________________
૧૨૬ ]
ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કંથ, રીજ્યો સાહેબ સંગ ન પરિહરે ત્યાગે આદિ અનંત...ૠષભ...
[ અણગારનાં અજવાળા
એક જ આદિનાથ ભગવાન મારો સાચો પ્રિયતમ છે, જેની પ્રીતિ અનંત છે. આ પ્રીતિનો ભંગ થાય નહીં અને મૃત્યુ આવે જ નહીં, તેમ સંતોકબહેને કહ્યું. સંતોકબહેનની આવી વાતો સાંભળી જામસાહેબે ખુશ થઈને કહી દીધું કે “બહેનનો વૈરાગ્ય સાચો છે. એને કોઈએ ભભૂકી છાંટી નથી. આજથી આ મારી દીકરી છે એનો દીક્ષામહોત્સવ રાજ્ય તરફથી ઉજવાશે” અને દીક્ષાની તૈયારીઓ શરૂ થઈ ગઈ.
૩૨ સૂત્રી એક બત્રીસ ઉપરાંત ૧૧ અંગ વધારાનાં એટલે દોઢ બત્રીસી. પૂ. શ્રી જાદવજી મ. સાહેબે તેમ જ બધા લહિયાઓએ લખી હતી. તે લખતી વખતે કોઈ અઠ્ઠમ, છઠ્ઠ, આંબેલ કરતાં હતાં. શાસ્ત્ર ભણતાં તપ જરૂરી હતું.
જામસાહેબની ઇચ્છા હતી તેથી છેલ્લી રાત્રિનું બારમું ફૂલેકું જાવજીવના બ્રહ્મચર્યના પચ્ચક્ખાણ લઈ સંતોકબહેન, જામસાહેબ અને તેમનાં પત્ની સાથે હાથીની અંબાડી ઉપર કર્યું. ૧૩મું ફૂલેકુ મહાભિનિષ્ક્રમણનું રાજ્ય તરફથી રાણી છાપ ચાંદીના સિક્કા, પરચુરણ, સોના, ચાંદીના ફૂલો વ.થી વર્ષીદાન દેવાયું.
દીક્ષાઓ તો ઘણી થાય છે પણ જામસાહેબ દ્વારા અપાયેલી આ દીક્ષામાં ખુદ જામસાહેબે પોતે જ માંસ-મદિરાનો ત્યાગ કર્યો ત્યારે હજારો વ્યક્તિઓએ દારૂ-માંસની બંધી કરી. જામસાહેબે અહિંસાની ઉર્દુઘોષણા કરી અને માનવજીવનમાં પરિવર્તનો આવ્યાં. બ્રહ્મચર્ય વ્રત અંગીકાર થયાં. દીક્ષા બાદ પૂ. શ્રી સંતોકબાઈ મ.સ.એ ગામેગામ વિચરણ શરૂ કર્યું અને ચુસ્તપણે સાધુધર્મનું પાલન કરતા હતા. દેહાત્મબુદ્ધિ ત્યાગીને સ્વમાં રમણતા કરતાં હતાં.
ચાર બહેનોએ તેમની નિશ્રામાં દીક્ષા લીધેલ. તેમને લઈને વિચરણ કરતાં દેરડી ગામે પધારતાં એક, બે દરબાર તેમને જોઈ ગયા અને તેમની કુદૃષ્ટિને ઓળખી જઈ પૂ. સંતોકબાઈ મ.એ અગમચેતી વાપરી બધાનાં નામ પુરુષોમાં ફેરવી તે રીતે સંબોધન શરૂ કર્યાં માથું ઉઘાડું કરી નાખ્યું. અંતે તેમને પુરુષો માની દરબારો ચાલ્યા ગયા.