત્ર દિત્તારામ (અથવા દેવીદાસ અથવા આત્મારામ) તે જ આપણા આત્મારામજી મહારાજ. પિતા કેદમાં જતાં પિતાના એક જૈન મિત્ર જોધમલ ઓસ્વાલને ત્યાં દિતાનો ઉછેર થયો. જોધલના એક ભાઈનું નામ દેવીદાસ રાખવામાં આવ્યું. જોધમલને ઘરે જૈન સાધુઓ આવતા હતા. એમના સતત સંપર્કને કારણે સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ કરવી અને સૂત્રો કંઠસ્થ કરવા ઈત્યાદિ પ્રકારના સંસ્કાર બાળક દિત્તાના મન ઉપર પડ્યા. એ દિવસોમાં લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવનરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર ઘણી મોટી પડી. એણે એમની પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. પોતાના પુત્રની જેમ ઉછેરનાર જોધમલને પણ, નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે છેવટે સંમતિ આપવી પડી. દિતાએ વિ.સં. ૧૯૧૦માં અઢાર વર્ષની વયે માલેરકોટલામાં દીક્ષા લીધી અને જીવનરામજી મહારાજના તેઓ શિષ્ય બન્યા. એમનું નામ આત્મારામજી રાખવામાં આવ્યું. આત્મારામજી મહારાજને જોતાં જ હરકોઈ કહી શકે કે આ તેજસ્વી Page #122 -------------------------------------------------------------------------- ________________ 9 અણગારનાં અજવાળા ] [ ૯૯ નવયુવાન સાધુ છે. એમની મુખમુદ્રા એવી પ્રતાપી હતી. એમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ત્રણસો ગાથાઓ તેઓ કંઠસ્થ કરી શકતા. ભાષા ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. પોતાના ગુરુમહારાજ સાથે તેમણે પંજાબ, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, હોશિયારપુર, જીરા, લુધિયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે વિહાર કર્યો હતો. આત્મારામજી મહારાજની અધ્યયન-ભૂખ ઘણી મોટી હતી. તીવ્ર ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિને લીધે કોઈ પણ ગ્રંથ તેઓ ઝડપથી વાંચી લેતા. તે સમયે છાપેલા ગ્રંથો ભાગ્યે જ મળતા. હસ્તપ્રત–પોથીઓ રૂપે ગ્રંથો મળતા તે વાંચતાં તેમની બધી વિગતો એમને યાદ રહી જતી. તેમણે જૈન આગમ ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, ભગવત, શાંકરભાષ્ય ઇત્યાદિ હિન્દુ ધર્મના પણ ઘણા બધા ગ્રંથો વાંચી લીધા હતા. કુરાન અને બાઇબલનો અભ્યાસ પણ તેમણે કરી લીધો હતો. જૈન ધર્મના આગમો અને તેની ચૂર્ણિ, ભાષ્ય, ટીકા વગેરે ગ્રંથો ઉપરાંત બીજા ઘણા બધા ગ્રંથોનું તેમણે પરિશીલન કર્યું હતું. તેથી પ્રતિમાપૂજન તથા અન્ય બાબતો વિશે તેમના મનમાં કેટલાક પ્રશ્નો ઊઠતા હતા, પરંતુ તેમના મનનું સમાધાન કરાવી શકે તેવી, સમર્થ જ્ઞાની એવી કોઈ વ્યક્તિ પંજાબમાં ત્યારે દેખાતી ન હતી. ઈ.સ. ૧૯૨૦માં આગ્રામાં તેમણે ચાતુર્માસ કર્યું. તે વખતે સમર્થ સ્થાનકવાસી સમાજના વૃદ્ધ પંડિત, વ્યાકરણશાસ્ત્રના નિષ્ણાત રત્નચંદ્રજી મહારાજનો તેમને મેળાપ થયો. પોતાની શંકાઓનું સમાધાન કરાવી શકે એવી સમર્થ વ્યક્તિનો આ મેળાપ હતો. આત્મારામજી મહારાજના પ્રશ્નો અને સત્યશોધનની સાચી લગની જોઈને રત્નચંદ્રજી મહારાજને પણ થયું કે પોતે ખોટા અર્થો કરી ખોટ માર્ગે આત્મારામજીને દોરવા ન જોઈએ, એટલે એમણે મૂર્તિપૂજા અને મુહપત્તિ વિષે આત્મારામજી મહારાજના મનનું સાચું સમાધાન કરાવ્યું અને કહ્યું, “ભાઈ! આપણે સ્થાનકવાસી સાધુ ભલે રહ્યા, પણ જિનપ્રતિમાની પૂજાની તું ક્યારેય નિંદા કરતો નહીં.' આત્મારામજીએ રત્નચંદ્રજીને વચન આપ્યું અને એમનો ઘણો ઉપકાર માન્યો. શાસ્ત્રોનું અધ્યયન-મનન આ સંઘર્ષમાં ફરી એક વાર આત્મારામજી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] [ અણગારનાં અજવાળા ઝીણી નજરે કરી ગયા. એવામાં એમને શીલાંકાચાર્યવિરચિત “શ્રી આચારાંગસૂત્રવૃત્તિ' નામની એક પોથી એક યતિના સંગ્રહમાંથી મળી આવી. એ વાંચતાં એમની બધી શંકાઓનું બરાબર સમાધાન થઈ ગયું. મૂર્તિપૂજા અને મુહપત્તિ વિષે સ્પષ્ટ માર્ગદર્શન એમને મળી ગયું. જેમ જેમ સ્થાનકવાસી સમુદાયમાં અન્ય સાધુઓ સાથે તેઓ આ વિષે નિખાલસ ચર્ચા કરતા ગયા તેમ તેમ તે તે સાધુઓ એમની સાથે સહમત થતા ગયા, પરંતુ તે સમયના પંજાબના મુખ્ય સ્થાનકવાસી સાધુ અમરસિંઘજીને ભય પેઠો કે રખેને આત્મારામજી જેવા તેજસ્વી મહારાજ બૂટેરાયજીની જેમ સંપ્રદાય છોડીને ચાલ્યા જાય. એટલે એમને અટકાવવા તેમણે શક્ય એટલા પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં તેઓ ફાવ્યા નહીં, તે સમયે ખળભળાટ તો ચારે બાજુ ચાલતો હતો અને ઉત્તરોત્તર આત્મારામજી સાથે સહમત થાય એવા સાધુની સંખ્યા વધતી જતી હતી. પોતાને જે સત્યનું દર્શન થયું તે અનુસાર પોતે ધર્મ-જીવન જીવવું જોઈએ એમ સમજી આત્મારામજી મહારાજ ત્યારપછી બીજા સત્તર સાધુઓ સાથે પંજાબથી વિહાર કરી ગુજરાતમાં અમદાવાદમાં પધાર્યા. ત્યાં બૂટેરાયજી મહારાજને તથા મૂળચંદજી મહારાજને મળ્યા અને પોતાની સંવેગ પક્ષની દીક્ષા ધારણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ વર્ષના દીક્ષા પર્યાય પછી એમણે મૂળચંદજી મહારાજના કહેવાથી ફરીથી સંવેગ પક્ષની દીક્ષા બૂટેરાયજી મહારાજ પાસે લીધી. એમનું નામ આનંદવિજય રાખવામાં આવ્યું. એમની સાથે આવા બીજા ૧૭ સાધુઓએ પણ નવેસરથી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક મહાન ઐતિહાસિક ઘટના બની. સ્થાનકવાસી સંપ્રદાયમાં એમની પવિત્રતા અને તેજસ્વિતાને કારણે એમને ગુરુ ગૌતમસ્વામીના અવતાર તરીકેનું માન અને સ્થાન મળ્યું હતું છતાં નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી. એમાં એમની અપૂર્વ ત્યાગભાવના નિહાળી શકાય છે. વિ.સં. ૧૯૩૨માં સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી એક ચાતુર્માસ એમણે ભાવનગરમાં કર્યું. ત્યારપછી એમણે રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કરી પંજાબ તરફ વિહાર કર્યો. વિહારમાં એમને ઘણી તકલીફ Page #124 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૦૧ પડતી. વિરોધીઓ તરફથી ઉપદ્રવ થતા, પરંતુ તેઓ હંમેશાં સમતાભાવ રાખતા. પાંચ વર્ષ પંજાબમાં લુધિયાણા, ઝંડિયાલગુરુ, ગુજરાનવાલા, હોશિયારપુર અને અંબાલામાં ચાતુર્માસ કરી એમણે સનાતન શુદ્ધ જૈન ધર્મનો ડંકો વગાડ્યો. - એક વખત એક ભાઈએ આવીને મહારાજશ્રીને જિનમંદિર વિશે પ્રશ્ન કરતાં કહ્યું, “મહારાજજી! આપ કહો છો કે જિનેશ્વર ભગવાનનું મંદિર બંધાવનાર સમ્યગુષ્ટિ જીવ સ્વર્ગમાં જાય છે, તો શું એ સાચું છે?” મહારાજશ્રીએ કહ્યું, “હા ભાઈ! શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ એ પ્રમાણે કહ્યું છે.” “તો પછી મંદિર માટે ઈટપથ્થર લાવનાર ગધેડો પણ સ્વર્ગમાં જવો જોઈએ ને?” ભાઈ, તમે જિનમંદિરમાં નથી માનતા એટલે એ વાત બાજુ પર રાખીએ, પરંતુ સાધુ-સાધ્વીઓને દાન દેવાના પુણ્યથી જીવ સ્વર્ગમાં જાય છે એ તો માનો છો ને?” “જરૂર, બેશક.” “કોઈ તપસ્વી સાધુને પારણા માટે કોઈ માણસ ભાવથી દૂધ વહોરાવે તો તેને સ્વર્ગ મળે કે નહીં?” “જરૂર.” “તો પછી એ દૂધ આપનાર ભેંસને પણ સ્વર્ગ મળે કે નહીં? જો ભેંસને સ્વર્ગ મળે તો ગધેડાને પણ મળે. જો ભેંસને ન મળે તો ગધેડાને પણ ન મળે.” મહારાજશ્રીની તર્કયુક્ત દલીલ સાંભળી એ ભાઈ ચૂપ થઈ ગયા અને શરમાઈને ચાલ્યા ગયા. પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા પછી આત્મારામજી મહારાજ વિહાર કરીને ગુજરાતમાં પધાર્યા અને ત્યાં તેમણે અમદાવાદ, સુરત, પાલિતાણા, રાધનપુર અને મહેસાણામાં ચાતુર્માસ કર્યા. તેઓને હવે વિજયાનંદસૂરિ તરીકે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] [ અણગારનાં અજવાળા જાહેર કરવામાં આવ્યા, પરંતુ લોકોની જીભે તો “આત્મારામજી” નામ જ ચડેલું રહ્યું. પાંચ વર્ષ પછી ગુજરાતમાં વિચર્યા પછી આત્મારામજીએ રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી ફરી પાછા તેઓ પંજાબ પધાર્યા. વિ.સં. ૧૯૪૭થી ૧૯૫૩ સુધીના સાત વર્ષમાં પંજાબમાં તેઓ વિચર્યા અને લોકોના ધાર્મિક તેમજ સામાજિક જીવનમાં તેમણે ઘણી બધી જાગૃતિ આણી. આત્મારામજી ઉદાર દષ્ટિના હતા. સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરનાર હતા, એટલે એમણે પંજાબમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સમુદાય વચ્ચેના વિખવાદને દૂર કર્યો, એટલું જ નહીં જૈન, હિન્દુ, મુસલમાન અને શીખ એ ચારે ધર્મનાં લોકો વચ્ચે પણ પ્રેમ અને બંધુત્વ, સંપ અને સહકારની ભાવના ઠેર ઠેર વિકસાવી. પરિણામે એમના ભક્તજનોમાં માત્ર જૈનો ન હતા; હિન્દુ, મુસલમાન અને શીખ કોમના કેટલાય માણસો પણ એમના ચુસ્ત અનુયાયી બન્યા હતા. એમના ઉપદેશથી કેટલાય લોકોએ માંસાહાર, દારૂ અને શિકારનો ત્યાગ કરી દીધો હતો અને ભવિષ્યમાં તેમ ન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આત્મારામજી મહારાજ સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. સાઠ વર્ષના જીવનકાળમાં તેઓ આટલું બધું કાર્ય કરી શક્યા તેનું કારણ એ છે કે એમણે એક પળ પણ નકામી જવા દીધી નહીં. સ્વ. સુરચંદ્ર બદામીએ સુરતના ચાતુર્માસના સમયનો એક પ્રસંગ વર્ણવતાં લખ્યું છે કે સંવત્સરી પ્રતિક્રમણ નિર્ધારિત સમયે ચાલુ કરવામાં વિલંબ થતાં મહારાજશ્રીએ સંઘના આગેવાનોને કહી દીધું કે, “હવે જો મોડું થશે તો અમે અમારું પ્રતિક્રમણ કરી લઈશું. તમે તમારું પ્રતિક્રમણ તમારી મેળે કરી લેજો.” મહારાજશ્રીની આ ચેતવણી પછી પ્રતિક્રમણ રોજ નિશ્ચિત સમયે જ ચાલુ થઈ જતું. એવો જ બીજો એક પ્રસંગ અમદાવાદનો છે. અમદાવાદમાં ત્યારે શેઠ પ્રેમાભાઈ સંઘના આગેવાન અને નગરશેઠ હતા. તેઓ આત્મારામજી મહારાજના વ્યાખ્યાનમાં નિયમિત આવતા. આત્મારામજી મહારાજ હવે અમદાવાદ છોડીને વિહાર કરવાના હતા. તેમણે સવારનો વિહારનો સમય Page #126 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૦૩ જાહેર કરી દીધો અને કહ્યું કે પોતે કોઈની પણ રાહ જોયા વગર સમયસર વિહાર કરશે. સવાર થઈ. એમના વિહાર સમયે સૌ કોઈ એકત્ર થઈ ગયા. સમય થયો એટલે એમણે માંગલિક સંભળાવી વિહાર ચાલુ કર્યો. એ વખતે કેટલાક શ્રેષ્ઠીઓએ કહ્યું કે, “નગરશેઠ પ્રેમાભાઈ હજુ આવ્યા નથી. થોડી વાર રાહ જોઈએ.” પરંતુ એમણે કહ્યું કે, “નગરશેઠ હોય કે સામાન્ય શ્રાવક. અમારે મન બધા સરખા છે; વળી બધા જાણે છે કે હું સમયપાલનનો ચુસ્ત આગ્રહી છું. એટલે અમે તો વિહાર કરી દઈશું.” એમણે વિહાર કર્યો ત્યાં જ શેઠ પ્રેમાભાઈ આવી પહોંચ્યા. તેમણે મહારાજશ્રીનું માઠું ન લગાડ્યું, પરંતુ મોડા પડવા બદલ ક્ષમા માંગી. શ્રી આત્મારામજી મહારાજની હાજરજવાબીનો એક સરસ પ્રસંગ પણ નોંધાયેલો છે. આત્મારામજી એક સરદાર યોદ્ધાના પુત્ર હતા, એટલે એમનો દેહ કદાવર, સશક્ત, ખડતલ, ઊંચો અને ભરાવદાર હતો. દેખાવે તેઓ પહેલવાન જેવા લાગતા હતા ત્યારે તેમને જોઈને એક કુસ્તીબાજે બીજા કુસ્તીબાજને કહ્યું, “આજે આપણા અખાડા તરફ આ કોઈ નવો કુસ્તીબાજ આવી રહ્યો છે.” આત્મારામજીએ એ મજાક સાંભળી, તેઓ પણ નિર્દોષ મજાક કરવામાં નિપુણ હતા. એમણે હસતાં હસતાં એને કહ્યું, “ભાઈ, હું કુસ્તીબાજ છું એ વાત સાચી છે પરંતુ હું દેહ સાથે નહીં, પણ ઇન્દ્રિયો સાથે કુસ્તી લડી રહ્યો છું અને તેમાં વિજય મેળવવાની મારી આકાંક્ષા છે. સાચી કુસ્તી એ છે.” આત્મારામજી મહારાજ પોતાના શિષ્યોની વત્સલતાપૂર્વક સારી સંભાળ રાખતા. સંયમપાલનમાં તેઓ દઢ રહે અને તેમનામાં કષાયો ન આવી જાય તે માટે પણ ધ્યાન રાખતા અને યથોચિત ટકોર પણ કરતા. એક વખત એમના એક શિષ્ય ફરિયાદ કરી કે અમુક કોઈક શ્રાવક ઉપાશ્રયે આવે છે ત્યારે એમને વંદન કરતા નથી. આત્મારામજી મહારાજે મીઠાશથી સમજાવતાં કહ્યું, “ભાઈ, દરેક જૈન રોજ નવકારમંત્ર બોલે છે અને તેમાં “નમો લોએ સવ્વસાહૂણં' બોલે છે તેમાં આપણને સાધુઓને તે નમસ્કાર કરે છે. જો આપણામાં સાધુના ગુણ હોય તો આપોઆપ આપણને વંદન થઈ જાય છે. પછી તે ઉપાશ્રયમાં આવીને વંદન કરે કે ન કરે. જો આપણામાં સાચું સાધુપણું ન હોય તો આપણે વંદનને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] અણગારનાં અજવાળા પાત્ર નથી એમ સમજવું જોઈએ.” આમ, આત્મારામજી મહારાજે હસતાં હસતાં એવી સરસ તર્કયુક્ત દલીલ સાથે આ સાધુ મહારાજને સમજાવ્યું કે પછી એમને કોઈ ફરિયાદ કરવાની ન રહી. ઈ.સ. ૧૯૮૩માં અમેરિકાના ચિકાગો (શિકાગો) શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી. એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવાને માટે આત્મારામજી મહારાજને નિમંત્રણ મળ્યું હતું, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા થયા હતા, પરંતુ જૈન સાધુઓ સમુદ્ર પાર જતા ન હોવાથી આત્મારામજી મહારાજે એ પરિષદમાં મોકલવા માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પોતાની પાસે બે મહિના રાખીને તૈયાર કર્યા. વીરચંદ ગાંધીને દરિયાપાર મોકલવા સામે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ મહારાજશ્રીએ એનો યોગ્ય પ્રતિકાર કર્યો અને પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા હતા. વીરચંદ રાઘવજીએ પરિષદમાં મહત્ત્વનો ભાગ લીધો, એટલું જ નહીં પણ અમેરિકામાં બીજાં અનેક સ્થળોએ જૈન ધર્મ વિષે મનનીય વ્યાખ્યાનો આપ્યાં અને જૈન ધર્મનો ઘણો સારો પ્રભાવ પાડ્યો હતો. શિકાગો પરિષદ નિમિત્તે શિકાગો પ્રશ્નોત્તર' નામનો ગ્રન્થ આત્મારામજીએ તૈયાર કર્યો હતો. એમાં ઈશ્વર સંબંધી જૈન ધર્મની માન્યતા બીજા ધર્મની માન્યતા કરતાં કેવી રીતે અને શા માટે જુદી પડે છે તે સમર્થ દલીલો સાથે સમજાવ્યું છે. આત્મારામજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી પંજાબમાં જુદે જુદે સ્થળે જે વિહાર કર્યો અને શુદ્ધ સનાતન જૈન ધર્મનો બોધ આપ્યો તેના પરિણામે પંજાબનાં જૈનોમાં મૂર્તિપૂજાનો વિરોધ ઘણો ઘટી ગયો. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સમુદાય વચ્ચે સરસ સુમેળ સ્થપાયો. તે સમયે રાજસ્થાનમાં આર્ય–સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પધાર્યા હતા. કેટલાંક લોકો એમ ઇચ્છતાં હતાં કે સમકાલીન, સમવયસ્ક જેવા દેખાવે પણ એકબીજાને મળવાં આવે તેવા આ બંને મહાપુરુષો એકબીજાને મળે તો સારું. આત્મારામજીએ દયાનંદ સરસ્વતીને જોધપુરમાં મળવાનો સમય આપ્યો. તેઓ વિહાર કરીને જોધપુર પહોંચ્યા, પરંતુ ત્યાં તો સમાચાર આવ્યા કે Page #128 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૦૫ દયાનંદ સરસ્વતીનું અકાળ અવસાન થયું છે. આમ આ બંને મહાપુરુષો મળવાની ઇચ્છા હોવા છતાં એકબીજાને મળી શક્યા નહીં. જૈન ધર્મ ઉપરાંત હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ પારંગત એવા આત્મારામજી મહારાજને જો દયાનંદ સરસ્વતી મળ્યા હોત તો કદાચ કંઈક જુદું જ પરિણામ આવ્યું હોત. આત્મારામજી મહારાજ તે સમયે મોહનલાલજી મહારાજના સંપર્કમાં પણ આવ્યા હતા અને એમનાં ત્યાગ-વૈરાગ્ય તથા શાસ્ત્રજ્ઞાનથી ઘણા પ્રભાવિત થયા હતા. સુરતનું પોતાનું ચાતુર્માસ પૂરું થયું ને સંઘના આગેવાનોએ જ્યારે એમ કહ્યું કે, “આપના જેવા તેજસ્વી મહાત્મા હવે અમને કોઈ નહીં મળે” ત્યારે એમણે કહ્યું, “મોહનલાલજી મહારાજ મારા કરતાં પણ વધારે જ્ઞાની છે અને તેજસ્વી છે, તમે એમને ચાતુર્માસ માટે વિનંતી કરજો.” આમ, તેઓ બીજાની શક્તિની કદર કરનારા, ઉદાર દિલના હતા. એને લીધે જ મોહનલાલજી મહારાજને આત્મારામજી મહારાજ પ્રત્યે હંમેશાં અપાર પ્રેમ–સદ્ભાવ રહ્યો હતો. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર આવ્યા ત્યારે પોતે પોતાના શિષ્યો સાથે ગોચરી વાપરવાની તૈયારી કરતા હતા તે બંધ રાખીને તેમણે તરત દેવવંદન કર્યું હતું. આત્મારામજી મહારાજ વિષમ પરિસ્થિતિને પણ આશાવાદી દૃષ્ટિથી જોતા અને તેનો પણ પોતાની સૂક્ષ્મ અને પ્રત્યુત્પન્નમતિથી વિશિષ્ટ રીતે અર્થ ઘટાવતા. એ દિવસોમાં વિહારમાં સાધુઓને ઘણી તકલીફ પડતી તો તે પરીષહ સમભાવપૂર્વક સહન કરવાનો ઉપદેશ પોતાના શિષ્યોને આપતા. ઉનાળાના દિવસોમાં પંજાબનાં નાનાં ગામડાંઓમાં પાણીની અછત રહેતી અને શ્રાવકોનું ઘર ન હોય એવા ગામમાંથી ઉકાળેલું પાણી તો મળતું જ નહીં. એક વાર એક ગામમાંથી પાણી ન મળ્યું અને કોઈએ છાશ પણ ન વહોરાવી ત્યારે ગામના મુખીને ત્યાંથી જોઈએ તેટલી છાશ મળી. તે વખતે એ પ્રસંગનો પરમાર્થ શિષ્યોને સમજાવતાં એમણે કહ્યું કે, “મુખીની છાશ એ જૈન દર્શન છે અને ગામના લોકોએ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં પાણી ઉમેરીને મરીમસાલા નાખ્યા હોય એ અન્ય દર્શનો છે.” એમણે લખેલા ગ્રંથો આ પ્રમાણે છે : જૈન તત્ત્વાદર્શ; અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્વનિર્ણયપ્રાસાદ, સમ્યક્ત્વશલ્યોદ્વાર, શ્રી ધર્મવિષયક Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] [ અણગારનાં અજવાળા પ્રશ્નોત્તર, નવતત્ત્વ તથા ઉપદેશ બાવની, જૈન મતવૃક્ષ, ચિકાગો પ્રશ્નોત્તર, જૈન મતકા સ્વરૂપ, ઇસાઈ મત સમીક્ષા, ચતુર્થસ્તુતિનિર્ણયઃ ભા. ૧લો અને ૨જો. આ ઉપરાંત તેમણે સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનક પદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા તેમજ સંખ્યાબંધ સ્તવનો, પદો અને સજ્ઝાયોની રચના કરી છે. આ બધા ગ્રંથોમાં એમણે જૈન ધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાંઓની ઘણી વિગતે છણાવટ કરી છે. જૈન તત્ત્વાદર્શ' નામનો એમનો માત્ર એક દળદાર ગ્રંથ વાંચીએ તો પણ જૈન ધર્મનો સમગ્ર સાર એમાં આવી ગયેલો જણાશે. આત્મારામજી મહારાજે જૈન ધર્મની વિશેષતા શી છે તે દર્શાવી છે. અજ્ઞાનતિમિરભાસ્કર' નામના પોતાના ગ્રંથમાં એમણે વૈદિક યજ્ઞકર્મ, વૈદિક હિંસા, માંસાહાર, યજ્ઞનું સ્વરૂપ ઇત્યાદિની વિચારણા વેદો, ઉપનિષદો, પુરાણો વગેરેમાંથી આધાર આપીને કરી છે અને તેમાં રહેલી મિથ્યાત્વભરેલી અજ્ઞાન વિચારણાનું વિવેચન કરી, બૌદ્ધ, સાંખ્ય, જૈમિનેય વગેરે દર્શનોની મુક્તિના સ્વરૂપની વિચારણાનું વિશ્લેષણ કરી જૈન દર્શનના સિદ્ધાંતો કેવા અબાધિત અને દોષરહિત છે તે બતાવ્યું છે. ‘ચતુર્થસ્તુતિનિર્ણય’ નામના ગ્રંથમાં એમણે ત્રણેય થોય (સ્તુતિ) નહીં પણ ચાર થોય જ શાસ્ત્રોક્ત છે એ પૂર્વાચાર્યોકૃત બ્યાસી ગ્રંથોના આધારો ટાંકીને સિદ્ધ કરી બતાવ્યું છે. શ્રી આત્મારામજી મહારાજ મંત્રવિદ્યાના પણ ઘણા સારા જાણકાર તથા ઉપાસક હતા. આ માહિતી એમના એક વિદ્વાન શિષ્ય શાંતિવિજય દ્વારા યતિ શ્રી બાલચંદ્રાચાર્યને મળી હતી. શ્રી શાંતિવિજય પાસે રોગોપહારિણી, અપરાજિતા, સંપાદિની વગેરે વિદ્યાઓ હતી અને તેની પ્રતીતિ યતિ શ્રી બાલચંદ્રાચાર્યને થતાં તેમણે શ્રી શાંતિવિજયને આ વિદ્યાઓ કોની પાસેથી મળી હતી એવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મેડતામાં એક વયોવૃદ્ધ યતિ ઘણી મંત્રવિદ્યાઓ જાણતા હતા, પરંતુ પાત્રતા વગરની કોઈ વ્યક્તિને તેઓ આપવા નહોતા ઇચ્છતા. શ્રી આત્મારામજીને જોતાં જ તેમને પોતાના યોગબળથી લાગ્યું કે આ બાળબ્રહ્મચારી તેજસ્વી સાધુને એ મંત્રવિદ્યાઓ આપી શકશે. એ એવી સિદ્ધ વિદ્યાઓ હતી કે માત્ર પઠન કરવાથી પણ સિદ્ધ થઈ શકતી હતી. યતિશ્રીએ જ્યારે એ વિદ્યાઓ આત્મારામજી મહારાજને Page #130 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ]. [ ૧૦૭ આપી ત્યારે આત્મારામજીએ કહ્યું કે પોતે એ વિદ્યાઓનો ઉપયોગ પોતાના અંગત કાર્ય માટે ક્યારેય નહીં કરે, પરંતુ યોગ્ય સમયે માત્ર ધર્મના હેતુ માટે જ ઉપયોગ કરશે અને ભવિષ્યમાં યોગ્ય પાત્રને જ તે આપશે. આત્મારામજી મહારાજની મંત્રશક્તિ વિશે એક પ્રસંગ ટાંકવામાં આવે છે. બીકાનેરના ચાતુર્માસ દરમિયાન એક વખત એક યુવાનને એમની પાસે દીક્ષા લેવાની ભાવના થઈ હતી, પરંતુ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો એટલે માતા-પિતા અને સગાસંબંધીઓએ ખૂબ વિરોધ કર્યો હતો. એ યુવાન ચાતુર્માસમાં રોજ મહારાજશ્રી પાસે આવતો હતો અને ચાતુર્માસ પછી એને દીક્ષા આપવાનો દિવસ પણ જાહેર થઈ ગયો હતો. પરંતુ માતાપિતાના વિરોધને કારણે આત્મારામજી મહારાજે એને દીક્ષા આપવાની ના પાડી દીધી હતી. એથી માતાપિતા રાજી થયાં હતાં. વિરોધ શમી ગયો હતો. ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરવાના હતાં ત્યાં એક યતિએ ટકોર કરતાં કહ્યું, “તમે દીક્ષા આપવાના હતા અને એની જાહેરાત થઈ ગઈ છે. તે પછી તમારા હાથે દીક્ષા ન અપાય એ બરાબર નથી. મને એમ લાગે છે કે દીક્ષા આપવી જોઈતી હતી.” યતિની ટકોર મહારાજશ્રી સમજી ગયા. એમણે તરત કહ્યું, “ભલે તમારી જો એવી જ ઇચ્છા હોય તો હવે નિર્ધારિત સમયે દીક્ષા અપાશે જ.” એમ કહ્યા પછી ત્રણચાર દિવસમાં એવું પરિવર્તન આવી ગયું કે યુવાનનાં માતા-પિતાએ સામેથી રાજીખુશીથી આવીને પોતાના દીકરાને દીક્ષા આપવા માટે સંમતિ આપી અને એ પ્રમાણે નિર્ધારિત સમયે દીક્ષા ધામધૂમ સાથે અપાઈ. એ જોઈ મહારાજશ્રીની મંત્રશક્તિની યતિશ્રીને પ્રતીતિ થઈ હતી. આત્મારામજી મહારાજ કેટલાક વર્ષથી પંજાબમાં વિચરતા રહ્યા હતા. હવે તેમની ઇચ્છા રાજસ્થાન અને ગુજરાત તરફ વિચરવાની હતી, પરંતુ વિ.સં. ૧૯૫૩નું ચાતુર્માસ ગુજરાનવાલા (જે હાલ પાકિસ્તાનમાં છે)માં નક્કી થયું હતું. તેઓ વિહાર કરતાં કરતાં ગુજરાનવાલા આવી પહોંચ્યા, પરંતુ માર્ગમાં એમની તબિયત બગડવા લાગી હતી. પહેલાં જેટલો ઉગ્રવિહાર એમનાથી હવે થતો ન હતો. તરત થાક લાગી જતો, હાંફ ચડતો. ગુજરાનવાલામાં ૧૯૫૩ના જેઠ સુદ સાતમના રોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે તેઓને એકદમ શ્વાસ ચડ્યો. એમની નિદ્રા ઊડી ગઈ. તેઓ આસન ઉપર બેઠા. તેમના શિષ્યો અને ભક્તો એમની પાસે દોડી આવ્યા. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] [ અણગારનાં અજવાળા : આસન પર બેસી ‘અર્જુન્, અર્જુન, અર્હ' એમ ત્રણ વાર મંત્રોચ્ચાર કરી તેઓ બોલ્યા : લો ભાઈ, અબ હમ ચલતે હૈં, સબકો ખમાતે હૈં.' આટલું વાક્ય બોલી તેમણે આંખો મીંચી દીધી. થોડીક ક્ષણોમાં તેમના ભવ્યાત્માએ દેહ છોડી દીધો. એમના કાળધર્મના સમાચાર સમગ્ર ભારતમાં સેંકડો તાર દ્વારા પ્રસરી ગયા. સાઠ વર્ષના આયુષ્યકાળમાં આત્મારામજી મહારાજે અનેક ભગીરથ કાર્યો કર્યાં. લોકોમાં તેમણે અદ્ભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે પણ અનેક સમાજોપયોગી કાર્યો તેમણે કર્યાં. પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં કેટલીયે વ્યક્તિઓ, કુટુંબો, સંસ્થાઓ, સંઘો વગેરેના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં નિરાકરણ કરાવી આપ્યાં. અનેક શુભ કાર્યો માટે લોકોને તેમણે પ્રેરણા આપી. પરિણામે તેમની હયાતી દરમિયાન અને એમના કાળધર્મ પછી પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને અન્યત્ર એમના નામથી અનેક સંસ્થાઓ સ્થાપાઈ. ‘આત્મારામજી’ અને ‘વિજયઆનંદસૂરિ' એ બંને નામોનો સમન્વય કરી આત્માનંદ'ના નામથી શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાઓ, ધર્મશાળાઓ વગેરેની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં આત્માનંદનું નામ ગુંજતું હોય. એમનાં નામ અને જીવનકાર્યને બિરદાવતાં અનેક પદો, ભજનો કવિઓએ લખ્યાં છે, જે આજે પણ પંજાબમાં ઊલટભેર ગવાય છે. જૈન સમાજ ઉપર, વિશેષતઃ પંજાબના લોકો ઉપર આત્મારામજી મહારાજનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક આચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. એમને અંજલિ આપતાં પંડિત સુખલાલજીએ લખ્યું છે, “આત્મારામજી પરમ બુદ્ધિશાળી હતા. શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક પણ હતા. પરંતુ એ બધા કરતાં વિશેષ તો એ છે કે તેઓ ક્રાંતિકાર પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું તે બતાવે છે કે તે શાંત ક્રાંતિકાર હતા.” આવા મહાન સંતને ભાવાંજલિ.........! * Page #132 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૦૯ સર્જક મોટી સાધુવંદણાના સર્જક પૂ. શ્રી જયમલજી મહારાજ ભારત વર્ષની પવિત્ર ભૂમિએ અનાદિકાળથી, સમયે સમયે (યુગે યુગે) અનેક મહાપુરુષોને અવતરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. - આવા એક મહાપુરુષ, આચાર્યશ્રી જયમલજી મ. સાહેબ જેને ઉદ્યાનરૂપ બાગની રક્ષાને માટે રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આવેલ મેડતા તાલુકાના લાંબિયા ગામે કામદાર મોહનદાસ મહેતાની સહધર્મિણી (ધર્મપત્ની) મહિમાદેવીની રત્નકુક્ષિએ વિ.સં. ૧૭૬૫, ભાદરવા સુદ ૧૩ના રોજ જન્મ્યા હતા. એમના જન્મ સમયે પિતા મોહનદાસજીએ ભવંડર ડાકુદળ ઉપર ઉલ્લેખનીય વિજય મેળવ્યો હતો, તેથી એ વિજય પ્રાપ્તિના ફળસ્વરૂપે બાળકનું નામ જયમલ' રાખવામાં આવ્યું. જયમલજી બચપણથી બહુમુખી વ્યક્તિત્વના સ્વામી હતા. એમનો ઉત્સાહ તથા કાર્યકુશળતા અદ્ભુત હતી. અત્યંત તેજસ્વી પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ કોઈના પર અમીટ છાપ પાડતું હતું. પુણ્યશાળી, મેઘાવી (બુદ્ધિમાન) બાળક જયમલજી પ્રાતઃકાળના સૂર્યની જેમ સતત પોતાની બુદ્ધિશક્તિને વિકસાવતા પ્રગતિ કરી રહ્યા હતા. બાવીસ વર્ષની વયે, રિયાં નિવાસી, કામદાર શિવકરણજી મુથાની સુપુત્રી લક્ષ્મીદેવી સાથે લગ્ન થયાં. આણાં તેડવાની તિથિ, ચાતુર્માસ પછી નક્કી થયેલ હોવાથી શ્રી લક્ષ્મીદેવી પિયરમાં હતા. લગ્નના છ માસ પછી, જયમલજી પોતાના મિત્રો સાથે વ્યાપારના કામ માટે કારતક સુદ ૧૪ના રોજ મેડતા ગયા હતા. મેડતાની બજારો બંધ જોઈને અને એ બંધનું કારણ બધા વ્યાપારીઓ આચાર્યશ્રી ભૂધરજી મહારાજ સાહેબનું પ્રવચન સાંભળવા ગયા હતાં તેવું જાણીને તેઓ પણ પોતાના મિત્રો સાથે પ્રવચન મંડપે પહોંચી ગયા. પૂજ્યશ્રી ભૂધરજી મ.સા. શેઠ સુદર્શનનું જીવનવૃત્તાંત પ્રકાશી રહ્યા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] [ અણગારનાં અજવાળા હતા. તેઓએ દર્શાવ્યું કે કેવી રીતે કપિલા અને મહારાણી અભયા પોતાની માયાજાળથી શેઠ સુદર્શનને ભોગવાસનામાં ફસાવવાનો અથાક પ્રયાસ કરે છે અને કેવી રીતે શેઠ સુદર્શન પોતાના વ્રતમાં અડગ રહે છે! રાજા દધિવાહને, પરિસ્થિતિને વશ થઈ મજબૂરીથી શેઠને શૂળીની (ફાંસી) સજા કરી અને ધર્મ શીલ તેમજ બ્રહ્મચર્યના પ્રભાવથી શૂળીથી બચી જવાય છે (જાણે શૂળીનું સિંહાસન!) એ ઘટનાનું વર્ણન રજૂ કરીને, આચાર્યશ્રીએ બ્રહ્મચર્યના મહત્ત્વ પર પ્રભાવશાળી ઉદ્ધબોધન કર્યું, આ સાંભળીને જયમલજીના હૃદયનું પરિવર્તન થયું. એમણે વિચાર્યું કે આજીવન પૂર્ણ બ્રહ્મચર્યવ્રત પાળવાથી તો આઠ-આઠ કર્મ શૂળીઓ સિદ્ધશીલારૂપ સિંહાસનમાં બદલાવી શકાય છે. ભરી સભામાં તેઓએ ઊભા થઈને, આજીવન બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો અને એ વ્રતના સુદઢ પાલન માટે સંયમી જીવન જીવવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. જયમલજીના સંયમ સ્વીકારવાના નિર્ણયને જાણીને પિતા મોહનદાસજી, માતા મહિમાદેવી, ભાઈ રિહમલ, પત્ની લક્ષ્મીદેવી તથા સાસુ-સસરા વગેરે બધાં સ્વજનો મેડતા દોડી ગયાં. એમણે અનેક રીતે રોકવાનો પ્રયત્ન કર્યો, આખરે તેઓ પોતાની વિલક્ષણ બુદ્ધિશક્તિથી બધાના વિરોધને સંમતિમાં બદલી શક્યા. હવે તો માત્ર સંયમી જીવન સ્વીકારવામાં બાધક પ્રતિક્રમણ સૂત્ર આવડતું ન હતું તે જ બાકી રહ્યું હતું. એ જાણીને તેઓએ પ્રતિજ્ઞા લીધી કે, જ્યાં સુધી પ્રતિક્રમણ કંઠસ્થ ન કરી લઉં ત્યાં સુધી બેસીશ નહીં એમનો આ સંકલ્પ ત્રણ કલાકના થોડા સમયમાં જ પૂરો થઈ ગયો. જેને શીખવામાં, સામાન્ય માણસને ૬-૬ મહિના લાગે છે એ આવશ્યક સૂત્ર (પ્રતિક્રમણ) ફક્ત ત્રણ કલાક (એક પહોર)માં મોઢે કરી લીધું (કંઠસ્થ) તત્પશ્ચાતુ, વિ.સં. ૧૭૮૮ માગશર વદ બીજ, ગુરુવારે મેડતા શહેરમાં પૂ. આચાર્યશ્રી ભૂધરજી મહારાજ સાહેબ પાસે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી શ્રમણધર્મનું પાલન કરવા લાગ્યા. શ્રમણજીવનમાં પગ મૂકતાની સાથે જ તેઓએ એકાંતર (વરસીતપ)ની ઉગ્ર સાધનાની પ્રતિજ્ઞા લીધી અને ૧૬ વર્ષ સુધી એ નિયમનું પાલન કર્યું. ઉપરાંત, પારણામાં પાંચ પર્વતિથિને દિવસે પાંચેય વિગઈનો પણ ત્યાગ કરતા Page #134 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૧૧ હતા. આ સિવાય, તેઓએ ૧૮ વર્ષ સુધી છઠ્ઠના પારણે છટ્ટ, ૨ વર્ષ સુધી અઠ્ઠમના પારણે અટ્ટમ, ૩ વર્ષ સુધી પ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ તપ કર્યું. ઉપરાંત ૨૦ માસખમણ, ૧૦ બે માસખમણ, ૪૦ અઠ્ઠાઈ ૧૦ દિવસની અભિગ્રહ સાથેની તપસ્યા, એક ચોમાસી તપ અને એક છ માસિક તપ કર્યું. વર્ધમાન આયંબિલ તપ વગેરેથી દીર્ધકાલીન તપ કરીને, તેઓ પોતાના આત્માને તપાવીને સુવર્ણ બનાવવામાં જાગૃત રહ્યા. એક ભવવતારી આચાર્યસમ્રાટ શ્રી જયમલજી મ.સા. નૈસર્ગિક પ્રતિભાના સ્વામી હતા. ઉપરાંત, પુરુષાર્થી, ઉત્સાહી, દેઢ ચારિત્ર્યનિષ્ઠ પણ હતા. એમણે જે વર્ષે દીક્ષા લીધી તેજ વર્ષે ચાતુર્માસમાં પાંચ આગમ ગ્રંથોને ફક્ત ત્રણ કલાકમાં એક પ્રહરમાં કંઠસ્થ કરી લીધા. પહેલા ચાતુર્માસમાં જ ૧૧ આગમ ગ્રંથોને કંઠસ્થ કરી લીધા. ઉપરાંત અન્ય મતના ગ્રંથ વેદવેદાંગ, શ્રુતિ, સ્મૃતિ, ન્યાય, દર્શન વગેરેનું અધ્યયન પણ પંડિત મુનિશ્રી નારાયણદાસજી પાસેથી વિનયપૂર્વક કરી લીધું. ક્ષમાશ્રમણ પૂજ્યશ્રી ભૂધરજી મ.સા.ના દેહાવસાન સમયે આપે પ્રતિજ્ઞા કરી કે, “આજથી જીવનપર્યત ક્યારેય લાંબા થઈને સૂઈને ઊંઘ કરીશ નહીં.” આ નિયમ ૫૦ વર્ષ સુધી, જીવનની આખરી પળ સુધી એમણે પાળ્યો! અપ્રત્યાખ્યાનના પ્રભાવને લીધે જ તેઓશ્રીએ ૭૦૦ ભવ્ય આત્માઓને દીક્ષાનું દાન આપ્યું. પૂજ્યશ્રીએ મોટી સાધુ વંદણા રચી જૈન ભક્તિસાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એકાવતારી આચાર્યસમ્રાટ શ્રી જયમલજી મ.સા. સંયમ– સુમેરુ તો હતા જ સાથોસાથ તેજસ્વી કવિ, બહુશ્રુતધર, ધર્મપ્રભાવક અને સમર્થ સમાજ સુધારક પણ હતા. આપે અનેક રાજા-મહારાજાઓ, નવાબો, ઠાકુરો, જાગીરદારોને શિકાર, પરસ્ત્રી ગમન મધ-માંસસેવન વગેરે સાત વ્યસનોનો ત્યાગ કરાવ્યો હતો. સ્થળે–સ્થળે યોજાતા પશુબલિયજ્ઞ, નરબલિયજ્ઞ અને દાસપ્રથા, સતીપ્રથા વગેરે મિથ્યા આડંબરોને બંધ કરાવ્યા. આચાર્ય શ્રી જયમલજી મ.સા.નો ઉપદેશ અત્યંત માર્મિક અને ભાવસભર હોય છે. જોધપુરના મહારાજા અભયસિંહજી, બીકાનેર નરેશ મહારાજ ગજસિંહજી, સિરોહી નરેશ મહારાજા માનસિંહજી, ઇન્દોરના Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] [ અણગારનાં અજવાળા હોલ્કારમાં અહિલ્યાદેવી, નાગેરીના મહારાજા વખતસિંહજી, જૈસલમેરના મહારાજા શ્રી અખેરસિંહજી અને જયપુર નરેશ સવાઈ માધવસિંહજી પ્રથમ તથા દિલ્હી પતિ મોગલ સમ્રાટ મુહમ્મદશાહનો શાહજાદો વગેરે તો એમના ઉપદેશામૃતનું પાન કરીને સંપૂર્ણપણે એમને સમર્પિત થઈ ગયા હતાં. વિ.સં. ૧૮૦૫, વૈશાખ સુદ ત્રીજે પૂજ્યશ્રીને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું હતું. એ જ દિવસે અખિલ ભારતીય જયમલ જૈન શ્રાવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. આગળ ઉપર એ પરંપરા “જયગચ્છ' નામથી પ્રસિદ્ધ થઈ. પૂજ્યશ્રીના વિહારક્ષેત્રો મુખ્યત્વે-રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મેવાડ, માળવા, દિલ્હી રહ્યા છે. જીવનના આખરી ૧૩ વર્ષ શારીરિક કારણથી નાગૌરમાં સ્થિરવાસ કર્યો હતો. વિ.સં. ૧૮૫૧માં પૂજ્યશ્રીએ વિચાર્યું કે સંઘનું આચાર્યપદ જીવનના અંતિમ વર્ષોમાં આત્મ-વિશુદ્ધિની પૂર્ણ સાધનામાં અગવડરૂપ થશે તેથી તેમને લાગ્યું કે મારે આ આચાર્યપદ અને એ પદસંબંધી કાર્યોમાંથી મુક્ત થઈ જવું. જૈન ઇતિહાસમાં આચાર્ય હોવા છતાં, યુવાચાર્ય બનાવવાની પરંપરા બધે જ છે. કેટલાય વર્ષોથી છે જ પરંતુ કોઈ આચાર્ય પોતાની હયાતી દરમિયાન પોતાનું આચાર્યપદ વસીરાવી, છોડી દઈને, યોગ્ય મુનિને પોતે જાતે જ આચાર્ય ચાદર શ્રદ્ધાપૂર્વક ઓઢાડે, તે તો સૌથી પ્રથમ તો આચાર્યશ્રી જયમલજી મહારાજ સાહેબ જેવા યુગપુરુષનું જ કાર્ય છે. પૂજ્યશ્રીએ યુવાચાર્ય શ્રી રાયચન્દ્રજી મ.સા.ને આચાર્ય જાહેર કરીને પોતે આચાર્યપદનો ત્યાગ કર્યો. ચતુર્વિધ સંઘ, નાગૌર શહેરમાં વિ.સં. ૧૮૫૧માં જેઠ સુદ બીજના શુભદિને ધર્મસભાની હાજરીમાં યુવાચાર્ય શયચન્દ્રજી મ.સા.ને આચાર્યપદની ચાદર ઓઢાડી તેમની સંઘાચાર્યની પદવી પર પ્રતિષ્ઠા કરી. ફાગણ સુદ દશમે એ યુગપુરુષ નિયત મરણને જાતે જ વરવા માટે (ઇચ્છા મૃત્યુને ભેટવા માટે) સંથારો લેવાની અભિલાષા વ્યક્ત કરી અને સંથારા દરમિયાન ૧૧ એકાંતરા ઉપવાસ કરી, એક છઠ્ઠ કર્યો છઠ્ઠનું પારણું ન કર્યું અને વિ.સં. ૧૮૫૩, ચૈત્ર સુદ પૂનમને દિવસે એ દિવ્ય પુરુષે ચતુર્વિધ સંઘની હાજરીમાં સંથારાના પચ્ચકખાણ કર્યા. Page #136 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૧૩ ૪૯ સંત તથા ૨૫૦ સતીજીઓ સંથારાની સેવામાં હાજર હતા. એમાંનાં ૧૬ સંતોએ એકાવતારી આચાર્યસમ્રાટ શ્રી જયમલજી મ.સા.ના સંથારાની તન-મનથી દિવસ-રાત સ્વાધ્યાય-સેવા કરીને સાથ આપ્યો. દિવસ-રાત એક કરીને આ સંથારાની અવિરત સેવા કરનારા એ સોળેય સંતોએ કાલાન્તરે એક-એક માસનો સંથારો લીધો હતો. જૈન જગતના આ યુગપુરુષને ૩૧ દિવસોના-દીર્ધ સંથારાનો લાભ મળ્યો. જૈન ઇતિહાસમાં વીતેલાં પાંચસો વર્ષમાં આવું એક પણ ઉદાહરણ નથી મળતું કે જેમાં કોઈ સંપ્રદાય કે આચાર્યપદ પર પ્રતિષ્ઠિત મહાન આત્માને આવો સંથારો ચાલ્યો હોય એ એ મહાપુરુષની ત્રણ પાટ સુધી એક-એક માસનો સંથારો, બધા જ ૧૦ પટ્ટધર આચાર્યએ લીધો હોય. આચાર્યસમ્રાટ પૂજ્યશ્રી જયમલજી મ.સા.નો વિ.સં. ૧૮૫૭ના વૈશાખ સુદ ૧૪ના રોજ, ૩૧ દિવસનો સંથારો પૂર્ણ થયો. (સિદ્ધ થયો). આચાર્યસમ્રાટની નિર્જીવ પાર્થિવ કાયા જ બાકી રહી ગઈ. આત્માએ શરીરનો ત્યાગ કરી દીધો એકાવતારી આચાર્યસમ્રાટ સમાધિ ધર્મને વર્યા વગેરે જુદા જુદા શબ્દોથી, રાષ્ટ્રભરમાં એમના દિવંગત થવાના સમાચાર માનવીય સાધનો મારફત પ્રસારિત થતા ગયા. અંતિમદર્શન અને પાર્થિવ શરીરના અગ્નિસંસ્કારમાં સામેલ થવા માટે દેશના નજીક તથા દૂરનાં સ્થળેથી હજારો જૈન તેમજ જૈનેતર શ્રદ્ધાળુ ભક્તો નાગૌર પહોંચ્યા. વિશાળ જનસમૂહની હાજરીમાં એ પાર્થિવ શરીર પંચતત્ત્વમાં વિલીન થઈ ગયું. બાકી રહી ગયો એ આદર્શ મહાન સંત શ્રેષ્ઠનું અમરત્વ પ્રાપ્ત થશઃ શરીર તેમજ ગૌરવશાળી જયગચ્છીય પરંપરા. એકાવતારી આચાર્ય જય જીવનપ્રકાશ : - એક પ્રવચન સાંભળીને જ વૈરાગ્ય જાગ્યો. ૩ કલાક (૧ પહોર)માં ઊભાં-ઊભાં પ્રતિક્રમણ કંઠસ્થ કર્યું. * ૧૬ વર્ષ સુધી એક ઉપવાસનો વરસી તપ ૧૬ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ, ૨૦ માસખમણ તપ, ૧૦ બે માસખમણ તપ, ૪૦ અઠ્ઠાઈ તપ, ૯૦ દિવસ અભિગ્રહ સાથે તપ, એક વાર ચૌમાસી તપ, એકવાર છ માસી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] [ અણગારનાં અજવાળા તપ, ૨ વર્ષ અમને પારણે, અટ્ટમ, ૩ વર્ષ પાંચ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ વગેરે તપ. * ૫૦ વર્ષ સુધી આસન બિછાવીને (સૂઈને) ઊંઘ લીધી નથી. * ૮ દિવસ સુધી આહાર લીધા વિના, બીકાનેરમાં ૫૦૦ યતિઓને ચર્ચામાં પરાજય આપી, હંમેશને માટે, જૈનસંતો માટે સૌથી પ્રથમ ક્ષેત્ર ખોલ્યું. * પીપાડ, નાગૌર, જૈલસમેર, બીકાનેર, સાંચૌર, ફલૌદી, સિરોહી, જાલોર વગેરે અનેક ક્ષેત્રોમાં, યતિઓને ચર્ચામાં પરાજય આપી, ક્ષેત્રો ખોલ્યાં. * જોધપુર, બીકાનેર, જયપુર, નાગૌર, જૈસલમેર વગેરેના રાજા મહારાજાઓ તથા દિલ્હીના બાદશાહ મોહમ્મદશાહ તેમજ એના શાહજાદાને બોધ પમાડી સુમાર્ગે લાવ્યા. * ૭૦૦ ભવ્ય આત્માઓને દીક્ષા આપી-૫૧ શિષ્ય, ૨૦૦ પ્રશિષ્ય ૪૪૯ સાધ્વી સમૂહ. * વિ.સં. ૧૮૦૭માં મોટી સાધુવંદણા રચી એ ઉપરાંત, ૨૫૦ થી વધારે કાવ્યકૃતિઓનું સર્જન કર્યું. * પોતાનાં જીવનકાળ દરમિયાન-૨ વર્ષ પૂર્વ (વિ.સં. ૧૮૫૧-૧૮૫૩) આચાર્યપદ ઉત્તરાધિકારીને આપીને આત્મસમાધિમાં લીન થયા. * સંથારાના સોળમા દિવસે-મધ્યરાત્રિએ ઉદયમુનિ તથા કેશવમુનિએ દેવલોકથી આવીને વંદન કર્યાં, પૂર્ણ પ્રકાશને જોઈને આચાર્ય શ્રી રાયચન્દ્રજી મ.સા. વગેરે સંતોએ પૂછ્યું અને સીમંધર સ્વામી પાસેથી સમાધાન મળ્યું કે પૂજ્ય શ્રી એકભવાવતારી છે. પ્રથમ કલ્પ દેવલોકથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જઈને મોક્ષ પ્રાપ્ત કરશે. * Page #138 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] | [ ૧૧૫ વંદના પરમ ઉપકારી પ.પૂ. ગુરુભગવંતો તથા પૂ.શ્રી ગુરુણીમૈયાને ચરણવંદન. અમારી જીંદગીમાં ઘેરા ઘન ગોરંભ ઘેરાયા'તા, અષાઢી રાતના ઘેરો તિમિરે મન મુંઝાયા'તા, તમે ચિનગારી ચેતનની જલાવી દીપ પ્રગટાવ્યા... ઝળહળતી જ્યોતના કિરણે અમારા મન પ્રકાશી ગયા, રોમે રોમે ઋણ તમારું ચુકવ્યું ના ચુકવાય! હું કેમ ભુલું ઉપકાર! એ દિવસ કેમ ભૂલી શકાય? જ્યાં વિસ્મરણ નથી ત્યાં સ્મરણની શી વાત કરવી? ૨૪મી ડિસેમ્બર, ૨૦૦૦ની સાલ અને રવિવારનો દિવસ હતો ત્યાં એકાએક ભરી સભામાં મારા પતિ ડૉ. શ્રી રસિકભાઈ ગાંધીએ આ જગત ઉપરથી વિદાય લીધી..ભર મધ્યાહ્ન મારા જીવનમાં મધરાતનો અંધકાર ફેલાયો. પૂ.શ્રી ઇન્દુબાઈ મ.સ.ના સાનિધ્યમાં ઉત્તરાધ્યયન શીખતાં તેના ૧૦માં અધ્યાય દુમ પત્રકની લખેલી પૂર્વભૂમિકાના નોટબુકના પાનાં કોરાં રહી ગયા. જાણે માનવીના જીવનની ક્ષણભંગુરતાની સત્યતાનો સાક્ષાત્કાર કરાવતા–પોતાના જીવનની કિતાબના પાના પણ કોરાં રાખી એકાએક અનેકની વચ્ચેથી ચાલ્યા ગયા. ત્યારે ત્યારે ઉચ્ચ ચારિત્ર જેમનું છે એવા પ્રકાશથી ઝળાહળા થતાં ભુવન ભાસ્કર પ્રગટીને મારા ગાઢ સમસૂને વિદારી સ્વપ્રકાશથી અજવાળા પાથરે તેમ અંધકારમાં દિશાહીન થતી એવી હું–મારા જેવી સંતપ્ત માનવીની આંગળી પકડી જ્યોતિ-પ્રકાશ તરફ લઈ જવાનું કાર્ય કરી મારા પરમ ઉપકારી એવા–સફળતાપૂર્વક અને સ્નેહપૂર્વક દરિયાપુરી સંપ્રદાયનું સંચાલન કરી રહ્યા છે એવા પૂ.આ.શ્રી વીરેન્દ્રજી સ્વામીને તેમજ તારાગણી સમા શોભતા તેમના શિષ્ય પરિવાર તેમજ તે સમયે દૂરદૂરથી ઉપસ્થિત થયેલા દરેક પૂ. સંતો તેમજ પૂ. મહાસતીજીઓએ દિવસો સુધી ધર્મના અવલંબન દ્વારા મને અદ્ભુત સાંત્વન અને સમજ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] [ અણગારનાં અજવાળા આપી ત્યારે મારા આત્માના ઊંડાણમાંથી વેદના-સંવેદના ભરી મનોવૃષ્ટિમાંથી એક પ્રબળ ધ્વનિ ઉક્યો. ઘણા મનોમંથન બાદ નવનીત લાવ્યું. તીર્થકરોના સ્વરૂપ અને સાનિધ્યને નહીં માણી શકનાર આપણે તેમની પ્રતીતિ કરાવી તે માર્ગે દોરનાર એવા અંતર્યામીના આરોધકોના જીવનમાં ડોકિયું કેમ ન કરવું? અને ચારિત્ર્યમાં ચુસ્ત એવા પૂ. શ્રી ગુરૂદેવોને કરેલા પ્રશ્નોના પ્રત્યુત્તરના નિચોડરૂપે પૂર્વીય અને વિચરતા પૂ.શ્રી ગુરુદેવોના જીવન ઉપર પ્રકાશ પાથરતાં “ગુરુ-સમીપે' પુસ્તકનું સર્જન થયું અને તેનો પ્રકાશ ઘરે ઘરે પહોંચતો થાય એવી મારા જેવી અલ્પજ્ઞાનીની ભાવના પૂર્ણ થઈ. ઘેરા શ્યામલ પટ અજ્ઞાનનો, તે પ્રેમે રે વીંધ્યો; વળી ઉજ્જવલ, ધવલ, નવલ રાહ તેં મને ચીંધ્યો.” ડૉ. શ્રી રસિકભાઈ કે. ગાંધી મારા પતિ મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી M.A. અને L.C.B. રાજકોટ–અમદાવાદની કોલેજોમાં આચાર્યપદે વર્ષો સુધી રહ્યા અને જીવનની પાછલી ઉંમરે Ph.D. થયા અને પછી આધ્યાત્મિક પંથે વળ્યા એવા એમની પ્રેરણાથી, ઘૂંઘટ કાઢવાની પ્રથાવાળા એ સમયમાં મારા પૂ. શ્વસુરજી શ્રી કસ્તુરભાઈ યુ. ગાંધી (વઢવાણ શહેર) અને પૂ. સાસુજી ચંપાબાએ આગળ અભ્યાસની રજા આપ અને મેં મારા શ્વસુરગૃહેથી મારા ગૃહિણીધર્મની સંપૂર્ણ ફરજ બજાવતા બી.એ., એમ.એ., લેક્ટરશીપ અને બી.એ.નો અભ્યાસ કર્યો. મારા જીવનનું ઘડતર કરનાર અભુત પ્રતિભાસંપન એવા મારા પૂ. પિતાશ્રી ભીખાલાલ વ્રજલાલ સંઘવી (ધ્રાંગધ્રા) અને અવર્ણનીય રૂપ, ગુણો અને સમતાભાવથી ઓપતા એવા મારા પરમ ઉપકારી પૂ. સરલાબા (વઢવાણ નાથાભવાન કુટુંબો વ. સર્વેને અંતરથી સ્મરણ–વંદન કરું છું. આપોઆપ મારા જીવન વિકાસના-કૌટુંબિક, સામાજિક, લેખન, વર્તાલાપો, ચિત્રકામ કે અન્ય સામાજિક કાર્યોના-જે જે તકના દ્વાર ખુલ્યા તેમાં મારી શક્તિ અને સંજોગો પ્રમાણે મેં પ્રવેશ કર્યો. તેમાં સંતો, સાથે રાજકોટ અને અમદાવાદના સમગ્ર સમાજને જેણે મને હેતપ્રિતભર્યું Page #140 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા | [ ૧૧૭ આદરણીય સ્થાન આપ્યું, માર્ગદર્શન માટે ડૉ. પદ્મશ્રી જાણીતા સાહિત્યકાર કુમારપાળ દેસાઈની લીધેલી મુલાકાત અને પ્રથમ મારું પુસ્તક “ગુરુસમીપે” અને અમારું આ પુસ્તક “અણગારના અજવાળા'ના વિમોચનને માટે મારી વિનંતીને ડૉ. પાશ્રી કુમારપાળ દેસાઈએ સ્વીકારીને મુંબઈ આવવાની તૈયારી બતાવી, આ પુસ્તકના પ્રતિભાવ માટે તેમનો તથા શ્રી અરવિંદભાઈ સંઘવી (પૂર્વીય નાણાંપ્રધાન)ની હું અત્યંત આભારી છું. વળી પશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ વગેરે તેમના પાસાઓને આલેખતા સંપાદકીય શબ્દ અને શ્રતમાં ગ્રંથમાં મને લખવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું તે મારા માટે ગૌરવની વાત છે. મારા પુત્ર ડૉ. સંજય ગાંધીની પ્રેરણા-પુત્રવધુ કલ્પનાની મને બધી અનુકૂળતા કરી આપવાના સહકારની સાથે તેમજ પુત્રી શ્વેતા કામેશભાઈ શાહે હંમેશ પ્રત્યેક પળે મારી સફળતાની ચિંતવણા કરવા માટે............તેમને કોઈને પણ હું ભૂલી શકું તેમ નથી. આ ગ્રંથના મારા સાથી લેખક શ્રી ગુણવંતભાઈ બરવાળિયાનો મને સતત સહયોગ મળ્યો છે તેની અનુમોદના કરું છું. સૂરજ આગળ આમતેમ ફંગોળાતા નાનાશા રજકણ જેવી હું મારાથી જે કાંઈ ક્ષતિઓ, અવિનય, અભક્તિ, આશાતના થઈ હોય તો આપ સર્વે મને ઉદાર દિલે ક્ષમ્ય કરશો તેવી હું આપને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું. આભાર સહ. પ્રવિણા આર. ગાંધી (M.A, B.Ed.) (પૂર્વીય પ્રાધ્યાપક) Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] [ અણગારનાં અજવાળા અરે! આ તો જનમ જનમના જોગી જા સ્થાનકવાસી સમાજના પૂ. મહાસતીજીઓ વગાથા આત્માનું ઓજસ બા.બ્ર. પૂ.શ્રી માનકુંવરબાઈ મહાસતીજી जं सम्मं ति पासइ तं माणं ति पासइ। જ્યાં સમ્યક્ત છે ત્યાં જ મુનિપણું છે' શ્રી આચારાંગમાં પણ સમ્યક્તથી જ જૈન દીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠા એ જ સિદ્ધિ મનાય છે. શુભ નામ : પૂ. શ્રી માનકુંવરબાઈ મહાસતીજી. માતાપિતા : શ્રી હીરબાઈ કમળશીભાઈ સંપ્રદાય : ગોંડલ સંપ્રદાય. દીક્ષાદાતા : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. દીક્ષાસ્થળ : દીવનગર./૮૦ વર્ષનો સંયમપર્યાય અને ૯૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યાં. દીક્ષા: વિ. સં. ૧૮૧૫ના કાર્તિક કૃષ્ણા દશમી. એક સાથે પાંચ ભવ્યાત્માઓએ દીક્ષા લીધી. પૂ. શ્રી ડુંગરશીજી સ્વામી. (તેમની માતા) પૂ. શ્રી હિરબાઈ મ.સ. ઉં.વ. ૪૫, પૂ. શ્રી વેલબાઈ સ્વામી (પૂ. શ્રી ડુંગરશીજી સ્વામીનાં બહેન), વેલબાઈના સુપુત્ર (પૂ. શ્રીના ભાણેજ) પૂ. શ્રી હીરાચંદભાઈ તથા વેલબાઈનાં સુપુત્રી માનકુંવરબાઈ. પાંચ આત્માઓ પ્રવજ્યાના પશે ? જેમનું લલાટ તેજસ્વી, સૌમ્ય મુખમુદ્રા, સાધનાની મૂર્તિ સમ કાર્તિ ગુજન કર ” એવા અને ચમકતા ” જેવી જેમની ઓજસ્વી આજીતે તેવા પૂ. શ્રી ગુરુદેવ રત્નચંદ્રજી Page #142 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૧૯ મ.સા. દીવમાં ચાતુર્માસ કરવા પધાર્યા. એક તરફ સાગરના ઘેરા ગર્જન હતા તો બીજી બાજુ હૃદયમાં ઘૂઘવતા સંસારસાગરને તજવાનાં મનોમંથન શરૂ થયાં હતાં. જ્યારે સંસાર-નિષ્ક્રમણ કરવાનો દઢ સંકલ્પ તેમણે કર્યો ત્યારે તેમની વૈરાગ્યવાણીથી પ્રભાવિત થઈ તેમની માતા હીરબાઈ, બહેન વેલબાઈ, બહેનનો પુત્ર હીરાચંદભાઈ તથા વેલબાઈની પુત્રી માનકુંવરબાઈએ પણ તેમની સાથે જ દીક્ષા લેવાના ભાવ પ્રગટ કર્યા. વિ. સં. ૧૮૧૫ના કારતક વદ દશમના માંગલિક દિને પૂ. શ્રી ગુરુદેવે સ્વમુખે તે પાંચેય ભવ્યાત્માઓને માંગલિક, સામાયિક સૂત્ર અને દીક્ષામંત્ર સંભળાવ્યાં. આધપ્રવર્તિની : ગોંડલ સંપ્રદાયને જેવી રીતે ડુંગરશીજી મ.સાહેબે સ્થાપિત કરી અને તેનું જ્ઞાન-વૈરાગ્યામૃતથી નિર્માણ કર્યું તેવી રીતે ગોંડલ સંપ્રદાયની સાધ્વીઓમાં આદ્યપ્રવર્તિની થયાનું સન્માન માનકુંવરબાઈ મ.સ.ને પ્રાપ્ત થયું. સાધ્વીસંઘની સ્થાપના એમનાથી થઈ હતી. બાળપણના તેમનાં સંસ્કારબીજોને પૂ. શ્રી રત્નસિંહજી મ.