________________
૨૩૪ ]
[ અણગારનાં અજવાળા પચ્ચક્માણ લીધાં. “વોસિરામિ’ એમ ત્રણ વખત બોલ્યાં. બધાંને નવકારમંત્ર બોલવાનું કહ્યું. સાંજે છ વાગતાં પૂ.શ્રી એક વિજયીયોદ્ધાની અદાથી અગમની વાટે ચાલ્યાં ગયાં.
પૂશ્રીની અંતિમ વિદાય પછી તેમના ગુણાનુવાદ કરતા ભાવભર્યા શ્રદ્ધાંજલિનાં પત્રો, કાવ્યો ઠેરઠેરથી પુષ્કળ પ્રમાણમાં આવ્યાં. પૂ.શ્રી શારદાબાઈ મ.સ.નાં પગલે પગલે પાવન બનેલી ભૂમિઓમાં તેમના ભાવિક ભક્તોની પ્રેરણાથી પૂ.શ્રીની કાયમી સ્મૃતિઓ જળવાઈ રહે તે માટે ખંભાતમાં બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. સ્થાનકવાસી જૈન ઉપાશ્રય-એવી જ રીતે ખંભાત, સાણંદ, પોપટપરા અને સારંગપુરના ઉપાશ્રયમાં પૂ.શ્રી શારદાબાઈ મહાસતીજીનું નામ આપવામાં આવ્યું.
નીડરતા તેમની નીડરતાના ઘણા પ્રસંગોમાંનો એક પ્રસંગ અહીં રજૂ કરું છું. હિંદુ-મુસ્લિમ કોમી રમખાણોમાં તંગ વાતાવરણમાં અને કરફ્યુમાં એક વયોવૃદ્ધ સાધ્વીજી માટે અનિવાર્યપણે ગોચરીની જરૂર પડતી હોવાથી પોતે પૂ.શ્રી ગોચરી વહોરવા જતાં. તેમને અટકાવતો પોલીસ પોતે તેમની સુરક્ષા માટે સાથે જતો અને થોડું થોડું જરૂર પૂરતું જ તેમને ઘણાં ઘરોમાંથી વહોરતાં . જોઈ પ્રભાવિત થયો હતો.
પૂ.શ્રીનાં સ્મારક પ્રકાશિત સાહિત્ય જ્ઞાનગંગાનાં પુસ્તકોનાં નામઃ (૧) શારદા સુધા, (૨) શારદા સંજીવની, (૩) શારદા માધુરી, (૪) શારદાપરિમલ, (૫) શારદાસૌરભ, (૬) શારદા-સરિતા, (૭) શારદાજ્યોત, (૮) શારદાસાગર, (૯) શારદા-શિખર, (૧૦) શારદાદર્શન, (૧૧) શારદાસુવાસ, (૧૨) શારદાસિદ્ધિ, (૧૩) શારદારત્ન, (૧૪) શારદા-શિરોમણિ-હિન્દી અને ઇંગ્લીશમાં અનુવાદ પણ છે.
આવા છે અણગાર અમારા. શબ્દને જો અર્થ સાંપડે તો જ અર્થ સાર્થક થઈ શકે ખરું?
આપને અમારાં અગણિત વંદન હો!
પ્રતિબિંબ ચારિત્ર્યવાન થવું એટલે ફૂલ કરતાં કોમળ થઈ જાણવું અને વજ કરતાં કઠોર પણ થઈ જાણવું. અત્યંત પ્રયત્નશીલ પણ થઈ જાણવું અત્યંત શાંત પણ થઈ જાણવું. પ્રેમવાળા પણ થઈ જાણવું અને વિરાગવાળા