________________
૧૨૪ ]
[ અણગારના અજવાળા અને બીજાને ત્યાં પુત્રીનો જન્મ થાય તો ત્યારથી સગપણના બંધનથી સામસામાં બંધાતાં તેવી જ રીતે બે સંબંધીઓ વચ્ચે થયું. પેટે સામસામા ચાંદલા થયા અને એકને ત્યાં પુત્રી જન્મ અને બીજાને ત્યાં પુત્ર-જન્મ થતાં બંને સંબંધથી બંધાયા અને ગોળધાણા ખાધા.
તે બાળકો ધીમે ધીમે ધૂલી શાળામાં જતાં થયાં અને અભ્યાસ કરતાં થયાં એક વખત આચાર્યશ્રી પૂ. શ્રી દેવજી મુનિ મ. સા. તથા તેમના સુશિષ્યાઓ જામનગર પધાર્યા. સંતોકબહેન નવ વર્ષની ઉંમરે માતાપિતા સાથે વ્યાખ્યાન સાંભળવા જતાં. વ્યાખ્યાન સાંભળતા ધીમે ધીમે તેમને સંસાર પરથી રસ ઊઠી ગયો અને “પડી પટોળે ભાત કે ફાટે પણ ફીટે નહીં.' વૈરાગ્યનો મજીઠિયો રંગ તેમને લાગી ગયો. ઘણું સમજાવતાં સૌ, પણ એ રંગ એવો કાચો ન હતો કે ઊતરી જાય! છતાં વેવાણ પણ સમજતાં ન હતાં તેમને સમજાવ્યાં કે સારા કામમાં જતાં સમાજ આબરૂને બટ્ટો નહીં લગાડે સવાઈ કરશે. છતાંયે આવી કન્યાને છોડવી ન હતી તેથી વેવાણે કન્યાને કોઈએ ભરમાવી કે ભભૂકી છાંટી છે વગેરે આક્ષેપો મૂક્યા, જે આક્ષેપો ગામમાં, સંઘમાં વાયુવેગે ફરી વળ્યા અને ફરતાં ફરતાં તે વાત જામસાહેબ પાસે પહોંચી. પણ સંતોકબહેન મનનાં મક્કમ હતાં, ધાર્મિક અભ્યાસ વધારતાં જતાં હતાં. ૨૨ પરિષહ અને કષાયને જીતવા જંગે ચડ્યા. બાળ શિક્ષિત થવા માટે ભાવદીક્ષિત થઈ સંતોકબહેન આત્મલક્ષે ઝૂલતાં હતા. અનુભૂતિવાળો અણગાર થઈ શકે. સમકિત પામેલો સંયમ લઈ શકે અને આ જ્ઞાનગર્ભિત વૈરાગી ઉચ્ચ દશાને પામવા પાંખો પસારી ઊંચે ઊંચે આકાશને આંબવા મથી રહ્યાં હતાં.
પૂ. શ્રી દેવજીમુનિ મ. સા.ના, બહુસૂત્રી પૂ. શ્રી દૂધીબાઈ મ.સ. શિષ્યા સપરિવાર જામનગર ગયાં સંતોકબહેનને ત્યાં દીક્ષા આપવા પરિવાર તૈયાર થયો પણ વેવાણે ફરી પ્રશ્ન ચગાવ્યો અને તે પ્રશ્ન જામસાહેબ સુધી પહોંચ્યો. શ્રી સંઘે જામસાહેબને કહ્યું કે કોઈ સંતો એવી ભભૂકી છાંટવાની વાત કરી શકે નહીં, નહીંતર તેમને શાસનબહાર મૂકવામાં આવે. ઉ. સૂ. ૮મો અધ્યાય.
છતાં લોકોના કહેવા પ્રમાણે નક્કી થયા મુજબ વૈરાગી સંતોકબહેનને