________________
અણગારનાં અજવાળા 1
[ ૧૨૩
પગલી કંકુભરી બા. બ્ર. શ્રી સંતોકબાઈ મ.સ.
[ગોંડલ સંપ્રદાય] નામ : સંતોકબહેન. માતાપિતા નાનીબા' હીરાચંદભાઈ. જન્મ સ્થળ : જામનગર. દીક્ષા : પૂ. શ્રી દેવજી મુનિ અને પૂ. શ્રી દુધીબાઈ મ.સ.ની નિશ્રામાં. કાળધર્મ : ભાદરવા વદ બીજ સંથારા સહિત
જેને અંત નથી તે અનંત છે. સીમાવિહિન છે તેવા પરમેશ્વરને-જેનું દર્શન અનંતનું દર્શન છે તેને ક્ષુલ્લક મર્યાદાઓવાળો સામાન્ય માનવી તેનું પ્રતિબિંબ પણ ઝીલી શકવાને સમર્થ નથી, તો તેને પોતાનામાં કેવી રીતે ઝીલી શકે! તેને કેવી રીતે સમજી શકે! વિરાટને ઓળખવા માટે આપણે તો વામન જેવાં, આપણી શક્તિઓ મર્યાદિત, વળી તોફાની ઇન્દ્રિયોવાળાં અને મન? મરકટ જેવું, જે પરમને ન જોઈ શકે ત્યાં પરમાત્માને પામવાની વાત જ ક્યાં આવી?
છતાંય એક ભૂમિ ભારતની એવી છે જ્યાં સંતો, મહંતો અને ભાવિના અનેક ભગવંતો થયા છે, સતીરત્નો થયા છે, જે દુનિયાની બીજી કોઈ ધરતી ઉપર જોવા નહીં મળે. એવા જ એક પૂ. શ્રી સતીરત્નની વાત છે.
ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. શ્રી પુરુષોત્તમ મહારાજનાં આજ્ઞાંકિત પૂ. શ્રી અધ્યાત્મયોગિની બેલડી પૂ. શ્રી સૂર્યવિજય મ.સ. પૂ. દાદી ગુરુણીમૈયા પૂ. શ્રી સંતોકબાઈ મહાસતીજીનું જીવન પરમાત્માને પામવા માટે પુરુષાર્થથી ઝળહળતું હતું.
તેમનો જન્મ જામનગર શહેરમાં પિતાશ્રી હીરાચંદભાઈના કુળમાં અને માતાશ્રી નાની “બા”ની કુખે થયો હતો. એ સમયમાં સ્નેહભર્યા સંબંધીઓ વચ્ચે સગર્ભાવસ્થામં પેટે ચાંદલા થતાં. સામસામા એમને ત્યાં પુત્ર