સાહેબે તેમના ધર્મજળથી પોપ્યાં હતાં. પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ. પ્રતિભાશાળી હતાં. તેમની બુદ્ધિ તીણ હતી. પ્રકૃતિ ભદ્ર હતી. સાધુજીવનના આચારવિચારોનું ચુસ્તપણે પાલન કરતાં. સુમધુર કંઠે વિવિધ વિષયો ન્યાયપૂર્વક સમજાવવાની તેમની શૈલી હતી. રોચક, પ્રેરક અને બોધક તેમની વ્યાખ્યાનવાણી હતી. અનેક ભવ્યાત્માઓ વ્રત, પ્રત્યાખ્યાન, તપ, ત્યાગ તથા ધ્યાનના માર્ગે ચડી જીવનકલ્યાણ સાધી શક્યા હતો. સંઘર્ષ : જીવન એટલે જ સંઘર્ષ. તેમાં સ્ત્રીઓ ઉપર ઘણાં કારણોસર સંઘર્ષો આવવાની સંભાવના ખરી. એક વખત એક વિષયાંધ ગરાશિયો પૂ. શ્રીને જોઈ મોહાંધ થયો હતો અને પૂ. શ્રી આદિ જે ઘરમાં ઊતર્યાં હતાં ત્યાં તે ગરાશિયો તે ઘરના માલિક વણિકને પોતે રાત્રિએ ત્યાં આવશે તેમ કહી ગયો હતો. આ સાંભળી તે વણિક ગભરાયો અને બાજુના ગામમાં જ્યાં પૂ. શ્રી ડુંગરશીજી મ.સા. વિચરતા હતા. તેમને કહી આવ્યો. પૂ. શ્રી તાત્કાલિક પૂ. મહાસતીજી હતાં ત્યાં પહોંચી ગયા અને પૂ. મહાસતીજીઓને બીજે ચાલ્યા જવાનું કહી દીધું. આ સમાચાર મળતાં તે ગરાશિયો વણિક ઉપર ખૂબ ગુસ્સે થયો, પણ પછી દૂધને ઊભરો આવે અને પછી શમવા માંડે તેમ તે ગરાશિયાનો ગુસ્સો અને સાથે તેનું વિકારવિષ ઊતરી ગયું ત્યારે પશ્ચાતાપ થયો Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] [ અણગારનાં અજવાળા અને ત્રણ લોકના નાથ પાસે માફી માંગી. પરણેતર સ્ત્રી સિવાય કોઈની પણ સામે નજર ન કરવાની પ્રતિજ્ઞા કરી. સમર્પણતા: બાળ બ્ર. માનકુંવરબાઈ મ.સ.ની શાન-દર્શન-ચારિત્ર અને તપની સમ્યગુ આરાધનાની સુવાસ ચારે તરફ ફેલાતી રહી. આમ આ સંયમસાધના કરવાની સાથે અનેક આત્માઓને પણ કલ્યાણ સધાવી પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. જ્યારે ઉપર્યુક્ત બનાવ બન્યો ત્યારે પૂ.શ્રી ડુંગરશી મ.સાહેબે પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ.ને તેમનાં રૂપ–લાવણ્ય ઉપર કોઈ મોહાંધ ન થાય તે માટે તેમને કોલસા વાટી ચોપડવાની સલાહ આપી હતી અને પૂ.શ્રીની હિતસલાહને પૂ. મહાસતીજીએ પોતાના આત્મલાભરૂપ ગણી નમ્રતાપૂર્વક શિર-સાવંદ્ય કરી હતી. બા.બ્ર. પૂ. શ્રી ૮૦ વર્ષનો સુદીર્ધ સંયમપર્યાય પાળી ૯૪ વર્ષની ઉંમરે આલોચી, નિંદી, નિઃશલ્ય થઈને સાત પ્રહરનો સંથારો કરી અંતિમ મહાપ્રયાણે સંચર્યાં હતાં. આપને અમારાં અગણિત વંદન હો! __णारई सहए वीरे, वीरे नो सहए रई। जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रजई ।। એવો સમભાવી સાધક વીર અને સ્થિરબુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) હોય છે. તેથી એનું ચિત્ત કોઈ પણ સંયોગોમાં આસક્ત થતું નથી અને આસક્તિ જ શોક અને હર્ષનું કારણ છે. શ્રી આચારાંગ સૂત્ર તો જ આટલો દીર્ધ સંયમપર્યાય, શુદ્ધ, વિશુદ્ધ, રીતે પાળી શકાયો હોય જે બહુ કઠિન માર્ગ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૨૧ અનાસક્ત સાધક પૂ. શ્રી હીરબાઈ મહાસતીજી શુભનામ : પૂ.શ્રી હીરુબાઈ મ.સ. કમળશીભાઈ બદાણી સંપ્રદાય : ગોંડલ સંપ્રદાય. દીક્ષાદાતા : પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા. દીક્ષા સ્થળ : દીવનગર. દીક્ષા : વિ.સં. ૧૮૧૫ના કારતક વદ દશમ-એક સાથે પાંચ ભવ્યાત્માઓએ દીક્ષા લીધી. પુત્ર : પૂ. શ્રી ડુંગરશી સ્વામી, પુત્રી : પૂ. શ્રી વેલબાઈ મ.સ.; વેલબાઈના સુપુત્ર; પૂ. શ્રી હીરાચંદભાઈ મ.સા. તથા વેલબાઈનાં સુપુત્રી : પૂ. શ્રી માનકુંવરબાઈ. કાળધર્મ સમયે ઃ (સંસારી પુત્ર) પૂ. શ્રી ડુંગરશી મ. સાહેબે પૂ. શ્રી હીરબાઈ મ.સને છેલ્લે આલોચના અને અનશનવ્રત ગ્રહણ કરાવ્યું. ૫૮ દિવસપર્યતનો પૂ.શ્રીએ દીર્ધ સંથારો કર્યો. ત્યાગ એ જ સાચો ધર્મ ત્યાગીઓ એ જ સાચા ધર્મગુરુ. દિવ્ય રાહેઃ જેમના અંતરના ઊંડાણમાં ડોકિયું કરતાં ક્યાંય નાનો શો ડાઘ હાથ ન લાગે તેવી જ તેમની શાંત અને સૌમ્ય મુખાકૃતિ તેવી જ તેમની દિવ્ય આભા! પવિત્ર પરમાણુથી વાસિત થયેલી આભા જેમાં ભલભલા ખેંચાઈ જાય તેવી. પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા.ના વિ. સં. ૧૮૧૪ આસપાસ ચાતુર્માસ નિમિત્તે દીવનગરમાં પગલાં થયાં અને પૂ. શ્રીના પવિત્ર આભામંડળનો અને તેમની પ્રતિભાનો પ્રકાશ ચોદિશ ફેલાતાં તેનું એક દિવ્યકિરણ પૂ.શ્રી ડુંગરશી મ.સા.ને સ્પર્શી ગયું. તેમને મોહનિંદ્રામાંથી જાગૃત કરતું ગયું. સાથે સાથે પૂ. શ્રી સ્વામીનાં માતા, બહેન અને તેમના બે ભાણેજને પણ જગાડતું ગયું અને વિ.સં. ૧૮૧૫ના કારતક સુદ દશમના માંગલિક દિવસે તે પાંચેય ભવ્યાત્માઓએ પ્રવ્રજ્યાને પંથે પ્રયાણ આદર્યું. તે સમયે માતા શ્રી હીરુબાઈની ઉંમર ૪૫ વર્ષની હતી. પુત્રના સંયમમાં બાધક થવાને બદલે તેમાં સહાયક થઈ સાધક થવા સંયમપંથે માતા હીરાબાઈ ચાલી નીકળ્યાં. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] [ અણગારનાં અજવાળા ભેદવિજ્ઞાન : અપૂર્વ શાંતિ, સમતા, ક્ષમા અને સહનશીલતાની જ્યોત તેમનામાં પ્રગટવા લાગી. તેના જ પ્રકાશપુંજના માર્ગે તેઓ પ્રવ્રજ્યાના પંથે પગલાં ભરતાં રહ્યાં અને આત્માને ઉજ્વલ પરમ પંથ તરફ દોરતાં રહ્યાં. જ્ઞાનમાર્ગ કરતાં મોહનીય કર્મના ક્ષયોપશમ તરફ તેમણે વધુ લક્ષ આપવા માંડ્યું. દેહ અને આત્માના ભેદવિજ્ઞાનને સ્વીકારતાં દેહાસક્તિના તેમના ભાવો ઓસરવા માંડ્યા. યુવાનીનો ઉંબરો ઓળંગી હવે તેમનું વૃદ્ધ શરીર પણ ધ્યાનમગ્ન દશામાં રહી મેરુ સમાન અડોલ અવસ્થાને પ્રાપ્ત કરતું રહ્યું. ખરેખર એવું જ બન્યું! એક મધ્યરાત્રિએ જ્યારે જગત આખું ભરનિંદ્રાનું સુખ માણી રહ્યું હતું ત્યારે પૂ. શ્રી હીરુબાઈ સ્વામી ગોંડલના ઉપાશ્રયની ઓસરીમાં આસન લગાવી ધ્યાનસ્થ દશામાં બેઠાં હતાં. ત્યાં એક શિયાળ આવ્યું. પોતાના તીક્ષ્ણ નખો વડે પૂ.શ્રીના દેહની ચામડી ઉતરડતું ગયું. દાંતથી તે શિયાળ માંસ કાપતું ગયું અને ખાતું ગયું. પૂ. શ્રી આવેલ ઉપસર્ગને સમતાભાવે સહી ભવોનાં સંચિત કર્મોને ખપાવતાં ગયાં. ત્રણ કલાકે સમાધિ પૂરી થતાં અન્ય સાધ્વીજીઓને પોતે લોહીભીના કપડાં બદલી આપવાની ભલામણ કરી ત્યારે જ તે દુઃખદ પ્રસંગની સાધ્વી સમુદાયને ખબર પડી હતી. ન બૂમો, કે ન ચીસ કે ન વેદનાનો એક પણ ઊંહકારો. અંતિમ સમાધિ પૂ.શ્રીના અનશનના ભાવો જાણી પૂ.શ્રી ડુંગરશીજી સ્વામીને જાણ કરવામાં આવી. તેઓશ્રી ઉગ્ન વિહાર કરી આવી પહોંચ્યા અને પૂ.શ્રી હીરુબાઈને વિસ્તારપૂર્વક મહાવ્રતોના સૂક્ષ્મભાવોની આલોચના કરાવી. રોજ સ્વાધ્યાય સંભળાવતા રહ્યા અને ૫૮ દિવસનો દીર્ધ સંથારો કરી પૂ.શ્રી હીરુબાઈનો આત્મા નશ્વરદેહનો ત્યાગ કરી પરલોકે પ્રયાણ કરી ગયો. આપને અમારાં અગણિત વંદન હો! असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगत स्पृहः । नैष्कर्म्यसिद्धिं परमा सन्यासेनाऽधिगच्छतिः । આત્મજિત, નિસ્પૃહ અને અનાસક્ત સાધક સંન્યાસ દ્વારા નિષ્કર્મા બની પરમ સિદ્ધિને પામે છે અને સંસારનાં બંધનોથી મુક્ત થાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા 1 [ ૧૨૩ પગલી કંકુભરી બા. બ્ર. શ્રી સંતોકબાઈ મ.સ. [ગોંડલ સંપ્રદાય] નામ : સંતોકબહેન. માતાપિતા નાનીબા' હીરાચંદભાઈ. જન્મ સ્થળ : જામનગર. દીક્ષા : પૂ. શ્રી દેવજી મુનિ અને પૂ. શ્રી દુધીબાઈ મ.સ.ની નિશ્રામાં. કાળધર્મ : ભાદરવા વદ બીજ સંથારા સહિત જેને અંત નથી તે અનંત છે. સીમાવિહિન છે તેવા પરમેશ્વરને-જેનું દર્શન અનંતનું દર્શન છે તેને ક્ષુલ્લક મર્યાદાઓવાળો સામાન્ય માનવી તેનું પ્રતિબિંબ પણ ઝીલી શકવાને સમર્થ નથી, તો તેને પોતાનામાં કેવી રીતે ઝીલી શકે! તેને કેવી રીતે સમજી શકે! વિરાટને ઓળખવા માટે આપણે તો વામન જેવાં, આપણી શક્તિઓ મર્યાદિત, વળી તોફાની ઇન્દ્રિયોવાળાં અને મન? મરકટ જેવું, જે પરમને ન જોઈ શકે ત્યાં પરમાત્માને પામવાની વાત જ ક્યાં આવી? છતાંય એક ભૂમિ ભારતની એવી છે જ્યાં સંતો, મહંતો અને ભાવિના અનેક ભગવંતો થયા છે, સતીરત્નો થયા છે, જે દુનિયાની બીજી કોઈ ધરતી ઉપર જોવા નહીં મળે. એવા જ એક પૂ. શ્રી સતીરત્નની વાત છે. ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. શ્રી પુરુષોત્તમ મહારાજનાં આજ્ઞાંકિત પૂ. શ્રી અધ્યાત્મયોગિની બેલડી પૂ. શ્રી સૂર્યવિજય મ.સ. પૂ. દાદી ગુરુણીમૈયા પૂ. શ્રી સંતોકબાઈ મહાસતીજીનું જીવન પરમાત્માને પામવા માટે પુરુષાર્થથી ઝળહળતું હતું. તેમનો જન્મ જામનગર શહેરમાં પિતાશ્રી હીરાચંદભાઈના કુળમાં અને માતાશ્રી નાની “બા”ની કુખે થયો હતો. એ સમયમાં સ્નેહભર્યા સંબંધીઓ વચ્ચે સગર્ભાવસ્થામં પેટે ચાંદલા થતાં. સામસામા એમને ત્યાં પુત્ર Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] [ અણગારના અજવાળા અને બીજાને ત્યાં પુત્રીનો જન્મ થાય તો ત્યારથી સગપણના બંધનથી સામસામાં બંધાતાં તેવી જ રીતે બે સંબંધીઓ વચ્ચે થયું. પેટે સામસામા ચાંદલા થયા અને એકને ત્યાં પુત્રી જન્મ અને બીજાને ત્યાં પુત્ર-જન્મ થતાં બંને સંબંધથી બંધાયા અને ગોળધાણા ખાધા. તે બાળકો ધીમે ધીમે ધૂલી શાળામાં જતાં થયાં અને અભ્યાસ કરતાં થયાં એક વખત આચાર્યશ્રી પૂ. શ્રી દેવજી મુનિ મ. સા. તથા તેમના સુશિષ્યાઓ જામનગર પધાર્યા. સંતોકબહેન નવ વર્ષની ઉંમરે માતાપિતા સાથે વ્યાખ્યાન સાંભળવા જતાં. વ્યાખ્યાન સાંભળતા ધીમે ધીમે તેમને સંસાર પરથી રસ ઊઠી ગયો અને “પડી પટોળે ભાત કે ફાટે પણ ફીટે નહીં.' વૈરાગ્યનો મજીઠિયો રંગ તેમને લાગી ગયો. ઘણું સમજાવતાં સૌ, પણ એ રંગ એવો કાચો ન હતો કે ઊતરી જાય! છતાં વેવાણ પણ સમજતાં ન હતાં તેમને સમજાવ્યાં કે સારા કામમાં જતાં સમાજ આબરૂને બટ્ટો નહીં લગાડે સવાઈ કરશે. છતાંયે આવી કન્યાને છોડવી ન હતી તેથી વેવાણે કન્યાને કોઈએ ભરમાવી કે ભભૂકી છાંટી છે વગેરે આક્ષેપો મૂક્યા, જે આક્ષેપો ગામમાં, સંઘમાં વાયુવેગે ફરી વળ્યા અને ફરતાં ફરતાં તે વાત જામસાહેબ પાસે પહોંચી. પણ સંતોકબહેન મનનાં મક્કમ હતાં, ધાર્મિક અભ્યાસ વધારતાં જતાં હતાં. ૨૨ પરિષહ અને કષાયને જીતવા જંગે ચડ્યા. બાળ શિક્ષિત થવા માટે ભાવદીક્ષિત થઈ સંતોકબહેન આત્મલક્ષે ઝૂલતાં હતા. અનુભૂતિવાળો અણગાર થઈ શકે. સમકિત પામેલો સંયમ લઈ શકે અને આ જ્ઞાનગર્ભિત વૈરાગી ઉચ્ચ દશાને પામવા પાંખો પસારી ઊંચે ઊંચે આકાશને આંબવા મથી રહ્યાં હતાં. પૂ. શ્રી દેવજીમુનિ મ. સા.ના, બહુસૂત્રી પૂ. શ્રી દૂધીબાઈ મ.સ. શિષ્યા સપરિવાર જામનગર ગયાં સંતોકબહેનને ત્યાં દીક્ષા આપવા પરિવાર તૈયાર થયો પણ વેવાણે ફરી પ્રશ્ન ચગાવ્યો અને તે પ્રશ્ન જામસાહેબ સુધી પહોંચ્યો. શ્રી સંઘે જામસાહેબને કહ્યું કે કોઈ સંતો એવી ભભૂકી છાંટવાની વાત કરી શકે નહીં, નહીંતર તેમને શાસનબહાર મૂકવામાં આવે. ઉ. સૂ. ૮મો અધ્યાય. છતાં લોકોના કહેવા પ્રમાણે નક્કી થયા મુજબ વૈરાગી સંતોકબહેનને Page #148 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૨૫ જામસાહેબ સામે કચેરીમાં બોલાવવામાં આવ્યાં. બધા ચિંતાતુર હતાં. જામસાહેબ શું પૂછશે? ત્યારે સંતોકબહેને સૌને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું હતું કે જવાબ મારે નહીં પણ પૂ. શ્રી આચાર્ય મ. સા.ની કૃપા આપશે. જવાબ સાંભળી સંઘની અને સૌની આંખમાં આંસુ આવી ગયાં. ખરેખર · કાયા છે માટી તણી, ઘડીએ તેમ ઘડાય. કાંચન એ ત્યારે બને જેમ કસોટી થાય.” કચેરીમાં જાજમ પાથરેલી હતી. સંતોકબહેનને ત્યાં જતાં જાજમ ઉપાડી લેવાનું કહ્યું અને તેનું કારણ પૂછતાં વૈરાગી બહેને કહ્યું કે તેની નીચે કીડી, મકોડા, જીવાત હોય તો તેની ઉપર ચાલવાથી મરી જાય અને જાજમ ઉપાડતાં સેંકડો કીડીઓ દેખાઈ. જાજમ ન ઉપાડી હોત તો સેંકડો કીડીઓની હિંસા થાત. જોઈને જામસાહેબ ખુશ થયા. તેમની સામે સંતોકબહેને ધરતી પૂંજી ગુચ્છાથી, પાથરણું પાથર્યું અને મુહપત્તિનો ઉપયોગ કરીને સંવર કરીને બેસી ગયાં. જામસાહેબે પ્રશ્નોની શરૂઆત કરી. બહેન તમારે દીક્ષા લેવી છે? હા સાહેબ!” લ્કેમ?” “આત્મકલ્યાણ માટે.” જામસાહેબે પૂછ્યું કે “કલ્યાણ એટલે શું?” સંતોકબહેને સુંદર જવાબ આપ્યો. જીવનમાં લાગેલા પાપકર્મને સાધના દ્વારા દૂર કરીને આત્માને પરમાત્મા બનાવવાનો પુરુષાર્થ ખેડવો તે.” વળી જામસાહેબે પૂછ્યું કે એવું થઈ શકે ખરૂં? કોઈ દૃષ્ટાંત આપી શકશો? “હાજી સાહેબ!” સંતોકબહેને કહ્યું કે “જેમ ખાણમાંથી સોનું લાવી તેમાંથી શુદ્ધ કરી તેને સો ટચનું સોનું બનાવવામાં આવે છે તેમ આત્માને સંયમ દ્વારા શુદ્ધ કરી, તે પરમાત્માનો પુંજ બની જઈ જ્યોતમાં જ્યોત મળે છે તેમ પરમાત્મામાં મળી જાય તે આત્માનું સાચું કલ્યાણ છે જ્યાં જન્મ-મરણ હોતાં નથી.” “પણ તું સંયમના કષ્ટો સહી શકીશ?” “હા જી જામસાહેબ!” જેણે મનને જીત્યું તેને બધું જિતાઈ જાય છે. વળી આપ મને લગ્ન કરવાનું કહો છે પણ એવા મનગમતાં સુખો ક્ષણિક છે નામદાર! મૃત્યુ કે પછી વૈધવ્ય આવે તો તેમાંથી આપ મને બચાવી શકશો? માટે મેં આવો ધણી પસંદ કર્યો છે કે રંડાપો આવે જ નહીં ને સુખ આવ્યું પાછું જાય જ નહીં. એવો સુંદર જવાબ સંતોકબહેને નામદાર સાહેબને આપ્યો. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કંથ, રીજ્યો સાહેબ સંગ ન પરિહરે ત્યાગે આદિ અનંત...ૠષભ... [ અણગારનાં અજવાળા એક જ આદિનાથ ભગવાન મારો સાચો પ્રિયતમ છે, જેની પ્રીતિ અનંત છે. આ પ્રીતિનો ભંગ થાય નહીં અને મૃત્યુ આવે જ નહીં, તેમ સંતોકબહેને કહ્યું. સંતોકબહેનની આવી વાતો સાંભળી જામસાહેબે ખુશ થઈને કહી દીધું કે “બહેનનો વૈરાગ્ય સાચો છે. એને કોઈએ ભભૂકી છાંટી નથી. આજથી આ મારી દીકરી છે એનો દીક્ષામહોત્સવ રાજ્ય તરફથી ઉજવાશે” અને દીક્ષાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ૩૨ સૂત્રી એક બત્રીસ ઉપરાંત ૧૧ અંગ વધારાનાં એટલે દોઢ બત્રીસી. પૂ. શ્રી જાદવજી મ. સાહેબે તેમ જ બધા લહિયાઓએ લખી હતી. તે લખતી વખતે કોઈ અઠ્ઠમ, છઠ્ઠ, આંબેલ કરતાં હતાં. શાસ્ત્ર ભણતાં તપ જરૂરી હતું. જામસાહેબની ઇચ્છા હતી તેથી છેલ્લી રાત્રિનું બારમું ફૂલેકું જાવજીવના બ્રહ્મચર્યના પચ્ચક્ખાણ લઈ સંતોકબહેન, જામસાહેબ અને તેમનાં પત્ની સાથે હાથીની અંબાડી ઉપર કર્યું. ૧૩મું ફૂલેકુ મહાભિનિષ્ક્રમણનું રાજ્ય તરફથી રાણી છાપ ચાંદીના સિક્કા, પરચુરણ, સોના, ચાંદીના ફૂલો વ.થી વર્ષીદાન દેવાયું. દીક્ષાઓ તો ઘણી થાય છે પણ જામસાહેબ દ્વારા અપાયેલી આ દીક્ષામાં ખુદ જામસાહેબે પોતે જ માંસ-મદિરાનો ત્યાગ કર્યો ત્યારે હજારો વ્યક્તિઓએ દારૂ-માંસની બંધી કરી. જામસાહેબે અહિંસાની ઉર્દુઘોષણા કરી અને માનવજીવનમાં પરિવર્તનો આવ્યાં. બ્રહ્મચર્ય વ્રત અંગીકાર થયાં. દીક્ષા બાદ પૂ. શ્રી સંતોકબાઈ મ.સ.એ ગામેગામ વિચરણ શરૂ કર્યું અને ચુસ્તપણે સાધુધર્મનું પાલન કરતા હતા. દેહાત્મબુદ્ધિ ત્યાગીને સ્વમાં રમણતા કરતાં હતાં. ચાર બહેનોએ તેમની નિશ્રામાં દીક્ષા લીધેલ. તેમને લઈને વિચરણ કરતાં દેરડી ગામે પધારતાં એક, બે દરબાર તેમને જોઈ ગયા અને તેમની કુદૃષ્ટિને ઓળખી જઈ પૂ. સંતોકબાઈ મ.એ અગમચેતી વાપરી બધાનાં નામ પુરુષોમાં ફેરવી તે રીતે સંબોધન શરૂ કર્યાં માથું ઉઘાડું કરી નાખ્યું. અંતે તેમને પુરુષો માની દરબારો ચાલ્યા ગયા. Page #150 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૨૭ આમ કોમળ હૃદયી સાધ્વીજીઓ મૂંઝવણમાંથી માર્ગ કાઢી શીલ સાચવી લેતાં. મહાવ્રતોને સાચવી લેતાં. ક્ષમાના સાગર હતાં તેમનાં વસ્ત્રો ઉજ્વલ-ધવલ જ રહેતાં. ક્યાં ડાઘ લાગવા દેતાં ન હતાં. છેલ્લે તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિચરણ કરતાં સુલતાનપુર ચાતુર્માસ માટે આવ્યાં. આઠમ-પાખીના ઉપવાસ, છઠ્ઠ, અઠમ કરતાં. તે દિવસે ભાદરવા સુદ પૂનમ હતી. તે પૂ.શ્રીએ છઠ કર્યો હતો. રાત્રિના સમયે તેઓએ પૂ. શ્રી મણિબાઈને જગાડ્યાં. ડાબા હાથનો દુઃખાવો સખત થતો હતો. મસાજ પણ કર્યો. પણ તેમને વેદના ઓછી થતી ન હતી. અંતે તેમને આલોયણ અને સંથારો કરાવવામાં આવ્યો. અંતે ભાદરવા વદ બીજને દિવસે એ આત્મા પરમાત્મામાં ભળવા પાંખો પસારી ઊડી ગયો. શીલ અને સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ સમાગમમાં આવનારને પણ સુવાસિત કરી દે છે. એવા સાધુ એટલે મૂર્તિમંત ત્યાગનો સાક્ષાત્કાર. આવા છે અણગાર અમારા તેમને કોટિ કોટિ વંદન હો...... ક્ષાત્રતેજ પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ. [ગોંડલ સંપ્રદાય] નામ : ધનકુંવરબહેન. માતાપિતા : શ્રી રતનબાઈ પરબતભાઈ જાડેજા. જન્મ : વી. સં. ૧૯૭૦, શ્રાવણ સુદ સાતમ. સોમવાર જન્મ સ્થળ : ચેલા ગામ (હાલાર પ્રાંત) દીક્ષા : વૈશાખ વદ છઠ રવિવાર. દીક્ષા ગુરુ : બા બ્ર. પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. ચેલા ગામે, ગુરુણી : પૂ. શ્રી મોંધીબાઈ મ.સ. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] [ અણગારનાં અજવાળા ધાર્મિક અભ્યાસ : શાસ્ત્રો. થોકડાં, ગ્રંથો. વ્યાકરણ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, છેદ શાસ્ત્ર, જ્યોતિષ, લક્ષણ, સામુદ્રિક સ્વપ્નાઓ તથા તેના ફળફળાદિનું જ્ઞાન, વૈદિક શાસ્ત્ર વનું જ્ઞાન મેળવી લીધું. શાસ્ત્રીય સંગીત કલા : દીપક, મલ્હાર, માલ્કોષ રાગ શીખ્યા. અન ધર્મોનું જ્ઞાન મેળવી જૈનધર્મની સાથે સરખામણી કરી. જૈનદર્શનમાં પોતાની શ્રદ્ધા દિઢીભૂત કરી. સાધના : સાધનાને કારણે વચન લબ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. કાળધર્મ : વિ.સં. ૨૦૪૯, ઈ.સ. ૧-૯-૯૭, પ્રથમ ભાદરવા વદ પાંચમ રવિવારે વહેલી સવારે ૩-૪૫ કલાકે. ઊગતાત બાળ સૂરજ પ્રકાશમય પગલાં પાડે છે અને સારીયે ધરતીને પ્રકાશથી ઝળહળતી કરે છે. તેવી જ, ધરતી ઉપરના કોઈક એક આત્માની નાની નાની પગલીઓ જ એવી પડી કે તેમના જન્મની ઉજવણી ઉત્તમ કાર્યોથી ઊજવાઈ. જે ક્ષત્રિયકુળમાં દીકરીના જન્મની સાથે જ તેને દુધપીતી કરવામાં આવે છે તે કુળમાં પુત્રી જન્મ થયો અને તેનો જન્મ પુત્રજન્મની માફક ઊજવાયો. જ્ઞાતિભોજન કરવામાં આવ્યું. ગરીબોને દાન અપાયું. ખેતમજૂરોને પુરસ્કાર આપવામાં આવ્યો સાથે તેમને કામમાંથી એક દિવસની છુટ્ટી આપવામાં આવી. જીવોને અભયદાન આપવામાં આવ્યું. નાનાં ભૂલકાંઓને ખુશ કરવામાં આવ્યાં. એવો ઉત્તમ આત્મા ધનકુંવરબહેનનો જન્મ જાડેજા વંશમાં છેલ્લા વાસુદેવ શ્રીકૃષ્ણના વંશમાં થયો હતો, જે ક્ષત્રિય પરંપરાના ગણાતા. હાલાર પ્રાંતનાં ખોબો સમા એવા નાનકડા ચેલા ગામમાં પરબતભાઈ પિતા અને રત્નકુક્ષિણી એવા રતનબાઈ માતાને ખોળે વીર સં. ૧૯૭૦ શ્રાવણ સુદ સાતમ સોમવારના શુભ દિવસે થયો હતો. તેમના જીવનમાં બાળપણથી ખુમારી, હૈયામાં હિંમત અને દિલમાં દયા હતી. વાણીમાં વિરાટતાનાં દર્શન થતાં વદન પર વૈરાગ્યની લાલિમા ચમકતી કદમકદમ પર કલ્યાણની કામના અને આત્મામાં પરમાત્માની લગન છલકાતી. Page #152 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૨૯ શાળામાં જતાં ચોથે દિવસે એમના ગાલ ઉપર શિક્ષકનો તમાચો પડતાં શાળા છોડી એ છોડી પછી ફરી પગ ન મૂક્યો. સમય જતાં તેમની વાણીમાં વિરક્તતા અને આચારમાં અનુકંપા આવતી ગઈ. એ સંયમ લેશે એવી જ સંતવાણીની ભવિષ્યવાણી હતી અને એ સાચી પડશે તો! એ બીકે બાર વર્ષની ઉંમરે તેને માતાપિતાએ સાસરે વળાવી દીધી, પણ તેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું અને લગ્નને પાંચમે દિવસે પિયર પાછી આવી. ત્યાં જીવનના પથ ઉપર પગલી માંડતાં જૈનધર્મ પૂરીબહેનનો તેમને સંગાથ સાંપડ્યો તેનાથી ધનબહેન પ્રભાવિત થવાં માંડ્યાં. વળી આત્માનું ઉપાદાન જાગે છે ત્યારે નિમિત્ત સામે ચાલીને આવે છે. તેને કોણ રોકી શકે છે? ગોંડલ સંપ્રદાયનાં સર્વશ્રી પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ., મણિબાઈ, સંતોકબાઈ, હીરુબાઈ, માનકુંવરબાઈ મ.સ. એ પાંચ મ.સ.ઓએ ચેલાગામની ધરતીને ચાતુર્માસ અર્થે પાવન કર્યું. તેમનાં વ્યાખ્યાન અને દર્શનાર્થે ધનબહેન રોજ ઉપાશ્રય જતાં થયાં અને જેમ જેમ સંતવાણી તેમના હૃદયને સ્પર્શતી ગઈ તેમ તેમ દીક્ષા લેવાના ભાવો થતા ગયા અને દૃઢ થતા ગયા પૂ. સતીજીઓએ કસોટી કરી અને તેમાંથી પાર ઊતર્યા. सुइं च लदधुं सदधं च वीरीयं पुण दुललहं । ધર્મશ્રવણ અને ધર્મશ્રદ્ધા મેળવ્યાં છતાં ધર્મમાં પરાક્રમ કરવું અત્યંત દુર્લભ છે. પણ હજી કસોટીઓ બાકી હતી. ધનબહેન જો જૈનધર્મમાં દીક્ષા લેશે તો પરબતભાઈને નાતબહાર મૂકીશું તેવી જ્ઞાતિજનોએ ધમકી આપી, તેથી કરીને પિતાએ પણ તેમને સાસરે સમાચાર મોકલ્યા કે તમે ધનને આણુ તેડી જાવ. એટલે હવે શ્વસુરપક્ષને જાણ થતાં તેમના તરફથી અંતરાયો વધવા માંડ્યા. સૂરા અને સુંદરીમાં ચકચૂર રહેતા એવા ક્ષત્રિયના પંજામાંથી છૂટવું તે સિંહનાં પંજામાંથી છૂટવા બરાબર હતું, પણ ધનબહેન તેમના વિચારોમાં અડીખમ હતા. તેથી તેમાંથી છટકવા તેમણે ગામની બહાર આવેલા એક કૂવાની બખોલમાં છુપાઈ ગયા. ચોમેર તપાસ કરતાં તેમના વડીલ બંધુ રામસંગભાઈને ત્રણ દિવસે કૂવામાંથી તેમની ભાળ મળી. ધનબહેનને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] [ અણગારનાં અજવાળા કૂવામાંથી બહાર આવવા માટે વિનવણી કરતાં ભાઈએ અંતે દીક્ષા દેવાનું વચન આપ્યું. એ જાણતા જ્ઞાતિજનોએ તેમને જ્ઞાતિબહાર મૂક્યા. ગોંડલ સંપ્રદાયના બા. બ્ર. પૂ. શ્રી માણેકચંદ્રજી મ. સા. અને પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.ને ગુરુ તરીકે સ્વીકારેલ. તેઓ જ્ઞાનીધ્યાની હતાં. અક્ષરજ્ઞાનવિહોણાં ધનબહેન ગુરુકૃપાને કારણે જ્ઞાનાવરણીય કર્મનો જબરદસ્ત કર્મનો ક્ષયોપશમ પામ્યા અને તેમને વાંચતાં લખતાં આવડી ગયું. दुल्लह खलु सज्जममीय वीरियं જેમના આત્માને સંસાર પ્રતિ ઉદાસીનતા જાગી છે તેમને વૈભાવિક સુખો પ્રત્યેની વિરક્તી આવી છે. અંતે વડીલબંધુની સહાયતાથી શ્વસુરપક્ષની અનુમતિ મેળવી શ્રી સંઘની વિનંતીને કારણે ચેલા ગામમાં વૈશાખ વદ છઠ્ઠને રવિવારના મંગલ પ્રભાતે પ્રથમ પ્રહરમાં પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.ની નિશ્રામાં ધનબહેને દીક્ષા અંગીકાર કરી અને ધનકુંવરબહેન આગારમાંથી અણગાર બન્યાં. પૂ. ગુરુણીનાં સ્વહસ્તે એક સુંદર શિલ્પ કંડારાયું. તેમણે પોતાનો જ્ઞાન-ખજાનો તેમની પાસે ખુલ્લો મૂક્યો. પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ.એ ઝડપથી શાસ્ત્રોનું, થોકડા, ગ્રંથો, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, છંદશાસ્ત્ર, જ્યોતિષ, લક્ષણ, સામુદ્રિક સ્વપ્નો તથા તેનાં ફળફળોનું જ્ઞાન, વેદિકશાસ્ત્ર વ. નું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. શાસ્ત્રીય સંગીતકળા પણ શીખી લીધી. બીજા અનેક ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પછી જૈન ધર્મનાં સિદ્ધાંતોની તેની સાથે સરખામણી કરી. પોતાની સમ્યકશ્રદ્ધાને દેઢીભૂત કરી. - વિચરણ કરતાંકરતાં પાટણવાવ ગામમાં ઘટાટોપ વૃક્ષથી ઘેરાયેલા માત્રીમ' નામના ડુંગર ઉપર પૂ. ગુરુણી સાથે જતાં ત્યાં સાધના કરતાં અને સાંજે પાછાં ફરતાં તેમ કરતાં ૧૩ મહિના ત્યાં સ્થિરવાસ રહી નીડરતા, આત્મબળની પ્રાપ્તિ, જ્ઞાનની પરિપક્વતા અને અનેક સિદ્ધિઓ તેમના ચરણમાં આળોટવા લાગી. દીક્ષા લીધા બાદ ૧૩ વર્ષ સુધી પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ. સાથે રહ્યાં અને તેમની અજોડ સેવા કરી. એક વખત તો જે રાગમાં ખૂબ તાકાત છે એવા દીપક, માલકષ, મલ્હાર રાગ સાધના દ્વારા કંઠસ્થ કરી “ભક્તામર'નો સ્વાધ્યાય માલકૌષ-દીપક રાગમાં કરવા જતાં Page #154 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૩૧ એકાએક દીપક પ્રગટ્યા ત્યારે પૂ. શ્રી ગુરુણીમૈયાએ પૂ. શ્રીને આ સિદ્ધિઓ નિર્જરાલક્ષી સંયમી સાધક માટે બાધકરૂપ છે તેમ કહ્યું. તેથી પૂ. શ્રીએ ત્યાર પછી ક્યારેય તે રાગને છેડ્યો નહીં. “સેવા ઘ પરમદિનો યોગીનાર ગાય” સેવાધર્મ પરમ ગહન છે તેમ માનતાં પૂ. શ્રી સેવામાં ક્યારેય પાછાં પડતાં નહીં તેમ કરતા પૂ. શ્રી મોઘીબાઈની સેવામાં ક્યારેય પાછાં પડતાં નહીં તેમ કરતાં પૂ. શ્રી મોંઘીબાઈની મ.સ.ની ખૂબ સેવા કરતાં અને પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.નો તેમનો આત્મા પરલોક સિધાવ્યો. ત્યાર પછી પૂ. શ્રી મણિબાઈ મ.સ. પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ.ની સાધનાનું ખૂબ ધ્યાન રાખતાં. તેમને ખલેલ પડવા દેતા નહીં. સાધના કરતાંકરતાં પૂ. શ્રીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. જેના અનેક દાખલાઓ છે. ઝેરી વીંછી કરડી જતાં પૂ. શ્રીને ઝેરની કોઈ અસર ન થઈ. એક બાળકીની માતાને ડૉક્ટરે મૃત જાહેર કરતાં પૂ. શ્રીએ તેમની હાજરીમાં માંગલિક સંભળાવી માતાને જીવિત કર્યા. તીર્થકરની ગેરહાજરીમાં તેમની વાણીને લોકોના હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય પંચ મહાવ્રતધારી નિગ્રંથ સંતોનું છે. પૂ. શ્રીની પ્રવચનપ્રભાવના ખૂબ અસરકારક રહેતી. પૂ. શ્રીએ પૂ. શ્રી ગુરુણીની સેવાને મહાન નિર્જરા અને ઋણમુક્ત થવાના અવસરને અણમોલ સમજી પ્રસન્નતાપૂર્વક તેમની સેવા કરી. ત્યાં વાસ કરતો અને ધમપછાડા કરતો આવતો વ્યંતર પણ બદલાઈને ભક્ત થઈ ગયો. એક વખત પૂ. શ્રીની સાધના વખતે તેમની આજુબાજુ સર્પ વીંટળાઈ ગયો હતો. છતાં પોતે મેરુની માફક અડગ રહ્યાં હતાં. તેઓ ઠંડીમાં મર્યાદિત વસ્ત્રો પહેરતાં અને એક વખત ચોમાસામાં પાણી ભરાઈ જતાં પાટ ઉપર પાંચ દિવસ સુધી આહાર, પાણીનો ત્યાગ કરીને બેસી રહ્યાં હતાં. દર્શનાર્થે આવનાર લોકોને તેમની પાસેથી જ્ઞાનની તૃપ્તિ મળતી. ગુમરાહને રાહ મળતો અને દુખિયાને દિલાસો મળતો. કેટલાકને વ્યસનમુક્તિ કરાવતાં. તેમની પાસે તેમની દયા અને અનુકંપાને - લીધે કૂતરાં, બિલાડાં, ગાય, બકરી વ ભાઈચારાની માફક રહેતાં. તેમની Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] [ અણગારનાં અજવાળા નીચે પરોપકારનાં કાર્યો જેવા કે વૃદ્ધાશ્રમ, હોસ્પિટલો, અન્નક્ષેત્રો વ. કાર્યો થયાં. પૂ. શ્રી ભદ્રાબાઈ મ.સ.ના પારણાં પ્રસંગે સપનામાં પહોંચીને પણ હાજરી આપી હતી. પરીક્ષાર્થીને માંગલિક કહેતાં. કોઈની દુખતી આંખ તેમનાથી સારી જતી થઈ હતી. જવાહરલાલજી, ઝવેરચંદ મેઘાણી તેમની પાસે રોકાઈ અગમનિગમની વાતો કરતાં ‘જયભિખ્ખુ’ની પ્રથમકૃતિ બહાર પડતાં તેમને અર્પણ થયેલી. ચિત્રભાનુને પણ તેમણે કહેલું કે હું તારા દેહને નહીં પણ તારા માયલાને જોઉં છું માટે શા માટે હું તને ધિક્કારું? સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ તેમનાં દર્શનાર્થે આવેલ. મોરારજી દેસાઈ પૂ. શ્રી જનકમુનિ મ. સાહેબ સાથે તેમનાં દર્શનાર્થે આવેલ. ધ્રાફા ગામમાં જુવાનસિંહ દરબારને તેના બહારવટિયાને કારણે ફાંસીની સજાનો હુકમ મળ્યો હતો. મૂંઝવણમાં મુકાયેલા તેમને કોઈ દિશા ન સૂઝતાં નાનપણમાં જોયેલા પૂ. શ્રી સતીજી પાસે માર્ગદર્શન મંગાવ્યું. પૂ. શ્રીએ કહેડાવ્યું કે તું તારી જાતને ઓળખ, ક્ષત્રિય કદી અન્યાયનું આચરણ ન કરે, ધૈર્યને તું ધારણ કર. તું જેલમાંથી છૂટી જઈશ અને તેને જીવનનાં પરિવર્તને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. ત્યારે તેનો પુત્ર સર્પદંશથી મૃત્યુ પામતાં પૂ. શ્રી સતીજીએ કહેડાવ્યું કે ભાંગી નહીં પડ, ભાગ્ય સામે લડી લે. બે પુત્ર, પુત્રી તારા નસીબમાં છે અને તેનો કરિયાવર તારા નસીબમાં પણ છે માટે તેને દૂધપીતી નહીં કરતો. તે પ્રમાણે જ બન્યું અને એક વણિકનું મકાન વેચતું લેતાં તેમાંથી લાકડાની પેટીમાં સ્ત્રીનો શણગાર તેમજ ૧૫ તોલા સોનું પણ નીકળ્યું. પૂ. પ્રાણલાલજી મ. સા. તેમને દર્શન દેવા, ગોચરી દેવા પધારતાં. તેમને ‘દરબારગઢ’નું અને તેમના શિષ્ય પૂ. શ્રી રતિલાલજી મ. સાહેબે તેમને ‘પ્રાણ પરિવારનાં કુળદેવી’ સમાન સમ્માનનીય બિરુદ આપેલું. સમય જતાં ધીમે ધીમે તેમનું શરીર શિથિલ થવા માંડ્યું. એક વખત તેમની કમ્મરે ફ્રેક્ચર થતાં તેમણે એક્સ-રે લેવાની કે પાટા બાંધવાની ના પાડી. પરિષહોને પ્રેમપૂર્વક સહ્યા. કેમ છે તબિયત? પૂછતાં જવાબ આપતાં કે અશ્વ થાક્યો છે પણ અસવાર આનંદમાં છે. વેદનાને તેઓ વરદાન માનતાં. તેમને વચનલબ્ધિ હતી. પૂ. શ્રી જનકમુનિ મ.સ.ને હું હવે કાલે Page #156 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] નથી તેવો સંદેશ કહેરાવ્યો. પૂ. શ્રી જનકમુનિ મ. સા. આવીને પાપની આલોચના કરાવી છેલ્લે સૌ કોઈને દિવ્ય જ્યોતનો પ્રકાશ દેખાયો. નમસ્કાર મહામંત્રનાં નાદથી વાતાવરણ પણ દિવ્ય બન્યું હતું. ઉજ્વળ ભાવોનું સમાધિ મરણ! વિ.સં. ૨૦૪૯ની સાલ ઈ.સ. ૧૯૯૩ પ્રથમ ભાદરવા વદ પાંચમ તા. પ-૯-૯૩માં રવિવારના વહેલી સવારના ૩-૪૫ કલાકે પૂ. શ્રી પરલોક સિધાવ્યાં. રાજકુમાર શત્રુશલ્યસિંહજીએ પહેલી કાંધ મા'ને આપી, જે તેમનામાં કુળપરંપરા વિરુદ્ધ હતું. “ગમત સુવરવી વહુતિ સુવવા” સંસારી સુખો ક્ષણભંગુર છે, તે ભોગવ્યાં પછી અનંતકાળનું દુઃખ મળે છે. હું'ની શોધમાં બા.બ્ર. પૂ.શ્રી તરુલતાબાઈ મ.સ. (ગોંડલ સંપ્રદાય) શુભનામ : તરુલતાબહેન માતાપિતા : શ્રી શાંતાબહેન વનમાળીદાસ ઠોસાણી વૈરાગ્યભાવ : ૧૮મે વર્ષે દીક્ષા : વિ.સં. ૨૦૧૪, ફાગણ સુદ બીજા દીક્ષાગુરુ : પૂ. શ્રી રતિલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી ગુરુણી લલિતાબાઈ મ.સ. અભ્યાસ : જૈન ધર્મનાં શાસ્ત્રો, હિન્દી સાહિત્ય સાથે M.A., જૈનેતર સંત કવિઓના અભ્યાસ સાથે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ અને તેમણે Ph. D.ની ડીગ્રી મેળવી. જ્ઞાનપ્રચાર : ૫૦ વર્ષથી પણ વધુ વર્ષોના દીક્ષાકાળ દરમિયાન Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] [ અણગારનાં અજવાળા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, આન્ધ્ર, તામિલનાડુ, કર્ણાટક. चओवरयं चरेज्ज लाढ विरए वेवियाऽऽयरकिखएं । पणे अभिभूय सव्वदंसी जेकम्हि विण मुच्छिए मिख ।। જે રાગ અને દ્વેષથી દૂર થઈ સંયમયોગ્ય ક્ષેત્રમાં વિચરણ કરે છે, જે અસંયમ પાપથી વિરત છે, જે શાસ્ત્રજ્ઞ છે તથા આત્મરક્ષક છે, જે બુદ્ધિમાન છે, જે રાગ–દ્વેષને પરાજિત કરી બધાંને પોતાના આત્મા સમાન ગણે છે, જે પરિષહોને જીતનારા છે, સંયમમાં પૂર્ણ લક્ષ રાખી સચેત-અચેત કોઈ પણ વસ્તુમાં આસક્તિ નથી રાખતો, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે. તે મુનિ કહેવાય છે. ઉ.સૂ. (૧૫/૨) અરુણ અંતરે દીપતો, અજોડ અંધાર ખંડનાં આવરણો ખોલતો.... કરે ઉજ્જવલ......સ્વયં પ્રકાશે રે.... એ ક્ષણો કેવી અદ્ભુત અને ભવ્ય હશે જ્યારે ન કોઈ સંગ, ન કોઈ સત્સંગ, છતાં અંતરની ગુફામાં જ્ઞાનનો સૂર્ય સ્વયમેવ સહસ્ર કિરણે પ્રકાશી ઊઠ્યો, પ્રજ્ઞાના શતશત દીવડાઓ પ્રગટી ઊઠ્યા. ત્યાં નાભિમાંથી દિવ્ય નાદ સંભળાયો! ‘હું છું', ‘હું છું”. તરુલતાબહેન આવી અનુભૂતિમાંથી પસાર થયા, પણ ત્યારે તેમની ઉંમર માત્ર ૧૧ વર્ષની હતી. કિશોરમનની સમજ બહારની આ વાત હતી. ‘હું કોણ?’ તે સ્વાભાવિક રીતે તેમને સમજાયું નહીં કે કોણ કહે છે? ક્યાંથી અવાજ આવે છે? છતાં તેમની ‘હું’ની શોધની એક નવી દિશા ખુલી અને તે દિશા તરફ તેમની ગતિ અને પ્રગતિનાં મંડાણ મંડાયાં. ૧૮ વર્ષની યુવાન વયે તેમના પૂર્વ જન્મના સંસ્કારો જાગી ઊઠ્યા અને પિતાશ્રી વનમાળીદાસ વેલજી ઠોસાણી અને માતુશ્રી શાંતાબહેનની લાડલી પુત્રી તેમજ એક ભાઈ અને ત્રણ બહેનોની વહાલીબહેન તરુલતાબહેને પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના સ્વમુખે અને પૂ. શ્રી લલિતાબાઈ મ.સ. પાસે સં. ૨૦૧૪-ફાગણ સુદ બીજને દિવસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. Page #158 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૩૫ તેમણે જૈનધર્મ અને આગમોનો વિશદ્ અભ્યાસ કર્યો. વર્ષો વીતતાં હતાં. પૂ. શ્રી ગુરુણી લલિતાબાઈ મ.સ.ના સાન્નિધ્યે તેમના આત્મિક સિંચને પૂ. શ્રી તરુલતાબાઈ મ.સ.માં ‘હું’ જાગ્રત થયો. દિશા મળતી ન હતી પણ.....‘મહર્ષિ રમણ’ના પાવન પરમાણુના સ્પર્શે ‘હું કોણ’?નો દિશાબોધ તેમને પ્રાપ્ત થયો. તેઓ કહે છે કે ‘હું'ને પામવાના પ્રયાસોમાં જ જિનવાણીનાં સત્યો તથા તથ્યો ઉકેલવામાં તેમનો આયાસ રહ્યો છે. તેમણે જૈનદર્શન અને સ્યાદ્વાદને આત્મસાત્ કરેલાં છે, એટલે તેમણે જૈનેતર સંત કવિઓ બનારસીદાસજી, આનંદઘનજી, સંત કબીરના સાહિત્યને સાથે રાખીને યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કર્યો અને ડૉક્ટરેટ માટેના શોધ મહાપ્રબન્ધ Doctorate Thesisનો વિષય રહ્યો : ‘હું આત્મા છું’–ગ્રંથનો જન્મ થયો. તેઓના આધ્યાત્મિક વિકાસમાં જેઓની ઋણની સતત પ્રતીતિ રહી છે તેમાં પૂ.શ્રી બા.બ્ર. લલિતાબાઈ મ.સ., પૂ.શ્રી જગજીવનજી મ.સા., જેમના સં. ૨૦૨૪માં રાજગૃહીના પવિત્ર તીર્થસ્થાનમાં તેમના ૪૫ દિવસના અનશન દરમિયાન તેમની સેવા સાથે તેમનો દેહાધ્યાસ છૂટતાં નિષ્પન્ન વીતરાગ દશાની સ્મૃતિઓએ પૂ.શ્રીના આધ્યાત્મિક વિકાસમાં પ્રેરણાનું સિંચન કર્યું. પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જેઓનું તન સેવામાં તથા મન આધ્યાત્મમાં” એવું હતું તથા પૂ. શ્રી સંતબાલજી, જેમના વિચારો અને સાહિત્યથી તેઓ ખૂબ પ્રભાવિત રહ્યાં, સ્વામી વિવેકાનંદ તેમજ રામકૃષ્ણ પરમહંસની ભેદવિજ્ઞાનની તેમજ સંત રમણમહર્ષિના પરોક્ષ સાન્નિધ્યથી તેઓ ‘હું કોણ છું'ના સનાતન પ્રશ્નની અનુભૂતિ હેઠળ આવ્યા, જેની ૧૧ વર્ષની ઉંમરથી તેઓ શોધમાં રહ્યા હતાં. અને તેને કારણે જ પુસ્તકનું મૌલિક શીર્ષક ‘હું આત્મા છું'નો ઉદ્ભવ થયો. શ્રીમદ્દ્ન ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' એ જૈનધર્મનો નિચોડ છે. બધાંને સમજવામાં ખૂબ સરળ છે, છતાં દેખાવમાં સરળ લાગતા આ સાહિત્યમાં ઊંડું આધ્યાત્મિક જ્ઞાન અને તત્ત્વોનું ચિંતન ખૂબ ઠાંસી ઠાંસીને ભરેલું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર નાનું છે પરંતુ તેમાં તેનું સામર્થ્ય ઘણું મોટું છે. માત્ર ૧૯ વર્ષની નાની બાળ વયે શ્રીમદ્ રાજચંદ્રે વિ.સં. ૧૯૫૨માં Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] [ અણગારનાં અજવાળા નડિયાદમાં માત્ર દોઢ-બે કલાકમાં ૧૪૨ ગાથાના આ શાસ્ત્રની રચના કરેલી, જેમાં આજે પણ એક પણ શબ્દનો ફેરફાર કરવાનું મન ન થાય એવી સુરેખ અને સંશ્લિષ્ટ કૃતિ છે, જેમાં એક સનાતન સત્યની તેમણે વાત કહી. “આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” તે પોતે જ કેવા હતા? દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.” પૂ. શ્રી તરુલતાબાઈ મ.સ.ની વિવેચનની વિશદતા તથા વ્યાપકતાને કારણે આ શાસ્ત્રની ૧૪૨ ગાથાનો સમાવેશ ૧૦૭ પ્રકરણમાં અને ૧૨૦૦ પૃષ્ઠમાં વહેંચાયેલો આ ગ્રંથ બહુ મોટો થઈ જવાને કારણે ત્રણ પુસ્તકોમાં તેનું વિભાજન કરવામાં આવ્યું, જેના પહેલા વિભાગમાં ૧ થી ૪૨ ગાથાનું વિવેચન કરવામાં આવ્યું, જેમાં જીવ ક્રિયા, જડત્વ અને શુષ્કજ્ઞાનમાં અટવાઈને સ્વને ભૂલી ‘પર’માં કેવો રત થઈ ગયો છે તે વિષે દર્શાવવામાં આવ્યું છે. પુસ્તકના બીજા ભાગમાં ૪૩ થી ૧૧૮ ગાથાઓનું વિવેચન છે જેમાં આત્માનાં છ પદોનું કથન, તેના વિષે ઉદ્ભવતી શિષ્યની શંકાઓ તથા ગુરુદેવે કરેલી શંકાનું સમાધાન આવરી લેવામાં આવ્યાં છે. ત્રીજા ભાગમાં ૧૧૯ થી ૧૪૨ ગાથાઓનું વિવેચન છે, જેમાં શિષ્યને પ્રાપ્ત થયેલ બોધિ–બીજના ફળ સ્વરૂપ આત્માનું યથાર્થ સ્વરૂપે તેને દર્શન થાય છે. આમ પૂ.શ્રીએ પ્રત્યેક ગાથામાંથી મહત્ત્વનું અડધું ચરણ લઈ તેમાંના કોઈ અર્થ ગર્ભ શબ્દને પસંદ કરી તે શબ્દનો અર્થ વિસ્તાર સહિત સમગ્ર ગાથાનો ભાવ સરળ અને સુબોધ ભાષામાં સદૃષ્ટાંત સમજાવ્યો છે. તેનો પરમ અને ગહન મર્મ દર્શાવ્યો છે. તેમની કવિહૃદયની સંવેદનશીલતા, ઋજુતા, અધ્યાત્મ-અસર નીચેનું તેમનું મનન-ચિંતન, તેમાંથી પ્રગટ તેમનો તલસાટ, તેમના ભાષા ઉપરનાં પ્રભુત્વ અને પ્રતિભાના દર્શન કરાવે છે. ૪૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૩૭ પંક્તિઓની “કારવાની તેમની રચના આધ્યાત્મિક અનુભૂતિ માટે તલસાટ અનુભવતા સાધક જીવની મનોદશાનું સુંદર “શબ્દચિત્ર છે. ગુરુણીમૈયા અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ.સ. (પૂ. બાપજી)ના અમૃત મહોત્સવ પ્રસંગે પૂ. બાપજીના અમૃતવચનોનાં ગ્રંથ “અધ્યાત્મ પળે'નું સંપાદન કર્યું. સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુની જન્મશતાબ્દિ પ્રસંગે ગુરુદેવના જીવનકવનનો ગ્રંથ “અભિવંદના'નું સંપાદન કર્યું અને ગુઉરદેવની સ્મૃતિની ચિરંજીવતા રાખવા સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ ફિલોસોફિકલ લીટરરી રીસર્ચ સેન્ટર સ્થાપવાની પ્રેરણા કરી. તેમણે પ્રાપ્ત કરેલા જ્ઞાને ‘ય’ની વિરાટતાનાં દર્શન કરાવ્યાં. તત્ત્વજ્ઞાનનું પ્રાધાન્ય તેમનામાં એવું ઊભરતું રહ્યું કે “તત્ત્વજ્ઞાન એ જ તરુલતાજી' બને એક એમ ઓળખાવા લાગ્યાં. तम्हा सुयमहिद्विजा, उत्तमट्ठगवेसए। जेणऽप्पाणं पर चेव, सिद्धिं संपाउणेजासि॥ મોક્ષપ્રાપ્તિના ઇચ્છુક મુનિએ બહુશ્રુત થવા માટે શ્રુતજ્ઞાનનું વિશાળ અધ્યયન કરવું જોઈએ, જેના અવલંબનથી સ્વ-પર, ઉભય આત્માઓની સિદ્ધિસાધના સફળ થઈ શકે છે અર્થાત્ બને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. ઉ.સ્. (૧૧/૩૨) કંકુપગલે પૂ.શ્રી કંકુબાઈ મહાસતીજી શુભ નામ : કંકુબહેન માતાપિતા : ખાનદાન કુટુંબ. પતિદેવનું શુભ નામ: માણેકચંદ શાહ (જામનગર જિલ્લો) પડાણા ગામ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] [ અણગારનાં અજવાળા જ્ઞાતિ : વિશા ઓસવાલ. સંપ્રદાય : અજરામર સંપ્રદાય. (પૂ. અજરામરજી સ્વામીનાં માતુશ્રી) દીક્ષા : પૂ.શ્રી હીરાચંદજી સ્વામી. ગુરુણી : પૂ.શ્રી જેઠીબાઈ સ્વામી. વિ.સં. ૧૮૧૯, મહા સુદ-૫. ___“समयं गोयम् मा पमायए હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો; મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો; પળ એ અમૂલ્ય ચીજ છે; ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ ખોવી, એ એક ભવ હારી જવા જેવું છે.” ભગવાન મહાવીર ઉ. સૂત્ર. જરા ઝાંકિએ : માનવજીવનમાં ચઢ ઊતરફ તેજ-છાયા; લઘુ-ગુરુ એમ ઉભય દ્વન્દ્રચક્ર ચાલતું જ રહે છે તેમ તેના, ધર્મપથ ઉપર પણ ઐતિહાસિક મૂલ્યોનાં દ્વાસ અને ઉત્થાન અને પતન વગેરે ચક્રો ગતિમાન થાય છે. તેમ એક વખત એવો પણ આવ્યો કે હિંસા, જડતા, અંધશ્રદ્ધા, વહેમો વગેરેના વિપત્તિઓનાં વાદળોથી જૈન ધર્મ ઘેરાઈ ગયો હતો. જ્ઞાન-ક્રિયામાં અસમતુલા પેદા થઈ. ધર્મમાં ચારિત્રમાર્ગે શિથિલતા પ્રવેશી. ફાંટા પડ્યા હતા. આર્યદેશની અચળ ભૂમિ પર પરદેશી રાજાઓનાં આક્રમણો થયાં ત્યારે કાળના પ્રવાહોમાં પરિવર્તનો સ્વાભાવિક રીતે જ આવે અને તેમાંથી બહાર નીકળી આ પરિવર્તનોને ઉત્કર્ષાભિમુખ કરવા હંમેશ મહાપુરુષોનો પ્રાદુર્ભાવ થાય છે. તેવી રીતે વિ.સં. ૫૧૦માં દેવર્કિંગણિ ક્ષમાક્ષમણ વગેરે આઠ આચાર્યોએ આ અપકર્ષાભિમુખ ગતિને અટકાવી. વળી દુકાળ પડ્યો અને પરિસ્થિતિ બદલાતી જતી હતી. ત્યાં સંવત ૧૫૩૧માં ધર્મને નામે થતી હિંસા, આચાર-શિથિલતાને અટકાવવા લોંકાશાહે સૂત્રોનો આધાર લઈ આચારશુદ્ધિનો માર્ગ પ્રકાશ્યો. વળી ઉત્કર્ષાભિમુખમાંથી પતનની શરૂઆત થઈ. ત્યાં અઢારમી સદીની શરૂઆતમાં લવજીષિ, ધર્મસિંહમુનિ અને ધર્મદાસજી મહારાજ સા. આ પરિસ્થિતિનો પુનરુદ્ધાર કરવા પ્રગટ થયા. તેમનાથી ત્રણ સ્થાનકવાસીના સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. તેમાંથી જુદો પડી Page #162 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૩૯ તેરાપંથીનો પંથ સ્થપાયો. આવા સમયે ફરી આત્મિક અભ્યદય કરવા ધરતી ઉપર એક મહાપુરુષનું અવતરણ થયું. વિપત્તિઓનાં વાદળ ઘેરાય પણ છે અને વિખરાય પણ છે’ પણ તે માટે હંમેશાં સમય અને મહાપુરુષોના આગમનની રાહ જોવી પડે છે. આ બધું છતાં પણ, વિવિધ પ્રકારના આક્રમણો છતાં પણ આર્યદેશની ભૂમિ ઉપર રહેતા આર્યોના હૃદયમાં આંતરિક ધર્મનાં વવાયેલાં બીજ બદલાયાં નથી. તેથી જ મહાવીર સ્વામી જેવા અનેક મહાપુરુષોના સમાજોત્થાનના પ્રયાસો નિષ્ફળ ગયા નથી. માતાનું સ્થાન ? ભગવાન ઋષભદેવના સમયથી સ્ત્રીઓનું એક આગવું સ્થાન રહ્યું છે. માતા મરુદેવા, માતા ત્રિશલા વગેરે માતાઓ માત્ર બાળકોને જન્મ આપનારી માતા નથી. ડો. હોનસને કહ્યું હતું તેમ તેમના સૂક્ષ્મ વિચારોનું મૂળ માતાના પ્રેમભર્યાં હાલરડાંમાં છે. માતા દ્વારા થતા સંતાનના ચારિત્રઘડતર દ્વારા ધર્મ, સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. માતાઓનું યોગદાનઃ જૈન ધર્મની શૈલી પુરુષો કરતાં સ્ત્રીઓએ વધુ સ્વીકારી. ભગવાન મહાવીરે ધર્મ આપ્યો તેને સ્ત્રીઓએ વધુ સ્વીકાર્યો. અનુપમા દેવી, ઉજ્જવળકુમારી, હરકુંવર શેઠાણી જેવી સ્ત્રીઓ પ્રભાવક રહી. તેથી જ બાળકના જીવનમાં આવી પવિત્ર માતાઓના, વ્યક્તિત્વનું પાસું ઊપસે છે. અને તેથી જ આવી માતાઓ સમાજને ચરણે આવાં ઉત્તમ પુત્રોની અને સંતાનોની ભેટ ધરી શકે છે. સંસ્કારોનું સિંચન ઃ તેવી જ રીતે વિ.સં. ૧૮૦૯માં જામનગર પાસે પડાણા ગામમાં પિતાશ્રી માણેકચંદ શાહ જેમનું કટુંબ ઓશવાળ જ્ઞાતિનું કહેવાતું, તેમના કુળમાં ખાનદાન અને કુટુંબમાં ઊછરેલાં સુસંસ્કારી એવાં કંકુબાઈની કુખે અજરામરજી સ્વામીનો જન્મ થયો. બાળપણમાં જ એમણે પિતાની છાયાને ગુમાવી. માતા કંકુબાઈએ પિતા અને માતાની એમ બંને ફરજ બજાવી પુત્રમાં ધર્મ, વૈર્ય અને હિંમત અને ઉત્તમ સંસ્કારો રેડી તેને ઉછેરવા લાગ્યાં. તીવ્ર સ્મરણશક્તિ અને કુશાગ્ર બુદ્ધિવાળા એવા પુત્રને લઈને માતા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] [ અણગારનાં અજવાળા કંકુબાઈ રોજ સાંજે પ્રતિક્રમણ કરવા જતાં અને પુત્રને બાજુમાં બેસાડતાં. એક વખત એક સાંજે મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે માતાને આમતેમ આંટા મારતી જોઈ તે પાંચવર્ષીય બાળક અજરામરે માતાને તેની ચિંતા વિષે પૂછતાં માતાએ જણાવ્યું કે “આજનો પ્રતિક્રમણ વિનાનો મારો દિવસ નિષ્ફળ જશે.” ત્યારે પુત્રએ કહ્યું કે “મા! તેમાં ચિંતા શું કરો છો? હું તમને આખું પ્રતિક્રમણ કરાવું. તમારી સાથે રોજ આવતાં મને આખું પ્રતિક્રમણ આવડી ગયું છે” અને તેમ કહી તે બાળકે તેની માતાને આખું પ્રતિક્રમણ વિધિ સહિત કરાવ્યું. આત્મકલ્યાણના રાહે ઃ પતિના અચાનક વિયોગથી માતા કંકુબાઈને સંસારની ક્ષણભંગુરતા અને અસારતા સમજાવા માંડી હતી. તેમના માનસપટ ઉપર વૈરાગ્યના ઉજ્વલ ભાવો રમવા માંડ્યા હતા. ધર્માભિમુખ થવા માંડ્યાં હતાં. પુત્રને પણ તે જ ધર્મના સંસ્કારોથી ભીંજવતાં રહ્યાં. કંકુબાઈને આત્મકલ્યાણનો રાહ પસંદ પડવા માંડ્યો. પણ “સ્ને પાશા મયંરા'' ઉક્તિ પ્રમાણે નાનકડા કોમળ બાળકનું શું તે ચિંતા તેમને સતાવતી હતી. ત્યારે ‘દત્તો! નિવિવાસમ્સ નસ્થિિિવવિ તુમ્ । આ લોકમાં જેને સંસારનાં સુખોની તૃષ્ણા નથી તેને માટે કાંઈ દુષ્કર નથી. તે નાનકડા પુત્ર અજરામરે માતાને મૃગાપુત્રની જેમ ખાત્રી આપી કે મારી તરફથી તમે નિશ્ચિંત રહેજો પણ હવે આત્મકલ્યાણના માર્ગમાં જવા માટે મારું મન પણ તત્પર બન્યું છે.’ માટે માતા! હવે તેમાં વિલંબ નથી કરવો. કારણ કે નાના વઘરૂ રવળી ન સા પરિળિયજ્ઞફ ।। જે જે રાત્રિ પસાર થઈ જાય છે તે પાછી આવતી નથી. વૈરાગ્યની જ્યોત : આમ માતા કંકુબાઈ દ્વારા બાળક અજરામરના હૃદયમાં રોપાયેલાં સદ્વિચારોના એક કિરણે માતા અને પુત્ર બંનેનાં જીવનમાં ધર્મની, વૈરાગ્યની જ્યોતને જલાવી દીધી જે અનેક કાળના અજ્ઞાન અને મોહના તિમિરને વિખેરી નાખે છે. પુત્ર પાસે બુદ્ધિનો અખૂટ વૈભવ હતો પણ સાથે તે સહૃદયતાના સંસ્કારથી, સૌજન્યથી, સહનશીલતા, કોમળતા અને સરળતાના ગુણોથી વધુ સમૃદ્ધ હતો. પ્રવ્રજ્યાના પંથે : લીંબડી સંપ્રદાયના રિવાજની અનુસાર કસોટીની સરાણે ચડ્યા પછી તેમાંથી પસાર થઈ પૂ. શ્રી ધર્મોદ્ધારક આ. શ્રી ધર્મદાસજી Page #164 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] | [ ૧૪૧ સ્વામીના શિષ્ય પૂ. શ્રી મૂલચંદજી સ્વામીના શિષ્ય પૂ. હીરાજી સ્વામીએ વિ.સં. ૧૮૧૯ના મહા સુદ પાંચમને દિવસે માતા કંકુબાઈને અને પુત્ર અજરામરને પ્રવ્રજ્યાના પાઠ ભણાવ્યા અને પૂ.શ્રી અજરામર સ્વામીને પૂ.શ્રી કાનજી સ્વામીના શિષ્ય બનાવ્યા અને પૂ.શ્રી કંકુબાઈ મ.સ. પૂ. શ્રી જેઠીબાઈ આર્યાજીનાં શિષ્યા થયાં. સં. ૧૮૪૫માં સાધુસંમેલન યોજવામાં આવ્યું તેમાં ઘણા ફાંટા પડતાં એક સંપ્રદાયમાંથી જે સાધુ જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તે સંપ્રદાયનું સ્થાપન કર્યું તે પ્રમાણે લીંબડી, ગોંડલ, બરવાળા, ચૂડા, ધ્રાંગધ્રા અને સાયેલા એમ છ સંપ્રદાયની સ્થાપના થઈ. તળપદ લીંબડીમાં માત્ર સાત સાધુ અને પૂ.શ્રી કંકુબાઈ સહિત થોડાંક આર્યાજીઓ રહ્યાં. પૂ. શ્રી કંકુબાઈ મ.સ.