________________
૧૪ ]
[ અણગારનાં અજવાળા
૭. નાનક સમ્પ્રદાય આચાર્ય શ્રી સુદર્શનલાલજી મ.સા. ૮. શ્રી હગામીલાલજી આચાર્ય શ્રી અભયકુમારજી મ.સા. ૯. દરિયાપુરી
આચાર્ય શ્રી શાંતિલાલજી મ.સા. ૧૦. કચ્છ નાનો પક્ષ આચાર્ય શ્રી રાઘવજી મ.સા.
(૨) પૂજ્ય યુવાચાર્ય પ્રવર ૧. શ્રમણ સંઘ
શ્રી મૂલમુનિજી મ.સા. ૨. શ્રમણ સંઘ
શ્રી ગણેશમુનિજી મ.સા. ૩. શ્રમણ સંઘ
શ્રી રમેશમુનિજી મ.સા. ૪. શ્રમણ સંઘ
શ્રી હેમચન્દ્રજી મ.સા. ૫. શ્રમણ સંઘ
શ્રી રમેશમુનિજી મ.સા. ૬. કચ્છ મોટી પક્ષ શ્રી વિનોદમુનિજી મ.સા.
જૈન ધર્મક્રાંતિના જ્યોતિર્ધર ઃ લોંકાશાહ
પ્રાચીન યુગથી માંડીને આજ સુધીના ભારતની સંસ્કૃતિ, દર્શન અને ધર્મ પરંપરાનો ઇતિહાસ તપાસવા જેવો છે. જ્યારે જ્યારે ધર્મમાં શિથિલતા અને વિકૃતિઓ પેસી છે, ત્યારે ત્યારે શિથિલાચારીઓને ચારિત્ર્યમાં સ્થિર કરવા માટે તથા ધર્મમાં પડેલી વિકૃતિઓ દૂર કરવા માટે સમ્યક પુરુષાર્થી મહામાનવનો ઉદય થયો છે અને તેના પ્રચંડ પુરુષાર્થે સતુધર્મની પુનઃસ્થાપના થઈ છે. આ સંદર્ભે શ્રીકૃષ્ણ અને ભગવાન મહાવીર જેવા મહાપુરુષોની ભૂમિકા ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. - જ્યારે વૈદિકધર્મમાં યજ્ઞ-યાગ આદિ દ્વારા હિંસા વધી ત્યારે ભગવાન મહાવીરે અહિંસા ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી.
| વિક્રમના પંદરમાં સૈકામાં લોકાશાહ નામના એક શ્રાવકને લાગ્યું કે નિવૃત્તિપ્રધાન જૈનધર્મ અહિંસા, સંયમ અને તપને પ્રધાનતા આપે છે. અનેકાંતવાદ, સાપેક્ષવાદ કે સ્વાદ વાદ તેનો સિદ્ધાંત છે.
મૂર્તિપૂજામાં પ્રતિષ્ઠા મહોત્સવો ઠાઠમાઠથી થતા જોઈ તેમાં આત્મ