________________
અણગારનાં અજવાળા ] નથી તેવો સંદેશ કહેરાવ્યો. પૂ. શ્રી જનકમુનિ મ. સા. આવીને પાપની આલોચના કરાવી છેલ્લે સૌ કોઈને દિવ્ય જ્યોતનો પ્રકાશ દેખાયો. નમસ્કાર મહામંત્રનાં નાદથી વાતાવરણ પણ દિવ્ય બન્યું હતું. ઉજ્વળ ભાવોનું સમાધિ મરણ! વિ.સં. ૨૦૪૯ની સાલ ઈ.સ. ૧૯૯૩ પ્રથમ ભાદરવા વદ પાંચમ તા. પ-૯-૯૩માં રવિવારના વહેલી સવારના ૩-૪૫ કલાકે પૂ. શ્રી પરલોક સિધાવ્યાં. રાજકુમાર શત્રુશલ્યસિંહજીએ પહેલી કાંધ મા'ને આપી, જે તેમનામાં કુળપરંપરા વિરુદ્ધ હતું.
“ગમત સુવરવી વહુતિ સુવવા”
સંસારી સુખો ક્ષણભંગુર છે, તે ભોગવ્યાં પછી અનંતકાળનું દુઃખ મળે છે.
હું'ની શોધમાં બા.બ્ર. પૂ.શ્રી તરુલતાબાઈ મ.સ.
(ગોંડલ સંપ્રદાય) શુભનામ : તરુલતાબહેન માતાપિતા : શ્રી શાંતાબહેન વનમાળીદાસ ઠોસાણી વૈરાગ્યભાવ : ૧૮મે વર્ષે દીક્ષા : વિ.સં. ૨૦૧૪, ફાગણ સુદ બીજા દીક્ષાગુરુ : પૂ. શ્રી રતિલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી ગુરુણી લલિતાબાઈ મ.સ.
અભ્યાસ : જૈન ધર્મનાં શાસ્ત્રો, હિન્દી સાહિત્ય સાથે M.A., જૈનેતર સંત કવિઓના અભ્યાસ સાથે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ અને તેમણે Ph. D.ની ડીગ્રી મેળવી.
જ્ઞાનપ્રચાર : ૫૦ વર્ષથી પણ વધુ વર્ષોના દીક્ષાકાળ દરમિયાન