ને ત્રણ શિષ્યાઓ થયેલ. સં. ૧૮૪૫માં પૂ. શ્રી અજરામરજી સ્વામીને આચાર્યપદે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાર પછી થોડા સમયમાં શ્રી અજરામર ઉદ્યાનમાં સાધુ અને આર્યાજીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો. ૪૨ સાધુઓ તેમની આજ્ઞામાં હતા અને સાધ્વીજીઓની સંખ્યા પણ ઘણી મોટી હતી. પૂ.શ્રી કંકુબાઈ મ.સ.એ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર વગેરે ક્ષેત્રોમાં વિચરી, લોકોને ધર્મોપદેશ આપી અનેક લોકોને ધર્મમાર્ગે વાળ્યા. ઘણાં બહેનોને સંસારની અસારતા સમજાવી તેમને દીક્ષિત કર્યા. તેમના પરિવારનાં અનેક મહાસતીજીઓ આજે પણ ૨૫૦ વર્ષ પછી જુદાં જુદાં ક્ષેત્રોમાં વિચરીને ધર્મોપદેશ આપી રહ્યાં છે. આમ ઘણાં વર્ષો સુધી કઠોર સંયમ પાળી અનેક જીવોને ધર્મબોધ આપી તેઓનો આત્મા પરલોક ભણી અંતિમ પ્રયાણ કરી ગયો. આપને અમારાં અગણિત વંદન હો! “આ તારું ઘર તને મરણાદિ આપત્તિઓથી બચાવી શકતું નથી. આ તારા બાંધવ (સ્નેહીજન) તે તો બંધનનાં મૂળ-બંધ કરાવનાર છે. દીર્ધકાળથી પરિચિત દારા (સ્ત્રી) તો આપદાઓનું દ્વાર (દરવાજો) છે. આ તારા પુત્રો તે તો તારા આત્માના શત્રુઓ છે. એ પ્રકારે વિચારી આ સર્વ દુઃખના કારણભૂતને ત્યાગી દે અને જો સહજ સુખને ઇચ્છે છે તો નિર્મળ શુદ્ધ ધર્મનું સેવન કર!” Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] [ અણગારનાં અજવાળા ખમીર અને ખુમારી પૂ.શ્રી વેલબાઈ મહાસતીજી શુભ નામ : વેલબહેન. માતાપિતા : ભમીબહેન વીરાભાઈ જન્મ : જન્મસ્થળ : સં. ૧૯૪૫, ગુંદાળા (કચ્છ) મધ્યે. દીક્ષા : સં. ૧૯૬૭, ૨૨ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. સં. ૨૦૪૪માં ૧૦૦માં વર્ષમાં પ્રવેશ. દીક્ષા ગુરુણી : પૂ.શ્રી જીવીબાઈ. સંયમપ્રદાતા : પૂ.શ્રી દેવચંદ્રજી મ.સા. સંપ્રદાય : અજરામર સંપ્રદાય-લીબડી. પૂ.શ્રી વેલબાઈ સ્વામીની જન્મ-શતાબ્દી રાપર ગામે તપ, જપ, ત્યાગથી ઊજવાઈ ત્યારે તેમનો દિક્ષા પર્યાય ૭૮ વર્ષનો હતો. “તરવર, સરવર, સંત-જન, ચોથા બરસત મેહ, પરમારથકે કારણ, ચારે ધરી છે દેહ.” વેલબાઈનો વેલો : “વેલબાઈનો વેલો વધતો રહેશે” એવાં જેમનાં વચનો ખરે જ ફળીભૂત થયા તેવા વચનસિદ્ધ આ.પૂ.શ્રી દેવચંદ્ર સ્વામીના પૂ.શ્રી વેલબાઈને દીક્ષાના પાઠ ભણાવતાં સમયના તેમના અપાયેલા અંતરના આ ઉદ્ગારો હતા. એ જ પ્રમાણે બન્યું અને પૂ. શ્રી વેલબાઈ મ.સ. ૧૦૦માં વર્ષમાં પ્રવેશતાં હતાં ત્યારે તેમને ૧૦૦ શિષ્યાઓ હતાં. ગંજીપાનો મહેલ ઃ કચ્છ-મુંદ્રાથી પાંચ માઈલ દૂર એવા ગુંદાલા ગામે શ્રેષ્ઠીશ્રી વિરજીભાઈ તેજુ રાંભિયાને ત્યાં માતા ભમીબહેનની કુક્ષિએ એક પુત્ર અને બે પુત્રીઓનો જન્મ થયો હતો. તેમાંની એક પુત્રી તે વેલુબહેન. સં. ૧૯૫૬માં માત્ર ૧૨ વર્ષની ઉંમરે પુત્રી વેલબાઈનાં લગ્ન ચાંપશીભાઈ સાથે લેવાયાં હતાં. વેલબાઈનો સંસાર હજી શરૂ થાય ન થાય ત્યાં તો તેમના સંસારના પાયા ડગમગી ગયા. તેમનો ઊભો થતો સંસાર અને હજી સંસારને પૂરો સમજે ન સમજે ત્યાં તો ગંજીફાના મહેલની માફક વાવાઝોડાની એક Page #166 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૪૩ ફૂંકે તે ધરાશાયી થઈ ગયો. “તું ધર્મ કરજે” તેવો સંદેશો આપી સં. ૧૯૬૪માં વેલબાઈના પતિ ચાંપશીભાઈ ભરયુવાનીમાં પરલોક સિધાવ્યા અને તેમનાં વચનોએ વેલબાઈ ધર્મમાર્ગે વળ્યાં. શીલનું રક્ષણઃ એક વખત પ્રસંગોપાત વેલબાઈને એક સંબંધીને ત્યાં જતાં રાત્રે એક ભાઈની બેહુદી માંગણી થતાં તેમનો વિરોધ કરી નવકારમંત્રના સહારે પોતાના શીલને અખંડ રાખ્યું. તેમનું ખમીર જાગ્યું અને ખુમારી પ્રગટી. પૂ.શ્રી ગુરુણી જીવીબાઈ મ.સ. પાસે તેમણે જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો હતો. શાસ્ત્રપ્રિય તે આત્માએ એક વખત ભોજનમાં ઉપરથી નમક લઈ રહેલા શ્રી જેચંદભાઈ મોરબિયાને નમકના એક કણમાં પૃથ્વીના અસંખ્યાત જીવોની થતી હિંસાને ધર્મ દ્વારા સમજાવી ઉપરથી નમક લેતાં અટકાવ્યા હતા. આવા ધર્માનુરાગી વેલબાઈએ સં. ૧૯૬૭ મહા સુદ ૧૦ ના પૂ. આ. દેવચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી પૂ.શ્રી ડાહીબાઈ મ.સ. અને પૂ.શ્રી જીવીબાઈ મ.સ.ની નિશ્રામાં વિરાગ તરફ પગલાં માંડ્યાં. સેવાઃ પૂ. ગુરુણી સાથે સૌ સતીવૃંદ સાથે રહેતું. તેમાં કાળક્રમે અશાતાના ઉદયે પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.ને દૃષ્ટિએ દેખાતું નહીં અને કંઠમાળ થતાં તેની દારુણ વેદના થતાં પૂ. શ્રી વેલબાઈએ પોતાની શિષ્યા પૂ. માણિક્યબાઈની સાર-સંભાળ અને સેવાની જવાબદારી પૂ. ગુરુણી-આજ્ઞાએ પોતે ઉપાડી લીધી. એક વખત કચ્છ-પ્રાગપુર તરફ વિહાર કરતાં રસ્તામાં બે ચારણ બહેનોએ તેમની સાથે રાતવાસો ગુજારવાની વાત કરી ત્યારે તેમણે સમયસૂચકતાપૂર્વક અજાણ્યા હોવાને કારણે ના પાડી દીધી. પૂ.શ્રી વેલબાઈ ગૌચરીએ પધારતાં તો તેમની ગૌચરી તે સરસાઈવાળી ગૌચરી કહેવાતી. નિઃસ્વાર્થભાવે નિર્દોષ આહારાદિ લેનાર અને દેનાર બંને સદ્ગતિ પ્રાપ્ત કરે છે, એટલું તો તેનું મહત્ત્વ છે. સમયસૂચકતા : એક વખત પૂ. મોટા સ્વામીજી સાથે પોતે, અન્ય સતીવૃંદ અને બે બહેનો ને એક ભાઈ વિહારમાં હતા. ત્યારે માર્ગમાં બે ભાઈઓ વચ્ચેની થતી વાતચીત તેમણે સૂચકતાથી સાંભળી લીધી કે સાથેની બહેનોનાં ઘરેણાં રાત્રે તક મળતાં પડાવી લેવા. તે વાત સેવાભાવી ગોપાળજીભાઈને કરતાં તેમણે એક આરબને ચોકી માટે રાખ્યો. સાવધાની Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] [ અણગારનાં અજવાળા રાખી તો રાત નિર્વિઘ્ને પસાર થઈ ગઈ. એક જૈનેતરભાઈ દિવાલ કૂદી ઉપાશ્રયમાં આવતાં તેને જોરશોરથી પડકાર્યો અને આવ્યો તેવો જતો રહ્યો. પૂ.શ્રી આવાં નીડર, જાગૃત અને સાવધાન રહેતાં. વ્યસનમુક્તિ : પૂ.શ્રી વેલબાઈને ચાનું ભારે વ્યસન હતું. વિહારમાં ચા ન મળતાં તેમને ભારે બેચેની થતી. પૂ. ગુરુદેવશ્રી શામજી સ્વામીની ચા છોડવાની આજ્ઞાને આ શિષ્યારત્ને સાદર સ્વીકારી લીધી. ચા વગર શરૂઆતમાં તેમને ખૂબ તકલીફ પડી, પણ આખરે તે ચાના વ્યસન ઉપર પૂ. સતીજીએ વિજય મેળવ્યો અને પછી એવો નિયમ બની ગયો કે દરેક સંયમીએ અન્ય ત્યાગ સાથે ચાનો ત્યાગ કરવો જ. એવું બનતું કે કચ્છના રવ ગામે તેમનો ચાતુર્માસ થતાં પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.ના કંઠની મધુરતાભર્યા વ્યાખ્યાનમાં પર્યુષણ-પર્વથી રોજ એક સર્પ આવતો. વ્યાખ્યાન સુધી તે ઝૂલ્યા કરતો. પર્વની પૂર્ણાહુતિએ બાજુના ખંડેરમાં તે સર્પદેહનો મૃતદેહ દેખાયો. ભચાઉમાં પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ.ની તબિયત બગડતાં સંઘવાળાએ તેમને માટે ટેક્સી મંગાવેલ ત્યારે પૂ.શ્રીને તે વાત પસંદ ન પડતાં આખી રાત પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.એ અજરામરજી સ્વામીનું સ્મરણ કર્યું. પૂ. શ્રી અજરામરજીનું સ્મરણ કરતાં સવારે તે ટેક્સીવાળો આવ્યો જ નહીં. પૂ.શ્રી ખુશ થઈ ગયાં. ખમીર : પૂ.શ્રી વગેરે સં. ૨૦૦૯માં ચાતુર્માસ માટે ધોરાજી જતાં રસ્તામાં વડિયાના નદી કાંઠે ઉપાશ્રયે ઊતરતાં પુષ્કળ વરસાદ વરસતાં ઉપાશ્રયની દીવાલ તૂટી પડી. પાણી ઉપાશ્રયની અંદર ભરાવા માંડ્યું. બધું જ જળબંબાકાર થઈ ગયું. નદી ઉપાશ્રય જાણે એક થઈ ગયાં. સર્વે પૂ. સતીવૃંદે પહેલા માળે પહોંચી ટૂંકમાં પ્રતિક્રમણ કરી સાગારી સંથારો લીધો. નવકારમંત્રના જાપ શરૂ કર્યા અને રાતના પ્રથમ પહોરથી નદીનાં પૂર ઓસરવાં માંડ્યાં અને તેઓ જીવલેણ ઉપસર્ગમાંથી મુક્ત થયાં. આર્યપુરુષોએ સમતામાં ધર્મ કર્યો છે. સુખ, દુ:ખ, માન-અપમાનમાં જે ક્ષુબ્ધ થતો નથી, તેવા ઉભયને એક ભાવથી સ્વીકારનાર સ્થિતપ્રજ્ઞ હોય છે. એક વખત કચ્છના રણ બાજુ ભોમિયા સાથે વિહાર કરીને જતાં તેઓ ભૂલાં પડ્યાં. ખૂબ થાક્યાં અને પાણીની ખૂબ તરસ લાગી. સાથે રહેલા વૈરાગી ભાઈ Page #168 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] | [ ૧૪૫ પાસેથી બધાંએ સૂઝતું પાણી વાપર્યું પણ પૂ.શ્રી માણિક્યબાઈએ ચાલવાનો અને પાણીનો પરિષહ સમતાભાવે સહન કરી પાણી વાપર્યું નહીં. વેલીએ આવ્યાં સો ફૂલ: જયવંતા જૈન શાસનમાં સમુક્તલ કીર્તિ પ્રસરાવનાર અજરામર સંઘના અઢીસો વર્ષના ઇતિહાસમાં સોમાં વર્ષમાં પ્રવેશેલા ચારિત્રાત્માઓમાં સૌ પ્રથમ પૂ.શ્રી વેલબાઈ સ્વામી હતાં. રાપર સંઘને આંગણે વિશ વીશ વર્ષથી બિરાજિત પૂ.શ્રી વેલબાઈ મ.સ.ની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે જન્મશતાબ્દી ઊજવાઈ, ત્યારે જોગાનુજોગ તેઓ ૧૦૦ શિષ્યાઓના ગુરુણીપદે હતાં. શત વર્ષે જ્યારે તેઓની જન્મ શતાબ્દી ઊજવાઈ ત્યારે દૂર-સુદૂરથી દરેક સંપ્રદાયોનાં સાધુ-સંતો-સતીજીઓના, સંઘોના, શ્રેષ્ઠીઓના શુભેચ્છાના સંખ્યાબંધ પત્રો આવ્યા હતા, જેના સંદર્ભે વાત્સલ્યની વહેતી ધારા' શીર્ષક હેઠળ “માણિક્ય-લતા” શિષ્યામંડળના સંપાદન હેઠળ વીર સં. ૨૫૧૫-વિક્રમ સં. ૨૦૪પમાં પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. જે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બની રહેશે. ઝગમગતું ઝવેર પૂ. શ્રી ઝવેરબાઈ સ્વામી [લીંબડી અજરામર સંપ્રદાય] નામ : (મોંઘીબહેન) દીક્ષા નામ : પૂ. શ્રી ઝવેરબાઈ મ.સ. માતાપિતા : સોનબાઈ કરમણભાઈ લખધીર સાવલા. સ્થળ : ખોરાઈ ગામ. જન્મ : વિ.સં. ૧૯૬૪, જેઠ સુદ ૪. દીક્ષા : ૨૦ વર્ષની ઉંમરે, જેઠ સુદ બીજ, સં. ૧૯૮૩. ધીરે ગરિયા સિદ્ગ-ધીર સાધક સમભાવ સહન કરે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] [ અણગારનાં અજવાળા કચ્છની ધરા એટલે સંતરત્નોની ભૂમિ ગણાય છે, જેમાં આવેલા વાગડ પ્રાંતમાં પેરિસ જેવું ગણાતું ખારોઈ ગામ. જ્યાં સુખી ગણાતી એવી જૈનોની વસ્તી ઘણી. ત્યાં એવા એક જૈન સાવલા કુટુંબમાં કરમણભાઈ લખધીર પિતાને ત્યાં માતા સોનાબાઈને ખોળે પુત્રીરત્નનો જન્મ થયો વિ.સં. ૧૯૬૪ જેઠ સુદ ૪ને દિવસે. લાડકવાયી એક જ દીકરી મોંઘેરી હતી. તેથી નામ પણ મોંઘી રાખવામાં આવ્યું હતું. નાની ઉંમરમાં દીકરી મોંઘીનાં લગ્ન કરવામાં આવ્યાં પરંતુ સંસાર શું છે, કોને કહેવાય તે સમજતાં પહેલાં જ તેનું લગ્નજીવન ખંડિત થયું. માનવીની ભીતરમાં જ વૃંદાવન છે. જો તે સમજી શકે તો પોતાના જીવનને રણ બનતું વેરાન થતું અટકાવી શકે છે. નંદનવન સમું બનાવી શકે અને જો આત્માના શાશ્વત સુખ મેળવવા તેના સંસાર-સાગરનું સુકાન ફેરવી નાખે તો તેની મોક્ષની મંઝિલ તરફની ગતિ શરૂ થઈ જાય છે. ઉદય જાગે છે. નિમિત્ત મળે છે અને તે ઉપાદાન શુદ્ધ કરવાની તાકાત મેળવી જાય છે. એવી જ રીતે મોંઘીબહેનના જીવનની દિશા પલટાઈ ગઈ. અંદરનું અને અંતરનું હીર ઝળકી ઊઠ્યું. આતમદેવની ઉપર લાગેલા કર્મોના થર દૂર થવા માંડ્યા. જ્ઞાનચક્ષુઓ ઉપર લાગેલાં પડળો એક પછી એક ખરવાં લાગ્યાં. હીરો ઝગારા મારવા લાગ્યો. કદાચ તેથી જ તેમનું નામ ઝવેર રાખવામાં આવ્યું હશે. મોંઘીબહેને બનેલી કરુણ ઘટનામાંથી તેમનામાં વૈરાગ્યનો દીપ પ્રગટ્યો. સત્સંગ, સ્વાધ્યાય, સંવેગ શરૂ થઈ ગયા. સ્વરૂપવાન હતાં અને સ્વરૂપને નીરખવા માંડ્યાં. સૌંદર્યવાન હતાં. આત્માના સમ્યક્ સૌંદર્યને ઓળખવા માંડ્યાં. પુણ્યવાન ને ભાગ્યવાન પણ ખરા કે ભક્ત થઈ ભગવાન બનવાના રસ્તે જવાના ભગીરથ પ્રયત્નો તેમણે શરૂ કરી દીધા. પિયરપક્ષ અને શ્વસુરપક્ષના સભ્યોને સમજાવી તેમની આજ્ઞા મેળવી ૨૦ વર્ષની ઉંમરે તેમણે જેઠ સુદ બીજ સં. ૧૯૮૩માં લીંબડી અજરામર સંપ્રદાયમાં દીક્ષા લીધી. મોંઘીમાંથી પૂ. શ્રી ઝવેરબાઈ મ.સ. બન્યા. ઘણાં ગામોમાં વિચરણ કર્યું. પોતે ધર્મનું ઊંડું જ્ઞાન મેળવતાં રહ્યાં અને અન્યને જ્ઞાન પમાડતા રહ્યા. પૂ. શ્રી ઝવેરબાઈ મ.સ.માં જતનાનો ગુણ હતો. કપડાં મહિને ધોવાનાં, આહારમાં સંયમ, સ્વાવલંબી, પુણ્યશાળી જીવ, વિના શિષ્યોએ Page #170 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૪૭ ૧૦૦ શિષ્યોનાં ગુરુણી કહેવાતાં. તેમના નામનો જ સંઘાડો ચાલતો. છેલ્લાં ત્રણ વર્ષ પગની તકલીફને કારણે લાકડિયા ગામમાં સ્થિરવાસ રહ્યાં. સમતાભાવ ઘણો-જે પાટ ઉપર બિરાજમાન હતા તે પાટ ઉપર જ રહ્યા. પરિષહો-ઉપસર્ગો સમતાભાવે સહેતાં. કોઈને તકલીફ નહીં પહોંચાડવાની. સ્વભાવ સરળ તેથી અનેક શિષ્યાઓ તેમની સેવામાં ખડેપગે. તેમનાં અંતેવાસી પૂ. શ્રી સૂરજબાઈ સ્વામી ત્રણ વર્ષ તેમની સાથે જ રહ્યાં. છેલ્લા બે, ત્રણ દિવસ તેઓને પેટમાં દુખવા આવ્યું. ડૉક્ટરને બોલાવવાની, બતાવવાની તેમણે ના પાડી. આ તો હવે મારો છેલ્લો દુખાવો છે તેમ કહી પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને પોતાનાં કપડાં તૈયાર કરી રાખવાનું કહ્યું. તેમનામાં વચનસિદ્ધિ હતી. ભવિષ્યનાં એંધાણ તેઓ વર્તી શકતાં. આયુષ્ય પૂર્ણ થવાના થોડા સમય પહેલાં પ્રમુખશ્રી ભૂજ તરફ જવાનાં હોઈ દર્શને આવેલ તેમને માંગલિક કહ્યું પણ જવાની ના પાડી. કોઈને અંતરાય ન આપવા અન્ય સતીજીઓ વાપરે તે માટે પોતે પણ વાપર્યું. અંતે તેમનો જીવનનો દીપ બુઝાતો જતો હતો. નવકારમંત્રની ધૂન જાપ વગેરે ધૂન ચાલુ હતાં. સવારે ૮-૩૦ વાગે દસ મહાસતીજીની હાજરીમાં સંથારાનાં પચ્ચખાણ કરાવવામાં આવ્યા. સારોયે સંઘ અને સમાજ હાજર રહ્યો હતો અને પૂ. ઝવેરબાઈ સ્વામીએ ૧૦-૧૦ વાગે પોતાની જીવનલીલા સંકેલી લીધી. દોઢ કલાકે તેમનો સંથારો નિપજ્યો અને અંતે તેમનો આત્મા પાંખો ફફડાવતો અંતિમયાત્રાએ ઊપડી ગયો. આજે તેમની શિષ્યા પૂ. શ્રી સૂરજબાઈ મ.સ. ૭૮ વર્ષની ઉંમરે ૫૯ વર્ષનાં પર્યાયધારી સાથે ૯૮ શિષ્યાઓ સાથે વિચારી રહ્યાં છે. તેમનામાં બિલકુલ અહમ્ નથી. પ્રભુતામાં લઘુતાનાં દર્શન થાય. જ્ઞાનપિપાસા ઘણી. આરાધનામાં મસ્ત રહે. તેમના અંતેવાસી વિદુષી અને વિચક્ષણ પૂ. શ્રી વિજ્યાબાઈ મ.સ. ૫૦ વર્ષનો સંયમપર્યાય ધરાવે છે. તેમની શિષ્યાઓનું ઘડતર, શિસ્ત, કલા વ. શીખવવાની તેમની અનોખી રીત એ તેમનું લીંબડી અજરામર સંપ્રદાયમાં અનોખું યોગદાન છે. નિમિત્ત મળતાં આત્માના અવાજે ઉપાદાન તૈયાર થયું. આત્માના અવાજની દિશામાં કર્તવ્ય બજાવ્યું. અંતઃચેતનાથી જાગૃત થયેલો વિચાર, તેના Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] [ અણગારનાં અજવાળા આધાર પર કરવામાં આવેલ કર્મ જે ભગવાનને અર્પિત છે તે કર્મ પૂ. શ્રી ઝવેરબાઈ સ્વામીની ભક્તિ અને સાધના બની ગયાં અને દિવ્ય રાહ તરફ વળી મૃત્યુની દિવ્યતાને પામી ગયાં. આ છે અણગાર અમારા....આપને અમારા કોટિ કોટિ વંદન હજો. એક મઘમઘતું ફૂલ બા. બ્ર. પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ. [અજરામર સંપ્રદાય નામ : પ્રમીલાબહેન. દિક્ષા નામ : પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ. માતાપિતા : ઝવેરબાઈ હેમરાજભાઈ બોરીચા. સ્થળ : રાપર તાલુકો, ત્રબૌ ગામ. વ્યવહારિક જ્ઞાન : એસ. એસ. સી. પાસ. દીક્ષા : ૨૧ વર્ષની ઉંમરે, ઈ.સ. ૧૯-૨-૯૪. जावजीव परीसहा उवसग्गा य संखाय । संबुड देहमेयाए इति पन्नें हियासए।। सब्बेड्डेहिं अमुच्छिए आउ-कालस्स पारए। तिहकखं परमं कच्चा विमोहन्नयर हियं ।। આત્મસંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું છે. ગુલાબના બગીચામાં જઈને કહીએ કે સુગંધ નથી લેવી તો કેમ ચાલે! તેવી જ વાત છે. સ્થાનકવાસી જૈન સમાજની. તે સમાજ આજે અનેરી સુગંધથી મઘમઘી રહ્યો છે. તેમાંથી અનેક પુષ્પોની સુગંધ હું મેળવી રહી છું તે મારું પરમ અહોભાગ્ય છે. તેવી જ વાત છે લીંબડી અજરામર Page #172 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [[ ૧૪૯ સંપ્રદાયની. અનેક વિદ્વાન ગુરુજીઓ અને ગુરુણીઓથી તે સંપ્રદાય શોભી રહ્યો છે. તેમાં એક એવું સુવાસિત પુષ્પ છે, જેની મહેક આ જન્મપૂરતી નહીં પણ જનમોજનમની હશે તો જ આ બાળપુષ્ય બાલ્યવયથી જાણે પોતાના જીવનની કેડી કંડારીને આવ્યું હોય તેમ તે કોઈ મુકામ તરફ, મુક્તિ તરફ નિશ્ચિત પગલાં માંડે છે. નથી કોઈ નિમિત્ત તેના આત્માને જગાડવા માટે, જાણે તેનું ઉપાદાન તૈયાર જ હોય તેમ તે દીક્ષાપંથે ચાલી નીકળે છે. તે છે પ્રમીલાબહેન, જેમનો જન્મ કચ્છ દેશની પવિત્ર ભૂમિમાં રાપર તાલુકાના નાનકડા ત્રંબૌ ગામમાં પિતા હેમરાજભાઈ બોરીચાને ખોરડે અને માતા ઝવેરબાઈને ખોળે થયો. સ્વાભાવિક છે કે માતાપિતાના સંસ્કાર તેને વારસામાં મળે જ. પ્રમીલાબહેન શાળાનો અભ્યાસ કરતાં કરતાં એસ. એસ. સી. સુધીનો અભ્યાસ પ્રથમ નંબરે પાસ કરતાં રહ્યાં અને સાથે સાથે દીક્ષા લેવાના ભાવ જાગતાં માતાપિતાની અનુજ્ઞા પણ મળી ગઈ. લીંબડી અજરામર સંપ્રદાયનાં પૂ. શ્રી પ્રભાવતીબાઈ પાસે સંયમની તાલીમ અને જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ૨૧ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯-૨-૯૪માં તેમણે પ્રવજ્યા અંગીકાર કરી અને એમનું નામ પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ. તરીકે જાહેર થયું. તેમની ભણવાની લગનીની સાથે જ તેમની સરલતા, વિનમ્રતા, નિખાલસતા તેમજ દરેકના દિલને જીતવાની એમની પાસે અજોડ કલા છે. એક દીપ અસંખ્ય દીપને પ્રગટાવે તેમ તેમનાં નાનાબહેન દમુબહેને પણ દીક્ષા ગ્રહણ કરી જે અત્યારે પૂ. શ્રી દીપ્તિબાઈ મ.સ. તરીકે ઓળખાય છે. એ સંયમી આત્માઓ વિચરણ કરતાં કરતાં ઘણા આત્માઓને ધર્મથી, જ્ઞાનની પ્રભાવના કરતાં કરતાં જાગૃત કરતાં જાય છે. બીજા આશ્ચર્ય અને આનંદની વાત એ છે કે આજ સંપ્રદાયમાં ભચાઉ ગામના વતની એવા એક જ પરિવારના ચાર સભ્યોએ પ-૬ વર્ષ પહેલાં મુંબઈ નગરીમાં અંધેરીમાં દીક્ષા લીધી. પૂ. શ્રી પંથકમુનિ-પતિ, પૂ. શ્રી સિદ્ધિશીલાજી મ.સ. તેમનાં પત્ની, પૂ. શ્રી મુક્તિશીલાજી તેમનાં પુત્રી અને પૂ. શ્રી નૈતિકચંદ્રજી તેમના પુત્ર એમ ચારેય જણાએ એક સાથે દીક્ષા ગ્રહણ કરી. પૂ. શ્રી પંથકમુનિશ્રી ચોથા આરાના મુનિની યાદ અપાવે તેવા છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] [ અણગારનાં અજવાળા પૂ. શ્રી સિદ્ધિશીલાજી મ.સ. બહુ પ્રેમાળ, સરળસ્વભાવી, જ્ઞાની-ધ્યાની અને સ્તવનો એવાં સુંદર ગાય જાણે ભક્ત પણ એકરસ બની ભગવાન બની જાય! પૂ. શ્રી મુક્તિશીલાજી મ.સ. ૧૮ વર્ષની ઉંમરનાં બાળસાધ્વીજી છે. થોકડાનું તેમને અભુત જ્ઞાન છે. દોઢ કલાક સુધી વ્યાખ્યાન આપતાં થાકે નહીં અને તેમની ઉંમર જેટલાં સિદ્ધાંતો-સૂત્રો તેમણે કંઠસ્થ કર્યા છે. પૂ. શ્રી નૈતિકમુનિજી નાના ૧૬ વર્ષની ઉંમરનાં બાળ તપસ્વી છે. અજરામર સંપ્રદાયમાં આવી તેઓ સર્વે પોતાના નિશ્ચિત માર્ગ ઉપર જ્ઞાનીધ્યાની બની સંયમપંથને ઉજાળતાં આગળ વધી રહ્યાં છે, જાણે અજરઅમર બની સંપ્રદાયનું નામ અજરામર સાર્થક કરવાના ન હોય! જેનું સમતામાં મન છે તેઓને આખો સંસાર જિતાયેલો છે. આ છે અણગાર અમારા તેમને અમારા કોટિ કોટિ વંદન હજો. જ્ઞાન દીવડી પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. (દરિયાપુરી સંપ્રદાય) પરિચય : નામ : દિવાળીબહેન ગુરુજી : પૂ. શ્રી રઘુનાથજી સ્વામી लोगं च आणाए अभिसमेचा अकुओमयं જે સત્યની આશામાં હોય છે એને જગતમાં કોઈનો ભય રહેતો નથી. અને સર્વથા સનાથ અને નિર્ભય છે. (આરાધના, અર્પણતા કે ભક્તિ એક યા બીજા સ્વરૂપે એક ભાવનાસૂચક જ છે, પરંતુ ભક્તિને નામે કોઈ અનિષ્ટ તત્ત્વ પેસી ન જાય એટલે શ્રી આચારાંગકાર “સત્યની આરાધના કરી વ્યક્તિપૂજા નહીં પણ ગુણપૂજા બતાવે છે). ખે તો ભવ”—તારો દીવો તું જ થા. પોતાનો દીવો સ્વયં બનો. Page #174 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૫૧ બુદ્ધ તેમના અંતિમ દિવસે માત્ર ત્રણ શબ્દો બોલ્યા. પ્રકાશ શોધવો હોય તો સ્વયં અંદર ઊતરીને પ્રકાશ શોધવાનો હોય છે. બહાર અજવાળું શોધવા જવાનું નથી. પોતાની ભીતરમાં જ નજર કરવાની છે, તો જ સત્યપ્રકાશ લાધશે. આત્મસાક્ષાત્કાર થશે. પરમતત્ત્વને પામી જીવનનો અર્થ પ્રાપ્ત કરી શકાશે. અંતે પરમ તત્ત્વના પ્રકાશને પામી શકાશે અને જીવન સાર્થક બનશે. એવાં જ હતાં પૂ. શ્રી દિવાળીબાઈ આર્યાજી. તેમના નામ પ્રમાણે તેમનું અંતર જ્ઞાનની તેજસ્વી દીપિકા સમું ઝળહળતું હતું અને સમાજમાં જ્ઞાન અને વ્યાખ્યાનથી દીપોત્સવીની જેમ ઝગમગતાં હતાં, કારણ દીક્ષા અંગીકાર કર્યા બાદ પૂ. શ્રી ગુરુ ભગવંતો અને ગુરુણીમૈયાના પાવન સાનિધ્યમાં રહી આગમના સૂત્રોનો-આગમિક સાહિત્યનો ખૂબ જ ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતો. જેઓ ખરેખર સ્થાનકવાસી જૈન શાસનના તેમજ દરિયાપુરી સંપ્રદાયના તેજસ્વી, ઓજસ્વી, પ્રતિભાસંપન્ન, આગમનાં ઊંડા અભ્યાસી, વિશાળ શિષ્યા પરિવારના ધારક સાધ્વીરત્ના હતાં. ચુસ્ત આચારસંહિતાના કડક રીતે પાલનકર્તા અને આગમ પ્રમાણે સાધુ સમાચારીનું પોતે પાલન કરવામાં ઉદ્યમી હતા. એટલું જ નહીં પોતાની શિષ્યા પાસે પણ પ્રેમ અને મીઠાશથી જરૂર પડે તો કડક અનુશાસનથી પણ વિશુદ્ધ સમાચારીનું પાલન કરાવતા. એવા પોતે ગુજરાત, ઝાલાવાડ તેમજ સૌરાષ્ટ્રના ખમીરવંતાં અને ગૌરવશાળી સાધ્વીજી હતાં. સાધ્વી હોવા છતાં એક પ્રતિભાસંપન્ન સાધુ સમા આગવી પ્રતિભા ધરાવનાર હતાં, એટલે તેમના આચાર, પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને જ્ઞાનસભર તેમના પ્રખર વ્યાખ્યાનની તેજધારાથી સારુંયે ગુજરાત પ્રભાવિત થતું. સત્ય સાક્ષાત્કાર માટે છે. સિદ્ધાંતો જીવવા માટે છે. સિદ્ધાંત ન જીવાય ત્યાં સુધી માણસ અધૂરો ગણાય છે. ક્રોધ ન કરવો જોઈએ પણ જો તેના ઉપર કાબૂ ન મેળવાય તો એ સિદ્ધાંત જિવાયો તેમ કઈ રીતે કહી શકાય? ગાંધીજીએ સત્ય-અહિંસાના સિદ્ધાંતો સંપૂર્ણ રીતે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧પર ] [ અણગારનાં અજવાળા જીવી બતાવ્યા. રમણ મહર્ષિએ મૌનનો મહિમા ગાવાને બદલે મૌન જીવી બતાવ્યું અને મૌન સાધનાની ફલશ્રુતિનાં લોકોને દર્શન કરાવ્યાં. નરસિંહ મહેતાએ તેમની અંતરની અનુભૂતિને ભજનો દ્વારા ગાઈ બતાવી અને જીવી બતાવી. તેમના જીવનમાં બનેલી અઘટિત ઘટનાઓ-જગત પરથી તેમનાં વહાલાં સ્વજનોની વિદાય થઈ તો પણ તેમણે તે ઘટનાઓનો સ્વીકાર કર્યો. દુઃખની ઘડીએ પણ ભગવાનમાં ભરોસો વ્યક્ત કરીને, તેની મરજી પ્રમાણે જીવન જીવી બતાવ્યું. એવાં જ હતાં આપણાં સતીરત્નો અને પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. જે સિદ્ધાંતને જીવી જાણતાં. વિચારવા જરૂર એવું થાય કે આપણે છદ્મસ્થ આત્મા ક્યારે એવા થઈ શકીશું કે આવો પરમ પરમાત્માયોગ આપણને પ્રાપ્ત થાય? માનવજીવનમાં ઊતર–ચડ નિશ્ચિત હોય છે, તેમ દ. સં.માં થોડો સમય તેની સ્થિતિ અસ્થિર થઈ હતી. તેથી સંપ્રદાયને એક વ્યક્તિની ધુરા તળે મૂકવાની જરૂર ઊભી થઈ. તેથી આખા સંઘનું હિત, અર્થ, કાર્ય સમજી શકે, સંકટો, વિપત્તિ કલેશ આવવા છતાં સહન કરી સંઘનાં હિતમાં પગલાં ભરે, પોતાની વિદ્યા, ડહાપણ, વિચાર, વિવેકને સદાચારથી સંઘનું ભલું કરી શકે એવા પૂજય પુરુષને પદવી ઉપર સ્થાપવાની જરૂર ઊભી થઈ અને આની પસંદગીનો કળશ પૂ.શ્રી રઘુનાથજી સ્વામી ઉપર ઢોળાયો. સંપ્રદાય સારી રીતે ચાલવા લાગ્યો. ક્યારેક ગાબડું પડતું કે વાવાઝોડું આવતું પણ યતકિંચિત પગલાં લેતાં તે સમાઈ જતું. બધાં સાધુ-સાધ્વીઓ એક જ આજ્ઞા નીચે ચાલતાં. પૂ.શ્રીનો પૂ.શ્રી આચાર્ય ભ. પ્રત્યેનો તેમનો પૂર્ણ ભક્તિભાવ અને સદ્ભાવ હતો. પૂ. શ્રી પ્રતિ તેમને માન હતું, અને પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.એ આ.ભ.ની આજ્ઞામાં પોતાનું જીવન સમર્પિત કર્યું. આ સતીરત્નોનાં શીલ, સત્યતા અને પ્રજ્ઞા એવાં ખીલેલાં હતાં કે જેના કારણે આગમનાં ઊંડાં રહસ્યો તેઓ સારી રીતે સમજી શકતા અને જિજ્ઞાસુ અને મુમુક્ષુઓને સારી રીતે સમજાવી શકતાં. પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.ને અંતઃસ્કુરણા થતી. તેનું સચોટ ઉદાહરણ તે તેમની અંતિમ સાધનામાંથી મળી રહે છે. આ સતીરત્ના છીપાપોળ Page #176 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા | [ ૧૫૩ ઉપાશ્રયમાં અમદાવાદ ગામે ચાતુર્માસ બિરાજતાં હતાં ત્યારે પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.ને એક દિવસ મધ્યરાત્રિ બાદ પરોઢિયે એક સપનું આવ્યું, જેમાં તેઓએ વિશાળ સમુદ્રની અંદર ચાવીનો ઝૂડો ફેંક્યો. ઉદય જાગૃત થઈ ગયો અને તેઓ સ્વાધ્યાય, ધ્યાન, આત્મચિંતનમાં લીન બન્યાં. પ્રતિક્રમણ કર્યું પછી સપનાનો વિચાર કરતાં એવા નિર્ણય ઉપર આવ્યો કે મારા જીવનરૂપી ઝૂડાને અંતિમ આરાધનામાં સાગરમાં નાખીને મૃત્યુમહોત્સવ અથવા પંડિતમરણને પામવાનો મંગલકારી કલ્યાણકારી સુયોગ આવી ગયો છે. (શ્રી ભગવતી સૂત્રમાં સપના વિષે ઉલ્લેખો છે. તેમાં તે જ ભવે કે ત્રીજા ભવે જનારના સુંદર સપનાનું વર્ણન છે.) તે અભ્યાસના આધારે મહાન આત્મા સતીરત્નાએ પૂર્વોક્ત નિર્ણય કર્યો. તેથી પૂ.આ.ભ. પૂ. શ્રી રઘુનાથજી મ.સા.ની આજ્ઞા મેળવી જાવજીવનો સંથારો કર્યો. તે સંથારો બાવન દિવસનો ચાલ્યો હતો અને સમાધિપૂર્વક આત્મમસ્તી માણતા પાર્થિવ દેહનો ત્યાગ કરી પરલોકની યાત્રાએ તેમનો દિવ્યઆત્મા ચાલ્યો ગયો. આવાં હતાં આપણાં આગમિક, ખમીરવંતાં મૈયા પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. જેઓ સાધનાલશે જીવન જીવી મૃત્યુંજય બન્યાં. વીરાંગના હતાં. જેઓ જૈનશાસનમાં અજોડ, અનુપમ, અદ્વિતિય, અનોખું જીવન જીવી ગયા. જેમની સ્કૃતિના અંશો આજે પણ વઢવાણ શહેરમાં, અમદાવાદમાં છીપાપોળમાં જોવા મળે છે. તેમની સ્મૃતિ અર્થે છીપાપોળ શ્રી સંઘમાં–અમદાવાદમાં આજે પણ દિવાળીબાઈ લાઈબ્રેરી ચાલી રહી છે. પૂ.શ્રી સંતના અનુભવની તેમના શ્રીમુખેથી સાંભળેલી આ વાત છે. તેમજ પૂ.શ્રી આ.ભ. રઘુનાથજી સ્વામીનું જીવન ચરિત્ર-ઈ.સ. ૧૯૨૨માં લખાયેલ પુસ્તકમાંથી મેળવેલા અંશો અહીં આલેખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. સંયમમાં રતિ, સંસારમાં ઉદાસીનતા હોય તો મુખ ઉપર સમાધિ હોય જ. આવા અણગાર અમારાં... --.. અમારાં અગણ્ય વંદન હો આપને. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] [ અણગારનાં અજવાળા તીર્થસ્વરૂપા પૂ. શ્રી નાથીબાઈ મહાસતીજી શુભ નામ : નાથીબહેન. જન્મદિન અને જન્મભૂમિ : સં. ૧૯૩૩, ફાગણ સુદ ૭, ઈ. સ. ૧૮૭૭, માર્ચમાં પ્રાંતિજ મુ. માતાપિતા માતા શ્રી ગુલાબબહેન, પિતાશ્રી લલ્લુભાઈ નરસિંહભાઈ શાહ. દીક્ષાદાતા ઃ ગુરુણીમૈયા : પૂ. શ્રી ઝલકબાઈ મ.સ.નાં સુશિષ્યા પૂ.શ્રી જડાવબાઈ આર્યાજી. સંયમ સ્વીકાર : સં. ૧૯૬૧, માગશર સુદ ૭, તા. ૧૦-૧૨-૧૯૦૪, ગુરુવારે, મુ. પ્રાંતિજ. સંપ્રદાય : દરિયાપુરી આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ દીક્ષા પહેલાં : દશવૈકાલિક સૂત્ર’ અને ‘ઉ. સૂત્ર ૧૯મું અધ્યયન' કંઠસ્થ કર્યું. ૧૦૦ ઉપરાંત થોકડાં, ૩૦૦-૪૦૦ સઝાયો કંઠસ્થ કરી લીધી. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ ઘરે શીખ્યાં. દીક્ષા બાદ: ઉસૂત્ર', દશવૈકાલિક”, “નંદી સૂત્ર', “દશાશ્રુત સ્કંધ', “અનુત્તરોવવાઈ’, ‘સુખ વિપાક સૂત્ર' વગેરે કંઠસ્થ કર્યા. દીક્ષપ્રદાન : પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ, ઝબકબાઈ મ.સશકરીબાઈ મ.સ, તેમનાં પ્રશિષ્યાઓ સર્વશ્રી : બા. બ્ર. પૂ. આનંદબાઈ, જસવંતીબાઈ, કુસુમબાઈ અને પ્રફુલ્લભાઈ, શકરીબાઈ. કાળધર્મ : સં. ૨૦૩૩ના ભાદરવા વદ ૧૧ને દિવસે. નીલકમળો અને વિશાળ જલરાશિવાળા સરોવરથી શોભતું સ્થાન અને વિવિધ ધર્મોથી ઓપતા ઉદાર ચરિતવાળા એવા માનવ-નિવાસોવાળા પ્રાંતિજ નગરમાં સુશ્રાવક શ્રી લલ્લુભાઈ નરસિંહભાઈ શાહને ત્યાં માતા ગુલાબબહેનની કુક્ષિએ નાથીબહેનનો જન્મ થયો હતો. છ દીકરીના મૃત્યુ ઉપર નાથીબહેન ઉપર ટૂચકો કરવામાં આવ્યો. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે એમ નાથીબહેનને કચરામાં વાળવામાં આવ્યાં અને સો વર્ષ ઉપર આવી ગયાં. Page #178 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૫૫ નામ તેવા ગુણઃ કુદરતી રીતે જ જેમનું નામ સાર્થક થયું એવું તેમનું નામ નાથી રાખવામાં આવ્યું. નાથુ ધાતુ એટલે કે શુભ ઇચ્છવું, નાથ થવું. તેના ઉપરથી નાથી શબ્દ પ્રયોજાય છે. નાથીબહેનના પિતાશ્રી સિદ્ધાંતવાદી અને હોંશિયાર. મંત્રતંત્રમાં માનતા નહીં. એક વખત જાતિઓએ મંત્રેલું મીઠું અરિહંતનું નામ લઈ પોતે ખાઈ ગયા અને બતાવી દીધું કે મને કશું નહીં થાય. ધર્મમાં તેમને ખૂબ શ્રદ્ધા હતી. પણ તાતીતિ વૃદ્ધિ થા–બીજો આપણને સુખદુઃખ આપે છે તેમ માનવું એ બુદ્ધિનો ભ્રમ છે, મિથ્યાત્વ છે. જીવને કૃતકર્મનાં ફળ ભોગવવાં પડે છે તેવી તેમને સાચી શ્રદ્ધા હતી. રાહ ફંટાયોઃ નાથીબહેનનાં લગ્ન ૧૨ વર્ષની ઉંમરે થયાં હતાં, પણ હજી તેમણે સાસરે પગ પણ મૂક્યો ન હતો અને એકાએક વૈધવ્ય તેમના જીવનના આંગણે આવીને ઊભું રહ્યું. ત્યારબાદ નાથીબહેનની વય વધતાં સત્સંગે ધર્મજ્ઞાન મેળવવા પુરુષાર્થ આદર્યો. “દશવૈકાલિક સૂત્ર’, ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું ૧૯મું અધ્યયન, ૧૦૦ ઉપરાંત થોકડાં, ૪૦૦ જેટલી સઝાયો કંઠસ્થ કર્યા. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ વગેરે બધું જ ઘરે રહીને શીખ્યાં. જ્ઞાનસ્થ પત્ત વિરતિઃ જ્ઞાનનું ફળ તે સંયમવ્રત છે. ૨૭ વર્ષની ઉંમરે યુવાનીના પ્રાંગણમાં પ્રવેશતાં તેમને દીક્ષાના ભાવ થવા માંડ્યા. અને વીર સં. ૨૪૩૧ના માગશર સુદ ૭ ગુરુવારે (તા. ૧૦-૧૨-૧૯૦૪) પૂ. શ્રી ઝલકબાઈ મ.સ.નાં સુશિષ્યા પૂ.શ્રી જડાવબાઈ મ.સ. પાસે પ્રાંતીજ મુકામે પ્રવજ્યા અંગીકાર કરી. જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞ : જ્ઞાનપિપાસુ તો તેઓ હતાં જ, પણ શાસ્ત્રીય જ્ઞાન કરતાં પણ સેવા અને વૈયાવચ્ચને તેઓ મોક્ષનું દ્વાર, પ્રથમ સોપાન માનતાં. પૂ.શ્રી વીરેન્દ્ર મુનિના શબ્દોમાં : “ફેદ મહત્ત, મારાથી વધારે ખવાય નહીં, તપ થાય નહીં, ૧૯૭૦માં સળંગ ૪ ઉપવાસ કર્યા. શાહપુરથી પૂ.શ્રી સતીરનો નાથીબાઈ અને પૂ.શ્રી જસીબાઈ મારે માટે ખાસ લવિંગ, સાકરનો ભૂકો વહોરી દોડી આવ્યાં. તે સમયે પૂ. નાથીબાઈની ઉંમર ૧૦૨ વર્ષની હતી. દીક્ષાપર્યાય અને ઉંમરમાં મારાથી મોટાં પણ મહાસાધુને આંટી મારે એવાં જ્ઞાની.” પૂશ્રી નાથીબાઈના હૃદયમાં સર્વે જીવ પ્રતિ કરુણા હતી. હિતબુદ્ધિ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] [ અણગારનાં અજવાળા હતી. નેત્રમાંથી સદાય અમી ઝર્યા કરતું. તેમના હાથપગ સદાય સાધ્વીજીઓની સેવામાં ગતિમાન રહ્યા. સેવાધર્મ ઃ પરમગહનો યોગિનામપ્યગમ્યમ્ II નવ વર્ષ સુધી માંદા રહેલાં પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ની અખંડ સેવા કરી. તેમને પડેલા ઘારામાં દવામાં બોળેલી દીવેટો મૂકી. એક નર્સનું અદ્ભુત સેવાકાર્ય કરી તેમને શાતા પમાડતાં. પૂ.શ્રી વીજકોરબાઈ મ.સ.ના ગૂમડાં આદિ દર્દોમાં તેમનો જ હાથ તેમને શાતાકારી લાગતો. પોતાનાં ગુરુણીમૈયાના સારંગપુર મુકામે સ્થિરવાસ દરમિયાન તેઓ કાળધર્મ પામ્યાં ત્યાં સુધી તેમની તેમણે એકધારી સેવા કરી. પૂ.શ્રી ઝબકબાઈ મ.સ.ને કેન્સરનું જીવલેણ દર્દ થતાં તેમના શરીરમાંથી બદબો નીકળતી. તો પણ કોઈપણ જાતની સૂગ વગર તેમની સેવા કરી. પૂ.શ્રી શકરીબાઈ મ.સ.ને હાડકાનું કેન્સર થતાં તે આખા શરીરમાં ફેલાતાં ખૂબ વેદના અનુભવતા. તેમની રાતદિવસ ખડેપગે સેવા કરી તેમને સ્વાધ્યાય આદિ ધર્મમાં રત રાખતાં. પૂ.શ્રી નાથીબાઈ મ.સ. પોતે પણ શારીરિક નબળાઈથી નંખાઈ ગયા હતાં છતાં સેવાના તો એ ભેખધારી રહ્યાં. પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ.ને ગામ નાનું હોવાને કારણે તેને માથે બોજો ન પડે તે માટે થઈને તેમને સંથારો કરાવ્યો’ પણ બહાર પાડ્યો ન હતો. પાયા વીરા મહાવોદિ સાધનાના આ મહામાર્ગે વીર પુરુષો જ ચાલી શકે છે, એટલે વીરતાની પ્રથમ આવશ્યકતા છે. પૂ.શ્રી નાથીબાઈ મ.સ. તેમના પૂ. પિતાશ્રી જેવાં જ વીર અને ધીર હતાં. તેઓ હૃદયથી અત્યંત કોમળ પણ સ્વભાવથી વીર હતાં. તેમણે અન્યમતિઓ દ્વારા થયેલા ઉપસર્ગો સમતાથી સહ્યા. ગામમાં આવેલા ધાડપાડુઓથી સૌ ભાગ્યાં, પણ તેઓ ન ભાગ્યાં. નિય મયાન સેવII ત્તિ | સર્વ ભયોને જીતનાર ભગવંત અરિહંતના ઉપાસકો છે. જાણે કે ભગવાનનો અતિશય ત્યાં પણ પહોંચે છે. ધાડપાડુઓ કાંઈ પણ લૂંટ્યા વગર ભાગી ગયા. સારંગપુરના ઉપાશ્રયમાં વેશધારી ગુંડાઓને ભગાડ્યા હતા. અમદાવાદના હુલ્લડ દરમિયાન ૧૩મી તારીખે ૧૩ સાધ્વીજીઓને જીવતાં જલાવી નાખીશું–ની જાસાચિઠ્ઠી આવતાં તેઓ નીડરતાથી પોતે બારણા પાસે સૂઈ રહેવાનું પસંદ કર્યું. પૂ.શ્રી પ્રફુલ્લાબાઈ મ.સ. (લેવા પાટીદાર)ની દીક્ષા વખતે આવતી ધમકીઓ અને વિનોને કુશળતાથી પાર પાડી દીક્ષા આપી. Page #180 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૫૭ શાસ્ત્રીય જ્ઞાન : દીક્ષા બાદ ‘ઉ.સૂત્ર’, ‘દશ વૈકાલિક’, ‘નંદી સૂત્ર', ‘દશાશ્રુત સ્કંધ', ‘અનુત્તરોવવાઈ’, અને ‘સુખવિપાક સૂત્ર' કંઠસ્થ કર્યાં. અમદાવાદમાં તેઓ શ્રીમદ્ રાજચંદ્રને મળ્યાં, રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીને અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં મળ્યાં. તેઓની સાથે શાસ્ત્રીયજ્ઞાનની ચર્ચા કરી. પૂ. ગાંધીજીના હાથે બાવટાનો રોટલો અને તાંદલજાની ભાજી વહોરી હતી. “સુત્તા અમુળી સયા, મુળિને સવા બારન્તિ’ જ્યાં અજ્ઞાની જનો સૂતા છે ત્યાં જ્ઞાની જનો સદા જાગૃત છે.” –શ્રી આચારાંગ. એક નવું દર્શન ઃ સં. ૨૦૧૮માં તેમના ચાતુર્માસ દરમિયાન તેમ જ શાહપુર ઉપાશ્રયમાં તેમણે સ્થિરવાસમાં રહીને યુવાનોને આગળ વધારવા તેમ જ સંઘનું ગૌરવ વધે, સંઘમાં પ્રેમ, પ્રગતિ અને પ્રોત્સાહન વધે તેવું માર્ગદર્શન આપતાં રહ્યાં. પોતાના સ્થિરવાસ માટે સંઘે પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ.સ.ની સંમતિ મેળવ્યા પછી જ તેમણે સ્થિરવાસ સ્વીકાર્યો. તેમનો સંયમપર્યાય ૭૪ વર્ષનો હતો. તેમણે જૈન સિદ્ધાંતના સનાતન જ્ઞાનરૂપી ગંગાના પવિત્ર જળવડે અનેક આત્માઓને સંતૃપ્ત કર્યા. જૈન શાસનની શાન અને ગૌરવ વધારવામાં તેઓ સતત ઉદ્યમશીલ રહ્યાં. જૈન શાસનની જ્યોતને જલતી રાખનાર જૈન સમાજના તેઓ એક વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, દીક્ષાવૃદ્ધ તીર્થ સમાન શોભતાં હતાં. આપને અમારાં અગણિત વંદન હો! [ચાતુર્માસ–વિહાર યાદી. અમદાવાદ, પ્રાંતિજ, અમદાવાદ, લખતર, અમદાવાદ, કલોલ, વીરમગામ, સારંગપુર, પ્રાંતીજ, સારંગપુર, પ્રાંતિજ, સારંગપુર, કડી, પ્રાંતિજ, પીજ, કલોલ, ધ્રાંગધ્રા, સારંગપુર, પ્રાંતીજ, ભાદરણ, કલોલ, અમદાવાદ, વીરમગામ, લખતર, અમદાવાદ, પ્રાંતીજ, અમદાવાદ પછી સ્થિરવાસ.] अणन्न - परम - णाणी नो पमाए कयाइ वि । आयगुप्ते धीरे आया - मायाए जावए । । મોક્ષધ્યેયી જ્ઞાનીપુરુષ કદી પણ પ્રમાદ ન કરે. આત્મ ગુપ્ત ધીર બની Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ]. [ અણગારનાં અજવાળા દેહનો મોક્ષના સાધનારૂપ માની નિર્વાહ કરે આપને અમારાં અગણિત વંદન હો! जावजीवं परीस्सहा उवसग्गा य संखाय । संबुडे देहमेयाए इति पत्नं हियासए ।। सवठ्ठहिं अमुच्छिए आउ कालस्स पारए । तिइकखं परमंनचा विमोहन्नयरं हियं ।। આચારાંગ. આત્મસંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું છે. શ્રદ્ધા હોય ત્યાં ધર્મ અને ધર્મ હોય ત્યાં સમતા, આમ શ્રદ્ધાનાં બે અંગ : વીરતા અને સમર્પણતા. નિર્બળ, સ્વાર્થી, અવિવેકી, અભિમાની, દંભી, આત્મા શ્રદ્ધા કરી શકે નહીં અને આટલા દીર્ધ સંયમપર્યાયમાં ટકી શકે નહીં. સમ્યજ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે. આપને અમારાં અગણિત વંદન હો! સપનાની કેસર પૂ. શ્રી કેસરબાઈ મહાસતીજી [દરિયાપુરી સંપ્રદાય નામ : કેસરબહેન. માતા-પિતા : માતા શ્રી સમરતબહેન, પિતાશ્રી ફોજલાલ. પતિ : શ્રી બાલચંદ્ર ચૂનીલાલ મંગળજી. જન્મ : વિ.સં. ૧૯૫૮ પોષ માસ, ઈ.સ. ૧૯૦૨, ફેબ્રુઆરી મહિનો. દીક્ષા : ૨૪ વર્ષની ઉંમર, સં. ૧૯૮૨, જેઠ સુદ ૧૩. બુધવાર. દીક્ષાસ્થળ | પાલનપુર (બનાસકાંઠા). Page #182 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૫૯ વિહારક્ષેત્રો : સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર-મુંબઈ. કાળધર્મ : સં. ૨૦૩૩, જેઠ સુદ ૧૩, બાર વાગે. જ્યારે દીક્ષાનો સમય હતો. સંયમપર્યાયનાં ૫૧ વર્ષ, તા. ૩૦ મે-૧૯૭૭માં. દેવ, ગુરુ તથા ધર્મ, આરાધીને સુભાવથી, કલ્યાણ ધ્યેયને સાધું, બીજું આશા કાંઈ નથી. છેલ્લા શ્વાસ સુધી નિરંતર રહો, આ સંયમની ભાવના, અધ્યાત્મ સ્થિતિમાં વહો મુજ ઉરે, કલ્યાણની સાધના. આવે કાળ ભલે વિપદ્ શિર પડે, ના દુઃખ કે વાસના; થાજો પ્રાપ્ત સુધર્મ અંત સમયે, એકે બીજી આશ ના... અનાદિકાળથી વિશ્વમાં સંસારી જીવો માટે જન્મ-જરા-મરણનો અનંત પ્રવાહ ચાલું છે. તેમજ આત્મા અને કર્મનો બંધ-અનુબંધ પણ અનાદિથી છે. અનાદિથી ભાન ભૂલેલો આત્મા જ્યારે મનુષ્યભવની પ્રાપ્તિ સાથે કોઈ સાચા સંતનો સત્સંગ કરવા ભાગ્યશાળી બને છે ત્યારે તે ભાગ્યનું ચક્ર પલટાઈ જાય છે અને તે આત્મા સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રનો આરાધક બની ઉર્ધ્વગતિએ જાય છે. એવા જ એક મહાન આત્મા પૂ. શ્રી કેસરબાઈની આ વાત છે. જેમનો આત્મા સદાય સમતાના રસમાં ઝબોળાઈને પવિત્ર અને શુદ્ધ થયેલો છે તેવા સમરતબહેન તેમના પતિ ફોજાલાલને તેમના આવેલ સપનાની વાત કહી રહ્યાં હતાં કે કુદરતે જ્યાં ખોબેખોબે સૌંદર્ય વેર્યું છે એવાં બરફથી આચ્છાદિત એવી ગિરિમાળાઓની કંદરાથી શોભી રહેલ કાશ્મીરના કોઈ પર્વતના એક ઢોળાવ ઉપર એક કેસરક્યારીમાંથી ફૂલો વિણી પોતાની ઓઢણીના પાલવમાં ભરી દોડી આવી એક બાલિકા જાણે મારામાં સમાઈ ગઈ. ત્યારે પોતાને પણ જાણે કાશ્મીરની ઠંડીનું લખલખું આવ્યું હોય તેમ સમરતબહેન તેમના પતિને પૂછી રહ્યાં હતાં કે કે “બોલો એ ફૂલો શાના હશે?” ત્યારે પતિએ કહ્યું કે “આપણે કાશ્મીર જ ક્યાં ગયા છીએ કે મને ખબર પડે!” હા! તે ફૂલો હતાં કેસરતંતુવાળાં, તે ક્યારી હતી. તે બાલા પણ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] [ અણગારનાં અજવાળા કેસર હતી. પોતાના પાલવમાં ફૂલો ભરી સમરતબહેન પાસે દોડતી આવીને “બા..બા...” કરતી જાણે તેમનામાં સમાઈ ગઈ અને પતિ ફોજાલાલે કહ્યું કે “આ તારી સ્વપ્નકથા કાંઈક અનેરું સૂચવી જાય છે કે તારી કૂખેથી જરૂર પુણ્યશાળી પગલીવાળી દીકરી પગલાં પાડશે.” સમરતબહેન સં. ૧૯૫૮ (ઈ.સ. ૧૯૦૨, ફેબ્રુઆરી)માં પુત્રીને જન્મ આપ્યો, જેનું શુભ નામ સ્વપ્નકથા ઉપરથી કેસર રાખવામાં આવ્યું. તેને ચાર ભાઈ અને બે બહેનો હતી. પ્રથમ વિશ્વયુદ્ધ (ઈ.સ. ૧૯૧૪૧૭)ના સમયે સ્ત્રીશિક્ષણનું કોઈ મહત્ત્વ ન હતું. બાલિકા કેસર પણ સાક્ષરપણાથી વંચિત રહી, પણ જ્યાં એક દિવસ એક ફકીર ભવિષ્યવાણી સુણાવી ગયા કે “કેસરનું આયુષ્ય ૭૫ વર્ષનું છે અને તું સંસાર છોડીને દીક્ષા લઈશ. પતિ સાથેનું તારું જીવન સુખદ્ જશે. તારા પિતા ઘડપણમાં અંધ થશે અને માતા ચૂડી-ચાંદલા સાથે જશે.” તે બાળકીનાં જીવનમાં આ ભાવિકથન સત્ય પુરવાર થયું. સમય જતાં ખેલતી કૂદતી બાળકી તારુણ્યાવસ્થામાં પ્રવેશતાં તેનું લગ્ન શ્રી ચુનીલાલ મંગળજીનાં પુત્ર બાલચંદ્ર સાથે કરવામાં આવ્યું. પણ સંસાર વ વિચમ્ કેસરનાં લગ્નને પૂરાં બે વર્ષ ન થયાં ત્યાં તો તેના પતિ બાલચંદ્રનું મૃત્યુ થયું. ખાનદાન કુટુંબની સુસંસ્કારિત વિધવા કુળવધૂ કેસરને ભાગે ખૂબ મોટી મૂડી આવી. આ તો કેસર હતું. તે જેમ ઘૂંટાય તેમ તેમ ચંદનની જેમ વધુને વધુ સુવાસિત થતું જાય છે. તેમ કેસરબહેનને આ મૂડી તો શ્વસુરજીની ઉપાર્જિત કરેલી મૂડી હતી. તે પોતાની કેવી રીતે ગણાય? વળી માબાપનું વહાલું વ્યાજ અર્થાત્ પૌત્ર (પોતાનો પુત્ર) પણ નસીબ ન હતો, તો નિઃસંતાનને તો અન્ય સંતાનોને જ સંતાન ગણવાં ઉચિત હતાં. તેથી તે કોમલહૃદયા કેસરબહેને પોતાના શ્વસુરજીનાં સ્મારકરૂપે રૂા. ૧૧,૦૦૦નું દાન દઈ મંગળજી વમળશી હોસ્પિટલનું નિર્માણ કર્યું, તેમજ દીક્ષા લેતી વખતે પોતાની પાસે બચેલી તમામ મૂડી હોસ્પિટલને દાન કરી દીધી. આ તે સમયની વાત છે જ્યારે પાલનપુર તરફ સંતો-સતીજીઓનો વિહાર ઓછો થતો. ત્યારે તે દિશામાં પૂ. શ્રી પરમ પ્રભાવક લક્ષ્મીચંદજી Page #184 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૬૧ મ. સાહેબે શરૂઆત કરી અને તેમની પ્રેરણાથી પૂ. શ્રી આર્યાજી ઝબકબાઈ, પૂ. શ્રી સૂરજબાઈ મ.સા. આદિ ઠાણા ચતુર્માસાર્થે પાલનપુર પધાર્યાં ત્યારે ધર્મપ્રેમી સંઘપતિ શ્રી પીતામ્બરભાઈએ તે સમયની અજ્ઞાનતા અને કર્મદોષને ગણાવી બાળવિવાહના કુરિવાજો અને બાળવિધવા-પણાને કારણે તે સમયે ત્રણ બાળવિધવા દીકરીઓ-કેસર, ચંપા અને તારાને જૈનધર્મનાં રહસ્યો સમજાવી આત્માના કલ્યાણાર્થે સાધના–સંયમ માર્ગ બતાવવા પૂ. શ્રી સતીજીઓને વિનંતી કરી. તે પ્રમાણે ત્રણેય બહેનોની આત્મ-હિતાર્થે ધર્મ-પ્રવૃત્તિની શરૂઆત થઈ ગઈ. કેસરબહેન ધર્મઆરાધનામાં બરાબર પ્રવૃત્ત થઈ ગયાં. પોતે પૂ. સતીજીઓ, સ્વજનો અને સંઘપતિ તેમાં પ્રેરણા અને વેગ આપવા માંડ્યાં અને દીક્ષાના પંથનું નિર્માણ થયું. પાલનપુરમાં શ્વેતાંબર જૈન સમાજમાં સ્થાનકવાસી અને મૂર્તિપૂજકમાં બન્ને ફીરકામાં એક સ્ત્રીની ભાગવતી દીક્ષાનો આ સૌ પ્રથમ પ્રસંગ હતો. પાલનપુર મુકામે સં. ૧૯૮૨ના જેઠ સુદ ૧૩ને બુધવારે પ્રભાવક આર્યાજી પાસે “કરેમિ ભંતે”નો પાઠ ભણી કેસરબહેને પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂ. શ્રી કેસરબાઈ બન્યા અણગાર. તેઓ સરળ, સુશીલ, ઉદાર, ગંભીર, પ્રશાંત અને શાંત સ્વભાવી હતા. પ્રાયઃ બત્રીસે સિદ્ધાંતોનાં પરિશીલન, અનુશીલનને કારણે સર્વ સિદ્ધાંતોનાં હાર્દને જાણવા સમર્થ થયાં હતાં. તેમને સ્થિરવાસ પસંદ ન હતો પણ ગુરુજનો પૂ. શ્રી ઝબકબાઈ મ. સ. તથા પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ની તબિયતને કારણે વઢવાણ ઉપાશ્રયમાં સાતેક વર્ષ સુધી સ્થિરવાસ કરી ગુરુઆજ્ઞાએ ગુરુણીની સેવા અર્થે રહેવું પડેલું. તે સમય દરમ્યાન દીક્ષિતાબહેન તેમજ હીરાબહેનને પૂ. શ્રી મહાસતીજી તરીકે દીક્ષાભિમુખ કર્યાં, જેમનું સ્થાન જૈન જગતમાં વિશિષ્ટ સ્થાન છે. તેમને બે શિષ્યારત્ન હતાં. પૂ. શ્રી પ્રભાબાઈ તેમજ પૂ. શ્રી વસુબાઈ આર્યાજી અન્ય દીક્ષિતાઓને તેમની આ શિષ્યાને સોંપી દેતાં. તેઓ હંમેશ વિચરતાં જ રહેતાં. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્ર સુધીની ભૂમિ તેમની વિહારભૂમિ હતી. પોતે ગુરુણી છે એ વાત ભૂલી જરૂર પડે ત્યારે પોતાની શિષ્યાઓની સેવાશુશ્રુષા કરતાં. ગુરુ-શિષ્યાની અદ્ભુત જોડી હતી. તેઓને Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] [ અણગારનાં અજવાળા અન્યોન્ય આદર અને સદ્ભાવ હતાં. તેમનો પ્રશિષ્યાઓનો પરિવાર મોટો હતો છતાં તેમના સ્વભાવમાં ક્યારેય ઉગ્રતા આવી નથી. પૂ. શ્રી કેસરબાઈ મ.સ.નું છેલ્લું ચોમાસું સં. ૨૦૩૨નું મણિનગરનાં ઉપાશ્રયમાં સુખશાતા અને ધર્મકરણીની પ્રભાવનાપૂર્વક પૂર્ણ કર્યું. છેલ્લે ચાતુર્માસ અર્થે છીપા પોળ આવતાં પહેલાં સારંગપુર તળિયાની પોળના ઉપાશ્રયે દેહને દોર્યો. ફકીરની ભવિષ્યવાણી પ્રમાણે ૭૫મે વર્ષે તેમને અશાતાનો ઉદય અને દેહમાં આશક્તિ વર્તાવા લાગી. પોતે જપજાપ અને સ્વાધ્યાયમાં વધુને વધુ લીન થવાં લાગ્યાં. સં. ૨૦૩૩ જેઠ સુદ ૧૩ને સોમવારે સવારથી બિમારીનું જોર વધવા લાગ્યું. દર્શનાર્થીઓની ભીડ જામવા લાગી. ૫૧ વર્ષ અગાઉ સં. ૧૯૮રના આ જ દિવસે બરાબર ૧૨-00 વાગે પોતે પ્રવજિત થઈ સંસાર છોડ્યો હતો અને આજે સંયમનાં ૫૧ વર્ષ બાદ ૧૨-૦૦ વાગે દેહ છોડ્યો. મૌન સ્થિતિમાં પૂર્ણ સમાધિભાવે નવકાર મંત્રનાં અજપા જાપ ભણતાં ઉર્ધ્વલોકની યાત્રાભણી તેમનો આત્મા પ્રયાણ કરી ગયો. તા. ૩૦મી મે૧૯૭૭. અહો! આપને અમારા અગણિત વંદન હો... સાચા સંતનો સંગ મળે, એની આજ્ઞા જીવન બને, દિવ્ય રૂપાંતર થઈ જાયે, સત્ય દર્શન ત્યારે થાય. પ્રેમે વંદન...પ્રેમે વંદન...પ્રેમે વંદન....! Page #186 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ]. [ ૧૬૩ ફૂલની સુગંધ પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી [દરિયાપુરી સંપ્રદાય] સંસારી નામ : શ્રી કેસરબહેન. દીક્ષા પછીનું નામ : પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી. માતાપિતા : માતાશ્રી ઉજમબાઈ, પિતાશ્રી : કપૂરભાઈ જન્મસ્થળ : બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર મુકામે. દીક્ષાદિન : મહા સુદ પાંચમ, ગુરુ : પૂ. શ્રી સૂરજબાઈ મહાસતીજી. દીક્ષાસ્થળ : સાયલા. કાળધર્મ : શ્રાવણ સુદ પાંચમ. સવિચારનું એક કિરણ સમગ્ર જીવનમાં એવી જ્યોત પ્રગટાવે છે જે અનેક કાળના અજ્ઞાન અને મોહના તિમિરને વિખેરી નાખે છે. અવનિ ઉપર અસંખ્ય લોકોનું અવતરણ થતું રહે છે, જેમાં અસંખ્ય લોકો માત્ર જન્મી, જીવી અને મૃત્યુ પામી જતા રહે છે, જેમની કશીય નોંધ લેવાતી નથી, પણ તેમાંના કેટલાંક એવા હોય છે કે જેમનાં કાર્યો અને કર્મો ફૂલ જેવા સુગંધિત હોય છે જે પોતાના અને બીજાના જીવનમાં પોતાની સુવાસ ફેલાવતાં જાય છે. એવી જ રીતે સુવાસ ફેલાવતી દીકરી કેસરનો જન્મ પિતા કપૂરભાઈ અને માતા શ્રી ઉજમબાઈને ખોળો થયો. સમય જતા ક્યાં વાર લાગે છે. લાડકોડમાં ઊછરતી પાંગરતી સંસ્કારી દીકરીએ યૌવનમાં પ્રવેશ કરતાં તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. પણ...