________________
[ ૩
અણગારનાં અજવાળા ] તંત્ર અને ચમત્કારો બતાવી રાજકીય સન્માન અને અધિકારો પ્રાપ્ત કરવાનો પિપાસુ બની ગયો.
જાણે પાવન ધર્મગંગા ઉપર વિકૃતિનો શેવાળ જામવા લાગ્યો.
આવું ફક્ત જૈન પરંપરામાં જ બને તેવું નથી, વિશ્વમાં કાળક્રમે દોષપૂર્વક અવસ્થાઓ પ્રગટ થતી રહે છે. જ્યારે ધર્મ સંસ્થાઓમાં દોષો પ્રવેશે ત્યારે તે દૂષિત બની જાય છે. અણગાર અને અનિકેતનધારી ગૃહત્યાગી કહેવાવાળો શ્રમણ ચૈત્ય, મંદિર, ઉપાશ્રય કે મઠધારી બની ગયો. ધર્મની ધારા શુષ્ક અને ક્ષીણ થવા લાગી.
આજ રીતે ગુજરાત અને કાઠિયાવાડમાં જૈન ઇતિહાસમાં ક્રમિક દોષોને કારણે મૂર્તિપૂજક સમાજમાં પણ નાની મોટી ક્રાંતિઓ થતી રહી.
મૂર્તિપૂજકમાં પાયચંદગચ્છ, અચલગચ્છ, તપાગચ્છ, ખરતરગચ્છ (ખત્તરગચ્છ) ઇત્યાદિ કેટલાય ગચ્છોના નિર્માણ થયા. પરંતુ આ બધા ગચ્છો અને અનેક ઉપગચ્છો મૂર્તિપૂજક હતા; અને મૂર્તિનિર્માણથી ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં સમગ્ર ભારતવર્ષમાં જે આઘાત-પ્રત્યાઘાતો થતા હતા તેમાંથી મૂર્તિપૂજા વિરોધની એક ક્રાંતિની શરૂઆત થઈ.
સનાતન સંપ્રદાયોમાં તો સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસનાના સિદ્ધાંતો ઉપર મંથન થતું રહેતું હતું, જેના પરિણામે નાના મોટા મૂર્તિવિરોધી સમાજ ઉદ્ભવ પામ્યા હતા.
| વીર નિર્વાણ સંવત ૨૦00 પછીનો સમય હતો; આ સમય એટલે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર બેઠેલ ભસ્મ મહાગ્રહના સમાપનનો કાળ હતો; સેંકડો વર્ષોથી ધર્મમાં અંધશ્રદ્ધા, દુરાચાર, તપ અને ચારિત્ર્યમાં શિથિલાચાર ઘર કરી ગયો હતો તેના અંતનો સમય હતો.
આ અરસામાં ધર્મક્રાંતિના પ્રણેતા ધર્મવીર લોકાશાહના તેજસ્વી વ્યક્તિત્વનો ઉદય થયો.
લોકાશાહ કોઈ ધર્મપરંપરાના સ્થાપક ન હતા પરંતુ ધર્મમાં આવેલી અશુદ્ધિઓ, વિકૃતિઓને દૂર કરવાવાળા ક્રાંતદષ્ટા મહામનીષી હતા.