________________
અણગારનાં અજવાળા ]
[ ૧
સ્થાનકવાસી જા સંપ્રદાયના જયોતિર્ધશ
– ગુણવંત બરવાળિયા સ્થાનકવાસી સંપ્રદાયની ઐતિહાસિક રૂપરેખા
ભારતીય ધર્મ પરંપરાઓમાં જૈન ધર્મ પ્રાચીનતમ છે. ભારતવર્ષમાં જૈનધર્મના બીજ રોપનાર, પાયો નાખનાર આદિનાથ ભગવાન ઋષભદેવ હતા.
માનવ જાતને, સાચા અર્થમાં જીવન જીવવાની કળા શિખવનાર પ્રથમ તીર્થકર ઋષભદેવ હતા. જૈન ધર્મના મૂળ પ્રવર્તકો ક્ષત્રિય હતા. ભગવાન ઋષભદેવે જૈનધર્મનો ઝંડો અયોધ્યાથી ફરકાવ્યો. મોટાભાગે તીર્થકરો ઉત્તર પ્રદેશ અને બિહારમાં થયા. તીર્થકરોની ભૂમિ ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ રહી છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર બિહારમાં થયા. ત્રેવીસ તીર્થકર સુધીની શ્રમણ સંસ્કૃતિ અને સાહિત્ય લગભગ લુપ્ત થવા પામેલ છે.
પારસનાથ પરંપરાના જે કોઈ સાધુઓ વિદ્યમાન હતા તેઓ શ્રી મહાવીર પરંપરામાં સમ્મિલિત થઈ ગયા. આ રીતે બિહાર અને તેમાં વૈશાલી, રાજગૃહી, ચંપાપુરી ઈત્યાદિ નગરીઓથી જૈનધર્મનો પ્રચાર સમગ્ર ભારતમાં થયો.
સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ પરમાત્માના યાદવકુળના તીર્થંકર નેમિનાથ ભગવાન થયા.
ભગવાન મહાવીર પછી ૨૦૦-૩૦૦ વર્ષમાં જૈનધર્મ બિહારમાંથી ઉત્તરોતર મધ્યપ્રદેશ, રાજસ્થાન સુધી ફેલાયો, જેમાં એક ધારા દક્ષિણ ભારત તરફ વહી અને એક ગુજરાત તરફ ત્યારે એ જૈન સંતોએ ગુજરાતને ખૂબ પ્રભાવિત કરેલું.