રે...જીવનવૃક્ષની ડાળ ઉપર કલરવ કરતા બે પંખીમાંથી એક પંખી કાળના બાણથી વીંધાઈ ગયું અને નાની ઉંમરમાં કેસરબહેનના જીવનના આંગણામાં વૈધવ્ય દસ્તક દઈ ગયું. જીવનના એક નવા મોડ ઉપર આવીને ઊભેલાં કેસરબહેનના જીવને એક વળાંક લઈ લીધો. પાલનપુરની પાવન ધરતી ઉપર દરિયાપુરી સંપ્રદાયના વિદ્વાન યોગી પુરુષ પૂ. શ્રી લક્ષ્મીચંદજી મ. સા.નું પદાર્પણ થયું. 13 Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ]. [ અણગારનાં અજવાળા કેસરબહેનના બાળપણનાં સાથી તારાબહેન અને કેસરબહેનની ત્રિપુટી ગુરુદેવનાં સત્સંગમાં આવવા લાગી. તેમના ભાવિના ઉજ્જવલ ભાવ જોતાં તેમને નવો રાહ ચીંધવા માટે પૂ. શ્રી ગુરુદેવે પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને પાલનપુર ચોમાસું કરવા વિનંતી કરી અને પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.એ કેસરબહેનને ધર્મનું જ્ઞાન આપી ધર્મના ભાવો સમજાવ્યા. તેમના વૈરાગ્યના ભાવો દઢ થવા માંડ્યા, પણ કેસરબહેનનાં માતાપિતા અને સગાવ્હાલાના વિરોધવંટોળ વચ્ચે પણ કેસરબહેન દીક્ષા લેવાના ભાવ સાથે અડીખમ ઊભાં રહ્યાં અને પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ની નિશ્રામાં મહાસુદ ૫-ને દિવસે પૂ. શ્રી તેમનું શિષ્યત્વ સ્વીકારી સંસારી કેસરબહેનમાંથી તેઓ પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી બન્યાં. આગમજ્ઞાનનાં અભ્યાસી બન્યાં અને ખરેખર ઘેઘૂર વડલાની માફક સર્વ સંતપ્તજનોને શીતળ છાયાનાં દેનારાં બન્યાં. ગુર્વાશાએ અનેક ક્ષેત્રોને લાભ આપતાં. એક વખત પ્રભુ નેમિનાથની નિર્વાણભૂમિ જૂનાગઢમાં તેઓ પધાર્યા. તે સમયે ગોંડલ સંપ્રદાયમાંથી એક સાધ્વીમંડળ સોનગઢ પંથે જવા તત્પર બન્યું હતું. ગોંડલ સંપ્રદાયનો સંગ તેમને બંધનરૂપ લાગતો હતો, જેના કારણે જૈન શાસનમાં ગોંડલ સંપ્રદાય ઉપર ઝાંખપ લાગે તેવું હતું! આવા મહાતત્ત્વજ્ઞાની પૂ. શ્રી ચંપાબાઈ મ.સ.નાં પ્રવચનો સાંભળવા શ્રાવકો ગોંડલ સંપ્રદાયના ગુરુ પૂ. શ્રી ઈશ્વરલાલજી મ.સા. પાસે પહોંચ્યા. તેમની અનુમતિથી તેઓએ દરિયાપુરી સંપ્રદાયના આ. ભ. પૂ. શ્રી ઈશ્વરલાલજી મ. સા.ની અનુમતિ મેળવી પૂ. શ્રી ચંપાબાઈ મ.સ.નું જૂનાગઢમાં ચાતુર્માસ કરાવી તે સાધ્વીમંડળને પૂ. શ્રી ચંપાબાઈના સાંનિધ્યમાં રોકી તેમને વ્યાખ્યાન, વાંચણી, આગમ સૂત્રોના આધારે સમજાવ્યાં અને સચોટ અને ચોટદાર વાણીના પ્રભાવથી એ સાધ્વીમંડળને સોનગઢના ધર્મના પંથેથી પાછા વળ્યા. ચંદ્ર જેવી શીતળ વાણી, વહેતી સરિતા જેમ સરવાણી, એક ઘૂંટ પીએ જે પાણી, તૃષા તેની તરત છિપાણી. રગ રગમાં ધર્મનો રંગ, કર્મ સાથે ખેલતા જંગ. વિરવાણીથી કરતા દંગ, સૌને ગમતો ચંપાબાઈ સંગ. વ્યવસ્થા જળવાય તે માટે શાસનને સંપ્રદાયોમાં વિભાજિત કરવામાં આવેલું હોય છે તેથી સર્વ સંપ્રદાયો મળી શાસન શોભે છે. તેથી કોઈપણ Page #188 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૬૫ સંપ્રદાયનું હિત કે ઉન્નતિ તે શાસનની શોભા છે. તેવી ઉદાત્ત ભાવના આ ગુરુઓનાં હૈયે વસી હતી. સંપ્રદાયોને કારણે કોઈનાં હૈયા વિભાજિત થય ન હતા. પૂ. શ્રી સં. ૨૦૧૭ની સાલમાં પૂ. શ્રી મધુબાઈ મ.સ. સંયમનાં દાન દઈ સરસપુર પધાર્યાં. ત્યાંથી પ્રમુખશ્રીની ચૌદસ-અમાસે–બીજે દિવસે નવદીક્ષિતને સાથે લઈને છીપાપોળ વ્યાવહારિક રીતે પધારે તેવી ઇચ્છા હોવા છતાં તેઓ છીપાપોળ પધાર્યાં અને ખરે જ ત્યાં પૂ. શ્રીને સિવિયર હાર્ટ એટેક આવ્યો પાનું ફરે અને સોનું ઝરે તેમ પૂ. શ્રીના મુખરૂપી ગંગોત્રીમાંથી દસ વૈકાલિક સૂત્રના માધ્યમે વીતરાગ વાણી વહેવા લાગી. શ્રાવણ સુદ પાંચમની બપોરે ૭માં અધ્યયનનો પ્રારંભ થયો. સાંજનું પ્રતિક્રમણ કર્યું અને રાત્રિએ એક દીપ બુઝાયો અને અનેક દીપ પ્રગટ્યા. પૂ. શ્રી દરિયાપુરી સંપ્રદાયના ‘કોહિનૂરનાં હીરા' સમાન હતાં. નીડર હતાં. સ્પષ્ટવક્તા અને વ્યાખ્યાનમાં વિખ્યાત હતાં. આપને અમારાં અગણિત વંદન. ઝળહળતો તારલિયો પૂ.શ્રી તારાબાઈ મહાસતીજી [દરિયાપુરી સંપ્રદાય] પાલનપુરની ભૂમિમાં પ્રાતઃ થયો પ્રકાશ; ચમક્યો તારો એક મહાન...... શુભ નામ ઃ તારામતી. જન્મદિન અને જન્મભૂમિ : સં. ૧૯૫૬, મહા સુદ ૮. મુ. પાલનપુર. માતાપિતા: પિતાશ્રી ભાઈચંદભાઈ વકીલ. દીક્ષાદાતા : ગુરુણીમૈયા પૂ.શ્રી સૂરજબાઈ મ.સ. સંપ્રદાય : દરિયાપુરી સ્થાનકવાસી. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] [ અણગારનાં અજવાળા સંયમ સ્વીકાર : વિ.સં. ૧૯૮૬. વૈશાખ વદ પ. ધાર્મિક અભ્યાસ : આગમ અને સૂત્રો કંઠસ્થસ ૧૪ પુસ્તકો લખ્યાં. દીક્ષા પ્રદાન : તેમની ૨૧ સુશિષ્યાઓનો પરિવાર. વિહાર: પાટણ, મૂળી, રાજકોટ, વઢવાણ, જોરાવરનગર, વિરમગામ, પાલનપુર, કલોલ, અમદાવાદ, લખતર, સુરેન્દ્રનગર, પ્રાંતિજ, વડોદરા, સુરત, મુંબઈ, કચ્છ, માંડવી, ધંધુકા. મહાપ્રયાણ : તા. ૨૫-૩-'૮૦, મંગળવાર રાત્રે ૧૨-૪૫ વાગે. પ્રાતઃ થયો પ્રકાશ ? પિતાશ્રી ભાઈચંદભાઈ વકીલને ત્યાં અને સંસ્કારી માતાની કૂખે વિ.સં. ૧૯૫૬, મહા સુદ આઠમના પવિત્ર દિવસે પ્રભાતે ચાર પુત્રો ઉપર પુત્રીનો જન્મ થયો. સ્વાભાવિક જ છે કે તારાનાં તેજકિરણો હસે અને હસાવે. એ સમયમાં કન્યા કેળવણીને મહત્ત્વ આપવામાં આવતું નહીં. સંસ્કારી માતાપિતાને કારણે તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થતું. સત્તર વર્ષની વયે તારાબહેનનાં ડાહ્યાભાઈ સાથે લગ્ન લેવાયાં, પરંતુ હજી તો તેમનાં લગ્નને વર્ષ પણ પૂરું ન થયું ત્યાં તો ડાહ્યાભાઈને સખત માંદગી આવી અને નશ્વરદેહનો ત્યાગ કરી જતા રહ્યા. વસંત મહોરે તે પહેલાં તો તારાબહેનના જીવન ઉપર પાનખર ત્રાટકી ગઈ. નવનીત લાધ્યું ઃ તે સમયે શ્રી તારાબહેનને પૂશ્રી સૂરજબાઈ મ.સ.નો સત્સંગ થયો. જીવનની ક્ષણભંગુરતા અને આત્માની શાશ્વતતાની પિછાણ થવા લાગી. શાસ્ત્રનો મર્મ હાથ લાગ્યો. તારાબહેનની ડૂબતી મઝધારને દિશા સાંપડી. પૂ.શ્રી ઝબકબાઈ મ.સ.ના સમાગમે તેમના ધર્મના સંસ્કાર ઝબકવા લાગ્યા. કસોટી : તારાબહેનને માર્ગ અને માર્ગદર્શક બંને મળી ગયાં હતાં, પણ ત્યાં તેમને લોહીની ઊલટીઓ શરૂ થઈ. પ્રવજ્યાના પંથે પ્રયાણ કરતાં અવરોધરૂપ ન બને તે માટે કુટુંબને ખબર પડવા દીધા વગર પૂ. શ્રી વસુમતીબાઈ મ.સ. અને પૂ. પ્રભાબાઈ મ.સ. વૈદ્યને ત્યાંથી દવા લાવી આપતાં અને તે દવાથી તેમણે તેમની તબિયત સુધારી', પણ કુટુંબીજનોની આજ્ઞા મળતી ન હતી. Page #190 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૬૭ “વૈરાગી વિરમે નહીં, કરીએ ક્રોડ ઉપાય; લાગ્યો રંગ મજીઠિયો, કેમે કરી ન જાય.” એટલે સુધી તારાબહેનને કહેવામાં આવ્યું કે તમારા ગુરુણીને અહીંથી પાછાં વળવાનું કહી દો, પણ જુવાનીમાં જોગનો યોગ લાધ્યો હતો તારાબહેનને. સંસારવિજેતા : છેવટે તેમને પ્રવજ્યાની રજા મળી. ત્રીસ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી. “માળા ઘો, ગાળતવો ” ગુરુ આજ્ઞા એ જ ધર્મ અને એ જ તપ. દીક્ષા અને ભિક્ષા લેતાં તો ઘણાંને આવડે પણ ગુરુની હિતશિક્ષા લેવી કપરી છે અને પૂ. તારાબાઈ સંપૂર્ણપણે તેમનાં ગુરુ પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને સમર્પિત થયાં. શાસ્ત્રાભ્યાસ : અનેક શાસ્ત્રો તેમને કંઠસ્થ હતાં. તેમના જ્ઞાનની વસંત હંમેશાં ખીલેલી અને ફાલેલી રહેતી. ઘણા સંપ્રદાયોનાં સાધ્વીજીઓ સાથે શાસ્ત્રવાચન કરતાં અને તેમને સમજાવતાં પણ ખરાં. એક વખત શાસ્ત્રોનું જ્ઞાન મેળવવા તેમનાં સંસારી સગાં આવતાં નજર જતાં શાસ્ત્રજ્ઞ ભગવાનજીભાઈની ટકોર થતાં પછી તેમણે ક્યારેય શાસ્ત્રાભ્યાસની એકાગ્રતાને તોડી નથી. ખરે જ! સાગરમાં ડૂબકી મારી મોતી મેળવવાનાં હોય ત્યારે કિનારે ઊભેલાની પરવા કરવાની ન હોય. પોતે આગમોનાં જ્ઞાતા હતાં છતાં પોતાની જાતને હંમેશાં વિદ્યાર્થી માનતા. ખમીર અને ખુમારી એક વખત વિહારમાં સામે ડાકુઓ આવ્યા. તેમના પડકારો થયા પણ પોતે નિર્ભયતાથી શાંતિથી ઊભાં રહ્યાં અને ડાકુઓ પાછા જતા રહ્યા. એક વખત ચૂડા શહેરથી વિહાર કરતાં સર્પે દંશ દીધો. પૂ.શ્રીને તો દેહ અને આત્માનું ભેદજ્ઞાન હતું. જીવનમાં ઉતારેલું હતું. લોગસ્સનું સ્મરણ કરતાં તેમણે વિહાર આગળ ચાલુ રાખ્યો. શાસ્ત્રજ્ઞાનના દીવડાના પ્રકાશમાં તેઓ બધાં પ્રસંગોને નિહાળીને નિર્ણય લેતાં. પૂ. વર્ષાબાઈ મ.સ.ના એપેન્ડિક્સના ઓપરેશન વખતે ડૉક્ટરે જ્યારે રાત્રે લૂકોઝના બાટલા ચડાવવાની વાત કરી, ત્યારે પોતે મક્કમ રહી ગ્યુકોઝના બાટલા ચડાવવા ન દીધા. મારે શરણે આવેલા સાધકનું પ્રભુ આજ્ઞાનો ભંગ થવા દઈ તેનું પતન નહીં થવા દઉં. બધાંના વિરોધ વચ્ચે રૂમનાં બારણાં Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] [ અણગારનાં અજવાળા બંધ કરી લોગસ્સ અને નવકારમંત્રના જાપ ચાલુ રાખ્યા અને શુભ સંદેશો આપતું સુવર્ણમય પ્રભાત ઊગ્યું. પૂ.શ્રી સુશીલાબાઈ મ.સ.ની ગંભીર માંદગી વખતે તેમની ઇચ્છા ન હોવાથી પોતે તેમને હોસ્પિટલમાં ન ખસેડવા માટે મક્કમ રહ્યા. એક વખત વિહારમાં માંસાહાર થતાં ભોજનવાળા ગામમાં રહેવા કરતાં ત્યાંથી થોડે દૂર જંગલમાં એક નાનીશી ઝૂંપડીમાં નીડરતાથી રાતવાસો રહેવાનું પસંદ કર્યું અને સૌની સંભાળ પોતે રાખતાં. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે કચ્છ ઉપર ભય તોળાતો હતો. બધાંની ત્યાં ન જવાની સમજાવટ છતાં પ્રભુ મહાવીરના ઉપાસકો પાછાં પગલાં ભરે નહીં. અભયના ઉપાસકોને ભય કેવો! એમ વિચારતાં. શ્વાસની સતત અને સખત તકલીફ હોવા છતાં ડોળીના આગ્રહને સ્વીકારતાં નહીં અને સ્થિરવાસ કરતાં નહીં. પારસનો સ્પર્શ : પૂ.શ્રી તારાબાઈ મ.સ.ના જેઠજીના પુત્ર ડૉ. આનંદલાલભાઈ પૂ.શ્રીની બિમારી માટે અને દર્શનાર્થે આવતા ત્યારે તેમના સત્સંગે તેમની ધર્મભાવના મહોરી ઊઠી અને તેમણે ૪૫ ઉપવાસની તપશ્ચર્યા કરી. એક ભાઈને વ્યસનના રાગીમાંથી ધર્માનુરાગી બનાવ્યા. પોતે ગરવાં હતાં, પણ ગર્વિષ્ઠ ન હતાં. સેવાનિષ્ઠ : વિ. સં. ૨૦૦૧ની સાલમાં વઢવાણના ચાતુર્માસમાં પૂ.શ્રી ઝબકબાઈ અને પૂ.શ્રી સૂરજબાઈ મ.સ.ની નાદુરસ્ત તબિયત સમયે તેમણે અને પૂ. શ્રી કેસરબાઈએ ખડેપગે સેવા કરી અને રાતદિવસ તેમને સૂત્ર-સ્વાધ્યાયનું શ્રવણ કરાવતાં. તેમની સેવાર્થે તેઓ વઢવાણમાં પાંચેક વર્ષ સ્થિરવાસ રહ્યા. ઈ.સ. ૨૦૧૩માં પૂ.શ્રી સુશીલાબાઈએ તેમની પાસે દીક્ષા લીધી, જે ત્રીજા શિષ્યા હતાં. ત્યારપછી શિષ્યા નહીં બનાવવાની પ્રતિજ્ઞા લીધી. ઓલવાતો આતમદીપ: વિ. સં. ૨૦૩૦માં અમદાવાદમાં નવરંગપુરાની બોર્ડિંગમાં માંદગી આવી. ૫° તાવ હોવા છતાં પણ સૂત્રોનું વાચન-પાચન ચાલુ રહેતું. ઉપચારની ઉપેક્ષા કરતાં. આચારનું પાલન કરતાં. અંતિમ અવસ્થાએ પણ ક્યારેક જ સૂતાં. તેઓ માનતાં કે આડી-અવળી ગતિમાં જવું હોય તે આડા પડે. ઓઠિંગણ તો તેમણે ક્યારેય લીધું નથી. એક Page #192 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૬૯ જ સ્થાને બેસતાં. પછી ત્યાં તાપ આવે કે ઠંડી આયંબિલમાં પાણી સાથે એક દ્રવ્ય માત્ર વાપરતાં. તેમનાં દર્શનાર્થે નિયમિત રીતે આવતા શ્રાવકોનાં જીવન પલટાઈ જતાં. “કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા”, એવા નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે. - શ્રીમદ્ રાજચંદ્રજી. નવરંગપુરાની બોર્ડિગમાં પધાર્યા. માંદગી વધતી ગઈ. પોતે નિજાનંદની મસ્તીમાં. એક પણ દવા નહીં લેવાની. પૂ.શ્રી શાંતિલાલજી મ.સા. તેમ જ પૂ.શ્રી વીરેન્દ્રમુનિ મ.સા. રોજ તેમને દસ વૈકાલિક સૂત્ર સંભળાવવા આવતા. પૂર્ણ જાગૃતિથી તેઓ સાંભળતાં. મૃત્યુ મહોત્સવ બન્યું ઃ મંગળવાર તા. ૨૫-૩-'૮૦ના રોજ સાંજે પાંચ વાગે “તમને કેમ છે?” તેમ પૂ.શ્રી વિમળાબાઈ મ.સ.ના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું : “હું જાઉં છું” કહેતાં બધાં પચ્ચકખાણ કર્યા. પોતાનું પ્રિય ઉ.સૂત્ર સંભળાવવા કહ્યું. એકાગ્ર ચિત્તે પૂ.શ્રી કાઉસગ્ગની મુદ્રામાં સાંભળતાં રહ્યાં. “દર્દ વચ્ચે દેહ ઝૂલતો, આતમભાવ ન ભૂલતો, દેહ દર્દ સહે દિલ નવકાર વદે, કરે મૃત્યુને પડકાર.” દીપ બુઝાતો હતો પણ આતમનું ઓજસ પ્રકાશતું હતું. ૧૨-૪૫ વાગે એક તારો આથમ્યો અને નભોમંડળમાં એક તારો ઊગ્યો. "सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारंतरति।" સત્યની આજ્ઞા ઉપર ઊભેલો બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.” –આચારાંગ સૂત્ર. આવા હતા અણગાર અમારા....આપને અમારાં અંગણિત વંદન હો! જ મજા સાથમાં એક જ કારતું હતું. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] [ અણગારનાં અજવાળા વિરહે વિરાગ ભણી પૂ. શ્રી વાસંતીબાઈ (વસંતબાઈ) મહાસતીજી [દરિયાપુરી સંપ્રદાય] નામ : વસંતબહેન, ૫ બહેન- ૧ ભાઈ. માતાપિતા : શ્રી લહેરીબહેન માતા, પિતાશ્રી : છોટાલાલભાઈ નગરશેઠ ઝીણાશ્રાવક. જન્મસ્થળ : કલોલ, જન્મ સમય : ૧૯૬૦, મહા સુદ ૫ વસંત પંચમી. જ્ઞાતિ : દશાશ્રીમાળી જૈન. શૈક્ષણિક યોગ્યતા ઃ ગુજરાતી ૫ ધોરણ. દીક્ષાતિથિ : સં. ૧૯૮૭, મહાસુદ પાંચમ, વસંત પંચમી. દીક્ષા સ્થળ : માધુપુરા. ધાર્મિક અભ્યાસ : ૯ સિદ્ધાંત અર્થ-ભાવાર્થ સાથે. વિહારક્ષેત્ર : ગુજરાત, કાઠિયાવાડ, ચરોતરમાં ભરૂચ સુધી. . કાળધર્મ-સમય : ૯૭ વર્ષ પૂરાં. ૭૨ વર્ષનો સંયમપર્યાય. તા. ૨૩-૧૨૦૦૨, પોષ સુદ ૧૦ બુધવારે રાત્રે ૧-૫ મિનિટે. સ્થળ : અમદાવાદ–વિજયનગર ઉપાશ્રય. ભક્તિ એવી પંખીણી, જેને જ્ઞાન-વૈરાગ્ય બે પાંખ છે; ચિદાકાશમાં એ તો ઊડે, જેને સદ્ગુરુ રૂપિણી આંખ છે. અખો મનોરમ્ય સુંદર ફૂલોથી લચી પડેલાં ડાળીવાળાં વૃક્ષો ઝૂલતાં હતાં, સુંદર કલાત્મક પાંખોવાળા રંગબેરંગી પતંગિયાં ફૂલે ફૂલે જઈ બેસતાં હતાં, પવન પણ જાણે ખુશમિજાજમાં મધુરું સંગીત રેલાવતો વાઈ રહ્યો હતો...કુદરતે પણ જાણે ખોબેને ખોબે પૃથ્વી ઉપર સૌંદર્ય વેર્યું હતુ...કઇ ખુશીમાં....! પંચ મહાવ્રતધારી શ્રમણોના ચરણરજથી જે કલોલની ધરતી સદાય પાવન થતી રહી છે તે પાવન થયેલી પસ્તી ઉપર ધર્મનિષ્ઠ માતા Page #194 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૭૧ લહેરીબહેનની કૂખે અને જેમણે જૈન-આગમ, સૂત્ર સિદ્ધાંતનો ઝીણવટપૂર્વક શાસ્ત્રાભ્યાસ કર્યો હતો તેવા ઝીણા શ્રાવક'નાં ઉપનામથી ઉપમિત થયેલા શ્રી છોટાલાલભાઈ નગરશેઠના કુળમાં વસંતપંચમીની રાત્રિએ વસંતબહેનનો જન્મ થયો હતો. કુદરત આ આત્મિક સૌંદર્યને લઈને જન્મેલી દીકરીના આગમનની ખુશાલી વ્યક્ત કરી રહી હતી. તેથી દીકરીનું નામ રાખવામાં આવ્યું વસંત. સમય સરતાં વસંતબહેન ૧૫ વર્ષની ઉંમરે યુવાનીના પ્રાંગણમાં પગલાં પાડી રહ્યાં હતાં ત્યારે...સ્વાભાવિકપણે થાય છે તેમ શ્રી ચમનભાઈ છોટાભાઈ સાથે સ્થાનકવાસી કુટુંબમાં તેમના લગ્ન થયાં, પણ ૨૧ વર્ષની ઉંમરે તેમના જીવનની બહારને ઉજ્જડ બનાવતું વૈધવ્ય આવ્યું. તે સમયમાં વૈધવ્ય એટલે વિમળતા પણ દીકરીનું પુર્નલગ્ન એટલે પાપ ગણાતું. સાસુમા સાથે વસંતબહેન હંમેશાં ઉપાશ્રયે જતા અને વિરહે તેમને વિરાગ તરફ વાળ્યા. વિલાપને બદલે તેઓ વૈરાગ્ય તરફ વળ્યાં. સાથે તેમની બાળવિધવા સખી ઘેલીબહેનની સંગાથે શાસ્ત્રજ્ઞ પૂ. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.ની છાયામાં ૫ વર્ષ ધાર્મિક અભ્યાસ કર્યો. ૨૭ વર્ષની વયે પૂ. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.ની શિષ્ય પૂ. શ્રી માણેકબાઈ મ.સ.ની નિશ્રામાં દીક્ષા લીધી. પૂ. શ્રી ઘેલીબાઈ મ.સ.ને પૂ. શ્રી સંતોકબાઈ મ.સ.ને સોપ્યાં. કારણકે પૂ. શ્રી વ્રજકુંવરબાઈને સાત શિષ્યા પછી નવી શિષ્યા નહીં કરવાની પ્રતિજ્ઞા હતી. પૂ. શ્રી વસંતબાઈ મ.સ.ના ૯ વર્ષના દીક્ષાપર્યાય બાદ કલોલ મુકામે પૂ. શ્રી ગુરુદેવ નાનચંદ્રજી સ્વામી તથા પૂ. શ્રી સમરતબાઈ સ્વામી તથા પૂ. શ્રી મણિબાઈ સ્વામી સ્થિરવાસ હતા તથા વિરમગામ પૂ. શ્રી હર્ષચંદ્રજી મ. સાહેબ સ્થિરવાસ હતા. પૂ. શ્રી માણેકબાઈ મ.સ. તથા પૂ. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.ના કાળધર્મ પામ્યા બાદ પૂ. શ્રી વસંતબાઈ મ.સ., પૂ. શ્રી મંગળાબાઈ મ.સ. અને પૂ. શ્રી સંતોકબાઈ મ.સ. તથા પૂ. શ્રી ઘેલીબાઈ મ.સ. ઠાણા વારા કરતી બન્ને સ્થળે વિનય, વૈયાવચ્ચ તથા સેવામાં હાજર રહેતા. સેવા વૈયાવચ્ચમાં પૂ. શ્રી વસંતબાઈનું જીવન વ્યતીત થયું હોવાથી જ્ઞાનાભ્યાસ વધુ થઈ શક્યો ન હતો. ૯ સિદ્ધાંત અર્થ-ભાવાર્થ સાથે કંઠસ્થ કર્યા. તેમને ૫ શિષ્યાઓ હતાં. તેમાંનાં ચાર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] [ અણગારનાં અજવાળા શિષ્યાઓનો અંતિમ સમય જાણી તેમને સંથારા સહિત અંતિમ આરાધના કરાવી હતી. અમદાવાદમાં ૨૨ વર્ષ રહ્યાં. છેલ્લાં ૭ વર્ષ પગની તકલીફ થવાથી ચાર ચોમાસાં બીમાનગર, સાંરગપુર તથા વિજયનગર કર્યા. ૯૭ વર્ષની ઉંમર, ૭૨ વર્ષનો દીર્ઘ અને શુદ્ધ-વિશુદ્ધ સંયમપર્યાય. તેમનાં શ્રાવકો ૧૦૦ વર્ષ ઊજવવા માંગતા હતા. બીમાનગરથી આગામી ચાતુર્માસ માટે ઘણી વિનંતીઓ આવી. સ્વીકારાઈ પણ ખરી. પણ...તે મધુરું સપનું અધૂરું રહ્યું. પૂ. શ્રીનાં દર્શને પૂ. સંતો, સતીજીઓ, શ્રાવકો દોડી આવતાં. પૂ. શ્રીના વાત્સલ્યમય ધોધ વહેતાં. આંખડીમાંથી અમી ઝરતાં. તે દિવસ કે રાત્રિ કેવી ઊગી! “ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે”? પોષ સુદ દસમ, તા. ૨૩-૨-૨૦૦૨ની બુધવારની મધ્યરાત્રિનો ૧ વાગતાનો સુમાર હતો. ગુરુ-શિષ્યા જ્ઞાનચર્ચા કરતાં બેઠાં હતાં. એક બીજાને સૂવાનો આગ્રહ કરતા પૂ. શ્રી સૂતા. પણ તેઓની તબિયત લથડતી હતી તે જાણી શિષ્યા પૂ. શ્રી હંસાબાઈ મ.સ.એ તેમને પૂછી સંથારો, આલોચના કરાવતાં પૂ. શ્રી “જાવ જીવ!” બોલ્યા અને તેમની મુખરેખા પલટી. નવકાર મંત્રની ધૂન ચાલુ કરી ત્યાં તો પાંચ મિનિટમાં પૂ. શ્રીનો આત્મા પરલોકે પ્રયાણ કરવા ઊપડી ગયો. जीवो अणाइ अणिधणो अविणासो अकखओ धुओ णिच । આત્મા અનાદિ, અનિધન (ક્યારેય નિધન ન પામે તેવો) અર્થાત અનંત, અવિનાશી, અક્ષય (ક્ષીણ ન થાય તેવો, ધ્રુવ (શાશ્વત) અને નિત્ય છે. જીવ ક્યારેય અજીવ થતો નથી અને અજીવ ક્યારેય જીવ થતો નથી. (ભગવતી સૂત્ર) Page #196 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] ઉજ્વલા પૂ. શ્રી પ્રભાવતીબાઈ મહાસતીજી [ ૧૭૩ [દરિયાપુરી સંપ્રદાય] નામ : પૂ. પ્રભાવતીબાઈ મહાસતીજી નામ : પૂ. પ્રભાવતીબહેન. હુલામણું નામ બચીબહેન. માતા-પિતા : પૂ. શ્રી સમરતબહેન. પિતા શ્રી જસકરણભાઈ. જ્ઞાતિ : વીશા ઓસવાલ જૈન. જન્મદિન : સં. ૧૯૬૨. માગસર માસ. જન્મ સ્થળ ઃ પાલનપુર લગ્ન : મંગળદાસ મહેતા (નવલખા પિરવાર) કુટુંબમાં. દીક્ષાદિન : સં. ૧૯૯૪ના ચૈત્ર સુદ ૧૫. દીક્ષાસ્થળ : પાલનપુર. દીક્ષાગુરુ : પૂ. શ્રી કેસરબાઈ મ.સ.. કાળધર્મ : સં. ૨૦૩૬ ફાગણ સુદ ૧૨ રાત્રિના ૧૧-૪૫ વાગે (ગામની અગિયારસ). સ્થળ : શાહપુર. એક નાનીશી નિર્ઝરિણીનું વિશ્વના મહાસાગરમાં મળી જવું. પોતાના વ્યક્તિત્વનું વિશ્વવ્યક્તિત્વમાં સમર્પિત કરવું. વ્યક્તિત્વ જાગે તો જ સમર્પણ સંભવે. જે પિંડે છે તે જ બ્રહ્માંડમાં છે. જે પોતાનામાં છે તે જ અને એમ તેવું જ સર્વત્ર છે. કાળજાના કટકા જેવી વહાલી પુત્રીરત્નને જન્મ આપી જનેતા સમરતબહેન થોડા જ સમયમાં મૃત્યુ પામ્યાં ત્યારે આ બાળકીને ‘બચી’ના હુલામણા નામે બોલાવી તેને વહાલભરી બચીઓથી નહવડાવી દેતાં. બચીબહેનને હિરનું નામ લઈ, હિરમય, સાધુજીવન જીવતા એવા હિર નામે ભાઈ હતા. પાલનપુરના રહીશ મંગલદાસ રાયચંદ મહેતા (નવલખા પરિવારમાં)ના સુપુત્ર અમરતભાઈ સાથે બાલવયમાં બચીબહેન લગ્નગ્રંથીથી જોડાયા. તેમણે ઉભયકૂળમાં સંસ્કારિતાનો દીવડો પ્રગટાવ્યો, Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] [ અણગારનાં અજવાળા પણ લગ્ન પછી માત્ર છ મહિનામાં તેમના સૌભાગ્યનો દીવડો ઓલવાયો. તે સમયે સ્થાનકવાસી સમાજમાં છ બહેનો બાળવૈધવ્યનું જીવન પસાર કરી રહી હતી. આ દીકરીઓ ઉત્તમોત્તમ આધ્યાત્મિક પંથે વળી પોતાનું જીવન ઉજ્વળ બનાવે તેવી ભાવનાથી પ્રેરાઈ સુશ્રાવક પીતામ્બરભાઈએ પૂ. શ્રી લક્ષ્મીચંદજી મહારાજ સાહેબને વિનંતી દ્વારા અભુત ચારિત્રનિષ્ઠ, સદાય આચારસંહિતા પ્રમાણે રમણતા કરનાર એવા પૂ. શ્રી ઝબકબાઈ મ.સ. તથા પૂ. શ્રી સૂરજબાઈ મહાસતીજીનું પાલનપુર મુકામે ચોમાસું નક્કી કરાવ્યું. પાલનપુરમાં ગુજરાતી સંત સતીજીનું પ્રથમ વિચરણ થયું ત્યારે પૂ. શ્રી કેસરબાઈ મ.સ., પૂ. શ્રી ચંપાબાઈ મ.સ. તથા પૂ. શ્રી તારાબાઈ મ.સ. ત્રણેયની દીક્ષા થઈ. તે જ સમયમાં પૂ. શ્રી મફતબહેન તથા પૂ. બચીબહેન સંસારપક્ષે નણંદ-ભોજાઈ થતાં. બંનેને વૈરાગ્યભાવના પ્રબળ થતી જતી હતી, પરંતુ માતાપિતાનાં રાગભાવને કારણે ૧૫ વર્ષ સુધી તેઓ સંસારમાં પણ વૈરાગ્ય અવસ્થામાં રહ્યાં પણ સમકિત જીવ ઘરમાં રહે પણ એના હૈયામાં ઘર ન રહે અને અંતે એક વખત જીવણવાડીના ઉદ્ઘાટનના મુહૂર્ત માટે જ્યારે જ્યોતિષીને બોલાવવામાં આવ્યા ત્યારે બચીબહેનથી રહેવાયું નહીં અને પોતાની દીક્ષા લેવાનું મુહૂત પણ તે જ્યોતિષી પાસે કઢાવી લીધું. ચૈત્ર સુદ ૧૫નું મુહૂત આવતાં તેમણે પિતાને અને શ્વસુરપક્ષે જાણ કરી તેમની અનુમતિ માંગી. અનુજ્ઞા મળી. દીક્ષાની તૈયારી થવા માંડી. ત્યારે શ્વસુરપક્ષે પણ તેમાં પોતાની અનુજ્ઞા સાથે આનંદ વ્યક્ત કર્યો અને દીક્ષાની શોભાયાત્રા પોતાને ત્યાંથી નીકળશે તેમ જણાવતાં સરળતાથી બચીબહેને તે વાત સ્વીકારતાં સં. ૧૯૯૪ ચૈત્ર સુદ ૧૧ને દિવસે બચીબહેનની મહાભિનિષ્ક્રમણની શોભાયાત્રા તેમને શ્વસુરગૃહેથી નીકળી અને બચીબહેન પૂ. કેસરબાઈ ગુરુણીની પટ્ટશિષ્યા બની બચીબહેનમાંથી બન્યાં પ્રભાવતીબાઈ મહાસતીજી. ઘણી વખત એવું બને કે આપ્તજનો કે વડીલોના મુખમાંથી નીકળેલા શબ્દો સામી વ્યક્તિના હૈયામાં હંમેશ માટે મંત્રો બની જડાઈ જતા હોય છે તેમ બચીબહેનના પિતાશ્રીના મુખમાંથી દીકરીનાં સંયમ વખતે શીખના બે શબ્દો સર્યા હતા.......“દીકરી! સંયમ માર્ગે જતાં ધ્યાન Page #198 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૭૫ રાખજે કે ઘી વહોરાવનાર મળશે પણ પાણી વહોરાવનાર નહીં મળે. એટલે કે નિર્દોષ આહાર મળશે પણ નિર્દોષ પાણી જલદીથી નહીં મળે માટે દયાપાલન સાથે પાણીનો ઉપયોગ ખૂબ જતનપૂર્વક કરજો.” અને પૂ. પ્રભાવતીબાઈ મ.સ. જીવનભર એ જ મંત્રમાર્ગને અનુસર્યા. પૂ. મફતબહેનની છ મહિના દીક્ષા મોડી થઈ અને તેઓ પૂ. વસુમતીબાઈ મહાસતીજી બન્યાં અને પોતાના જીવનપંથને ઉજ્વળ બનાવી ગયા. પૂ. પ્રભાવતીબાઈ મ.સ.ના ઉચ્ચતમ આદર્શો સાથેનું સંયમજીવન હોઈ તેમને દ. સંપ્રદાયમાં “પ્રભુજી' નામનું ઉપનામ મળ્યું હતું. સેવા, સમર્પણ અને સ્વાધ્યાય એ તેમના જીવનનો મુખ્ય મંત્ર હતો. બેથી વધુ શિષ્યા નહીં કરવાની તેવાં તેમને પ્રત્યાખ્યાન હતાં. તેથી તેઓ ગુરુ સમીપે રહી શકતાં તેનો તેમને વિશેષ આનંદ હતો. તેમના પ્રથમ શિષ્યા પૂ. લીલાવતીબાઈ મ.સ. હતાં. તેમના સંયમના અલ્પપર્યાયમાં જોરદાર અશાતાનો ઉદય આવતાં તેમની એટલે કે શિષ્યાની પણ ખડે પગે સેવા કરી. તેમાં પણ પાછા ન પડ્યાં. | મુંબઈમાં ગુજરાતી સાધ્વીરના તરીકે સર્વપ્રથમ પ્રવેશ કરનાર પૂ. શ્રી કેસરબાઈ મ.સ. આદિ ઠાણા ૮ હતાં. તે સમય દરમિયાન આઠ બહેનો પ્રવ્રજ્યા માર્ગે ગયાં. તેમાં પ્રથમ પૂ. શ્રી પ્રવીણાબાઈ મ.સ. પૂ. શ્રી પ્રભાવતીબાઈ મ.સ.ના દ્વિતીય શિષ્ય બન્યાં. તેમના જીવનમાં જ્ઞાનાભ્યાસ કરતાં ચારિત્રનું પાત્રતાનું મહત્ત્વ ઘણું હતું. ચૂસ્ત ચરિત્રપાલન : મુંબઈથી અમદાવાદ પાછા ફરતાં પગનો દુખાવો સખત રીતે વધતાં ડોળીનો ઉપયોગ અનિચ્છાએ પણ કરવો પડ્યો હોવાથી તેના પ્રાયશ્ચિત તરીકે સંપૂર્ણ દોષોથી મુક્ત થઈ આત્માને પૂર્ણપણે વિશુદ્ધ બનાવવા પૂ. શ્રી ગુરુ ભગવંત પાસેથી એક મહિનાનું છેદ પ્રાયશ્ચિત લીધું. બારી ખોલતાં–બંધ કરતાં ત્રસ કાયાદિની વિરાધના થવાની સંભાવનાનાં કારણે પોતાની પાટ બારીથી દૂર રાખતા. સૂર્યાસ્ત થતાં કોઈને પણ સંસારી સગાઓને પણ દર્શન આપતા નહીં, તેમજ વાંચણી સમયે વાતચીત પણ કરતાં નહીં. અમદાવાદમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે સર્વે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] [ અણગારનાં અજવાળા કલ્પનું પાલન કરતાં ૨૨ વર્ષ વિચરણ કર્યું. ડોળીમાં વિચરણ કરતી સમયે પૂ. શ્રી વસુમતીબાઈ શિષ્યાઓને તેમને વિચરણ કરાવવાનું કહેતાં. કોણ કોની શિષ્યા છે તે સાધુ સંતો કે શ્રાવક-શ્રાવિકાને ખબર ન પડતી. કોઈપણ પ્રકારના સંદેશા અર્થે તેમણે ચિઠ્ઠી-ચબરખીના પત્રવ્યવહારનો ઉપયોગ કર્યો નથી. અંતમાં સરસપુરનું ચાતુર્માસ કરી વિચરતાં વિચરતાં પૂ. પ્રભાવતીબાઈ મ.સ. શાહપુર પધાર્યાં. ત્યાં ધીમે ધીમે આહારની રુચિ ઓછી થતી ગઈ. શારીરિક શક્તિ ઘટતી જતી હતી, પરંતુ આંતરજાગૃતિનો દીવડો તો સતેજ જ થતો જતો હતો. ખરેખર! માત્ર બુદ્ધિની વૃદ્ધિ કરવાથી આત્મકલ્યાણ થતું નથી પરંતુ બુદ્ધિની શુદ્ધિ વડે આત્મકલ્યાણ શક્ય બને છે. પવસુયસંગેસુ’નું રટણ કરતાં અને ૨૯ પ્રકારનાં સેવન કરેલ પાપનું પ્રાયશ્ચિત કરતાં. પાઢિયારી વસ્તુઓ સોંપી દેવાની ભલામણ કરી. ‘અગિયારસને બાર વાગે' તેમ બોલતાં રહેતાં હતાં. તે પ્રમાણે જ બન્યું. ગામની એકાદશી અને આપણી ફાગણ સુદ બારસે રાત્રિના લગભગ ૧૧-૪૫ વાગે તેમનો આત્મા પરમાત્માના મિલન માટે દેહના પિંજરનો ત્યાગ કરીને ઊડી ગયો. ફાગણ સુદ ૧૩ના સવારે પૂ. શ્રી પ્રભાવતીબાઈ મહાસતીજીની પાલખી નીકળી. આપને અમારા અગણિત વંદન હો......! ખરેખર! મોહ એ જીવન સાથે જકડાયેલો ગાઢ અંધકાર છે. તે સુવિચાર, સુઆચાર અને દૃઢ પુરુષાર્થ વિના દૂર ન જ થઈ શકે. Page #200 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] જ્યોતિર્મય ભોમકા ભણી...... પૂ.શ્રી વસુમતીબાઈ મહાસતીજી શુભ નામ : મફતબહેન. માતાપિતા : શ્રી દિવાળીબહેન તલશીભાઈ ઝૂમચંદભાઈ મોદી. જન્મ અને જન્મસ્થળ : ૧૯૦૮, મે મહિનો, મુ. પાલનપુર. સંપ્રદાય : દરિયાપુરી દીક્ષા : વિ. સં. ૧૯૯૫, મહા સુદ દશમ; ઈ.સ. ૧૯૩૯, ૩૦મી જાન્યુઆરી. દીક્ષાદાત્રી : પૂ.શ્રી કેસરબાઈ મ.સ. ધાર્મિક અભ્યાસ : આગમ અને સૂત્રોના ઊંડા અભ્યાસી. [ ૧૭૭ કાળધર્મ : સં. ૨૦૩૧, ચૈત્ર વદ ૧૧, ઈ.સ. તા. ૬-૫-૧૯૭૫, મંગળવારે ૧૨માં ૧૦ મિનિટે. વિઠ્ઠલગઢ મુકામે. “કલ્યાણકુંજે વાણી વહાવે હૈયે અનેરી નિર્ણય કરતા સુ-કેલી જ સુધા–રસેલી પ્રગટે સુ-હેલી બુડંત–બેલી! !'' વંદુ હું ‘વસુ–સુવાસ’ છે વૈધવ્યે વધુ વિમલતા બેન! સંસારથી કૈં!” કેવડી નાની દીકરી! હજી તો ઢીંગલા-ઢીંગલીથી રમતી હોય! મુખ ઉપર સ્ફટિક જેવી નિર્દોષતાથી શુદ્ધ પારદર્શિતા છવાયેલી હોય. સંસાર શું કહેવાય તેની અંશમાત્રની સમજ ન હોય તેવી અણસમજમાં સંસાર શરૂ થાય અને પોતે જ ઢીંગલા-ઢીંગલી જેવાં હોય અને ઘર માંડ્યું ન માંડ્યું ત્યાં તો વાવાઝોડું ફૂંકાય.....બધું જ.....જમીનદોસ્ત થઈ જાય. સંસાર આખો અને હાઁ જ્યાં સંસારને જાણ્યો નથી ત્યાં તેની અસારતાની ખબર પણ કેવી રીતે પડે! પણ.......પણ....... ખરેખર! જીવનમાં કો'ક એવી ઘટના ઘટી જાય છે જે ઘટતાં રાહીના રાહને સમૂળગો બદલાવી નાખી રાહીને સંસારની ઊંડી ગર્તામાં ગબડતો Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] [ અણગારનાં અજવાળા અટકાવી તેના આત્માને જ્યોતિર્મય ભોમકા તરફની કેડીએ પગલી માંડતો કરી દે છે. જન્મ, લગ્ન અને વૈધવ્ય : આવી જ વાતની ઝાંખી કરાવતી મફતની આ વાત છે. અવિકસિત એવા બનાસકાંઠાના પૂર્ણ વિકસિત નગર એવા પાલનપુરમાં માતા દિવાળીબાઈની કૂખે અને પિતાશ્રી તળશીભાઈ ઝૂમચંદના કુળમાં મફત (પૂ.શ્રી વસુમતીબાઈ)નો જન્મ થયો હતો. પાલનપુર નગરે ઝવેરીઓની શ્રીમંતાઈની સાથે ત્યાગી સંતપુરુષોની–સતીરત્નોની ભેટ પણ જૈન સમાજને આપી છે. વર્ષો પહેલાંના નવાબીકાળના એ સમયમાં બાળલગ્નો કરવામાં આવતાં. તેમ મતબહેનનાં ચૌદ–પંદર વર્ષની ઉંમરે તે જ ગામમાં પીતાંબરભાઈ ઈશ્વરભાઈના સુપુત્ર દામાજી સાથે લગ્ન થયાં અને લગ્નને નવેક માસ પસાર થયા ન થયા ત્યાં તો દામાજીનું અવસાન થયું. “ભલું થયું ભાંગી જંજાળ.....સુખે.....” શું ખરે જ એવું બન્યું? માર્ગ પલટાયો : ખરે જ! એવું બન્યું ભાવિના ભૂગર્ભમાં શું છુપાયું છે તેની શું ખબર પડે! વૈધવ્યજીવનના આ નિમિત્તે મફતબહેનનો માર્ગ સમગ્રતયા પલટાવી નાખ્યો. તેમના મામાજીની દીકરી પૂ.શ્રી કેસરબાઈ મ.સ.ના સત્સંગે તેમની ઝળાંહળાં થતી સમ્યગ્ જ્ઞાનમાર્ગની આભાઓ મફતબહેનના માનસપટ ઉપર ઝળહળ થવા લાગી. શાળાનું વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કરતાં ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી પુરુષોત્તમભાઈ મ.સા. પાસે ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યાં. દરિયાપુરી સંપ્રદાયના પૂ.શ્રી ઝબકબાઈ મ.સ. તેમ જ પૂ.શ્રી સૂરજબાઈ મ.સ.ના સાન્નિધ્યમાં આગમનો અભ્યાસ કર્યો અને મફતબહેનની દીક્ષા માટેની દિવ્ય ભાવના પ્રગટ થતાં વિ.સં. ૧૯૯૫માં મહા સુદ દશમ, ઈ.સ. ૧૯૩૯, ૩૦મી જાન્યુઆરીના દિવસે દીક્ષા લઈ મફત-બહેનમાંથી તેઓ પૂ.શ્રી વસુમતીબાઈ મ.સ. બન્યાં. પૂ.શ્રી સદ્ગુરુણીના પ્રભાવે પૂ.શ્રી વસુમતીબાઈ મ.સ. શાસ્ત્રજ્ઞાનના ઊંડા અભ્યાસી બની ગયાં અને દીક્ષા પછીના પ્રથમ દિવસથી જ તેઓએ પ્રતિભાશાળી પ્રવચનકાર બની કાંઈક જીવોને પ્રતિબોધ પમાડ્યો. કંઈક સુષુપ્ત આત્માઓને ઢંઢોળી જાગૃત કરી તેમને તપ, ત્યાગ અને સંયમ માર્ગે જવા પ્રેર્યા. Page #202 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] હતો. [ ૧૭૯ વિચરણ : પૂ.શ્રીનો વિહાર પ્રદેશ સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્ર અનેક આત્માઓને ધર્માભિમુખ કર્યા : તેમની સરળતા, વિદ્વત્તા, ગંભીરતા એવા અનેક ગુણોથી પૂ.શ્રી અનેક જૈન-જૈનેતર શ્રોતાઓને અહિંસામય અને ધર્મમય બનાવ્યા. સંયમ અને શીલનાં દાન આપ્યાં. કેટલાંકને વ્રત–નિયમોનાં પચ્ચક્ખાણ કરાવ્યાં. ગુજરાતી સંત-સતીજીઓમાં વિ.સં. ૨૦૧૩માં પ્રથમ પૂ.શ્રી મુંબઈ પધાર્યાં. ત્યાંના સમાજને ધર્માભિમુખ કર્યો. કહો કે તેમના માટેના જ્ઞાનનાં દ્વાર ખોલ્યાં. પૂ.શ્રી.નાં મુંબઈનાં ચાર ચાતુર્માસ દરમિયાન ૧૦૧ યુગલોએ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. પાંચ બહેનોએ દીક્ષા અંગીકાર કરી અને અનેક આત્માઓ કલ્યાણને પંથે દોરાયા. પૂ.શ્રીને પાંચ સુશિષ્યાઓ ઃ (૧) પૂ.શ્રી દમયંતીબાઈ-પાલનપુર, (૨) પૂ.શ્રી દીક્ષિતાબાઈ-વઢવાણ, (૩) પૂ.શ્રી હીરાબાઈ-વઢવાણ, (૪) પૂ.શ્રી સવિતાબાઈ–કડી, (૫) પૂ.શ્રી પ્રફુલ્લાબાઈ–મુંબઈ. તેમને ૧૭ પ્રશિષ્યાઓ હતી. તેમનો કુલ ૪૨ ઠાણાનો પિરવાર છે. મુસીબતોને મૂંઝવી : એક વખત વિહાર કરતાં પૂ.શ્રી સૂરજબાઈ, તારાબાઈ, કેસરબાઈ અને વસુમતીબાઈ આર્યાજીઓને ચાર બુકાનીધારી ઘોડેસવારો આડા ફર્યા. કોઈ ડર્યું નહીં. સતત નવકારમંત્ર ભણ્યા. તેનો અને પૂ.શ્રી સતીજીઓનાં ઝળહળતાં ચારિત્રની અને તેમની નીડરતા અને નિર્ભયતાને કારણે ઘોડેસવારો પાછા ફર્યા. મુસીબતોમાં પોતે ન મૂંઝાયાં. શીલનું રક્ષાબંધન જીવનને નંદનવન બનાવે છે. ભીતિ અને પ્રીતિ : પૂ.શ્રી વસુમતીબાઈનાં વાણી અને સંયમ ખૂબ પ્રભાવક રહ્યાં. તેઓ સ્પષ્ટવક્તા અને નીડર હતાં. તેમની પાસે બાંધછોડની વાત કરી શકાતી નહીં. કડક શિસ્ત-પાલનના સદાગ્રહી, ભીતિ અને પ્રીતિ ઉભયની અનુભૂતિ કરાવનાર હતાં. સૂત્રજ્ઞાનનાં અભ્યાસી હતાં. તેથી વિદુષી મ.સ. તરીકે તેમણે પ્રસિદ્ધિ મેળવી. તેથી તેમને વાણી ઉપર ઘણું પ્રભુત્વ હતું. તેને કારણે તેમનાં વ્યાખ્યાનનાં પુસ્તકો ‘વસુઝરણાં’, ‘વસુધારા’, ‘વસુસુવાસ' વગેરે પુસ્તકોની વ્યાખ્યાનમાળા બહાર પડી. વિદુષીની વાણી : પૂ.શ્રી ઘાસીલાલજી મ.સા.ના શબ્દોમાં : “તેમની Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] [ અણગારનાં અજવાળા શૈલી તલસ્પર્શી, વિચારસભર, ગંભીર-ભાવવાળી છે. તેમાં સાત્ત્વિક જ્ઞાન, સિદ્ધાંતદર્શન તેમ જ ધર્મના રહસ્યનો ઉદય દેખાય છે. તેમની વાણી સાંભળવાથી તત્ત્વજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. તેમનાં વ્યાખ્યાનો મિથ્યાત્વના તિમિરનાશક છે.” વિધિનો સંકેત ઃ સં. ૨૦૩૧ની ચૈત્ર વદ ૧૧ મંગળવાર તા. ૬પ-૧૯૭૫ના રોજ ગૂઢવાણી ઉચ્ચારતાં, અગમનાં એધાણ પારખતાં હોય તેમ વિરમગામથી વિઠ્ઠલગઢ સવારે ૭-૪૫ વાગે આવી પહોંચ્યાં. વિહારમાં ખૂબ ધર્મ-ગોષ્ઠિ કરી હતી. પૂશ્રી મંજુલાબાઈ મ.સ.એ પૂછ્યું કે “આપની પથારી કઈ પાટ ઉપર કરું?” ત્યારે “ભદ્ર! આજે મારે પાટ ઉપર સૂવાનું જ નથી.” તેમ કહ્યું. જાણે કોઈ વિધિનો સંકેત હતો! ભેદર્દષ્ટિ ટળે તો ભય ટળે ઃ તેમની તબિયત સારી હતી. મન સ્થિર અને આત્મા સ્થિત હતો. પૂ.શ્રીની વાણી સબળ હતી. તેમને કોઈ દર્દ ન હતું. છતાં બારમાં દસ મિનિટે પૂ. શ્રી હીરાબાઈએ તેમના પાર્થિવ દેહને છૂટતાં નિહાળ્યો. તેમને ધર્મ સંભળાવી પચ્ચક્માણ કરાવ્યાં અને તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. તેમના પાર્થિવ દેહને લખતર લઈ જવામાં આવ્યો. ગામેગામથી સંતો-સતીજીઓ–લોકો પધાર્યા હતાં. ઉત્સવ ભવ્ય રીતે ગંભીરતાપૂર્વક ઊજવાયો. વસુવાણીની ચિંતન કણિકાઓ ઃ સર્વ જગતમાં અજ્ઞાનતિમિરને હટાવી જ્ઞાનમાર્ગે લાવનાર સંસારનાં મૂળ જે રાગ અને દ્વેષ છે તેના ઉપર વિજય મેળવનાર, સર્વજ્ઞ બન્યા છે. તે કારણે ભગવાનને ચોસઠ ઇન્દ્રો અને સર્વ જગતના જીવો જેને વંદન કરે છે તે ભગવાન મહાવીરને આપણે પણ વંદન કરીએ.” “આત્માનું ચિંતન નહીં આવે તો ચિંતા પણ નહીં ટળે. માટે સમર્થ રોય મા પમાયછે ભગવાન કહે છે : “હે ગૌતમ! ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ.” ચિંતાનલનો દવ લાગ્યો ત્યાં ચિંતનજલ ઉપાય છે તેનો આત્મતત્ત્વ ચિઢ્યો નહીં જેણે જીવન વૃથા ગુમાવ્યું એણે.” “છે ચિંતન સુધા તેથી ચિંતા-વિષ ટળે સદા; આત્મ-ચિંતન મુક્તિદ જીવન શુદ્ધિ-કારણે.” Page #204 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૮૧ “યોગક્ષેમદ માંગલ્ય સેવો સૌ ધર્મનું મહા, ચાર સંજ્ઞા ત્યજી આત્મા સાધો રમણતા સદા.” પૂ.શ્રીનાં વ્યાખ્યાનો રોચક, સરળ, હૃદયંગમ અને લોકભોગ્ય અને રસાળ શૈલીમાં રજૂ થયાં. જનતાની આળસને ઉડાડી, પ્રમાદ અને સુષુપ્તિને ટાળી તેમનો પ્રયાસ લોકોને અંધકારમાંથી ઉજાસ ભણી લઈ જવાનો સતત રહ્યો. વિશ્વની ધરતીના અનંતપ્રવાસીની, મધુરભાષિણીના બોલને લોકો સાંભળવા ઝંખતાં. તેમની જ્ઞાન-જ્યોત ઝબૂકી ગઈ અને એક વિરાટ પ્રતિભાનાં દર્શન કરાવતી ગઈ. આ છે અણગાર અમારાઆ.......આપને અમારાં અગણિત વંદન હો.... જાત પર વિજય મેળવનાર પરાજય પામતો નથી. ઝળહળતો હીરો પૂ. શ્રી હીરાબાઈ મહાસતીજી (ખત્રી) [દરિયાપુરી સંપ્રદાય સંસારી નામ : પાર્વતીબહેન. માતા-પિતા : માતા : રળિયાતબહેન, પિતાશ્રી ડાહ્યાભાઈ આશરા, જેતપુર. શ્વસુર પક્ષ ઃ બોસમિયા પરિવાર. પતિનું નામ : વનમાળીદાસભાઈ. મોસાળ : કાલાવડ. લગ્ન ઉંમર : ૧૧ વર્ષ, વૈધવ્ય ઉંમર ૧૫ વર્ષ દીક્ષાઉંમર : ૨૧ વર્ષ. દીક્ષાસ્થળ : સારંગપુર અમદાવાદ. દીક્ષાદાતા (નાના ઉત્તમચંદજી મ. સા.). Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] [ અણગારનાં અજવાળા દીક્ષાદિન : વિ.સં. ૧૯૯૪, વૈશાખ સુદ ૬, શુક્રવાર સવારે ૧૦ વાગે. દીક્ષા પછીનું નામ : પૂ. શ્રી હીરાબાઈ મ.સા. દીક્ષા પર્યાય ૪૧ વર્ષ કાળધર્મ દિન : સં. ૨૦૩પ તા. ૨૮-૧-૧૯૭૯. સોમવાર, મહા સુદ ૨. સાંજના ૪-૫૦ ક્લાકે. કાળધર્મ સ્થળ : અંધેરી, ઝાલાવાડ નગર, મુંબઈ, ઉંમર ૬૨ વર્ષની. આલોચના, સંથારો કરાવનાર ઃ આ. ગુ. ભ. પૂ. શ્રી શાંતિલાલજી મ. સા. અંતિમ ચાતુર્માસ : ઘાટકોપર, હિંગવાલા ઉપાશ્રય. દિલમાં દીવો કરો રે દીવો કરો, કૂડા કામક્રોધને પરહરો રે; સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું મટી જાશે.... પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે.... ત્યારે ભોમંડળમાં થાશે અજવાળું રે.... -રામાનુજ તિર્થંકરોના પાદયુગ્મ જે ધરાની ધૂળના કણકણ પણ પવિત્ર થયેલા છે એવી કાઠિયાવાડની, સૌરાષ્ટ્રની ભૂમિમાં ધોરાજી ગામે બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરવા ખમીરવંતા ક્ષત્રિય કુળ-બ્રહ્મક્ષત્રિય કુળમાં આશરા પરિવારમાં પિતા ડાહ્યાભાઈનાં કુળમાં અને ભાગ્યવંતી માતા એવી રળિયાતબાઈની કૂખે ઈ.સ. ૧૯૭રમાં જેઠ સુદ ૧૧ની શુભ સવારે લાવણ્યમયી પુત્રી પાર્વતીનો જન્મ થયો. સુસંસ્કારોના ઘડતર સાથે પાણીના રેલાની માફક સમય પસાર થતો હતો. ત્યાં “ઘર ઘર'ની રમત રમતી ૧૧ વર્ષની આ ઢીંગલીએ બોસમિયા પરિવારમાં વનમાળીદાસભાઈ સાથે શ્વસુરપક્ષે પગરણ માંડ્યાં. કુમળી કળી બની કુળવધૂ. ત્યાં તો સંસાર માંડ્યો ન માંડ્યો ને પાર્વતીના જીવનમાં વાવાઝોડું ફૂંકાયું. સપનાનો મહેલ પણ પૂરો ચણાયો ન ચણાયો ત્યાં તો ધરાશાયી થઈ ગયો. લગ્ન પછીનાં ત્રણ, ચાર વર્ષમાં વનમાળીદાસ ટૂંકી બિમારી ભોગવીને પરલોક તરફ પ્રયાણ કરી ગયા. દીકરી વિધવા બની. વ્યક્તિ અસંગ બને છે ત્યારે તેને ભક્તિનો એક રાજમાર્ગ મળી જાય છે. તેને જાણે પોતાનું એક અનોખું વિશ્વ મળી જાય છે. અંતરની દૃષ્ટિનો ઉઘાડ Page #206 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ]. [ ૧૮૩ થાય છે. હવે તેનો અંતરાત્મા પણ કાંઈક અવાજ દેવા માંડે છે અને તે વ્યક્તિની દશા બદલાઈ જાય છે અને તેને એક નવી દિશા મળી જાય છે. જ્યાંથી માનવીને મેળવીને કાંઈ ગુમાવવું ન પડે. જે કાયમ પોતાની પાસે રહેવાનું છે એવું પરમતત્વ પરમેશ્વર છે. તેને શોધવાનો પરમ માર્ગ તેને મળી રહે છે. પિયરમાં પાછી આવતી આ દીકરી પાર્વતીએ પુનર્લગ્નનો વિચાર ન કર્યો. જીવનમાં બનેલી આ દુઃખદ ઘટનાએ પાર્વતીના જીવન-નાવની દિશા બદલી નાખી. ઉજ્વળ ભાવિનાં એંધાણ વરતાવાં લાગ્યાં. એ સમયે સારંગપુરમાં બિરાજતાં દ. સં. ના પૂ. શ્રી છબલબાઈ મ.સ.ની વાણી સાંભળવા પાર્વતીબહેન અને તેમની માતા રળિયાતબાઈ રોજ ઉપાશ્રયે જતાં. પૂ. શ્રી છબલબાઈ મ.સ.ની પાર્વતીબહેનની દીક્ષા માટેની ઇચ્છાને ને મસ્તકે ચડાવી પાર્વતીબહેને જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો. બે ચોપડી માત્ર ભણેલાં તેમણે ૧૦ થોકડા, સામયિક, પ્રતિક્રમણ વગેરે કંઠસ્થ કરી લીધું, સાથે સૂત્રોનો પણ અભ્યાસ કરતા ૧૦ થોકડાં, સામાયિક, પ્રતિક્રમણ વગેરે કંઠસ્થ કરી લીધું, સાથે સૂત્રોનો પણ અભ્યાસ કરતાં. અને પૂ. શ્રી નાના ઉત્તમચંદજી ગુરુદેવ (દરિયાપુરી સંઘ), માતાપિતા વગેરે સર્વેની સંમતિ મેળવી ૧૯૯૪ના વૈશાખ સુદ છઠ્ઠ ને શુક્રવારે સવારે ૧૦ વાગે ૨૧ વર્ષની ઉંમરે સારંગપુર મુકામે મૂલ્યવાન સાચા હીરા જેવા ગુણોથી ઝળકતાં પાર્વતીબહેન સંયમ અંગીકાર કરી સંસારી મટી સંયમી બન્યાં. પૂ. શ્રી છબલબાઈ મ.સ. એ તેમનું નામ પૂ. શ્રી હીરાબાઈ મ.સ. રાખ્યું. દીક્ષા લીધા બાદ પૂ. શ્રી હીરાબાઈ મ.સ. સેવા-સ્વાધ્યાયમાં લીન બન્યાં. ગુરુની આજ્ઞાનો પડ્યો બોલ ઝીલતા. અને ગૃહસ્થનો પરિચય કરતાં નહીં. સહુની વચ્ચે છતાં સહુથી વિરક્ત રહેતાં. તેમનો કંઠ કોકિલ જેવો મીઠો અને સુમધુર હતો. ૫00 સઝાયો તેમને કંઠસ્થ હતી. રૂપાળાં હોવાથી શીલનું રક્ષણ કરવા માટે સતત સાવધાની રાખતા. અલ્પમિતભાષી, કષાયોની ઉપશાંતતા, સ્વભાવમાં સરળતા, વ્યવહારની કુશળતા અને અશાતાના ઉદયમાં ઉકળાટ કે અકળામણ અનુભવતાં નહીં. પૂ. શ્રી છબલબાઈ મ.સ., પૂ.શ્રી પાલીબાઈ મ.સ., પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ની તન, મનથી સેવા કરી. તેમનામાં અનન્ય આતિથ્થભાવ, આદરભાવ અને વિનયભાવ ઝળકતો. ગમે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] [ અણગારનાં અજવાળા તેવી તબિયત-તપસ્યામાં પારસી કરતાં જ. શિષ્યા બનનારને ચાનું વ્યસન છોડાવતા અને શિષ્યાઓનું ધ્યાન પણ રાખતા. આગમ સિવાય કોઈ પુસ્તક કે મેગેઝિન ન વાંચતાં. તે સમયે તેમને નવ શિષ્યા-પ્રશિષ્યાઓ હતા. વિચરણઃ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, ગોહિલવાડ, મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ. ૧૦ ઠાણા સાથે મુંબઈ તરફ વિચરણ કર્યું. જ્યાં આ. પૂ. શ્રી ગુરુ ભગવંત શાંતિલાલજી મ. સા. ઠાણા ૪ પણ ત્યાં જ બિરાજમાન હતા. ઘાટકોપરના ચોમાસા બાદ માટુંગાથી કાંદિવલી પહોંચવાની તેમની ભાવના હતી, કારણ કે પૂ. શ્રી રાજ ગુરુદેવની તબિયતને કારણે તેમને તેમની સેવા અને દર્શનનો લાભ લેવો હતો, પણ એક વખત પોતાને જ એટેક આવી ગયેલો હોઈ તેમને અશાતાવેદની ઊપજતાં અંધેરી અટકી જવું પડ્યું. તેથી પોતે અફસોસ કરતાં કે “દરિયો ઓળંગીને આવીને ખાબોચિયામાં ખૂંપી ગઈ.” પૂ. શ્રી હીરાબાઈ મ.સ.ની અશાતાવેદનીનો ઉદય થયો. તબિયત બગડવા માંડી. અંધેરી સંઘની ખૂબ સેવા તેમજ પૂ. શ્રી મંજુલાબાઈ મ.સ. પણ સેવા સ્વાધ્યાયાદિ કરાવતાં. પોતે પણ અપ્રમત્તભાવે આત્મશુદ્ધિપૂર્વક પાપોની આલોચના કરતાં આરાધનાનો યજ્ઞ માંડી દીધો. તા. ૨૭-૧-૭૯ની રવિવારની સવારે તબિયત વધુ ખરાબ થઈ. પોતે જ સંથારાનાં પચ્ચકખાણ, આલોચના, પ્રતિક્રમણ કર્યું અને સમાચાર મળતાં ગુરુદેવ પધાર્યા. તેમને ખમાવ્યાં, બધા દોષોની આલોચના કરી, પ્રાયશ્ચિત્ત લીધું. આત્માને વિશુદ્ધ અને પવિત્ર બનાવ્યો. મહા સુદ ૨, તા. ૨૮-૧-૭૯ ને સોમવારે સાંજે ૪-૫૦ કલાકે ૪૧ વર્ષના સંયમપર્યાયે તેમનો આત્મા નશ્વર દેહપિંજરને છોડી ગયો. પોતાને પોતાની અંતિમ વિદાયની ઝાંખી થઈ ગઈ હોય તેમ દરેક સાથે વર્યા. પૂ. શ્રી ગુરુદેવે તેમને “સાકરના ગાંગડાનું ઉપનામ આપેલું. આપને અમારા અગણિત વંદન હો...... શીલ અને સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ સમાગમમાં આવનારને પણ સુવાસિત કરી દે છે એવા સાધુ એટલે મૂર્તિમંત ત્યાગનો સાક્ષાત્કાર. Page #208 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] સત્સંગને રંગે બા. બ્ર. પૂ. શ્રી જસવંતીબાઈ મહાસતીજી [ ૧૮૫ [દરિયાપુરી સંપ્રદાય] નામ : જસવંતીબહેન (જશીબહેન) માતાપિતા : શિવાબહેન. પિતાશ્રી : શ્રી મણિલાલ છગનલાલ સંઘવી. જન્મ : સં. ૧૯૭૮-આસો વદ નોમ. જન્મસ્થળ : સુરત દીક્ષા : સં. ૧૯૯૫. મહા સુદ પાંચમને રોજ બુધવાર. સ્થળ : અમદાવાદ, છીપાપોળ. વૈરાગી વિરમે નહીં, લાગ્યો રંગ. મજીઠિયો, ધાર્મિક અભ્યાસ : સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન, આગમની વાંચણી, ૧૧ સિદ્ધાંતો અને સો થોકડા ઉપરાંત ઘણી બધી સજ્ઝાયો, કથાઓ અને વાર્તાઓ મોઢે કર્યાં હતાં. કરીએ ક્રોડ ઉપાય, કેમે કેમે કરી ન જાય.” ત્રિભેટે : એક બાજુ માતાપિતાનું સંસ્કારસિંચન, બીજી બાજુ પોતાના પૂર્વના સંસ્કાર અને ત્રીજી બાજુ તીર્થસ્વરૂપ પૂ. શ્રી નાથીબાઈ મ.સ. અને અવિસ્મરણીય એવા પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ. સાહેબનાં સત્સંગના ત્રિભેટેની ભેટ લઈને ઊભેલાં નાનકડાં જસીબહેન વૈરાગ્યના રંગે એવાં રંગાયાં જાણે લાગ્યો એવો મજીઠિયો રંગ જે કેમ કરી ન જાય! અને જસીબહેનનાં મનમાં વૈરાગ્ય-ભાવના એવી દૃઢ થઈ ગઈ કે તેમના ઘરમાં કોઈને પણ પૂછ્યા-જણાવ્યા વિના શાળામાંથી પોતાનું નામ કમી કરાવી આવ્યાં. તેમના નિર્ણયમાં સત્ય અને સત્ત્વ જણાતાં ઘરમાંથી કોઈએ તે વાતનો વિરોધ ન કરતાં તેને સ્વાભાવિક રીતે સ્વીકારી લીધી. શાળામાંથી નામ કમી કરાવી જૈનશાળામાં નામ નોંધાવી આવ્યાં. પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ. સા. પૂ. શ્રી નાથીબાઈ મ.સ. અને જસીબહેનનાં માતાપિતાએ જસીબહેનનાં વૈરાગ્યના રંગને ખૂબ કસ્યો, આકરી કસોટીએ ચડાવ્યો પણ જસીબહેનનું હીર ક્યાંય ઝંખવાયું નહીં. તેમાંથી સફળતાપૂર્વક પાર ઊતર્યાં. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] [ અણગારનાં અજવાળા સં. ૧૯૯૫ની સાલમાં મહા સુદ પાંચમને બુધવારના રોજ અમદાવાદ મુકામે છીપાપોળથી તેમની મહાભિનિષ્ક્રમણની યાત્રા નીકળી. નાની ઉંમરમાં દીક્ષા અંગીકાર કરી ગુરુ-ગુરુણીની આજ્ઞામાં, સેવા-વૈયાવચ્ચે અને જ્ઞાનધ્યાનમાં સમાઈ ગયાં. અગિયાર સિદ્ધાંતો, સો થોકડા, સક્ઝાયો, કથાઓ વાર્તાઓ તેમણે કંઠસ્થ કરી લીધાં. પૂ. શ્રી નાથીબાઈ મ.સ.ની સેવામાં એકધારા ૧૪ વર્ષ સુધી શાહપુરમાં તેમણે સ્થિરવાસ કર્યો. પૂ. શ્રી નાથીબાઈ મ.સ.ના કાળધર્મ પામ્યા પછી સં. ૨૦૩૩ ભાદરવા વદ ૧૧ને દિવસે પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.