________________
૪ ]
[ અણગારનાં અજવાળા
તેમણે જૈન શાસ્ત્ર પ્રમાણેના શુદ્ધ ધર્મનો પ્રચાર કર્યો કે પુનઃ પ્રતિષ્ઠા કરી તે સ્થાનકવાસી કે ઢૂંઢિયાના નામથી પ્રચલિત છે.
અમદાવાદના લોકાશાહના મોતી જેવા સુંદર અક્ષર હોવાથી યતિશ્રીએ તેમને શાસ્ત્રની પ્રતિનો ઉતારો કરવા આપ્યો. તેણે લેખન કરતાં કરતાં શાસ્ત્રોનું અધ્યયન અને પરિશીલન કર્યું. તેમના નિરીક્ષણમાં આવ્યું કે સાંપ્રત સમયમાં જૈનધર્મમાં જે પૂજા–ક્રિયાઓ ચાલે છે તે તદ્દન વિપરીત છે. આગમોના અધ્યયનના આધારે તેમને લાગ્યું કે મૂર્તિ છોડીને પણ ધાર્મિક ઉપાસના સંભવ છે. ધર્મને ક્રિયાકાંડોમાં બાંધી રાખવા વિરૂદ્ધ તેમણે આંદોલન ચલાવ્યું. સં. ૧૫૩૬માં લોંકાશાહે દીક્ષા લીધી. લોંકાશાહના ક્રાંતિ અભિયાનથી લોકાગચ્છ જેવા નાના-મોટા સંપ્રદાયો ઉદ્ભવ પામ્યા.
લોંકાશાહની પ્રેરણાથી દીક્ષા લેવાવાળી ૪૫ વ્યક્તિઓમાં શ્રી ભાણજી સર્વપ્રમુખ હતા. શ્રી ભીદાજી, નૂનાજી, ભીમાજી, જગમાલજી, સખાજી, રૂપાજી, જીવાજી આદિ અનેક મહાપુરુષોએ ઉન્નતિ કરી અને સાધુઓની સંખ્યા ૧૧૦૦ સુધી પહોંચી હતી. લોંકાશાહની પરંપરા પૂરી એક સદી સુધી ચાલતી રહી. કાળક્રમે પરસ્પરના મતભેદને કારણે આ આંદોલન મંદ પડતું ગયું તેથી આ અમૂર્તિપૂજક સંપ્રદાયની સ્થાપનાના મૂળ નાંખી શકાયા નહિ; પરંતુ તેજ ક્રમમાં તેની અસર નીચે લવજી ૠષિ અને ધર્મસિંહજી જેવા ધર્મસંતોનો ઉદય થયો. ક્રિયા ઉદ્ધારનો સંદેશ લઈને આવેલા છ મહાપુરુષો
(૧) શ્રી જીવરાજજી મહારાજ, વિ.સં. ૧૫૬૬-૧૬૯૮.
:
(૨) શ્રી લવજી ૠષિજી મહારાજ, વિ.સં. ૧૬૯૪-૧૭૧૦. (૩) શ્રી ધર્મસિંહજી મહારાજ, વિ.સં. ૧૬૯૪-૧૭૨૮. (૪) શ્રી ધર્મદાસજી મહારાજ, વિ.સં. ૧૭૧૬-૧૭૭૨. (૫) શ્રી હરજી ઋષિજી મહારાજ, વિ.સં. ૧૭૮૫. (૬) શ્રી હરિદાસજી મહારાજ (લાહોરી લોકાગચ્છ).
પૂ. શ્રી જીવરાજ મહારાજના શિષ્ય પરિવારમાં પૂ. અમરસિંહજી મ.સા., પૂ. નાનકરામજી મ.સા., પૂ. સ્વામીદાસજી મ.સા., પૂ. શિતલદાસજી