________________
અણગારનાં અજવાળા ]
[ ૧૨૫
જામસાહેબ સામે કચેરીમાં બોલાવવામાં આવ્યાં. બધા ચિંતાતુર હતાં. જામસાહેબ શું પૂછશે? ત્યારે સંતોકબહેને સૌને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું હતું કે જવાબ મારે નહીં પણ પૂ. શ્રી આચાર્ય મ. સા.ની કૃપા આપશે. જવાબ સાંભળી સંઘની અને સૌની આંખમાં આંસુ આવી ગયાં. ખરેખર · કાયા છે માટી તણી, ઘડીએ તેમ ઘડાય. કાંચન એ ત્યારે બને જેમ કસોટી થાય.”
કચેરીમાં જાજમ પાથરેલી હતી. સંતોકબહેનને ત્યાં જતાં જાજમ ઉપાડી લેવાનું કહ્યું અને તેનું કારણ પૂછતાં વૈરાગી બહેને કહ્યું કે તેની નીચે કીડી, મકોડા, જીવાત હોય તો તેની ઉપર ચાલવાથી મરી જાય અને જાજમ ઉપાડતાં સેંકડો કીડીઓ દેખાઈ. જાજમ ન ઉપાડી હોત તો સેંકડો કીડીઓની હિંસા થાત. જોઈને જામસાહેબ ખુશ થયા. તેમની સામે સંતોકબહેને ધરતી પૂંજી ગુચ્છાથી, પાથરણું પાથર્યું અને મુહપત્તિનો ઉપયોગ કરીને સંવર કરીને બેસી ગયાં. જામસાહેબે પ્રશ્નોની શરૂઆત કરી. બહેન તમારે દીક્ષા લેવી છે? હા સાહેબ!” લ્કેમ?” “આત્મકલ્યાણ માટે.” જામસાહેબે પૂછ્યું કે “કલ્યાણ એટલે શું?” સંતોકબહેને સુંદર જવાબ આપ્યો. જીવનમાં લાગેલા પાપકર્મને સાધના દ્વારા દૂર કરીને આત્માને પરમાત્મા બનાવવાનો પુરુષાર્થ ખેડવો તે.” વળી જામસાહેબે પૂછ્યું કે એવું થઈ શકે ખરૂં? કોઈ દૃષ્ટાંત આપી શકશો? “હાજી સાહેબ!” સંતોકબહેને કહ્યું કે “જેમ ખાણમાંથી સોનું લાવી તેમાંથી શુદ્ધ કરી તેને સો ટચનું સોનું બનાવવામાં આવે છે તેમ આત્માને સંયમ દ્વારા શુદ્ધ કરી, તે પરમાત્માનો પુંજ બની જઈ જ્યોતમાં જ્યોત મળે છે તેમ પરમાત્મામાં મળી જાય તે આત્માનું સાચું કલ્યાણ છે જ્યાં જન્મ-મરણ હોતાં નથી.” “પણ તું સંયમના કષ્ટો સહી શકીશ?” “હા જી જામસાહેબ!” જેણે મનને જીત્યું તેને બધું જિતાઈ જાય છે. વળી આપ મને લગ્ન કરવાનું કહો છે પણ એવા મનગમતાં સુખો ક્ષણિક છે નામદાર! મૃત્યુ કે પછી વૈધવ્ય આવે તો તેમાંથી આપ મને બચાવી શકશો? માટે મેં આવો ધણી પસંદ કર્યો છે કે રંડાપો આવે જ નહીં ને સુખ આવ્યું પાછું જાય જ નહીં. એવો સુંદર જવાબ સંતોકબહેને નામદાર સાહેબને આપ્યો.