________________
૧૩૪ ]
[ અણગારનાં અજવાળા
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, આન્ધ્ર, તામિલનાડુ, કર્ણાટક.
चओवरयं चरेज्ज लाढ विरए वेवियाऽऽयरकिखएं । पणे अभिभूय सव्वदंसी जेकम्हि विण मुच्छिए मिख ।।
જે રાગ અને દ્વેષથી દૂર થઈ સંયમયોગ્ય ક્ષેત્રમાં વિચરણ કરે છે, જે અસંયમ પાપથી વિરત છે, જે શાસ્ત્રજ્ઞ છે તથા આત્મરક્ષક છે, જે બુદ્ધિમાન છે, જે રાગ–દ્વેષને પરાજિત કરી બધાંને પોતાના આત્મા સમાન ગણે છે, જે પરિષહોને જીતનારા છે, સંયમમાં પૂર્ણ લક્ષ રાખી સચેત-અચેત કોઈ પણ વસ્તુમાં આસક્તિ નથી રાખતો, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે. તે મુનિ કહેવાય છે. ઉ.સૂ. (૧૫/૨)
અરુણ અંતરે દીપતો,
અજોડ અંધાર ખંડનાં આવરણો ખોલતો.... કરે ઉજ્જવલ......સ્વયં પ્રકાશે રે....
એ ક્ષણો કેવી અદ્ભુત અને ભવ્ય હશે જ્યારે ન કોઈ સંગ, ન કોઈ સત્સંગ, છતાં અંતરની ગુફામાં જ્ઞાનનો સૂર્ય સ્વયમેવ સહસ્ર કિરણે પ્રકાશી ઊઠ્યો, પ્રજ્ઞાના શતશત દીવડાઓ પ્રગટી ઊઠ્યા. ત્યાં નાભિમાંથી દિવ્ય નાદ સંભળાયો! ‘હું છું', ‘હું છું”. તરુલતાબહેન આવી અનુભૂતિમાંથી પસાર થયા, પણ ત્યારે તેમની ઉંમર માત્ર ૧૧ વર્ષની હતી. કિશોરમનની સમજ બહારની આ વાત હતી. ‘હું કોણ?’ તે સ્વાભાવિક રીતે તેમને સમજાયું નહીં કે કોણ કહે છે? ક્યાંથી અવાજ આવે છે? છતાં તેમની ‘હું’ની શોધની એક નવી દિશા ખુલી અને તે દિશા તરફ તેમની ગતિ અને પ્રગતિનાં મંડાણ મંડાયાં.
૧૮ વર્ષની યુવાન વયે તેમના પૂર્વ જન્મના સંસ્કારો જાગી ઊઠ્યા અને પિતાશ્રી વનમાળીદાસ વેલજી ઠોસાણી અને માતુશ્રી શાંતાબહેનની લાડલી પુત્રી તેમજ એક ભાઈ અને ત્રણ બહેનોની વહાલીબહેન તરુલતાબહેને પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના સ્વમુખે અને પૂ. શ્રી લલિતાબાઈ મ.સ. પાસે સં. ૨૦૧૪-ફાગણ સુદ બીજને દિવસે પ્રવ્રજ્યા અંગીકાર કરી.