એ સતત ૨૦ વર્ષ સુધી ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોએ વિચરણ કર્યું. જ્ઞાનીને માટે વધુ જ્ઞાન મેળવવા માટે જ્ઞાનના સીમાડા સંકુચિત નથી હોતા. પોતે એવા જ્ઞાનપિપાસુ આત્મા હતાં કે જ્યાંથી જ્ઞાનનો પ્રકાશ લાધતો ત્યાંથી તે પૂરતાં આદર સહિત મેળવી લેવાનો પ્રયાસ કરતાં પણ તેમાં કચાશ ન રાખતાં. તેમના જીવનમાં આવતા પરિષદો અને ઉપસર્ગોને ઉમંગભેર વધાવતાં, સ્વીકારતાં, ભેટતાં પણ તેમાંથી પાછા ન પડતાં. તેઓ વડોદરા ભણી વિહાર કરી રહ્યા હતાં ત્યારે જ તેમના શરીરના સ્વાથ્યએ તેમને સાથ આપવાનું છોડ્યું હતું, તે વિહાર સમયે આકાશ સ્વચ્છ અને નિર્મળ હતું. પણ પદમણા પહોંચતા જ વરસાદ તૂટી પડ્યો. ધરતી અને આકાશ જાણે એક થઈ ગયા, બધે જ પાણી ભરાઈ ગયાં હતાં. વિશ્રામ કરવા માટે કોઈ સ્થળ દેખાતું ન હતું. છેવટે સર્વે પૂ. સાધ્વીજીઓ પૂ. જસવંતીબાઈ મ.સ.નાં મક્કમ નિર્ધાર સાથે એક બીજાના હાથનાં અંકોડાઓ ભેરવી છાણી સુધી વિહાર કર્યો. પોતે તર્યા અને બીજાને તાર્યા વડોદરા પહોંચતાં પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.ની તબિયત વધુ ખરાબ થતી ગઈ. ખોરાક લેવાતો બંધ થયો. તેમની અનિચ્છા સામે લુકોઝની બોટલ ચડાવવામાં આવી, પરંતુ સંવત્સરીના ઉપવાસ અને લોચ સમયે પોતે હિંમત હાર્યા ત્યારે લોચ માટે પ્રવીણાબહેન સી. શાહને બોલાવ્યાં. જાણે માતાનો મમતાળું હાથ ફરતો હોય તેમ તેમણે લોચ કરી આપ્યો. પૂ. શ્રી ખૂબ ખુશ થયાં અને તેમની ઉપર ઉરની આશિષ વરસાવી. છેવટે પૂ. શ્રી મોટા ગુરુદેવની હિંમત અને આજ્ઞાઓ આપતી ચિટ્ટીએ તેમનામાં પ્રાણ પૂર્યા. દિવસેદિવસે તેમની તબિયત વધુ ખરાબ થતી ગઈ, પણ તેમનું અંતર Page #210 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૮૭ અને તેમની આંખો પૂ. શ્રી ગુરુજીનાં દર્શન માટે તલસતી હતી. તે સમાચાર સાંભળી પૂ. શ્રી ગુરુદેવ ઉગ્ર વિહાર કરી વડોદરા આવ્યા. તેમને પ્રાપ્ત થયેલા બીજા સંકેત અનુસાર પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.ની ઇચ્છા અમદાવાદ જવાની હતી તો પૂ. શ્રીને શાતા રહે તે માટે લારીમાં સૂતાં સૂતાં લઈ જઈ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. ત્યાં લારી ચલાવનાર બહેનના હાથમાંથી લારી છૂટી ગઈ અને મહીસાગરની કોતરોમાં જઈ ખાબકી. જેને હજાર હાથવાળો બચાવવાવાળો બેઠો હોય ત્યાં કશું ન થાય. જીવનદાન મળી જાય. હજારો કાંટાઓની વચમાં પડેલા પૂ. શ્રીને શ્રી મોહનભાઈ તે કોતરમાં કૂદીને પૂ. શ્રીને પકડીને બહાર લઈ આવ્યા. અસંખ્ય કાંટાઓની વેદના અને ઉઝરડાના ઉપસર્ગો સામે તેઓએ સમતાભાવે ઊભાં રહી ધર્મની ગરવી ગરિમાને ઝળકાવી. છેવટે શાહપુર પહોંચ્યાં. ઓલવાતો દીપક વધુ પ્રકાશિત થતો હતો. પૂ. શ્રીની તબિયત ક્યારેક સારી લાગતી, પણ બધું છેતરામણું હતું. ત્રણ-ચાર ડિગ્રી તાવ હોવા છતાં સમતાભાવે સહન કરી જડ-ચેતનનાં ભેદજ્ઞાન સાથે પોતે સભાન અવસ્થામાં મૌન રહી આત્મધ્યાનમાં લીન બની ગયાં. પોતાને જીવલેણ રોગ ટી.બી. થયો હતો, અલ્સર દેખાયું, ખોરાક બંધ થયો હતો, ઊલટીઓ થતી તે બધું જ પોતાને ખબર હોવા છતાં વેદનાને વહાલથી ભેટતા. પોતે જિંદગી જીવી ગયાં, વેદનાને વહાલથી જીરવી ગયાં અને મૃત્યુને જીતી ગયાં. સં. ૨૦૧૩ના જેઠ સુદ અગિયારસ, ૮-૩૫ મિનિટે સોમવાર તા. ૧૬-૬-૯૭ના રોજ પાર્થિવ દેહ છોડી અંતિમ પ્રયાણે ગયાં. તે સમયે તેઓશ્રીની ઉંમર ૭૮ વર્ષની હતી. સંયમપર્યાય ૫૯ વર્ષનો હતો તેઓશ્રી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને સંયમપર્યાયે અનુભવવૃદ્ધ હતાં. તેમના ઉપદેશ : (૧) વિરોધીઓને ક્ષમા આપવી, તેમની પ્રત્યે ખાર કે ખુસથી વર્તવું નહીં. (૨) આપણે કરેલા નાના-મોટા ઉપકારને ભૂલી જવા. (૩) મૃત્યુ નિશ્ચિત છે તો જીવન સુધારીને જ નવો જન્મ સુધારી શકાય છે. (૪) કોઈ વ્યક્તિ તમારું કશું બગાડી શકતી નથી. પોતાનાં જ શુભઅશુભ કર્મથી બગડે છે કે સુધરે છે માટે જે જેવું કરે તેવું જ પામે. આ છે અણગાર અમારા....આપને અમારાં અગણિત વંદન હો! Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] અપ્રમત્ત આરાધક પૂ. શ્રી ધીરજબાઈ મહાસતીજી સંસારી નામ : ધીરજબહેન. માતા-પિતા : માતા શ્રી માણેકબહેન, પિતા : શ્રી કેશવલાલભાઈ. [ અણગારનાં અજવાળા જન્મ : સં. ૧૯૭૪, ભાદરવા વદ-૫. જન્મસ્થળ : ઉત્તર ગુજરાતનું પ્રાંતિજ નગર. દીક્ષા : ૨૨ વર્ષની ઉંમરે. દીક્ષાસ્થળ : પ્રાંતિજ. [દરિયાપુરી સંપ્રદાય] દીક્ષાગુરુ : પૂ. શ્રી હર્ષચંદ્રજી મ.સા. ગુરુણી : પૂ. શ્રી રંભાબાઈ મહાસતીજી. કાળધર્મ–સમય : સં. ૨૦૪૮ના વૈશાખ સુદિ ૧, તા. ૧૫-૪-૯૨ની સાંજે ૫-૪૦ કલાકે. સામાન્ય રીતે માનવીના જીવનમાં મહામોહને કારણે વિહ્વળતા જન્મે છે. તેનું મૂળ કારણ દેહ અને આત્માની ભિન્નતાનું અજ્ઞાન છે. એટલે જ મોહ એ જીવન સાથે જકડાયેલો ગાઢ અંધકાર છે. તે સમ્યજ્ઞાન વિનાન જ જઈ શકે. એ કેવો સુંદર અને પવિત્ર દિવસ ઊગ્યો હશે જ્યારે સૂરજનાં સહસ્ર કિરણો કોઈ શુભ, મંગલકારી અને દિવ્ય સંદેશ સાથે પૃથ્વીને પટે પ્રસર્યાં હશે! એ મંગલકારી દિવસ હતો સં. ૧૯૭૪ની ભાદરવા વદ પાંચમનો દિવસ-જ્યારે ઉત્તર ગુજરાતનાં પ્રાંતિજ નગરે માતા શ્રી માણેકબહેનની કૂખે અને પિતાશ્રી કેશવલાલભાઈને ત્યાં એક કુળ દીવડી–દીકરીનો જન્મ થયો. તેમનું નામ ધીરજબહેન રાખવામાં આવ્યું હતું. નાની ઉંમરમાં પિતાશ્રીનું શિરચ્છત્ર ગુમાવતાં માતાએ પિતાની પણ ખોટ પૂરી કરી તેમને ઉછેર્યાં. ૧૬ વર્ષની ઉંમરે પ્રાંતિજમાં જ લગ્નગ્રંથિથી જોડાયા. પણ રે કુદરત! તેમના લગ્નને પૂરાં બે વર્ષ ન થયાં ત્યાં તો પત્તાનાં Page #212 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૮૯ મહેલની માફક તેમનો સંસાર કડકભૂસ થઈ ધરાશાયી થઈ ગયો. તેમના પતિદેવ પરલોક સિધાવ્યા. ધીરજબહેનની સેંથીનો સૂરજ આથમ્યો પણ...તેમનો આતમદીપ પ્રકાશિત બની ગયો. નિમિત્તે તેમને જગાડી ગયું. તે દરમિયાન દ. સં.ના સાહિત્યરત્ન પંડિતરત્ન પૂ. શ્રી હર્ષચંદ્રજી મ. સા. ત્યાં પધાર્યા. તેમણે સંસારની અસારતા અને સંયમનો સાર જણાવતાં ધીરજબહેનનાં મનમાં વૈરાગ્યભાવો ઘૂંટાતા જતા હતા અને પૂ. શ્રીએ પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ને તે ઘૂંટાતા ભાવોમાં વેગ લાવવાની પ્રેરણા આપી. ધીરજબહેન આત્મસિદ્ધિનાં સોપાનો સર કરવા કટિબદ્ધ બન્યાં. ૨૨ વર્ષની ભરયુવાનીમાં પ્રાંતિજનગરે પૂ. શ્રી હર્ષચંદ્રજી મ. સા.ના શ્રીમુખેથી કરેમિ ભંતે'નો પાઠ ભણી ધીરજબહેન વિદુષી પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ના સુશિષ્યા બની પૂ. શ્રી ધીરજબાઈ મ.સ. બન્યાં. દીક્ષિત બન્યાં.જ્ઞાન, ધ્યાનમાં સ્થિર બન્યાં....સેવા, સમર્પણ અને સ્વાધ્યાયમાં લીન બન્યા. ૧૩ આગમ સિદ્ધાંતને કંઠસ્થ કર્યા. ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, રઘુવંશ કૌમુદી, તત્ત્વાર્થસૂત્ર, સંસ્કૃત વ્યાકરણ ૫૦ થોકડા આદિના ઊંડા અભ્યાસી બની આત્માભાવમાં સ્વયં સ્થિર બન્યાં અને શ્રાવકોને ધર્મમાં સ્થિર કરવા પુરુષાર્થી રહ્યાં. જીવનના અંત સુધી રોચક અને સરળ અને મધુર શૈલીમાં ગુજરાતમાં અનેક સ્થળોએ વિચરણ કરતાં પ્રભાવક શૈલીમાં પ્રવચન આપતાં રહ્યાં. દુનિયા આખી સૂતી હોય ત્યારે પોતે વહેલી સવારે ત્રણ વાગે જાગૃત બની આગમ-સ્વાધ્યાયમાં અપ્રમત્તભાવે લીન બની આરાધનામાં એકાકાર થતાં. તપમાં પણ વર્ષીતપ તેમજ ૭૦ વર્ષની વયે અઠ્ઠાઈતપની આરાધના કરી અલૌકિક આત્મબળનાં તેમણે દર્શન કરાવ્યાં. પૂ. શ્રી અંજુબાઈ મ.સ, પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ., પૂ. શ્રી પ્રેરણાબાઈ મ.સ. અને પૂ. શ્રી કૃપાબાઈ મ.સ. આદિ સતીરત્નો પૂ. શ્રીના ભાવવાહી સલ્બોધથી તેઓના પાવન સાનિધ્યમાં સંયમ જીવનને પામી સાધના માર્ગે આગળ વધી રહ્યાં છે. પૂ. શ્રીના જંબુકુમારના જીવનચરિત્રના પ્રવચનથી પ્રભાવિત થઈ તેમનાં શિષ્યા પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ.ના વડીલ બંધુ શ્રી રમણભાઈનાં અંતરમાં વૈરાગ્યબીજ રોપાયાં અને શ્રી રમણભાઈ દરિયાપુરી સંપ્રદાયનાં ૨૬મી પાટે બિરાજતાં આ.ભ.પૂ. શ્રી ચૂનીલાલજી મ. સા.ના ચરણે સમર્પિત Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] બની સંયમને પામી પૂ. શ્રી રાજેન્દ્રમુનિ મ. સા. બન્યા. પૂ. શ્રી ધીરજબાઈ મ.સ. તેમના અંતિમ ચાતુર્માસે અમદાવાદ છીપાપોળ પધાર્યાં. ચાતુર્માસની પૂર્ણાહૂતિ બાદ નવરંગપુરા જૈન છાત્રાલયમાં પધાર્યાં. અશાતાનો જોરદાર ઉદય હતો. છતાં સમતામાં રમણતા કરતાં સભાન અવસ્થામાં પ્રાયશ્ચિત્ત, આલોચના કરી સંથારો ગ્રહણ કર્યો. અઢી દિવસના સંથારા સાથે સં. ૨૦૪૮ના વૈશાખ સુદિ-૧, તા. ૧૫-૪-૯૨ની સાંજે ૫-૪૦ કલાકે સ્મરણ સાથે કાળધર્મ પામ્યાં. [ અણગારનાં અજવાળા ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે.... એ સંતોના ચરણકમલમાં મુજ જીવનનું અર્ધ્ય રહે.... આપને અમારાં અગણિત વંદન હો.....! અવિરામ અંતરયાત્રા બા. બ્ર. પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. નામ : વિમળાબહેન. જન્મ : ૩-૯-૧૯૨૩. સ્થળ : વઢવાણ શહેર માતાપિતા : રંભાબહેન મગનભાઈ દોશી. [દરિયાપુરી સંપ્રદાય] દીક્ષા : ૨૫-૫-૧૯૪૬, વૈશાખ વદ દસમ. દીક્ષા ગુરુ : પૂ. શ્રી ભગવાનજી મ.સા., ગુરુણી પૂ. શ્રી તારાબાઈ મ.સ.. ધાર્મિક અભ્યાસ : ૩૨ આગમ, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય. નિર્ભયતા અને આત્મસ્વતંત્રતા એ બે સાધુતાના મુદ્રાલેખો છે. જે સાધક પોતાના માર્ગમાં એક બાજુ સંકટના કાંટા અને બીજી બાજુ પ્રલોભનનાં પુષ્પો હોવા છતાં તેમાં કંટાળતો નથી કે મુગ્ધ થતો નથી તે Page #214 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૯૧ જ સાચો સાધક છે. અને સાધકના માર્ગમાં તો સંકુચિતતાનો ત્યાગ કરીને આખા વિશ્વનો સ્વીકાર છે તથા મોહસંબંધને છોડીને વિશ્વ સમસ્તની વ્યક્તિઓની સાથે નિર્મળ સંબંધ બાંધે છે. (વસ્તુ-અનુવમુ-ત્યાગી અને ગૃહસ્થત્યાગી). સાચે જ પૂર્વભવમાં કેવાં ઊજળાં કર્મો કર્યાં હશે કે ત્યારે જ સંયમ જીવન માટેનું એક ઉપાદાન તૈયાર થયું હશે કે જ્યારે દીકરી પછીના ભવમાં જન્મે છે ત્યારે ઊજળું પોત લઈને જન્મે છે, જેની દૃષ્ટિમાં સંસારનાં કોઈ પ્રલોભનોમાં તેનો જીવ લેપાતો નથી. તક મળી નથી કે તેની દોડ અને દોટ બંને ધર્માભિમુખ બને છે. સંસારમાં ખેંચવાના ગમે તેટલા પ્રયાસો થાય તો પણ તેનું લક્ષ મોક્ષનું હોય છે જે બદલાતું નથી. આગલા ભવમાં એક દિવ્ય પ્રકાશ તરફનો માર્ગ તેનો નિશ્ચિત થઈ ચૂક્યો હતો દીકરી વિમળાનો. ઝાલાવાડની ધન્ય ધરા એવા વઢવાણ શહેરમાં એક ધર્મનિષ્ઠ કુટુંબ એવા પિતા શ્રી વીરપાળભાઈ કોઠારીના કુળમાં અને માતાશ્રી વિજયાબહેનની કૂખે સ્ફટિક જેવાં વિમળ એવા વિમળાબહેનનો જન્મ તા. ૩-૯-૧૯૨૩ના પવિત્ર એવા જન્માષ્ટમીને દિવસે થયો. માતાપિતાએ તેના જીવનનાં ભણતર, ગણતર અને ઘડતર અર્થે શાળામાં મૂકી અને દીકરી વિમળાએ છ ગુજરાતી ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યાં એમના જીવનનાવની દિશા બદલાઈ. અક્ષરનો અભ્યાસ મૂક્યો અને સાધના, આરાધના અને ઉપાસના તરફ પગલાં ભરવાની શરૂઆત કરી. “સા વિદ્યા યા વિમુક્તયે” વિદ્યા એ જ છે કે જે મુક્તિ અપાવે તે તેમનો જીવનમંત્ર બની ગયો. ત્યાં વિ.સં. ૧૯૯૬માં વઢવાણ શહેરમાં પૂ. શ્રી ઝબકબાઈ મ.સ., પૂ. શ્રી સૂરજબાઈ મ.સ. અને પૂ. શ્રી તારાબાઈ મ.સ.નો સત્સંગ પ્રાપ્ત થયો. જાણે જનમોજનમની અધૂરી રહેલી આરાધનાને પરિપૂર્ણ કરવા જન્મ ધારણ કર્યો હોય તેમ આ સાધકા આત્માએ ૧૬ વર્ષની નાની ઉંમરમાં સ્વયંની ચેતના જગાડવા જાગૃત બની ગયાં અને એક ધન્ય પળે માતાપિતા પાસેથી પ્રવ્રજ્યા માટેની રજા મેળવી. તા. ૨૬-૫-૧૯૪૬ના Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] [ અણગારનાં અજવાળા દિવસે વૈશાખ વદ ૧૦ના રોજ સંસાર તરફથી મુખ ફેરવી સિદ્ધાંતપ્રેમી પૂ. શ્રી તારાબાઈ મ.સ.ના ચરણકમળમાં પોતાના જીવનને સમર્પિત કરી સાધકદશાને પ્રાપ્ત કરી અંતરના ઉત્કૃષ્ટ ભાવો સાથે દરિયાપુરી સંપ્રદાયના પરમોપકારી પૂ. શ્રી ભગવાનજી મ.સ.ના મુખેથી રેમિ ભંતેના માંગલ્યકારી પાઠનું શ્રવણ કરી વિમળાબહેન શ્રમણી બની ગયાં. જીવનનું સુકાન ફેરવાઈ ગયું. એક મોડ બદલાયો મંગલકારી માર્ગ તરફનો અને વિમળાબહેનનો. સંસારી મટી શ્રમણી તરીકેનો નવો જન્મ થયો. “આળાવું ધમો ને આબાપુ તેવો” સૂત્ર બનાવી પ્રથમ ચાતુર્માસ પૂ. શ્રી કેસરબાઈ મ.સ.ના સાનિધ્યમાં સુરેન્દ્રનગર કર્યું. ૧૪મું નાળ તો 'ના સૂત્રને આત્મસાત કરી ૩૨ આગમોનું વાચન અને પાચન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત ન્યાયના અભ્યાસ સાથે જૈનદર્શનનું ઊંડું અવગાહન કર્યું. પ્રમોદભાવે પ્રવચન પ્રભાવના દ્વારા શાસન પ્રભાવના કરતાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્રમાં અહમદનગર, પૂના, નાસિક, દેવલાલી આદિ ક્ષેત્રોમાં વિચરણ કર્યું. તેમની નીચે ત્રણ શિષ્યાઓ દીક્ષિત થયાં. ઈ.સ. ૪૬-૪૭નાં બે વર્ષ પૂ. શ્રી કેસરબાઈ મ.સ.ના સાન્નિધ્યમાં ગાળી ઈ.સ. ૪૮ થી ૭૯ સુધીનાં વર્ષો પૂ. શ્રી તારાબાઈ મ.સ.ને સમર્પિત કર્યા. તેમના અનન્ય કૃપાપાત્ર બની તત્ત્વજ્ઞાન, આગમજ્ઞાનના ગૂઢ રહસ્યો અને મર્મ મેળવ્યાં. ઈ.સ. ૧૯૮૦ની ૨૫મી માર્ચે પરમોપકારી એવા જેમણે અંતિમ ઘડી સુધી સિદ્ધાંતોની સાથે કોઈ બાંધછોડ કરી નથી, દવા નહીં, ઓટિંગણ નહીં, સાધનોનો ઉપયોગ નહીં વ સિદ્ધાંતોનું ચુસ્ત રીતે પાલન કર્યું એવા પૂ. શ્રી તારાબાઈનો આત્મા પરમાત્મા સાથે વિલિન થવા અંતિમ યાત્રાએ ઊપડી ગયો. ત્યારે પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. ગુરુ વિરહના વજ્રઘાત જીરવવા જ્ઞાનનાં ઉપયોગમાં જોડાઈ ગયાં. અગાઉ પાંચ ચાતુર્માસ મુંબઈ કરેલાં. ફરી ત્યાંની ચાહના અને ભાવનાને ધ્યાનમાં રાખી ૬૯ વર્ષની જૈફ ઉંમરે ધીરતા અને વીરતા રાખી મુંબઈનાં પાંચ ચાતુર્માસ કરી પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. ઈ.સ. ૧૯૯૭નું ચાતુર્માસ નવસારી કરી ઈ.સ. ૧૯૯૮માં અમદાવાદ નારણપુરા તેઓશ્રીનાં મોટાં ગુરુબહેન પૂ. શ્રી હીરાબાઈ મ.સ.ની નાદુરસ્ત તબિયતને Page #216 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૯૩ કારણે તેમને અપ્રમત્તભાવે અનુપમ આરાધના અને ધર્મશ્રવણ, સ્વાધ્યાય કરાવતાં રહ્યાં અને પૂ. હીરાબાઈ મ.સ. સમાધિભાવે કાળધર્મ પામ્યાં. તેઓશ્રીનાં લઘુગુરુબહેન પૂ. શ્રી સુશીલાબાઈ મ.સ.ને સતત ૧૫ દિવસ સુધી ધર્મારાધના-આલોચના કરાવી તેમને કેન્સરના અસાધ્ય દર્દમાં કોઈપણ પ્રકારના ઉપચારો વગર અનન્ય સમાધિભાવે કાળધર્મ પામ્યાં. આજે ૮૨ વર્ષની ઉંમરે શિષ્યા-પ્રશિષ્યાઓ સાથે વિચરતા ગૌરવવંતા સંપ્રદાયનાં ગૌરવવંતાં ગુરુણીમૈયા ઈ.સ. ૨૦૦૨માં પૂ. શ્રી વાસંતીબાઈ મ.સ.ના કાળધર્મ પછી ૬. સં.ના સાધ્વી શિરોમણી શ્રમણી જ્યેષ્ઠાના પદ પર આરૂઢ થયાં. પોતે હંમેશાં પોતાનામાં જ, મૌન સાધનામાં, આજીવન વિદ્યાર્થી અવસ્થામાં વિહરતા હોય છે. તેમના જીવનમાં “હા ગંતો તદ્દા વાદી”-જેવું તેમના અંતરમાં અંદર તેવું જ બહારમાં હોય છે. વિચાર, વાણી અને વર્તન એક જ હોય છે. “સંયમ વિના દયાકે વિશ્વબંધુત્વ પ્રાપ્ત નથી. ત્યાગ સિવાય વિશ્વક્ય સાધ્ય નથી. સ્વાર્પણ સિવાય નિરાસક્તિની પ્રાપ્તિ નથી. તેની પ્રાપ્તિ વિના સાચું સુખ કે શાંતિ નથી. આવો બોધપાઠ ભિક્ષુ સાધકની દિનચર્યા પરથી સહેજે મળી રહે છે.’’ આવા છે અણગાર અમારા પરમ શાંતિની મુદ્રામાં પાટ ઉપર બિરાજતાં હોય અને જ્યારે તેમનાં દર્શન કરતાં તેમના શાંત-પ્રશાંત પરમાણુઓ જાણે આપણને સ્પર્શતા હોય તેમ આપણને પણ પરમશાંતિની અને શીતલતાની અનુભૂતિ થાય. આવા અપ્રમત્તભાવે જ્ઞાનની અદ્ભુત લહાણ કરતાં વિહરતાં એવાં તેમની જન્મ શતાબ્દીની સુંદર તક સારાયે જૈનસમાજને સાંપડે. તેઓશ્રી નિરામય-નિરોગી રહે એવી સારાયે જૈન સમાજની મંગલમનીષાઓ. આવા છે અણગાર અમારા......તેમને અમારા કોટિ કોટિ વંદન હજો. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] [ અણગારનાં અજવાળા મૌનનાં મહિર્ષિ બા. બ્ર. પૂ. શ્રી ઈન્દુબાઈ મ.સ. [દરિયાપુરી સંપ્રદાય] નામ : ઈન્દુબહેન. જન્મ સમય : ૧૦-૧-૧૯૩૦. માતાપિતાનું નામ : મગંળાબહેન પ્રેમચંદભાઈ ગાંધી. જન્મ સ્થળ : વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) વ્યવહારિક જ્ઞાન : સાત ધોરણ ગુજરાતી, ત્રણ અંગ્રેજી ધોરણ. દીક્ષા : ઈ.સ. ૧૩-૫-૧૯૫૫, વૈશાખવ ૬ ૬, ૨૫ વર્ષની ઉંમરે. ગુરુણી : પૂ. શ્રી તારાબાઈ મ.સા.ના સુશિષ્યા પૂ. શ્રી વિમળાબાઈ મ.સા. ધાર્મિક અભ્યાસ : સાત આગમ કંઠસ્થ. કાળધર્મ : ૧૩ ૧૧-૧૨૦૦૬ સાંજ ૭.૨૦ મિનિટે સંથારા સહિત. આસક્તિ જ બંધન છે. એમ જામી એનાથી પર રહેવા મથે છે તે જ મહામુનિ છે. અને તે જ બાહ્ય અને આંતરિક બંધનો છોડી લોકો વચ્ચે રહેવા છતાં નિષ્કામ રહે છે અને તે જ મુનિ નિર્ભય થઈને લોકમાંથી પરમાર્થ શોધી એકાંતપ્રિય, શાંત, વિવેકી અને સમયજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરાથી મુક્ત થાય છે. “કિઠન ન બનો કદી હૃદય એ જ ઇચ્છુ, પ્રભુ!” —કલાપી ઈન્દુબહેન બાળપણથી જ સ્વભાવે નમ્ર, મૃદુ અને સરળ હતાં. પૂર્વભવનાં સંસ્કારો લઈને આવેલી એ દીકરી વઢવાણ શહેરનાં રહીશ પિતાશ્રી પ્રેમચંદભાઈ ગાંધી અને માતાશ્રી મંગળાબહેનની દીકરી હતી. એ પુત્ર તરીકે ફરજ બજાવતી ઘરમાં તિતલીની માફક ફરી વળતી...પણ સંસારથી અળગી રહેતી. આસક્તિથી વેગળી રહેતી. મોહ અને મમતાથી Page #218 -------------------------------------------------------------------------- ________________ : અણગારનાં અજવાળા ] [ ૧૯૫ અલિપ્ત રહેતી. જાણે જન્મથી ભેખ લઈને જન્મેલી એ દીકરએ પોતાના શ્વાસોશ્વાસ ભગવાનને સમર્પિત કરી દીધા હતા. ભગવાનને પ્રાર્થતી. તારું નામ જપતાં મારી જિંદગી પસાર થાય. મારી નિષ્ઠા તારા ચરણોમાં હોય તારી કૃપા સિવાય મારે કશું મેળવવાનું ન હોય. તારા ચરણમાં મને શરણ મળો! મારું જે કાંઈ છે તે સર્વ તને સમર્પિત કરું છું, એવી તે દીકરી ઇન્દુબહેનનું બાળપણ એવું હતું. • સંસ્કારોથી સંતાનો સુસંસ્કૃત થાય તેમ તે માતાપિતા દીકરી ઇન્દુબહેન તેમજ તેમની બે બહેનો અને એક ભાઈને ઉપાશ્રય રોજ મોકલતાં. ઇન્દુબહેન આ સંસ્કારોને આત્મસાત કરતા આત્મવૈભવ માણતા, આત્મામાં જ રમણતા કરતાં તેમ કરતાં તેમનો વૈરાગ્ય પ્રત્યેનો રાગ વધતો ગયો. તેમાં તેમના પૂ. પિતાશ્રીનું અવસાન થતાં એ તેમની દીક્ષા માટેનું એક નિમિત્ત બની ગયું અને પછી તેમના કાકાશ્રી ખીમચંદભાઈ છગનલાલ ગાંધીએ ઘરની જવાબદારી સંભાળવી શરૂ કરી. અને ઇન્દુબહેને ઉપાશ્રય બંધ કરાવ્યો. કારણ ઇન્દુબહેનને દીક્ષા દેવાની કોઈને ઇચ્છા ન હતી તેથી કુટુંબની દરેક વ્યક્તિએ ઇન્દુબહેનને દીક્ષા ન લેવા માટે ખૂબ સમજાવ્યાં પણ તેમનો વૈરાગ્યભાવ દૃઢ હતો. પંડિતજી પાસે પોતે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવા જતાં. શાળાનાં સાત અને અંગ્રેજીનાં ત્રણ ધોરણનો તેમણે અભ્યાસ કર્યો હતો. દરિયાપુરી સંપ્રદાયનાં વિદ્વાન ૫. પૂ. તારાબાઈ મ.સ. પાસે પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. સંસારમાં હતાં ત્યારથી તેમની સાથે ઇન્દુબહેન ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરતાં હતાં અને છેવટે પૂ. શ્રી ઇન્દુબહેનની વૈરાગ્ય પ્રત્યેની દૃઢતા જોઈ તેમના સમગ્ર પરિવારે તેમને દીક્ષા આપવા માટે મંજૂરી આપતાં તેઓએ ૧૩-૫-૧૯૫૫ના વૈશાખ વદ ૬ના રોજ ૨૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને સિદ્ધાંતપ્રેમી પૂ. શ્રી ગુરુણીમૈયા તારાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ. શ્રી વિમળાબાઈ મ.સ.નાં શિષ્યા ઇન્દુબહેન બન્યાં પૂ. શ્રી ઇન્દુબાઈ અણગાર. તેમને બે શિષ્યાથી વધુ શિષ્યા નહીં કરવાનો તેમનો નિયમ હતો. વિચરણ : તેમણે કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, સાયલા, વઢવાણ, વિરમગામ, અમદાવાદ, કલોલ, ધાનેરા, પાલનપુર, વડોદરા, પીજ, ઈંટોલા, સુરત, નવસારી, મુંબઈ, પૂના, નાસિક, અમલનેર Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] [ અણગારનાં અજવાળા જેવાં અનેક ક્ષેત્રોમાં વિહાર કરી પોતાના મૃદુ સ્વભાવ અને મીઠી વાણીની હેલી વરસાવી શ્રાવકોની ધર્મભાવનાને દઢ બનાવી. તેઓ હંમેશાં જાગૃત અવસ્થામાં પણ મૌન, ધ્યાન અને સમાધિમાં રહેતાં. પોતાનામાં જ રહેતા. તેમનું જીવન મૌન હતું. તેમનો ઉપદેશ પણ મૌનમાં અને મૌન દ્વારા અપાતો. છતાં તેમનાં સત્સંગીઓ તેમની પાસેથી ઘણું પામીને જતાં તેમ લાગતું. તેઓ જાણતાં કે અંતર્મુખ થઈને મૌન દ્વારા આત્માનો પ્રકાશ પામી શકાય છે. મૌનનો મહિમા ઘણો ઉચ્ચ કક્ષાનો હોય છો. કારણ કે સામાન્ય માનવી મોટાભાગે શબ્દોનાં ગુલામ બની જાય છે. તેમની જીભ ઉપર અસંખ્ય નિરર્થક શબ્દો રમતા હોય છે. અને તેના પરિણામનો વિચાર કર્યા વગર આવા નિરર્થક શબ્દો બહાર ફેંકતા હોય છે, જેમાંથી વાદ, વિવાદ, વિખ્વાદ અને વિસંવાદિતા સર્જાતાં વાર લાગતી નથી. જ્યારે શબ્દોનો સ્વામી મૌનમાં જીવે છે એવાં મૌનનાં મહિર્ષ પૂ. શ્રી ઇન્દુબાઈ મૌનમાં રાચતાં, જેથી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જેવા પરિપુઓ તેમની પાસે ફરકી શકતા નહીં. તેથી તેમના અંતરમાં ક્યાંય કૂડકપટ ન હતાં. મનમાં ક્યાંય કલેશ ન હતો. આત્મામાં ક્યાંય વિકાર ન હતો. લોકપ્રિયતાનો તેમને મોહ ન હતો. ઝાલાવાડની આ દીકરીમાં આવી આંતરિક સમૃદ્ધિ હતી જે તેમની અંતિમ ઘડી સુધી જળવાઈ. દીક્ષા બાદ સ્વાધ્યાય માટે થઈને પ્રસન્ન ચિત્તે ઉપવાસ કરતા. સાત આગમ તેમણે કંઠસ્થ કર્યા હતાં. તેમના ઉપદેશમાં ખાસ મંત્ર સૌને આપતા. “પરિસ્થિતિ સંયોગો અને સંજોગોનો હંમેશ સ્વીકાર કરજો”. જે ઉપદેશ તેમણે પોતે આચરી બતાવ્યો તેમના દીક્ષાપર્યાયના ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં તો પણ તેની ઉજવણી નહીં...જાહેરાત નહીં કે પોતાની પ્રચારલક્ષી કોઈ વાત નહીં. ગુરુદર્શનની તેમની લગન કેવી હતી? પોતાની નાજુક તબિયત છતાં સુરેન્દ્રનગરથી અમદાવાદ પૂ. આ. શ્રી વીરેન્દ્ર મુનિ મ. સા., આ. શ્રી શાંતિલાલજી મ. સા. તથા પૂ. શ્રી અપૂર્વમુનિ મ. સા.નાં દર્શને પધાર્યા અને પોતાના આતમની ગુરુ-દર્શનની પ્યાસ છીપાવી, કારણ કદાચ પછી ફરી એ તક નહીં મળે તો તે વિષે પોતે સભાન અને જાગૃત હતાં. Page #220 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૯૭ અંતિમ સમયે પોતે પૂરતી આંતરશુદ્ધિથી જાગૃત હતાં. પોતાની સમાધિમાં લીન હતાં. અન્ય પૂ. વિદ્વાન મ.સ.ઓએ તેમનો સંથારો પ્રતિક્રમણ, પચ્ચકખાણ અને ખમખામણાં કરાવ્યાં. છેલ્લે ૧૩-૧૧૨૦૦૬ના સમી સાંજના ૭-૨૦ મિનિટે એ વિરાટ આત્માનો વામનદેહ ઢળી પડ્યો તેમનું અંતઃકરણ અણિશુદ્ધ બની આત્મતત્ત્વની ચેતનામાં જાણે કે એકાકાર બનતું ગયું. પરમ આત્મતત્ત્વ પામવાના નિમિત્તનાં નિર્માણ થયા. જ્યાં મન વિરક્ત હોય, ઇન્દ્રિયોનો નિગ્રહ હોય, ત્યાં આત્માના ગુણોનો પ્રકાશ હોય તે સર્વ માટે સમભાવ લાવે છે. તેને કોઈના માટે ભેદભાવ રહેતો નથી. તેમને કોઈનો ભય નથી. કોઈના પર તેમને દ્વેષ નથી, કોઈ કામના નથી. તે મહાન આત્મા છેવટે કાયમ માટે મૌન બની મૌનના મહિમાનો મૌન સંદેશ આપતાં ગયાં. આ છે અણગાર અમારા ...તેમને અમારા અગણિત વંદન હો. અમ્યુદયા બા.બ્ર.પૂ.શ્રી પ્રજ્ઞાબાઈ મ.સા. (દરિયાપુરી સંપ્રદાય) શુભ નામ : કંચનબહેન (સંસારી નામ) બા.બ્ર. પૂ.શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ. માતાપિતા : શ્રી હીરાબહેન ચીમનભાઈ શહેર : ઓઝ દીક્ષા : સં. ૨૦૨૦, મહાવદ પાંચમ તા. ૨-૨-૬૪ પંદર વર્ષની ઉંમરે. દીક્ષા ગુરુ : પૂ.આ. પૂ.શ્રી ભાતૃચંદ્રજી મ.સા, જ્ઞાન દાતા : પૂ. શ્રી રંભાબાઈ મ.સ. દીક્ષા દાતા : પૂ.શ્રી ધીરજબાઈ મ.સ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] [ અણગારનાં અજવાળા जिणवयणे अणुरत्ता, जिणवयणं ज करंति भावेण । -- ભવના સંવિતિષ્ઠા, તે ત્તિ પરત્ત સંસારી II જે જિનેશ્વરના વચન ઉપર વિશ્વાસ કરે છે, શ્રદ્ધા કરે છે, તેની વાણીની અનુકૂળતા મેળવે છે તેનો સંસાર મર્યાદિત ભવનો બની જાય છે. સમર્પિત બનતો આત્મા પરમાત્મા બની જાય છે. તેમના ઓષ્ઠદ્વયે ફફડી રહ્યા હતાં. તેમને કાંઈક કહેવું હતું. પણ બોલી શકતા ન હતા. મૃત્યુને બિછાને પડેલી પત્નીને જોઈને અસ્વસ્થ થઈ રહેલા ચીમનભાઈ પુત્ર રમણ અને પુત્રી કંચનને વિષે તેમને બિલકુલ ચિંતા ન કરવાનું સમજાવી રહ્યા હતા : “માતાનો ખોળો અને પિતાનો ખભો આપીને તેમનાં જીવનનું હું ઘડતર કરીશ.” તેમણે કહ્યું. પણ કેમેય માતા હીરાબાનું મન માનતું ન હતું. પોતાના વ્હાલસોયાં બેય બાળકો સામે અનિમેષ દૃષ્ટિથી વહાલ વરસાવતાં જોઈ રહ્યાં હતાં. યાદ આવી જાય છે ત્યારે કવિ કલાપીનું એ કાવ્ય જેમાં માતા વિનાના પ્રેમથી નોધારો થતાં એ બાળકોને છોડતી, સ્વર્ગે સીધાવી રહેલી માતાની હૃદયદ્રાવક વેદના અને સંવેદનાને રજૂ કરતું કાવ્ય : “અરર બાલુડા! બાપલાં અહો! જનની આ હવે સ્વર્ગમાં જતી.” મહામહેનતે મંદ સ્વરે માતાએ કહ્યું : “મારી કુખ અને તમારું કુળ દિપાવે એવા સંસ્કારોથી આ બાળકોનું જીવનઘડતર કરી તેમને બંનેને જૈનશાસનને ચરણે મારે સમર્પિત કરવા છે.” ખરેખર જ્યારે આંખો બંધ થવાની તૈયારી હોય છે ત્યારે આંતરચક્ષુ ખુલી જાય છે. પૂર્વના સંસ્કારોને ઝીલતી અને ઝગમગાવતી આ માતા વર્તમાન કર્મના આવરણોને તોડતી પોતાના કાળજાના કટકા સમાન આ બંને બાળકોને જન્મ આપનાર આ જનની તેમને અજન્મા બનાવવા જૈનશાસનને ચરણે સમર્પિત કરવા તૈયાર થઈ. બબ્બે દીકરીઓના બુઝાયેલા જીવનદીપે પૂ. હીરાબાના અંતરમાં સમ્યક વિચારોનાં અજવાળાં ફેલાવ્યાં. તેમના જીવનની દશા અને દિશા બદલાઈ ગઈ. દીકરીઓના વિયોગના દુઃખોને જીરવતાં જીરવતાં પોતાના આત્માને જીતતાં ગયાં. હવે તેમને સંસાર, દુઃખોનાં માટલાંને પકવતો એક નિભાડો લાગવા માંડ્યો હતો. ભવિષ્યવાણી પ્રમાણે પોતાનાં બંને બાળકો દીક્ષા ગ્રહણ કરી લેશે તેવા ભયથી ભૃગુ પુરોહિત દંપતિએ તો પોતાનું નગર છોડી દીધું હતું અને Page #222 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૧૯૯ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વજન્મની અનુભૂતિઓ અને સ્મૃતિઓને આધારે મૃગાપુત્રે પોતાનાં માતાપિતા પાસે જ્યારે દીક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા માંગી ત્યારે તેમના માતાપિતાએ પણ મૃગાપુત્રને સંયમના કઠિન માર્ગે ન જવા ઘણું સમજાવ્યા ત્યારે પૂ. હીરાબાએ તો પોતાના પતિ ચીમનભાઈ પાસેથી પોતાના બાળકોની પ્રવજ્યા અંગેનું વચન મેળવી લઈ કઠિન એવા સંયમની અનુમોદના કરી પોતાના જીવનમાં ભવાંતરે પણ સંયમનું સ્થાન નક્કી કરતું ભવનું ભાતું સાથે બાંધી લીધું. પોતે મૃત્યુને મહોત્સવ બનાવવા સાવધાન થયાં. જ્ઞાન-વૈરાગ્ય દ્વારા પોતાના કલ્યાણનો માર્ગ ખુલ્લો કરી શાશ્વત શાંતિના પરમ પદને પામવા અંતિમ પ્રયાણ આદર્યું. ધન્ય છે એ બન્ને માતાપિતાને. - લોકમાતા નર્મદા નદીને કિનારે વસેલા ગરવી ગુજરાતના ઓઝ નામના ગામની આ વાત છે. જ્યાં અઢારે આલમના વસવાટ વચ્ચે માત્ર એક પૂર્વ સંસ્કારોના સિંચનથી સિંચાયેલું ધર્મનિષ્ઠ એવું આ જૈન કુટુંબ વસતું હતું. તેમાં પૂ. હીરાબાએ આ જગત ઉપરથી વિદાય લીધી અને હવે ચીમનભાઈ પોતાનાં ધર્મપત્નીને દીધેલા વચનને પૂર્ણ કરવા માટે દુઃખમાંથી બેઠા થયાં. મનને વાળીને જાગૃત કર્યું. પોતાના એ નાનકડાં ગામમાં જેનોની વસતી ન હોવાને કારણે સંતોનું આગમન થતું ન હતું. તેથી તેઓ ધર્મને આરાધવા આરાધનાના અવસરને શોધી રહ્યા હતાં. અવસરને અવધાર્યો : ઓઝના એક જૈન પરિવારના શ્રેષ્ઠી શ્રી દલસુખભાઈ શેઠ પર્યુષણ પર્વની આરાધના કરવા રાજકોટ જઈ રહ્યા હતાં. આ તકનો લાભ લઈ શ્રી ચીમનભાઈ તેમની સાથે જોડાયા. અને રાજકોટ પર્યુષણની આરાધના કરી વઢવાણ શહેરમાં ચાતુર્માસ બિરાજતા બા.બ્ર. પૂ.શ્રી ભાતૃચંદ્રજી મ.સા.નાં દર્શનાર્થે ગયા. તેઓશ્રીનાં દર્શન કરતાં શ્રી ચીમનભાઈને પોતાના સંતાનોને આ ગુરુજીને સોંપવાનો વિચાર ફૂર્યો. સંત સમાગમ માત્ર કેવો છે! અજ્ઞાનીને જ્ઞાન મળે, જ્ઞાનીને સમાધાન મળે, દુઃખિયાને સાંત્વન મળે, સુખિયાને બુદ્ધિ મળે. પૂ. હીરાબાના અંતિમ સમયની ભવ્ય ભાવનાની બધી વાત પૂ. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] [ અણગારનાં અજવાળા ચીમનભાઈએ પૂ.શ્રી ભાતૃગુરુને જણાવી. પૂ.શ્રી ભાતૃગુરુએ પોતે બધી યોગ્ય વ્યવસ્થા કરશે અને થઈ જશે તેમ તેમને જણાવી નિશ્ચિત કર્યા અને તેમને સાંત્વન આપી શાંત કર્યા. રાત્રિના અંધકાર પછી ઉજાશનો સંદેશો લઈને આવતું પ્રભાત ઊગ્યું. પૂશ્રી ભાતૃગુરુએ કલોલ બિરાજી રહેલાં પૂ.શ્રી સાધ્વીરત્ના રંભાબાઈ મ.સ. પર ચીમનભાઈની પુત્રી કંચનબહેનને પોતાની સાથે રાખી વૈરાગ્યના રંગે ચડાવી તેમની અંતેવાસી બનાવવા ભલામણ ચિઠ્ઠી લખી આપી. પોતાની માતા નાથીબાઈને આ વાત જણાવવા શ્રી ચીમનભાઈ ઓઝ પાછા ફર્યા. મૂડી કરતાં પણ વ્યાજ વધારે વહાલું હોય તેમ દાદીમા નાથીબાઈ દીકરીના વૈરાગ્ય વિષેની વાત ઘણી સમજાવટને અંતે સમજ્યાં. શ્રદ્ધાને સહારે શ્રી ચીમનભાઈ દીકરી અને ભલામણ ચિઠ્ઠી લઈને પૂ.શ્રી રંભાબાઈ મ.સ. પાસે કલોલ પહોંચ્યા. તેમને પૂ.શ્રી ભાતૃગુરુની ભલામણ ચિઠ્ઠી આપી. પૂ.શ્રીએ એ ચિઠ્ઠી વાંચીને સંઘ આગળ રજૂ કરી અને સૌએ આ ફૂલ જેવી નાનીશી બાળાનો સત્કાર કરી સ્વીકાર કર્યો. બીજો જે પ્રશ્ન હતો તે આપોઆપ ઉકેલાયો. ત્યાંના રહેવાસી ધર્મપ્રિય શ્રેષ્ઠી શ્રી રતિલાલભાઈ નાથાલાલ શાહે પૂ.શ્રી સતીજીને વિનંતી કરી કે પોતે પોતાની સાત દીકરીઓની સાથે કંચનબહેનને આઠમી દીકરી તરીકે સ્વીકારી તેની રહેવા-જમવાની તદુપરાંત તેના શાળાના અભ્યાસની બધી જવાબદારી પોતેને શિર લઈ લેશે. ચીમનભાઈનું એક સપનું સાકાર થયું. આ નાનકડી પુત્રીને ત્યાં સોંપીને તેઓ તેના વિયોગમાં ભારે પગલે ઓઝ પાછા ફર્યા. પોતાની ધર્મપત્નીની ભાવના સાથે દીકરીના વિયોગે ચીમનભાઈની આંખો આંસુથી છલકાઈ ગઈ. કહેવાય છે કે દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તરછોડે ત્યારે ગમે તેવા શૂરવીર પિતા પણ ઢીલા થઈ જાય છે. એ નિમિત્તે દીકરીને મળવા અને પૂ.શ્રી સતીજીનાં દર્શનવાણીનો લાભ લેવા ચીમનભાઈ અવારનવાર કલોલ પહોંચી જતા. ધન્ય તે ગુરુદેવ! ધન્ય ગુરુણીમૈયા અને , ધન્ય તે ઉદાર શ્રાવકરત્ન. અહા! કેવો ત્રિવેણીસંગમનો રંગ જામ્યો. પુણ્યશાળીને પગલે નિધાનઃ ઇતિહાસને પાને કાંઈક દાતાઓનાં નામ સુવર્ણઅક્ષરે અંકિત થઈ ગયાં. જેમની ઉદારતાનું ઉદાહરણ આપી તેમને આજે પણ યાદ કરાય છે. જ્યારે પોતાની સાત સાત દીકરીઓનાં Page #224 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૦૧ લાલનપાલનની સાથેસાથે ૧૨ વર્ષની ઊછળતી કૂદતી નાનીશી નિર્ઝરિણી જેવી ચીમનભાઈની દીકરીનાં સંવર્ધનની જવાબદારી પોતાને શિરે લઈ લેનાર શ્રી રતિભાઈની નિર્મળ, નિર્ભેળ અને નિઃસ્વાર્થ ઉદારતા પણ અત્રે ઉલ્લેખનીય અને નોંધનીય છે અને વંદનીય અને સ્તુત્ય છે. કંચનના જબ્બર પુણ્યોદયે શાળાનું ભણતર અને કુશળ શિલ્પકાર પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ને ટાંકણે આ શિલ્પને કંડારીને તેનું સુંદર સંસ્કારવિધાન શરૂ થયું. આ પુણ્યશાળી દીકરીને પગલે રતિભાઈને ત્યાં સાત દીકરીઓ ઉપર પુત્ર–રત્નનો જન્મ થયો. આમ ગુરુણીની છત્રછાયામાં રહેતી કંચનબહેન પોતાના ઘર કે ગામને ભૂલીને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સવા ત્વમેવ......... માં તેનું આખુ જગત સમાઈ ગયું. આ બાજુ ભાઈ રમણ શૈક્ષણિક વિકાસમાં આગળ વધી ગયો હતો. ઓલ્ડ એસ.એસ.સી.માં પ્રથમ વર્ગમાં પાસ થયો. સુરતમાં મોસાળમાં જઈ ગાર્ડન મિલમાં સર્વિસ શરૂ કરી. તેમનામાં ધાર્મિક સંસ્કારો હતા છતાં વૈરાગ્યભાવની કોઈ છાયા દેખાતી ન હોવાથી ચીમનભાઈને પત્નીને આપેલ વચનને કારણે ચિંતા રહેતી. ત્યારે કંચનબહેનની સંયમની થતી વેગવંતી પ્રબળ ભાવનાને કારણે સંયમાભિલાષી કંચનબહેનને સં. ૨૦૨૦, મહા વદ ૫, તા. ૨-૨-૬૪ના રોજ પંદર વર્ષની કિશોરાવસ્થામાં શ્રી કાંતિલાલ ત્રિભોવનદાસ શાહને ત્યાંથી પૂ.શ્રી ભાતૃદેવગુરુના શ્રીમુખેથી દીક્ષાપાઠ ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પૂ.શ્રી રંભાબાઈ મ.સ.નો દેહવિલય થતાં કંચનબહેન પૂ.શ્રી ધીરજબાઈ મ.સ.ના અંતેવાસી બન્યા. તેઓ કંચનમાંથી બા.બ્ર.પૂ.શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ. બન્યા. તેમનું પ્રથમ ચાતુર્માસ પ્રાંતિજ થયુ. ત્યાં પૂ.શ્રી પ્રજ્ઞાબાઈના શાળાનાં અને ધાર્મિક અભ્યાસની સાથેસાથે સેવા, સ્વાધ્યાય અને વૈયાવચ્ચનાં કાર્યો ચાલુ જ હતાં. ભાદરણનું ચોમાસું પૂર્ણ થયા પછી ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં આ સતીવૃંદ જ્યારે ઓઝ ગામમાં પધાર્યું ત્યારે પોતાના ગામની દીકરી અને પોતાની કુળદીવડીને પ્રથમવાર સાધ્વીજીના સ્વાંગમાં જોતા દાદીમા અને પિતા તો હરખઘેલાં થઈ ગયાં. એ નાના ગામમાં પણ હરખની હેલી ચડી. સુરતથી રમણભાઈ પણ ભગિની સાધ્વીની ઓઝમાં આગમનની જાણ થતાં નોકરીમાંથી રજા મેળવી વતન પહોંચી ગયા. ગામ લોકોની સાથે તેઓ પણ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] [ અણગારનાં અજવાળા પૂ.શ્રી ધીરજબાઈ મ.સ.ના અતિ મધુર અને રોચક શૈલીમાં જંબુકુમારનું જીવનચારિત્ર, તેમનો સુધર્મા સ્વામી સાથેનો સમાગમ અને સંવાદ, જંબુકુમારનું આઠ આઠ પત્નીઓ સાથેનું લગ્ન, ઐશ્વર્ય અને વિલાસમય જીવન છતાં સુધર્મા સ્વામીના સમાગમ બાદ તેમને સોહામણો સંસાર બિહામણો લાગવા માંડ્યો. ફૂલોની શૈયા સમા સંસારની ભીતરમાં હજારો કંટકો પથરાયેલા જોયા. છેવટે સંયમનાં શ્રેષ્ઠતમ સુખોની વાતો સાંભળતાં સાંભળતાં રમણભાઈના અંતરમાં વૈરાગ્યદીપકની જ્યોત જગવા માંડી. અંતરમાં મનોમંથન શરૂ થયું. સુધર્મા સ્વામીના માત્ર એક જ પ્રવચને જંબુકુમારના આત્માને જગાડ્યો. તેમ પૂશ્રી ધીરજબાઈ મ.સ.નું ઉપર્યુક્ત પ્રવચન રમણભાઈના આત્માને જગાડવા માટે પૂરતું બન્યું. ચિંતા અને ચિંતનવાળી વ્યક્તિઓને રાત્રે ગમે તેવી સુખસગવડો વચ્ચે પણ ઊંઘ નથી આવતી. તેમ રમણભાઈને પણ બીજી બાજુ ભગિની સાધ્વીની સંયમની યાદ આવતા નિદ્રા વેરણ થઈ. પણ જીવનના અભ્યદયનો સોનેરી સંદેશો લઈને આવતું, સારાયે જીવનને પ્રકાશપુંજથી ભરી દેતું પ્રભાત ઊગ્યું અને રમણભાઈ ગુરુણીમૈયાનાં દર્શન-વંદન કરી ભગિની સાધ્વી પાસે પહોંચી ગયા. એ કેવી પવિત્રપાવની શુભ ઘડી, શુભ પળ કે જેણે રમણભાઈનું સમગ્ર જીવન પરિવર્તન કરી સંયમપંથના મોડ ઉપર લાવીને મુકી દીધું. જંબુકુમારના પ્રવચનની વાત નીકળતાં પૂ.શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ. બોલી ગયા : “તમારે બનવું છે જંબુસ્વામી? તો સંસાર છોડી સંયમ સ્વીકારી લો.” ચકોરને ટકોર પૂરતી હતી. જેનો આતમ જાગે તે સંસારથી ભાગે છે અને સાધનામાં લાગે છે. ધર્મની કોઈ સમજ ધરાવતા ન હોવા છતાં પુણ્ય પ્રકર્ષે રમણભાઈ ધર્મભાવમાં રમણતા કરવા લાગ્યા. સંસારના પિંજરમાંથી તેમનો આત્મા ઊર્ધ્વગામી બનવા અધીરો થવા લાગ્યો. હવે હંસલો સંસાર સાગરને તીરેથી છીપ-શૃંખલાનો ચારો મૂકી માનસરોવરનાં મોતીનો ચારો કરવા થનગનવા લાગ્યો. “તત્ત્વજ્ઞાન તલાવડી, ચિંતક માનસાંસ; પ્રશસ્ત ભાવ મોતી ચરે, વીતરાગતાનો અંશ.” આત્મારૂપી હંસ તત્ત્વજ્ઞાન તલાવડીમાં ઊતરે અને સ્વભાવરૂપી મોતીનો ચારો ચરે ત્યારે તેનામાંથી આવરણ હટે અને વીતરાગતાનો અંશ પ્રગટે. Page #226 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૦૩ આ પ્રેરિત પ્રસંગ પરથી સુશ્રવણ, સુદર્શન અને સત્સંગની મળતી તકોને વધાવી લઈએ અને ન મળે તો આવી તકોને મેળવીને જીવનના ઉચ્ચતમ લક્ષ્યાંકોને સિદ્ધ કરીએ. સંત બનવાની ઉત્તમ ભાવનાના અંકુર રમણભાઈના અંતરમાં ખીલી ઊઠ્યા. પણ બગીચામાં ફુલછોડની વાવણી પછી તેનાં સંવર્ધન અને રક્ષણની જવાબદારી માળીની છે. તેમ જીવન બાગમાં રોપાયેલા સંયમભાવનાના અંકુરોનું રક્ષણ અને સંવર્ધન કરવાનું કામ ગુરુમાતા અને માતાપિતાનું છે. દીકરીના સંયમના સત્સંગે ચીમનભાઈ પણ ધર્માનુરાગી બન્યા હતા. પોતાની માતાની અંતિમ ભાવનાની પૂર્તિ માટે પૂ.શ્રી પ્રજ્ઞાબાઈએ રમણભાઈના વૈરાગ્યને વેગવંતો બનાવવા પુરુષાર્થ ઉપાડ્યો અને ચીમનભાઈને બોલાવીને તેમની પાસે રમણભાઈના અંતરમાં જાગેલા વૈરાગ્યભાવનાના અંકુરોને ખીલવી વટવૃક્ષ બનાવવાની રજા માંગી અને પોતાને દીક્ષા આપી જે સત્ત્વ દાખવ્યું તે હવે ફરીથી દાખવવા કહ્યું. પૂ.શ્રી ધીરજબાઈ મ.સ. આ નાનકડી શિષ્યાની અનુમોદનાના ભાવોની રજૂઆતથી હરખાતાં હતાં અને મૂક આશિષો વરસાવી રહ્યાં હતાં. ચીમનભાઈનું આ એક મહત્ત્વનું કાર્ય જીવનમાં પૂર્ણ કરવાનું બાકી હતું તેથી પોતે તે દિશામાં મંડાઈ રહેલાં પગલાંથી ખુશ થઈ ઊઠ્યા. પૂ.શ્રીને કહ્યું કે મારા સંતાનો મારા વારસદારો ન રહેતાં વીરશાસનનાં વારસદારો બને તેમાં મારું સૌભાગ્ય છે. મને મારા ભાવિની કોઈ ચિંતા નથી. હું દીક્ષા નથી લઈ શક્યો પણ દીક્ષા દ્વારા રમણનું ભાવિ ઉજ્જવળ બને અને એ સંત બને તેમાં મારી સાત પેઢી તરી જશે. તેમની લાગણીઓથી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. પૂ.શ્રીએ તેમને તેમ કરવા સહર્ષ રજા આપી. ચીમનભાઈની આ ઉદારતા અને અનુમોદનાને વંદવી રહી અને અભિનંદવી રહી. પાસે બેઠેલા રમણભાઈ પણ આ સંવાદ સાંભળીને પૂ.શ્રીના ઉપકારને વંદી રહ્યા. અને વિચારી રહ્યા કે પૂ.શ્રી ભગિની સાધ્વીએ ઓઝમાં પધારી મારાં ભાગ્યનાં દ્વાર ખોલી નાંખ્યાં. ખરેખર સંતો તો પરઉપકાર માટે જન્મ ધરે છે. વૃક્ષોની માફક તાપ-સંતાપ સંતો પોતે સહી આશ્રિતોને છાંયો આપે છે. અને મેઘની માફક જિનવાણીની વર્ષા વરસાવીને તૃપ્ત ધરાને તૃપ્ત કરે છે. તેમ સંતો અનેકના અંતરમાં સદ્ગુણોની હરિયાળી ખીલવે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] [ અણગારનાં અજવાળા સંતો હરતું ફરતું તીર્થ છે. पारसमणी और संतमें बड़ो आंतरोह जाण वो लोहा कंचन करे, वो करे आप समान એટલે જ ચિંતકોએ કહ્યું કે સંત સમાગમ સુખકારી, શ્રેયકારી, કલ્યાણકારી અને લાભદાયી છે. સુત, દારા, સંપત્તિ પાપીને પણ હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. વંદન હો....વંદન હો... (તુલસીદાસ) મોંધુ મોતી પૂ.શ્રી મોંઘીબાઈ મહાસતીજી શુભ નામ : મોંઘીબહેન. માતુશ્રી : ઉત્તમબાઈ પિતાશ્રી શ્રી ત્રિભુવનદાસજી હીરાચંદજી શાહ. જન્મ : જન્મસ્થળ : વિ.સં. ૧૯૬૯. ભાવનગર મુકામે. દિક્ષા : વિ.સં. ૧૯૮૯, વૈશાખ સુદ ૧૩. સંપ્રદાય : બરવાળા સંપ્રદાય કાળધર્મ : વિ. સં. ૨૦૪૨, માગશર વદ અમાસ. "तम्हा पण्डिए नो हरिसे, नी मुजे, भूएहिं । નાગ પડિલેહ સાથે સમ થાળુપુસT આચારાંગ. “પંડિત સાધક પ્રત્યેક જીવના સુખદુઃખનો વિવેક જાણી સર્વ ભૂતો ઉપર સમભાવ રાખે છે. કોઈને દુઃખી જોઈને તે હર્ષિત થતો નથી. તેમ કોઈને સુખી જાણી કુપિત થતો નથી.” વિધાતાએ એક કુશળ શિલ્પીની માફક દીકરીને ઘડી પૂર્વભવનું Page #228 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૦૫ પવિત્ર ભાતું બાંધીને પુનીત પગલીની પાડનાર એ જાણે અધૂરું કાર્ય પૂરું કરવા ન જન્મી હોય તેમ મરકમરક થતાં તેના મલકતાં મુખડાને જોઈ સૌ મલકાતાં, આકર્ષિત થતાં. વિ. સં. ૧૯૬૯માં પિતા શ્રી ત્રિભુવનદાસજી હીરાચંદજી શાહને ખોરડે અને માતા પૂ.શ્રી ઉત્તમભાઈને ખોળે મોંઘીબહેનનું અવતરણ થયું. વારેવારે હસું હસું થતાં તેના મુખને નિહાળી તેના માતાપિતાને હૈયે હાશ થતી અને તેની ઉપર હૈયાનાં હેત ઠાલવતાં. નાનકડી દીકરી જાણે પોતાની ભદ્ર અને સરળ સ્વભાવની માતાની છાયાનું રૂપ ધારણ કરીને આવી હતી, પણ રે દુર્ભાગ્ય દીકરી માટે માતાનું સુખ ઝાંઝવાનાં જળ સમુ ક્ષણિક નીવડ્યું અને મોંઘીબહેને માતૃસુખ નાની ઉંમરમાં ગુમાવ્યું. ૧૩ વર્ષની ઢીંગલી જેવાં મોંઘીબહેનનું લગ્ન નાગરદાસ નામના યુવક સાથે કરવામાં આવ્યું. “ઘરઘર'ની રમત રમતી તે નાનકડી દીકરીએ નવવધૂ બની પ્રભુતામાં પગલા પાડી. સંસારને હજી જાણ્યો નહીં, માણ્યો નહીં, પૂરો સમજાણો નહીં ત્યાં તો લગ્નજીવનના છ માસ બાદ દૂર દાંતિયાં કરતું વૈધવ્ય મોંઘીબહેનના જીવનનાં દ્વાર ખખડાવી ગયું. પતિની ચેહની સાથે મોંઘીબહેનનાં ઊગતાં અરમાનો, સુષુપ્ત અવસ્થામાં અજાગૃત રહેલાં શમણાંઓ અને સપનાંઓ સાથેનો સંસાર સમૂળગો નાશ થઈને રાખમાં ભળી ગયો. એક દીપ બુઝાયો, બીજો પ્રગટ્યો : સંસારનો દીપક પતિના જીવનની સાથે ઓલવાયો અને મોંઘીબહેનની જ્ઞાનપિપાસા જાગૃત થતાં તેમણે આધ્યાત્મિક જગતમાં પગ મૂક્યો. પાલિતાણા શ્રાવિકાશ્રમમાંથી છ વર્ષના દીર્ધ અભ્યાસ બાદ અને સત્સંગ દ્વારા એક નવા વ્યક્તિત્વને લઈને બહાર આવ્યાં. અને જ્ઞાનજ્યોતની એક દિવ્ય આભા તેમના મુખ પર મંડિત થઈ. ત્યાર પછી ભાવનગરમાં પૂ.શ્રી જડાવબાઈ અને પૂ.શ્રી કેસરબાઈનો સદુપદેશ સાંભળતાં રહ્યાં. સંયમના રંગે રંગાતાં ગયાં. મોંઘીબહેનને સંયમની રઢ લાગી અને તેમનો સંયમ લેવાનો નિર્ણય દેઢ થતો ગયો. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] [ અણગારનાં અજવાળા "वितिगिच्छं सनावण्णेणं अप्पाणेणं नो लहइ समाहिं ।।" સંશયાત્મા સમાધિ (શાન્તિ) પામી શકતો નથી. (સમકિત કે સમત્વનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના સાધક સાધનામાં પ્રવિષ્ટ થઈ શકે નહીં. એમ બન્ને માને છે. આચારાંગ અને બન્ને પરિવારની આજ્ઞા મળતાં પૂ.શ્રી મોંઘીબહેન વિ.સં. ૧૯૮૯માં વૈશાખ સુદ ૧૩ને દિવસે દીક્ષા અંગીકાર કરી. પૂ.શ્રી મોંઘીબાઈ અણગાર બન્યાં. પૂ. શ્રી જડાવબાઈ મ.સ. અને પૂ.શ્રી કેસરબાઈ મ.સ. ગુરુણીઓએ પૂ.શ્રી મોંઘીબાઈ મ.સ.ને વેણુના નાદ સમી રોચક, પ્રેરક, પ્રભાવક અને મધુર શૈલીમાં સૂત્ર સિદ્ધાંતનું જ્ઞાન અને ઉપદેશ આપ્યાં અને પૂ.શ્રીએ તે જ્ઞાનસંપદા અવધારી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના દૂરસુદૂર પ્રાંતોમાં વિચરણ કરી જિનશાસનની શોભા અને શાન વધારી. બરવાળા સં.નાં પરમ વંદનીય વિદુષી એવાં સાધ્વીરત્ના પૂશ્રી મોંઘીબાઈ મ.સ. બરવાળા સંપ્રદાયના પરમ જ્યોતિર્ધર ગુરુવર્ય પૂ.શ્રી ચંપકમુનિ મ.સા.નાં અનન્ય ઉપાસક હતાં. પોતાનું શેષ જીવન પૂ.શ્રીએ તપ, જાપ અને સતત સ્વાધ્યાયમાં વિતાવ્યું. ખરેખર! સ્વાધ્યાય સ્વની નજીક લઈ જાય છે અને જે સ્વમાં સ્થિર થાય છે તે જ સ્વસ્થ રહી શકે છે. આવાં મહાવિદુષી પૂ.શ્રી મોંઘીબાઈ મ.સ. ભાવનગર મુકામે સંખના-સંથારાની અંતિમ આરાધના સાથે વિ.સં. ૨૦૪૨ માગશર વદ અમાસના પાવનકારી દિવસે અંતિમ પ્રયાણપંથે પધાર્યા. આપને અમારાં અગણિત વંદન હો! ક્ષમા : આત્માનો સ્વભાવ છે. સાથે.... શ્રદ્ધા અને પુરુષાર્થની પાંખો સફળતાના આભમાં ઉડાડે, પણ પોતાનામાં આસ્થા ન જન્મે ત્યાં સુધી ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જન્મી શકે નહીં. Page #230 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૭ અણગારનાં અજવાળા ] ઉર્વલોકની યાત્રાભણી પૂ.શ્રી કંચનબાઈ મહાસતીજી શુભ નામ : કંચનબહેન. માતાપિતા : ધર્મસંસ્કારી સમૃદ્ધ પરિવારમાં. જન્મસ્થળ : માલવ પ્રદેશ. દીક્ષા : વિ.સં. ૧૯૯૫–મહા સુદ પાંચમ (વસંત પંચમી), દોહિત્ર પારસમુનિ અને દોહિત્રી પ્રમીલાબાઈ મ.સ. સાથે દીક્ષા લીધી. દીક્ષાસ્થળ : ખંભાત, દીક્ષાગુરુ : પૂ.શ્રી ચમ્પક મુનિ મ.સા. તથા પૂ.શ્રી સરદારમુનિ મ.સા. સંપ્રદાય : બરવાળા સંપ્રદાય. સમાધિમરણ : “સંયમ જીવનમાં પદાર્પણ કર્યા પછી બ્રહ્મચારી, ત્યાગી કે તપસ્વી કોઈ પણ સાધક ઉચ્ચ છે એમ સ્વીકારવામાં જરાયે ખોટું નથી. આત્મવિશ્વાસીને બહારનાં વચનો લેશ પણ ક્રોધ ઉત્પન્ન કરાવી શકે નહીં અને સમભાવથી ડગાવી શકે નહીં.” જરા પાછાં હઠીએ ? જરા અતીતમાં ડોકિયું કરીએ! ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ તો ભૂતકાળમાં થોડાં પાછાં હઠીએ તો તે પાનાં ખરેખર સતી નારી-રત્નોના તેજથી સભર, સુવર્ણાક્ષરે અંકિત થયેલાં દેખાશે. પુત્ર રત્નોને જન્મ દેનારી માતાનું કોઈ યોગદાન ન હોય તો પણ તે માત્ર જન્મદાતા હોય તો પણ તે અહર્નિશ વંદનને પાત્ર બને છે. વંદનીય અને પૂજનીય ગણાય છે. તેવાં જ ઉદાહરણરૂપ છે પૂ.શ્રી કંચનબહેન, જેમની રત્નકણિએ પૂ.શ્રી સરદારમુનિ મ.