________________
૨૩૬ ]
[ અણગારનાં અજવાળા કેટલા પવિત્ર થતા હશે! તે વાતાવરણ પણ હતું, હસાવતું, શુભ-શુભ મંગલમય હશે! પિતાને ખભે રમતી તે દીકરીનો ભાર પણ પિતાને હળવો ફૂલ લાગતો હશેને! એ દીકરીના સ્મિતમાં પણ ફૂલ ઝરતાં હશે. વાયુ સુગંધિત થઈ વહેતો હશે. દીકરી વહાલી વહાલી લાગતી હશે. બધાંને આકર્ષિત કરી પોતાના તરફ ખેંચતી હશે.
એવા ભાગ્યશાળી નાનચંદ શાંતિદાસના કુળમાં પિતાશ્રી ખીમચંદભાઈ શાહને ત્યાં સુશ્રાવિકા રંભાબહેન માતાની કૂખે સાણંદ મુકામે સં. ૧૯૯૦ના આસો સુદ એકમને દિવસે કાન્તાબહેનનો જન્મ થયો. શ્રી ખીમચંદભાઈના પરિવારમાં ચાર પુત્રો અને પાંચ પુત્રીઓમાંનાં એક પુત્રી તે શ્રી કાન્તાબહેન હતાં. અને તેઓ વઢવાણ વોરા કુટુંબનાં ભાણેજ થતાં હતાં.
જાણે પૂર્વભવોના સુસંસ્કારનું અને આરાધનાનું ભાતું બાંધીને આવ્યાં હોય તેમ કાન્તાબહેન બાલ્યકાળથી જ જૈનશાળાએ જતાં. સામાયિક પ્રતિક્રમણ શીખ્યાં. ઉપાશ્રયે સાધુ સંતોનાં દર્શન કરવા જતાં. વ્યાખ્યાન સાંભળતાં. તેમાં તેમના કુટુંબમાં ફઈબા-પૂ.શ્રી શારદાબાઈ મ.સ.એ ૧૯૯૬ની સાલમાં દીક્ષા લીધી અને જેમણે શાસનને શોભાવ્યું તેમના સત્સંગે કાન્તાબહેનને સંયમ સોહામણો અને સંસારનો ચહેરો બિહામણો દેખાવા લાગ્યો અને બીજી બાજુ ધર્મ-કર્મનો મર્મ સમજાતાં સંસાર પરથી મમત્વ ઊઠતું ગયું અને વૈરાગ્યના ભાવોથી ભીંજાતાં ગયાં. દીકરી હવે જ્ઞાન-વૈરાગ્યની પાંખો ફફડાવી ઊંચે ઊંચે મુક્ત ગગનમાં ઊડવા લાગી છે તે સમજતાં દીક્ષા માટે અનુજ્ઞા માગતી દીકરીને માતાપિતાએ રજા આપી અને સં. ૨૦૧૩ના માગશર સુદ ૧૦ના શુભ દિવસે ગુરુણીમૈયા પૂ. શ્રી શારદાબાઈ મ.સ. પાસે સાણંદ મુકામે કાન્તાબહેને દીક્ષા અંગીકાર કરી અને બા.બ્ર. પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ. બન્યાં.
માળા મામાનું ઘમં? મારો જૈન ધર્મ આજ્ઞા ઉપર જ નિર્ભર છે. એ પ્રમાણે પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ. ગુરુ આજ્ઞાનું પાલન કરતાં. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, આગમ, થોકડા, સંસ્કૃત-પ્રાકૃત વગેરેનો અભ્યાસ કરતાં સાથે પાથર્ડ બોર્ડની આચાર્ય સુધીની પરીક્ષા પણ આપી હતી. સાથે સાથે તેમની તપશ્ચર્યા ચાલુ રહેતી. વરસીતપ, સોળ ઉપવાસ, ૧૧ ઉપવાસ, અઠ્ઠાઈ–નવ ઉપવાસ વગેરે ઉપવાસ તેમના ચાલુ રહેતા. પૂરા જોમ અને જોશ સાથે બુલંદ અવાજમાં પ્રવચન–પ્રભાવના કરતાં. પોતે પુરુષાર્થ કરતાં જનતાને કુંભકરણની નિંદ્રામાંથી