________________
અણગારનાં અજવાળા ]
[ ૨૩૫
પણ થઈ જાણવું. આપનાર પણ થઈ જાણવું અને લેનાર પણ થઈ જાણવું. સુખ પણ હસીને ભોગવવું અને દુઃખ પણ હસીને ભોગવી જાણવું. અને સહી જાણવું, બોલી જાણવું અને મૌન પણ રહી જાણવું. જોઈ પણ જાણવું અને અંધ પણ થઈ જાણવું. અલ્પમાં જીવી જાણવું અને મરી પણ જાણવું. એ યથાર્થ ચારિત્ર છે.
—ઉપેન્દ્રાચાર્ય.
સાધના-આરાધનાના માર્ગે
ઃ
બા.બ્ર.પૂ. શ્રી કાન્તાબાઈ મહાસતીજી
શુભ નામ : કાન્તાબહેન.
માતાપિતા : શ્રી રંભાબહેન ખીમચંદભાઈ નાનચંદ શાંતિદાસ શાહ. જન્મ અને જન્મ સ્થળ : સં. ૧૯૯૦, આસો સુદ એકમ, સ્થળ : સાણંદ.
દીક્ષા અને દીક્ષાસ્થળ : સં. ૨૦૧૩, માગશર સુદ ૧૦,
દીક્ષાસ્થળ : સાણંદ.
દીક્ષાગુરુણી : પૂ.શ્રી શારદાબાઈ મ.સ.
સંપ્રદાય : ખંભાત સંપ્રદાય.
કાળધર્મ : સં. ૨૦૬૦, માગશર સુદ ૭, તા. ૩૦-૧૧-૨૦૦૩ સવારે નવ વાગે. દીક્ષાપર્યાય : ૪૭ વર્ષ.
जाए सद्धाए णिकखन्ते तमेव अणुपालिया वियहित्ता विसोत्तियं ।
આચારાંગ. સાધક જે શ્રદ્ધાથી સાધનામાર્ગમાં પ્રવિષ્ટ થાય તે બીજી શંકાઓને છોડી દઈને તેને જ નિશ્ચયપૂર્વક પાળે, કારણ કે સાધનાની સ્થિરતા શ્રદ્ધાથી જ થાય છે.
પુનીત પગલી : જે માતાને ખોળે પુનીત પગલીઓના પાડનાર પુણ્યશાળી આત્માનું અવતરણ થતું હશે તે ક્ષણો, તે અણુ-પરમાણુઓ પણ