સા. જે આજે બરવાળા સંપ્રદાયના વર્તમાન ગચ્છાધિપતિ મહાપદ ધારણ કરી રહ્યા છે. તેમનો જન્મ થયો હતો. જે સુપુત્રને કંચનબાએ જૈન જગતને અર્પણ કરી દીધો હતો એવા તેમનું ધર્મના સંસ્કારથી સિંચન કર્યું હતું એવી માતા ખરેખર વંદનીય છે. પુનીત જ્યોતિઃ ભવ્ય ભારતવર્ષનાં બે મૂલ્યવાન ગૌરવવંતા પ્રદેશ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] [ અણગારનાં અજવાળા : એક ગરવી ગુજરાત અને બીજો માલવ દેશ (મધ્યપ્રદેશ). માલવ દેશના એક ધર્મસંસ્કારિત સમૃદ્ધ પરિવારમાં કંચનબહેનનો જન્મ થયો. લાલનપાલનમાં ઊછરી રહેલી દીકરીનું લગ્ન એક ગૃહસ્થપુત્ર ડુંગરસિંહજી સાથે કરવામાં આવ્યું. સુસંસ્કારી દીકરી કંચનબહેન પતિની સહધર્મચારિણી, સંતાનોની સદ્ધધર્મદાત્રી બની. કૂળસેવા, ધર્મસેવા અને સમાજસેવાની મનોહર મૂર્તિ બની પોતાના જીવનને પ્રેમ, વાત્સલ્ય અને ધર્મથી સભર કરી દીધું હતું. પારિવારિક ફરજોઃ માતા કંચનબા પોતાના ત્રણ પુત્રો : નિર્મળચંદ્રજી, સંતોષચંદ્રજી અને સરદારકુમાર તથા ત્રણ પુત્રીઓ : સોહનબહેન, મોહનબહેન તથા તારાબહેનના જીવન વિકાસ ઉપર, સ્વાથ્ય ઉપર ઉપરાંત તેમના આત્મિક ગુણોના વિકાસ ઉપર સતત ચિંતનશીલ રહી તેમનાં સન્માર્ગદાત્રી બની રહ્યાં. ગુરુવર્ય પૂ.શ્રી ચંપકમુનિ મહારાજ સાહેબથી શોભતો બરવાળા સંપ્રદાય અને તેમના નામથી પ્રસિદ્ધ થયેલો સમસ્ત સ્થાનકવાસી જૈન સંપ્રદાય જેનાથી સમગ્ર ગુજરાતની ધરા ધન્ય બની છે એવા આ ગુરુવર્ય અખિલ ભારત સાધુસંમેલનમાં ગુજરાતના એક માત્ર પ્રતિનિધિ બનીને સાદડી સંમેલનમાં (રાજસ્થાન) પધાર્યા હતા. ત્યાં તેઓએ સૂત્રોના સંશોધન દ્વારા જૈનશાસનની મહાસેવા કરી. ત્યાંથી બદનાવરની પુણ્યભૂમિમાં પધાર્યા હતાં. ભવ્યગાથાઃ ગુરુવર્યના સ્વાગતમાં પોતાના સંતાનોમાંથી કોઈ પણ એકને સ્વીકારવાની વિનંતી કરતાં ઉચ્ચ ભાવના ધરાવતા પિતા કેવા આકાશથી ઉન્નત હશે અને અપૂર્વ ભાવનાવાળી જન્મભૂમિથી પણ મહાન એવી માતા હશે! ગુરુવર્ય પૂ.શ્રી ચંપકલાલજી મ.સાહેબે સચિત ગોચરીના રૂપમાં સૌથી નાના એવા પૂ.શ્રી સરદારમુનિને સ્વીકારી તે માતાપિતાની વિનંતીનો સ્વીકાર કર્યો અને જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે તે ભવ્ય ગાથા રચાઈ ગઈ. જીવનમાં એક વળાંક ઃ ૧૪ વર્ષના પુત્રરત્નની દીક્ષા બાદ સારો પરિવાર દેવ-ગુરુ-ધર્મની ભક્તિમાં દઢ બન્યો, પણ ત્યારબાદ શ્રાવકશિરોમણી પતિનો દેહાંત થયો અને પત્ની કંચનબાના હૃદયમાં સુષુપ્ત એવા દીક્ષાના મંગલભાવો રમતા થયા અને વિ.સં. ૧૯૯૫માં કંચનબા, તેમના દોહિત્ર પૂશ્રી પારસમુનિ મ.સા. અને દોહિત્રી પૂ.શ્રી પ્રમીલાબાઈ Page #232 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૦૯ મ.સ. એમ ત્રણેયે સાથે ખંભાતમાં પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે દિવસ મહા સુદ પાંચમ (વસંતપંચમી)નો શુભ દિવસ હતો જ્યારે તે ત્રણેય આત્માઓ પૂ.શ્રી ચંપકગુરુનાં ચરણમાં અને સ.પૂ.શ્રી સરદાર ગુરુના શરણમાં સમર્પિત થયા. આજે પણ ગુજરાત, મહારાષ્ટ્ર, મારવાડ, મેવાડ, માળવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં પૂ.શ્રી સરદાર મુનિનું મહા જ્ઞાની–ધ્યાની અને વ્યાખ્યાન વાચસ્પતિ તરીકેનું નામ પરમ વંદનીય બન્યું છે. પ્રવજ્યાના મંગલ પંથ પર પદાર્પણ પૂ.શ્રી કંચનબાઈ મ.સ. અહર્નિશ તપ, જાપ અને આરાધનામાં રત રહેતાં હતાં. તેમનાથી પ્રેરિત થઈ તેમનાં સંસારી સુપુત્રીઓ સોહનજી, તારાજી, તેમના પુત્ર પૂ.શ્રી આદિત્યમુનિ, પૌત્ર પંકજમુનિ, પુત્રવધૂ ચંદ્રેશાજી, પૌત્રી ભાવેશાજી, દોહિત્રી સુદિશાજી, તારાજીની પુત્રી પૂ.શ્રી અંગૂરપ્રભાજી, પૂ.શ્રી પારસમુનિના પિતાશ્રી પૂ.શ્રી ઉદયમુનિ આદિ સંતસતીજીઓએ પ્રવ્રજ્યાના મંગલ પંથ ઉપર પ્રયાણ કર્યું. બરવાળા સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.શ્રી સરદાર મુનિ મ.સાહેબનાં દર્શન કરી પૂ.શ્રી કંચનબાઈ મ.સ. મરુદેવી માતાની માફક પરમ પ્રસન્નતા અને દિવ્યાનંદ અનુભવતાં. પૂર્વભવોના સંસ્કારોથી જીવ જન્મ ધારણ કરે છે. માતાપિતા જીવન ઘડવાનું કાર્ય કરે છે. ધર્મના સંસ્કારોથી ગુરુઓ તે જીવનું ઘડતર કરે છે. અહીં પણ પરમ પ્રસન્નતા એટલે એવી સ્થિતિ, એવી ભૂમિકા જે આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમોત્તમ હોય. ચરમ સીમારૂપ હોય, જેનાથી ઉપર કે વિશેષ કાંઈ જ ન હોય. દુન્યવીથી પર હોય. ‘પરમ’ શબ્દના ઉચ્ચારણ વખતે અવિનાશી ઈશ્વરીય ચૈતન્યમય તત્ત્વ તરફ નિર્દેશ થયેલો છે. જે માતાએ પુત્રને ધર્મના સંસ્કારથી સુસંસ્કારિત કરી જૈન શાસનને ચરણે ધર્યો તે જ પુત્ર અત્યારે અધ્યાત્મ જગતના ઉચ્ચસ્થાને, ગુરુપદે બિરાજતો હોય તો સ્વાભાવિક છે કે તે માતા તેનાં દર્શન કરતી વખતે આવી જ પરમ પ્રસન્નતા અને દિવ્યાનંદની અનુભૂતિ કરતી હોય! અહા! ઉજ્વલ તે ક્ષણો! પરમ પવિત્ર તે ક્ષણો! પાનખરમાં ગુલાબની સુગંધ! વિ.સં. ૨૦૫૩ પછી પૂ.શ્રી કંચનબાઈ મ.સ.નું સ્વાસ્થ્ય નબળું પડવા લાગ્યું. દર્દ અને વેદનાને હૈયે લગાડી દીધી. મનને આરાધનામાં જોડી દીધું. તનની વ્યાધિ અને મનની વ્યાકુળતાને ઊંડાણમાં Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] [ અણગારનાં અજવાળા ધરબી દીધાં. પૂ.શ્રી અંગૂરપ્રભાજી આદિ સતીઓએ તેમની અનન્ય સેવા કરી. પૂ.શ્રી સવાઈ મુનિ અને પૂ.શ્રી મુકેશ મુનિના સાનિધ્યમાં અણશણ, ઉપાસના અને સંથારા દ્વારા સાધનાપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું. સદ્ગુણોના સાગર સમાન તે પરોપકારી ગુરુવર્યોનાં સુભાષિતો સાંભળીને બુદ્ધિમાન સંયમી પાંચ મહાવ્રતો અને ત્રણ ગુપ્તિઓ મન, વચન અને કાયાના સંયમથી મુક્ત બની ચારેય કષાયોનો ક્રમશઃ ત્યાગ કરતો રહે છે. અર્થાતુ કષાય થવાના સમયે એવો તો સાવધાન રહે છે કે કષાયો કોઈ સ્થાને પેસી ન જાય તેવો ખ્યાલ સતત જે રાખે છે તે જ પૂજ્ય બને છે. -દશવૈકાલિક : ૧૪. આપને અમારાં અગણિત વંદન હો! સિંહબાળ બા.બ.પૂ.શ્રી લીલાવતીબાઈ મહાસતીજી [લીંબડી સંપ્રદાય શુભ નામ : લીલાવતીબહેન. જન્મદિન : સં. ૧૯૭૫. માગશર સુદ ૧૩, સુપ્રભાતે, તા. ૧૫-૧૨-૧૯૧૮. દીક્ષાદાતા : પૂ.શ્રી દિવાળીબાઈ મ.સ. દીક્ષાદિન : વિ.સં. ૧૯૯૨, જેઠ સુદ સાડી અગિયારસ, તા. ૧-૬-૩૬, સોમવાર. સંપ્રદાય : લીંબડી ગોપાલ સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ : ૧૧ વર્ષની ઉંમરે સામાયિક, પ્રતિક્રમણ, છ કાયના બોલ, નવ થોકડા, થોકડાના ૩૫ બોલ અને શાસ્ત્રજ્ઞાનનાં ઊંડાં અભ્યાસી. Page #234 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૧૧ કાળધર્મ વિ.સં. ૨૦૩૯. જેઠ વદ ૭. તા. ૨ જુલાઈ, ૧૯૮૩, શનિવાર રાત્રે ૨૩-૪૦ કલાકે કાળધર્મ પામ્યાં. દીક્ષા પ્રદાનઃ તેમને ૮૬ શિષ્યાઓ હતી. તેમને પુષ્કળ શ્રદ્ધાંજલિપત્રો આવ્યા હતા. તો ૨ માળ સમસમેઘા ગોમથી બુદ્ધિમાન અને શ્રદ્ધાર્થ પુરુષ જે સત્યની આજ્ઞામાં છે એને જગતમાં કોઈનો ભય રહેતો નથી. એ સર્વથા સનાથ અને નિર્ભય છે (આરાધના, અર્પણતા કે ભક્તિ એક ભાવનાના જ સૂચક છે.) પરંતુ ભક્તિના નામે કોઈ અનિષ્ટ તત્ત્વ ન પેસી જાય એટલે શ્રી આચારાંગકાર સત્યની આરાધના કરી વ્યક્તિપૂજા નહીં પણ ગુણપૂજા બતાવે છે. -શ્રી આચારાંગસૂત્ર નગર નાનું પણ નમણું એવા વાંકાનેર(વંકપુર)ના વતની પણ રહેતા રંગૂનમાં એવા પિતાશ્રી વીરચંદભાઈ અને માતા અંદરબાઈને સાત સંતાનો થયાં હતાં. તેમાં ચોથું સંતાન લીલાવતીબહેન હતાં. ભાઈભાંડુઓ સાથે બાલ્યવયના બગીચામાં રમતાં ખેલતાં પાંચમે વર્ષે તેમને રંગૂનની શાળાએ બેસાડવામાં આવ્યાં સાથે ધાર્મિક અભ્યાસ પણ શરૂ થયો. સાત વર્ષની ઉંમરે તો લીલાવતીબહેન સામાયિક, પ્રતિક્રમણ કરતાં, ચોવિહાર કરતાં, તિથિએ લીલોતરીનો ત્યાગ હતો. કંદમૂળનો સર્વથા ત્યાગ કર્યો હતો. શ્રી વીરચંદભાઈને રંગૂનથી વાંકાનેર આવવાનું થયું. તે સમયે લીંબડી ગોપાલ સંપ્રદાયના શાસ્ત્રવિશારદ મોહનલાલજી મ.સા.નાં સુશિષ્યા પૂ.શ્રી દિવાળીબાઈના સાનિધ્યમાં આવવાનું બન્યું. પૂ. લીલાવતીબહેન વૈરાગ્યના રંગે ભીંજાવા માંડ્યાં. તેમના વેવિશાળ અંગેની વાતો થતાં માતાપિતાને કહી દીધું કે મારું વેવિશાળ તો હવે વીતરાગના શાસનમાં જ થશે. મગરે ગાયા ઃ કસોટીની સરાણે ચડાવ્યા પછી વિ.સં. ૧૯૯૨ના જેઠ સુદ સાડી અગિયારસ ને સોમવાર તા. ૧-૬-૧૯૩૬ના માંગલ્ય દિવસે પૂ.શ્રી દિવાળીબાઈ ગુરુણીનાં ચરણોમાં પોતાના જીવનને સમર્પિત કર્યું. પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ આદર્યું. “ગાના ઘો ગાણા તવો” “આણ એ જ ત્રાણ” ત્યાં જ પ્રાણ. વૈરાગ્ય પ્રત્યેનો તેમનો સંવેગ વધ્યો. તેમની દરેક ક્રિયામાં “જતના” દેખાતી. ગુરુણીની તબિયત બગડતાં ૧૯૯૪માં પૂ.શ્રી સ્વામીએ વ્યાખ્યાન, ગોચરી, ગુરુની સેવા વગેરે સર્વભાર કુશળતાથી, પ્રેમથી ઉપાડી લીધો. તેમના Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] [ અણગારનાં અજવાળા વ્યાખ્યાનમાં લીંબડીના ઠાકોરસાહેબ, દોલતસિંહજી, પોરબંદરમાં તેમના ચાતુર્માસમાં ૨૦૦૨માં મહારાણા શ્રી નટવરસિંહજી પોતાના અંગત સ્ટાફ સાથે વ્યાખ્યાન સાંભળવા આવતા અને રાજ્યના અધિકારીઓ, એન્જિનિયર વગેરે ભણેલો વર્ગ તેમને સાંભળવા આવતો. નાની ઉંમરમાં તેઓ પ્રતિભાશાળી પ્રવચન ફરમાવતાં થઈ ગયાં હતાં. પૂ.શ્રી ગુણીનો વિરહ પૂ.શ્રી દિવાળીબાઈને ડાયાબીટીસનો જૂનો રોગ. તેમાં પગમાં કાંટો વાગતાં સોયનો ઉપયોગ કરવા જતાં સેપ્ટિક થઈ ગયું. સેપ્ટિક ફેલાતું જતું હતું. વેદના વધતી જતી હતી. શાસ્ત્રના અભ્યાસી પૂ.શ્રી શાસ્ત્રના શબ્દોને જીવનમાં ઉતારતા હતાં. “ઉ.સૂત્ર.” ૨૯મા અધ્યયનમાં ગૌતમસ્વામી ભ. મહાવીરને પૂછે છે : “વૈયાવચ્ચથી જીવ શું ઉપાર્જન કરે છે?” ઉત્તર : “વૈયાવચ્ચથી જીવ તીર્થકર નામ-ગોત્ર કર્મ ઉપાર્જન કરે છે.” તે પ્રમાણે પૂ.શ્રીએ પોતાના ગુરુણીમૈયાની સેવામાં પોતાના જીવનને સુસંગત કરી દીધું હતું. સંવત ૧૯૯૫ માગશર સુદ અગિયારસને શનિવારે તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. ૨૧ વર્ષની ઉંમરના પૂ.શ્રીએ પૂ. ગુરુણીના સાન્નિધ્યમાં અઢી વર્ષનો સંયમપર્યાય વિતાવેલો અને આ નાની ઉંમરના પૂ.શ્રી તો વિરહની વેદનાને સમભાવે પચાવી ગયાં. ગુરુકૃપાથી તેમના હૃદયનાં દ્વાર ખૂલી ગયાં. તેમણે સિંહની પેઠે દીક્ષા લીધી હોય, જે સિંહની પેઠે દીક્ષા પાળે તેવાં આ તો સિંહબાળ હતાં. ખુમારીનું ઝળકતું નૂર એક વખત રાત્રિએ બારીમાંથી સર્પ આવી તેમના પગે ડંશ દઈ વીંટળાઈ ગયો. પૂ. શ્રી મુક્તાબાઈ મ.સ.નો ખભે ટેકો લઈ બહાર જઈ પૂંજણીથી શાંતિથી સર્પને ઉતારી નાખી લઘુનીતથી ડંખ સાફ કર્યો. ઉપવાસનાં પચ્ચકખાણ કર્યા. જાપ સાથે જાગરણ કર્યું અને એક ભયંકર ઉપસર્ગથી બચી ગયાં. બીજે દિવસે વિહાર પણ શરૂ કરેલો. આવું તેમના ગૃહસ્થાવસ્થામાં ૧૫-૧૬ વર્ષની ઉંમરે બનેલું. પૂ. ગુરુણીની પાટ પાસે નીચે સૂતાં હતાં ત્યારે સર્પે ડંખ દીધો અને ગુણીની ઊંઘમાં ખલેલ ન પડે તે રીતે લોહી સાફ કરી પગે જોરથી પાટો બાંધી નવકારમંત્રનું સ્મરણ કર્યું. ખમીર : મુંબઈમાં બે કુમારિકાની દીક્ષા પ્રસંગે સંઘની માઇક વાપરવાની ઇચ્છાને નકારી કાઢી. પોતાનાં સુશિષ્યા પૂ.શ્રી પ્રતિભાબાઈની માંદગી સમયે સૂર્યાસ્ત પછી ડૉ.ને કોઈ ટ્રીટમેન્ટ કરવા દીધી નહીં. પૂ.શ્રી Page #236 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૧૩ પ્રજ્ઞાબાઈના ઑપરેશન પછી સૂર્યાસ્ત પછી દુખાવો થતો હોવા છતાં ઘેનનું ઇન્જેક્શન ન આપવા દીધું. શિષ્યોની સંસ્કાર દ્વારા ગુરુમાતા સંભાળ લેતાં. જન્મદાત્રીની આ ભવપૂરતી જવાબદારી છે, પણ ગુરુમાતાની તો શિષ્યના જનમોજનમ ન બગડે તેની જવાબદારી છે. તેથી તેઓ કડકપણે આચારનું પાલન કરતાં. એક વખત વિહારમાં સાયકલવાળાએ પછાડતાં પૂ.શ્રીને પગનો દુઃખાવો વધી જતાં કષ્ટને ઇષ્ટ ગણી હસતાં રહેતાં. છેવટે પોતાની અનિચ્છાએ લોકોના આગ્રહથી ડોળીમાં બેઠાં. એક ભૂવાને માતાજીના મઢમાં બાર મહિના સુધી નિકાલ ન થતાં નાળિયેરના ભેગા થતાં ઢગલામાં થતી હિંસા કરતાં અટકાવ્યો. તે ભૂવો રોજ પૂ.શ્રીનું માંગલિક સાંભળતો થઈ ગયો. પૂ.શ્રી.એ પોતાને લોહીની ઊલટીઓ થતાં ડૉક્ટરને લોહીના બાટલા ચડાવવા ન દીધા. રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરતાં. એક વખત એક પૂ. મહાસતીજીને બોલાતું બંધ થતાં સતત જાપ કર્યા. બે, ત્રણ દિવસે બોલતાં થઈ ગયાં. પૂ.શ્રીને આંતરસ્ફુરણા થતી અને તેમની પ્રશ્નો ઉકેલવાની સૂઝ ઘણી હતી. ભાવ પણ ભેદભાવ નહીં : પોતાની શિષ્યાઓ ઉપરાંત અન્ય સાધુસંતની પણ સેવા કરતાં. એક વખત વિડયા તરફ વિહાર કરતાં થોડાં અન્ય મ.સતીજીઓ મળતાં તેમાંના એકની નાદુરસ્ત તબિયતને કારણે લોચ ન થતાં મૂંઝાતાં હતાં તો પોતે લોચ કરી આપ્યો. એક વખત ગોંડલ સંપ્રદાયનાં મ.સતીજી પડી જતાં પોતાની શિષ્યાઓને તેમની સેવામાં મૂક્યાં. જામનગરમાં નાદુરસ્ત તબિયતવાળાં પૂ.શ્રી વખતબાઈ મ.સ.ને તેમની શિષ્યાઓ દ્વારા ડોળીમાં યોગ્ય સ્થાને પહોંચાડ્યાં. કેટલાંકને વ્યસનો છોડાવ્યો. પ્રતિક્રમણના પાઠ શીખવ્યા. કંદમૂળ છોડાવ્યાં. વૈષ્ણવકુટુંબે તેમનું વ્યાખ્યાન સાંભળતાં કંદમૂળનો ત્યાગ કર્યો. તેમનું માંગલિક સાંભળતાં એક સુથારની બેભાન પત્ની સભાન થઈ સારી થઈ ગઈ. થાળીમાં હંમેશાં ઇયળો દેખાતાં ન જમી શકનાર એક ભાઈને પોતાની માળા આપી ગણવા કહ્યું અને સારું થઈ ગયું. બે દિવસ મત્સીના ઉપદ્રવને કારણે આહારપાણી વગર ચલાવ્યું. હિંસક ધંધા કરતા વેપારીને તે ધંધો કરતાં રોકતાં. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] [ અણગારનાં અજવાળા જૈનશાળા તરફ સેવાતા દુર્લક્ષ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં અને પ્રોત્સાહિત પણ કરતાં. તેમના સંસારી બે ભાઈની ચાર પુત્રી અને સંસારી બહેનની ત્રણ દીકરીઓએ દીક્ષા લીધેલી. પૂ. સંતબાલજીનું વતન પણ વાંકાનેર હતું. પૂ.શ્રી અને સંતબાલજી ચિંચણ મળ્યાં. શાસ્ત્રજ્ઞાનની ચર્ચાઓ કરી. સંતબાલજીની વિનમ્રતા એટલી બધી હતી કે દીક્ષાપર્યાયમાં જયેષ્ઠ સાધ્વીજીને વંદણા કરતા. સમાધિમરણની છેલ્લી રાતની છેલ્લી વાત : પૂ.શ્રીને બી.પી.નું દર્દ ઘણા સમયથી હતું, છતાં તેમના ઉપવાસ, વિહાર વગેરે ચાલુ જ રહેતા. સુરેન્દ્રનગર પૂ. મંજુલાબાઈ મ.સ.ને હળવો એટેક આવતાં પોતે એમની પાસે ગયાં. ત્યાં મંજુલાબાઈ મ.સ.ની તબિયત સુધરતી ગઈ પણ પૂ.શ્રીને દુઃખાવો વધતો ગયો. તે રાત્રે સાત વખત દુઃખાવો થયો. એવી તબિયતમાં પણ ત્યાંથી લખતર દીક્ષામાં આવી ત્યાંથી વઢવાણ બે બહેનોની દીક્ષાનું મંગલ કાર્ય સફળતાથી પતાવી પોતે જોરાવરનગર પધાર્યા. ત્યાં તેમની વર્ષગાંઠ ઊજવી, પણ એક દિવસ તેમની પલ્સ તપાસતાં તે મિસ થતી હતી. ત્યારપછી પુ.શ્રીને સખત દુખાવો ઊપડ્યો. ત્યાંથી તેમને સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં. દર્શનાર્થીઓની લાંબી કતાર લાગતી. કોઈને ના પાડી નિરાશ નહીં કરવાનાં. સ્તવનો ગવાતાં તેમાં પોતે સૂર પુરાવતાં. આનંદઘનજીનાં પદો ગવાતાં તે મસ્તીથી સાંભળી પોતે તેમાં ઊંડા ઊતરી જતાં. દુખાવો ક્યારેક થઈ જતો. છેલ્લે પોતે દેહ-આત્માના ભેદવિજ્ઞાનમાં ઊતરી ગયાં. સર્વેને ખમાવ્યાં. છ મહિનાનું છેદ પ્રાયશ્ચિત્ત લીધું. યાવત્ જીવનનો સંથારો કર્યો. ખરેખર! ચૈતન્યની જ્યોત જલતી હોય ત્યાં અજ્ઞાનનાં અંધારાં કેવી રીતે ઊભા રહી શકે! “નોસિ ગાળ અહિયાર ” કર્મના ઉદય જોરદાર ભોગવવાના હોય પણ જેને જ્ઞાન હોય તે દુઃખી નથી. પૂ.શ્રી મુક્તાબાઈ મ.સ.એ આલોચના શરૂ કરી પોતાનો સમય અંતિમ લાગતાં પોતે પાટ ઉપરથી નીચે ઊતરી આસન ઉપર બેસી ગયાં. ત્યાં તો મૃત્યુને મંગલ બનાવી ચૈતન્યદેવ ચાલ્યો ગયો. પૂ.શ્રી લીલાવતીબાઈ મ.સ. સમાધિમય મૃત્યુને પામી ગયાં. Page #238 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૧૫ તે સમયે પૂ.શ્રીનો લીલમબાગ ૮૬-૮૬ સતીજીઓની સુરભિથી મહેકતો હતો. પૂ.શ્રીના સંદેશાઓમાંનો એક : “જે કાંઈ શક્તિ અને સફળતા તમે ઇચ્છો છો તે તમારામાં જ છે, તમારે જ પ્રયાસ કરવાનો છે. જાગો, ઊઠો, ઊભા થાવ. અટકો નહીં. જ્યાં સુધી ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભગીરથ પ્રયત્ન કરવાનો છે. બેસી રહેવાનું નથી. તમે આના ઉપર ખૂબ વિચારજો. આપણે સરદાર, કેપ્ટન ન બની શકીએ તો સૈનિક થવું.” આપને અમારાં અગણિત વંદન હો! આસક્તિની બે બાજુ લાલસા અને વાસના-તેને ધીર પુરુષ દૂર કરે. આસક્તિ જ બંધન છે એમ જાણી એનાથી પર રહેવા મથે છે તે મહામુનિ છે અને તેજ બાહ્ય અને આંતરિક બંધનો છોડી લોકો સાથે રહેવા છતાં અને કર્મ કરવા છતાં નિષ્કામ રહે છે અને તે જ મુનિ નિર્ભય થઈને લોકમાંથી પરમાર્થ શોધીને એકાન્ત પ્રિય, શાન્ત, વિવેકી, અપ્રમત્ત અને સમ્યજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરામાંથી મુક્ત થાય છે. અંબરમાં ઊગ્યો એક ધ્રુવતારો બા. બ્ર. પૂ. શ્રી તારાબાઈ મ.સ. [લીંબડી ગોપાલ સંપ્રદાય નામ : તારાબહેન. માતાપિતા : રંભાબહેન મગનભાઈ દોશી. જન્મ : સં. ૧૯૮૪ના વૈશાખ સુદ ૮, નાગનેશ મુકામે. પ્રવજ્યા : સં. ૨૦૦૪, મહાવદ પાંચમ, સોમવાર, ૨૦ વર્ષની ઉંમરે. દીક્ષા ગુરુ : પૂ. શ્રી કેશવગુરુજી અને ગુરુણી : લીલમબાઈ મ.સ. દીક્ષા સ્થળ : વઢવાણ શહેર. કાળધર્મ : વૈશાખ વદ છઠ્ઠ શનિવારે ૯-૦૦ કલાકે સંથારા સહિત. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] [ અણગારનાં અજવાળા હજારો માઈલની મુસાફરી પણ એક ડગલાથી શરૂ થાય છે. પ્રભુ પાસે બીજું શું મંગાય! બસ પ્રભુ મારો મુકામ અને મંઝિલ નક્કી છે. માત્ર તે તરફની લઈ જતી કેડી ઉપર તું મને પ્રભુ! એક ડગલું ભરવાનું બળ આપજે. એમ જ બન્યું ભવોની વિટંબણાઓથી થાકેલી એ દીકરીએ પોતાની મંગલયાત્રાનો માર્ગ નક્કી કરી લીધો હોય તેમ એક પ્રકાશથી ઝળહળતાં થતા મુકામ તરફના માર્ગ ઉપર કેડી કંડારીને આવી હોય તેમ પવિત્ર ભારતભૂમિના દિગ્વિભાગમાં આવેલ જ્યાં અનેક તેજસ્વી સંતોનો જન્મ થયો છે એવા સૌરાષ્ટ્રના નાનકડા એવા નાગનેશ ગામમાં એક સંસ્કારી એવા દોશી કુટુંબમાં મગનભાઈ પિતા અને માતા રંભાબહેનને ત્યાં સં. ૧૯૮૪ના વૈશાખ સુદ આઠમને દિવસે અંબરમાં ઊગતા ધ્રુવતારાની જેમ મોક્ષ જ જેનું લક્ષ્ય હોય તેમ તે દીકરીનું અવની ઉપર અવતરણ થયું. કદાચ એટલે જ તેનું નામ તારા રાખવામાં આવ્યું હશે. જ્યાં મહાવીર સ્વામીના પગલાંની થઈ મહેર, એવા વઢવાણ શહેરમાં તારક મૈયાનો થયો ઉછેર. દીકરી તારા ચંદ્રકલાની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી હતી. હજુ કોરી પાટી જેવું જેનું મન છે એવી આ દીકરી તારિકા પાટી અને પેન લઈને શાળા અને જૈનશાળાનો અભ્યાસ કરવા સરખેસરખી સહેલીઓ સાથે જતી. સુંદર પોત લઈને જન્મેલી આ દીકરીના જીવનમાં સુંદર ભાત જ પડે એમાં નવાઈ શી? જૈનશાળાએ તેના જીવનમાં ધર્મનાં સુંદર રંગ પૂરવામાં કોઈ કચાશ ન રાખી. તારાની મનોભૂમિમાં ચિંતનનાં ચમકારા પ્રકટવા લાગ્યા. શુભભાવો ઘૂંટાવા લાગ્યા. અધ્યાત્મમાર્ગ તો આ બાલિકાના પૂર્વભવથી નિશ્ચિત હતો તેમ તે માર્ગે જવા માટે તેના આત્મામાં પ્રાણ અને તેના નાનકડા પગોમાં બળ પૂરવા માટે જીવનની વાટમાં લીંબડી સંપ્રદાયના ગૌરવવંતા અધ્યાત્મયોગી પૂ. શ્રી કેશવગુરુજી અને લીંબડી સંપ્રદાયનાં લીલમરત્ન સમા લીલમ ગુરુનો સથવારો સાંપડ્યો. ત્યારે દિવ્ય ગતિ તરફ દોટ મૂકવા માટે તારા અધીર બની. Page #240 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૧૭ સ્વાભાવિક છે કે સંસારમાં માતાપિતા દીકરી માટે વેવિશાળનો વિચાર કરતાં હતાં, ત્યારે દીકરી વૈરાગ્ય માટેનો વિચાર કરતી હતી. જેમ જેમ માતાપિતા વેવિશાળ માટે તેને સમજાવતાં હતાં તેમ તેમ પ્રવ્રજ્યા પ્રત્યેનો તેનો વેગ-સંવેગ વધતો જતો હતો. વઢવાણ શહેરના રાજવીએ પણ તેને કસોટીની સરાણે ચડાવી. અનેક પ્રશ્નો પૂછ્યા તારાને ત્યારે દીકરી તારાએ કહ્યું રાજવીને કે “આપ મને વચન આપી શકશો કે મારો ચુડલો અખંડ રહેશે અને મારી સેંથીનું સિંદૂર અમર રહેશે! પરંતુ એ શક્ય નથી. સંસારનું સુખ અશાશ્વત છે જ્યારે મારે મોક્ષનું શાશ્વત સુખ જોઈએ છે, જે સંયમ વિના શક્ય નથી”. અંતે પ્રવ્રજ્યાની રજા મેળવી મહા વદ પાંચમને સોમવારે સં. ૨૦૦૪માં વઢવાણની ભૂમિમાં ૨૦ વર્ષની ઉંમરે પંચ મહાવ્રત તેણે ધારણ કર્યા. “અનંતગુણને આપનારી સુખદાઈ પ્રવ્રજ્યા; પરમપદને લક્ષનારી વરદાયિની પ્રવ્રજ્યા, ભવ્ય જીવોને તારનારી મુક્તિદાયિની પ્રવ્રજ્યા, જાઈ સદ્ધાઈ' નાદને સુણાવનારી પ્રવ્રજ્યા.” ખરે જ! માનવી પાસે પોતાનું એક વિશ્વ હોય છે, છતાં તે તેને શોધવા બહાર પ્રયાસ કરે છે. જ્યારે તારાબહેને જગત સાથેના મૃગજળ જેવા સંબંધો છોડી જાત સાથેના પરમ સંબંધ સાથે જોડાણ કર્યું. પોતાનામાં જ પરમ દર્શન કરવાનો સુવર્ણ અવસર ઝડપી લીધો. પૂ. શ્રી તારાબાઈ મ.સ.જીએ આર્યાજીના સિદ્ધાંતોને સમજી તેને જીવી લેવાનો પ્રયાસ કર્યો. સંયમનાં પંથને ઉજ્વળ બનાવવા હરપળે સતર્ક અને સાવધાન રહેવાં લાગ્યાં. તેમનું સૂત્ર હતું. ‘સમયને સમજો, અવસરને ઓળખો અને તકને પકડો'. એ જ પ્રમાણે તેમનો આચાર હતો. નાભિમાંથી નાદ સંભળાયો અને તેમણે કઠિન તપસ્યાઓ શરૂ કરી. ચાર એકાસણે પારણું એમ ૧૭ મહિના સુધી તપ કર્યું. ૫૧ વર્ષની ઉંમરે એકાંતરે ઉપવાસનું વર્ષીતપ કર્યું અને ૬૧ વર્ષની ઉંમરે છઠ્ઠના વર્ષીતપની આરાધના પૂર્ણ કરી. ગુરુથી શિષ્ય સવાયા હોય તેમ તેમનો શિષ્ય પરિવાર અનોખા ગુણનિધિએ શોભતો. આજે પણ ૮૮ વર્ષની ઉંમરે પૂ. શ્રી મંગળાબાઈ મ.સ. દર વર્ષે અઠ્ઠાઈ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] [ અણગારનાં અજવાળા તપની આરાધના કરે છે. બા. બ્ર. પૂ. શ્રી નિરૂપમાબાઈ મ.સ. ગુરુકૃપાએ અને મા સરસ્વતીના આશીર્વાદ વરસ્યા હોય તેમ સંયમ બાદ પાંચ વર્ષનાં ટૂંકા ગાળામાં ૩૨ આગમો અર્થ સહિત કંઠસ્થ કરેલ છે અને એક સાધ્વીરત્ના તેમના સંયમપર્યાયનાં વધતાં વર્ષ સાથે તેટલા કલાકની મૌન સાધના કરી રહ્યાં છે. આજે ૧૯ વર્ષના સંયમપર્યાયે ૧૯ કલાકની તેમની મૌન સાધના ચાલુ છે. આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવનાર બે સતીરત્નો અઠમની વર્ષીતપ આરાધના કરી રહ્યાં છે. આખરે જેમ માનવીને જન્મની સાથે જ મરણની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે, તેમ પૂ. શ્રી તારાબાઈ મ.સ.ના જીવનમાં મૃત્યુનાં પડઘમ વાગવા લાગ્યા અને વૈશાખ વદ છઠ્ઠને શનિવારે રાત્રે ૯-૨૦ કલાકે સંથારા સહિત સમાધિમરણને પામ્યાં. जं सम्मं ति पासई । तं मोणं ति पासइ ।। જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં જ મુનિપણું છે'. શ્રી આચારાંગમાં પણ સમ્યક્ત્વથી જ જૈનદીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠા એ જ . સિદ્ધિ મનાય છે. ભીતરનો સાદ બા. બ્ર. પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ સ્વામી [ગોપાલ સંપ્રદાય] નામ : પ્રજ્ઞાબહેન. માતા-પિતા : શ્રી સૂરજબા ચત્રભુજ નાનચંદ શાહ. સ્થળ : લીંબડી. જન્મ : સં. ૧૯૯૧ અષાઢ સુદ એકમ. દીક્ષા : સં. ૨૦૧૫, પોષ સુદી ૧૩. Page #242 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] દીક્ષાગુરુ : પૂ. કેશવલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી લીલાવતીબાઈ મ.સા. ધાર્મિક અભ્યાસ : ૨૩ આગમો કંઠસ્થ. [ ૨૧૯ ત્યાગ અને વૈરાગ્ય એ બહારની નહીં પણ ભીતરની પ્રક્રિયા છે. વૈરાગ્ય એટલે જેમાંથી રાગ જતો રહ્યો છે. તેમાં આત્મત્યાગ, આત્મવિશ્વાસ અને આત્મવિજય સમાહિત છે. ભલા! પોતાની જાત ઉપર કાબૂ મેળવ્યા વિના કોઈ ત્યાગી કે સંન્યાસી બની શક્યું છે? છતાં આ... હજુ તો નાનીશી નિર્ઝરિણી હતી. હસતું, કૂદતું ઝરણું લીંબડી મુકામેશ્રી શાહ ચત્રભુજ નાનચંદને ખોરડે અને માતા સૂરજબાને ખોળે બે પુત્રો પછીનો આ કન્યારત્નનો જન્મ સં. ૧૯૯૧ના અષાઢ સુદ એકમના દિવસે થયો હતો. પિતાશ્રી પણ પહાડ જેવા અડગ ધર્મપ્રિય અને દૃઢધર્મી. તેમના કાપડના વ્યવસાયમાં પોતે પ્રામાણિકતાથી અને ન્યાયપૂર્વકનો વ્યવસાય કરતાં અને પૂ. શ્રી નાનચંદ્રજી મ. સા. ચુસ્ત સિદ્ધાંતવાદી એવાના અનુયાયી કહો કે શિષ્ય હતા. માતાશ્રી સૂરજબા પણ સુસંસ્કારી હતાં. ધર્મના સંસ્કારથી સજધજ હતાં. આમ આ નિર્ઝરિણી માતાપિતાને આંગણે હસતી ખેલતી કૂદતી મોટી થવા લાગી. બુદ્ધિની તીવ્રતાને કારણે તેમનું નામ પણ પ્રજ્ઞા’ રાખવામાં આવ્યું હશે કારણ....! ‘પ્રજ્ઞા’=‘જ્ઞા' શબ્દનો અર્થ સંકલ્પયુક્ત નિશ્ચયાત્મક ‘બૌદ્ધિક નિર્ણય’, જે તર્કસંગત, ન્યાય સંગત અને સમ્યક્ પ્રકારે ‘નિષ્કંટકભાવ અને જ્ઞાન છે તે ‘જ્ઞા' છે તે શબ્દ વિશેષ પ્રકારે પરિપક્વ થાય ત્યારે પ્રજ્ઞા બને છે, તેમાં અનુશાસન આવે ત્યારે અનુજ્ઞા બને છે. (જ્ઞાતાધર્મનું યોગ). તેમની ચારેક વર્ષની ઉંમર થઈ ત્યાં તો લીંબડીમાં હિજરત થઈ. અને તેમના પરિવારે સુરેન્દ્રનગરમાં આવી વસવાટ શરૂ કર્યો. ત્યાં આવીને શાળાના અભ્યાસની સાથે સાથે પ્રજ્ઞાબહેને કુસુમબહેન જેવી સખીનો સત્સંગ થતાં સંસ્કૃત, પ્રાકૃત તથા ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. તેમના જીવનને ઓપ આપવામાં તેમનાં માતાપિતાનો તથા પૂ. શ્રી વસુમતીબાઈ મ.સ., પૂ. શ્રી મુક્તાબાઈ સ્વામીજી તથા પૂ. શ્રી લીલાવતીબાઈ સ્વામીનો મોટો ફાળો રહ્યો. પ્રજ્ઞાબહેનનું વ્યક્તિત્વ કમળની માફક વિકસતું ગયું. તેમના પોતાના વિચારોમાં દૃઢતા આવતી ગઈ. અને તેમનું વ્યક્તિત્વ જાગી ગયું. આ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] [ અણગારનાં અજવાળા નાનીશી નિર્ઝરિણી જેવી દીકરી વિશ્વના મહાસાગરમાં ભળી જવા અધીર બનવા લાગી. તેમના જીવનમાં સંતરૂપી વસંત પ્રગટ થઈ ચૂકી હતી. “સ્વ” સર્વસ્વમાં ભળવા આતુર બન્યું હતું. વિશ્વમૈત્રી એ તેમનો મંત્ર બની ગયો. પૂર્ણતા તરફની કેડી ઉપરનાં તેમનાં પગલાંનાં મંડાણ હતાં. સત્સંગને પ્રભાવે તેમણે એક પરમપદની પ્રાપ્તિ માટેનું લક્ષ્ય સ્વીકારી લીધું અને તેમની જીવનયાત્રાના મુકામનું જ્ઞાન તેમને લાગ્યું અને એ દિશામાં તેમની ગતિ અને પ્રગતિની શરૂઆત થઈ ગઈ. અને તેમણે એવું અનુભવ્યું કે પૂર્વભવથી જ તેમની ભીતરમાં કોઈ આવા જ ઊઠતા નાદ સાથે, લક્ષ્યનાં પ્રકાશની ઝળહળતી જ્યોત લઈને જ આ દીકરીએ ધરતી ઉપર અવતરણ કર્યું હશે. ચાર વર્ષની ઉંમરે પ્રજ્ઞાબહેન સામાયિક શીખી ગયાં હતાં અને સાત વર્ષની ઉંમરે ભરી સભામાં શુદ્ધ ઉચ્ચારણ અને ભાવ સાથે પ્રતિક્રમણ બોલાવતા. તેમણે એક વર્ષીતપ કર્યું હતું ત્યારે તેમના પારણામાં પૂ. શ્રી નાનચંદ્રજી મ. સા. પધારેલ અને આવી સુસંસ્કારી સુકન્યાને જોઈ તેમનાથી દીક્ષાના ભાવ વિષે પુછાઈ ગયેલું ત્યારે પદ્માબહેને સંમતિ દર્શાવતાં ગુરુજી પણ કહીને ગયા કે દીકરીને દીક્ષાના ભાવ છે તો અવરોધ ન કરશો. તેમજ તેમને તેમની મરજી મુજબ ગુરુની પસંદગી કરવા દેજો. તેઓ કોકિલકંઠી હતા. એવાં સુંદર સ્તવનો અને ભજનો ભાવવાહી રીતે ગાતાં કે જાણે ભક્ત અને ભગવાનની વચ્ચે એકસેતુ રચાઈ જતો. સૌ પરમપાં–આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જતો. ભક્ત અને ભગવાન વચ્ચે એકરૂપતા સધાઈ જતી અને જાણે પરમ પ્રસન્નતાની પળોનો એક માહોલ ઊભો થતો! તેમની બાર વર્ષની ઉંમર હતી અને તેમના પિતાશ્રી ચત્રભુજભાઈની અંતિમ ઘડી આવી પહોંચી હતી. પ્રજ્ઞાબહેનનાં ભજનોમાંથી ભાવોનો રસ ઘૂંટાતો. પ્રભુ પાસેથી જે મળ્યું તેને પાછું સોંપતાં દુઃખ ન થવું જોઈએ. એક યાત્રિક બનીને આવ્યા હતા. આ તો બધો આ જીવનપૂરતો સંગાથ હતો, તો તે છોડતા દુઃખ ન થવું જોઈએ અને આ ભજનોએ પિતાશ્રીની અંતિમ ક્ષણોને પાવિત્ર્ય બક્યું અને અધ્યાત્મયોગી પૂ. શ્રી કેશવ ગુરુદેવ પાસે સંથારો કર્યો અને તેઓએ પણ કહ્યું કે પ્રજ્ઞાબહેનને દીક્ષાના ભાવ થાય તો રોકશો નહીં. આમ પ્રજ્ઞાબહેનના ત્યાગમાર્ગને પુષ્ટિ મળી અને લીંબડી ગોપાલ Page #244 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૨૧ સંપ્રદાયમાં ગુરુદેવ પૂ. શ્રી કેશવલાલજી મ.સા. અને પૂ. શ્રી લીલાવતીબાઈ મ.સ.ના તેઓ શિષ્યા થયાં. એ શુભ દિવસ હતો સં. ૨૦૧પના પોષ સુદિ ૧૩. તેમના જીવનનો મોડ બદલાયો. નવી દિશા અને નવી કેડી ઉપર પૂ. ગુરુને સમર્પિત થઈ જ્ઞાનના સૂર્યના પ્રકાશ તરફ પુનીત પગલાં પાડ્યાં. તેમણે ૨૩ આગમો કંઠસ્થ કર્યા. તેમના ભાઈશ્રી શાંતિભાઈ અને પૂ. શ્રી ગુરુણીને પૂ. શ્રીની પ્રગતિ વિષે પૂછતા ત્યારે પ્રસન્નવદને ગુરુણીનાં મુખમાંથી સહજ જવાબ નીકળતો કે આ તો હીરો છે. પહેલા પડી રહ્યા છે. પછી તેનો ચળકાટ જોજો. આ પવની ગુણોની પાંખડીઓ ધીમે ધીમે ખૂલી રહી હતી. ગુરુકૃપા વરસી રહી હતી. પણ પછી તેમને શ્વાસનું દર્દ થયું. વધતું ગયું. પણ સમભાવે શાંતિથી સહન કરતાં રહ્યાં છે. ખરેખર! આવા અનેક પરિષહો અને ઉપસર્ગો વચ્ચે જેટલે અંશે તે સમભાવે જીવી શકે તેટલે અંશે તેમની શ્રમણસાધના સફળ થઈ ગણાય. તેઓ કરુણાના સાગર છે. શ્રાવકોને ધર્મમાર્ગે દોરે છે. અન્ય સંપ્રદાયનાં પૂ. સતીજીઓ પ્રત્યે કોઈ ભેદભાવ નહીં. સર્વ પ્રત્યે સમભાવથી વર્તે છે. કર્તવ્યસૂઝ ઘણી અને કોઈને પણ અશાતા વેદનીમાં સેવા કરી શાતા ઉપજાવે છે. “લીલમ મંડળ”નાં તેઓ ડૉક્ટર ગણાય. પહેલાં તેમની ટ્રીટમેન્ટ શરૂ થાય. પૂ. શ્રી લીલાવતીબાઈ સ્વામીની અંતિમ વિદાય પછી તેમના હાથમાં નેતૃત્વનો દોર સોંપાયેલો છે અને બરાબર રીતે બધાને સંભાળે છે. સાધારણ ઉદાહરણો આપીને સુંદર ભાવો દ્વારા લોકોને આધ્યાત્મિક તત્ત્વો તરફ ખેંચી લેવાની કલા તેમની પાસે અદ્ભુત છે. આવાં પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ સ્વામીને અગણિત વંદન હો...! णारई सहए वीरं, वीरे नो सहए रई। जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रहवई।। આવો સમભાવી સાધક વીર અને સ્થિરબુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) હોય છે. તેથી એનું ચિત્ત કોઈપણ સંયોગોમાં આસક્ત થતું નથી અને આસક્તિ એ જ શોક અને હર્ષનું કારણ છે. (આચારાંગ સૂત્ર) ક Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] [ અણગારનાં અજવાળા જંગ ખેલ્યો પણ ઝૂક્યાં નહીં બા.બ્ર. પૂ.શ્રી કુસુમબાઈ મહાસતીજી [લીંબડી ગોપાલ સંપ્રદાય શુભ નામ : કુસુમબહેન. જન્મદિન વિ.સં. ૧૯૯૬, ફાગણ સુદ ત્રીજ, બુધવાર, તા. ૧૨-૩-૪૦. માતાપિતા : શ્રી શાંતાબહેન વાડીલાલ કસ્તુરચંદ શાહ. દીક્ષાદાતા : પૂ.શ્રી લીલાવતીબાઈ મહાસતીજી. જન્મસ્થળ : સુરેન્દ્રનગર. દીક્ષાદિન : સુરેન્દ્રનગર, સં. ૨૦૧૬, કારતક વદ-૩, બુધવાર, તા. ૧૮-૧૧-૧૯૫૯. સંપ્રદાય : લીંબડી ગોપાલ સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ : આગમ શાસ્ત્રોનાં ઊંડા અભ્યાસી. કાળધર્મ : નારણપુરા, અમદાવાદ. સં. ૨૦૪૪, અષાઢ સુદ ૧૩, મંગળવાર, તા. ૨૬-૭-૮૮, રાત્રિએ ૧૦-૫૦ મિનિટે. “ભક્તિ એવી પંખિણી, જેને જ્ઞાન, વૈરાગ્ય બે પાંખ છે; ચિદાકાશમાં એ તો ઊડે, જેને સદ્ગુરુરૂપિણી આંખ છે.” અખો. પંખીનું નિવાસસ્થાન વૃક્ષ પર ઊંચે હોય છે. દાણા માટે જમીન ઉપર આવે પણ ફરી વૃક્ષ ઉપર ચાલ્યું જાય. તેમ સાધક આત્માની મનોભૂમિકા ઊંચે ઊંચે હોય. “તનુ સંસારે ચિત્ત મોક્ષે.” શરીર સંસારમાં ચિત્ત મોક્ષમાં હોય. અરિહંતના ઉપાસકનું બધું અરિહંતમય બની જાય. - પૂ.શ્રીના પત્રમાંથી. એક ફૂલ ઊગ્યુંઃ સુરેન્દ્રનગરની ધરતી ઉપર પિતાશ્રી વાડીભાઈના કુળમાં અને માતા શ્રી શાંતાબહેનની કૂખે ૧૯૯૬ના ફાગણ સુદ ત્રીજ, બુધવાર તા. ૧૨-૩-૧૯૪૦ના રોજ કુસુમબહેનનો જન્મ થયો. તેમનો Page #246 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૨૩ શૈશવકાળ અને કોલેજકાળ પસાર થતો હતો. ત્યાં તેઓ અને તેમનાં ધર્મિષ્ઠ પૂ. માતાપિતા, બા.બ્ર.પૂ. વસુબાઈ મ.સ., બા.બ્ર.પૂ.શ્રી કેશવલાલજી મ.સા. અને બા.બ્ર.પૂ.શ્રી લીલાવતીબાઈ મ.સ.ના સંપર્કમાં આવ્યાં. કુસુમબહેનને વૈરાગ્યનો રંગ ચડ્યો અને બા.બ્ર.પૂ.શ્રી કેવળમુનિ મ.સાહેબે સુરેન્દ્રનગરની જન્મભૂમિમાં સં. ૨૦૧૬, કારતક વદ-૩, બુધવાર, તા. ૧૮-૧૧-૧૯૫૯માં કુસુમબહેનને સંયમનાં દાન આપ્યાં. સમર્પણ ઃ ગુસણીમૈયાની અસીમકૃપા તેમના પર વરસતી હતી. એક એક સિદ્ધાંતના ગૂઢાર્થ તેમને સમજાવતાં. તે અમૃતધારાને પૂ.શ્રી કુસુમબાઈ મ.સ. પોતાના પાત્રમાં ઝીલતાં. ધાર્મિક અભ્યાસનું પાઠન, મનન, વાચન અને પાચન કરતાં. પોતાની જાતને પોતાના ગુરુને પૂર્ણ રીતે સમર્પિત કરવામાં માનતાં. ગુરુદેવની ઇચ્છા તે જ મારી ઇચ્છા. બીજો કોઈ વિકલ્પ નહીં. નિર્વિકલ્પ દશા. નહીં સંતો તરત વાર્દિ પોતે જેવાં અંદર તેવાં જ બહાર હતાં. સંસારી સગાંઓની સાથે તેઓએ ક્યારેય તેમની પાસે બેસીને વાતો નથી કરી કે સંસારી વાતો નથી કરી. પોતે ગુણજ્ઞ પણ બન્યાં અને ગુણાનુરાગી પણ બન્યાં, જે બનવું કોઈ પણ વ્યક્તિ માટે બહુ મુશ્કેલ છે. તેમની મુખાકૃતિ હિંમેશાં હળવાહળવા સ્મિતથી છલકાતી, ખીલેલા ગુલાબ જેવી સદાય ચિત્તપ્રસન્નતાથી મલકતી રહેતી. અરે! કેન્સર જેવા મહાભયંકર વેદનાના રોગ વચ્ચે પણ તેઓનું મુખારવિંદ સમતા-સમાધિ વગરનું અને સ્મિત વગરનું કરમાયેલું જોવા મળ્યું નથી. અગમનાં એંધાણઃ પોતાને કેન્સર થયાનાં તેમને સપનાંઓ આવતાં અને તે જ પ્રમાણે બન્યું. ૧૯૮૪માં નારણપુરા સ્થાનકવાસીની વાડીમાં ચાતુર્માસ પ્રવેશ વખતે આ દર્દનાં એંધાણ મળી ગયાં. પૂ.શ્રીને છાતીમાં દુખાવો, બળતરા શરૂ થઈ. ગાંઠ દેખાવા લાગી. બાયોપ્સીમાં કેન્સર આવ્યું, પણ પોતે તેને સહર્ષ સ્વીકારી ભેદ-વિજ્ઞાન અને આત્મસાધનાની નિજાનંદની મસ્તીમાં મહાલતાં રહ્યાં. તેમનું મોટું ઓપરેશન થયું. દૂરદૂરથી અન્ય સંપ્રદાયોના ગુરુદેવો પણ પધાર્યા હતા, છતાં પૂ.શ્રીને હૃદયમાં કોઈ ઉકળાટ ન હતો. દેહકષ્ટની કોઈ ફરિયાદ ન હતી. પછી તો પોતે ખંભાત પણ વિહાર કર્યો. ત્યાં ઝઘડાઓનો શાંતિભર્યો ઉકેલ લાવી સમાધાન કર્યું. કોઈ ભાઈને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] [ અણગારનાં અજવાળા ક્રોધ બહુ આવ્યો. પૂ.શ્રીની વાત્સલ્યમૂર્તિમાંથી છલકાતા વાત્સલ્યે તે ભાઈમાં પરિવર્તન આણ્યું અને ક્રોધ ન કરવો તેવાં જાવજીવનાં તે ભાઈએ પચ્ચક્ખાણ કર્યાં. તેમના સંપર્કમાં આવતાં કેટલાક આત્માઓ વિષયો છોડી વિરાગી બન્યા. કેટલાક વ્યસનોથી મુક્ત થયા. કેટલાકે સૂત્રો કંઠસ્થ કર્યાં. ૧૯૮૭માં નવરંગપુરામાં ચોમાસુ હતું. ત્યાં ફરી કેન્સરની ગાંઠો નીકળી. છતાં પર્વાધિરાજ પર્યુષણમાં પૂ.શ્રીની જોશીલીવાણીમાં પ્રવચનપ્રભાવના અને અન્ય આત્મિક આરાધનાઓ દ્વારા તેમની પર્યુપાસનાઓ વણથંભી રહેતી થાકતાં નહીં. આરામ કરતાં નહીં. ફરી એક નાનું ઓપરેશન થયું. હાથના દુખાવાએ માઝા મૂકી પણ તે શૂરવીર સાધકનાં હથિયાર હેઠાં પડ્યાં નહીં. રોગ સામે જંગ ખેલ્યો પણ ઝૂક્યાં નહીં. વેદનાને વહાલ : કેન્સરના રોગે પૂ.શ્રીના દેહ ફરતો ચારેબાજુથી ભરડો લીધો, છતાં ડોળીના સહારા વગર ચાલીને ગિરધરનગરથી નારણપુરા પહોંચ્યાં. કેન્સરે ઝડપ પકડી. અસંખ્ય ગાંઠો ફૂટી નીકળી. સોજા ખૂબ વધી ગયા, પણ........શ્રી એ વેદનાને વહાલથી સ્વીકારી લીધી હતી. પૂ.શ્રી રામજીમુનિ મ.સા.; પૂ.શ્રી ઉત્તમમુનિ મ.સા., ગોંડલ, બોટાદ સંપ્રદાયના ગુરુવર્યો આદિ સંત-સતીજીઓ દૂરસુદૂરથી ઉગ્ર વિહાર કરી પધાર્યાં. નારણપુરા સંઘસહિત સર્વેએ તેમની ખૂબ વૈયાવચ્ચ, સેવા મન મૂકીને કરી. આલોચના કરાવી. પૂ.શ્રીની સમાધિમાં પ્રેરકબળ પૂરું પાડવા પુષ્કળ પત્રો આવ્યા. પૂ.શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજસાહેબ પધાર્યા હતા. પૂ.શ્રીની સમાધિ જોઈને ખુશ થઈને કહ્યું કે “હું ભગવાનને પ્રાર્થના કરું કે મને આવી સમાધિ મળે તો મને કેન્સર દેજે, જેથી નિર્યામણા (આલોચના) કરવાનો મને સુંદર અવસર મળે.” અનોખું આતમબળ : પૂ.શ્રીને કેન્સર રાક્ષસ બનીને વિર્યું હતું, વર્યું હતું. તેમની નસેનસમાંથી જેમ લોહી પસાર થાય તેમ બળતરા પસાર થતી. ગાંઠો એટલી બધી આગળ પાછળ વધી ગઈ તો પણ તેઓ છેલ્લા પાંચ મહિના પથારી કરીને લાંબા થઈને સૂતાં નથી. ગાંઠો ફૂટતી અને કચકચી જતી, છતાં દરેકને ખમાવતાં. વાંચણી ચાલુ રાખતાં. ત્યાં એકવાર કેન્સરના Page #248 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૨૫ જીવાણુઓએ તેમની ધોરી નસ કોરી ખાધી અને પૂ.શ્રીના છાતીના ઓપરેશનવાળા ભાગમાંથી ધડધડ લોહી વહેવું શરૂ થયું. નાનાં પૂ. સતીજીઓ ગભરાઈ ગયાં, પણ પોતે જાતે શાંતિથી લોહી સાફ કરી વાંચણી શરૂ કરી દીધી. છેલ્લે અન્નનળી, શ્વાસનળીને અને ફેફસાંને પણ કેન્સરે પકડમાં લઈ લીધાં. શ્વાસ લેવામાં તકલીફ વધતી ગઈ. ફરી અર્ધી રાત્રે વેઇન તૂટી. બધું જ લોહીથી લદબદ થઈ ગયું. રાત્રિના સમયે ઉપચાર કાંઈ કરવાનો ન હતો. લોહી વહી ગયું. વેઇન ખાલી થઈ ગઈ હતી. નવકારમંત્રના જાપ ચાલુ હતા. સભાન અવસ્થામાં આવશ્યક ક્રિયાઓ કરતાં કરતાં પોતાને જવું હતું તેથી ઘેનનું ઇજેક્શન ન લીધું. રાત્રે આઠ વાગે છેલ્લા સાત મહિનાથી ઊંચા ન થતાં હાથો જોડી પૂ.શ્રીએ સંથારાનાં પચ્ચખાણ કર્યા. બધાંને ખમાવી, વોસિરાવી આત્મતત્ત્વમાં મસ્ત બન્યાં અને અગમની વાટે તેમનો આત્મા પરમાત્મામાં ભળી જવા અંતિમ પ્રયાણે ચાલી નીકળ્યો. આપને અમારાં અગણિત વંદન હો! “આગમના બળ પર જીવનાર વિરલ વિભૂતિ જ આત્મબળની ધૂણી ધખાવી મૃત્યુને મહોત્સવ બનાવી શકે છે.” પૂ.શ્રીએ ખરેખર વૈરાગ્યના રંગે અને સાધનાના ઉમંગે કર્મોની સામે, મૃત્યુની સામે ખરાખરીનો જંગ ખેલ્યો. જે મૃત્યુના ભયને જીતે છે તે જ મૃત્યુને જીતી શકે છે. મૃત્યુ એ તો નવજીવનની પૂર્વદશા છે, એવી જેને સંપૂર્ણ પ્રતીતિ છે તે મૃત્યુનો વિજેતા છે. તે જ જીવનનો સાચેસાચો વિજેતા છે. આવા છે અણગાર અમારા.....આપને અમારા કોટિ કોટિ વંદન હો... Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ]. [ અણગારનાં અજવાળા પુષ્પનો પમરાટ પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. (ખંભાત સંપ્રદાય) નામ : પાર્વતીબહેન માતાપિતા : ચોક્સી કુટુંબ જન્મસ્થળ : લીંબડી (સૌરાષ્ટ્ર) દીક્ષાગુરુ : પૂ. આ. છગનલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી જડાવબાઈ મ.સ. કાળધર્મ : શરદપૂર્ણિમાની રાત્રે ૧૨=૦૦ કલાકે. जावजीव परीसहा उवसग्गा य संज्ञाय । संबुडे देहमेयाए इति पन्नें हियासए ।। सबऽठेहिं अमुच्छिए आउ-कालस्य पारए । तिइकखं परमं नचा विमोहन्नयरं हियं ।। આત્મ સંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવન- પર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું છે. (આચારાંગજી સૂત્ર) પથરાઈ જશો તો પમરાટ વધશે ખડકાઈ જશો તો ગંધાઈ જશો... પૃથ્વીને પટાંગણે કોઈક ઉચ્ચ આત્માઓ જાણે જન્મથી કે જનમોજનમથી પુષ્પના પમરાટની માફક પોતે પોતાના પમરાટને પાથરતા જાય છે. યુગો સુધી એ પમરાટ પથરાતો રહે છે. તે પમરાટને પામતાં પામર માનવીઓ પણ પોતાના જીવનની દિશા બદલી પમરાટ પાથરતા જાય છે. આવાં જ પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સતીજીનો જન્મ સૌરાષ્ટ્રના લીંબડી Page #250 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૨૭ શહેરમાં દહેરાવાસી માતપિતાને ત્યાં ચોક્સી કુટુંબમાં થયો હતો. તેમના પૂ. પિતાશ્રી શાળામાં હેડમાસ્ટરની પદવી ઉપર હતા. પહેલાંનો સમય એવો હતો કે કંગલીથી રમતી ઢીંગલી જેવડી દીકરીને નાની વયમાં પરણાવી દેવામાં આવતી. પાર્વતીબહેનને પણ તે જ રીતે માત્ર ૧૩ વર્ષની ઉંમરે સાણંદના સ્થાનકવાસી કુટુંબમાં પરણાવી દેવામાં આવ્યાં. સંસારને જે સમજવાની તેમની ઉંમર ન હતી ત્યાં ચૌદમા વર્ષની ઉંમરે તેમનો ચાંદલો ભૂંસાયો. પતિ જતાં પાર્વતીબહેનના જીવનમાં અમાસનો અંધકાર છવાયો. પાર્વતીબહેન જીવનની દશા બદલાતાં તેમણે પોતાની જીવન-નાવની દિશા બદલી. પોતે પોતાના જીવનની સફરમાં પોતે જ નાવિક બન્યાં. તેમને સમજાઈ ગયું કે સંસારમાં દુઃખ તો સાર્વત્રિક ઘટના છે. જ્યારે સુખ કેવળ છાયા જેવું છે. પોતે સમજી ગયા કે 'अप्पा कत्ता विकत्ताय पहाण य सुहाण य ।' જો અશુભ પાપપ્રવૃત્તિઓ દ્વારા આપણે પોતે જ આપણી વર્તમાન વિપત્તિઓનું-દુઃખોનું નિર્માણ કર્યું છે તો એને ધીરતાથી, સમતાથી સહી લઈને ઝીલી લેવાનું કાર્ય આપણે જ કરવાનું છે. પાર્વતીબહેન સંસારની ભયાનકતાને સમજી ગયાં. તેથી તેમાં રહેવાને બદલે કેમ પોતે આત્મસાધના કરીને પોતાનું જીવન સફળ ન કરી લે! તેમના જીવનમાં સમજણનો એક દીવડો પ્રગટી ગયો. સુખનો સ્વીકાર અને દુઃખનો પણ. તેવી રીતે જીવનનો સમગ્રતયા આનંદપૂર્વકનો સ્વીકાર કરવો તેમજ સમર્પણ કરવું. સંતો પણ શુભ અને અશુભ કર્મો, કષ્ટો, ઉપસર્ગોને પોતાના માર્ગમાં સહાયક માની સંયમ માર્ગે ચાલ્યા છે તેથી જ તેઓ સદા સત, ચિત અને આનંદમાં રહી શકે છે તે રીતે પોતાના જીવનમાં પોતાના આત્માને જગાડવાની આ અણમોલ ઘડી આવી છે તેમ સમજી તેઓ દિવસે દિવસે જ્ઞાન, ધ્યાન અને સંયમ તરફની પ્રવૃત્તિ તરફ આગળ વધવા લાગ્યાં અને સંયમ લેવાની ભાવના બળવત્તર થતાં તેમણે તેમના પૂ. પિતાશ્રીને આ વાત જણાવી પણ પિતા સમજ્યા નહીં અને દીકરીની સંયમ પ્રત્યેની મક્કમતા નિહાળી ત્યારે પ્રવ્રજ્યા માટેની રજા દીકરીને આપી પણ દહેરાવાસીમાં દીક્ષા લેવી પડશે તેમ ઇચ્છા જણાવી ત્યારે પાર્વતીબહેનને તો સ્થાનકવાસીમાં જ દીક્ષા લેવી હતી તે મક્કમ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] [ અણગારનાં અજવાળા મનોભાવ જણાવી તેમાંથી તે ડગ્યાં નહીં. તેઓ આકરી કસોટીઓમાંથી પસાર થયાં અંતે વૈરાગી વિજેતા બન્યાં અને તેમના પૂ. પિતાશ્રીએ આજ્ઞા આપી. ત્યારે ખંભાત સંપ્રદાયના આચાર્યશ્રી પૂ. શ્રી છગનલાલજી મ.સા. ખેડા હતા. તેમને વાની સખત વ્યાધિ હોવાને કારણે દીક્ષા દેવા સાણંદ ન પધારી શક્યા અને પાર્વતીબહેને પોતાની સઘળી મિલ્કત લઈને ખેડા જઈને ધામધૂમથી પોતાના ધનનો સદ્વ્યય કરીને પૂ. શ્રી છગનલાલજી મ.સા.ના વરદ્ હસ્તે તેમનાં સુશિષ્યા પૂ. શ્રી ગુણી જડાવબાઈ મ.સ. પાસે પ્રવજ્યા અંગીકાર કરી. જ્ઞાની ગુરણી પાસેથી પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ.એ ઘણું જ્ઞાન મેળવી જ્ઞાન, ધ્યાનમાં આગળ વધી જૈન શાસનની શોભા વધારી. • સ્વભાવે ભદ્રિક, સરળ અને કોમળ હૃદયના એવાં પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનામાં મસ્ત રહેતા હતાં ત્યાં તેમનાં કર્મોના વિપાકોદયે કેન્સરનું ભયંકર દર્દ થયું. પછી ટ્રીટમેન્ટથી સારું થતાં વિહાર કરીને પૂ. શ્રી ગુરુણીમૈયા શારદાબાઈ મ.સ. સહિત સં. ૨૦૦૬ની સાલમાં વિહાર કરી રાજકોટ, સુરત પણ ગયાં. ફરીથી કેન્સરના રોગે તેમને ભયંકર ભરડો લીધો. તેમના ગુરુણી પૂ. શ્રી શારદાબાઈ મ.સ.ની દિલથી કરેલી સેવા ફળી. તબિયતમાં સુધારો થતો ગયો. ત્યારબાદ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોએ વિચરણ કરતાં રાજકોટ સુધી પહોંચેલ. સં. ૨૦૧૧માં કેન્સરે ફરી ઊથલો માર્યો. પોતે સમજતા કે સમતાભાવ એજ જીવનની મોટી મૂડી છે. સમતોલતા એ જ આત્માનો સાચો આનંદ છે. તે જ રીતે પૂ. શ્રી અભુત સમતા અને સમાધિભાવથી પ્રસન્ન ચિત્તે કેન્સરની વ્યાધિ સહન કરતાં હતાં. ચાતુર્માસના દિવસો પસાર થઈ રહ્યા હતા. પૂ. શ્રીને પોતાની અંતિમ ઘડીના સમયની ખબર પડી ગઈ હતી અને તે પ્રમાણે પોતાના ગુરુણી પૂ. શ્રી શારદાબાઈ મ.સ.ને તેમજ પૂ. શ્રી જસુબાઈ મ.સ.ને પોતે હવે ત્રણ દિવસ છે તો સંથારાની ભાવની વાત જણાવી પણ એ વાત ન સ્વીકારતાં પોતે આસો સુદ પૂર્ણિમાનો છેલ્લો આજનો દિવસ જ છે અને સંથારો, આલોચનાના ભાવો છે તો મને કરાવો તેવી ભાવના ભાવી. પૂ. શ્રી ગુરુણીએ તે પ્રમાણે સંથારો, આલોચના, વ્રતપ્રત્યાખ્યાન વ. કરાવ્યાં. પૂ. સતીજી અને Page #252 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] | [ ૨૨૯ ખંભાત સમસ્ત સંઘે સ્વાધ્યાય, નવકારમંત્ર આદિ સંભળાવ્યા. પૂ. શ્રીએ અંતિમ સમય સુધી પોતાના આત્મસ્વરૂપમાં રમણતા કરી તેમના સજાગ બનેલા આત્માએ ચાર શરણા લઈ, સર્વ જીવોને ખમાવી મૃત્યુને મહોત્સવ માની તેમના કહેવા પ્રમાણે શરદપૂર્ણિમાની રાત્રિએ બાર વાગે તેમનો આત્મા પંડિત મરણે દિવ્યલોકની સફરે સિધાવી ગયા. પૂ. શ્રી ગુરુણી શારદાબાઈ મ.સ.એ પૂ.શ્રીને પોતાની છાયામાં રાખી જ્ઞાનનું દાન આપી એક ઝળહળતું તેજસ્વી રત્ન તૈયાર કરી જૈનશાસનને ચરણે ધર્યું હતું. વિરાટ પ્રતિભાનાં દર્શન બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મહાસતીજી શુભનામ : કુમારી શારદાબહેન. માતાપિતા : શ્રીમતી શકરીબહેન વાડીભાઈ શાહ. અભ્યાસ : ગુજરાતી છ ધોરણ. દીક્ષા : સં. ૧૯૯૬ વૈશાખ સુદ છઠ્ઠ, સોમવાર, તા. ૧૩-૫-૧૯૪૦ સવારે ૮-૩૦ કલાકે, ૧૬ વર્ષની ઉંમરે. દીક્ષાસ્થળ અને જન્મભૂમિ : સાણંદ (ગુજરાત) દીક્ષાદાતા ગુરુ : બા.બ્ર. પૂ. ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મ.સા. દીક્ષાદાત્રી ગુણી : પૂ.શ્રી પાર્વતીબાઈ મ.