________________
૧૩૨ ]
[ અણગારનાં અજવાળા
નીચે પરોપકારનાં કાર્યો જેવા કે વૃદ્ધાશ્રમ, હોસ્પિટલો, અન્નક્ષેત્રો વ. કાર્યો થયાં. પૂ. શ્રી ભદ્રાબાઈ મ.સ.ના પારણાં પ્રસંગે સપનામાં પહોંચીને પણ હાજરી આપી હતી. પરીક્ષાર્થીને માંગલિક કહેતાં. કોઈની દુખતી આંખ તેમનાથી સારી જતી થઈ હતી.
જવાહરલાલજી, ઝવેરચંદ મેઘાણી તેમની પાસે રોકાઈ અગમનિગમની વાતો કરતાં ‘જયભિખ્ખુ’ની પ્રથમકૃતિ બહાર પડતાં તેમને અર્પણ થયેલી. ચિત્રભાનુને પણ તેમણે કહેલું કે હું તારા દેહને નહીં પણ તારા માયલાને જોઉં છું માટે શા માટે હું તને ધિક્કારું? સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ તેમનાં દર્શનાર્થે આવેલ. મોરારજી દેસાઈ પૂ. શ્રી જનકમુનિ મ. સાહેબ સાથે તેમનાં દર્શનાર્થે આવેલ. ધ્રાફા ગામમાં જુવાનસિંહ દરબારને તેના બહારવટિયાને કારણે ફાંસીની સજાનો હુકમ મળ્યો હતો. મૂંઝવણમાં મુકાયેલા તેમને કોઈ દિશા ન સૂઝતાં નાનપણમાં જોયેલા પૂ. શ્રી સતીજી પાસે માર્ગદર્શન મંગાવ્યું. પૂ. શ્રીએ કહેડાવ્યું કે તું તારી જાતને ઓળખ, ક્ષત્રિય કદી અન્યાયનું આચરણ ન કરે, ધૈર્યને તું ધારણ કર. તું જેલમાંથી છૂટી જઈશ અને તેને જીવનનાં પરિવર્તને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. ત્યારે તેનો પુત્ર સર્પદંશથી મૃત્યુ પામતાં પૂ. શ્રી સતીજીએ કહેડાવ્યું કે ભાંગી નહીં પડ, ભાગ્ય સામે લડી લે. બે પુત્ર, પુત્રી તારા નસીબમાં છે અને તેનો કરિયાવર તારા નસીબમાં પણ છે માટે તેને દૂધપીતી નહીં કરતો. તે પ્રમાણે જ બન્યું અને એક વણિકનું મકાન વેચતું લેતાં તેમાંથી લાકડાની પેટીમાં સ્ત્રીનો શણગાર તેમજ ૧૫ તોલા સોનું પણ નીકળ્યું.
પૂ. પ્રાણલાલજી મ. સા. તેમને દર્શન દેવા, ગોચરી દેવા પધારતાં. તેમને ‘દરબારગઢ’નું અને તેમના શિષ્ય પૂ. શ્રી રતિલાલજી મ. સાહેબે તેમને ‘પ્રાણ પરિવારનાં કુળદેવી’ સમાન સમ્માનનીય બિરુદ આપેલું.
સમય જતાં ધીમે ધીમે તેમનું શરીર શિથિલ થવા માંડ્યું. એક વખત તેમની કમ્મરે ફ્રેક્ચર થતાં તેમણે એક્સ-રે લેવાની કે પાટા બાંધવાની ના પાડી. પરિષહોને પ્રેમપૂર્વક સહ્યા. કેમ છે તબિયત? પૂછતાં જવાબ આપતાં કે અશ્વ થાક્યો છે પણ અસવાર આનંદમાં છે. વેદનાને તેઓ વરદાન માનતાં. તેમને વચનલબ્ધિ હતી. પૂ. શ્રી જનકમુનિ મ.સ.ને હું હવે કાલે