સ. સંપ્રદાય ઃ ખંભાત સંપ્રદાય, ભાષાજ્ઞાન : ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત આદિ. શાસ્ત્રીય જ્ઞાન : જૈન આગમ, બત્રીસ શાસ્ત્ર તથા સિદ્ધાંત, થોકડા કંઠસ્થ. પ્રવચનપ્રકાશન : કુલ ૧૪ પુસ્તકો + ૧ દીવાદાંડી'–પંદર પ્રવચન પુસ્તકો૧ લાખ દસ હજાર + ૧૦ હજાર પ્રત “દીવાદાંડી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] [ અણગારનાં અજવાળા પ્રકાશિત થઈ. દીક્ષા પ્રદાન : ૪૬ વર્ષના દીક્ષાપર્યાયમાં ૪૬ શિષ્યાઓને સંયમનાં દાન. વિહારયાત્રા : ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર આદિ અંતિમ પ્રયાણ : સં. ૨૦૪૨, વૈશાખ સુદ છઠ્ઠ, બુધવાર, તા. ૧૪-૫ ૧૯૮૬. મલાડ-મુંબઈમાં પોતાની દીક્ષા જયંતીના દિવસે, સાંજે છ વાગે, ૬૨ વર્ષની ઉંમરે. મન મંદિરનાં મોતી : “માનવજીવન મોંઘુ મળ્યું, વારે ઘડી મળશે નહીં; શોધ્યા વિના સર્વસ્તુને, સંસાર આ ટળશે નહીં.” “માનવ મટી દાનવ બને, એ જીવનને ધિક્કાર છે. નરકમાં પડે દુઃખમાં સડે, કદીએ નહીં ઉદ્ધાર છે.” “કાયા અને માયા તણા પંજા નીચે ના આવશો. જો કોઈ બોલે ગાળ તો મનમાં ન કોઈ લાવશો.” બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. कृध्यन्तं न प्रतिकृध्येत् आकृष्टं कुशकं वदेत । ભગવાન મનુ પણ કહે છે : ક્રોધ કરનાર પર ક્રોધ ન કરવો જોઈએ. અપશબ્દ કહેનારને પણ આશીર્વાદ આપવા જોઈએ. આ પૃથ્વીના પટ ઉપર કાંઈક અસંખ્યક માનવીઓ આવે છે ને જાય છે. તેમાંના ઘણા માત્ર મળેલા જીવનને એમ ને એમ જીવીને જતા રહે છે, જ્યારે ઘણા માનવીઓ પોતાના સુસંસ્કારોથી સજધજ થઈ દૂર સુદૂર સુધી પોતાની સુગંધ ફેલાવતા જાય છે. અવતરણ : અમદાવાદથી ૨૨ કિ.મી.ના અંતરે આવેલા સાણંદ મુકામે દેવ, ગુરુ અને ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવનાર એવા પિતા શ્રી વાડીભાઈ અને માતા શકરીબહેનની કુક્ષિએ સં. ૧૯૮૧ના માગશર વદ નોમ તા. ૧-૧-૧૯૨૪, મંગળવારના મંગળ દિને મધ્યરાત્રિએ અઢી વાગે શારદાબહેનનો જન્મ થયો. બાલ્યકાળમાં પ્રવેશતાં શારદાબહેનને વ્યાવહારિક જ્ઞાન માટે શાળામાં તેમ જ ધાર્મિક જ્ઞાન માટે જૈનશાળામાં મોકલવાનું શરૂ Page #254 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૩૧ કર્યું. જૈનશાળાના ધર્મ પ્રત્યેના ઊંડા સંસ્કારોનાં બીજ તેમની મનોભૂમિમાં ઊંડા ઊતરતાં ગયાં અને ઝડપથી ફૂલવાં અને ફાલવાં લાગ્યાં. દશ તિથિ લીલોતરી અને સ્નાનનો અને કાચાપાણીનો ત્યાગ થઈ ચૂક્યો. સંયમ લેવાની ભાવનાના ઝોક તરફ શારદાબહેન ઝૂકવા લાગ્યાં. ભવ અટવિમાં ભોમિયો મળ્યો : પોતાની નાની બહેનના અવસાનના નિમિત્તથી શારદાબહેનનું ઉપાદાન તૈયાર થતું હતું. ત્યાં ખંભાત સંપ્રદાયના ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા.નું સાણંદ ગામે પદાર્પણ થયું. શારદાબહેન પૂ.શ્રી ગુરુદેવના સાનિધ્યમાં આવતાં તેમનું હીર પૂ. ગુરુદેવને પરખાઈ ગયું. પૂ.શ્રી ગુરુદેવની કસોટીમાં પાર ઊતરતાં તેમને અમદાવાદ પૂ.શ્રી પાર્વતીબાઈ પાસે મોકલવામાં આવ્યાં. ત્યાં મન ઠર્યું. શારદાબહેનને તીવ્ર સ્મરણશક્તિ અને વૃત્તિ હોવાને કારણે પૂ.શ્રી ગુરુદેવના ચાતુર્માસમાં આગમનું જ્ઞાન–સૂત્રો, થોકડા વગેરે ઝડપથી કંઠસ્થ કરવાં લાગ્યાં. વિવાહ તરફ વાળવાના કુટુંબના પ્રયાસોને દઢતાથી નિષ્ફળ બનાવી વૈરાગ્ય તરફ શારદાબહેન ઢળવા લાગ્યાં. છેવટે ૧૬ વર્ષની નાની ઉંમરમાં કુ. શારદાબહેને સં. ૧૯૯૬, વૈશાખ સુદ છઠ્ઠ ને તા. ૧૩-૫-૧૯૪૦ના સોમવારે અસાર સંસારને અલવિદા આપી સંયમનાં મંગલ દ્વાર તરફ સંયમદાતા પૂશ્રી ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મ.સા. અને પૂ.શ્રી પાર્વતીબાઈ મ.સ.ની નિશ્રામાં પગરણ માંડ્યાં. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. સાથે પૂ.શ્રી જશુબાઈ મ.સ.એ (જીવીબાઈ) પ્રવ્રજ્યા અંગીકાર કરી. વ્યાખ્યાનમાં વિખ્યાત : પૂ.શ્રી ગુરુ આજ્ઞા, આગમનું જ્ઞાન, વિનય, વૈયાવચ્ચ અને ગુરુભક્તિમાં પોતાની શક્તિ લગાડી શાસનની શાન વધારતાં રહ્યાં, ઉજાળતાં રહ્યાં. એક વખત અમદાવાદ સારંગપુરદોલતખાનાના ઉપાશ્રયમાં ડબલ ન્યુમોનિયાની વ્યાધિમાં ભયંકર રીતે ફસાયાં, તો પણ પૂ.શ્રી સમાધિમાં મસ્ત રહ્યાં હતાં. પૂ.શ્રી ગુરુદેવ પણ તેમની તબિયતના સમાચાર સાંભળી ખેડાથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. પૂ.શ્રી શારદાબાઈ મ.સ.ને પૂ.શ્રી ગુરુદેવ અને પૂ.શ્રી છગનલાલજી મ.સા.ના આશીર્વાદ પણ એવા મળેલા અને તે કુશળ શિલ્પીને હાથે પૂ.શ્રીનું સંયમનું ઘડતર પણ એવી રીતે થયું હતું કે અમદાવાદમાં પૂ.શ્રી ચિક્કાર માનવમેદનીની વચ્ચે તેમના પ્રથમ વ્યાખ્યાનમાં વિખ્યાત બની ગયાં. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] [ અણગારનાં અજવાળા એક વખત સં. ૧૯૯૯માં માત્ર જ્ઞાન દ્વારા મોક્ષ મળે છે, ક્રિયાની કોઈ જરૂર નથી તેવા ઊઠતા વંટોળને શમાવી દેવા “અરિહંત આજ્ઞા, માત્ર જ્ઞાનથી નહીં, પણ “જ્ઞાન ક્રિયા મોક્ષઃ”નાં પ્રભાવક પ્રવચનો દ્વારા જોરદાર અહાલેક જગાડી મિથ્યાવાણી તરફ વળી રહેલા લોકોને અટકાવ્યાં હતાં. સુકાન સંભાળ્યું ઃ અને સાધુતીર્થની સ્થાપનાઃ પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા., પૂ.શ્રી છગનલાલજી મ.સા. અને પૂ.શ્રી ગુલાબચંદ્રજી મ.સા.ની અંતિમ વિદાય પછી ખંભાત સંપ્રદાયનું સુકાન પૂ.શ્રી શારદાબાઈ મ.સ.ને સોંપવામાં આવ્યું. છ વર્ષ સુધી આચાર્યની અદાથી સફળતાપૂર્વક તેમણે તે સુકાન સંભાળ્યું. અને બે વર્ષ દરમ્યાન આઠ-આઠ બહેનોને સંયમધારી બનાવ્યાં. અને સાધુસંસ્થા ચાલુ કરી. પૂ.શ્રીએ નાની ઉંમરમાં દીક્ષા લીધી પણ જૈન શાસનના શિરતાજ બની જૈન-જૈનેતરોને પ્રતિબોધ પમાડી વ્યસનના રાગીને જૈન ધર્મના અનુરાગી બનાવ્યાં. સેંકડો નરનારીઓને આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરાવ્યાં. ૪૬ આત્માઓને સંસારના કીચડમાંથી બહાર કાઢી પ્રવજ્યાના પંથે વાળ્યા, એટલું જ નહીં પણ ખંભાતના સંઘપતિ શ્રી કાન્તિભાઈ પટેલ જેમણે ગુરુવર્યોના સાનિધ્યમાં રહી આગમનું થોડું જ્ઞાન મેળવેલ પણ તે ગુરુવર્યોની અંતિમ સમાધિ પછી વૈરાગ્યમાં પરિણમતું રહી ગયું હતું. પૂ.શ્રીની ચકોર નજર * તે પારખી ગઈ હતી અને સર્વશ્રી કાંતિભાઈ પટેલ સાથે અભ્યાસ કરતા સૂર્યકાન્તભાઈ, અરવિંદભાઈ, નવીનભાઈ બધાંને વૈરાગ્યની પ્રેરણા આપી અને ગુરુદેવોની આજ્ઞા મેળવી સાધ્વીજીએ સ્વમુખે પુરુષ શ્રી કાંતિભાઈને દીક્ષાનો પાઠ ભણાવ્યો. તેની પાંચ મિનિટ પછી સર્વે ૧૧ મહાસતીજી પાટ ઉપરથી નીચે ઊતરી મહારાજને પાટે બેસાડી તેમના ચરણમાં ઝૂકી પડ્યાં. પૂ.શ્રી મહારાજ સાહેબને મહાન વૈરાગીનું બિરુદ આપ્યું અને ત્યારપછી પૂ.શ્રી કાંતિલાલજી મ.સાહેબે પૂ.શ્રી સૂર્ય મુનિ અને પૂ.શ્રી અરવિંદ મુનિ મ.સા.ને દીક્ષાનો પાઠ ભણાવ્યો. આમ પૂ.શ્રીએ ખંભાત સંપ્રદાયમાં સાધુ તીર્થ ઊભા કરવા અથાગ પરિશ્રમ લીધો. પૂ.શ્રી કાંતિ મુનિ મહાન વૈરાગી આચાર્ય પૂ. કાંતિ ઋષિજી મ.સા.ના નામથી પ્રસિદ્ધિ પામ્યા. Page #256 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૩૩ પૂ.શ્રીના વ્યાખ્યાનને લિપિબદ્ધ કરવાની પૂ.શ્રીની અનિચ્છાએ પણ શ્રી જયંતીભાઈએ શારદા સુધાથી પુસ્તક છપાવવાની શરૂઆત કરી. આ પગલીની શરૂઆત ૧૪ પુસ્તકો અને એક લાખ વીસહજાર પ્રતો છપાતાં વિરાટની પગલી બની ગઈ. પૂ. શ્રી જ્યાં જ્યાં પાદવિહાર કરતાં ત્યાં ત્યાં તેમનાં પગલે તપ, જપ, વ્રત, બ્રહ્મચર્યવ્રત વગેરેની પ્રતિજ્ઞાઓ લેનારની હેલી વરસતી. સંઘને નીડરતાપૂર્વક માઈકના ઉપયોગની ના પાડી દેતાં અચકાતાં નહીં. ચુત ચારિત્ર: ખેડામાં એક સાંજે પ્રતિક્રમણ બાદ પૂ.શ્રીની તબિયત એકાએક બગડી. તેઓ પરસેવાથી રેબઝેબ થઈ ગયાં. ડોક્ટરની કોઈ ટ્રીટમેન્ટ તેમણે કરવા દીધી નહીં. બી.પી. પણ માપવા દીધું નહીં. પૂ.શ્રી ચારિત્રપાલન ચુસ્ત રીતે કરતાં. રાત્રે બેભાન પણ થઈ ગયાં હતાં. અસમાધિમાં પણ તેમને આત્માના આનંદની અનુભૂતિ થતી. સ્વાધ્યાય-ચિંતનનો અવસર મળ્યો તેમ માનતાં. આવી તબિયતમાં પણ વચન-પાલનના આગ્રહી પૂશ્રી સં. ૨૦૪૧ઈ.સ. ૧૯૮૫માં મુંબઈ-કાંદાવાડીમાં ચાતુર્માસ કરવાં પધાર્યા. ત્યાંથી વાલકેશ્વર પધારતાં ફરી તબિયત બગડી. બી.પી., ડાયાબીટીસ અને મણકાની તકલીફને કારણે પગ, બરડો અને કમ્મરનો તેમને સખત દુઃખાવો રહેતો, છતાં સ્વસ્થતાપૂર્વક તેમની દિનચર્યા પસાર કરતાં જ. તા. ૧૦-૪-૮૬માં પાર્લા પધાર્યા અને પૂ. શ્રી કાન્તિ ઋષિજી મ.સા. આદિ સંતોનાં દર્શનનો લાભ લઈ તેમની પાસેથી ૪૬ વર્ષના સંયમપર્યાયમાં લાગેલા દોષોની વિશુદ્ધિ તેમ જ છેદ પ્રાયશ્ચિત્ત લઈ પોતે શુદ્ધ થયાં અને રોજની ૩ હજારથી ૫ હજાર ગાથાના સ્વાધ્યાય કરી પ્રાયશ્ચિત્ત પૂર્ણ કર્યું. ત્યાર પછી મલાડ પધાર્યા. ત્યાં સપનાંઓ દ્વારા પૂ.શ્રીને માટે દુઃખદ સંકેતો આવ્યાં કરતાં અને ખરેખર! એ સપનાંઓ સત્ય સ્વરૂપે આવ્યાં અને પૂ.શ્રી સ્વપ્નવતુ બનીને ચાલ્યાં ગયાં. સમાધિસ્થઃ વૈશાખ સુદ છઠ્ઠ-બુધવારે પૂ.શ્રી ગુરુણીમૈયા ૪૬ વર્ષની સંયમસાધના પૂર્ણ કરી ૪૭મા વર્ષમાં પ્રવેશ કરવાનાં હતાં. મંગળવાર રાતથી શ્વાસ અને બેચેની વધ્યાં હતાં, છતાં પૂ.શ્રીએ તેમની દીક્ષાજયંતી-બુધવારના મંગલ પ્રભાતથી વહેલા ઊઠી પ્રતિક્રમણ, આરાધના અને આત્મસાધના ચૂક્યાં નહીં. સાંજે ૫ વાગે તબિયતમાં એકદમ પલટો આવ્યો. છાતીમાં દુઃખાવો થયો. થોડી થોડી ઊલટી થઈ. બધાંને હાથ જોડી ખમાવ્યાં. સંથારાનાં Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] [ અણગારનાં અજવાળા પચ્ચક્માણ લીધાં. “વોસિરામિ’ એમ ત્રણ વખત બોલ્યાં. બધાંને નવકારમંત્ર બોલવાનું કહ્યું. સાંજે છ વાગતાં પૂ.શ્રી એક વિજયીયોદ્ધાની અદાથી અગમની વાટે ચાલ્યાં ગયાં. પૂશ્રીની અંતિમ વિદાય પછી તેમના ગુણાનુવાદ કરતા ભાવભર્યા શ્રદ્ધાંજલિનાં પત્રો, કાવ્યો ઠેરઠેરથી પુષ્કળ પ્રમાણમાં આવ્યાં. પૂ.શ્રી શારદાબાઈ મ.સ.નાં પગલે પગલે પાવન બનેલી ભૂમિઓમાં તેમના ભાવિક ભક્તોની પ્રેરણાથી પૂ.શ્રીની કાયમી સ્મૃતિઓ જળવાઈ રહે તે માટે ખંભાતમાં બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. સ્થાનકવાસી જૈન ઉપાશ્રય-એવી જ રીતે ખંભાત, સાણંદ, પોપટપરા અને સારંગપુરના ઉપાશ્રયમાં પૂ.શ્રી શારદાબાઈ મહાસતીજીનું નામ આપવામાં આવ્યું. નીડરતા તેમની નીડરતાના ઘણા પ્રસંગોમાંનો એક પ્રસંગ અહીં રજૂ કરું છું. હિંદુ-મુસ્લિમ કોમી રમખાણોમાં તંગ વાતાવરણમાં અને કરફ્યુમાં એક વયોવૃદ્ધ સાધ્વીજી માટે અનિવાર્યપણે ગોચરીની જરૂર પડતી હોવાથી પોતે પૂ.શ્રી ગોચરી વહોરવા જતાં. તેમને અટકાવતો પોલીસ પોતે તેમની સુરક્ષા માટે સાથે જતો અને થોડું થોડું જરૂર પૂરતું જ તેમને ઘણાં ઘરોમાંથી વહોરતાં . જોઈ પ્રભાવિત થયો હતો. પૂ.શ્રીનાં સ્મારક પ્રકાશિત સાહિત્ય જ્ઞાનગંગાનાં પુસ્તકોનાં નામઃ (૧) શારદા સુધા, (૨) શારદા સંજીવની, (૩) શારદા માધુરી, (૪) શારદાપરિમલ, (૫) શારદાસૌરભ, (૬) શારદા-સરિતા, (૭) શારદાજ્યોત, (૮) શારદાસાગર, (૯) શારદા-શિખર, (૧૦) શારદાદર્શન, (૧૧) શારદાસુવાસ, (૧૨) શારદાસિદ્ધિ, (૧૩) શારદારત્ન, (૧૪) શારદા-શિરોમણિ-હિન્દી અને ઇંગ્લીશમાં અનુવાદ પણ છે. આવા છે અણગાર અમારા. શબ્દને જો અર્થ સાંપડે તો જ અર્થ સાર્થક થઈ શકે ખરું? આપને અમારાં અગણિત વંદન હો! પ્રતિબિંબ ચારિત્ર્યવાન થવું એટલે ફૂલ કરતાં કોમળ થઈ જાણવું અને વજ કરતાં કઠોર પણ થઈ જાણવું. અત્યંત પ્રયત્નશીલ પણ થઈ જાણવું અત્યંત શાંત પણ થઈ જાણવું. પ્રેમવાળા પણ થઈ જાણવું અને વિરાગવાળા Page #258 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૩૫ પણ થઈ જાણવું. આપનાર પણ થઈ જાણવું અને લેનાર પણ થઈ જાણવું. સુખ પણ હસીને ભોગવવું અને દુઃખ પણ હસીને ભોગવી જાણવું. અને સહી જાણવું, બોલી જાણવું અને મૌન પણ રહી જાણવું. જોઈ પણ જાણવું અને અંધ પણ થઈ જાણવું. અલ્પમાં જીવી જાણવું અને મરી પણ જાણવું. એ યથાર્થ ચારિત્ર છે. —ઉપેન્દ્રાચાર્ય. સાધના-આરાધનાના માર્ગે ઃ બા.બ્ર.પૂ. શ્રી કાન્તાબાઈ મહાસતીજી શુભ નામ : કાન્તાબહેન. માતાપિતા : શ્રી રંભાબહેન ખીમચંદભાઈ નાનચંદ શાંતિદાસ શાહ. જન્મ અને જન્મ સ્થળ : સં. ૧૯૯૦, આસો સુદ એકમ, સ્થળ : સાણંદ. દીક્ષા અને દીક્ષાસ્થળ : સં. ૨૦૧૩, માગશર સુદ ૧૦, દીક્ષાસ્થળ : સાણંદ. દીક્ષાગુરુણી : પૂ.શ્રી શારદાબાઈ મ.સ. સંપ્રદાય : ખંભાત સંપ્રદાય. કાળધર્મ : સં. ૨૦૬૦, માગશર સુદ ૭, તા. ૩૦-૧૧-૨૦૦૩ સવારે નવ વાગે. દીક્ષાપર્યાય : ૪૭ વર્ષ. जाए सद्धाए णिकखन्ते तमेव अणुपालिया वियहित्ता विसोत्तियं । આચારાંગ. સાધક જે શ્રદ્ધાથી સાધનામાર્ગમાં પ્રવિષ્ટ થાય તે બીજી શંકાઓને છોડી દઈને તેને જ નિશ્ચયપૂર્વક પાળે, કારણ કે સાધનાની સ્થિરતા શ્રદ્ધાથી જ થાય છે. પુનીત પગલી : જે માતાને ખોળે પુનીત પગલીઓના પાડનાર પુણ્યશાળી આત્માનું અવતરણ થતું હશે તે ક્ષણો, તે અણુ-પરમાણુઓ પણ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] [ અણગારનાં અજવાળા કેટલા પવિત્ર થતા હશે! તે વાતાવરણ પણ હતું, હસાવતું, શુભ-શુભ મંગલમય હશે! પિતાને ખભે રમતી તે દીકરીનો ભાર પણ પિતાને હળવો ફૂલ લાગતો હશેને! એ દીકરીના સ્મિતમાં પણ ફૂલ ઝરતાં હશે. વાયુ સુગંધિત થઈ વહેતો હશે. દીકરી વહાલી વહાલી લાગતી હશે. બધાંને આકર્ષિત કરી પોતાના તરફ ખેંચતી હશે. એવા ભાગ્યશાળી નાનચંદ શાંતિદાસના કુળમાં પિતાશ્રી ખીમચંદભાઈ શાહને ત્યાં સુશ્રાવિકા રંભાબહેન માતાની કૂખે સાણંદ મુકામે સં. ૧૯૯૦ના આસો સુદ એકમને દિવસે કાન્તાબહેનનો જન્મ થયો. શ્રી ખીમચંદભાઈના પરિવારમાં ચાર પુત્રો અને પાંચ પુત્રીઓમાંનાં એક પુત્રી તે શ્રી કાન્તાબહેન હતાં. અને તેઓ વઢવાણ વોરા કુટુંબનાં ભાણેજ થતાં હતાં. જાણે પૂર્વભવોના સુસંસ્કારનું અને આરાધનાનું ભાતું બાંધીને આવ્યાં હોય તેમ કાન્તાબહેન બાલ્યકાળથી જ જૈનશાળાએ જતાં. સામાયિક પ્રતિક્રમણ શીખ્યાં. ઉપાશ્રયે સાધુ સંતોનાં દર્શન કરવા જતાં. વ્યાખ્યાન સાંભળતાં. તેમાં તેમના કુટુંબમાં ફઈબા-પૂ.શ્રી શારદાબાઈ મ.સ.એ ૧૯૯૬ની સાલમાં દીક્ષા લીધી અને જેમણે શાસનને શોભાવ્યું તેમના સત્સંગે કાન્તાબહેનને સંયમ સોહામણો અને સંસારનો ચહેરો બિહામણો દેખાવા લાગ્યો અને બીજી બાજુ ધર્મ-કર્મનો મર્મ સમજાતાં સંસાર પરથી મમત્વ ઊઠતું ગયું અને વૈરાગ્યના ભાવોથી ભીંજાતાં ગયાં. દીકરી હવે જ્ઞાન-વૈરાગ્યની પાંખો ફફડાવી ઊંચે ઊંચે મુક્ત ગગનમાં ઊડવા લાગી છે તે સમજતાં દીક્ષા માટે અનુજ્ઞા માગતી દીકરીને માતાપિતાએ રજા આપી અને સં. ૨૦૧૩ના માગશર સુદ ૧૦ના શુભ દિવસે ગુરુણીમૈયા પૂ. શ્રી શારદાબાઈ મ.સ. પાસે સાણંદ મુકામે કાન્તાબહેને દીક્ષા અંગીકાર કરી અને બા.બ્ર. પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ. બન્યાં. માળા મામાનું ઘમં? મારો જૈન ધર્મ આજ્ઞા ઉપર જ નિર્ભર છે. એ પ્રમાણે પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ. ગુરુ આજ્ઞાનું પાલન કરતાં. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, આગમ, થોકડા, સંસ્કૃત-પ્રાકૃત વગેરેનો અભ્યાસ કરતાં સાથે પાથર્ડ બોર્ડની આચાર્ય સુધીની પરીક્ષા પણ આપી હતી. સાથે સાથે તેમની તપશ્ચર્યા ચાલુ રહેતી. વરસીતપ, સોળ ઉપવાસ, ૧૧ ઉપવાસ, અઠ્ઠાઈ–નવ ઉપવાસ વગેરે ઉપવાસ તેમના ચાલુ રહેતા. પૂરા જોમ અને જોશ સાથે બુલંદ અવાજમાં પ્રવચન–પ્રભાવના કરતાં. પોતે પુરુષાર્થ કરતાં જનતાને કુંભકરણની નિંદ્રામાંથી Page #260 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૩૭ જગાડવાનો. તેમને તેમની ૪૦ વર્ષના સંયમપર્યાયમાં અશાતાનો ઉદય ઘણીવાર થયો હશે પણ તેમના તનમાં વ્યાધિ પણ મન સમાધિમાં રહેતું. અપ્રમત્ત ભાવ : છેલ્લે પૂ.શ્રી ઉગ્ર તપસ્વિની બા.બ્ર. પ્રેક્ષાબાઈ મ.સ.ના ૫૦૦ આયંબિલનાં પારણાંનો માગસર સુદ ૭નો પ્રસંગ, પૂ.શ્રી વસુબાઈ મ.સ.ની દીક્ષાજયંતી-માગશર સુદ-૫, પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ની દશમની દીક્ષાજયંતી-મૌન અગિયારસ વગેરે પ્રસંગો પ્રમાણે તપ, જાપ, ત્રિરંગી સામાયિક વગેરેના આયોજન દ્વારા આરાધના સપ્તાહનું આયોજન ચીંચપોકલીના ઉપાશ્રયે કરવામાં આવેલ હતું. ચંદનવાડી સંઘમાં ખૂબ ઉત્સાહ હતો, પણ તે દરમિયાન પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ને શ્વાસ, કફ અને ઉધરસની બિમારી રહેતી, છતાં પોતાનું નિત્ય કાર્ય કરતાં જ. સ્વાધ્યાયના અકાળ સમયમાં રજોહરણ, ગુચ્છો વણે, સીવવાનું, લખવાનું, વાંચવાનું ચાલુ જ હોય. દરેક કાર્ય જતનાપૂર્વક કરતાં. ચાર-પાંચ હજારની ગાથાની સ્વાધ્યાય તો કરતાં જ. સતત ક્રિયાશીલ અને અપ્રમત્તભાવમાં રહેતાં. વ્યાખ્યાન પણ વાંચ્યું છેલ્લે, પણ....... સમાધિભાવે : તેમને શ્વાસની તકલીફ વધી. આખી રાત તે તકલીફ રહી. બેચેની વધી. તબિયત વધુ ખરાબ થતી ગઈ. છઠ્ઠના દિવસે તા. ૨૯-૧૧ને દિવસે હોસ્પિટલ ખસેડવાનું નક્કી કર્યું. જાવજીવનું પ્રતિક્રમણ સવારે કરાવ્યું. રાતભર આલોચના, સંયમ શુદ્ધિ માટેનું પ્રાયશ્ચિત્ત, ‘દશ વૈકાલિક'નાં ૪ અધ્યયનો, ભક્તામર, જાપ આદિ ચાલુ જ હતું. તેમણે બધાંને ખમાવ્યાં. મનની મક્કમતા ઘણી. એમ્બ્યુલન્સમાં ન જતાં વ્હીલચેરમાં કાંદાવાડી ગયાં. તબિયત સિરિયસ થતી જતી હતી. છતાં સાંજે સાડા પાંચ પછી કોઈ સારવાર કરવા ન દીધી. બધું બંધ. દવા–ઇન્જેક્શન પણ નહીં. ફરી સવારે સંથારો, પ્રતિક્રમણ, જાપ વગેરે કરાવ્યું. એમ કરતાં સવારે નવ વાગે પૂ.શ્રીના પાર્થિવ દેહમાંથી મુખ દ્વારા ચેતન દેવ ચાલ્યો ગયો. તપ, જાપ અને આરાધના અને તપસ્યાનાં પારણાંના પવિત્ર વાતાવરણભર્યા મહોત્સવમાં પોતે પણ મૃત્યુને મંગલમય મહોત્સવમાં જોડી વીરતાપૂર્વક મૃત્યુને વર્યાં. પોતાના Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] [ અણગારનાં અજવાળા આપને અમારાં અગણિત વંદન હો! असंयतात्मना योगो दुष्पाय इति मे मतिः । વશ્યાત્મના તુ ચતતા શરચોડવામુમુપાયતઃ ગીતા. અસંયમી સાધક સાધનામાર્ગને પામી શકતો નથી, પણ જે સંયમી અને પ્રયત્નશીલ છે તે ઉપાય દ્વારા તુરત જ યોગારાધના કરી શકે છે. આપત્તિઓ બની ઉપહાર પૂ. તારાબાઈ મહાસતીજી [ખંભાત સંપ્રદાય] નામ : તારાબહેન. માતા : શ્રી સમરતબહેન ઉગરચંદભાઈ. જન્મ : ઈ.સ. ૧૯૧૯. લગ્ન : ૧૪ વર્ષની ઉંમરે. ૨૬ વર્ષની ઉંમરે વિવધ્ય. દીક્ષા : સં. ૨૦૧૪ અષાઢ સુદ બીજ. કાળધર્મ : વિ.સં. ૨૦૨૩, ઈ.સ. ૨૫-૨-૭૬, મહાવદ બીજ. દુઃખ ભોગવીને સુખી થવાનો કીમિયો એટલે સંયમ. વિરાગ્ય જ્ઞાનગર્ભિત પણ હોઈ શકે અને દુઃખગર્ભિત પણ હોઈ શકે. ઘણાં ઉદાહરણો એવા હોય છે કે પૂ. આર્યાજીઓ મોક્ષના લક્ષ અર્થે ભવોભવ જોગિણી બનતાં હોય છે. જ્ઞાનનો દીવડો સાથે લઈને ફરતાં હોય છે. ઘણી વ્યક્તિઓના જીવનમાં દુઃખો એવાં આવે છે કે તે તેમના વૈરાગ્ય લેવા માટે નિમિત્ત બની જાય છે અને આત્માનંદની મહેફિલ માણવા સમ્યકજ્ઞાનદર્શનનો અમલ્ય એવો મોતીનો ચારો ચરવા મહાવીર માર્ગના માનસરોવરને વાટે સંયમજીવનને પંથે વિચરણ કરવા નીકળી પડે છે. એવા જ એક પૂ. આર્યાજી તારાબહેનનો જન્મ ઈ.સ. ૧૯૧૯માં અમદાવાદ મુકામે લુણસાવાડ મોટીપોળમાં પિતાશ્રી ઉગરચંદભાઈના કુળમાં Page #262 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૩૯ અને માતા શ્રી સમરતબહેનની કૂખે થયો હતો. ૧૪ વર્ષની ઉંમરે તેઓ કેશવલાલ મૂળચંદ શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં હતાં. વૈભવી સુખોથી છલકાતાં તારાબહેનના સંસારી જીવનમાં ૨૬ વર્ષની નાની ઉંમરે વૈધવ્યનું દુઃખ તેમના જીવનના ઉંબરે આવીને ઊભું રહ્યું. ચાર પુત્રો સાથે સંસારની બધી જવાબદારી તેમને શિરે આવી. તેમનું રુદન અટકતું ન હતું. તેમને શાંત કરવા સાંત્વન આપતાં પડોશીઓના સૂચનથી શાંતિ મેળવવા પૂ. શ્રી શારદાબાઈનું વ્યાખ્યાન સાંભળવા દોલતખાનાના ઉપાશ્રય તારાબહેન રોજ જતાં થઈ ગયાં. રંક હોય કે રાય કર્મો કોઈને છોડતાં નથી તે ભોગવવાં જ પડે છે તેવી વાતો વ્યાખ્યાનમાં સાંભળતાં કર્મના સ્વરૂપને સમજતાં પોતાના આત્મામાં તેઓ ઠરવા માંડ્યાં અને ચાતુર્માસના ચાર મહિનામાં પૂ. શ્રી શારદાબાઈના વ્યાખ્યાને તેમને વૈરાગ્યના રંગમાં ભીંજવી દીધાં પણ....તારાબહેન, ૧૨ વર્ષ સુધી પોતાનાં બાળકોમાં સંસ્કારસિંચન કરવા, ભણાવવા, લગ્ન કરવા, આવનારી પુત્રવધૂમાં સંસ્કારનું સિંચન– ઘડતર કરી ફરજ અદા કરી અને સંસારને અલવિદા ન આપી શક્યાં. પણ સાથે સાથે તપ, ત્યાગ અને ધ્યાનની મસ્તી સાથે સંસારમાં અનાસક્ત ભાવે રહ્યાં. પૂ. મહાસતીજીની વૈયાવચ્ચ કરવા દોડતાં અને વૈરાગી જીવન તો જીવતાં જ તેઓ સમજી ગયાં હતાં કે મથતાં કે મંથન કરતાં પણ વહાલા કે વૈભવ ને જાળવતાં પણ તે પોતાના જ રહેશે જ તેવું નથી. આમંત્રણ આપીને આવ્યો....સ્વીકાર કરી લે. નિર્જરાનો મોકો મળ્યો.....નિર્જરા કરી લે... કર્મ ઉદયમાં આવે ત્યારે હસતાં હસતાં સહી લે.. સમજી લે.. “જગતનાં બધાં સુખોમાં સૌથી ઊંચુ સુખ હોય તો તે દુઃખ ભોગવી શકવાનું સુખ છે.” તારાબહેને સંસાર પ્રત્યેની પોતાની ફરજો નિભાવી. હવે તે પૂરી થતાં તેઓ વૈરાગ્યમાર્ગે જવા ઉતાવળાં થયાં. પુત્રો તેમની સેવા કરવા માગતા હતા. રજા મળતી ન હતી. અંતે તેમણે ચૌવિહાર ઉપવાસ શરૂ કર્યા અને દીક્ષાની Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] [ અણગારનાં અજવાળા રજા મેળવી. દીક્ષાનું મુહૂર્ત પોતાને જોવું ન હતું. સાદાઈથી દીક્ષા ગ્રહણ કરી પણ એક બાજુ દીક્ષા હતી તો બીજી બાજુ તેમની કસોટી હતી. બાળકો બેભાન જ બની જતાં હતાં. તેમનું રૂદન હૃદયદ્રાવક હતું સંતાનોનો મોહ છોડવો મુશ્કેલ હતો. તે છોડીને તેમણે સાબરમતીમાં સં. ૨૦૧૪–અષાઢ સુદ બીજના દિવસે દીક્ષા અંગીકાર કરી. આ વૈરાગણને વિદ્વાન, વ્યાખ્યાતા કે પંડિત બનવું ન હતું પણ પંડિત મરણે મરવું હતું અને જલદી ભવનો અંત લાવવો હતો. તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ખૂબ દેઢ હતાં. વૈયાવચ્ચની ભાવના ઉચ્ચ હતી અને વૈરાગી બહેનોને ભણાવવાની ઉત્તમ સેવા કરતાં. દેશમાં ત્રણ ચાતુર્માસ કરી સં. ૨૦૧૮માં તારાબાઈ મ.સ. મુંબઈ પધાર્યા. ૨૦૨૧માં વિલેપાર્લા ચાતુર્માસમાં તેમને ગર્ભાશયનું કેન્સર થયું, તો પણ તેઓ પ્રસન્નતાપૂર્વક કહેતાં કે આ કેન્સર તો કર્મનું કેન્સર કરવા આવ્યું છે. કર્મ ખપાવવાની ઉત્તમ ઘડી છે. આત્મસાધનામાં રમણતા કરવાની છે. પંડિતમરણે મરવાનો શ્રેષ્ઠ અવસર આવ્યો છે. ટ્રીટમેન્ટથી તેમને સારું થયું પણ સં. ૨૦૨૨માં ઘાટકોપર ચાતુર્માસમાં તેમને માથામાં જોરદાર ઝાટકો આવ્યો ફરી પછી સારું થયું. થોડા સમય પછી ફરીથી માથાનો દુઃખાવો ઊપડ્યો. ડૉક્ટરો આવ્યા. તેમની અભુત સમતા જોઈ ચાર્જ લીધા વિના પાછા ફર્યા. શ્રી તારાબાઈએ પોતે હવે અઢી દિવસ છે તેવા તેમના તરફથી ગૂઢ સંકેતો આવ્યા કરતાં સમય આવ્યે એમણે ધૂન શરૂ કરી. સતીવૃંદ પાસે ગોચરી વહેલી પતાવડાવી દીધી. મૃત્યુ પછીનાં કપડાં સીવડાવી વહેલાં પહેરીને મૃત્યુને વધાવવાની તૈયારી કરી લીધી. તેમને સંથારાના પચ્ચકખાણ કરાવવામાં આવ્યાં. તે સમયે તેમના મુખ ઉપર ખૂબ હર્ષની છાયા ફરી વળી. છેવટે ૪૮ વર્ષની ઉંમરે ૮ાા વર્ષના દીક્ષાપર્યાય પાળી પંડિતમરણે પ્રસન્નચિત્તે આત્મસાધનામાં લીન થઈને સં. ૨૦૨૩ મહા વદ બીજને શનિવારે તા. ૨૫-૨-૭૬ના રોજ સમાધિપૂર્વક તેમનો દિવ્ય આત્મા દિવ્યલોક તરફ પ્રયાણ કરી ગયો. ખંભાત સંપ્રદાયના શરદ મંડળમાંથી એક તેજસ્વી તારાનો અસ્ત થયો. અપારા-વિસરાએ નિજનો દોષ ગણી લે!... સમાધિમાં રહીને પ્રેમે પ્રભુને ભજી લે. આ છે અણગાર અમારા ...કોટિ કોટિ વંદન અમારા ... Page #264 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૪૧ જંજીર હતી જે કર્મોની તે મુક્તિની વરમાળ બની પૂજ્ય જસુબાઈ મહાસતીજી નામ : જસુબહેન. મૂળનામ : જીવીબહેન માતાપિતા : શ્રી શાંકુબહેન જુઠાભાઈ. ધ્રાંગધ્રા. ૨૫ વર્ષની ઉંમરે વૈધવ્ય [ખંભાત સંપ્રદાય] દીક્ષા : સં. ૧૯૯૬-વૈશાથ સુદ છઠ્ઠ, ૧૩-૫-૪૦ સોમવારે. દીક્ષાગુરુ : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સ., ગુરુણી પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. કાળધર્મ : સં. ૨૦૧૬ શ્રાવણ સુદ ત્રીજ કઠોર ગામે “ગુરુ અને વૃદ્ધની સેવા એ મોક્ષ માર્ગ છે. તે સેવા કદી નિષ્ફળ ન જાય. સેવા કરનાર દુઃખી ન થાય. જે શક્તિ પૂજ્યોની સેવામાં વપરાતી નથી તે શક્તિ નથી. શ્રાપ છે.” આ સંસાર એટલે સુખદુઃખોના તડકા-છાયા પણ જે આત્મા દુઃખોની ગલીમાં ગૂંચવાતો નથી, મનની મસ્તી ગુમાવતો નથી તે તે દુઃખોના પહાડ વચ્ચેથી પણ સુખનો રાજમાર્ગ શોધી સંયમમાર્ગે પ્રયાણ કરે છે અને આત્માના અનેરા ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. તે આત્માઓ જગતના વંદનીય પૂજનીય બની જાય છે. તેવા જ અમારાં અણગાર પૂ. જસુબાઈ મહાસતીજીની આ ગૌરવગાથા છે. તેઓનો જન્મ ધ્રાંગધ્રા શહેરમાં પિતાશ્રી વીરચંદભાઈ જુઠ્ઠાભાઈને ખોરડે અને માતા શ્રી શાંકુબહેનને ખોળે થયો હતો. આમ તો પૂ. શ્રી જસુબાઈ મ.સ.નું મૂળ નામ જીવીબહેન હતું. ૨૫ વર્ષની નાની ઉંમરે તેમનું સાણંદ ગામનું સાંસારિક જીવન પત્તાના મહેલની માફક કડડભૂસ થઈ ગયું હતું. પતિની છત્રછાયા ગુમાવી બેઠાં. તેમને એક સુભદ્રા નામે પુત્રી હતી. યોગાનુયોગ આ. શ્રી બા.બ્ર.પૂ. ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા.નું ચાતુર્માસ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] [ અણગારનાં અજવાળા સાણંદમાં થયું. તેમની પ્રભાવશાળી વાણી, સૌમ્ય પ્રકૃતિ, જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગથી સભર એવા વૈરાગીના સત્સંગથી આકર્ષાઈ તેમનામાં વૈરાગ્યની ભાવનાના અંકુર ફૂટ્યા. બરાબર તે જ અરસામાં ૧૬ વર્ષની નાની ઉંમરમાં જેમણે સંસારને જાણ્યો નથી ત્યાં માણવાની વાત ક્યાં રહી એવાં શારદાબહેન પણ દીક્ષા માટે તૈયાર થયાં અને તેઓની દીક્ષાની ભાવના તીવ્રતમ થતાં પોતાનાં કુટુંબીજનોની જીવીબહેન અને શારદાબહેન આશા મેળવી બંને બહેનપણીએ એક જ દિવસે સં. ૧૯૯૬ના વૈશાખ સુદ ૬ તા. ૧૩-૫-૪૦ના સોમવારે સાણંદ શહેરમાં પૂ. શ્રી ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા. અને પૂ.શ્રી પાર્વતીબાઈ મ.સ. પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. જીવીબહેનનું મંગલ નામ પૂ. શ્રી જસુબાઈ રાખવામાં આવ્યું. મહાભિનિષ્ક્રમણ બાદ શાસ્ત્રનું વાચન, મનન, પઠન, સ્વાધ્યાય, ધ્યાન અને સંયમમાં દૃઢ બની વિચરણ કરવા લાગ્યાં. તેઓ સ્પષ્ટવક્તા અને સત્યવક્તા હતાં. કોઈની શેહમાં દબાય એવો એમનો સ્વભાવ ન હતો. સંયમમાર્ગના જબરા સેનાની હતાં. પૂ. શ્રી જસુબાઈ મ.સ.ને સૂરતમાં ઇન્દુબહેન અને મોડાસરમાં શાન્તાબહેન એમ બે શિષ્યારત્નો થયાં. પૂ. શ્રી સંયમપાલનમાં શૂરવીર હતાં. એક વખત સં. ૨૦૧૫માં સુરતમાં તાપી નદીમાં સખત પૂર આવ્યું. આખા ગામમાં પાણી ભરાઈ ગયાં. પૂ.શ્રી જસુબાઈ મ.સ. આદિ ઠાણાં વ. જે ઉપાશ્રયમાં હતાં ત્યાં પણ ખૂબ પાણી ભરાઈ ગયાં. સીડીનાં પગથિયા સુધી પાણી આવી ગયાં. શ્રાવકોએ તેમના બે માળના મકાનમાં આવી જવા માટે તેમને વિનંતી કરી, કારણ અહીં ઉપાશ્રયમાં એક જ માળ હતો. રાત્રે વધારે પાણી ભરાઈ જાય તો સીડી ડૂબવાનો ભય હતો, પણ પૂ.શ્રીએ સૂર્યાસ્ત પછી તેમને બીજુ મકાન કલ્પે નહીં, વળી સચેત પાણીમાં પગ મૂકાય નહીં તેથી તેઓની વિનંતીને તેમને સ્વીકારી નહીં અને મક્કમ મન કરી પોતાની શિષ્યાઓ સાથે પાટ ઉપર બેસીને શ્રદ્ધાથી સ્વાધ્યાયમાં લીન થયાં અને પછી પાણી ઓસરવાં માંડ્યાં. સુરતના ચાતુર્માસ બાદ આગળ વિહાર કરતા તેમને એકાએક હાર્ટએટેકની બિમારી આવી. ફરી સં. ૨૦૧૬માં કઠોર ગામે ચાતુર્માસ Page #266 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૪૩ પધાર્યા હતાં ત્યારે ફરી બિમારી આવી. શ્રાવણ સુદ ત્રીજના દિવસે પોતાની શિષ્યાઓને ગોચરી વાપરવાનું કહી દીધું. થોડી હિતશિક્ષાઓ આપી. સાંજે છ વાગે ટૂંકી બિમારી ભોગવી સમાધિપૂર્વક, પંડિત મરણે સર્વ જીવોને ખમાવી સ્વયં સંથારો કરી પરલોકે પ્રયાણ કરી ગયાં. એક વટવૃક્ષનો વિસામો જતાં અઢી વર્ષ અને પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળાં તેમનાં શિષ્યાઓને બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. અને તેમને ગુરુણીની ખોટ સાલવા દીધી નહીં. આજે પણ તેઓ સંયમપંથે વિચરતા જૈનશાસનની શાન આગળને આગળ બઢાવી રહ્યાં છે. આ છે અણગાર અમારા. મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે, મરે છે માનવી પોતે પણ માનવીનાં કામ આવે છે. શ્વેત પુષ્પ પૂ. શ્રી શ્વેતાબાઈ મ.સ. (ખંભાત સંપ્રદાય) નામ : સંસારી નામ હર્ષાબહેન વહાલસોયું નામ : બકુસાહેબ. પૂ. શ્રી શ્વેતાજી મ.સ. (મૂળ સુદામડા-ઝાલાવાડનાં વતની) માતાપિતાનું નામ : શ્રી ધીરજબહેન શાંતિલાલ મૂળજીભાઈ ગાંધી જન્મ : ૧૮-૮-પપની સાલ. શ્રાવણ વદ ૧૩ (અઠ્ઠાઈ વેર), ઊંઝાની ધરતીને પાવન કરી. દીક્ષા દાતા : પૂ.શ્રી આ.ભ. શ્રી કાંતિઋષિજી મ.સા.ના શિષ્ય વર્તમાન આ. શ્રી બા.બ્ર. પૂ.શ્રી અરવિંદમુનિજીએ દીક્ષા-પાઠ ભણાવેલ. કાળધર્મ : સં. ૨૦૬૨–ચૈત્ર સુદ દસમ, શનિવારે તા. ૮-૪-૦૬ના સાંજે ૬=૩૦ કલાકે ૫૧ વર્ષની ઉંમર. ૨૩ વર્ષનો પર્યાય. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] [ અણગારનાં અજવાળા समावयंता वयणाभिधाया, अन्नंगया दुम्मणिसं जणति । धम्मति किच्छा परमग्गसूरे, जिदियिण जो सहइ स पुज्जो ।। ૮ દસવૈકાલિકજી. કઠોર વચનના પ્રહારો કાને સાંભળવામાં જ આવતાં જ ચિત્તમાં કોઈ વિચિત્ર પ્રકારનો વિકાર કે જેને વૈમનસ્ય કહેવામાં આવે છે તેવું ઉત્પન કરી દે છે, પરંતુ તેવાં કઠોર વચનોને પણ જે મોક્ષમાર્ગનો શુરવીર અને જિતેન્દ્રિય પથિક સહિષ્ણુતાને પોતાનો ધર્મ માની સમભાવપૂર્વક સહન કરે છે, તે જ ખરેખર પૂજ્ય છે. ક્ષમા એ વીરનું ભૂષણ છે. શસ્ત્રોના ઘા શિર ઉપર ઝીલી લેનારા અને સામે પ્રહાર કરનારા લાખો શૂરવીરો મળી શકે, પ્રતિક્રિયા કર્યા વિના દેહ-દુ:ખ સહન કરનારા સાધકો પણ મળી શકે, પરંતુ ગુના વિના શબ્દની બાણવર્ષા થતી હોય તેને પ્રેમપૂર્વક ઝીલી લેનારા તો વિરલ જ હોય વૈ. ૮. એવા પૂર્વ ભવોના પુણ્ય પ્રકર્ષે સુસંસ્કારોને સાથે લઈને જન્મેલી દીકરીને એવા ઉત્તમ ગુરુ પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.ના સુશિષ્યા ગુરુણીમૈયા બા.બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મ.સ. તેમના વિશાળ શિષ્યા-પરિવાર સાથે વિરમગામ પધાર્યા અને તેમના સમાગમમાં આવતા આ દીકરીને વૈરાગ્યની ભાવના પ્રદીપ્ત થઈ. તે દીકરી વૈરાગી બની અને શરદબાગમાં એક ઓર પુષ્પ મહેંકતું ઉમેરાયું. એક ભૂમિ ઉપર જન્મેલું ફૂલ બીજી શુભ ભૂમિ ઉપર ખીલ્યું, ફૂલ્યું અને ફોરમ પ્રસરાવતું થયું. એવી એ દીકરી હર્ષાનો જન્મ સુદામડા (ઝાલાવાડ)ના વતની પિતાશ્રી શાંતિલાલ મૂળજીભાઈ ગાંધીને ખોરડે અને માતા શ્રી ધીરજબહેનને ખોળે ઊંઝામાં ૧૮-૮-૫૫ની સાલમાં શ્રાવણ વદ તેરસ (અઠ્ઠાઈધર)ના પવિત્ર દિવસે થયો. પૂર્વભવના પ્રવ્રજ્યાના ઉત્તમ ભાવોનું ઉત્તમ નઝરાણું સાથે લઈને પૃથ્વીના પ્રાંગણમાં પવિત્ર દિવસે જ તેનું અવતરણ થયું. દીકરી હર્ષાનું બીજું વહાલસોયું નામ હતું બકુબહેન. સોનામાં સુગંધ ભળે તેમ આ બાલિકાના સંસ્કારને વધુ ઉદ્દિપ્ત કરનાર એવાં તેનાં પૂ. દાદી Page #268 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૪૫ હીરાબાએ ગળથુથીમાંથી વધુ સંસ્કાર રેડ્યા અને તેને સંયમ માર્ગ તરફ જવા પ્રેરિત કરી. જ્યારે તેમના પૂ.શ્રી પિતાજી આ કન્યારત્નના કન્યાદાનની નહીં પણ જૈન શાસનને દાન કરવાની ઇચ્છા ધરાવતા હતાં. તેથી દીકરીને દેહ અને આત્માનું ભેદ વિજ્ઞાન સમજાવતા અને સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા સંયમપંથને ઉજાળનાર એક શ્રેષ્ઠ સાધ્વીરના બને તેવી અભિલાષા સેવતા. પોતે સંસારમાં પડ્યા, પણ તેની અસારતાના અનુભવોને કારણે દીકરી સંસાર તરફ વળે તેવી તેમની ઇચ્છા ન હતી. બુદ્ધિની તીવ્રતા અને રૂપ–ગુણોથી શોભતાં હોવાથી હર્ષાબહેનના પિતાશ્રી તેમને હુલામણા નામે બકુસાહેબ' કહીને બોલાવતા. બકુબેને શાળામાં એસ.એસ.સી. ધોરણ પાસ કરી તેની સમાંતર રીતે જૈનશાળાનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું. સંવાદો ભજવતાં પણ વૈરાગીઓનાં પાત્રોને જ મહત્ત્વ આપતાં. વીજળીનો એક પ્રકાશિત ચમકારો જેમે યુગો સુધી પ્રકાશ પાથરી જાય તેમ ખંભાત સંપ્રદાયના પૂ. શ્રી ધુરંધર એવાં બા.. વિદુષી શારદાબાઈ મ.સ. તેમના વિશાળ શિષ્યા પરિવાર સાથે વિરમગામ પધાર્યા. બસ પછી પૂછવું જ શું પાણીને ઢાળ મળ્યો અને રેલો વેગવંતો બન્યો તેમ તેમના સમાગમમાં આવતાં હર્ષાબહેને સાત સિદ્ધાંત કંઠસ્થ કરી લીધા. તેમનાં મોટીબહેન શ્રી પ્રફુલ્લાબહેનની દીક્ષા માલાડ મુકામે થઈ અને તેમણે પૂ. પિતાશ્રી પાસે દીક્ષા માટે અનુજ્ઞા માંગી. આ સેવાભાવી દીકરી વડીલોની સેવા કરતી ગઈ અને ધાર્મિક અભ્યાસ કરતી ગઈ. અંતે તેના પિતાના ઘર આંગણે તેમને તથા નલિનીબહેનને દીક્ષા આપવાનું નક્કી થયું. દીક્ષાદાતા : પૂ. આ. ભગવંત શ્રી કાંતિઋષિજી મ.સા.ના સુશિષ્ય વર્તમાન આચાર્ય ભ. બા. બ્ર. પૂ. શ્રી અરવિંદમુનિજી મ.સાહેબે દીક્ષાનો પાઠ ભણાવેલ. હર્ષાબહેન (બકુબહેન)નું નામ પૂ. શ્રી શ્વેતાબાઈ મ.સ. રાખવામાં આવ્યું. તેમના જીવનમાં નકાર જેવી કોઈ વાત ન હતી. હકાર અને સ્વીકાર સાથેની તેમની સાધના હતી. તેમને પૂ. શ્રી ગુરુણી મૈયા શારદાબાઈ પ્રત્યે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] | [ અણગારનાં અજવાળા એવી અતૂટ શ્રદ્ધા હતી કે તેમને એક વખત તાવ આવ્યો ને ૧૦૪ ડિગ્રીએ તાવ પહોંચતાં બધાંને નવકાર મંત્રનું અને પૂ.શ્રી ગુરુણીમૈયાનું સ્મરણ કરવાનું કહેતાં તાવ જતો રહ્યો. તેમના ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ અભુત હતો અને તેમની આજ્ઞા તેમને શિરોમાન્ય રહેતી. અન્ય કોઈ સંકલ્પ-વિકલ્પને તેમના મનમાં પ્રવેશવા દેતાં નહીં. પૂ. શ્રી ગુરુણીમૈયા વસુબાઈ મ.સ. તેમની સાથે ઘાટકોપર ચોમાસું આવવાનું કહ્યું તો તૈયાર અને પૂ. ગુરણી મૈયા કમળાબાઈ જ્યારે જ્યારે શિબિરની વાંચણી વ્યાખ્યાનની, મંડળોમાં જવાની, ભણાવવાની વ. આજ્ઞા આપતાં તો બધી જ આજ્ઞા પાળવા તૈયાર રહેતાં. તેમના આત્માનું આગમ સાથેનું જોડાણ અદમ્ય હતું. તે સિવાયની અન્ય બાબતોમાં તેમને રસ ન હતો. તેમનામાં ગમ્મત સાથે જ્ઞાન આપવાની કલા પણ તેમને સાધ્ય હતી. મધુવનમાં જઈએ અને ફૂલો ન મહેકે.......! તેમની મહેંક ન પ્રસરે...તેની મહેંક ન અનુભવીએ એવું તો ન જ બનેને! એવાં પૂ.શ્રી તેમના ગુણોથી મહેંક મહેક થતાં અને તેમની મહેંક દૂર સુધી મહેકતી રહેતી. મન, વચન, કાયાનો કસ કાઢી જિન શાસનની પ્રભાવના કરતાં રહેતાં. પૂ. શ્રી નાના મહાસતીજીઓને પોતાનો જ્ઞાન-ખજાનો લૂંટાવતા રહેતાં. તેમણે જાણે જીવનને કહી દીધું કે “ઓહ! મારા જીવન! આપણે સાથે રહ્યાં....હવે તો મને દેહ અને દેહનાં ભેદવિજ્ઞાનનું ભાન થયું છે. અરે જાગૃતિમય જીવન જીવી પ્રમાદ નહીં પણ પૂર્ણ પ્રસન્નતામાં જીવન જીવવું છે. મારે પરમાત્મા પદને પામવું છે. સ્વરૂપદશાને પામવી છે. મારે ચૈતન્યની અનુભૂતિ કરી નિજાનંદની મસ્તીને માણવી છે. પૂર્વે જે કાંઈ જાણ્યું, માથું કે અનુભવ્યું નથી તેવું કાંઈક અપૂર્વ માણી લેવું છે. તેથી ૧૨ વાગ્યાની પ્રાર્થના અચૂક કરી તેઓ હંમેશ ત્રણ મનોરથની ભાવના ભાવતાં. જે સમજી શકે તે બધું કંઠસ્થ થાય, તે આચારમાં ઊતરે અને વાંચણી કરી શકે એવી પોતે પ્રભુ પાસે શક્તિ માંગતાં. રાત્રે જાગી જતાં તો પણ પૂ. શ્રી પોતે સ્વભાવમાં સ્થિર રહેવાની શક્તિ અને જીવનની પવિત્રતા જળવાય તેવી શક્તિ માંગતાં. પ્રભુની આજ્ઞામાં એક પગલું પણ સ્થિર બની રહે તેવા આરાધકભાવ માટે પ્રભુને પ્રાર્થતાં. પોતાનું જીવન Page #270 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૪૭ બીજાને ઉપયોગી બની રહે, અન્ય કોઈ આત્માને દુઃખ ન થાય તેવું તેમનું વર્તન બની રહે તે પણ પ્રભુ પાસે માંગતાં. પાર્શ્વનાથ ભગવાનમાં તેમને ઘણી શ્રદ્ધા. તેમનો અચૂક અઠ્ઠમ કરતાં. તેમનું સ્વસ્થ શરીર હતું ત્યારે તેમણે અગમની એંધાણી મળી જતાં પૂ. મહાસતીજીઓને કહી દીધેલ કે “હું દસમને દિવસે જાઉં?'' પણ કોણ માને તેમની વાત? પૂ. શ્રી શ્વેતાજીને તા. ૨૧-૧-૦૬ના સમયે કેન્સરનું નામ પડ્યું અને સૌ. પૂ. સતીગણ સ્વાભાવિક રીતે ઢીલો પડી ગયેલ, પણ પોતે આર્તધ્યાન કર્યું ન હતું. પોતે બાંધેલાં કર્મો ભોગવવાં જ પડે તે પણ હસતાં હસતાં તેવું બધાંને સમજાવ્યું અને બધાંને શાંત પાડેલ અને પોતે આવેલ અશાતાના ઉદયને શાતા અને સમતાભાવે સહન કરી લીધા. ૧ મે દેહે ન મે પરસહે.' તેઓ સમજી ગયાં હતાં કે શરીર અને રિસહ મારા નથી. જ્ઞાતા-દેષ્ટાભાવે સ્થિર બનવું તે જ મારો સ્વભાવ છે. પોતે સંથારાની ભાવના ભાવતાં ભાવતાં આલોચનામાં રત રહેતા. છેલ્લે પૂ. શ્રી શ્વેતાજીએ તા. ૬-૪-૦૬ના દિવસે ખરેખર દુઃખમેં ન હાર માનું.....“સુખમેં તુઝે ન ભુલું ઐસા પ્રભાવ ભર દે....મેરે અધીર મનમેં”.....એવું જ જીવન જીવ્યા. પોતાનાં શિષ્યા પૂ. શીતલબાઈ વ.ને કહી દીધું કે તમે બધાંએ મારી ખૂબ સેવા કરી છે. બધાંને તેમણે ખમાવ્યાં. પૂ. શ્રી ગુરુદેવ મૃગેન્દ્ર મુનિજી તથા ગુરુદેવ જિતેન્દ્રમુનિજી તેમને દર્શન કરાવવા પધાર્યા, તેમને છ મહિનાનું દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત આપ્યું. આલોચના તથા જાવજીવનું પ્રતિક્રમણ કરાવ્યું. જાવજીવનો તેમને સંથારો કરાવ્યો. આ સંથારો બાર કલાક ચાલ્યો. આખા દિવસના નવકારમંત્રના જાપ, ધૂન, સ્તવન સાથે સં. ૨૦૬૨-ચૈત્ર સુદ દસમ ને શનિવારે તા. ૮-૪-૦૬ના સાંજે ૬-૩૦ મિનિટે ૫૧ વર્ષની ઉંમરે, ૨૩ વર્ષનો સંયમ પાળી તેમનો આત્મા પરમાત્માપદને પામવા દેહપિંજરને છોડી દૂર...........દૂર ઊડી ગયો. ना दंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नित्य अमोकखस्स निव्वाणं । । Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] [ અણગારનાં અજવાળા દર્શન વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર નહીં ને ચારિત્ર વિના મોક્ષ નહીં. ઉ. સૂ. ૨૮ અ. કેવા હતા આ સાધક? પ્રત્યેક પરિષહ સહેતી વેળાએ, સંયમમાં વિચરતી વેળાએ સાધક અદીણ મહાસો ચરે! અદીન યાર્ન દીનતારહિત ખુમારીથી વિચરણ કરે. કેવું જોગાનુજોગ બન્યું! તેઓનું નામ શ્વેતારૂપ અને ગુણ શ્વેત જીવનભરની સાધના શ્વેત અને અંતિમ આરાધના પણ શ્વેત રહી. આ છે અણગાર અમારા...અમારા કોટિ કોટિ વંદન.... વિમળ જ્યોતિ પૂ.શ્રી ચંપાબાઈ મહાસતીજી શુભ નામ ઃ ચંપાબહેન. વિશાશ્રીમાળી સ્થા. જૈન. જન્મતારીખ અને જન્મસ્થળ : મહા સુદ ૧૩, સં. ૧૯૭૧ હડદડ મુકામે. દીક્ષાસ્થળ : બોટાદ દીક્ષાતિથિ : વૈશાખ વદ ૭, રવિવાર સં. ૨૦૧૭ માતાપિતાનું નામ : છબલબહેન લક્ષ્મીચંદ ચતુરભાઈ શાહ. દીક્ષાપર્યાય : સં. ૨૦૨૯માં ૧૨ વર્ષ. સંપ્રદાય : બોટાદ સંપ્રદાય. જ્યારે જ્યારે જગતભરમાં ધર્મનો હ્રાસ થાય, ત્યારે ત્યારે પરમ પુરુષો જન્મ લેતા જણાય; ધર્મસ્થાપી સ્વ સુચરિતથી, લાભ ધર્મોન્નતિનો સાધે, રક્ષે મુનિજન બધા, ધર્મ પુરુષ કાર્ય. ઊતરચઢ : સામાન્ય રીતે અને સ્વાભાવિક રીતે માનવ જીવનમાં ચઢઊતર આવવી એ માનવજીવનનો સ્વાભાવિક ક્રમ છે. તે જ પ્રમાણે બોટાદ સંપ્રદાયમાં બન્યું. જરા તેના પૂર્વ ઇતિહાસ તરફ એક નજર નાખી લઈએ. બોટાદ સંપ્રદાય નામની એક સંસ્થા વર્ષોથી ચાલતી હતી. તેના મૂળ Page #272 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૪૯ સ્થાપક પૂ.શ્રી જસરાજજી મ.સાહેબ હતા. ત્યારબાદ પૂ.શ્રી રણછોડજી મ.સા. તથા પૂ.શ્રી અમરસિંહજી મ.સા. અને પૂ.શ્રી રણછોડજી મ.સા.ના પરિવારમાં પૂ.શ્રી હીરાચંદજી મ.સા. તેમનાં શિષ્યરત્નો પૂ.શ્રી મૂળચંદજી મ.સા; શ્રીકાનજી મ.સા. પૂ.શ્રી જગજીવનજી મ.સા; પૂ.શ્રી ઓઘડજી મ.સા. અને પૂ.શ્રી સુખલાલજી મ.સા. હતા. પૂ.શ્રી કાનજી મ.સાહેબે વિ.સં. ૧૯૯૧, ઈ.સ. ૧૯૩૫માં સ્થા. જૈન ધર્મમાંથી છૂટા થઈ જૈન સ્વાધ્યાયમંદિર-સોનગઢ માર્ગી ધર્મની સોનગઢમાં સ્થાપના કરતાં બોટાદ સંપ્રદાય ઉપર એક વાવાઝોડું આવ્યું. ત્યારે દોશી નાનાલાલ ભૂદરભાઈ, શ્રી અમૃતલાલ માણેકચંદ દેસાઈ અને શ્રી મોહનલાલ દીપચંદ દેસાઈ ત્રણેએ સાથે મળીને શ્રી સંઘને હતાશા-નિરાશાની આંધીમાંથી ઉગાર્યો. કાળાનુક્રમે શ્રી સંઘનું સુકાન પૂ. ગુરુદેવશ્રી માણેકચંદજી મ.સા.ના હાથમાં આવ્યું. તેમણે શ્રી સંઘને મજબૂત બનાવ્યો એટલું જ નહીં પણ અન્ય સ્થળોએ વિચરણ કરીને સ્થા. જૈન ધર્મના પાયા પણ સુર્દઢ કર્યા. સાધ્વીતીર્થની સ્થાપના : પણ આ સમય દરમિયાન બંધ થયેલા સાધ્વીતીર્થને પુનઃ સ્થાપિત કરવા માટે પૂ.શ્રી માણેકચંદ્રજીના અધૂરા રહેલા સપનાને પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. સાથે અન્ય મુનિવરો અને સાથે લાઠી, બોટાદ અને દામનગરના સંઘે સાથે મળી વિચારણા કરી પૂરું કર્યું. પૂ.શ્રી ચાતુર્માસ અર્થે બોટાદ પધારતાં તેમનાં શાસ્ત્ર-જ્ઞાનાભ્યાસી પ્રભાવક વ્યાખ્યાનોના પ્રભાવ નીચે સારી એવી તપશ્ચર્યાઓ થઈ અને બે નાની ઉંમરની બહેનોને વૈરાગ્ય લેવાના ભાવ પણ ઊભા થયા. સાધ્વી તીર્થ શરૂ કરવામાં ગં.સ્વ. ચંપાબહેનના દીક્ષા લેવાના ભાવ પ્રગટ થતાં એક પીઢ બહેનની જરૂર હતી તે પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો. સાથે સાથે બા.બ્ર. સવિતાબહેન પણ દીક્ષાર્થીમાં જોડાયા. આમ ચંપાબહેનને મુખ્ય ગુરુણીપદે અને અન્યમાં બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન તથા બા.બ્ર. સરોજબહેનનો દીક્ષામહોત્સવ વૈશાખ વદી ૭ના રોજ ઊજવાયો. આ રીતે બોટાદમાં બોટાદ સંપ્રદાય હેઠળ ચોથા સાધ્વી તીર્થની સ્થાપના થઈ. આ નવદીક્ષિત સાધ્વીજીઓને સંયમ માર્ગની તાલીમ માટે ગોંડલ સંપ્રદાયના વિદુષી મ.સ. પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ને સોંપવામાં આવ્યાં. પૂ.શ્રી રંભાબાઈ મ.સ.એ ખૂબ પરિશ્રમ લઈને આ નવદીક્ષિતોમાં જ્ઞાનનું સિંચન કર્યું. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] [ અણગારનાં અજવાળા સંક્ષિપ્તમાં આપણે ઇતિહાસ તરફ એક દષ્ટિપાત કર્યો. શ્રી ચંપાબાઈ મ.સ. : બોટાદ સ્થા. જૈન ઉપાશ્રયમાં પોતાની આગવી શૈલીમાં પૂ.શ્રી શિવલાલજી મ.સા. મૃગાપુત્રનો અધિકાર ફરમાવી રહ્યા હતા. જાતિસ્મરણ જ્ઞાનને પામેલા મૃગાપુત્ર તેમનાં પૂ. માતાજીને સમજાવી રહ્યા હતા કે “હે પૂ. માતાજી! નરક ગતિના અને નરક નિગોદનાં મહાદુઃખો હું ભોગવી ચૂક્યો છું. અને તે દુઃખો ફરીથી ન ભોગવવાં પડે તે માટે સંયમ લેવાના મારા નિર્ણયમાંથી હું ચલિત થવાનો નથી.” ફૂલની કોમળતા : બોટાદ તાલુકાના હડદડ ગામે પિતા શ્રી લક્ષ્મીચંદભાઈ ચતુરભાઈ શાહના કુળમાં અને માતા શ્રી છબલબહેન ત્રિકમભાઈ બારભાયાની કુખે સં. ૧૯૭૧, મહા સુદી ૧૩ના દિવસે જેમનો જન્મ થયો હતો તેવા શ્રી ચંપાબહેન પણ આ અધિકાર રસપૂર્વક સાંભળી રહ્યાં હતાં. નરક ગતિનું વર્ણન સાંભળતાં પોતે બેચેન બની ગયાં હતાં અને તે વાત તેમણે તેમનાં શિક્ષિકા બહેન જલુબહેનને પણ કરી હતી. • તેમનો શાળાનો અભ્યાસ તો માત્ર બે ગુજરાતીનો જ હતો, પણ પોતે જૈન ધર્મનાં જ્ઞાનપિપાસુ હતાં અને ધર્મ પ્રત્યે ઢળેલાં હતાં. શ્રાવકજી કસ્તુરચંદભાઈ અને પૂ.શ્રી સાસુમા હરિબાની છત્રછાયા નીચે શાંતિમય લગ્નજીવન પસાર કરતાં હતાં, પણ પૂ. સંતોની ધર્મમય વાણી સાંભળી પોતે તેમાં ભીંજાતાં અને તેમના માનસપટમાં દીક્ષા લેવાના ભાવ જાગતાં, પરંતુ પૂ. સાસુમા હરિબાની બંને તેજવિહીન આંખોને કારણે તેમની સેવામાં જોડાયાં. દીક્ષા અંગીકાર કરવાની પોતાની ભાવનાને તત્કાલપૂરતી અટકાવી પણ ધર્મઆરાધનામાં ચંપાબહેન રત રહેતાં. ધર્માનુરાગીઃ ચંપાબહેનને ધંધાદારી કારણોસર થોડો સમય હારિજમાં વસવાટ કરવો પડ્યો હતો. તેઓ બચપનથી ચોવિહાર કરતાં. વ્યાપાર ધંધાને કારણે પતિદેવને રાત્રે મોડું થતાં તેમનું દિલ દુભાતું. તેથી પતિની મંજૂરી લઈ પોતે ચોવિહાર કરતાં, છતાં પતિદેવ અને અન્ય વેપારીઓની મોડા સુધી રાત્રિભોજન લેવાની વાત તેમને ખટકતી. એકવાર ત્યાં મારવાડી મ.સા. પધારતાં ચંપાબહેને આ વાત પૂ.શ્રીને કરી અને તે મુનિરાજે રાત્રિભોજન વિષે સભામાં શ્રાવકોને એવી સુંદર સમજ આપી કે તેમણે રાત્રિભોજન કરવાનું બંધ કર્યું, જે મહાપુણ્યમાં ભાગીદાર ચંપાબહેન બન્યાં હતાં. Page #274 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા | [ ૨૫૧ જાગૃતિ : પૂ. પતિદેવ અને પૂ. સાસુમાનો દેહાંત થતાં ચંપાબહેન શોકમગ્ન જિંદગી વીતાવી રહ્યાં હતાં. તે અરસામાં પૂ.શ્રી કાનજી મુનિ, પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. આદિ સંતો બોટાદ પધાર્યા. આગળ ઐતિહાસિક મૂલ્યો ધરાવતી આ વાત રજૂ કરી તે પ્રમાણે એક બાજુ બોટાદ સંપ્રદાયમાં સાધ્વી સંઘાડાની સ્થાપનાનો નિર્ણય લેવાતો હતો તો બીજી બાજુ ચંપાબહેનના સંયમ લેવાના સુષુપ્ત ભાવો જે તેમના હૃદયમાં રમી રહ્યા હતા તે હવે જાગૃત અવસ્થામાં આવી સળવળી રહ્યા હતા. ગોંડલ સંપ્રદાયનાં વિદુષી સાધ્વીરત્ના પૂ.શ્રી રંભાબાઈ મ.સ. એ પૂ.શ્રી ચંપાબાઈ, પૂ.શ્રી મંજુલાબાઈ આદિ ચાર મહાસતીજીઓને વૈરાગ્ય સંબંધી માર્ગદર્શન આપ્યું. આ દરેક સાધ્વીજીઓ પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ના સાનિધ્યમાં સતત આઠ વર્ષ સુધી રહ્યાં. સં. ૨૦૧૭માં ગં.સ્વ. ચંપાબહેન, બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન તથા બા.બ્ર. સરોજબહેનની એમ ચારેય દીક્ષાઓ બોટાદમાં એક દિવસે થઈ. પૂ. ચંપાબાઈ મ.સ. ૧૪ સાધ્વીજીઓનાં તારક ગોરાણી બની ચૂક્યાં હતાં. આત્મહિતાર્થે તેમણે નાની મોટી ઘણી તપસ્યા કરી. છેલ્લાં ૧૧ વર્ષથી તેમની એકાંતર તપશ્ચર્યા ચાલુ જ હતી. સાથે નાનાં સાધ્વીજીઓનાં અભ્યાસ, પ્રગતિ અને વૈયાવચ્ચનું બરાબર ધ્યાન રાખતાં. જૈન સમાજમાં “મોટા સ્વામીનું માનભર્યું અને હેતભર્યું બિરુદ પામી ગયાં. ધર્મકથાઓ, વાર્તાઓ અને કાવ્યોની સુંદર રજૂઆત તે કરી શકતાં. પાયાની ઈટ : આમ પૂ.શ્રી સંતોની પ્રેરણા અને પૂ.શ્રી ચંપાબાઈ આર્યાજીની શીતળ છાયામાં બોટાદ સંપ્રદાયમાં સાધ્વીછંદે પ્રગતિમાં હરણફાળ ભરી અને ચંપાના ફૂલ જેવી ફોરમ પ્રસરાવી પૂ.શ્રી બોટાદ સંપ્રદાયના સાધ્વી સંઘાડામાં પૂ.શ્રી ચંપાબાઈ મ.સ. પાયાની ઈટ બની રહ્યાં. આપને અમારાં અગણિત વંદન હો! आत्मौप्येन सर्वत्र समं पश्यति योडर्जनः?। સુવં વા યતિ વા કુd સ યોની પરમો મતઃ || ગીતા. પ્રિય પાર્થ! આત્મસમાનભાવે જે સર્વભૂતો પ્રત્યે વર્તે છે તથા સ્વ કે પરના સુખમાં કે દુઃખમાં સમભાવી રહે છે તે શ્રેષ્ઠ યોગી ગણાય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨પર ] [ અણગારનાં અજવાળા વિરાગભણી..... બા. બ્ર. પૂ.શ્રી મંજુલાબાઈ મહાસતીજી. શુભ નામ : મંજુલાબહેન. માતાપિતા : કસ્તુરીબહેન માતા, પિતા : ગાંડાલાલ જશરાજ શાહ. જન્મતારીખ અને જન્મસ્થળ : પોષ સુદી એકમ સં. ૨૦૦૨. સ્થળ : બોટાદ. જ્ઞાતિ : વિશાશ્રીમાળી સ્થા. જૈન. અભ્યાસ : ગુજરાતી ૭ ધોરણ. સંપ્રદાય : બોટાદ સંપ્રદાય. દક્ષા પર્યાય : સં. ૨૦૧૯માં ૯ વર્ષ કાળધર્મ : બોટાદ સં. ૨૦૧૭ના કારતક સુદી-૩. जं सम्मं ति पासइ तं मोणं ति पासइ ।। જ્યાં સમ્યક્ત છે ત્યાં જ મુનિપણું છે. શ્રી આચારાંગમાં પણ સમ્યક્તથી જ જૈન દીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠાએ જ સિદ્ધિ મનાય છે. જન્મમંગલઃ સંતો, મહંતો અને તીર્થકરોની ચરણરજથી પાવન થયેલી એવી સૌરાષ્ટ્રની ધરા જ્યાં નાનકડું એવું બોટાદ શહેર, જ્યાં સદ્ગણી ગૃહસ્થ પિતાશ્રી ગાંડાલાલ જસરાજભાઈ શાહ અને માતા કસ્તુરીબહેનની ગોદમાં સં. ૧૯૯૮ના પોષ સુદ એકમને દિવસે એક નાનકડી બાળકીના મહાન આત્માએ અવતરણ કર્યું. ભાવિના ભીતરનું જાણે સૂચક ન હોય તેમ તેમનું નામ મંજુલા રાખવામાં આવ્યું. જીવનના મંગલ પરોઢે ઃ તે બાળકીનાં વૃદ્ધિ અને વિકાસની સાથે સાથે તે શાળાનો અભ્યાસ અને જૈન શાળાના અભ્યાસમાં ઝળકતી ગઈ. તેમની ભીતરમાં રહેલું આત્માનું ઓજસ પ્રગટવા માંડ્યું. જાણે પૂર્વજન્મનો ભૂલો પડેલો એક ત્યાગી આત્મા ન હોય! તેમ જનમોજનમથી પીછો કરી રહેલી આહારસંજ્ઞાને તોડવા પોતે કટિબદ્ધ બની અને તે ૧૨ વર્ષની નાનકડી બાલિકાએ વર્ષીતપની આરાધના કરી. Page #276 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૫૩ जगत्काय स्वभावो च संवेग वैराग्यार्थम् ।। નિમિત્ત : “તત્ત્વાર્થસૂત્ર'માં શ્રી ઉમાસ્વાતિ મહારાજે ફરમાવ્યું કે કોઈ વિરલ વ્યક્તિ નિમિત્તોથી જાગી જાય છે. જેમ ભગવાન બુદ્ધ રોગી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુની નનામીને જોઈ જાગી ગયા અને પત્ની અને પુત્રને સૂતાં મૂકી પોતે મહાભિનિષ્ક્રમણ કરવા ચાલી નીકળ્યા તેમ વૈરાગ્યના અંકુરોને જન્મ આપનારી ત્રણ ઘટનાઓ મંજુલાબહેનના જીવનમાં બની. તેમનું વર્ષીતપ ચાલુ હતું અને તેમના પૂ. પિતાશ્રીનું અવસાન થયું. બીજી ઘટના તેમની નાની બહેનના જીવનમાં નાની ઉંમરમાં વૈધવ્ય આવ્યું અને તેમનાં ભાભી છ-આઠ મહિનાની નાની બાળકીને મૂકીને સ્વર્ગે સંચર્યા. મંજુલાબહેન તો જ્ઞાનનાં અભ્યાસી હતાં. પરિપક્વ વયમાં તેમણે પ્રવેશ કર્યો હતો. વાચન અને તેનું પાચન પણ તેમણે કર્યું હતું. આ ત્રણેય ઘટનાઓનો તેમને આંચકો લાગ્યો હતો, પણ તેમણે તે દુઃખને સમતાપૂર્વક પચાવ્યું. તેમને આઘાત લાગ્યો પણ આર્તધ્યાન ન કર્યું. મૂંઝવણમાંથી માર્ગ મળી ગયો. વિકલ્પો ન કર્યા પણ પ્રવ્રજ્યા માર્ગે જવાનો તેમનો સંકલ્પ દઢ થતો ગયો. વૈરાગ્યભણી : તે દરમિયાન બોટાદમાં સં. ૨૦૧૬માં ચતુર્વિધ સંઘમાં એક ખૂટતું સાધ્વીજી તીર્થ ને ત્યાંના સંઘ દ્વારા શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તે સમયે પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. તેમ જ અન્ય મુનિવરો પધાર્યા. તેમની પ્રેરણા અને ગોંડલના પારસમણિ સમાન પૂ. ગુરુણી પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ના ઘડતર દ્વારા ચાર બહેનોની-પૂ.શ્રી ચંપાબહેન, બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન અને બા.બ્ર. સરોજબહેનનો સં. ૨૦૧૭ માં વૈશાખ વદ ૭ને રવિવારે ભવ્ય દીક્ષા ઓચ્છવ ઊજવાઈ ગયો. તેમાં ચંપાબહેનને મુખ્ય ગુણી તરીકે સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું અને બોટાદ સંપ્રદાયમાં તે દિવસે ચોથા તીર્થની સાધ્વી તીર્થની સ્થાપના થઈ. અપ્રમત્તભાવ : ત્યારબાદ પૂ.શ્રી મંજુલાબાઈ-પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ના સાનિધ્યમાં અભ્યાસ કરતાં રહ્યાં. વિચરણ કરતાં રહ્યાં અને આગળ વધતાં રહ્યાં પણ તેમની સ્વાથ્યની પ્રતિકૂળતા વધતી જતી હતી. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ].. [ અણગારનાં અજવાળા માત્ર છ દિવસમાં જ તેઓએ “બૃહત્કલ્પસૂત્ર' કંઠસ્થ કરી લીધું અને ઘણા જ અપ્રમત્તભાવે શાસ્ત્ર, સ્વાધ્યાય અને વાચનાદિમાં તેઓ રત રહેતાં. જો કે તેમની સ્વાથ્યની પ્રતિકૂળતા ઘણી વખત વધતી જતી હતી. અંતિમ પ્રયાણ : સં. ૨૦૨૬થી તેમનું દર્દ વધવા લાગ્યું, તેનું આક્રમણ વધવા લાગ્યું. ડૉક્ટરોના પ્રયત્નો પણ નાકામિયાબ નીવડવા માંડ્યા. પૂ.શ્રીની અનિચ્છા છતાં તેમને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. પૂ.શ્રીએ પોતે તો આત્માની ભીતરમાં ભવ્ય સમતાના ભાવને ઘૂંટી જપ અને જાપમાં પોતાની જાતને જોડી દીધી હતી. અને વહેલી સવારે પોણા છ વાગે એ પંખીડું ૨૭ વર્ષની ભરયુવાનીમાં દેહપિંજરને છોડીને મુક્તગગનમાં ઊડી ગયું. આપને અમારાં અગણિત વંદન હો! “અજાણ્યા તરીકે હું તારે કિનારે ઊતરેલો, મહેમાન થઈને હું તારા ઘરમાં રહેલો હવે મિત્ર બનીને તારા દ્વારેથી વિદાય લઉં છું, હે ધરતીમાતા!” અરુણોદય બા. બ્ર. પૂ. શ્રી અરુણાબાઈ મ.સ. [બોટાદ સંપ્રદાય] નામ : અરુણાબહેન. માતાપિતા : શ્રી ઝવેરીબહેન લલ્લુભાઈ હરિચંદ વસાણી. જન્મ : સં. ૧૯૯૯, વૈશાખ સુદ એકમ. દીક્ષા : સં. ૨૦૨૨ વસંત પંચમી. ગુરુજી પૂ. શ્રી અમીચંદ્રજી મ.સ.ની નિશ્રામાં. તપ : ૧૦ વર્ષની ઉંમરે એકાસણાનો વર્ષીતપ. Page #278 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૫૫ વ્યવહારિક અભ્યાસ : શાળાનો મેટ્રીક સુધી, રાષ્ટ્રભાષા કોવિદ, સંસ્કૃત ભૂષણ, સંગીત. તેઓના પુસ્તકો પ્રતિક્રમણની પ્રશ્નાવલિ પ્રગટાવે દિલમાં દીપાવલી’, ‘ભક્તિ આપે મુક્તિ', ‘સાધુવંદનાની સાખે અને પ્રશ્નોની પાંખે', પાંસઠિયાની અનાનુપૂર્વિ', ‘દેવતા’, ‘વિશ્વાસે તરી ગયા વહાણ', ઝેર તો પીધા જાણી જાણી', ‘વાદળાની કોર રૂપાળી', ‘શમણાનો સંસાર’. “મોહ એ જીવન સાથે જકડાયેલો ગાઢ અંધકાર છે. તે સદ્વિચારના દીપક સિવાય ન જઈ શકે. સદ્વિચારનું એક કિરણ જીવનમાં એવી જ્યોત જગાવી દે છે જે અનેક કાળનાં અજ્ઞાન અને મોહનાં તિમિરને વિખેરી નાખે છે...” જ્યારે કોઈપણ પૂ. સંતો કે સતીજીઓ વિષે લખવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે તેમના ભૂતકાળમાં એક ડૂબકી મારવાનું મન થાય. પાછલાં વર્ષોના ઇતિહાસના પાના ઉપર એક નજર માંડવાનું મન થાય. કેવો હતો એ સમય? સંપ્રદાયોનો જન્મ કેવી રીતે થયો? પાંચમાં મહાન સુધારક પૂ. શ્રી ધર્મદાસસ્વામીજી સં. ૧૭૫૮માં ૨૨ શિષ્યોને પાછળ છોડી કાળધર્મ પામ્યા. તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તેઓએ જૈનધર્મની સુંદર પ્રભાવના કરી. અને તેઓ તે ૨૨ જુદા જુદા સંપ્રદાયથી ઓળખાયા તેમના શિષ્યાનુશિષ્ય પરિવારમાંથી પૂ. શ્રી ડુંગરશીસ્વામી ગોંડલ તરફ વિચરતા તેમજ ત્યાં જ શિષ્યાનુશિષ્ય થતાં ગોંડલ સંઘાડાની ઉત્પત્તિ થઈ. તેવી રીતે પંડિતરત્ન પૂ. શ્રી જશાજી મ. સા. શારીરિક અસ્વસ્થતાને કારણે બોટાદમાં સ્થિરવાસ થતાં બોટાદ સંપ્રદાયની શરૂઆત થઈ. તે સમયે એક દંપતી શ્રી ભૂખણભાઈ અને તેમના પત્ની લાડુબાઈએ પૂ. શ્રીના પ્રવચનથી પ્રભાવક થઈ દીક્ષા લઈ સૂત્રો-સિદ્ધાંતોનો ખૂબ અભ્યાસ કર્યો અને તેમને ઘણી શિષ્યાઓ થઈ. તે સમયે ગોંડલથી પ્રેમભર્યા પત્રો આવતા કે તમારાં આર્યાજીઓ વિદ્વાન હોવાથી તેમને ગોંડલ મોકલો તો અહીંની ગોંડલની બહેનો વૈરાગ્ય લેવાના ભાવે રાખે છે તો લાડુબાઈ જેવાં Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨પ૬ ] [ અણગારનાં અજવાળા આ બાજુ આવે તો સારું. અન્યોન્ય પ્રેમને લીધે બોટાદ સંપ્રદાયે ચાર પૂ. મહાસતીજીઓને એવી રીતે ગોંડલ મોકલ્યા કે આ સાધ્વીજીઓ તેમજ તેમનો પરિવાર ત્યાં ઊભો થાય અને તેઓ ગોંડલ સંપ્રદાયના ગણાય, પણ ત્યાર પછી બોટાદ સંપ્રદાયમાં સાધ્વી સંપ્રદાયનું તીર્થ બંધ પડ્યું. એ દરમિયાન સ્વ. શાસ્ત્રજ્ઞ પૂ. શ્રી મૂળચંદજી મ. સા., પૂ. શ્રી માણેકચંદજી મ. સા. વગેરે સંતો સ્વાથ્યની પ્રતિકૂળતાને કારણે બોટાદમાં સ્થિરવાસ રહેતા. બોટાદમાં ધર્મભાવનાની વૃદ્ધિ થતી ગઈ અને સંસારની અસારતા સમજાતાં ઘણી બહેનો દીક્ષા લેવા ઉત્સુક થઈ હતી, પણ પૂ. મહાસતીજીનો સુયોગ સાંપડેલો ન હોઈ જોગાનુજોગ જે ગોંડલ સંપ્રદાયને બોટાદ સંપ્રદાયે વર્ષો પહેલાં આર્યાજીઓને સોંપી દીધેલો તે જ ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ની નિશ્રામાં બોટાદ સંપ્રદાયમાં ચતુર્થતીર્થ સાધ્વીસંઘની સં. ૨૦૧૭માં બા.. મંજુલાબહેન, ચંપાબહેન, બા. બ્ર. સવિતાબહેન તેમજ બા. બ્ર. સરોજબહેનની દીક્ષા થઈ. આમ બોટાદ સંપ્રદાયમાં ચતુર્થતીર્થમાં સાધ્વીતીર્થનો જન્મ થયો. जाए सद्धाए णिक्खनो तमेव । અમુપાનિયા વિહેતા વિનોતિયા (આચારાંગજી) સાધક જ શ્રદ્ધાથી સાધના માર્ગમાં પ્રવિષ્ટ થાય તે બીજી શંકાઓને છોડી દઈને તેને જ નિશ્ચયપૂર્વક પાળે, કારણ કે સાધનાની સ્થિરતા શ્રદ્ધાથી જ થાય છે. આવું જ કંઈક બન્યું. અરુણાબહેનના જીવનમાં. બચપનથી જ લગ્નજીવનને ભયંકર બંધન ગણતાં. તેમાં પૂ. શ્રી નૂતન-પીયૂષ ગુરુદેવને વહોરાવવામાં આવેલ ફાકીના કાગળ ઉપર “અબલા જીવન હોય, તેરી યહી કહાની”ના અંકિત થયેલા વાક્યમાં સૂર પુરાવતાં બોલી ઊઠ્યા કે “આ સાચી વાત છે.” સ્ત્રીઓએ અબળા નહીં પણ સબળા બનીને રહેવું જોઈએ અને સ્ત્રી સ્વાતંત્ર્યારક્ષા અને વિકાસને લગતા વિચારો તેમજ સ્ત્રીઓનાં લગ્નજીવનનાં ઘોર બંધનો અને વિકાસના અવરોધ વિષેનાં વિચારો તો એમના હૃદયમાં અંકુરિત થઈને પડેલા હતા. તેમનો જન્મ સં. ૧૯૯૯ના વૈશાખ સુદ ૧ના રોજ પિતાશ્રી Page #280 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૫૭ લલ્લુભાઈ હરિચંદ વસાણીને ત્યાં માતુશ્રી ઝવેરીબહેન રાયચંદ ગોપાણીની કૂખે થયો હતો. ઉછેર પણ લાડકોડમાં થયેલો હતો. તેમને મોજશોખનું જબરું આકાર્ષણ હતું. સામે ધર્મભાવના એટલી પ્રબળ હતી. ૧૦ વર્ષની બાળવયે એકાસણાના વરસીતપની આરાધના કરી હતી. સ્ત્રીઓની ગુલામી” વિષેના નિબંધમાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જૈનશાળામાં ધાર્મિક ગીતો તેમજ સંવાદો તેમજ કોલેજિયન જીવનનાં પાત્રો ભજવતાં. સંવાદનાં અંતમાં ધર્મવિમુખ પાત્રો ધર્માભિમુખ બની જતાં. તે સમયમાં પૂ. શ્રી અમીચંદ્રજી મ. સા. આશીર્વાદ એવા આપતા કે તમારો અભિનય તમારો આચાર બની રહો. જીવન વિસંવાદી નહીં પણ સંવાદી બની રહો. અરુણાબહેનને પરમાર્થ છાપાનાં પરમાર્થ ભાવનાનો ભાવ સમજાવેલો, સ્વ-પરના કલ્યાણ માટે પરમાર્થની ભાવનાને મૂર્તિમંત કરવા માટે સંયમ ધર્મની મહત્તા સમજાવી હતી. તેઓ કાવ્ય પણ લખતાં. અભિનય બન્યો આચારઃ પૂ. શ્રી ગુરુદેવો તેમજ ગુરુણીજીઓની પ્રેરણાનાં પીયૂષ પીતા પીતાં કુટુંબીજનોને સમજાવી તેમણે સં. ૨૦૨૨ના વસંત પંચમીના રોજ બોટાદ મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી ત્યારે અણગાર બનેલાં પૂ. શ્રી અરુણાબાઈ મ.સ.ને નિહાળી પૂ. શ્રી અમીચંદ્રજી મ. સા.ના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે “અભિનય આજે આચાર બને છે.” દરિયાપુરી સંપ્રદાયનાં પૂ. શ્રી મંજુલાબાઈ મ.સ.ને નિહાળીને નાનકડાં મહાસતીજી બનવાનાં ભાવો એમણે ખરેખર દીક્ષા લઈને પૂર્ણ કર્યા. બોટાદ સં.માં પ્રથમ ચાર બહેનોની દીક્ષા પ્રસંગે કરેલાં ૨૫૦ વ્રતપ્રત્યાખ્યાનો તેમનાં સાર્થક થયાં. તેમણે નાની મોટી તપસ્યાઓ ઘણી કરી છે. તેમણે શાળાનો મેટ્રિક સુધી ઉપરાંત રાષ્ટ્રભાષા કોવિન્દ્ર તેમજ સંસ્કૃત ભૂષણની, સંગીતની પ્રારંભિક પરીક્ષાઓ પસાર કરેલી છે. બોટાદ સંપ્રદાયમાં આગળ જોયું તેમ ચાર બહેનોની દીક્ષા થઈ બાદ પૂ. શ્રી મધુબાઈ મ.સ. છઠ્ઠા પૂ. શ્રી સરોજિનીબાઈ મ.સ., સાતમા પૂ. શ્રી રસીલાબાઈ અને આઠમો નંબર પૂ. શ્રી અરુણાબાઈનો હતો. પહેલેથી જ તેમને વાચન, મનન, ચિંતન, પાચનનો શોખ હતો તે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] [ અણગારનાં અજવાળા તેમની પ્રવચનધારામાં અને લેખનધારામાં પરિણમ્યો. “શ્રી અરુણશ્રુત ભક્તિ મંડળ દ્વારા પ્રકાશિત થયેલાં તેમના પુસ્તકો પ્રતિક્રમણની પ્રશ્નાવલી પ્રગટાવે દિલમાં દીપાવલી'ની પાંચ પાંચ આવૃત્તિ અને સામાયિક ગગને સવાલોના સિતારા'ની બબ્બે આવૃત્તિ પ્રકાશિત થઈ. “ભક્તિ આપે મુક્તિ', સાધુવંદનાની સાખે અને પ્રશ્નોની પાંખે', “આત્માના અરુણોદયે પ્રગટે સનાથતા”, “આપ્યું તેને અર્પણ” તેમજ “ગુરુ દીવો, ગુરુ દેવતા પુસ્તકોસ્તવનો દ્વારા તેઓ ગુરુના ઋણ તેમજ ગુણને યાદ કરી તેમની અંતરથી વહેતી ભક્તિધારામાં ભીંજાતાં જોવા મળે છે. “પાંસઠિયાની અનાનુપૂર્વી સુંદર સુવાક્યો સાથે લખી છે. ઈ.સ. ૨૩-૧-૨૦૦૫ સં. ૨૦૬૧માં તેમણે “છ કાય અને પાંત્રીસ બોલ-ચાલો કરીએ સોલ્વ યાને ગાગરમાં સાગર', વિશ્વાસે તરી ગયાં વહાણ, ઝેર તો પીધા જાણી જાણી', “આંબે લગાડી આગ', “વાદળી કાળી, કોર રૂપાળી” અને “શમણાનો સંસાર” વગેરે સમયનો સદુપયોગ કરીને પુસ્તકો લખ્યાં. આજે માનવજીવન જ્યાં ધસી રહ્યું છે ત્યાંથી તેની પતનની દશામાંથી સાચી દિશામાં વાળવાની ઘણી જરૂર છે. આવા સુંદર પુસ્તકોનું સદ્વાચન જરૂર આજના માનવજીવનની દિશા બદલે જ પણ તે સાથે પૂ. શ્રી એ ચાતુર્માસના સમય દરમિયાન મહિલા મંડળ, પુત્રવધૂ મંડળ, ગેઇમ ક્વીઝ, ખુલ જા સીમ સીમ, આપકી અદાલત, પ્રશ્નમંચ, કૌન બનેગા જ્ઞાનપતિ, આગમ-દર્શન, સમોસરણ, ભાવયાત્રા, વન ડે મેચ વગેરે ગમ્મત સાથે જ્ઞાન રેડી આજના યુવક-યુવતીઓને પણ સક્રિય કરી ક્ષીર-વીરના વિવેકને જાણતાં, સમજતાં કર્યા છે. ઉચ્ચ વિચારો ઉચ્ચ આચારમાં પરિણમે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમનો સંયમપર્યાય લગભગ ૪૧ વર્ષનો થયો છે. “જે સાધક પૂર્ણ વિચારક અને સદા જાગરૂક હોય છે તે મુનિ ગણાય છે. મુનિપદ અહીં પૂર્ણ ત્યાગી પુરુષની અવસ્થા બતાવે છે અને એવા ત્યાગી પુરુષો જ ઉપદેશ આપવાને યોગ્ય છે. જેમણે ધર્મ માત્ર વાંચીને નહીં પણ અનુભવીને પ્રાપ્ત કર્યો હોય, તેઓ જ સફળ ઉપદ્રા થઈ શકે છે. આવા ત્યાગી પુરુષો જગતની અનુપમ સેવા બજાવી શકે છે.” આ છે અણગાર અમારા તેમને અમારા કોટિ કોટિ વંદન હજો. Page #282 -------------------------------------------------------------------------- ________________ 19 અણગારનાં અજવાળા ] ઉષાકિરણ બા. બ્ર. પૂ. શ્રી નીતાબાઈ મ.સ. [ ૨૫૯ (આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય) નામ : (જયાબહેન) પૂ. શ્રી નીતાબાઈ મ.સ. જન્મ સ્થળ : જામનગર (સૌરાષ્ટ્ર). માતાપિતા : ગંગાબહેન પદમશીભાઈ માલદે. દીક્ષા : ઈ.સ. ૧૯૭૧, વૈશાખ સુદ એકમ, ગુરુવાર. સ્થળ ઃ કઠોર. દીક્ષાગુરુ : પૂ. શ્રી છોટાલાલજી મ.સા.ના શરણમાં પૂ. શ્રી ગુરુણી મણિબાઈ તથા પૂ. શ્રી જયાબાઈ સ્વામી. ધાર્મિક અભ્યાસ : સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, ૨૨ સૂત્રો કંઠસ્થ, જૈન સિદ્ધાંત આચાર્યની ડિગ્રી મેળવી. જૈનોલોજીના M.A. અને Ph.D. ની ડિગ્રી મેળવી. તેમના પુસ્તકોઃ મણિજ્યા પુરુષ, રત્નલઘુ પરિમલ, આગમ અર્ક, લઘુ પ્રેરણા પુષ્પ, અમર નિધિ, આગમ અમૃત, આગમ ઓજસ અને દંડક એક અધ્યયન. સતત ચાલનારા માણસને ક્યારેક તો થાક લાગે છે. ઝળહળતો દીપક પણ તરસ્યો થાય છે. અજવાળાં પીવાનું જેને પણ મન થાય તે સહુ માનવીઓ દીપકો છે. તેમને પ્રકાશનું સરનામું આપમેળે જ મળી જાય છે. તેમની પોતાની પાસે જ છે. ભીતરમાં જ મનનું માનસરોવર છલોછલ છલકાય છે. પછી મૃગજળનો ખોબો ભરવાની તૃષ્ણા શા માટે? પૃથ્વી પર ઉપર અસંખ્ય લોકો આવે છે ને જાય છે. પણ તેમાં અંધકાર સાથે દોસ્તી કરનારને પ્રકાશનો પયગામ ક્યાંથી મળે? મન અંધકારમાં ભટકતું હોય તો ભલે સ્થૂળ દીવો હાથમાં હોય તો પણ જ્યાં સુધી મનનો દીપક પ્રગટ્યો નથી ત્યાં સુધી સમ્યક્–સાચો માર્ગ તેને પ્રાપ્ત નહીં થાય, પણ પૃથ્વી પટ ઉપર એવી પણ વિરલ વ્યક્તિઓનું અવતરણ થાય છે જેનો જન્મ થતાં જ તેનું જીવન સૂર્યની માફક પ્રકાશવા માંડે છે. સૂર્યનો જન્મ અને તેનો પ્રકાશ જેમ જુદા પાડી શકાતા નથી તેમ. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] [ અણગારનાં અજવાળા એવું એક અણમોલ રત્ન, જે ભાગ્યવંત સૌરાષ્ટ્રના જામનગરના પુણ્યવંતા શ્રેષ્ઠી પિતા પદમશીભાઈ માલદે અને ધર્મલક્ષ્મી ગંગાબહેન માતાની ગોદમાં અવતરણ પામ્યું. માતાપિતા તેનું સંસ્કાર સિંચન કરતાં કરતાં દીકરી જયાનામનું પુષ્પ પમરાટ ફેલાવતું વિકસવા માંડ્યું અને બીજી બાજુ દીકરી જયાના પૂર્વના સંસ્કારો પ્રકાશિત થવા માંડ્યા. કિશોરાવસ્થામાં તેમના શાળાકીય જ્ઞાનાભ્યાસ સાથે યુવાનીમાં પ્રવેશતાં ઉપકારી ગુરુદેવ પૂ. આચાર્યશ્રી છોટાલાલજી સ્વામીનું સાનિધ્ય પ્રાપ્ત થતા જયાબહેનની ત્યાગ અને વૈરાગ્યની એક એક કમળ-પાંદડીઓ ખૂલતી ગઈ. જીવનનો મોડ બદલાયો. એક વળાંક આવી ગયો અને ધર્મ પ્રત્યેનો વેગ સંવેગ વધતો ગયો. તે તરફના માર્ગ પ્રત્યે મક્કમ થઈ દોટ મૂકી. માતાપિતાની અનુજ્ઞા મેળવી ઈ.સ. ૧૯૭૧ની સાલમાં વૈશાખ સુદ એકમના ગુરુવારના રોજ સુરત પાસે આવેલા કઠોર ગામની ભૂમિને આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયમાં પૂ. શ્રી છોટાલાલજી મ. સા.ના શરણમાં વિદુષી એવાં પૂ. શ્રી ગુરુણીમૈયા મણિબાઈસ્વામી તથા પ્રખર વક્તા પૂ. શ્રી ગુરુણીમૈયા જયાબાઈ સ્વામીના શીતલ સાનિધ્યમાં પ્રવજ્યા અંગીકાર કરી પાવન કરી સંસારને છેલ્લી સલામ કરી જયાબહેન નવદીક્ષિત થઈ મંડપમાં પધાર્યા ત્યારે તેમનું નામ નીતાબાઈ મ.સ. તરીકે રાખવામાં આવ્યું. જ્ઞાનાભ્યાસ : તેમની ઉપર મા સરસ્વતીની અનહદ કૃપા વરસતી હતી અને તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, આગમો આદિનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. લગભગ ૨૨ સૂત્રો કંઠસ્થ કયાા બાદ ઘાટકોપર શ્રમણી વિદ્યાપીઠમાં પાંચ વર્ષની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે વિદ્યાભાસ્કરની ડિગ્રી મેળવી. પાર્થડી બોર્ડ અહમદનગરની દસ ખંડની ધાર્મિક પરીક્ષાઓ પ્રથમ નંબરે પાસ કરી. જૈન સિદ્ધાંત આચાર્યની ડીગ્રી મેળવી. હિન્દી વર્ષા બોર્ડમાં રનસાહિત્યરત્નની ડિગ્રી મેળવી. લાડનૂ રાજસ્થાન યુનિ.માં જૈનોલોજીના બી. એ. અને એમ. એ. કર્યું અને છેલ્લે ઈન્ડોલોજી ઈન્સ્ટિટ્યૂટનાં ડાયરેક્ટર ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ અને સતત પુરુષાર્થને વેગવંતો બનાવી દંડક એક અધ્યયન' એ વિષય પર પીએચ. ડી.નો મહાનિબંધ (થિસિસ) પૂર્ણ કરીને ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયનાં ૨૦૦ વર્ષનાં ઇતિહાસમાં સૌ પ્રથમ Page #284 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૬૧ પીએચ.ડી થનાર સાધ્વીરના પૂ. શ્રી નીતાબાઈ મ.સ. છે, જેમણે માત્ર આઠ કોટિ સંપ્રદાયને નહીં પણ સારાયે જૈન જગતને જ્ઞાનની અમૂલ્ય ભેટ આપી છે. તેમણે સંયમી જીવનનાં ૩૫ ચાતુર્માસ કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, બનાસકાંઠા, સુરત, મુંબઈ, સાંગલી આદિ ક્ષેત્રોમાં કર્યા છે અને સંપ્રદાયની શાન વધારી છે. જ્ઞાનાભ્યાસની સાથે તેમણે “મણિજ્યાપુરુષ', “રત્નલઘુપરિમલ', આગમઅર્ક, લઘુ પ્રેરણાપુષ્પ', “નૂતનવર્ષનો સંદેશ”, “અમરનિધિ', આગમઅમૃત', “આગમઓજસ' આદિ આધ્યાત્મિક પુસ્તકોની જૈન સમાજને ભેટ ધરી છે. કોઈકે સાચું જ કહ્યું છે ને કે “બહિર્ભત–પરાભવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈને વીખરાઈ જાય છે એને એકત્રિત કરવી એટલે કે ચૈતન્યની વિપરાતી શક્તિઓ સંગ્રહિત કરી એમનો એક પ્રખર સંચય કરવો એનું નામ તપ. ચૈતન્યની શક્તિઓના સંગ્રહથી પણ એક અજોડ નવચેતન પ્રગટે છે. ભ. મહાવીરસ્વામીએ જ્ઞાન-ધ્યાન પછી તપનું સ્થાન આપ્યું છે. તે જ રીતે જ્ઞાનની આરાધના સાથે સાથે પૂ. શ્રી નીતાબાઈ મ.સ. તપના માર્ગને પણ ભૂલ્યા નથી. ૨૦ વર્ષથી વરસીતપની આરાધનાની સાથે માસખમણ, સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યાઓ સાથે જ્ઞાન અને ચારિત્રની પ્રબળ સાધનાનો અજોડ સમન્વય સાધ્યો છે, જે સારાયે જૈનસમાજ માટે ગૌરવની વાત છે. આજે જગતે ભૌતિક ભોગવિલાસ તરફ જે દોટ મૂકી છે, જે અનુકૂળતા કે સગવડતા આપે છે પણ શાશ્વત સુખ, શાંતિ, સમાધિ આપવામાં તે નિષ્ફળ જાય છે. પરિણામે માનવી સંઘર્ષોની વચ્ચે જીવી રહ્યો છે ત્યારે ઉઠતાં ત્રિવિધ તાપ-સંતાપ વચ્ચે સત્સંગ, સંતશ્રવણ અને સદ્વાચન એ ત્રિસાધન જ તેને પરમ સુખશાંતિ અને સમાધિની અમૂલ્ય ભેટ આપે છે. પૂ. શ્રી નીતાબાઈ મ.સ. દંડક : એક અધ્યયન' ઉપર થિસિસ લખીને જેને સમાજ ઉપર ખૂબ ઉપકારી રહ્યાં છે. જ્ઞાની પુરુષો આ જગતના માનવોમાં સાચાં નરરત્નો છે કે જેઓ તત્ત્વાર્થને યથાર્થ જાણે છે. જગકલ્યાણ માટે કહે છે. આ જન્મમરણરૂપ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] [ અણગારનાં અજવાળા સંસારનું સ્વરૂપ તેમણે સર્વ રીતે જાણી લીધું છે અને તેથી જ જ્યારે તેઓ કાંઈ વદે છે ત્યારે અદ્વિતિય-કોઈ અજોડ જ્ઞાન આપતા હોય તેમ લાગે છે.” આવા છે અણગાર અમારા તેમને અમારા કોટિ કોટિ વંદન હજો. કલાયાગી સાધક : બા. બ્ર. પૂ.શ્રી નિધિબાઈ મહાસતીજી શુભ નામ : નયનાબહેન. માતાપિતા : શ્રી ભારતીબહેન ધનજીભાઈ રણશી છેડા. જન્મ : સં. ૨૦૧૫, તા. ૨-૩-૧૯૫૯. જન્મસ્થળ : કુંદરોડી (કચ્છ). દીક્ષા : સં. ૨૦૪૨, કારતક વદ ૧૧, રવિવાર, તા. ૮-૧૨-૧૯૮૫. દીક્ષાસ્થળ : કુર્લા (મુંબઈ) સંપ્રદાય : કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ. કાળધર્મ : સં. ૨૦૪૯, શ્રાવણ સુદ ૧૨ ને શુક્રવાર તા. ૩૦-૭-૯૩ જોરાવરનગર (સૌરાષ્ટ્ર). ગુરુણી મૈયા : પૂ.શ્રી છોટાલાલજી સ્વામીનાં સુશિષ્યા પૂ.શ્રી મણિબાઈ સ્વામી. ધાર્મિક અભ્યાસ : ૧૪ સિદ્ધાંતો અને ૫૧ થોકડાઓ કંઠસ્થ, સંસ્કૃતનાં બે પુસ્તકોનો અભ્યાસ. જીવન રાહ બદલાયો : ઈ.સ. ૧૯૫૮નું એક મંગલમય પ્રભાત અને કુંદરોડી ગામ, જ્યાં પિતા ધનજીભાઈને આંગણે ભારતીબહેન માતાની કુક્ષિએ પુણ્ય પ્રકર્ષે નયનાબહેન (પૂ.શ્રી નિધિબાઈ મ.સ.)નો જન્મ થયો. આ તેજસ્વી તારિકા, મુંબઈ ઘાટકોપર, ઝુનઝુનવાલા કોલેજમાંથી ઈગ્લિશ મીડિયમમાં બી.એ.માં અભ્યાસ કરી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયાં. ત્યાં પૂ.શ્રી છોટાલાલજી સ્વામીનાં સુશિષ્યા પૂ. મણિબાઈના ચાતુર્માસમાં તેમના સમાગમમાં આવતાં તેમના જીવનની દિશા બદલાઈ અને તેમનો જ્ઞાનાભ્યાસ શરૂ થયો. જીવનનો Page #286 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૬૩ રાહ તેમનો બદલાતો જતો હતો અને આધ્યાત્મિક માર્ગે ઝોક વધતાં સંસાર છોડવાનો સંકલ્પ, સાહસ અને સંવેગ વધતો જતો હતો. ૧૪ આગમો કંઠસ્થ કરી લીધાં. જ્ઞાન અને તપના માર્ગે ચારિત્રના માર્ગને સ્વીકારવાની તેમની ભાવના ચરમસીમાએ પહોંચી ગઈ અને અનેક ગુરુવર્યો અને ગુરુણીઓના સાન્નિધ્યમાં સંસારના શણગાર ઉતારી પૂ.શ્રી નિધિબાઈના નામે તા. ૮-૧૨૧૯૮૫ રવિવારના રોજ અણગાર બન્યાં નયનાબહેન. જ્ઞાન વિાનૢ મોક્ષઃ પૂ.શ્રી નિધિબાઈ વિદ્યા, વ્યવહાર અને વૈયાવચ્ચમાં આગળ વધ્યાં. તપ અને સ્વાધ્યાયમાં રત બનતાં ગયાં. જ્ઞાન સાથે ક્રિયામાં લક્ષ ચૂકતાં નહીં. “જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે.” તે વાક્યને પૂ.શ્રીએ હૈયામાં ઉતારી અપ્રમત્ત દશાએ નિરંતર આરાધના કરવાં લાગ્યાં. ચિત્રકલા ક્ષેત્રે પણ તેઓ પારંગત હતાં. તેઓશ્રી જુદાં જુદાં ક્ષેત્રોનો વિહાર ખેડવાં લાગ્યાં. જ્યાં જતાં ત્યાં લાયબ્રેરીનાં પુસ્તકોને ઓપ આપતાં. જ્ઞાનના ક્ષેત્રે આગળ વધતાં અને જ્ઞાનાવરણીય કર્મોની નિર્જરા કરતાં. જૈન સંતો તો ખરે જ વિશ્વમાં હરતાંફરતાં વિદ્યાલયો છે. માનવજાતિના ઉત્થાનમાં તેમનું યોગદાન મોખરે રહ્યું છે. પૂ.શ્રી નિધિબાઈ મ.સ. તપના માર્ગેથી ક્યારેય પાછાં પડ્યાં ન હતાં. તેમની તપશ્ચર્યા કાયમ ચાલુ જ રહેતી. તેઓ ખાસ માનતાં કે તપથી આત્માનું શુદ્ધિકરણ અને ઉર્ધ્વકરણ બંને થાય છે. તેમણે જોરાવરનગરના પ્રથમ વખતના ચાતુર્માસમાં ૩૧ ઉપવાસની મોટી તપશ્ચર્યા શરૂ કરી. ૩૧ ઉપવાસની લાંબી મજલ તેમણે શાતાપૂર્વક પસાર કરી. તેમનું પારણું પણ ખૂબ શાતાપૂર્વક પૂર્ણ થયું. ભવ્ય પ્રસંગની ઉજવણી ભવ્યતાથી પૂર્ણ થઈ. લોકોએ તેમાં તપ, જપ, વ્રત અને આરાધના દ્વારા ખૂબ સાથ આપ્યો અને મંગલ પ્રસંગ સુંદર રીતે વીત્યો. વેદનાને વહાલ : પણ પારણાંના બીજા દિવસથી પૂ.શ્રીને પેટની તકલીફ શરૂ થઈ. ડૉક્ટરની સારવાર શરૂ થઈ. હોસ્પિટલમાં તેમને દાખલ કરવાની વાત આવી, પણ પોતે ના પાડી. પેટની વેદનાને વહાલથી ભેટી, આત્મા અને દેહના ભેદવિજ્ઞાનને સમજીને, ઉતારીને આત્મવિજય તરફ તેમણે કૂચ શરૂ કરી. સાંજના પ્રતિક્રમણ કર્યું. બધાંને ખમાવ્યાં. બધા ઠાણા ઉપસ્થિત હોવા છતાં પોતે અનાસક્ત યોગમાં રહ્યાં. નવકારમંત્રના જાપ ચાલુ હતા અને વહેલી સવારે ૩ વાગ્યા ને ૪૦ મિનિટે તેમનો શાશ્વત આત્મા ઉચ્ચ સ્થાને Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] [ અણગારનાં અજવાળા બિરાજવા નાશવંત દેહ-પિંજરથી મુક્ત થઈને મુખેથી ઉર્ધ્વગમન કરી ગયો. કેટલી નાની ઉંમર હતી! ૩૪ વર્ષનું ફૂલ ખીલે ન ખીલે ત્યાં તો મૂરઝાઈ ગયું. સંયમ સાધનાની સુગંધ પ્રસરાવતું ગયું. इह आणा-कंखी पंडिए अनिहे । एग मप्पाणं सापेहाए धुणे सरीरगं ।। સયુરુષની આજ્ઞાનો પાલક પંડિત કોઈ પણ જાતની વાસના કે ભૌતિક ઈચ્છા રાખ્યા વગર એક આત્મોન્નતિનું લક્ષ રાખી દેહદમન કરે. પૂ.શ્રીની વિશિષ્ટતાઓઃ નાની ઉંમરમાં જીવનવનને અતિ વેગથી વટાવ્યું પણ પૂ.શ્રીએ તેમના જીવનના વૈરાગ્યપંથની શરૂઆતથી જીવનના પૂર્ણવિરામ સુધીની યાત્રામાં તપને મોક્ષયાત્રા માટેનું અવિરામ લક્ષ બનાવી પૂર્વે કરેલાં સંચિત કર્મોનો ભુક્કો બોલાવવાનું ભૂલ્યાં નથી. વૈરાગ્ય પહેલાં સં. ૨૦૩૮ની સાલ. એકાસણે વરસી-તપ, ૩૯મા ૩૧ ઉપવાસ, ૪૦-૪૧ ઉપવાસે વરસીતપ, સં. ૨૦૪રમાં સંયમગ્રહણ-૪૫ ઉપવાસની ઉગ્ર તપસ્યા, સં. ૪૩માં અઠમે વરસીતપ, સં. ૪૪માં ત્રણ મહિના આયંબિલ, ૪પમાં છટ્ટેથી વરસીતપ, ૪૬માં અઠ્ઠમે વરસીતપ, ૪૭માં ઉપવાસે સિદ્ધિતપની આરાધના, ૪૮માં ૩૧ ઉપવાસની આરાધના અને સં. ૨૦૪૯માં જોરાવરનગરના પ્રથમ ચાતુર્માસમાં ૩૧ ઉપવાસની અંતિમ આરાધના પૂર્ણ કરી પારણું કર્યું અને બીજે દિવસે તે તપસ્વી યાત્રીએ જીવનની અંતિમ યાત્રા તરફ પ્રયાણ આદર્યું. પોતે જ્ઞાનાભ્યાસ કરતાં તેથી લોકો પણ વાચનાભિમુખ બને તેવી તેમની દૃષ્ટિ ખરી. તેથી ૧૫ થી ૨૦ સંઘોમાં પુસ્તકોનું વ્યવસ્થિત આયોજન કરી લાયબ્રેરીને નવો જ ઓપ આપ્યો. તેઓ એક અચ્છા કલાકાર હતા. પ્રસંગોપાત તેમ જ “રાહમાં ગાદીની સ્થાપના-પાટ ઉપર અષ્ટમંગલનું સુંદર ચિત્ર પોતે દોર્યું હતું. હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વેને, મૂકું કરી સુન્દર ચાહી ચાહી. -સુન્દરમ્ આપને અમારા અગણિત વંદન હો! Page #288 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] . [ ૨૬૫ અમે તો જૈનના જોગી (રાગ : કરમ તારી કળા ન્યારી) અમે તો જૈનના જોગી, અમારો પંથ ન્યારો છે, અહિંસા ને પરમ શાંતિ, સદા હેતુ અમારો છે. ..અમે...૧ અમારા કાજ કીધેલું, જમણ એવું નહિ જમીએ, ન ગાડી વાહને બેસી, કદી મુસાફરી કરીએ. ..અમે...૨ નદી, કૂવા, તળાવોનું, કદી પાણી નહિ પીએ, તમારા કાજને માટે, ઉકાળેલું સદા ગ્રહીએ. અમે...૩ પાવા બાલને માટે, નહિ નાવી કને જઈએ, અનાદિ કાલની રીતે, અમે તો લોચને કરીએ. ..અમે...૪ કડકડતી ઠંડીમાં અમને, વધુ વસ્ત્રો નહિ કહ્યું, જીવનભર સ્નાન ને શોભા, શિયળ કાજે નહિ કલ્પ. અમે....૫ સુંવાળી સેજ બિછાને, કદી પણ ના અમે સૂઈએ, જમીન પર કાષ્ટ કે ઘાસે, જરૂરી ઊંઘને ગ્રહીએ. ..અમે...૬ વિવિધ ધાત તણા ઠામો, અમોને નહિ ખપશે, ઉમંગે કાષ્ટના પાત્રે, ભિક્ષા લઈ જમશે. ..અમે...૭ કદી ટાઢી, કદી ઉની, કદી લુખી કોઈ દેવે, ગમે તેવી મલે ભિક્ષા, કદી ગુસ્સો નહિ કરીએ. અમે...૮ મૂકી સંસારની માયા, કદી પુછા નહિ કરીએ, કદી પણ કોઈની સાથે, ચિઠ્ઠી વહેવાર નહિ કરીએ. ..અમે...૯ સરીખા રંક ને રાજા, અમારી એહવી માજા, ધર્મના શાસ્ત્રો સાંભળી, સદા આનંદમાંહી રહીએ. .અમે...૧૦ અમારા જૈનના જોગી, ધર્મરૂચી ઋષિ નામે, વળી મેતાર્ય મુનિવર, દયા કીધી ક્ષમા કામે. અમે..૧૧ સોમીલે ગજમુનિ માર્યા, પલાણા પાંચસે સાધુ, જરા પણ ક્રોધ ન કીધો, ક્ષમાએ પ્રેમરસ પીધો. ..અમે...૧૨ અમારા વીર ભગવાને, રમુજી રાજ્યને છોડી, મહાતપ આત્મ બલિદાને, જગતને બોધ આ દીધો. અમે..૧૩ અમારા જૈન સાધુની, કઠિન છે એહવી રીતો, વિનય મુનિ વદે ભાવે, સુણી પામે પ્રવર પ્રીતો. ..અમે..૧૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] [ અણગારનાં અજવાળા ગુણવંતભાઈ બરવાળિયાનો પરિચય સંવત ૯૮૦ પછી લગભગ પંદરમી શતાબ્દી સુધી ઘણા સંતો મુનિવર્યો થયા. વિક્રમની પંદરમી શતાબ્દીનો સમય ધર્મ, સમાજ અને ભાષા એ ત્રણેય દૃષ્ટિથી ક્રાંતિકારી સમય જરૂર હતો પણ સાથે સંક્રમણતાનો સમય પણ ઊભો થયો હતો. રાજનીતિની અનૈતિકતાને કારણે સામાજિક જીવન અસ્તવ્યસ્ત હતું. રાજ્યો વચ્ચે સંઘર્ષ હતો. ચારે તરફ અપ્રમાણિકતાનો પ્રભાવ સ્થપાઈ ગયો હતો, સાધ્વાચાર લુપ્ત થઈ રહ્યો હતો. આવા અંધકાર અને અજ્ઞાનને તોડવા કોઈ પ્રકાશની આવશ્યકતા હતી. એમ કહેવાય છે કે તેથી કરીને એ શતાબ્દીમાં નવાં પરિબળો ઊભાં થતાં તેમાં સ્થાનકવાસી સંપ્રદાય પણ વિશિષ્ટ પરિબળ બની રહ્યું. આ સંપ્રદાય વિષેની લેખમાળા રજૂ કરે છે. શ્રી ગુણવંતભાઈ બરવાળિયા અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેક્ટીસ કર્યા પછી હાલ ટેક્ષટાઈલ પ્રોસેસ ઈન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર ૩૫ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર “કાઠિયાવાડી જૈન અને મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈ-અમદાવાદના મુખપત્ર “વિશ્વ વાત્સલ્યમાં માનદ્ મંત્રી છે. અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી છે તથા જૈન પ્રકાશ” ના સહતંત્રી તરીકે સેવા આપેલ છે. જૈન જાગૃતિ સેંટર બોર્ડ મુંબઈના મુખપત્ર, જાગૃતિ સંદેશ', ફોરમ ઓફ જૈન ઈન્ટેલેકચ્યલ મુંબઈના મુખપત્ર “એનલાઈટમેન્ટ', ભારત જૈન મહામંડળના મુખપત્ર “જૈન જગત’ (ગુજરાતી વિભાગ)માં તંત્રી તરીકે સેવા આપેલ છે. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લીટરરી રીસર્ચ સેંટરના ગુણવંતભાઈ ઓનરરી કો. ઓર્ડીનેટર છે, જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો Page #290 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૬૭ પર સંશોધનનું કાર્ય ઉપરાંત ઈન્ટરનેટ પર જૈન દર્શન સાહિત્યના પ્રચારનું કાર્ય થાય છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્ર'નું આયોજન અને પ્રાચીન ગ્રંથોની સી.ડી.નું કાર્ય થાય છે. સંતબાલ વિશ્વ વાત્સલ્ય એવોર્ડ ફાઉન્ડેશનઅમદાવાદ. તથા અહમ્ સ્પીરીચ્યલ સેન્ટર મુંબઈના ટ્રસ્ટી છે. શ્રી ઘાટકોપર જૈન મોટા સંઘમાં મંત્રી તરીકે, સેવા આપેલ છે. શ્રી સોરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તથા ચેમ્બર જૈન સંઘના ટ્રસ્ટી છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોક્ટરેટ Ph.D. પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પરનાં લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, જૈનપ્રકાશ, શાસનપ્રગતિ, ધર્મધારા, જૈન સૌરભ, વિનયધર્મ વગેરેમાં પ્રગટ થાય છે. - મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને સને ૧૯૯૭ નાં મુંબઈ જેને પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ' નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ.બી. બરવાળિયા ફાઉન્ડેશન, ચેરીટેબલ ટ્રસ્ટ, (હોલીસ્ટીક હેલ્થકેરને લગતા પ્રકલ્પો ચલાવે છે) તેના ટ્રસ્ટી છે. નંદલાલ દેવલુક સંપાદિત પથપ્રદર્શક પ્રતિભાઓમાંથી સાભાર Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] [ અણગારનાં અજવાળા પ્રવીણાબહેન આર. ગાંધીનો પરિચય શીલધર્મની સુગંધ પ્રસરાવતું એક સુંદર પુસ્તક ‘ગુરુ સમીપે’ દ્વારા લેખિકા બહેનશ્રી પ્રવીણાબહેન ગાંધીનો પરોક્ષ અને પછી પ્રત્યક્ષ પરિચય થયો. છેલ્લા બે સૈકામાં થયેલાં મહાસતીજીઓની જીવનમાંડણી જાણવા-સમજવા હમેશાં પ્રયત્નશીલ રહેનાર, આ જ્ઞાન દિપીકાઓનો પ્રકાશ શોધવા સતત મથામણ કરનાર શ્રીમતી ગાંધીને સમયે સમયે જે વેદના-સંવેદના અને સ્પંદનો જાગ્યા તેના ભાવોના આવિર્ભાવને અત્રે રજૂ કર્યા છે. આ આર્યારત્નોનાં સંયમજીવનની ગૌરવગાથા રજૂ કરનાર શ્રીમતી ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં વઢવાણ મુકામે. માતાશ્રી સરલાબહેન અને પિતાશ્રી ભીખાભાઈ સંઘવીના હાથે સંસ્કાર પામી ૧૯મે વર્ષે વઢવાણમાં માતાશ્રી ચંપાબહેન અને પિતાશ્રી કસ્તુરચંદ ગાંધીના સુપુત્ર રસિકભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. શ્રી રસિકભાઈ ગાંધી રાજકોટમાં આવેલી પી.ડી. માલવિયા કોલેજ તેમજ શ્રીમતી જે.જે. કુંડલિયા કોલેજના તેમજ અમદાવાદમાં સી.યુ. શાહ કોમર્સ કોલેજના વર્ષો સુધી આચાર્યપદે રહ્યા. પ્રવીણાબહેન પણ એમ.એ., બી.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી અનેક ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યાં. રાજકોટ-અમદાવાદ રેડિયો ઉપરથી અર્થશાસ્ત્ર ઉપર, બજેટ ઉપર તેમનાં અનેક વાર્તાલાપો, સામાજિક ધાર્મિક નાટકો વગેરે પ્રસારિત થતાં. અખબારો તેમજ મેગેઝિનમાં લેખો આપ્યા છે. લાયન્સ ક્લબ તેમ જ અન્ય સંસ્થાઓમાં વાર્તાલાપ આપ્યા છે. રાજકોટ તેમ જ અમદાવાદમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી છે. વર્ષોથી કેન્સર (સિવિલ) હોસ્પિટલમાં દર્દીઓને અનામી સેવા આપે છે. ૨૦૦થી વધુ ચક્ષુદાન કરાવ્યાં છે. દરિયાપુરી સંપ્રદાયના ગુરુઓથી વધારે પ્રભાવિત બન્યાં છે. ચિત્રકલાનો બચપનથી શોખ છે. લોક અદાલતમાં પણ સેવા આપી છે. ‘કવિલોક'માં તેમનાં કાવ્યો પ્રકાશિત થયાં છે. સ્થા. જૈન ઝાલાવાડી સી. સિટીઝન્સ ગ્રુપના તેઓ ઉપપ્રમુખ છે. તેમ જ જૈન Page #292 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૬૯ જાગૃતિ કાયમી મેરેજ બ્યુરોમાં માનદ્ સેવા આપી છે. પુત્ર ડૉ. સંજય ગાંધી આંખના નિષ્ણાંત સર્જન છે. આ આત્મજ્ઞાનીની ઓળખ આપતાં જાણીતા વિદ્વાન કુમારપાળ દેસાઈ લખે છે કે—“જીવન એટલે જ પ્રતિકૂળતાને અનુકૂળતામાં પલટાવવાનો અવિરત પુરુષાર્થ. જીવનમાં આવતી ઉપાધિઓને સમાધિમાં ફેરવી નાખનારી કેટલીક વ્યક્તિઓ હોય છે, જેઓની વેદનામાંથી પણ સંવેદનાનું સુવિકસિત કમળપુષ્પ ખીલી ઊઠે છે. સમ્માનનીય પ્રવીણાબહેન ગાંધીના વ્યક્તિત્વમાં સૌજન્ય, ઉદારતા, સમાજસેવા અને જિનશાસન પ્રત્યેની અગાધ પ્રીતિ સતત જોતો આવ્યો છું. અભ્યાસમાં તેજસ્વી કારકિર્દી ધરાવનાર પ્રવીણાબહેને લગ્ન બાદ એમ.એ. અને બી.એડ.ની પદવી મેળવી અને રાજકોટ તથા અમદાવાદની કોલેજોમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે સફળ કામગીરી બજાવી. અર્થશાસ્ત્ર અને સમાજજીવન વિશે વાર્તાલાપો આપ્યા. વળી ચિત્રકાર તરીકે ઓઇલ પેઇન્ટિંગમાં એમણે દક્ષતા બતાવી. આ બધાની સાથેસાથ મારા સ્નેહાળ અને કર્તવ્યનિષ્ઠ સ્વજન શ્રી રસિકભાઈ ગાંધીના સહધર્મચારિણી તરીકે સદૈવ એમને સાથ આપીને શિક્ષણ, સમાજ અને ધર્મ એ ત્રણે ક્ષેત્રોમાં આ દંપતીએ આગવું યોગદાન આપ્યું. આવાં પ્રીણાબહેનના જીવનમાં ઈ.સ. ૨૦૦૦ની ૨૪મી ડિસેમ્બરે રસિકભાઈના મૃત્યુનો અણધાર્યો આઘાત સહેવાનું આવ્યું. એ આઘાત સામાન્ય વ્યક્તિને શોકમાં ડુબાડી દે અને એ વ્યક્તિ એમાં જ સ્વજીવનનું પૂર્ણવિરામ મૂકે, પરંતુ સાચી જીવનદૃષ્ટિ ધરાવનારી વ્યક્તિ તો જીવનના આવા પ્રસંગો વિશે ઊંડી મથામણ કરતી હોય છે. રસિકભાઈના અવસાન પછી પ્રવીણાબહેને કશુંક લખવાનો વિચાર કર્યો. જૈન જાગૃતિ સેન્ટરની મહિલા વીંગમાં સ્થાપક હતાં. સીનિયર સિટીઝનની સમિતિમાં કે મેરેજ બ્યુરોમાં કામ કરી રહ્યાં છે. તેથી વિપુલ સામાજિક અનુભવો એમની પાસે હતા. કેન્સર હોસ્પિટલમાં પોતાની રીતે મૂક સેવા આપી રહ્યા છે, તેથી દર્દીઓની વેદના જાણે છે. “કવિલોક’ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] [ અણગારનાં અજવાળા જેવા ગુજરાતના કવિતાના પ્રતિષ્ઠિત સામયિકમાં એમનાં થોડાં કાવ્યો પણ પ્રકાશિત થયાં હતાં. રાજકોટ રેડીયો પરથી તેમના અનેક વાયુવાર્તાલાપ રજૂ થયા. ખાસ કરીને તેમનો વિષય સ્ત્રીઓ, બજેટ અને ઈકોનોમિક્સ રહેતો. રેડિયો પરથી તેમનાં નાટકો પ્રસારિત થતાં. રાજકોટની માલવિયા અને કુંડલિયા કોલેજમાં વ્યાખ્યાનો આપ્યાં. માલવિયા કોલેજમાં તો સારો એવો સમય પ્રાધ્યાપક રહ્યાં. રાજકોટ લાયન્સ ક્લબમાં વાર્તાલાપો આપતાં. રાજકોટથી અમદાવાદ આવતાં જૈન જાગૃતિ સેન્ટરમાં જોડાયાં. બંને સાથે જાય. શ્રી રસિકભાઈની મદદમાં રહે. શ્રી રસિકભાઈની ચિર વિદાય પછી પ્રવીણાબહેને મેરેજ બ્યુરો સંભાળ્યું. લોક-અદાલતમાં બેઠાં અને અનેકનાં ઘર ભાંગતાં બચાવ્યાં. સોયનું કામ કર્યું. કેન્સર હોસ્પિટલ (સિવિલ)એ એમનું બીજું કાર્યક્ષેત્ર. ત્યાં દર્દીઓની ખબર અંતર પૂછે ને જરૂરી મદદ કરે. તેમની મદદમાં પણ મહાનુભાવો હતા, જે હાક મારતાં હાજર થાય. તેમણે સહેજે ૨૦૦ ચક્ષુદાન કરાવ્યાં. પ.પૂ. વિરેન્દ્રમુનિથી તેઓ પ્રભાવિત હતાં. ધર્મબોધ પામ્યાં. તે બોધના પ્રતિઘોષ રૂપે આ પુસ્તક લખાયું. આ જ્ઞાનની સરવરણી ગુરુના આશીર્વાદથી વહેતી જ રહેશે. નંદલાલ દેવલુક સંપાદિત પથપ્રદર્શક પ્રતિભાઓમાંથી સાભાર Page #294 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈત ફિલોસોફિલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર, ઘાટકોપર (ઈ) મુંબઈ-૪૦૦૦૦૫ સેન્ટરની કાયમી યોજનાના દાતાઓ માનવમિત્ર ટ્રસ્ટ-સાયન વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ. ચીંચણી _ ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ, ઘાટકોપર [ ૨૭૧ સેન્ટરના પેટ્રન્ટા 2 અખિલ ભારતીય સ્થા. જૈન કોન્સ—મુંબઈ I શ્રી મનસુખલાલ અમૃતલાલ સંઘવી—ઘાટકોપર શ્રુતપ્રેમી શ્રી જયંતીલાલ સુખલાલ મહેતા-ઘાટકોપર શ્રી હસમુખરાય ખોડીદાસ ઘેલાણી-કાંદીવલી શ્રી ઘાટકોપર-આગ્રા રોડ સ્થા. જૈન શ્રાવક સંઘ Q માતુશ્રી પુષ્પાબેન ભુપતરાય બાવીશી Page #295 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપેક્ષ્યમાં અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ.સા.નાં વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી “સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી સમિતિ’ મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવી રાખવા પૂજ્યશ્રીની જન્મ શતાબ્દી પ્રસંગે સંસ્થાએ “સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. આ સેન્ટરના ઉદ્દેશ આ પ્રણાણે છે : • જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યાપન, સંશોધન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. ૦ જૈનસાહિત્યના અધયયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કોલરશીપ) આપવી. વિદ્વાનો અને સંતોના પ્રવચનોનું આયોજન કરવું, જ્ઞાનસત્રનું આયોજન કરવું. ધર્મ અને સંસ્કારનાં વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. ૦ અભ્યાસ નિબંધ વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old jain Manuscrip)નું વાંચન ૦ જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D. M. Phill કરનારા જિજ્ઞાસુ, શ્રાવક, સંત સતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરા પાડવા અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્ય-આયોજન, ઈન્ટરનેટ પર વેબસાઈટ દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યક વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફીકલ એન્ડ આપના સહયોગની અપેક્ષા સાથે લિટરરી રીસર્ચ સેન્ટર, અહંમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર ટ્રસ્ટી અને માનદ્ સંયોજક એચ. નં. ૨૩૧, શાસ્ત્રીનગર, બુદ્ધ મંદિર સામે, ગુણવંત બરવાળિયા પંત નગર ઘાટકોપર મુંબઈ ૪૦૦૦૭૫ ફોન નં. : ૨૫૧૨૫૬૫૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ અણગારનાં અજવાળા ] [ ૨૭૩ ગ્રંથ સંદર્ભ ગ્રંથ સૂચિ ઃ ઋણ સ્વીકાર કર્તા પ્રભાવક સ્થવિરો ૨. ચી. શાહ * અર્વાચીન જ્યોતિર્ધરો શ્રી આત્માનંદજી * જયધ્વજ શ્રી પદ્મચંદજી મ.સા. * તપસ્વી માણેકચંદજીનું જીવન પં. રોશનલાલ * ચંપકસ્મૃતિ અભિનંદન ગ્રંથ * નૂતનસુવાસ પન્નાવણા પ્રકાશ પૂ. નવીનચંદ્ર મ.સા. સ્મૃતિ ગ્રંથ * ગોંડલ ગચ્છના જ્યોતિર્ધરો આગમદિવાકર પૂ. જનકમુનિજી પૂ. કેશવલાલજી મ.સાનું જીવનચરિત્ર સદાસાનુદાસ * અભિવંદના ડો. તરુલતાબાઈ મહાસતીજી ગુણવંત બરવાળિયા * રત્નસાગર ખંભાત સ્થા. જૈન સંઘ પ્રકાશન * સમગ્ર જૈન ચાતુર્માસ સૂચિ બાબુલાલ જેન * જીવન રેખા પૂ. જયંતમુનિજી મ.સા. સં. ગુણવંત બરવાળિયા કનિદ્રાવિજેતા ડુંગરસિંહજી સ્વામી શાંતિલાલ વ. શેઠ * અવધૂત ધ્વનિ પૂ. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા કે “જેનપ્રકાશ” પાક્ષિક કાઠિયાવાડી જૈન” માસીક અણગારનાં અજવાળા ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પ્રગટ થયું હોય તો મિચ્છામિ દુક્ક Page #297 --------------------------------------------------------------------------  Page #298 -------------------------------------------------------------------------- ________________ અણગારના લક્ષણ से बेमि- से जहा वि अणगारे उज्जुकडे णियागपडिवण्णे अमार्य कुव्वमाणे वियाहिए। શબ્દાર્થ :-સે = તે, હવે આગળ, વેfમ = હું કહું છું, સેકતે, જે રીતે HTTIરે = અણગાર બને છે, ઉgવડે = સરળતાયુક્ત, ળિયા પડિવો = મોક્ષમાર્ગને પ્રાપ્ત થયેલા, મમાયં ડુબૂમાળ = માયા નહિ કરનારા, પૂર્ણ અણગાર, વિયાદિ = કહેવાય છે. | ભાવાર્થ :-(અણગારનું જે વાસ્તવિક સ્વરુપ છે તે) હું કહું છું. જે આચરણથી અણગાર છે, સરળતા સભર જેનું જીવન છે, મોક્ષમાર્ગમાં જે ગતિશીલ છે, છળકપટના ત્યાગી છે, તે અણગાર મુનિ કહેવાય છે. વિવેચન : અહીં અણગારનાં લક્ષણો વર્ણવ્યા છે. (1) ઋજુ-સરળ. જેના મન, વાણી કપટ રહિત હોય, કથની અને કરણી એક સરખી હોય તે ઋજુયુક્ત છે. ઉત્તરાધ્યયન અધ્ય. 3 ગા. ૧૨માં કહ્યું છે કે- સોહી ઉબ્નયમૂયરસ ઘમ્મો સુદ્ધરસ વિટ્ટી ઋજુ આત્માની શુદ્ધિ થાય છે. ધર્મ શુદ્ધ હૃદયમાં સ્થિર રહે છે. માટે ઋજુતા એ ધર્મનો–સાધુતાનો મુખ્ય આધાર છે. (2) નિયાગ પ્રતિપન્ન- સરળ વ્યક્તિ જ મોક્ષમાર્ગમાં ગતિશીલ થઈ શકે છે.તેથી અણગારનું બીજું લક્ષણ નિયાગ પ્રતિપન્ન કહ્યું છે. તેની સાધનાનું લક્ષ્ય ભૌતિક ઐશ્વર્ય કે યશ પ્રાપ્તિ ન હોય પરંતુ આત્મા કર્મમળથી મુક્ત બને તે જ હોય છે. (3) અમાર્ય—અમાર્યનો અર્થ સંગાપન કરવું નહીં, છુપાવવું નહીં. માયાનો અર્થ સંગોપાન અથવા છુપાવવું. આ માર્ગ પર ગતિશીલ સાધક કપટ રહિત હોય છે. તે પોતાની સંપૂર્ણ શક્તિને સાધનામાં જોડી દે છે. તેમજ સ્વાર કલ્યાણના કાર્યમાં સ્વશક્તિને ગોપવતા નથી. આ ત્રણ લક્ષણોથી જ્ઞાનાચારાદિની શુદ્ધતા કહી છે. ઋજુકતથી વીર્યાચારની શુદ્ધિ, નિયાગ પ્રતિપન્નતાથી જ્ઞાનાચારની અને દર્શનાચારની શુદ્ધિ તથા ૩૫માયંમાં ચારિત્રાચાર અને તપાચારની સંપૂર્ણ શુદ્ધિ જણાય છે. (આચારાંગસૂત્ર—શાસ્ત્ર પરિશા ?